Saturday, October 17, 2026
Home Blog Page 214

જામનગરમાં ચર્ચાસ્પદ બનેલા ”બોગસ ડોક્યુમેન્ટ” પ્રકરણમાં આચાર્યને જામીન

0

જામનગરના ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં બોગસ ડોક્યુમેન્ટ ઉભા કર્યાંની ફરીયાદમાં મનીષ બુચના જામીન મંજૂર

  • જામનગરના આચાર્યએ તરકટ રચ્યું હોવાનો ઘટસ્ફોટ થતા બોગસ ડોક્યુમેન્ટ અંગેની ફરીયાદ થઈ હતી
  • ભોગ બનનાર બાળાને શાળામાંથી સસ્પેન્ડ કરી હોવાનો બનાવટી પત્ર જામીન મેળવવા માટે કોર્ટમાં રજૂ કર્યો.
  • વિદ્વાન ધારાશાસ્ત્રી કોમલબેન ભટ્ટની ધારદાર દલીલોને અદાલતે માન્ય રાખી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ ઓગસ્ટ ૨૩ જામનગરના અતિ ચકચારી વિદ્યાર્થીની દુષ્કર્મ જેમાં આચાર્ય મનીષ બુચ દ્વારા જામીન અરજીમાં ભોગ બનનારને સસ્પેન્ડ કરવામાં આવી હોવાની ઝેરોક્ષ મૂકી હતી તેમાં ફરીયાદ નોંધાઈ હતી વિદ્વાન ધારાશાસ્ત્રી કોમલબેન ભટ્ટ તથા કે.કે ઝાલાની ધારદાર દલીલોના આધારે નામદાર અદાલતે કોઈ ઠોસ પુરાવો નહીં હોવાનું માનીને આરોપીના જમીન મંજુર કર્યા છે.

શહેરની સત્યસાઈ સ્કૂલમાં વર્ષ 2015 માં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા મનિષ બુચ નામના શખ્સે જે તે વખતે ધો. 11 માં પ્રવેશ મેળવવા માટે ઈચ્છતી સગીર વયની વિદ્યાર્થીનીને દુષ્કર્મનો ભોગ બનાવ્યા પછી તેણી પર અવાર નવાર પોતાની ઓફિસમાં અને નાગર ચકલા તથા હવાઈ ચોક વિસ્તારમાં આવેલા ઘરે લઈ જઈ અવાર નવાર દુષ્કર્મ આચાર્યું હતું. જે અંગે વિદ્યાર્થીનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીટી બી ડીવીઝન પોલીસે લંપટ આચાર્ય વિરૂદ્ધ પ્રોટેકશ ઓફ ચીલ્ડ્રન ક્રોમ સેકસ્યુઅલ ઓફ્રેન્સ એકટની કલમ 4,6,8,12 મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ આરોપી મનિષ બુચે પોકસો કોર્ટમાં જામીન અરજી દાખલ કરી, જેમાં ડિસીપ્લીનરી પત્ર રજૂ કરવામાં આવ્યું અને વિદ્યાર્થીનીને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવતા તેણીએ મને આ કેસમાં ખોટી રીતે ફસાવ્યો હોવાનું જણાવી આરોપી પોતે નિર્દોષ હોવાનું જણાવી જામીન મુકત કરવા રજૂઆત કરી હતી.

આ સસ્પેન્ડ પત્રની પોલીસ દ્વારા સત્યસાઈ સ્કૂલના એડમીન, વિદ્યાર્થીના વાલીની પૂછપરછ કરતાં આવી વિગત સ્કૂલના રેકર્ડમાં નોંધાયેલી નહોતી તેમજ શાળાના ભૂતપુર્વ ડાયરેકટરની પત્રમાં સહી કરવામાં આવેલી હોય તેમણે પણ હસ્તાક્ષર પોતાના નહીં હોવાનું જણાવ્યુ હતું અને શાળા દ્વારા કોઈ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવે તો તે કાર્યવાહી પાંચ વ્યકિતઓની કમિટી દ્વારા કરવાની હોય અને કાર્યવાહી અંગેના પત્રની રિસીવ કોપી પણ શાળાના રેકર્ડમાં રાખવાનો નિયમ હોવાનું જણાવ્યુ

આમ પોલીસે સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી મનિષ બુચે ફરિયાદીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના હેતુથી ખોટો સસ્પેન્ડ પત્ર તૈયાર કરી આ દસ્તાવેજ ખોટો હોવાનું પોતે જાણતો હોવા છતાં તેનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી અદાલતમાં રજૂ કરતાં સીટી એ ડીવીઝન પોલીસે કલમ 465, 469, 471 મુજબ ગનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

તે બાદ આચાાર્ય મનીષ બુચે પોતાના વકીલ મારફત જામીન અરજી મૂકી હતી જેમા  વિદ્વાન ધારાશાસ્ત્રી કોમલ બેન ભટ્ટ તથા કે.કે ઝાલાની ધારદાર દલીલોના આધારે નામદાર અદાલતે કોઈ ઠોસ પુરાવો નહીં હોવાનું માનીને આરોપીના જામીન મંજુર કર્યા છે. આ જામીન અરજી ના કામે વિદ્વાન ધારાશાસ્ત્રી કોમલ બેન ભટ્ટ, કે.કે ઝાલા, જ્યદીપ મકવાણા , પરેશ વાઘેલા તથા દિવ્યાબેન બેરા રોકાયા હતા.

જામનગરમાં 20 વર્ષની ‘પરણીતા’ 20 દિવસના ‘બાળક’ સાથે ગુમ

0

જામનગર ઈન્દીરા સોસાયટીમાં નવજાત બાળકી સાથે માતા ગુમ 

દેશ દેવી ન્યૂઝ તા.૧ ઓગસ્ટ ૨૩ જામનગર જામનગર શહેરમાં ખેતીવાડી સામે આવેલ ઈન્દીરા કોલોનીમાં રહેતી યુવતી તેની 20 દિવસની બાળકી સાથે ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી જતાં લાપતા માતા અને બાળકીની પોલીસે શોધખોળ આરંભી હતી.

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં ખેતીવાડી સામે આવેલા ઈન્દીરા કોલોની વિસ્તારમાં રહેતાં અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા કિશોરભાઈ જેરામભાઈ પરમાર નામના યુવાનની પત્ની જ્યોતિબેન કિશોરભાઈ પરમાર (ઉ.વ.20) નામની યુવતી તથા ફોરીના કિશોર પરમાર (ઉંમર 20 દિવસ) નામની બાળકી અને તેની માતા જ્યોતિબેન બન્ને ગત તા.25 ના રોજ સવારે તેના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યા ગયા હતાં. પોપટી કલરની સાડી અને જમણા હાથમાં ‘જ્યોતિ’ ત્રોફાવેલ યુવતી તથા તેની પુત્રી ફોરીના વિશે કોઇને પણ માહિતી મળે તો હેકો કે.જે. જાડેજાને મો.98795 91923 નંબર ઉપર જાણ કરવા તપાસનીશની યાદીમાં જણાવાયું છે.

જામનગર જી.જી હોસ્પિટલની ગટરમાંથી ભૃણ મળી આવતા ચકચાર

0

જામનગર જી.જી હોસ્પિટલ કમ્પાઉટડ ગટરમાં ભૃણ મળી આવ્યું.!!

  • શહેરમાંથી નવજાત ત્યજી દેવાનો સિલસિલો યથાવત
  • પોલીસે અજાણી સ્ત્રી સામે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૧ જુલાઈ ૨૩ ગઇકાલ સવારે શહેરની જી.જી હોસ્પિટલમાં લાલ બિલ્ડીંગ પાછળની ગટરમાંથી ભ્રુણ મળી આવતા ભારે ચકચાર જાગી હતી, બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતાં અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ગઇકાલ રવિવારના રોજ જી.જી.હોસ્પિટલની લાલ બિલ્ડીંગની પાછળ ગટરમાંથી અધુરા માસે જન્મેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નવજાત શિશુનો કબ્જો લઈને તપાસ હાથ ધરી છે.

પોલીસને જાણ કરતાં પીએસઆઈ આર.પી. અંસારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અધુરા માસે જન્મેલ નવજાત શિશુનો મૃતદેહનો કબ્જો સંભાળ્યો હતો. પોલીસે કોઈ અજાણી સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા માટે અધુરા માસે જન્મેલ નવજાત શિશુ (ભૃણ) ફેંકી ગયાની આશંકાએ તપાસ હાથ ધરી છે અને અજાણી સ્ત્રી સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. છેલ્લા એક પખવાડીયામાં શહેરમાંથી આ બીજી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે.

જામનગરના સપડા ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના 3 સહિત 5 લોકોના મોતથી અરેરાટી

0

જામનગરના સપડા ડેમમાં નહાવા પડેલા એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકો મોતથી અરેરાટી

  • મૃતકોના નામ (૧) મહેશભાઈ કારાભાઈ મંગે (ઉવ. ૪૪ ) (૨) લીનાબેન મહેશભાઈ મંગે (ઉવ .૪૧) (૩) સિદ્ધ મહેશભાઈ મંગે (ઉવ.૨૦) (૪) અનિતાબેન વિનોદભાઈ દામા (ઉવ .૪૦) (પ) રાહુલ વિનોદભાઈ દામા (ઉવ.૧૭)
  • સપડા ફરવા ગયેલો ભાનુશાળી પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચના ડુબી જવાથી મોત નિપજ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ જુલાઇ ૨૩ જામનગરના નજીક આવેલા સપડા ડેમમાં નહાવા પડેલા એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બે મહિલા, બે પુરુષો અને એક યુવકનું મોત નિપજ્યું છે બનાવની જાણના પગલે ફાયરને જાણ કરાઇ હતી 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રેસ્ક્યુ કરવાની કામગીરી શરુ કરી હતી, ફાયર વિભાગે પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ કારાભાઈ મંગે (કચ્છી, ભાનુશાળી) પોતાના પત્ની, પુત્ર અને બે પાડોશીઓ સાથે સપડા ડેમ ખાતે ફરવા ગયા હતા તેવામાં ડેમમાં ન્હાવા પડતા પાંચેયના મોત નિપજ્યા હતા આ ઘટનામાં ભોગ બનેલો સિદ્ધ મહેસભાઇ મંગે મહેસાણા ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો અને ગઇકાલે જ મહેસાણાથી જામનગર આવ્યો હતો.ત્યારે આજે પરિવાર સાથે ફરવા ગયો હતો. ત્યા સપડા ડેમમાં ન્હાવા પડતા એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ લોકોના મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી ફાયરે પાંચેય મૃતદેહ બહાર કાઢી મૃતદેહ બહાર કાઢીને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

ખંભાળીયા : રીક્ષામાં પાણીની મોટર ચોરી કરતા શખ્સને દબોચી લેતી LCB

ખંભાળિયા પંથકના પાણીની મોટર ચોરી પ્રકરણનો આરોપી પકડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ જુલાઇ ૨૩ ખંભાળિયા: ખંભાળિયા પંથકમાં કેટલાક ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં રાખવામાં આવેલી પાણી ખેંચવાની સબમર્સીબલ મોટર તથા પંખાની ચોરી થયાના બનાવ બનવા પામ્યા હતા. હાલ મોહરમના તહેવાર હોય, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબુમાં રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવેલી સુચના અંતર્ગત જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કૃષ્ણપાલર્સિહ કે. ગોહિલ તથા સ્ટાફ દ્વારા ખંભાળિયા પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા નજીકના ભાણવડ માર્ગ પર આવેલી એક હોટલ પાસેથી અત્રે કોટડીયા ગામે રહેતા પ્રવીણ માંડણભાઈ ચાવડા નામના 42 વર્ષના કોળી શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

તેની પૂછપરછ તથા તપાસ દરમિયાન તેની પાસેથી રૂપિયા 21,000 ની કિંમતની પાણી ખેંચવાની ત્રણ નંગ સબમર્સીબલ મોટર, રૂ. 4,500 ની કિંમતના પાણી ખેંચવાના પંખા ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની બજાજ ઓટો રીક્ષા તેની પાસેથી કબજે લેવામાં આવી છે. આ કાર્યવાહી બાદ ઉપરોક્ત શખ્સની વધુ તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપી પ્રવીણ માંડણ ચાવડા પોતાની રીક્ષા લઇ અને ખંભાળિયા સહિતના જુદા જુદા વિસ્તારોમાં નદી કાંઠે અથવા તળાવ પાસે રાખવામાં આવેલી ખેડૂતની મોટર જે-તે માલિકની ગેરહાજરીનો લાભ લઇ અને ચાકુ જેવા હથિયાર વડે કેબલ કાપી પોતાની ઓટો રિક્ષામાં ભરીને ચોરી કરી જતો હોવાનું વધુમાં ખુલવા પામ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એસ.વી. ગળચર સાથે એ.એસ.આઈ. અરજણભાઈ મારૂ , ડાડુભાઈ જોગલ, ભરતભાઈ જમોડ, દિનેશભાઈ માડમ, સચિનભાઈ નકુમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

જામનગરમાં ફિલ્મી ઢબે ”સસરા”નું અપહરણ કરતો ”જમાઈ” : 7 સામે ફરિયાદ

0

જામનગરમાં સસરાનું અપહરણ કરતો જમાઇ: 7 સામે ફરિયાદ

  • પત્ની રીસામણે બેઠી હોવાથી તેનો ખાર રાખી હુમલો કરાતા અફડાતફડી
  • આરોપી : (૧) લાખા ધેલા ભાઈ જામ (૨) વિપુલ કુંભાભાઈ જામ (૩) હાડુ કારણભાઈ જામ તથા ચાર અજાણ્યા શખ્સો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૮ જુલાઇ ૨૩ જામનગરમાં સોનલ નગર વિસ્તારમાં રહેતા સીદાભાઈ રામદેવભાઈ જોગાણી નામના 53 વર્ષના ગઢવી જ્ઞાતિના આધેડ ગઈકાલે જાગૃતિ નગર ના ખૂણા પાસેથી પસાર થઈ રહયા હતા. જે દરમિયાન તેનો જમાઈ લાખાભાઈ ઘેલાભાઈ જામ તેના અન્ય સાગ્રીતો વિપુલ કુંભાભાઇ જામ, ડાડુ કરમણ જામ તથા અન્ય ચાર અજ્ઞાત શખ્સો સાથે ઇકો કારમાં ધસી આવ્યો હતો, અને બળજબરી પૂર્વક સીદાભાઈ નું અપહરણ કરી ગયો હતો, અને લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી, અને માર્ગ પર ફેંકીને ભાગી છૂટ્યો હતો.

આ બનાવ પછી સીદાભાઈ ને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, જ્યારે તેણે પોતાના પર હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે પોતાના જમાઈ લાખાભાઈ જામ અને તેના અન્ય સાગરીતો સામેં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સીદાભાઈ ની પુત્રી કે જેના લગ્ન આરોપી લાખાભાઈ સાથે થયા હતા, પરંતુ પુત્રીને સાસરીયા ત્રાસ અપાતો હોવાથી સીદાભાઈ પોતાની પુત્રીને માવતરે તેડી આવ્યા હતા, જેનું મન દુ:ખ રાખીને આરોપી વીફર્યો હતો, અને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. તમામ આરોપીઓ સામે IPC ક્લમ- ૩૨૩,૩૨૬,૩૬૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી હાલ તેઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

જામનગરમાં પત્નિને બળજબરીથી દવા પીવડાવાઇ: પતિ સામે નોંધાઇ ફરિયાદ

0

જામનગરમાં પત્નિને બળજબરીથી દવા પીવડાવાઇ: પતિ સામે નોંધાઇ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ જુલાઇ ૨૩: જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી મીનાબેન ભરતભાઈ કંડારીયા નામની 35 વર્ષની મહિલાએ છેલ્લા ચાર વર્ષથી ત્રાસ ગુજારી પોતાને ઝેરી દવા પીવડાવી દેવા અંગે પોતાના પતિ ભરત નારણભાઈ કંટારીયા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તેણીનો પતિ છેલ્લા ચાર વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, અને ગત 25મી તારીખે પરાણે ઝેરી દવા પીવડાવી દીધા હતી, આથી તેણી ને જી.જી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. દરમિયાન ગઈકાલે તેની તબિયતમાં સુધારો થતાં મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પતિ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર : રાજ્યના 70 IPSની બઢતી સાથે બદલીના આદેશ છૂટ્યા : જુવો List

0

ગૃહવિભાગનો આદેશ: એક સાથે 70 સિનિયર આઇપીએસ અધિકારીઓના ઓર્ડર છુટ્યા

  • જયદેવસિંહ જાડેજાની મહીસાગર, ભગીરથસિંહ જાડેજાની પોરબંદર તથા રાજદીપસિંહ ઝાલા દાહોદ એસપી તરીકે મુકાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૭ જુલાઇ ૨૩ ગાંધીનગર: રાજ્યમાં મોટા પાયે આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગે 70 જેટલા પોલીસ અધિકારીઓને બદલીના આદેશ કર્યા છે. જેમાં અમદાવાદના નવા પોલીસ કમિશ્નર જી એસ મલિક બન્યા છે. તેમજ સમશેરસિંહને લો એન્ડ ઓર્ડરના DGP બનાવાયા છે.

  • કોની ક્યાં બદલી થઇ?
    – શમસેરસિંહને લોએન્ડ ઓર્ડરના ડીજી બનાવ્યા
    – જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમદાવાદ પોલીસ કમિશ્નર
    – વડોદરાના પોલીસ કમિશ્નર બન્યા અનુપનસિંહ ગેહલોત
    – રાજકુમાર પાંડિયન રેલવે અને સીઆઈડી ક્રાઈમના એડિશન ડિજી
    – નિરઝા ગોટરુરાવને એડીજીપી ટ્રેનિંગ
    – અભય ચુડાસમાની કરાઈ એકેડમીમાં બદલી
    – એમ.એ.ચાવડાને એસટીના એક્ઝ્યક્યુટીવ ડાયરેક્ટર વિજિલંસ બનાવાયા
    – કરણરાજ વાઘેલાને વલસાડના એસપી બનાવાયા
    – પ્રેમવીરસિંહને અમદાવાદના રેંજ આઈજી બનાવાયા
    – ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી બનાવાયા
    – સાગર વાઘમારને કચ્છ પૂર્વના એસપી બનાવાયા
    – સુશીલ અગ્રવાલની નવસારીના ડીએસપી તરીકે બદલી
    – નિરજ બડગુર્જરની અમદાવાદ ક્રાઈમબ્રાંચના એડિશનલ સીપી તરીકે બદલી
    – બ્રજેશ કુમાર ઝા અમદાવાદ સેક્ટર ટુમાં જેસીપી
    – જયદેવસિંહ જાડેજાની મહીસાગર એસપી તરીકે બદલી
    – વિજય પટેલની સાબરકાંઠા એસપી તરીકે બદલી
    – ભગીરથસિંહ જાડેજાની પોરબંદર એસપી તરીકે બદલી
    – ડોક્ટર હર્ષદ પટેલની ભાવનગર એસપી તરીકે બદલી
    – હરેશ દુધાતની ગાંધીનગર આઈબીમાં બદલી
    – રાજેંદ્ર પરમારની સુરત શહેર ઝોન-6માં ડીસીપી તરીકે બદલી
    – એન.એ.મુનિયાની સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી
    – ઈમ્તિયાઝ શેખની છોટાઉદેપુરના એસપી તરીકે બદલી
    – બન્નો જોશીની અમદાવાદ શહેર હેડ ક્વાર્ટરમાં બદલી
    – તેજલ પટેલની વડોદરા હેડ ક્વાર્ટરમાં બદલી થઈ
    – ચિરાગ કોરડિયાની અમદાવાદ સેક્ટર-1માં બદલી
    – વી.ચંદ્રશેખરની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી
    – બલરામમિણાને વેસ્ટર્ન રેલવેના એસપી બનાવ્યા
    – વસમશેટ્ટી રવિ તેજાને ગાંધીનગરના એસપી બનાવ્યા
    – હર્ષદ પટેલને ભાવનગર એસપી બનાવાયા
    – રાજદીપસિંહ ઝાલા દાહોદ એસપી બનાવાયા

ખંભાળિયામાંથી કૈફી પીણાની 4000 બોટલ ઝડપાઇ, 8.96 લાખનો મુદ્દામાલ જપ્ત

ખંભાળિયામાંથી કૈફી પીણાની 4000 બોટલ ઝડપાઇ, 8.96 લાખનો મુદ્દામાલ જપ્ત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૭ જુલાઇ ૨૩ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. વિભાગના પી.આઈ. કૃષ્ણપાલસિંહ ગોહિલની રાહબરી હેઠળ ગઈકાલે બુધવારે બપોરે એલસીબીના પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા એસ.વી. ગળચરના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત હેડ કોસ્ટેબલ સહદેવસિંહ જાડેજાની બાતમીના આધારે અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં રહેલા જી.જે. 23 એ.ટી. 4891 નંબરનો આઈસર ટ્રકમાં ચેકિંગ કરવામાં આવતા આ ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે સેલ્ફ જનરેટેડ યુક્ત આલ્કોહોલનો જથ્થો મળી આવ્યો હતો.

અમદાવાદથી ખંભાળિયા આવેલા આ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ “કાલ મેઘસવા”ની 4,000 બોટલનો જથ્થો આ આઇસર ટ્રકમાંથી પોલીસને સાંપળ્યો હતો. જે સંદર્ભે પોલીસે રૂપિયા 5,96,000 ની કિંમતની આયુર્વેદિક સીરપ તથા રૂપિયા ત્રણ લાખની કિંમતના આઈસર ટ્રક મળી કુલ રૂ. 8.96 લાખનો મુદ્દામાલ કબજે કરી, આ પ્રકરણમાં અમદાવાદના વિસલપુર ખાતે રહેતા ટ્રક ચાલક રમેશ ભોપાભાઈ ખરગીયા (ઉ.વ. 31) અને જથ્થો મંગાવનાર અત્રે બંગલાવાડી, શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગભાઈ લીલાધરભાઈ થોભાણી સામે ધોરણસર કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા સીરપના જથ્થાનું સેમ્પલ લેબોરેટરીમાં મોકલી અને આ અંગેના રિપોર્ટ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. ગળચર, એ.એસ.આઈ. વિપુલભાઈ ડાંગર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

જામનગરમાં પત્નિને કૌટુંબિક ભાઇ સાથે જોઇ જતા પંડ્યાજીએ પિત્તો ગુમાવ્યો

0

પત્નિને કૌટુંબિક ભાઇ સાથે જોઇ જતા પતિએ પિત્તો ગુમાવ્યો

  • યુવાન પર હુમલો કર્યાની પતરાઈભાઈ અને ભત્રીજા સામે ફરિયાદ
  • હુમલો કરનારના પત્ની હાલ તેનાથી અલગ રહેતા હોવાનું મનાય રહ્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.ર૬ જુલાઈ ૨૩.  જામનગરમાં દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહેતો અને ફોટોગ્રાફી કરતો કૌશિક જનકરાય પંડ્યા નામનો 39 વર્ષનો વિપ્ર યુવાન કે જે ગઈકાલે ખીજડિયા બાયપાસ પાસેથી પોતાના પિતરાઈ ભાભી પ્રજ્ઞાબેન મનોજભાઈ પંડ્યા ના સ્કૂટરમાં પાછળ બેસીને રાજકોટથી જામનગર આવી રહ્યા હતા. દરમિયાન પ્રજ્ઞાબેનના પતિ મનોજભાઈ દુર્ગાશંકર પંડ્યા, અને તેમના પુત્ર તુષાર મનોજભાઈ પંડ્યા કે જેઓ ખીજડીયા બાયપાસ પાસે આવી પહોંચ્યા હતા, અને એકટીવા સ્કૂટરને રોકાવી કૌશિકભાઇ તેમજ પ્રજ્ઞાબેન બંને પર હુમલો કરી દીધો હતો. જેથી બંનેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

આ બનાવ અંગે કૌશિક પંડ્યા એ પોતાના ઉપર તેમજ પ્રજ્ઞાબેન પર હુમલો કરવા અંગે પોતાના પિતરાઈ ભાઈ મનોજ દુર્ગા શંકર પંડ્યા અને તેના પુત્ર તુષાર મનોજભાઈ પંડ્યા સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.ડી. જાડેજાએ હુમલા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કૌશિકભાઈ કે જેઓ પોતાના પિતરાઈ ભાભીના સ્કૂટરમાં આવતા હતા અને પ્રજ્ઞાબેન કે જેઓ હાલ તેમના પતિ મનોજભાઈ થી અલગ રહે છે. દરમિયાન તેઓએ ગઈકાલે આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર કરાયું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.