Saturday, October 17, 2026
Home Blog Page 218

જામનગરની એકલીંગજી સોસાયટીમાં Live ચોરી CCTVમાં કેંદઃ જુવો VIDEO

0

જામનગર ગોકુલનગર સાઢીયા પુલ, આર્શિવાદ રીસોર્ટ પાછળ આવેલ એકલીગજી પાર્ક-૧ ની સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા : બે બાઈક ઉઠાવી ગયા

  •  સમગ્ર ઘટનામાં 4 શખ્સો CCTV માં કેંદ 
  • વહેલી સવારનો બનાવ : પોલીસને જાણ કરાઈ : પોલીસે વિડીયો ફુટેજની મદદથી તપાસ આરંભી:

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૧ જુલાઇ ૨૩ જામનગર શહેરના ગોકુલનગર સાઢીયા પુલ, આર્શિવાદ રીસોર્ટ પાછળ આવેલ એકલીગજી પાર્ક-૧ ની સોસાયટીમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા અને બેખોફ બની બે બાઈકની ઉઠાંતરી કરી નાશી ગયા હતા 

આ બનાવની સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલ CCTVમાં કેંદ થઇ હતી જેને લઇ સોસાયટીના એકત્ર થઈ પોલિસને જાણ કરી હતી પોલિસે સીસીટીવીની મદદથી ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી હાલ સોસાયટીના બનાવને લઈ સ્થાનીકોમાં ફફડાટ ફેલાયો છે.અને પોલીસ પેટ્રોલીંગ વધારવાની માંગ કરી રહ્યા છે.

જામનગર ગુલાબનગરમાં SSI પર પથ્થરમારો : સામાપક્ષની 1 મહિલા સહિત 3 ઇજાગ્રસ્ત

0

જામનગર ગુલાબનગરમાં મનપાના SSI ઉપર પથ્થરમારો થતા નાસભાગ

  • સામા પક્ષીની એક મહિલા સહિત બે લોકોને SSIએ માર માર્યાંના આક્ષેપ સાથે જી.જીમાં સારવાર હેઠળ ખસેડાયા
  • વરસાદી પાણીના નિકાલ બાબતે રોષે ભરાયેલા લોકોએ મનપાના SSI ઉપર હુળીયો બોલાવ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ જુલાઇ ૨૩ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં કેનાલની સફાઈ કામગીરી વેળાએ SSI અને સ્થાનિકોઓ વચ્ચે બબાલ થતા ભાર ચકચાર જાગી છે તેવામાં પથ્થર મારો થતા જેમાં સેનિટરી સબ ઇન્સ્પેક્ટર અને સ્થાનીકની એક મહિલા સહિત ત્રણ લોકોને ઇજા થતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયો હતો બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ શહેરના ગુલાબનગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ બાબતે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેને લઈ લોકોએ રસ્તા રોકી ચક્કાજામ કરી અધિકારી પદાધિકારીનો ઘેરાવ કર્યો હતો અને મ્યુ કમિશનરને આવેદન પાઠવ્યું હતું તેમજ કમિશનર કચેરી બહાર ધરણા કર્યા હતા પરંતુ આજરોજ જામનગર મહાનગરપાલિકા ની સોલિડ વેસ્ટ શાખાના એસએસઆઇની ટીમ દ્વારા ગુલાબનગર વિસ્તારમાં ગટર અને કેનાલની સફાઈ કામગીરી ચાલુ હતી ત્યારે SSI અને સ્થાનિક વચ્ચે બબાલ થતા લોકોનું ટોળું ધસી આવી ઉગ્ર બોલાચાલી થઈ હતી, વાત વણસતા લોકોએ પથ્થર મારો કરતા વાતાવરણ તંગ થયું હતું તેમાં મનપાના એસએસઆઇ અને સ્થાનીકના ત્રણ લોકોને ઇજા થતા તાત્કાલિક જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલે દોડી જઇ ફરિયાદોની તજવીજ હાથ ધરી છે. હાલ પોલિસે નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કરુણાંતિકા : જામનગરમાં લઘુશંકાએ જતા યુવાનનું વિજશોકથી મોત

0
  • વિજતંત્રની ધોર બેદરકારીએ ગુલાબનગર વિસ્તારના યુવાનનો લીધો ભોગ
  • વીજપોલ નજીક લધુશંકા કરવા જતા યુવાનને વીજશોક લાગ્યો: વિજતંત્ર ઘટનાસ્થળે
  • ગત મોડી રાત્રીનો બનાવઃ સ્થાનિક કોર્પોરેટર સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ જુલાઈ ૨૩ જામનગરમાં ગઇકાલ રાત્રે નાગનાથ ગેઇટ નજીક લઘુ શંકાકરવા જતા મુસ્લિમ યુવાનને વિજ પોલમાં શોક લાગતા અફડાતફડી મચી ગઈ હતી બનાવના પગલે રાહદારીઓ દોડી જઈ યુવાનને તાત્કાલિક ૧૦૮ મારફત જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યા યુવાનને સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું.જાણવા મળતી વિગત મુજબ રાત્રીના ૧૨ વાગ્યાની આસપાસ શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતો રજાક રફીકભાઇ આમરોણીયા નામનો મુસ્લીમ યુવાન નાગનાથ ગેટ નજીક વિજ પોલ પાસે લઘુશંકા કરવા જતા વિજ કરંટ લાગતા કરુણ ઘટના સર્જાઇ હતી અને યુવાનને તાત્કાલિક 108 મારફત જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને લોકોના ટોળાઓ એકઠા થયા હતા બનાવની જાણ ના પગલે વીજતંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ વિજ પુરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, યુવાનને સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત નિપજ્યું હતું હોસ્પિટલ ખાતે સ્થાનિક કોર્પોરેટર આગેવાનો, સ્નેહીઓ પહોંચી જઈ બોડીને કોલ્ડરૂમ ખાતે રાખવાની તજવીજ કરાઈ હતી

જામનગર સેવન સીઝન રીસોર્ટમાં ”જુગારધામ” પર LCBનો દરોડો: 1 મહિલા સહિત 9 પકડાયા: 6 ફરાર

0

લાખાબાવળના સેવન સીઝન રીસોર્ટમાં ચાલતી જુગારની મહેફીલ પર LCB ત્રાટકી: રૂા.9.24 લાખના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત 9 ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૮ જુલાઇ ૨૩: જામનગરના સીમાડે આવેલ લાખાબાવળ ગામના પાટીયા પાસે આવેલ સેવન સીઝન રીસોર્ટમાં જુગાર રમતા એક મહિલા સહિત 9 ને રોકડ મોબાઇલ ફોન, ફોરવ્હીલ મળી કુલ રૂ.9,24,900/- મુદામાલ સાથે જામનગર એલસીબીએ ઝડપી પાડ્યા છે.
જામનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હરદીપભાઇ ધાધલ, શીવભદ્રસિંહ જાડેજા તથા ફીરોજભાઇ ખફીને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર ખંભાળીયા હાઇવે રોડ ઉપર લાખાબાવળ ગામના પાટીયા પાસે આવેલ સેવન સીઝન રીસોર્ટમાં પોરબંદરનો રહેવાસી રાજનભાઇ નાગાજણભાઇ ઓડેદરા અન્ય માણસના નામે રૂમ બુક કરાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. તેવી હકિકત આધારે રેઇડ દરમ્યાન 8 પુરુષો અને 1 સ્ત્રીને રોકડ રૂ.2,49,900/- ગંજીપતાના પાના નંગ- 52, મોબાઇલ ફોન નંગ-8 કિ.રૂ.75,000/- અર્ટીગા કાર કિ.રૂ.4,00,000/- તથા ઇકો કિ.રૂ.2,00,000/- તથા ગંજીપતાના કેટ નંગ-2 મળી કુલ રૂ.9,24,900/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ દોલતસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પીએસઆઈ એસ.પી.ગોહિલએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રેઇડ દરમ્યાન પાંચ આરોપીઓ ફરાર છે

  • પકડાયેલ આરોપીઓ:-
    (૧) રાજનભાઇ નાગાજણભાઇ ઓડેદરા રહે, બોખીરા, તુમડા વિસ્તાર, હનુમાન ડાડાના મંદિર પાછળ, પોરબંદર
    (૨) દેવશીભાઇ લાખણશીભાઇ ઓડેદરા રહે. ભાવપરાગામ તા.જી.પોરબંદર
    (૩) પોપટભાઇ ભીમાભાઇ ઓડેદરા રહે. રોકડીયા હનુમાન મંદીર પાસે, ગીતાનંગર ગેટની બાજુમાં પોરબંદર
    (૪) દિલીપભાઇ હમીરભાઇ મોઢવાડીયા રહે. મીલપરા શેરી નંબર-2, કડીયા પ્લોટ પોરબંદર
    (પ) પ્રતિકભાઇ રમેશભાઇ જોષી રહે. સન્યાશી આશ્રમ પાસે, ગંજીવાડો, જામજોધપુર જી.જામનગર
    (૬) વિરેન્દ્રભાઇ રાણશીભાઇ ધારાણી રહે. રાજાણી મીલ પ્લોટ, જામજોધપુર જી.જામનગર
    (૭) હરદાસભાઇ નાગાજણભાઇ ઓડેદરા રહે. રોકડીયા હનુમાન મંદિર પાસે, મારૂતી પાર્ક, પોરબંદર
    (૮) દિલીપભાઇ પ્રભાશંકરભાઇ વ્યાસ રહે. તીરૂપતી સોસાયટી, જામજોધપુર જી.જામનગર
    (૯ ) મધુબેન પુનાભાઇ ધરણાંતભાઇ સુવા રહે. ખાખીજાળીયાગામ તા.ઉપલેટા જી.રાજકોટ
  • ફરાર આરોપીઓ….
    – સચીનભાઇ સીપરીયા રહે. જામનગર (સેવન સીઝન રીસોર્ટમાં રૂમ બુક કરાવનાર)
    – ભાયાભાઇ ઓડેદરા મેર રહે. કોટડાગામ તા.કુતીયાણા જી.પોરબંદર,
    – અજયભાઇ ખુટી રહે. બોખીરા તુબડા વિસ્તાર, પોરબંદર,
    – ભીમભાઇ ઓડેદરા મેર રહે. કોટડાગામ તા.કુતીયાણા જી.પોરબંદર,
    – ગુલાબભાઇ વ્યાસ રહે, જામજોધપુર જી.જામનગર,
    – મુનાભાઇ ઉર્ફે ચીતો પરસાણીયા પટેલ રહે. જામજોધપુર જી.જામનગર,
  • કબ્જે કરેલ મુદામાલ:-
    (1) રોકડ રૂા.2,49,900/-
    (2) અર્ટીગાકાર જી.જે. 03-જે.આર.4545 કિ..રૂ. 4,00,000/-
    (3) ઇકો કાર જી.જે. 10 ડીએન 0249 કિ.રૂ. 2,00,000/-
    (4) મોબાઇલ ફોન નાંગ-8 કિ.રૂ. 75,000/-
    (5) ગાંજીપતાના કુલ કેટ નંગ-3 કિ.રૂ. 00/00
    કુલ મુદામાલ રૂા. 9,24,900/-

જામનગર : આંખોમાં આંખો મિલાવનાર અધિકારી જેલ હવાલે

0

જામનગરમાં સમાજ સુરક્ષા અધિકારી દ્વારા તરૂણીની જાતીય સતામણી : આરોપી સમાજ સુરક્ષા અધિકારી મહેન્દ્ર પટેલ જેલ હવાલે

  • વિકાસ ગૃહમાં રહેતી સગીરાને એકાંતમાં બોલાવીને આંખોમાં આંખો નાખી જોવાનું કહ્યું
  • આરોપી : મહેન્દ્ર રણછોડ પટેલ ઇન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી જામનગર

 દેશ દેવી ન્યુઝ તા.૭ જુલાઇ ૨૩ જામનગરમાં વિકાસગૃહની એક સગીરા સાથે ઇન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જાતીય સતામણી સાથે ગેરવર્તન કર્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.અને મામલો સીટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને ઇન્ચાર્જ અધિકારી સામે ગુનો દાખલ કરી તેને જેલમાં ધકેલી દીધો છે. જે બનાવને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

પોલીસ ચોપડેથી જાણવા મળતી વિગત મુજબ આ બનાવની વિગત એવી છે કે જામનગરના વિકાસ ગૃહ (ચિલ્ડ્રન ફોર હોમ) માં રહેતી ૧૫ વર્ષની એક તરુણીને જામનગર જિલ્લા સમાજ સુરક્ષા ઇન્ચાર્જ અધિકારી મહેન્દ્ર રણછોડભાઈ પટેલે એકાંતમાં બોલાવી પોતાની આંખોમાં આંખો નાખી ને જોવાનું કહ્યું હતું. બાદમાં અને તેણીનો હાથ પકડી અને ગેરવર્તન કર્યું હોવાનો બનાવ સામે આવતા મામલો આખરે કમિટી સમક્ષ પહોંચ્યા બાદ સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હરદીપસિંહ.પી. ઝાલા દ્વારા સગીરાની પૂછપરછ કરાયા પછી આખરે ઈન્ચાર્જ જિલ્લા સુરક્ષા અધિકારી મહેન્દ્ર રણછોડ પટેલ વિરુદ્ધ IPC કલમ ૩૫૪(ક) તથા પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ ૨૦૧૨ની કલમ ૧૨ તથા જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

જેમાં મહેન્દ્ર રણછોડ પટેલની ધરપકડ કરી લેવાયા પછી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ બનાવને લઇને શહેરમાં ભારે ચર્ચા જાગી છે હાલ તો હવસખોર અધિકારીની કરતૂતને લઈ લોકોમાં ફીટકાર વરસી રહ્યો છે

જામનગર: મરીન નેશનલ પાર્કમાં 3500 એકરમાં ચેરના જંગલ માટે રીલાયન્સ સાથે કરાર

0

મરીન નેશનલ પાર્કમાં 3500 એકરમાં મેન્ગ્રૂવ્સ જંગલના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે થયા કરાર

  • કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રિલાયન્સના પરિમલ નથવાણીએ સમજૂતિ પર કર્યા હસ્તાક્ષર
  • આ કરાર અનુસાર આગામી પાંચ વર્ષમાં રૂ.510 લાખના ખર્ચે ચેર વૃક્ષોના વનનું નિર્માણ કરાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૭ જુલાઈ ૨૩ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી MISHTI (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં 3500 એકર વિસ્તારમાં ચેર (મેન્ગ્રૂવ્સ)ના જંગલોના સર્જન માટે રાજ્ય સરકાર દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સમજૂતિ કરાર પર આજે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગર અને દ્વારકાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર તથા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનુસાર, આગામી પાંચ વર્ષમાં રૂ. 510 લાખના ખર્ચે ચેરના વૃક્ષોના વનનું નિર્માણ કરવામાં આવશે. સમુદ્રતટના ક્ષાર પ્રવેશને રોકવા તથા દરિયાઇ ઇકોસિસ્ટમની જાળવણી અને પર્યાવરણ સંતુલનમાં આ ચેર ખૂબ મોટું યોગદાન આપશે.ભૂપેન્દ્ર યાદવ તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રાધેક્રિષ્ના ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિશ્વના સૌથી વિશાળ એલિફન્ટ કેમ્પ તથા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (જી.ઝેડ.આર.આર.સી.) સંચાલિત વિશ્વના મોટામાં મોટા તથા વૈશ્વિક સુવિધાઓ સભર લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર તથા અન્ય વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આ વિશાળ સંકુલમાં સમગ્ર દેશ અને દુનિયામાંથી રેસ્કયુ કરીને લાવવામાં આવેલા પ્રાણીઓની સારસંભાળ ઉપરાંત તેમની રોજિંદી દિનચર્યા, ખોરાક વ્યવસ્થાપન, વ્યાયામ, તબીબી સારવારની વૈશ્વિક ગુણવત્તાની સેવાઓ રિલાયન્સની સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે કરવામાં આવે છે. સમગ્ર ભારત અને વિદેશમાંથી રેસ્ક્યુ કરાયેલા હાથી, દીપડા, મગર, સહિતના વન્ય પ્રાણીઓની અહીં વૈજ્ઞાનિક અભિગમ સાથે જે રીતે યોગ્યરીતે સારસંભાળ લેવામાં આવે છે તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને કેન્દ્રિય વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે મુક્તકંઠે પ્રશંસા કરી હતી.આ કાર્યક્રમમાં કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ગુજરાત રાજ્યના વન મંત્રી મૂળુભાઈ બેરા, અને જામનગર અને દ્વારકાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર તથા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના સ્પેશ્યલ સેક્રેટરી અને ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ ચંદ્ર પ્રકાશ ગોયલ, ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ એસ.કે.ચતુર્વેદી તથા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા

જામનગર કાલાવડ પંથકના લલોઇમાં વોંકળામાં ન્હાવા પડેલી બાળકીનું ડુબી જતા મોત

0

કાલાવડ પંથકના લલોઇમાં વોંકળામાં ન્હાવા પડેલી બાળકીનું ડુબી જતા મોત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૪ જુલાઇ ૨૩ જામનગર કાલાવડ તાલુકાના લલોઇ ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને મજુરી કામ કરતા આદિવાસી પરિવારની બાળકી સમાયડીબેન અમદાભાઈ નાયક (ઉ.વ.14) નામની બાળકી સોમવારે સાંજના સમયે સીમમાં આવેલા વોંકળામાં અન્ય છોકરાઓ સાથે ન્હાવા ગઈ હતી તે દરમિયાન પાણીમાં ગરક થઈ જતા ડુબી જવાથી બેશુદ્ધ થઈ ગઈ હતી. દરમિયાન સ્થાનિક લોકોએ બાળકીને બેશુધ્ધ હાલતમાં બહાર કાઢી કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જંગલિયાભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.

જામનગરમાં પાણીથી ત્રસ્ત ગુલાબનગરના રહેવાસીઓ લડી લેવાના મૂડમાં: જુવો VIDEO

0

જામનગર : ગુલાબનગરના હજારો લોકોને મુસીબતમાં મૂકી દેનાર ”નવનાલાની ” દિવાલ દૂર કરવામાં કોની શરમ 

  • રેલ્વેગરનાળાની દિવાલ દૂર કરો : ગુલાબનગરના સ્થાનિકો
  • લોકોના આરોગ્ય ઉપર જજુમતો ખતરો : રોગચાળો ફેલાવવાની દેહશત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૩ જુલાઈ ૨૩ હાલ જામનગરમાં થયેલ ભારે વરસાદને કારણે ગુલાબનગર નારાયણનગર, મોહનનગર રાજમોતી પાર્ક, સહિતના વિસ્તારમાં ગોઠણડૂબ સુધીના પાણી તંત્રના પાપે ભરાયાની લોક ફરિયાદ ઉઠી હતી વરસાદના વિરામ બાદ પણ પાણી ન ઉતરતા સ્થાનિક મહિલાઓએ ગુલાબનગર, રાજકોટ હાઇવે પાસે ચક્કાજામ કરી તંત્રનો ધેરાવ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો

ગઈકાલે રવિવારના રોજ ગુલાબનગર આજુબાજુની સોસાયટીના સ્થાનિકો દ્રારા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે દોડી જઈ પોતાની વેદના વર્ણવી હતી ઘરણા કર્યાં હતા અને રેલ્વે વિભાગે બનાવેલ પુલીયું બંધ કરવામાં આવતા આ સમસ્યા સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો

જામનગર કનસુમરા વિસ્તારમાં 35 ટન જોખમી કચરાનો જાહેરમાં નિકાલ : GPCB લાલઘુમ : પેઢી સામે કાર્યવાહી

0

જામનગર કનસુમરા વિસ્તારમાં જાહેરમાં જોખમી કચરો ઠાલવવાનું કૌભાંડ પકપાયું

  • 35 ટન કચરો જાહેરમાં ઠાલવાયો : પ્રદુષણ બોર્ડ આકરા પાણીએ : વડી કચેરીએ જાણ કરાઈ
  • ગણતરીની ક્લોકોમાં જ કચરાનો નિકાલ કરનાર એકમને શોધી લેવાયો : વૈજ્ઞાનિક ઢબે નિકાલની લેખિત સુચના અપાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ જુલાઇ ૨૩ જામનગરના કનસુમરા વિસ્તારમાં અનામી એકમ દ્વારા પાત્રીસટન જેટલો જોખમી કચરાનો જાહેરમાં નિકાલ હોવાનું જામનગર પ્રદુષણ વિભાગના ધ્યાનમાં આવતા વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો નિકાલના સ્થળે પહોંચી ગયો હતો અને યુદ્ધના ધોરણે તપાસ આરંભી હતી.પ્રદુષણ બોર્ડ ત્રાટકતા આજુબાજુના એકમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો તેવામાં કેટલાય તાળા મારી ચાલતી પકડી હતીબોર્ડે જાહેરમાં નિકાલ કરેલ કચરાના સેમ્પલ લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા વિભાગ દ્વારા ગણતરીની કલાકોમાં જોખમી કચરાનો જાહેરમાં નિકાલ કરનાર ઓરિએન્ટલ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સ નામના એકમને શોધી તેને વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવા અંગેની લેખિતમાં સૂચના આપી હતી અને પર્યાવરણીય કાયદાઓ અન્વયે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બનાવમા પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.આ કાર્યવાહી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જામનગરના કે.એન પરમાર, પ્રાદેશિક અધિકારી, તથા તેમની ટીમ એચ. કે. શાહ, જે. એમ. જાદવ, સી. એચ. ચૌહાણ સહિતના રોકાયા હતા

જામનગર ગોકુલનગર વિસ્તારની ઓગણીસ વર્ષની યુવતિ લાપત્તા 

0

જામનગર ગોકુલનગર વિસ્તારની ઓગણીસ વર્ષની યુવતિ લાપત્તા 

દેશદેવી ન્યુઝ તા.૩૦ જૂન ૨૩  જામનગર: જામનગરમાં ગોકુલનગર નજીક મથુરાનગર વિસ્તારમાંથી 19 વર્ષ ની એક અપરણિત યુવતી પોતાના ઘેરથી એકાએક લાપતા બની હોવાથી તેણી ના પિતા દ્વારા સીટી સી. ડિવિઝન પોલીસ મથક માં ગુમ નોંધ કરાવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તાર ગોકુલ નગર નજીક મથુરા નગરમાં રહેતી જલ્પાબેન માધાભાઈ રાઠોડ નામની 19 વર્ષની અપરણીત યુવતી ગત 26મી તારીખે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી. તેણીએ સફેદ કલરનું ટીશર્ટ અને બ્લુ કલરનું જીન્સ નું પેન્ટ પહેરેલા છે. સગા સંબંધીઓ સહિત અનેક સ્થળે તેની શોધખોળ કર્યા પછી કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે યુવતીના પિતા દ્વારા ગમ નોંધ કરાવાઈ છે. જેને સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ શોધી રહ્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.