જામનગર પંથકમાંથી પસાર થતા ટેન્કરોમાંથી પેટ્રોલ- ડીઝલ ચોરવાનું કારસ્તાન પકડાયું: 69 લાખની માલમત્તા કબ્જે
- ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના શખ્સ દ્વારા ચલાવતા કૌભાંડમાં બે શખ્સોની અટકાયત
- પેટ્રોલ- ડીઝલ ભરેલા બે ટેન્કર- 8 કેરબા સહિત રૂપિયા 69 લાખની માલમત્તા કબજે:
- જાખર ગામના મૂખ્ય સૂત્રધારની એસ.ઓ.જી. દ્વારા શોધખોળ
- SOG ના PSI જયદિપર્સિહ પરમાર તથા સ્ટાફના વિરેન્દ્રર્સિહ જાડેજા, અનિરૂદ્ધ સિંહ ઝાલા તથા ચંન્દ્રર્સિહની બાતમી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ ઓગસ્ટ ૨૨જામનગરની એસ. ઓ. જી. શાખાની ટીમ દ્વારા ગેસભરેલા ટેન્કરોમાંથી જાહેર જનતાના જીવને જોખમમાં મૂકીને ગેરકાયદે રીતે ગેસની ચોરી પછી હવે પેટ્રોલ- ડીઝલની ચોરી કરવાનું વધુ એક નેટવર્ક પકડી પાડ્યું છે. -જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર જાખર ગામના પાટિયા નજીક લાલપુર તાલુકા ના જાખર ગામના એક શખ્સ દ્વારા ચલાવતા રેકેટનો પર્દાફાશ કરી પેટ્રોલ-ડીઝલ ભરેલા બે ટેન્કરો, આઠ નંગ પેટ્રોલ-ડીઝલના પ્રવાહી ભરેલા બેરલો સહિત રૂપિયા 69 લાખની માલમતા કબજે કરી લઈ બે શખ્સો ની અટકાય કરી છે, ઉપરાંત મુખ્ય સૂત્રધારને ફરારી જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે.
જામનગરની એસ.ઓ.જી. શાખા ની ટીમે તાજેતરમાં ખીજડીયા બાયપાસ નજીકના વિસ્તારમાંથી એલ.પી.જી. ભરેલા ટેન્કરના ડ્રાઇવરો ને ફોડીને તેમાંથી એલ.પી.જી.ની ચોરી કરી લોકોના જીવને જોખમમાં મુકવાનું કારસ્તાન પકડી પાડ્યું હતું, અને પાંચ શખ્સોની અટકાયત કરી હતી. જે પ્રકરણમાં બે મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે, જેને એસ.ઓ.જી. ની ટીમ શોધી રહી છે.
દરમિયાન જામનગર -ખંભાળિયા ધોરી માર્ગ પર લાલપુર તાલુકાના ઝાખર ગામના અજીતસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા આવું જ પેટ્રોલ-ડીઝલ ચોરીનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે, તેવી બાતમી ના આધારે ગઈકાલે જાખર ગામના પાટીયા નજીક એક પતરાના શેડની બાજુમાં દરોડો પાડ્યો હતો. જે દરોડો દરમિયાન ઉપરોક્ત સ્થળેથી પેટ્રોલ- ડીઝલ ભરેલા જુદાજુદા બે ટેન્કરોને ઉભા રાખીને તેમાંથી ગેરકાયદે રીતે પેટ્રોલ-ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન પકડી પાડ્યું હતું. ઉપરોક્ત સ્થળે થી બે નંગ પેટ્રોલ ડીઝલ ભરેલા ટેન્કરો ઉપરાંત તેમાંથી ચોરી કરીને પેટ્રોલ- ડીઝલ ભરવામાં આવેલા આઠ નંગ કેરબા તથા તેને લગતી જુદી જુદી સામગ્રી સહિત રૂપિયાના 69’06,432 ની માલમતા કબજે કરી લીધી છે.
આ દરોડા સમયે લાલપુર તાલુકાના મિઠોઈ ગામના અજયસિંહ રાજેન્દ્રસિંહ ભાટી તેમજ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતો કેતન ચંદુભાઈ ચાવડા નામના બે શખ્સો મળી આવ્યા હોવાથી તે બંનેની એસ.ઓ.જી.ની ટિમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર ઝાખર ગામનો અજીતસિંહ જાડેજા ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દેશ દેની ન્યુઝ જામનગર તા.૧૩, ઓગસ્ટ, આગામી તા.૧૪ ઓગસ્ટના રોજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં
કાર્યક્રમ પૂર્વે ધ્રોલના શહેરીજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે શહેરના તમામ વોર્ડને આવરી લેતી કળશ યાત્રા તથા તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં અબાલ વૃદ્ધ સૌ ઉત્સાહભેર સહભાગી થયાં હતાં.શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે યોજેલ રેલી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી.જ્યારે સૌ શહેરીજનોએ કુમકુમ અને પુષ્પોથી શણગારેલ કળશ સાથેની યાત્રામાં સહભાગી થઈ પોતાની રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી.
દેશ દેવી ન્યુઝ તા.૧૧ ઓગસ્ટ ૨૩ જામનગર અંદાજે અઢી વર્ષ પહેલા કોઈ અવાવરૂ સ્થળે કાંટાની વાડમાંથી જામનગર જિલ્લા પોલીસને એક નવજાત બાળકી મળી આવેલ. જામનગર પોલીસે રાત-દિવસ એક કરી આ બાળકીના માતા પિતાની શોધ આદરી અને બાળકીના માતા-પિતા મળી આવ્યા ત્યારે તેઓએ બાળકીમાં શારીરિક ખોટ અને અન્ય સામાજિક કારણોસર તેને અપનાવવાનો ઇનકાર કરી દીધો.જેથી પોલીસે બાળ કલ્યાણ સમિતિ જામનગરનો સંપર્ક કરતાં સમિતિના ચેરમેને કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે આ બાળકીને આશ્રય આપવાની વ્યવસ્થા કરી.બાળકીની શારીરિક ખોટ દૂર કરવા તેને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મોકલી અપાઈ જ્યાં જી..જી. હોસ્પિટલના તબીબોએ અંગત કાળજી લઈ આ બાળકીને પુન:સ્વસ્થ કરવાની સાથે નવજીવન આપ્યું.
ત્યારબાદ CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી)ના માધ્યમથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા સ્ટીવન વોઈટ અને શૈલી વોઇટે આ બાળકીને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહના આદેશ બાદ તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી આ બાળકીને કલેક્ટરશ્રીના હસ્તે દતક વિધાન થકી તેના વાલીને સોંપવામાં આવી. દતકવિધાન વેળાએ બાળકીને દત્તક લેનાર માતા શૈલી વોઈટે હર્ષ સાથે જણાવ્યું કે સરકારના વિવિધ વિભાગોએ અમને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ સહકાર આપ્યો.જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અંગત રીતે અમારી ખૂબ મદદ કરી.તેમના આ સહકારને કારણે મારા દીકરાને એક બહેન અને અમને આજે એક દીકરી મળી છે અને જેના કારણે અમારો પરિવાર પરિપૂર્ણ થયો છે.અમારા જીવનમાં ખુશીઓ લાવનાર આ બાળકીનું અમે જીવની જેમ જતન કરીશું.
પિતા સ્ટીવન વોઈટ જણાવે છે કે આજે દુનિયામાં અનેક એવાં નિરાધાર બાળકો છે કે જેમને વાલીની જરૂર છે જ્યારે અનેક એવાં દંપતી પણ છે કે જેઓ સંતતિ સુખથી વંચિત છે.ત્યારે આ પ્રકારની મદદ બંને માટે આશીર્વાદરૂપ છે.તેમ જણાવી બાળકીને યોગ્ય વાલી મળે અને ફરી તેનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા વહીવટી તંત્ર જામનગર, જિલ્લા પોલીસ, બાલ કલ્યાણ સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
