Saturday, October 17, 2026
Home Blog Page 217

જામનગરના પૂર્વ DILR ”સંજય રાવલીયા” બોટાદમાં 1 લાખની લાંચ લેતા ઝડપાયો

જામનગરમાં અગાઉ જમીન માપણી કચેરીમાં ફરજ બજાવતોનો લાંચીયો અધિકારી 1 લાખની લાંચ લેતો બોટાદ ACBના રંગે હાથે ઝડપાયો

  • બોટાદમાં ડિસ્ટ્રિક ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ કચેરીના અધિકારી 10 હેક્ટર જમીન રી-સર્વેમાં માપવા માટે બે લાખ માંગ્યા રૂપિયા 1 લાખના છટકામાં રંગે હાથે સપડાઇ ગયા
  • જામનગરમાં રાજકીય નેતાના ભલામણ પત્રો અનેક ઉપર “તોડકોડ”આચર્યાં.!! : હજુ પ્રથા ચાલુ હોવાના કારણે ભષ્ટ્રાચારથી ખદબદી રહ્યો છે.!!
  • જામગર નજીકના ગોરધનપર ગામે નામાંકીત બિલ્ડરની જમીન વધારી 7 આંકડાનો તોડ કર્યાની ચર્ચાએ જોર પકડયું.!!
  • DILR સજ્ય રાવલીયા ACB માં સપડાયાની જાણને લઈ કાલાવડ આજુબાજુના ખેડૂતોમાં ભારે આનંદ છવાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.!!

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ જુલાઇ ૨૩ જામનગરની ડીઆઇએલઆર કચેરીમાં અગાઉ ફરજ બજાવતો વિવાદીત અધિકારી સંજ્ય સવદાસભાઈ રાવલીયા (એસ.એસ રાવલીયા) બોટાદ ACBના હાથે એક લાખની લાંચ લેતા રંગે હાથે સપડાઇ ગયો હતો, ઉલ્લેખનીય છે કે જામનગરની કચેરીમાં ભ્રષ્ટાચાર અંગેની અનેક ફરિયાદો ઉઠી હતી રાજકીય નેતાઓના ભલામણ પત્ર ઉપર વચ્ચેથી જમીન માપણીના કેસ કરી તોડમાં માહિર સંજયે કરોડો બનાવ્યાની ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું છે.!!

તેમાં ખાસ કરીને શહેર નજીક ગોરધનપર ગામે સાથણીની જમીન વધારીને  7 આંકડાનો તોડ કર્યો હોવાનું મનાય રહ્યું છે તેમા નવાજૂની એંધાણ વર્તાઇ રહ્યા છે, તે સિવાય અનેક તોડમાં રાવલીયાનું નામ મોખરે હતું તેના વિરૂદ્ધની સરકારમાં થયેલ ફરિયાદને લઈ તેની તાત્કાલિક બોટાદ બદલી કરવામાં આવી હતી, સંજય રાવલીયાની આણંદ ખાતે ઇન્કવાયરી ચાલતી હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.હાલ બોટાદ ACBની ઝપટ ચડી જતા લાંચીયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જાણવા મળતી વિગત મુજબ બોટાદ શહેરના જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલ વર્ગ-૨ ડી.એલ.આર. આઈ.લેન્ડ રેકોર્ડ કચેરીના ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર રાવલીયા ૧,૦૦,૦૦૦ ની લાંચ લેતા બોટાદ એસીબીની ઝપટે ચડતા ખળભળાટ મચી ગયો છે. જમીન સંબંધિત કોઈ પણ કામો કરવા કચેરીમાં અરજદારોએ વેવાર વગર કામ હાથમાં લેવું પસંદ કરતા નથી.

શહેરના જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલ વર્ગ-૨ ડી.એલ.આર. આઈ. લેન્ડ રેકોર્ડ કચેરીમા ડિસ્ટ્રીક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય સવદાસભાઇ રાવલીયા (એસ.એસ.રાવલીયા ) જમીને રી સર્વેને લઇ બે લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જેને લઇ એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતની જાણ બોટાદ એસીબીને કરવામાં આવતા બોટાદ એસીબીએ છટકું ગોઠવી આજરોજ લેન્ડ વધુ મળતી વિગતો અનુસાર બોટાદ રેકોર્ડના ડિસ્ટ્રિક ઇન્સ્પેક્ટર સંજય રાવલિયાને રૂ.૧,૦૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા અને તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રૂપિયા ૧,૦૦,૦૦૦ની લાંચમાં અધિકારીની ધરપકડ થતા બોટાદ જિલ્લામાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો લેન્ડ રેકર્ડ કચેરીમાં પૈસા વગર કામ આગળ વધતું નહી તેવી અનેક ફરિયાદો ઉઠી હતી હાલતો ACB એ સંજ્ય રાવલિયાની ઘરપકડ કરી તેના નિવાસસ્થાને તપાસ આરંભી છે. તપાસનો રેલો જામનગર આવે તો નવાઇ નહી..!

દેવભૂમિ દ્વારકા જીલ્લાના બે બુટલેગરો ‘પાસા’ના પાંજરે પુરાયા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના બે બુટલેગરો ‘પાસા’ના પાંજરે પુરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ જુલાઇ ૨૩ ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેશી, વિદેશી દારૂ માટે કુખ્યાત બની ચૂકેલા ભાણવડ પંથકના રાણપર વિસ્તારના બે રબારી શખ્સોને એલસીબી પોલીસે જરૂરી કાર્યવાહી બાદ પાસા હેઠળ વડોદરા અને સુરતની જેલમાં મોકલી આપ્યા છે. ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા કરમણ જગા કોડીયાતર (ઉ.વ. 32) અને ધના આલા કોડીયાતર (ઉ.વ. 25) નામના બે શખ્સો દ્વારા ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં વિદેશી દારૂનો મોટા પાયે જથ્થો સંગ્રહિત કરી અને દેવભૂમિ દ્વારકા અને જામનગર વિસ્તારમાં સપ્લાય કરવા ઉપરાંત દારૂનું વેચાણ કરવા અંગેની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાથી આ અંગે આ બંને શખ્સો સામે સમયાંતરે સ્થાનિક પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

વિવિધ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ બંને શખ્સોની જરૂરી માહિતી એકત્ર કરી,  જિલ્લા LCB પોલીસે પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી હતી. જે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્મા સમક્ષ મૂકવામાં આવતા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને રાણપર ગામના બંને આરોપી કરમણ જગા કોડીયાતર અને ધના આલા કોડીયાતર નામના આ બંને શખ્સો સામે પાસાની દરખાસ્ત મંજૂર કરી અને અટકાયતી વોરંટ ઇસ્યુ કરાયા બાદ એલ.સી.બી. વિભાગના પી.એસ.આઈ. એસ.વી. ગળચર દ્વારા બંને પ્રોહિ. બુટલેગરોને ઝડપી લઇ, આ શખ્સોને અનુક્રમે વડોદરા અને સુરતની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. કૃષ્ણપાલસિંહ .કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એ.એસ.આઈ. વિપુલભાઈ ડાંગર, જયદેવસિંહ જાડેજા, અરજણભાઈ મારુ, પરેશભાઈ સાંજવા, કુલદીપસિંહ જાડેજા, દેવાભાઈ મોઢવાડિયા તથા સચિનભાઈ નકુમ દ્વારા કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકાની સગીરા સાથે દુષ્કર્મ : પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ

દ્વારકાની સગીરા સાથે દુષ્કર્મ, પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૫ જુલાઇ ૨૩ દ્વારકા: દ્વારકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી પર દુષ્કર્મ આચારવા સબબ સ્થાનિક શખ્સ સામે ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે સગીરાના માતા દ્વારા દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકામાં આવેલા એક સિનેમાની સામેના વિસ્તારમાં રહેતા મનોજ સામતભાઈ પરમાર નામના શખ્સ દ્વારા ફરિયાદીની સગીર વયની પુત્રીનો એકલતાનો લાભ લઈ, અને તેણી સાથે શારીરિક અડપલા કરવા ઉપરાંત નજીકના ચરકલા રોડ પર આવેલા એક તળાવ પાસે તેણીને લઈ જઈ અને બળજબરી પૂર્વક સગીરાની સંમતિ વિના અને મરજી વિરુદ્ધ અવારનવાર સર્વે સંબંધ બાંધ્યો હતો.

દુષ્કર્મમાં આચરવા અંગે જો તેણી કોઈને કાંઈ કહે છે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 354, 376, 506 (2), પોક્સો એક્ટની વિવિધ કલમ હેઠળ નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગર ખાણ ખનીજ વિભાગનો ડ્રોન કેમેરાથી દરોડો : ટ્રક જપ્ત કરાયા

0

જામનગરનાં ખાણ-ખનિજ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાથી પાડ્યો દરોડો: ખનિજ ભરેલ ચાર ડમ્પર ઝડપાયા

  • નાણાકીય વર્ષ મા એપ્રિલ થી જૂન 2022 માં રૂ.544.07 લાખ ની સરકાર ને અવાક થઈ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા ૧૫ જુલાઈ ૨૩ જામનગર નાં ભૂસ્તર શાસ્ત્રી સુભાષ બી. જોષીની સૂચના થી રોયલ્ટી ઇન્સ્પેકટર રોહિતસિહ જાદવ, માઈન્સ સુપરવાઈઝર અનિલ બી.વાઢેર, પ્રતીક ડી.બારોટ અને તેની ટીમ દ્વારા આજે સવારે જામનગર – ખંભાળિયા માર્ગે ડ્રોન સર્વેલેન્સ ની મદદ થી બ્લેક ટ્રીપ ખનિજ નું અન અધિકૃત વાહન કરતા ચાર ડમ્પર ને ઝડપી લેવાયાં હતા અને પડાણા પોલીસ સ્ટેશન મા મૂકી દેવા મા અવ્યાં હતા તથા રૂ.4.73 લાખ ની દંડકીય વસુલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગત જૂન માસ મા તાલુકા નાં વીજરખી, ચેલા, મિયાત્રા, કોંઝા, લાલપુર તાલુકાના પડાણા, જોડિયા તાલુકા નાં ખીરી અને ડોબર વિસ્તાર, બલંભા, તારાણા, જોડિયા, કાલાવડ તાલુકાના મોટા વડાળા, ધ્રોલ તાલુકાના ખીજડીયા જાળિયા માનસર, સોયાલ વગેરે ગામ મા તપાસ હાથ ધરી ને કુલ 31 કેસ કરવામાં આવ્યાં હતાં અને સરકાર ને રૂ.39.27 લાખ ની અવાક થવા પામી હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ થી 23 જૂન સુધી માં બિન અધિકૃત ખનન વહન અને સંગ્રહ ના કુલ 88 કેસ કરવામાં આવ્યાં હતાં.અને રૂ.114 લાખ 29 હજાર ની સરકાર ને આવક મળી હતી.જ્યારે એપ્રિલ -22 થી જૂન -22 સુધી મા બિન અધિકૃત ખનન, વાહન અને સંગ્રહ ના 37 કેસ થયા હતા. જે પેટે સરકાર ને રૂ.42.38 લાખ ની અવાક થઈ હતી.

જામનગરની ભૂસ્તરશાસ્ત્રી કચેરીમાં ફક્ત ત્રણ નો ફિલ્ડ સ્ટાફ હોવા છતાં આગલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના આવકમાં અઢીસો ટકાનો વધારો થયો છે. વધુ માં ચાલુ નાણાકીય વર્ષ મા એપ્રિલ થી જુન સુધી મા રૂ.1038.52 લાખ ની સરકાર ને મલેસુલી આવક પ્રાપ્ત થઈ છે.જ્યારે આગલા નાણાકીય વર્ષ મા એપ્રિલ થી જૂન 2022 માં રૂ.544.07 લાખ ની સરકાર ને અવાક થઈ હતી.

જામનગર વોર્ડ નં-6 ના વિસ્તારોની સમસ્યાથી ત્રસ્ત લોકો સાથે કોર્પોરેટરનો મનપામાં હોબાળો : મ્યુ કમિશ્નરની સુરક્ષામાં ગંભીર છીંડા.!: જુવો VIDEO

0

જામનગર મનપામાં સ્ટેન્ડિંગ કમિટી હોલની બહાર બસપાના કોર્પોરેટરના ઘરણા સાથે સુત્રોચ્ચાર

  • કોર્પોરેટર દ્વારા મ્યું કમિશ્નરને રોકવાનો પ્રયાસ : સુરક્ષામાં છીંડાં : મનપાની સીક્યુરીટી ગાયબ.!!
  • ગટરના ગંદા પાણી નળ વાટે : બાળકોનું સ્વસ્થાય જોખમમાં!!: લોકોમાં ભારે આક્રોશ : ગંદકીના ગઢ
  • વરસાદી પાણીનો નિકાલબંધ :ભૂગર્ભ ગટરનું બાળમરણ.!!: જવાબદારને બ્લેકલીસ્ટ કરો
  • શહેરભરમાં વરસાદી પાણીના નિકાલને લઈ સ્થાનિકો ભારે રોષ સાથે સુત્રોચ્ચાર કર્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ જુલાઇ ૨૩ જામનગર શહેરના વોર્ડ નંબર-૬ના કોર્પોરેટર રાહુલ બોરીચા દ્વારા વરસાદી પાણીના નિકાલ, નળ વાટે આવતા ગટરના ગંદા પાણીની સમસ્યાને લઇ ને સ્થાનિકોને સાથે રાખી રજૂઆત કરવા પહોંચ્યા હતા અને મ્યુ કમિશનર સ્ટેન્ડિંગ કમીટીમાં જતી વેળાએ મ્યુ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને સ્થાનકોએ ભારે સુત્રોચાર કર્યો હતા આ તકે મામલો ગરમાતા કમિશ્નરની સીક્યુંરીટી સામે પ્રશ્ન ઉભા થયા છે.! બીજી બાજુ કોઈ  અનિરછીય ઘટના કે ઘર્ષણ થાય તો જવાબદારી કોના શીરે થોપવી જેને લઈ સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર છીંડા જોવા મળ્યા હતા. હાલતો કોર્પોરેટર દ્વારા કરેલ રજૂઆતનો નિકાલ નહીં થાય ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી હતી

જામનગરમાં LCB – SOG સહિત 93 પોલીસકર્મીની આંતરિક બદલી

0

જામનગરમાં 93 પોલિસકર્મીની આંતરિક બદલીનો ગંજીફો ચીપતા જિલ્લા પોલીસ વડા

  • LCB, SOG માં નવા ચહેરાનો સમાવેશ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ જુલાઇ ૨૩ જામનગરના 93 પોલીસ કર્મચારીની આંતરિક બદલીનો ગંજીપો ચીપતા જિલ્લા પોલીસ વડા જેમા પોલીસ વિભાગમાં તારીખ 13 નો આંક ઘણા પોલીસકર્મી ને ફળી અને શુકનવંતો સાબિત થયો હતો ત્યારે પોલીસબેડામાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જ્યો છે.

બદલી માં સામેલ સીટી-બી ના પ્રધ્યુમનસિંહ પંચ-બી, સીટી-એના વિરેન્દ્રસિંહ જાડેજાને SOG,પંચ-બીના રામદેવસિંહ ઝાલાને હેડ કવાટર્સ LCB ના ભગીરથસિહ સરવૈયાને પેરોલ ફર્લો ,પેરોલ ફર્લોના યોગરાજસિંહ રાણાને શેઠવડાળા, LCB ના અશોક સોલંકીને સીટી-બી, સીટી-સીના હરદીપ બારડને LCB, પરોલ ફર્લોના ધનશ્યામ ડેરવાળીયાને સીટી-બી,સીટી-સીના ફીરોજ ખફીને કાલાવડ ગ્રામ્ય, S0Gના શોભરાજસિંહ જાડેજાને કાલાવડ, SOGના મયુરીદીન સૈયદને LCB, ધ્રોલના મયુરસિંહ પરમારને LCB માં, LCBના શિવભદ્રસિંહ જાડેજાને ધ્રોલ, સીટી-બીના ધર્મેન્દ્રસિંહ જાડેજા LCB, LCBના યશપાલસિંહ જાડેજા સીટી-સીમાં મુકાયા છે.

જામનગર ખાતે WHO સમિતિની બેઠક યોજાઇ

0

ITRA જામનગર ખાતે WHO સમિતિની બેઠક યોજાઇ

  • “WHO દ્વારા પરંપરાગત દવાઓ પરની સૌપ્રથમ વૈશ્વિક સમિટ ગુજરાતના આંગણે યોજાશે”
  • ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તા. 17 અને 18 ઓગસ્ટ 2023ના રોજ યોજાશે “ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ”.
  • ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ WHO અને ભારત સરકાર દ્વારા G20ના પ્રમુખપદ અંતર્ગત સહભાગીદારીથી કરવામાં આવશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ જુલાઇ ૨૩ જામનગર તા.13, WHO દ્વારા વિશ્વમાં સૌ પ્રથમ વાર “ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ” 17 અને 18 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર, ગુજરાત, ભારતમાં યોજાશે. G20 દેશોના આરોગ્ય મંત્રીસ્તરની બેઠકની સાથે સાથે વિશ્વની પ્રાચિનતમ પરંપરાગત પદ્ધતિ એટલે આયુર્વેદ અને એ ઉપરાંત બીજી 140થી વધુ પ્રકારની ટ્રેડિશનલ મેડિસિનની પદ્ધતિઓ પર રાજકીય પ્રતિબદ્ધતા અને એવિડન્સ બેઝડ કાર્યવાહી માટે યોજવામાં આવી રહી છે, જે વિશ્વભરના કરોડો લોકો માટે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીની જરૂરિયાતોને સંબોધવા માટેનું પ્રથમ સિમાચિહ્ન બની રહેશે.

ગ્લોબલ સમિટનું આયોજન WHO અને ભારત સરકાર, જે 2023માં G20 નું પ્રમુખપદ ધરાવે છે તેના દ્વારા સહભાગીદારીથી કરવામાં આવશે,. આ સમિટ ટ્રેડિશનલ મેડિસિનના વપરાશકર્તાઓ અને સમુદાયો, શિક્ષણવિદો, ખાનગી ક્ષેત્ર, સામાજિક સંસ્થાઓ, રાષ્ટ્રીયનીતિ નિર્માતાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સહિત તમામ હિતધારકો માટે આરોગ્ય અને ટકાઉ વિકાસમાં પરંપરાગત દવાના યોગદાન પર શ્રેષ્ઠ પ્રથાઓ અને ગેમ ચેંજિંગ એવિડન્સ, ડેટા અને નવીનતા આપલે કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ બનશે.

સદીઓથી પરંપરાગત અને કોમ્પ્લિમેન્ટરી મેડિસિન્સ લોકો અને સમૂદાયોમાં આરોગ્ય માટે એક અબિન્ન સ્રોત છે એટલું જ નહીં, તે આધુનિક સિધ્ધાંતો અને તબીબી ગ્રંથોના પાયા પણ ટ્રેડિશનલ મેડિસિનના આધારે જ રચાયા છે. આજે લગભગ 40% ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો કુદરતી ઉત્પાદનનો આધાર ધરાવે છે, અને સિમાચિહ્નરૂપ દવાઓ જેમ કે એસ્પિરિન, આર્ટેમિસિનિન અને બાળકોના કેન્સરની સારવાર સહિતની ઘણી દવાઓનો સ્ત્રોત ટ્રેડિશનલ મેડિસિનમાંથી મેળવે છે. જીનોમિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિત નવા સંશોધનો આ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યાં છે અને હર્બલ દવાઓ, કુદરતી ઉત્પાદનો, આરોગ્ય, સુખાકારી અને સંબંધિત મુસાફરી માટેના ઉદ્યોગો વધી રહ્યાં છે. હાલમાં, 170 સભ્ય દેશોએ ટ્રેડિશનલ મેડિસિનના ઉપયોગ અંગે WHOને જાણ કરી છે અને તેના સલામત, ખર્ચ-અસરકારક અને ન્યાયપૂર્ણ ઉપયોગ માટે નીતિઓ, ધોરણો અને નિયમનોની જાણ કરવા પુરાવા અને ડેટાની વિનંતી કરી છે.

ટ્રેડિશનલ મેડિસિન્સ માટે વધતા વૈશ્વિક રસ અને માંગના પ્રતિભાવમાં, WHO એ ભારત સરકારના સહયોગ સાથે ગુજરાતના જામનગર ખાતે એપ્રિલ-2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોરિશિયસ ના વડાપ્રધાન પ્રવીણ જગંનોથ અને ડબ્લ્યુ.એચ.ઓ.ના ડાયરેક્ટર જનરલ ટેડરોસની ઉપસ્થિતિમાં “WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન” નું ભૂમિપૂજન કરાયું હતું. આ WHO GCTM વિશ્વના લોકોના આરોગ્ય માટે પ્રાચીન પરંપરા અને આધુનિક વિજ્ઞાનને ઉત્પ્રેરિત કરવાના મિશન સાથે જ્ઞાન કેન્દ્ર તરીકે લોકો અને દુનિયાની સુખાકારી માટે WHO હેડ ક્વાર્ટર અને તેના છ પ્રાદેશિક કાર્યાલયો દ્વારા કરવામાં આવતા પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને વિશ્વના મુખ્ય પ્રવાહમાં લાવવાના ભગીરથ પ્રયાસોને વેગવાન બનાવવા ઇંધણ પૂરું પાડશે.

WHO GCTM વૈશ્વિક આરોગ્ય કવરેજ અને ટકાઉ વિકાસ માટે પરંપરાગત દવાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે કેન્દ્ર ભાગીદારી, પુરાવા, ડેટા, જૈવવિવિધતા અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સ્થાનિક વારસો, સંસાધનો અને અધિકારોના આદર રાખીને માર્ગદર્શન પૂરું પાડશે .

આ અંગે WHO દ્વારા આખા વિશ્વ માંથી પસંદ કરાયેલા નિષ્ણાતોની બનેલી પેનલ જેમાં અમેરિકા થી ડો. સુઝાન, ભારતના પ્રોફેસર ભૂષણ પટવર્ધન, યુનાઇટેડ નેશન્સના ડો.ઓબી, થાઈલેન્ડના ડો. અંચેલી, બ્રાઝીલના ડો. રિકાર્ડો, ઈરાનના ડો. રોશનક, મલેશિયાના ડો ગોહ ચેન્ગ, સાઉથ આફ્રિકાના ડો. માતસબીશ, જર્મનીના ડો. જ્યોર્જ સેફર, ન્યુઝિલેન્ડના ડો. સાયોન, ચીનના ડો ચુનયુંની સમિતિની મિટિંગ જામનગર ખાતે આવેલા ITRAના આયુર્વદ કેમ્પસમાં ધન્વંતરિ ગ્રાઉન્ડમાં હાલમાં જ બનાવાયેલી WHO GCTM ની ઇન્ટ્રિમ ઓફિસમાં 11-12 જુલાઈના રોજ મળેલી.

આ સમિતિ દ્વારા સમિટની થીમ, ફોર્મેટ, વિષયો અને સંબોધવાના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી. આ પ્રસંગે ભારત સરકારના આયુષ મન્ત્રાલયના સચિવ વૈદ્યં રાજેશ કોટેચા અને WHO હેડક્વાર્ટરથી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઉપરાંત આખા વિશ્વમાંથી 25 જેટલા વિદ્વાનો જોડાયા હતા. આ સાથે આ સમિતિ એ ITRA જામનગરની હોસ્પિટલ અને રિસર્ચ લેબોરેટરી, લાઈબ્રેરી અને વિવિધ વિભાગોની મુલાકાત લઇ અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી એવી માહિતી ભારત સરકારના આયુર્વેદના પ્રથમ રાષ્ટ્રીય મહત્વતા ધરાવતા સંસ્થાન ITRAના નિયામક પ્રોફેસર વૈદ્ય અનૂપ ઠાકર દ્વારા આપવામાં આવી હતી.

જામનગરમાં વિદ્યાર્થીની ઉમરે ‘બૂટલેગર’ બનવાનો ચસ્કો ભારે પડ્યો : “પાસા” હેઠળ ધકેલાયો

0

પ્રોહિબિશનના કેસ હેઠળ જામનગરનો વધુ એક શખસ પાસાના પાંજરે પુરાયો.

  • નવાગામ ઘેડ ઈન્દીરા સોસાયટીમાં રહેતો વિશાલ ઉર્ફે ભવાન હિતેશ સોલંકી સુરતની લાજપોર જેલમાં ધકેલાયો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ જુલાઇ ૨૩: જામનગર શહેરના નવાગામઘેડ, ઇન્દિરા સોસાયટીમાં રહેતાં વિશાલ ઉર્ફે ભવાન હિતેશ સોલંકી (ઉ.વ.24) નામના ખવાસ  શખ્સ વિરુઘ્ધ પ્રોહિબિશનના કેસ હેઠળ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાની સૂચના અનુસાર સીટી-બીના પીઆઇ હરદીપસિંહ પી. ઝાલા તથા સર્વેલન્સ પીએસઆઇ ડી.એસ. વાઢેર દ્વારા પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી પોલીસ વડા મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ. શાહને પાસાની દરખાસ્ત કરી હતી.

આ અંગે જિલ્લા મેજી. દ્વારા પાસાનું વોરંટ ઇસ્યૂ કરતાં એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીની સૂચના અનુસાર પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર,ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા બિજલભાઇ બાલસરા સહિતના સ્ટાફ દ્વારા વિશાલ ઉર્ફે ભવાન હિતેશ સોલંકી નામના શખ્સને ઝડપી લઇ સુરત લાજપોર જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.

દેવભૂમિ દ્વારકામાં તાત્કાલિક લોન આપવાની લાલચે છેતરપીંડી આચરતો ‘ઠગ’ ઝડપાયો

તાત્કાલિક લોન આપવાની લાલચે છેતરપીંડી આચરતો ‘ઠગ’ ઝડપાયો

  • દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલની ટીમની સફળતા: ‘ઠગ’ વિરૂઘ્ધ રાજયના અનેક શહેરોમાં ગુનાઓ નોંધાયેલ છે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ જુલાઇ ૨૩ દ્વારકા: દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા 20 વર્ષના એક યુવાનના ભાઇની દિકરી જેની ઉમર 5 વર્ષની હોય , તેણી યુ-ટયુબમાં વિડીયો જોતી વખતે આવેલી એડમાં ભુલમાં ટચ થઇ જતા, ક્રેડીટનાઉ નામની ઇન્સ્ટન્ટ લોનની એપ મોબાઇલમાં ડાઉનલોડ થઇ ગયેલ હતી. બાદમાં તા. 9 માર્ચના રોજ ફરીયાદીને તેમના મોબાઇલ ડીવાઇઝમાં ક્રેડીટનાઉ નામની એપ્લીકેશન જોવામાં આવતા, ફરીયાદી દ્વારા આ એપ ખોલતા, તેને જાણવા મળેલ કે આ એપ્લીકેશનના માધ્યમથી લોન મળી શકે છે. બાદમાં આ એપમાં ફરીયાદી આગળ વધતા ફરીયાદીના મોબાઇલના ફોટા, કોન્ટેકટ, મેસેઝ વિગેરે જેવી અંગત માહિતીના એકસેસ એપ દ્વારા લઇ લેવામાં આવેલ. ફરીયાદી દ્વારા આ એપમાં આગળ વધતા લોન મેળવવા સારૂ આધારકાર્ડ, પાન કાર્ડ અને ફરીયાદીનો સેલ્ફી ફોટો અપલોડ કરેલ હતો. તેમજ ફરીયાદી દ્વારા તેમની બેંકને લગતી વિગતો આ એપમાં દાખલ કરેલ, બાદમાં એપના માધ્યમથી જાણવા મળેલ કે ફરીયાદીની રૂા. 3,000/-ની લોન મંજુર થયેલ છે. તુરંત બાદ ફરીયાદીએ તેમની બેંકમાં ચેક કરતા તેમાં રૂા. 1800ની લોન જમા થયેલ હતી. તેમજ રૂા. 1200 પ્રોસેસીંગ ફી કપાયા હોવાનુ જાણવા મળેલ હતું. પાંચ દિવસ બાદ આ આરોપીઓ દ્વારા વિદેશના મોબાઇલ નંબરોની વોટસએપ મારફતે રૂા. 3,000/- લોનની રકમ ભરપાઇ કરી, લોન કલોઝ કરવા અવાર- નવાર વોટ્સએપમાં મેસેઝ કરવામાં આવતા. બાદમાં ફરીયાદી દ્વારા તે રકમની ઓનલાઇન ચુકવણી કરી દઇ લોન ક્લોઝ કરવામાં આવેલ. લોન કલોઝ થતા ફરીવાર આપો-આપ ફરીયાદીના ખાતામાં લોન જમા કરી દેવામાં આવેલ. જે રકમ પણ ફરીયાદી દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી ભરપાય કરી દેવામાં આવેલ હતી. બાદમાં ફરીયાદીએ આરોપીને જણાવેલ કે, હવે કોઇ લોનની જરૂરીયાત નથી તેમજ હવે કોઇ લોન મારા ખાતામાં જમા ન કરવી. તેમ કહેતા આ કામના આરોપીઓ દ્વારા ફરીયાદીના ફોટાને એડીટ કરી, બિભત્સ બનાવી. વિદેશી મોબાઇલ નંબરથી વોટ્સએપ મારફતે ફરીયાદીને મોકલેલ અને ધમકી આપેલ કે લોન નહી ભરી તો ફરીયાદીના બિભત્સ ફોટાઓ સોશ્યલ મીડીયામા અપલોડ કરશે. બાદમાં આરોપીઓએ ફરીયાદીના મીત્રો તથા સગા સબંધીઓના મોબાઇલમાં ફરીયાદીના ન્યુડબિભત્સ ફોટા મોકલેલ તેમજ તેમા ફરીયાદીના નામનો ઉલ્લેખ કરી લખાણ કરેલ કે, ફરીયાદીએ અમારી પાસેથી લોન લીધેલ છે અને હવે ભરતો નથી.

બાદમાં ફરીયાદીના મિત્રો તથા સગા-સબંધીઓ આ બાબતે તેમને પુછતા ફરીયાદી ડરી જઇ, લોનની રકમ વારંવાર ભરપાઇ કરવા લાગેલ, જો ફરીયાદી લોનની રકમ ભરપાઇ કરવાની ના પડે તો આરોપીઓ દ્વારા ફરીયાદીના ન્યુડ ફોટા ફરીયાદીના તમામ કોન્ટેક્ટ લીસ્ટવાળાને તેમજ ફેસબુલ, ઇન્સ્ટાગ્રામ વિગેરે જેવા સોશયલ મીડીયામા વાયરલ કરવાની ધમકી આપતા. એ રીતે આરોપીઓ દ્વારા કુલ રૂા. 61,000 પડાવી લીધેલ. જેથી ફરીયાદીને છેતરપીંડી થયેલાનું માલુમ પડતા, આ બાબતે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પરથી ગુનો દાખલ કરી સાયબર ક્રાઇમ સેલને તપાસ સોંપવામાં આવી હતી.

આ પ્રકરણમાં જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરવા માટે ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેકટર એ.વાય. બ્લોચને સુચના માર્ગદર્શન આપેલ હતા. જે સંદર્ભે મેન્યુઅલ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે આ ગુનામાં બિહાર રાજ્યના જમુઈ જિલ્લાના રોશનકુમાર વિજયપ્રસાદ સીંઘ નામનો શખ્સ સંડોવાયેલો હોવાના પુરાવાના આધારે આરોપીને સુરત ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે અત્રે લાવીને ધરપકડ કરવામાં આવેલ છે.માત્ર 12 ચોપડી ભણેલા આરોપી રોશનકુમાર વિજયપ્રસાદ સીંઘ ટ્રાન્સફર તથા ઓનલાઇન સરકારી યોજનાઓના ફોર્મ ભરવાનું કામ કરતો હતો.

આરોપીઓએ આયોજનબદ્ધ રીતે છેતરપીંડી કરવા માટે કાવતરું રચી તે અનુસંધાને આરોપીઓ યુ- ટ્યુબ તથા ગુગલ પ્લે સ્ટોરમાં તેમની ઇન્સ્ટન્ટ લોનની એપ્લિકેશન અપલોડ કરતા હતા. યુ-ટ્યુબમાં એડવર્ટાઇઝ ફિલ્ડમાં આ એપની એડ મુકી, નાગરીકોને ઇન્સ્ટન્ટ લોન મેળવવા માટેની લોભામણી જાહેરાતો કરી, મોબાઇલ ફોનમાં એપ ઇન્સ્ટોલ કરાવતા હતા. જે એપ ઇન્સ્ટોલ કરતા તેમાં કોન્ટેકટ, કેમેરા, ફોટાઓ, વિડીયો વિગેરે જેવા મોબાઇલ ફોનના અગત્યના ડેટાના એકસેસ લેવાની મંજુરી માંગે છે. જેથી તે એપ મોબાઇલ ફોનનો ડેટા સ્ટોર કરી લે છે. બાદમાં નાગરીકોના પાન કાર્ડ અને આધારકાર્ડ તથા બેંકને લગતી માહિતી અપલોડ કરવા જણાવે છે. જે માહિતી અપલોડ કરતાની સાથે જ પ્રોસેસીંગ ફી કપાઇ બાકીની રકમ લોન સ્વરૂપે નાગરીકોના ખાતામાં જમા થઇ જાય છે. બાદમાં પાંચ-છ દિવસ પછી આરોપીઓ વિદેશી મોબાઇલ નંબર પરથી વોટસએપ કોલ-મેસેજ કરવાના ચાલુ કરી, તે વોટસએપ દ્વારા નાગરીકોને ઉંચા વ્યાજદર સાથે લોનની ભરપાઇ કરવા માટે ધમકી આપે છે.
નાગરીકો દ્વારા આવી લોનની ભરપાઇ કરવામાં આવે તો પણ નાગરીકોને સહમતી વગર બીજો લોન જમા કરી દેવામાં આવે છે. એ રીતે અવાર-નવાર લોન જમા કરી, વધુ નાણાની માંગણી કરવામાં આવે છે. તેમજ આરોપીઓ ધાક-ધમકી આપે છે કે, જો નાગરીકો દ્વારા નાણા ચુકવવામાં નહિ આવે તો, તેમના મોબાઇલ ફોનમાં સેવ (સ્ટોર) કરેલ તમામ મોબાઇલ નંબરમાં ભોગ બનનારનો ફોટો મોર્ફ કરી, બિભત્સ બનાવી મોકલવામાં આવશે. તેમજ આરોપીઓ ભોગ બનનારનો ફોટો મોર્ફ (એડીટ) કરી, ભોગ બનનારના મિત્રો તથા સગા-સબંધીને મોકલે છે અને ભોગ બનનારને ડરાવી-ધમકાવી નાણા પડાવે છે. એ રીતે નાગરીકો ડરી જઇ અવાર-નવાર ઉંચા વ્યાજદર તથા લોનની રકમની ચુકવણી કરતા હોય છે. એ રીતે આરોપીઓ એકસંપ થઇ આયોજનબદ્ધ રીતે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરતા હોવાના અન્ય આરોપીઓના નામ ખુલવા પામેલ છે જે અંગે તપાસ ચાલુ છે. આ રીતે ઘણા લોકો સાથે છેતરપીંડી કરેલ હોવાની કબુલાત કરેલ છે.

આ આરોપી સામે સુરત શહેર રાંદેર પોલીસ સ્ટેશનમાં, સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં, અમદાવાદના વટવા પોલીસ મથકમાં, પણ છેતરપિંડી સહિતના ગુનાઓ નોંધાયા છે.આ પ્રકરણની તપાસ હાલ સાયબર સેલના પોલીસ ઇન્સ્પેકટર એ.વાય. બ્લોચ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર કાર્યવાહી સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બલોચ, હેડ કોન્સ્ટેબલ ધરણાંતભાઇ બંધિયા, મુકેશભાઈ કેશરીયા, હેમંતભાઇ કરમુર, પબુભાઇ ગઢવી, જનકભાઈ કરમુર, માનસીબેન કણઝારીયા, કાજલબેન કરમુર, હેભાભાઈ ચાવડા, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

જામનગરના ચકચારી ”પરણીતા” આપઘાત પ્રકરણમાં નવો વળાંક : જુવો VIDEO

0

જામનગરના ચકચારી મહિલાના આપઘાત પ્રકરણમાં પરિણીતાને મરી જવા મજબુર કરનાર જમાઇ સહિત 3 સામે ફરિયાદ

  • મૃતકના પતિએ પહેલા પોલીસ પર હેરાનગતિનો આક્ષેપ કર્યો હતો
  • મૃતકની માતાએ સાસરા પક્ષના ત્રાસની ફરિયાદ લખાવતા કેસમાં આવ્યો નવો વળાંક

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૨ જુલાઇ ૨૩ : જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બનેલ ચકચારી મહિલાના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જેમાં પરિણીતાને મરી જવા મજબુર કરનાર જમાઇ સહિત 3 સામે ફરિયાદ નોંધાઇ છે. મૃતકના પતિએ પહેલા પોલીસ પર આક્ષેપ કર્યો હતો, મૃતકની માતાએ સાસરા પક્ષના ત્રાસની ફરિયાદ લખાવતા કેસમાં આવ્યો નવો વળાંક આવ્યો છે અને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા ભારતીબેન ચાવડા નામના મહિલા દ્વારા ગઇકાલે મંગવારે બપોરના સમયે એસિડ પી આપઘાત કર્યો હતો. મહિલાને ગંભીર હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મૃત્યુ થતા ભારે ખડભડાટ મચી ગયો હતો. મહિલાએ એસિડ પી આપઘાત કર્યાની ઘટનામાં તેમના પતિ દ્વારા પોલીસના ત્રાસથી કંટાળી મહિલાએ મહિલાએ આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. મહિલાના પતિનો ભાઈ દારૂના કેસમાં સંડોવાયેલો હોય જેને લઇ સીટી એ ડીવીઝન પોલીસના ચાર પોલીસકર્મચારીઓ વારંવાર મહિલાના પરિવારજનોને હેરાન કરતા હોય જેથી કંટાળી મહિલાએ પગલું ભર્યુ હોવાનું મહિલાના પતિ અને પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

મહિલાના મૃત્યુ બાદ ગઈકાલે રાત્રિના સમયે મહિલાના પરિવારજનો સહિતના લોકોનું ટોળું એસપી બંગલાએ દોડી ગયું હતું અને પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની માંગણી સાથે ધરણા કરતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં અને આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. લોકોના ટોળાએ એસપી બંગલા બહાર ધરણાં કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને એસપી બંગલા ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

મહિલાના આપઘાત પ્રકરણમાં એક તરફ પતિ અને પરિવારજનો દ્વારા પોલીસ વિરુધ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતાં. તો બીજી તરફ આ આપઘાત કેસમાં નવો વળાંક આવતા મહિલાની માતા દ્વારા મહિલાના પતિ અને સાસરીયાઓના ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતક ભારતીબેનના માતા સાદીયા લાખીબેન હરદાસભાઈએ મૃતક મહિલાના પતિ બિપીન સોમાભાઈ ચાવડા, રામીબેન સોમાભાઈ ચાવડા તથા અનિલ સોમાભાઈ ચાવડા વિરૂધ્ધ સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, મૃતક ભારતીબેનને તેના પતિ બિપીન તથા સાસુ રામીબેન અને દિયર અનિલ અવાર-નવાર માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હતાં અને બિપીને બે વીઘા જમીન પોતાના નામે કરી આપવાની માંગણી કરી મારકુટ કરતો હતો તેમજ મેણાટોણા મારી દુ:ખ આપી મરવા માટે મજબુર કરી હતી. તેમજ બિપીને ફરિયાદીના દિકરા દિપકને પણ માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે દુ:ખ સહન ન થતા ભારતીબેને એસિડ પી આપઘાત કર્યો હતો.

સીટી એ ના પીએસઆઇ વસંત આર. ગામેતીએ મૃતકના માતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઇ જામનગરમાં ચર્ચા જાગી છે તો બીજી તરફ મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.