Saturday, October 17, 2026
Home Blog Page 216

જામનગર મેઘપરમાં ATM માં તોડફોડ કરી ચોરીનો પ્રયાસ

0

મેઘપરમાં એટીએમમાં તોડફોડ કરી ચોરીનો પ્રયાસથી ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ જુલાઈ ૨૩ જામનગર લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલા બેંકના એક એટીએમ માં કોઈ તસ્કરોએ પ્રવેશ કરી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, અને એટીએમ મશીન અને સીસી ટીવી કેમેરા વગેરેને નુકસાની પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મેઘપરમાં રહેતા જયદેવસિંહ અમરસંગ જાડેજા કે જેઓની દુકાનમાં મેઘપર ગામ ના પાટિયા પાસે એટીએમ મશીન લગાવવામાં આવેલું છેઝ જેમાં 17મી તારીખે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં એટીએમ મશીનમાંથી રોકડ રકમની ચોરી કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. તસ્કરો ચોરી કરવામાં સફળ થયા ન હતા, પરંતુ એટીએમ નું કેસ કાઉન્ટર તેમજ અન્ય મશીનરી, ઉપરાંત સીસિટીવી કેમેરા સહિત અંદાજે પોણા બે લાખનું નુકસાન પહોંચાડ્યું હયું, અને તસ્કરો ભાગી છૂટ્યા હતા. જે બનાવ અંગેની ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે તોડફોડ કરનારા શખ્સોની ઓળખ કરવા માટેની કવાયત હાથ ધરી છે.

જામનગરમાં બાઇક સ્ટંટ કરી ”રોમીયોગીરી” કરતા તત્વોનો વિડીયો વાયરલ: જુવો VIDEO

0

જામનગર ત્રણબતી વિસ્તારમાં ધૂમ સ્ટાઇલથી બાઈક પર સ્ટંટ કરતા યુવાનનો વિડીયો થયો વાયરલ

  • રાહદારી અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા
  • સ્ટંટબાજ બાઈકચાલકની ઓળખ માટે ત્રીસરી આંખની મદદ લેવાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ જુલાઇ ૨૩ જામનગરના ત્રણ બત્તી વિસ્તારમાં ચાલુ બાઈકે ઊભા રહી સ્ટંટ કરતો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બાઇકચાલક રોંગ સાઇડમાં ધૂમ સ્ટાઇલથી બાઈક ઉપર ઉભો રહી સ્ટંટ કરતો હોય તેવો વિડીયો વાહનચાલકે મોબાઈલમાં ઉતારી લઈ સોશિયલ મીડિયામાં મૂકી દેતા ખૂબ જ વાયરલ થયો હતો.

શહેરમાં યુવકો ધુમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ખાસ કરીને મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં યુવકો બાઈક સ્ટંટ કરતા નજરે ચડતા હોય છે. પોતે પોતાનો શોખ પૂરો કરવામાં બીજા લોકો માટે જોખમ ઊભું કરી દેતા હોય છે. ત્યારે જામનગર શહેરના ત્રણ બતી વિસ્તારમાં ધોળે દિવસે બાઈક પર સ્ટંટ કરતો વિડીયો સામે આવતા આવા તત્વો સામે પોલીસે કમરકસી કાયદાનું ભાન કરાવવાની જરૂર છે. લોકોના જીવની પરવાહ કર્યાં વગર વિકૃત આંનદ માંગતા લુખ્ખા તત્વો સામે મેદાનમાં ઉતરવા લોકો માંગ કરી રહ્યા છે.હાલ તો પોલીસ દ્વારા બાઈક સ્ટંટ કરી રહેલા રોમીયોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે.હાલ આ વિડીયો કેટલા દિવસ પહેલાનો છે. તે અંગે દેશ દેવી ન્યુઝ કોઈ પુષ્ઠી કરતું નથી.

જામનગરના કાલાવડમાં દંપતિનો સજોડે આપધાત

0

કાલાવડના ખાનકોટડામાં અરેરાટીજનક બનાવ: ખેતમજૂર દંપતીની સજોડે આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ જુલાઈ ૨૩ જામનગર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ટેમીચા ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામની સીમમાં આવેલા બાબુભાઈ ગલાણી નામના ખેડૂતની ખેતીની જમીન વાવણી માટે ભાગમાં રાખી હતી અને ખેતી કરતા રામબાઈ કૈલાશભાઈ કનેશ (ઉ.વ.૨૦) અને તેનો પતિ કૈલાશભાઈ કનેશ (ઉ.વ.૨૧) નામના યુવાદંપતીએ મંગળવારે વહેલીસવારના સમયે ખેતરમાં આવેલી ઓરડીના પાઈપમાં ચુંદડી વડે રામબાઇએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી તેમજ પતિ કૈલાશભાઈએ ઓરડીના ખાટલા ઉપર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

દંપતી દ્વારા કરાયેલી સજોડે આત્મહત્યાની જાણ થાનસીંગ કનેશ દ્વારા કરાતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સ્થળ પરથી દંપતીના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો. પોલીસે દં5તી દ્વારા કરાયેલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતીની આત્મહત્યાનું કોઇ ચોકકસ કારણ જાણવા મળ્યું ન હતું.

ખભાળીયા ટીંબડી ગ્રામ પંચાયતનું વિર્સજન કરવા વિકાસ કમિશનરનો આદેશ

ટીંબડી ગ્રામ પંચાયત સસ્પેન્ડ : રાજ્યના વિકાસ કમિશનર દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ટીંબડી ગ્રામ પંચાયતનું વિસર્જન કરવાનો આપ્યો આદેશ

દેશ દેવી ન્યુઝ જામનગર  ખંભાળિયા: તા.૧૯ જુલાઈ ૨૩ ખંભાળિયા તાલુકાની ટીંબડી ગ્રામ પંચાયત કે જેમાં નવ સભ્યોનું સંખ્યાબળ છે અને તેની ધોરણસરની મુદત તારીખ 18 જાન્યુઆરી 2027 ના રોજ પૂર્ણ થનાર છે. ત્યારે ટીંબડી ગ્રામ પંચાયતનું વર્ષ 2023-24 નું વાર્ષિક અંદાજપત્ર 31 માર્ચ 2023 સુધીમાં મંજુર કરવાનું થતું હતું. પરંતુ મુદતમાં બજેટ નામંજૂર થતા દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીના તારીખ 24 એપ્રિલ 2023 ના પત્રને અનુલક્ષીને 1993 ના ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 253 હેઠળ આ ગ્રામ પંચાયત વિરુદ્ધ કાર્યવાહી કરવા દરખાસ્ત કરવામાં આવી હતી.

આ અંગે ખુલાસો કરવા પત્ર લખતા તારીખ 9 મે 23 ના પત્ર દ્વારા બજેટ મંજૂર કરવા સંદર્ભે કોઈ નિર્ણય કરેલ ન હોય, જેથી તારીખ 16 જૂનના રોજ વિડીયો કોન્ફરન્સથી સુનાવણી યોજાયેલી હતી. જે વાવાઝોડાના કારણોસર ન થઈ શકતા તારીખ 3 જુલાઈ સુધી આ સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી. આ સુનાવણીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તલાટી, સરપંચ, ઉપસરપંચ વિગેરે હાજર રહ્યા હતા અને સુનાવણી દરમિયાન ગ્રામ પંચાયતના ચાર સભ્યો દ્વારા ગ્રામ પંચાયતનું વિસર્જન કરવા સામે તેઓને કોઈ વાંધો તકરાર ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ સમયગાળા દરમિયાન રજૂ કરવામાં આવેલું અંદાજપત્ર વિવિધ કારણોસર નામંજૂર થયું હતું.

આમ, બજેટ નામંજૂર થયેલ હોય, ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં રૂકાવટ આવે તેમ હોવા ઉપરાંત ગ્રામ પંચાયતનો વહીવટ સ્થગિત થઈ જાય તેવી પરિસ્થિતિ વચ્ચે તારીખ 15, 24, અને 31 માર્ચની બેઠકમાં ચાર વિરુદ્ધ પાંચ મતે બજેટ નામંજૂર થતાં ગ્રામ પંચાયત અસમર્થ અને નિષ્ફળ નીવડેલ હોવાનું જણાવી, કલમ 253 અન્વયે ટીંબડી ગ્રામ પંચાયતનું વિસર્જન કરવા માટેનો આદેશ તારીખ 15 જુલાઈના પત્રથી વિકાસ કમિશનર સંદિપકુમાર દ્વારા કરવામાં આવ્યો છે. તાલુકામાં સંભવિત રીતે ગ્રામ પંચાયતના વિસર્જનના પ્રથમ વખત બનેલા આ બનાવે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા પ્રસરાવી છે.

જામનગરમાં જમાઈને મરી જવા મજબૂર કરનાર નિવૃત જમાદાર સહિત 4 સામે ફોજદારી

જામનગર સરમત ગામે સાસરિયાના ત્રાસથી કંટાળી જમાઈએ ઝેરી દવા ગટગટાવી કરી હતી આત્મહત્યા : રાજકોટ રહેતા 4 સામે ફરિયાદ

  • યુવકે દવા પીતા પહેલા SP સાહેબને સંબોધી Video બનાવી સાસુ, સસરા અને સાળા અને પત્નિને જવાબદાર ગણાવ્યા હતા
  • આરોપી : (૧) દેવરાજભાઇ હેમરાજભાઇ નાટડા (૨) ઇન્દુબેન દેવરાજભાઇ નાટડા (૩) મયુરભાઇ દેવરાજભાઇ નાટેડા (૪) પત્નિ – નિતાબેન દેવરાજભાઇ નાટડા
  • સસરા અને સાળો પોલિસમાં નોકરી કરતા હોવાને કારણે ખોટી રીતે અરજીઓ કરાવી માનસીક ત્રાસ આપતાનો હોવાનો કર્યો હતો ઉલ્લેખ
  • રીસામણે રહેલ પત્નીએ મૃતક પતિ પાસે ગાડી, બંગલો પચાસ હજારની નોકરી, દિકરીને ઇંગલિશ  સ્કુલમાં અભ્યાસ કરાવાની માંગ કરી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.27 જૂન 23 જામનગર નજીકના સરમત ગામે રહેતા અને ખેતીકામ કરતા યુવાને સસરાપક્ષના ત્રાસના કારણે વાડી વિસ્તારમાં જઈ ઝેરી દવા ગટગટાવી લેતા તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેનું સારવારમાં મોત થયું હતું આથી સિક્કા પોલીસે મૃતકના ભાઈની ફરીયાદ પરથી સાસરીયા સામે જમાઈને મરી જવા મજબૂર કરવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધતા ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળતી વિગત મુજબ શહેરના કૃષ્ણનગર શેરી નંબ૨-૨ શીવમ અપાર્ટમેન્ટ – ૫૦૫ માં રહેતા હિરેન બાબુભાઇ સરવૈયાના ભાઈ હરેશ બાબુભાઈ સરવૈયાએ ગત તારીખ ૨૭ જૂનના રોજ જામનગરના સરમત ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી આપધાતનો પ્રયાસ કરતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યુવકે દવા પીતા પહેલા પરીવાર અને જિલ્લા એસપી સાહેબને સંબોધીને સસરા પક્ષના લોકો ત્રાસ આપતા અંગેનો વિડીયો બનાવી માફી માંગી હતી બનાવની જાણના પગલે પોલિસ કાફલો હોસ્પિટલ દોડી જઈ તપાસના આરંભી હતી તેવામાં સારવાર દરમિયાન હરેશ સરવૈયાનું તારીખ ૩૦ જૂનના રોજ મોત થયું હતું તે બાદ હરેશ સરવૈયાએ આત્મહત્યા પહેલા વિડીયો બનાવીને નિવૃત જમાદાર, સાસુ, સાળો અને પત્નિને જવાબદાર ગણાવ્યા હતા.

તપાસના અંતે પોલીસે ચાર સાસરીયા સામે IPC કલમ -૩૦૬, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશનના PSI અજયસિંહ સરવૈયા તથા સ્ટાફના સુધીરર્સિહ જાડેજા ચલાવી રહ્યા છે.

જામનગરમાં “નશાખોર” નો આતંકઃ છુટા હાથે મારામારી : જુવો VIDEO

0

જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં નશાખોર અને રાહદારી વચ્ચે છુટા હાથે મારામારી,વિડીઓ આવ્યો સામે.

  • ભૂંડી ગાળોની રમઝટ વચ્ચે લોકોના ટોળા એકત્ર થયા : એકબીજાને બચકા ભરી લેતા મામલો થાળે
  • જાહેર રોડ પર ખળકાયેલ કેબીનો બની લુખ્ખા તત્વોનું આશ્રયસ્થાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ જુલાઈ ૨૩
જામનગર શહેરના લીમડા લઈને વિસ્તારમાં રાહદારી અને નશાખોર વચ્ચે છુટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાતા લોકોના ટોળા એકત્રિત થયા હતા અને લોકોએ મફતનું મનોરંજન માણ્યું હતું. ટ્રાફિકથી ધમધમતા પોશ વિસ્તારમાં જાહેર રોડ પર ખળકાયેલ કેબીનો લુખ્ખા તત્વોનું આશ્રયસ્થાન બની રહી છે, આજુબાજુમાં સ્કુલો, મંદિરો, હોસ્પિટલ તથા રહેણાંક ઝોન હોવાના કારણે સ્થાનિકો ત્રાસ અનુભવી રહ્યા છે છાસવારે બનતી માથાકુટની ઘટના સામાન્ય થઈ  ગઈ છે. લુખ્ખા તત્વો પર અંકુશ રાખવા તથા પોલિસ પેટ્રોલીંગ વધારવા લોકો માંગ કરી રહ્યા છે.

જામનગરને મળ્યું રાષ્ટ્રીય ગૌરવ: કેન્દ્ર સરકાર દ્વારા જામનગર જિલ્લો ‘’ભૂમિ સન્માન ‘’ એવોર્ડથી સન્માનિત

0

જામનગરને મળ્યું રાષ્ટ્રીય ગૌરવ: કેન્દ્ર સરકાર દ્વારા જામનગર જિલ્લો ‘ભૂમિ સન્માન’ એવોર્ડથી સન્માનિત

  • નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ના હસ્તે પ્લેટિનમ પ્રમાણપત્ર સ્વીકારતા જિલ્લા કલેક્ટર બી.એ.શાહ
  • ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP હેઠળ ૯૯ ટકાથી વધુ સફળ કામગીરી બદલ મળ્યું સન્માન
  • જિલ્લામાં મહેસૂલી સેવાઓ ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ જામનગરને સૌથી ઉચ્ચ ‘પ્લેટિનમ સર્ટિફિકેટ’ એવોર્ડ મળ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.18 જુલાઇ ૨૩ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જામનગર જિલ્લાની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અંતર્ગત ભૂમિ સન્માન એવોર્ડ માટે જામનગર જિલ્લાની પસંદગી કરવામાં આવી છે.

આજ રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ ફોરમ કુબાવત, આઈ.જી.આર. અજયકુમાર ચરેલ વગેરેએ રાષ્ટ્રપતિના હસ્તે આ ભૂમિ સન્માન-પ્લેટિનમ સર્ટિફિકેટ’ મેળવ્યું હતું.

વડાપ્રધાનએ સરકારી યોજનાના લાભથી છેવાડાનો કોઈપણ નાગરિક વંચિત ન રહે તે માટે વર્ષ ૨૦૨૨ના બજેટ પછી યોજાયેલા વેબિનાર મારફતે ખાસ તાકીદ કરી હતી. ઉપરાંત, ૩ જુલાઈ, ૨૦૨૩ના રોજ મંત્રી પરિષદની બેઠકમાં પણ પ્રધાનમંત્રીએ યોજનાના તમામ ઘટકોના ૧૦૦ ટકા સેચ્યુરેશન માટે આહવાન કર્યું હતું. જેના ભાગરૂપે ડિજિટલ ટેકનોલૉજીના ઉપયોગથી જમીનના રેકોર્ડ્સની આધુનિક, સર્વગ્રાહી અને પારદર્શક સિસ્ટમ બનાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા પણ લોકસુખાકારીની સ્કીમથી એક પણ નાગરિક વંચિત ન રહી જાય તેના પર ભાર મૂકવા સૂચન કરવામાં આવ્યું છે.

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ દિશામાં અમલી કાર્યક્રમ ‘ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ’-DILRMP હેઠળ રાજ્યમાં મહેસૂલી સેવાઓને ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત કેન્દ્ર સરકારના નિર્ધારિત માપદંડો મુજબ સફળતાપૂર્વક કામગીરી કરવા અંગે તમામ ૬ કેટેગરીમાં સૌથી ઉચ્ચ-પ્લેટિનમ સર્ટિફિકેટ એવોર્ડ માટે રાજ્યના ૬ જિલ્લા અરવલ્લી, ડાંગ, જામનગર, મહેસાણા, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેકર્ડ ડિજિટાઇઝેશન દ્વારા ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટ માટે કરેલા આહવાનને ગુજરાતે ઝીલી લીધું છે. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP યોજના અંતર્ગત રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે, મિલકત સંબંધી લેવડ-દેવડના દસ્તાવેજ નોંધણીની કામગીરી પણ કમ્પ્યૂટરાઈઝ્ડ કરવામાં આવી છે. તેમજ પારદર્શિતા જાળવવાના હેતુથી તમામ રેકોર્ડ અદ્યતન અને ડિજિટાઈઝ્ડ કરી પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે.

DILRMP યોજનાના કુલ છ અંગભૂત ઘટકો છે – ૧) કમ્પ્યુટરાઈઝેશન ઓફ લેન્ડ રેકોર્ડ્સ (RoR), ૨) ડિજિટલ ઓફ કેડસ્ટ્રલ મેપ્સ/FMBs, ૩) લીન્કેજીસ ઓફ RoR વિથ કેડસ્ટ્રલ મેપ્સ, ૪) કમ્પ્યુટરાઈઝેશન ઑફ રજિસ્ટ્રેશન, ૫) ઇન્ટીગ્રેશન ઑફ રજિસ્ટ્રેશન (SRO) વિથ લેન્ડ રેકોર્ડ્સ (રેવન્યુ ઓફિસ) અને ૬) મોર્ડન રેકોર્ડ રૂમ.

આ બધા જ ઘટકોમાં ૯૯ ટકા કે તેથી વધુ સફળતાપૂર્વક કામગીરી કરનાર રાજ્યને પ્લેટિનમ સર્ટિફિકેટ, ૯૫ ટકાથી ૯૯ ટકા સુધી સફળતાપૂર્વક કામગીરી પાર પાડનાર રાજ્યોને ગોલ્ડ સર્ટિફિકેટ તથા ૯૦ ટકાથી ૯૫ ટકા સુધી સફળતાપૂર્વક કામગીરી કરનારા રાજ્યોને સિલ્વર સર્ટિફિકેટ માટે પસંદ કરવામાં આવ્યા છે.

ગુજરાતના છ જિલ્લાઓને DILRMPના બધા જ ૬ ઘટકોમાં ૯૯ ટકાથી વધુ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્લેટિનમ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકાર વતી કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ પી.સ્વરૂપ, સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પ્‍સ અને નોંધણી સર નિરીક્ષક જેનું દેવન, સેટલમેન્ટ કમિશનર એમ.એ.પંડ્યાએ આ એવૉર્ડ સ્વીકાર્યા હતા.

આ ઉપરાંત, સંબંધિત જિલ્લાના કલેકટરશ્રી અને જિલ્લા ટીમને પણ રાષ્ટ્રપતિ દ્વારા પ્લેટિનમ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.ઉલ્લેખનીય છે કે, દેશ આઝાદી કા અમૃત કાળ તરફ જઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨થી વર્ષ ૨૦૨૫-૨૬ સુધી ડીઆઇએલઆર એમપી યોજના પૂર્ણ કરવા માટે વિશેષ ઝોક આપવામાં આવી રહ્યો છે.

ખંભાળીયા : પેરોલ પર છૂટી ફરાર થયેલો વાડીનારનો શખ્સ કચ્છથી ઝડપાયો

પેરોલ પર છૂટી ફરાર થયેલો વાડીનારનો શખ્સ કચ્છથી ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ જુલાઈ ૨૩ : ખંભાળીયાના વાડીનાર ગામે રહેતા ફકીરમામદ હુશેન સુંભણીયા સામે થોડા સમય પૂર્વે સ્થાનિક કોર્ટમાં પોક્સો એક્ટ સહિતનો ગુનો નોંધાયો હતો. જે પ્રકરણમાં નામદાર અદાલતે પાંચ વર્ષની સજા ફટકારતા આરોપીને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ગત તારીખ 12 જૂનના રોજ તેને 15 દિવસની પેરોલ રજા પર જેલમુક્ત કરવામાં આવતા આ અંગેની મુદત પૂર્ણ થયે રજા પરથી પરત ફરવાના બદલે આ શખ્સ નાસી છૂટ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત એ.એસ.આઈ. સજુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે આરોપી ફકીરમામદને કચ્છ જિલ્લાના મુન્દ્રા નજીકના કંડાગરા ગામેથી ઝડપી લઇ, તેને પુન: રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કૃષ્ણપાલર્સિંહ .કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર તેમજ ડી.જી. ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.

જામનગરના આણદાબાવા આશ્રમના ચિલ્ડ્રન હોમમાંથી તરૂણના અપહરણની ફરિયાદ

0

જામનગરના આણદાબાવા આશ્રમના ચિલ્ડ્રન હોમમાંથી તરૂણના અપહરણની ફરિયાદ

  • લીમડા લાઇન સહિત આજુબાજુના CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૭ જુલાઈ ૨૩  જામનગર ના લીમડાના વિસ્તારમાં આવેલા આણદાબાવા આશ્રમના ચિલ્ડ્રન હોમમાં રહીને દસમા ધોરણમાં અભ્યાસ કરતો મિલન વાલજીભાઈ ગાજરોતર નામનો 15 વર્ષ નો બાળક આશ્રમમાંથી પરમદીને બપોરે ચારેક વાગ્યાના અરસામાં લાપતા બની ગયો હતો. આશ્રમના સંચાલકો દ્વારા તેની શોધખોળ કરાયા પછી કોઈ પતો નહીં મળતાં આખરે સિટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને આશ્રમના ગૃહપતિ તરીકે ફરજ બજાવતા હરિભાઈ લવજીભાઈ પટેલે કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા બાળકનું અપહરણ કરાયું હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.

જે મામલે સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા આશ્રમ અને લીમડાના તેમજ જામનગરની ખાનગી ટ્રાવેલ્સની ઓફીસ સહિતના કેટલાક સીસીટીવી કેમેરાઓ ચકાસાયા છે, અને બાળક શોધવા માટેની કવાયત શરૂ કરી છે.

લાખાબાવળની શિવાલિક સોસાયટીમાં પોલિસનો દરોડો : 168 બોટલ શરાબ મળી

0

જામનગર નજીક લાખાબાવળના પાટીયા પાસેની શીવાલીક સોસાયટીમાં પંચ-બી પોલીસનો દરોડો

  • જામનગરમાં ભાડાના મકાનમાંથી દારૂની ૧૬૮ બોટલો મળી : આરોપીઓ હાજર ન મળ્યા
  • ભાડાનું મકાન રાખનાર બિપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા તથા રમેશ પારીયા બન્ને શખસોને ફરાર જાહેર કરીને શોધખોળ આરંભી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૬ જુલાઈ ૨૩
જામનગર-ખંભાળીયા હાઇવે પર આવેલી સોસાયટીમાં ભાડાના મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને દારૂની ૧૬૮ બોટલો મળી આવતાં કબ્જે કરી હતી અને ભાડાનું મકાન રાખનાર બે શખસો મળી ન આવતાં ફરાર જાહેર કર્યા છે.

લાખાબાવળ પાટીયા પાસે, બેસી, હાર્મની બાજુમાં, શીવાલીક સોસાયટીમાં ભાડાના મકાનમાં બિપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા અને રમેશ ભીમજીભાઈ પારીયાએ દારૂનો જથ્થો વેચવા માટે આયાત કર્યાની પંચકોશી બી ડિવિઝનના મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલાને બાનમી મળી હતી.

જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મકાનની તલાસી લેતાં તેમાંથી રૂ.૮૪ હજારની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૬૮ બોટલો મળી આવતાં પોલીસે કબ્જે કરી હતી. જ્યારે ભારે મકાન રાખનાર બિપીન અને રમેશ હાજર ન મળી આવતાં તેને ફરાર જાહેર કરીને શોધખોળ આરંભી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.