Saturday, October 17, 2026
Home Blog Page 213

જામનગર ઢીંચડામાં રખડતા ઢોરની હડફેટે ચઢેલા પ્રૌઢનું મોત

0

ઢીંચડામાં રખડતા ઢોરની હડફેટે ચઢેલા પ્રૌઢનું મોત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૯ ઓગસ્ટ ૨૩: ઢીંચડા ગામ ના ત્રેસઠ વર્ષના ખેડૂત બુઝુર્ગને ગાય એ હડફેટમાં લઈ લેતાં ઇજાગ્રસ્ત બનાવી દીધા પછી તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ઢીંચડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જુસબભાઈ ઇબ્રાહીમભાઈ ખફી (63 વર્ષ) કે જેઓ પોતાના બાઇકની ઘોડી ચડાવીને તેના પર બેઠા હતા. દરમિયાન દોડીને આવી રહેલી ગાયો મોટરસાયકલ સાથે અથડાઇ પડતાં જુસબભાઈ નીચે પટકાઈ પડ્યા હતા, અને પાંસળીઓ ભાંગી જવાથી ઇજાગ્રસ્ત બન્યા હતા.

જેઓને સૌપ્રથમ જામનગરની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રીફર કરાયા પછી તેઓનું મૃત્યુ નીપજયું છે. જે અકસ્માત મામલે બેડી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ વધુ તપાસ ચલાવે છે.

જામનગર કોર્ટ સંકુલમાં જ વકિલને પતાવી દેવાની ધમકી આપતા ચકચાર

0

જામનગરના કોર્ટ સંકુલમાં જ વકિલને ધમકી આપતા ચકચાર

  • સંબંધી સામેનો કેસ નહીં લડવા દબાણ કરી એડવોકેટ દંપત્તિને જાહેરમાં ગાળો આપ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા o૯ ઓગસ્ટ ૨૩ : જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ નગર શેરી નંબર એકમાં રહેતા અને વકીલાત તરીકે નો વ્યવસાય કરતા નરેશભાઈ દયાળજીભાઈ કણજારીયાએ પોતાને તેમજ પોતાના પત્નીને જાહેરમાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જામનગરના રણજીત સાગર રોડ પર રહેતા મહેશ વિનોદભાઈ કણજારીયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કર્યા અનુસાર ફરિયાદી ગત 3 તારીખે સાંજે પાંચેક વાગ્યાના જામનગરની જુની કોર્ટ બિલ્ડીંગ ના દરવાજા પાસે ઊભા હતા, તે દરમિયાન આરોપી મહેશ કણજારીયા આવ્યો હતો, અને તમામ એડવોકેટ ની હાજરીમાં ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી.

ફરિયાદી અને આરોપીના સંબંધી સાથે અગાઉ પૈસાની લેતી દેતી નો વ્યવહાર થયો હતો. ત્યારબાદ આરોપીના સંબંધી સામે જામનગરની અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં ફરિયાદી વકીલ કેસના લડે તેમ જણાવી એડવોકેટ અને તેના પત્ની ને પતાવી દેવાની ધમકી ઉચ્ચારી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે બનાવ મામલે સીટી એ. ડિવિઝન ના એ. એસ. આઈ. એચ. એચ. ચાવડાએ આઇપીસી કલમ 504 અને 506-2 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે વકીલ વર્તુળમાં ભારે ચકચાર જગાવી છે.

જામનગર લીમડા લાઇનમાં વિજ આચંકો લાગતા યુવાનનું મૃત્યુ

0

જામનગર: વીજ આંચકો લાગતા યુવાનનું મૃત્યુ : લીમડા લાઇન “માધવ સ્કેવર ” નો બનાવ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૭ ઓગસ્ટ ૨૩ : જામનગર માં શાક માર્કેટ પાસે રહેતા અને કેબલ ઓપરેટર તરીકે કામ કરતા એક યુવાનને લીમડાલેન વિસ્તારમાં આવેલા માધવ કોમ્પ્લેક્ષ માં કેબલ ના એમ્પ્લીફાયર નું રીપેરીંગ કામ કરતી વખતે વીજ આંચકો લાગ્યો હતો અને તેનું અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક લંઘાવાડના ઢાળીયા પાસે રહેતો અને કેબલ ઓપરેટર તરીકે કામ કરતો જીતેન્દ્ર રસિકભાઈ કુંભારાણા નામનો ભોય આ યુવાન ગઈકાલે લીમડાલેન વિસ્તારમાં માધવ સ્કવેર કોમ્પ્લેક્સ માં કેબલ કનેક્શન નું કામ કરી રહ્યો હતો, ત્યારે નોડ – એમ્પ્લીફાયરમાં તપાસવા જતાં તેને એકાએક વિજઆંચકો લાગ્યો હતો,

જેથી તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

ખબરદાર મામલતદાર : જામનગર ACBની રેડ: મામલતદાર અને વચેટીયો 1600 ની લાંચમાં સપડાયા

0

જામનગર જીલ્લામાં વધુ એક ‘સરકારી બાબુ’ એસીબીના છટકામાં સપડાયા

  • લાલપુરના મામતલદાર બિપીનભાઈ નારણભાઇ રાજકોટીયા અને વચેટીયો ખાખાભાઈ નારણભાઇ સાગઠીયા ફકત્ત રૂા.1600ની લાંચ લેતા ઝડપાયા
  • સસ્તા અનાજની દુકાનની તપાસનો નીલ રીપોર્ટ આપવા માટે માંગી હતી લાંચ : લાંચિયા ‘સરકારી બાબુ’ઓમાં ફફડાટ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક- તા.પ ઓગસ્ટ ૨૩ જામનગર જામનગર જીલ્લામાં વધુ એક ‘સરકારીબાબુ’ લાંચ-રૂશ્વત વિરોધી શાખા (એસીબી)ના છટકામાં સપડાઇ ગયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા સરકારી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

જામનગર લાલપુરમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા બિપીનભાઈ નારણભાઇ રાજકોટીયા સસ્તા અનાજની દુકાનની તપાસનો નીલ રીપોર્ટ આપવા માટે વચેટીયા મારફત લાંચ માંગી હતી જાગૃત નાગરીકે લાંચ દેવા ન માંગતા હોય તેથી તેને લાંચ રૂશ્વત શાળાનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી તેમાં મામલતદાર વતી વચેટીયો સોળસો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો એન્ટી કરપ્શન બ્યુરો  કાર્યવાહી આ અંગે કાર્યવાહી હાથ ધરતા લાંચિયા ‘સરકારી બાબુ’ઓમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત મુજબ, એક જાગૃત નાગરિકે તેમની માતાના નામે આવેલ સસ્તા અનાજ ની દુકાનનું સંચાલન કરતા હોય જેથી બિપીનભાઈ નારણભાઇ રાજકોટીયા (મામલતદાર, વર્ગ – 2, લાલપુર જી. જામનગર.) જેથી ફરિયાદીને સમયાંતરે તેની સસ્તા અનાજની દુકાનની તપાસણીનો નીલ રિપોર્ટ કરી આપવા પેટે એક રેશન કાર્ડ/પરમીટ ધારક દીઠ રૂ.2/- લેખે તેઓના ચારસો કાર્ડ ના માસિક રૂ.800/- મુજબ બે માસ ના રૂ.1600/- ની માંગણી કરી હતી અને આરોપી મામલતદારનો વચેટીયો ખાખાભાઈ નારણભાઇ સાગઠીયાને આપી દેવાનું કહેલ હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, અને તેઓએ જામનગર ACB ખાતે પોતાની ફરીયાદ જાહેર કરતા એસીબીએ લાંચના છટકા દરમ્યાન ખાખાભાઈ નારણભાઇ સાગઠીયાને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાલપુર લક્ષ્મીપાર્ક મેઈન રોડ ભરતભાઈ તૈરેયાના મકાનની બાજુમાં ખુલ્લા પ્લોટ પાસે આરોપી મામલતદારની માંગણી મુજબના રૂ.1600/-ની રકમ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ઉપરોકત્ત કાર્યવાહી એન.આર.ગોહેલ (પોલીસ ઇન્સ્પેકટર-એસીબી-જામનગર) અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. હાલ મામલતદાર ACBના હાથે ઝડપાઇ ગયાના સમાચારને લઇ સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.

જામનગરના સિકકામાં વાહન સર્વિસ સેન્ટરના સંચાલક પર પિતા પુત્રનો હુમલો

0

સિકકામાં વાહન સર્વિસ સેન્ટરના સંચાલક પર હુમલો: બે સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.પ ઓગસ્ટ ૨૩: સિક્કામાં રહેતા અને સર્વિસ સ્ટેશન ચલાવતા વેપારી પર સિક્કા ગામનાજ બે શખ્સો એ વાહન સર્વિસ કરવા બાબતે તકરાર કર્યા પછી બેઝબોલના ધોકા વડે હુમલો કરી દેતાં માથું ફાટી ગયું હતું, અને 11 ટાંકા લેવા પડ્યા છે. જે મામલે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે સિક્કામાં પંચવટી સોસાયટીમાં રહેતા અને સર્વિસ સ્ટેશન ચલાવતા ધર્મરાજસિંહ નટુભા કંચવા (32) ઉપર સિક્કા ગામના રસુલ અજીજભાઈ તથા અજીજ કરીમે વાહનને રસ્તામાં રોકાવી બેઝ બોલનો ધોકો કાઢીને કાચ તોડી નાખવા અંગે તેમજ બેઝબોલ નો ધોકો માથામાં મારી જાન થી મારી નાખવાની ધમકી આપવા અંગે ની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

જયારે ધર્મરાજસિંહ કંચવાને માથામાં ઈજા થવાથી જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા, અને માથામાં 11 ટાંકા લેવા પડ્યા હતા. ફરીયાદિના સર્વિસ સ્ટેશનમાં આરોપીઓ વાહન સર્વિસ કરવા માટે લઈને આવતા હતા, જયાં વચ્ચેથી વારો લેવા માટે બંને આરોપીઓએ તકરાર કર્યા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. વધુ તપાસ સીક્કા પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ્ટેબલ સુધીરસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

જામનગરનો કુખ્યાત દિવલો ડોન “પાસા” ના પાંજરે પૂરાયો

0

જામનગરનો કુખ્યાત દિવલો ડોન “પાસા” ના પાંજરે પૂરાયો

  • લૂંટ- ધમકી- ખંડણી- ઘરફોડ ચોરી- પ્રોહીબીશન સંહિતના 25 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ દિવલાને અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલી દેવાયો

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૫ ઓગસ્ટ ૨૩ જામનગર શહેરમાં લૂંટ- ધમકી- ખંડણી- ઘરફોડ ચોરી- પ્રોહીબીશન સંહિતના 25 થી વધુ ગુનાઓમાં ઝંડોવાયેલા માથા ભારે શખ્સ દિવલા ડોન ની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને તેને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દેવાયો છે.
જામનગર માં શાંતિનગર શેરી નંબર -6 માં રહેતા દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દિવલા ડોન સામે જામનગર શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં લૂંટ- ધાકધમકી- ખંડણી-ઘરફોડ ચોરી- પ્રોહીબીશન સહિતના 25 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

જે આરોપી સામે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા સમાહર્તા ને મોકલવામાં આવી હતી, તેના પર આખરે મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેને એલસીબી ની ટુકડીએ ઉપા લીધો છે, અને તેની પાસા હેઠળ અટકાયત કરી લેવાઈ છે, અને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યો છે.

જામનગર દરેડ GlDC ની બ્રાસ ભઠ્ઠીમાં બ્લાસ્ટઃ એક કામદારનું મોત

0

દરેડ જીઆઇડીસીની બ્રાસ ભઠ્ઠીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૪ ઓગસ્ટ ૨૩: જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા રાજહંસ ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં શેડ નંબર 8 માં ગઈકાલે સાંજે 4.45 વાગ્યા ના અરસામા એકાએક બ્લાસ્ટ થયો હતો.આ દુર્ઘટના સમયે બ્રાસની ભઠ્ઠીમાં કામ કરી રહેલા મૂળ રાજસ્થાન ના રાજસમદ ના કુકડા ગામના વતની હુકમસિંગ ભેરુસિંગ (26 વર્ષ) તેમજ મધ્ય પ્રદેશ રાજ્યના પીપરાઈ જિલ્લાના રીવા ગામના વતની શુભલાયકસીંગ બહાદુરસિંગ (30 વર્ષ) બંને પરપ્રાંતિય શ્રમિક દાઝી ગયા હતા. તેઓને તાત્કાલિક અસરથી 108 નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા શુભલાયકસિંગનું સારવાર દરમિયાન મોત નિપજયાનું જાહેર થયું છે.આ બનાવની જાણ થવાથી કારખાનાના માલિક જીનેશભાઈ ફુલચંદભાઈ શાહ દોડી આવ્યા હતા. તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હોવાથી ફાયર શાખાની ટીમે સૌ પ્રથમ ઘટના સ્થળે દોડી જઈ ભઠ્ઠીમાં લાગેલી આગને બુજાવી હતી, જ્યારે દાજી ગયેલા બંને શ્રમિકોને 108 નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં મદદ કરી હતી. પોલીસ વિભાગને આ ઘટનાની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનના ડી.સી .ગોહિલ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.બ્રાસની ભઠ્ઠીમાં કઈ રીતે બ્લાસ્ટ થઈ ગયો, અને તેનું મુખ્ય શું કારણ છે, જે સમગ્ર બાબતેની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે કારખાનામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે, અને કારખાના ના સંચાલક- મેનેજર વગેરેના નિવેદનો નોંધ્યા હતાં.

જામનગર ગુલાબનગરમાં યુવાનની હત્યા : પત્ની સારવાર હેઠળ

0

જામનગર ગુલાબનગર વિસ્તારમાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

  • જૂની અદાવતનો ખાર રાખી પાડોશી શખ્સો ટૂટી પડ્યા: દંપતિને આડેધડ છરીઓના ‘ધાખો ઝીંકાયા
  • ટુકી સારવારમાં યુવાનનું ઢીમ ઢળી ગયું : હુમલો હત્યામાં પલટાયો
  • આરોપી :-(૧) ઈર્ષાદ મહમદભાઈ મગીડા (૨) ફૈજલ ઉર્ફે બોદુ મહમદભાઈ મગીડા રહે.બને ગુલાબનગર, અખાડા ચોક, પેન્ટર વાળી શેરી જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૪ ઓગસ્ટ ૨૩ જામનગર ગુલાબનગર અખાડા ચોકમાં ગઇકાલ રાત્રે જૂની આદાવતનો ખાર રાખી દંપતિને પાડોશી દ્વારા આડેધડ છરીઓ ઝીકાઇ હતી તેમાં યુસુફભાઈ દાઉદભાઈ સાંધાણી નામના ચાલીસ વર્ષીય યુવાનનું સારવારમાં મોડી રાતે મોત નિપજતાં હુમલો હત્યામાં પલટાયો હતોસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ગઇકાલ રાત્રે ગુલાબનગર વિસ્તારના અખાડા ચોકમાં રહેતા યુસુફભાઈ દાઉદભાઈ સાંધાણી નામના યુવાન અને તેની પત્નિ કૌશલબેન સાંધાણી ઉપર પાડોશમાં રહેતા શખ્સોએ છરી વડે અચાનક હુમલો કરી દેતા અફડાતફડી મચી ગઇ હતી આડેધડ છરીઓ વિંજતા લોહીલુહાણ હાલતમાં દંપતિને જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાબનાવની જાણના પગલે સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ આરંભી હતી તેમાં મોડી રાત્રે યુસુફભાઈ દાઉદભાઈ સાંધાણીનું ટૂકી સારવારમાં મોત નિપજતાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો કોઈ અનિચ્છીય બનાવ ન બને માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.હાલ પોલિસે આરોપી વિરૂદ્ધ IPC કલમ- ૩૦૨,૩૨૬,૫૦૪ તથા જીપીએક્ટ ૧૩૫ (૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સીટી-બી ડિવિઝનના PI હરદીપસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

જામનગરમાં યુવતિએ ઘર પાસે આવવાની ના પાડતા ફડાડા ઝીંકી દીધા

0

જામનગર ઘર પાસે આવવાની ના પાડતા યુવતિને ફડાકા ઝીકી દીધા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૩ ઓગસ્ટ ૨૩ જામનગરમાં ઢીચડા રોડ પર રહેતી યુવતીએ ઘર પાસે આવવાની ના પાડતા શખ્સે ફડાકા મારી ધમકી આપી હતી. જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા યોગેશ્ર્વરપાર્કમાં રહેતી આયશાબેન દગારા નામની યુવતીએ રાત્રિના સમયે તેના ઘર પાસે આવતા અબ્બાસ ઈસ્માઈલ સાંઢ નામના શખ્સને ઘર પાસે આવવાની ના પાડતા ઉશ્કેરાયેલા અબ્બાસે યુવતીને ફડાકા મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં એએસઆઇ ડી.જે. જોશી તથા સ્ટાફે યુવતીના નિવેદનના આધારે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

જામનગરમાં નાસ્તો કરવાની બાબતે રેંકડી ચાલકના હાથ-પગ ભાંગી નાખ્યા

0

જામનગરમાં નાસ્તો કરવાની બાબતે રેંકડી ચાલકના હાથ-પગ ભાંગી નાંખયા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨ ઓગસ્ટ ૨૩ જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં સર્વ મંગલ પાર્ટી પ્લોટ પાસે નાસ્તાની રેકડી ચલાવતા અને રામેશ્વર નગરમાં રહેતા વિજયસિંહ ખુમાનસિંહ જેઠવા નામના ત્રીસ વર્ષના રેકડી ચાલક યુવાન પર નાસ્તો કરવાના પ્રશ્ર્ને બબાલ થયા પછી ગાંધીનગર વિસ્તારમાં જ રહેતા દિવ્યરાજસિંહ વાળા નામના શખ્સે લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેકચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જયારે રેકડી ચાલક ઇજાગ્રસ્ત બન્યો હોવાથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.પોલીસે હુમલા ખોર આરોપી દિવ્યરાજસિંહ વાળા સામે IPC કલમ ૩૨૫ ,૩૨૪, ૩૨૩,૫૦૪, ૫૦૬ (૨) તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.