Saturday, October 17, 2026
Home Blog Page 215

જામનગર દરેડમાં બે પરિવાર વચ્ચે સામ-સામે મારામારી : 4 ધાયલ

0

દરેડમાં સામાન્ય બાબતે બે પરિવાર વચ્ચે બબાલ: સામ-સામે મારામારી, ચાર ઘાયલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ જુલાઇ ૨૩ : જામનગર તાલુકાના દરેડ એફસીઆઈ ગોડાઉન પાછળ આવેલા શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીયલ પાર્કની બાજુમાં રહેતા અશોક સોમાભાઈ કંટારીયા નામના યુવાને તેના ઘર પાસે ચણતર કામની કાકરી ખરાબ થતી હોવાથી મધુ ચાંસીયાને બેસવાની ના પાડી હતી. જે બાબતનો ખાર રાખી મંગળવારે સવારના સમયે મધુ રાજા ચાંસીયા, કાના ચાંસીયા, જયસુખ નારણ વાધ અને નિકુંજ વાધ નામના ચાર શખ્સોને એકસંપ કરી અશોકભાઇ તથા તેના પુત્ર હરેશને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ઈંચ અને પથ્થર વડે માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં સામાપક્ષે અશોક સોમા કંટારીયા, હરેશ કંટારીયા અને મનોજ કંટારીયા નામના ત્રણ શખ્સોએ કાનાભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો.

ઉપરાંત મધુ રાજા ચાંસીયા ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરતા બંને ભાઈઓને ગંભીર ઈજા પહોંચી હતી. બંને પક્ષ દ્વારા કરાયેલા સામસામા હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચ્તા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતાં એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે અશોકભાઈની ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો કર્યાની તથા સામાપક્ષે મધુ ચાંસીયાની પિતા-પુત્ર સામે હુમલો કર્યાની સામ-સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

જામનગરમાં માનસિક નેપાળી મહિલાનું પરીવાર સાથે મિલન

0

નેપાળના માનસિક અસ્વસ્થ મહિલાનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન કરાવતું જામનગર સખી વન સ્ટોપ સેન્ટર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ જુલાઇ ૨૩ જામનગર એક માનસિક અસ્વસ્થ મહિલા જામનગરના આશાપુરાનગર વિસ્તાર પાસે બે કલાકથી બેઠા હોવા અંગેની જાણ એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કરેલ.જેથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને બહેનની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને જામનગર સખી વન સ્ટોપ સેન્ટર પર લઇ આવવામાં આવેલ અને ૧૮૧ની ટીમે જણાવેલ કે બહેન ભૂલા પડી ગયેલ છે અને માનસિક રીતે અસ્વસ્થ જણાય છે. બહેન અન્ય કોઈ પ્રતિસાદ આપતા ન હોય તથા તે જે ભાષા બોલતા હોય તે સમજ ન આવતી હોવાથી તેને આશ્રય માટે “સખી’ વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવેલ.

સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા માનસિક અસ્વસ્થ બહેનનું કાઉન્સેલિંગ કરતા બહેનની ભાષા સમજાતી ન હોય, તેમજ બહેન નેપાળી ભાષામાં પોતાની સમસ્યા વર્ણવતા હોય ત્યારે માત્ર એટલું જાણવા મળેલ કે બહેન મૂળ નેપાળના વતની છે, તેમજ બહેન સતત બોલ-બોલ કરતા હોય અને ગેરવર્તન કરતા હોય તે માનસિક અસ્વસ્થ છે, તેથી સેન્ટરના કર્મચારીઓ દ્વારા બહેનને માનસિક શાંત્વના આપી સેન્ટરના યોગ્ય વાતાવરણમાં ઢાળવામાં આવેલ. માનસિક અસ્વસ્થ બહેન ગુજરાતી કે હિન્દી ભાષા સમજતા ન હતા, તેથી “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકે મોબાઇલના માધ્યમથી નેપાળી સમાજના ટ્રસ્ટીનો સંપર્ક કર્યો અને તેમની સાથે બહેનની વાતચીત કરાવી, ત્યારબાદ બહેનને હળવાશની અનુભૂતિ થઇ, તેથી “સખી” વન સ્ટોપ સેન્ટરના કેસવર્કર શિવાંગીબેન ગોસાઈ દ્વારા બહેનને સહાનુભુતી અને હુંફ આપેલ, તેમજ બહેનને સેન્ટર દ્વારા વિશ્વાસ અપાવેલ કે બહેનને તેમના પરિવાર સાથે પુન:મિલન કરાવશે. સેન્ટરના કર્મચારીઓ દ્વારા નેપાળ સમાજના ટ્રસ્ટી સાથે વાતચીત કરેલ અને વહેલી તકે બહેનના પરિવારનો સંપર્ક સાધવા અનુરોધ કરેલ, સેન્ટર દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી માનસિક અસ્વસ્થ બહેનનો ફોટો નેપાળ સમાજના ટ્રસ્ટીને મોકલેલ જેથી કરીને બહેનના પરિવારજનોનો સંપર્ક સાધવો સરળ રહે, ત્યારબાદ નેપાળના ટ્રસ્ટી દ્વારા તેમના સમાજ સાથે વાતચીત કરેલ અને તેમને જણાવેલ કે બહેનના પરિવારજનો હાલ જામનગરમાં જકાતનાકા, ગોકુલનગર, સીતારામ સોસાયટીમાં રહે છે.આમ, ગણતરીની કલાકો માં જ બહેનના પરિવારજનોનો સંપર્ક સાધી પરિવારને સેન્ટર પર આવવા જણાવેલ. માનસિક અસ્વસ્થ બહેનના પરિવારજનો બહેનને લેવા સેન્ટર પર આવેલ અને પરિવારજનો સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ કે બહેન વારંવાર જાણ કર્યા વગર ઘરની બહાર નીકળી જતા હોય, તેથી સેન્ટર દ્વારા બહેનની યોગ્ય સાર-સંભાળ લેવા તેમજ બહેન માનસિક અસ્વસ્થ હોવાથી માનસિક આરોગ્ય કેન્દ્રમાં બહેનની યોગ્ય સારવાર કરવા જણાવેલ, સેન્ટર દ્વારા બહેનને પણ સમજાવેલ કે ઘરેથી કહ્યા વગર વારંવાર ન નીકળી જવું જોઈએ. આમ, જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના સતત પ્રયાસોથી ગણતરીની કલાકોમાં બહેનનું તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવેલ બહેનના પરિવારજનો એ જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના તમામ કર્મચારીઓનો હદયપૂર્વક આભાર વ્યકત કરેલ.

જામનગરના કાલાવડમાં દિનદહાળે બાઇકની ડેકીમાંથી રૂા.5.30 લાખની ચોરી: જુવો VIDEO

0

કાલાવડમાં દિનદહાડે બાઇકની ડેકીમાંથી રૂા.5.30 લાખની ચોરી

દેશ દેવી ન્યુઝ જામનગર: તારીખ ૨૫ જુલાઇ ૨૩ કાલાવડ તાલુકાના નાની વાવડી ગામના નવાપરા વિસ્તારમાં રહેતાં ખેડૂત પ્રૌઢ જીવનભાઈ લવજીભાઇ સાંગાણી (ઉ.વ.59) સોમવારે સવારના 11:30 વાગ્યાના અરસામાં કાલાવડ ગામમાં આવેલી બેંક ઓફ બરોડામાંથી ધિરાણના રૂા.5,30,000 ની રોકડ રકમ ઉપાડી હતી. આ રકમ અને બેંક ઓફ બરોડાની તથા એકસીસ બેંકની ચેકબુક તેના GJ03 DS 3330  નંબરના બાઈકની ડેકીમાં રાખ્યા હતાં.

ત્યારબાદ સરકારી દવાખાના પાસે બાઈક પાર્ક કર્યુ હતું તે દરમિયાન અજાણ્યા તસ્કરે ખેડૂત પ્રૌઢના બાઇકની ડેકીમાંથી લાખોની રોકડ રકમ અને બેંક ઓફ બરોડા તથા એકસીસ બેંકની ચેકબુક રાખેલી બ્લુ કલરની થેલી ગણતરીની સેક્ધડોમાં જ ચોરી કરીને લઇ ગયા હતાં. બાદમાં આ અંગેની જાણ પોલીસમાં કરાતા પીઆઇ એચ.વી. પટેલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પ્રૌઢ ખેડૂતના નિવેદનના આધારે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

જામનગરમાં સસ્તી પ્રસિદ્ધિ મોંધી પડી: દાંડીયા સંચાલક દંડાયા

0

જામનગરમાં રસ્તી પ્રસિદ્ધની લાયમાં દાંડીયા સંચાલક દંડાયા

  • જાહેર રોડ પર દાંડીયારાસની પ્રેક્ટીસ કરતા હોવાનો વિડીયો શોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો
  • દાંડીયા સંચાલક અને કોર્યોગ્રાફર સામે કાર્યવાહી

દેશ દેવી ન્યુઝ તા.૨૫ જુલાઇ ૨૩ જામનગરના બેડી બંદર રોડ પર જાહેરમાર્ગ પર લોકોની અગવડતાને ધ્યાને લીધા વગર અડચણ રૂપ દાડીયા સંચાલક દ્વારા પ્રેક્ટીસ કરતા હોવાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જે વિડીયો સોશિયલ મીડીયા મોનીટરીંગને ધ્યાને આવતા દાંડીયા સંચાલક સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી

જાણવા મળતી વિગત મુજબ સોશિયલ મીડીયા મોનીટરીંગ દ્રારા માહિતી મળેલ કે, જામનગર શહેરના બેડી-બંદર ખાતેના જાહેર માર્ગની વચ્ચે અન્ય નાગરીકોને પડતી અગવડતાની અવગણના કરી તથા ગંભીર અકસ્માત થવાની શક્યતા હોય તે રીતે રોડ શેફ્ટીના નિયમોનો ભંગ કરી બેફીકરાઇથી એક યુવા ગ્રુપ ને ગરબાની પ્રેક્ટીસ કરાવતાનો હોવાનો વિડીયો ધ્યાને આવેલ હતો, જે બાબતે તપાસ કરી ખરાઇ કરતા “રાસ રસીયા ગરબા કલાસીસ”ના બન્ને સંચાલક તથા કોરીયોગ્રાફર હોવાનું સામે આવ્યું હતુ આથી જામનગર પોલીસ દ્વારા દાંડીયા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તથા તમામ નાગરીક મિત્રો વિશેષત યુવા નાગરીકોને અપીલ છે કે સહેલાઇથી પ્રસિધ્ધી મેળવવાની ઇચ્છામા કાયદાનુ ઉલ્લઘન કરશો નહિ અને સોશ્યલ મિડીયાના ઉપયોગ વખતે તમામ નીયમોનુ પાલન કરશો તેવો પોલિસ દ્વારા અનુરોધ કરાયો હતો.

જામનગર પુરથી અસરગ્રસ્ત લાલપુર ગામની મુલાકાત લેતાં સાંસદ પૂનમબેન માડમ

0

પુરથી અસરગ્રસ્ત લાલપુર ગામની મુલાકાત લેતાં સાંસદ પૂનમબેન માડમ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ જુલાઇ ૨૩ જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે આવેલ પુરથી અસરગ્રસ્ત લાલપુર ગામની સાંસદ પૂનમબેન માડમે મુલાકાત લીધી હતી. સાંસદે આ તકે વિસ્તારમાં થયેલ નુકસાની અંગેની વિગતો મેળવી હતી અને અસરગ્રસ્તોને મળવા પાત્ર સહાય ત્વરિત ચુકવવા તથા આરોગ્ય વિષયક કાર્યવાહી જલ્દીથી શરૂ કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમ્યાન સાંસદ સાથે પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા તા. પૂર્વ સરપંચ સમીરભાઈ ભેંસદડિયા અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : 1.16 લાખની મતા ઉઠાવી ગયા

0

જામનગરના રણજીત સાગર રોડની સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કર: રૂા.1.16 લાખની માલમત્તા ચોરી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૪ જુલાઇ ૨૩  જામનગરમાં રણજીત સાગર રોડ આવેલી આદર્શ સોસાયટીના શેરી નાં -2 માં બ્લોક નંબર 30 માં રહેતા જ્યોત્સનાબેન દિલીપભાઈ ગોરાણીયા ના રહેણાક મકાનને ગત રાત્રીએ કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદાજે રૂપિયા 3,500 ની રોકડ રકમ તેમજ ચાર તોલા સોનાના ઘરેણા, અને ચાંદીની કંકાવટી સહિત કુલ રૂપિયા 1,16,200 ની માલમતા ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે મકાન માલિક જ્યોત્સનાબેનને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને તસ્કરો ને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.

જામનગરમાં બેડીગેઈટ પાસેથી નવજાત શિશુ મળી આવ્યું : શંકાસ્પદ માતાની પુછપરછ 

0

જામનગરમાં બેડીગેઈટ પાસેથી નવજાત શિશુ મળી આવ્યું : શંકાસ્પદ માતાની પુછપરછ 

  • સીટી બી ડિવિઝન ગણતરીની કલાકોમાં આખી ઘટના ઉપરથી પરદો ઉંચકશે 
  • રીસામણે બેસેલ મહિલાએ પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દીધું.!!

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ જુલાઈ ૨૩ જામનગર શહેરના ત્રણ દરવાજાથી બેડીગેઈટ બાજુ જવાના રસ્તે વહેલી સવારે ત્યજી દેવાયેલ એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને શકમંદ માતાની પુછપરછ કરવામાં આવી રહી છે.

આ બનાવની મળતી વિગતો મુજબ શહેરના ત્રણ દરવાજાથી બેડીગેઇટ જવાના રસ્તા ઉપર ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવ્યું હતું. સીટી બી ડિવિઝન પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને નવજાત શિશુનો કબ્જો સંભાળીને સારવારમાં પહોંચાડે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જેથી પોલીસે કોઈ અજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને ત્યજીને પલાયન થઈ ગઈ હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરી હતી.

પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને એક શંકાસ્પદ મહિલાને પકડી લીધી છે. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. ટૂંકમાં જ પોલીસ આખી ઘટના ઉપરથી પરદો ઉંચકશે. વધુમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે મહિલા છેલ્લા બે વર્ષથી રીસામણે બેઠેલી છે અને છુટાછેડા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

જામનગરમાંથી વધુ એક મહિલા ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ

0

જામનગરમાંથી વધુ એક મહિલા ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ

  • વૃઘ્ધ મહિલાના કબજામાંથી 3 કિલો 65 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરતી એસ.ઓ.જી.: વૃઘ્ધાનો પુત્ર ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ જુલાઈ ૨૩ : જામનગર શહેર અને જિલ્લામાં ઘણાં સમયથી નશીલા પદાર્થનું બેરોકટોક વેંચાણ થઈ રહ્યું છે અને દરિયાકિનારેથી આવા નશીલા પદાર્થો ઘુસાડવામાં આવતા હોય છે. જે સંદર્ભે સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ રહી નશીલા પદાર્થની હેરાફેરી અને વેંચાણ ડામવા માટે દરોડા પાડતા હોય છે. પોલીસ એકટીવ હોવા છતાં જિલ્લામાં નશીલા પદાર્થોનું વેંચાણ થઈ રહ્યું છે. આ હેરાફેરી માટે હાલારના દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જામનગર શહેરમાં વૃદ્ધા દ્વારા તેના રહેણાંક મકાને ગાંજાનું વેંચાણ કરાતું હોવાનું એસઓજીના દિનેશ સાગઠીયા અને સોયબ મકવાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન.ચૌધરી અને પીએસઆઈ જયદીપસિંહ પરમાર તથા સ્ટાફે રેઈડ દરમિયાન ઘાંચીની ખડકી બહાર વહેવારીયા મદ્રેસા, ઢોકડ કાડો વિસ્તારમાં રહેતાં નીયામતબેન ગુલમામદ ઈસ્માઇલ શેખ નામના વૃદ્ધાના મકાનમાંથી તલાસી લેતા રૂા.30,650 ની કિંમતનો 3 કિલો 65 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો, રૂા.23,000 ની રોકડ રકમ કબ્જે કરી હતી.

એસઓજીએ ગાંજાનો જથ્થો અને રોકડ રકમ કબ્જે કરી વૃદ્ધાની પૂછપરછ હાથ ધરતા આ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો વૃદ્ધાનો પુત્ર હુશેન ઉર્ફે હુશનો વાઘેર ગુલમામદ શેખ વેંચાણ કરવા માટે બહારથી ખરીદી કરતો હોવાની વૃદ્ધાએ કેફીયત આપી હતી. જેના આધારે એસઓજીની ટીમે વૃદ્ધાની ધરપકડ કરી માતા-પુત્ર વિરૂધ્ધ એનડીપીએસ એકટ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જામનગરમાં અશ્વનું અગ્યારમું : મોક્ષમંત્ર સાથે અંતિમયાત્રા નિકળી, દફનવીધી કરાઈ જુવો VIDEO

0

જામનગરમાં અશ્વનું અગ્યારમું : ઉતરક્રિયા કરી દાળો કરાયો

  • જામનગરમાં અશ્વપ્રેમીનો અનોખો પ્રેમ : શાસ્ત્રો મુજબ અંતિમક્રિયા કરવામાં આવી
  • હિન્દુ શાસ્ત્ર મુજબ દફ્ન વીધી કર્યા બાદ અશ્વનું અગ્યારમું કરાયું : નવસોથી વધુ બાળકોને બટુક ભોજન કરાવાયું
  • અશ્વપાછળ અગ્યાર દિવસ સુધી પરિવારે દરરોજ દફન સ્થળ ઉપર ફૂલહાર, ગાયોને ધાસચારો કરી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી
  • લક્ષ્મી નામની અશ્વ પાછળ પરીવાર સહિત આજુબાજુના ૭૦ થી વધુ પાડોશીએ પાંચમ રહી સદગતીની પાર્થના કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ જુલાઇ ૨૩ આજની એકવીસમી સદીમાં લોકો પોતાના માતા પીતા કે સ્વજનોને પણ તરછોડી દેતા હોય તેવા અનેક પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં જામનગર શહેરમાં અશ્વપ્રેમીનો જાનવર પ્રત્યેનો અનોખો પ્રેમ જોવા મળ્યો છે. જેમાં પોતાના વહાલસોયા અશ્વની મનુષ્ય માફક અંતિમયાત્રા કાઢી દફન વીધી કરી અગ્યારમું કરી શોક પાળ્યો હતો.

જામનગર રામેશ્વરનગર વિનાયક પાર્કમાં રહેતા અને દ્રાવેલ્સનો વ્યવસાય કરતા મહાવીરસિંહ રાણાના ઘરે ”લક્ષ્મી” અને ”રાધા” નામની (ઘોડી) અશ્વનો ઉછેર કરવામાં આવે છે. નાનપણથી પરિવારના સદસ્યની જેમ ઉછરેલી લક્ષ્મીને અચાનક રંગસુત્રની ખામી અને પગની બિમારીને લઇ પરિવાર પર આભ ફાટયું હોય તેવું દુખ આવી પડયું હોય તેવી પરિસ્થિતિ સર્જાય હતી, અશ્વને બિમારીમાંથી ઉગારવા માટે મહાવીરર્સિહે રાણા નામાંકીત ડોક્ટરની દવા કરી છેલ્લે સારવાર માટે ઘરે દવાખાનું ઉભુ કરી નાખ્યું હતું અને ધોડીને બચાવા માટે એડીચોટીનું જોર લગાવી રાખ્યું હતું છતાં લક્ષ્મીને બચાવી ન શકાઈ અને ગત તારીખ ૧૧ જુલાઇ ૨૩ના રોજ લાંબી બિમારી સબબ “લક્ષ્મી” નામની સાત વર્ષીય ધોડી નું નિધન થતા આખો પરિવાર સહિત આજુબાજુમાં રહેતા લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

પરિવારના સદસ્યની જેમ ઉછરેલ અશ્વ (ધોડી)નું અકાળે અવસાન થતા પરીવારમાં માતમ છવાયો હતો અને આખો પરિવાર શોકાતુર બની ગયો હતો પોતાના સ્વજનની જેમ હિન્દુ શાસ્ત્રો મુજબ બ્રાહ્મણના હસ્તે મંત્રોચ્ચાર કરાવી, વિધીવત અશ્વની અંતિમયાત્રા કાઢી દફ્નવીધી કરી હતી, અંતિમયાત્રામાં પણ અનેક લોકો જોડાયા હતા, આજના યુગમાં પણ માનવતા મરી નથી મુંગા જાનવર પ્રત્યે આટલો અપાર પ્રેમ, સંવેદના જોઈ અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

જામનગર ૧૮૧ અભયમની ટીમે પરિવારથી વિખૂટી પડી ગયેલી મહિલાનું પુનઃમિલન કરાવ્યું

0

જામનગર ૧૮૧ અભયમની ટીમે પરિવારથી વિખૂટી પડી ગયેલી મહિલાનું પુનઃમિલન કરાવ્યું

  • મૂળ રાજસ્થાનની અને નાઘેડિ ગામે સાસરે રહેતી મહિલા પરિવાર સાથે ખરીદી કરવા જતાં વિખૂટી પડી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર  તા ૨૧ જુલાઇ ૨૩ જામનગર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તેનું વધુ એક ઉદાહરણ જામનગરમાં પરિવારથી વિખૂટી પડી ગયેલ પીડિતાનું પરિવાર સાથે પુનઃમિલન ૧૮૧ અભયમની ટીમ દ્વારા કરાવવામાં આવ્યું છે. જામનગરના એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યું હતું કે એક મહિલા 3થી 4 કલાકથી ગભરાયેલી હાલતમાં બેઠા બેઠા રડી રહ્યા છે. તેનું નામ સરનામું પૂછતાં કઈ જણાવતા નથી અને તેને મદદની જરૂર છે.

જામનગર ૧૮૧ અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીતસિંહ વાઘેલાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતાને આશ્વાસન આપી કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે તે જામનગર તાલુકા પંથકમાં રહે છે. અને તેનું પિયર રાજસ્થાનમાં છે. તેણી પોતાના પતિ, બાળકો અને દેરાણી સાથે બપોરના સમયે ખરીદી કરવામાં માટે ગયેલ અને દેરાણી જેઠાણી ખરીદી કરતા હતા તે સમયે પીડિતા દેરાણીથી અલગ થઈ જતાં તેને આજુ બાજુમાં ત્રણ ચાર સુધી શોધતા મળ્યા નહિ. અને પહેલી જ વખત બહાર નીકળ્યા હોય એડ્રેસ તેમજ પરિવારનો કોઈ કોન્ટેક પણ નથી.

પીડિતાએ જણાવેલ કે તેઓ નાઘેડી ગામમાં રહે છે. બાદમાં અભયમની ટીમે ત્યાં પહોંચી રસ્તો શોધતા તેનું ઘર મળી ગયું, પરંતુ દરવાજા પર તાળું લગાવ્યું હતું. બાદમાં પાડોશીઓ પાસેથી પીડિતાના પતિના નંબર મેળવી તેમના સાથે વાતચિત કરતા જાણવા મળ્યું કે તે પણ પોતાની પત્નીને શોધી રહ્યા છે. અને તેણીને ગુજરાતી બોલતા પણ નથી આવડતું. અભયમની ટીમે જણાવ્યું કે પીડિતાને તેઓ ઘરે લાવ્યા છે તેથી તેમના પતિ ઘરે પહોંચ્યા અને પત્નીને સલામત જોઈને ભાવુક થયા હતા.

અભયમની ટીમ દ્વારા મહિલાને સમજાવવામાં આવ્યું હતું કે, હવેથી મોબાઈલ નંબર તેમજ એડ્રેસ યાદ કરી લેવા જેથી કરીને બીજી વખત આવી સમસ્યા ન સર્જાય. પોતાની પત્નીને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા બદલ તેના પતિ અને પરિવારે અભયમ ૧૮૧ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.