Saturday, October 17, 2026
Home Blog Page 209

જામનગરમાં રૂ.29 કરોડના ખર્ચે બનશે નવી ડેન્ટલ હોસ્ટેલ

0

સાંસદ પૂનમબેન માડમના હસ્તે સરકારી ડેન્ટલ કોલેજની હોસ્ટેલનો શિલાન્યાસ વિધિ કાર્યક્રમ યોજાયો

  • જામનગરમાં રૂ.29 કરોડના ખર્ચે બનશે નવી ડેન્ટલ હોસ્ટેલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ સપ્ટેમ્બર ૨૩ જામનગરમાં આવેલી સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ વર્ષ 1991થી કાર્યરત છે. વર્ષોવર્ષ સંસ્થામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતા હોસ્ટેલની ક્ષમતા વધારવાની જરૂરિયાત ઊભી થવાથી ડીન ડૉ. નયના પટેલની રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રૂ.29 કરોડના ખર્ચે નવી ડેન્ટલ હોસ્ટેલ બનાવવાની પરવાનગી અપાઈ હતી. જેના અનુસંધાને, ગત તા.24 ઓગસ્ટના રોજ સાંસદ પૂનમબેન માડમના હસ્તે નવી ડેન્ટલ હોસ્ટેલની બિલ્ડીંગના શિલાન્યાસ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સંસ્થામાં હાલમાં 125 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. આ ઉપરાંત, દર વર્ષે અલગ- અલગ 6 વિભાગમાં નવા અનુસ્નાતક અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 19 જેટલા નવા અનુસ્નાતક વિદ્યાર્થીઓ સંસ્થામાં અભ્યાસ કરશે. જેથી, અનુસ્નાતક વિધાર્થીઓના અભ્યાસ તેમજ તેમના જ્ઞાનનો લાભ સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને મળશે.

આ નવી ડેન્ટલ હોસ્ટેલની બિલ્ડીંગમાં કુલ 8 માળ બનશે. જેમાં કુલ 165 રૂમોની ક્ષમતા સાથે 330 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકશે. આ ઉપરાંત, હોસ્ટેલમાં ડાયનિંગ મેસ, રીડિંગ રૂમ, રીફ્રેશમેન્ટ રૂમ, વોર્ડન રૂમ, 2 લિફ્ટ અને જનરેટર સહિત સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવા-જમવા સહિતની તમામ અધ્યતન સુવિધાઓ આપવામાં આવશે.

ઉક્ત સમારોહમાં, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, અગ્રણી ડો. વિમલભાઈ કગથરા, એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ ડીન ડો. નંદિની દેસાઈ, સરકારી ડેન્ટલ કોલેજના ડીન ડૉ. નયના પટેલ, ડેન્ટલ કોલેજના નર્સિંગ સ્ટાફ, અન્ય સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.

જામનગરમાં સરકારી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજાયો

0

જામનગરમાં સરકારી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજયો

  • 79 વિધાર્થીઓને મોમેન્ટો અર્પણ કરાયા

દેશ દેવી ન્યુઝ-જામનગર તા.૦૨ સપ્ટેમ્બર ૨૩ જામનગરમાં સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના શૈક્ષણિક વર્ષ 2018-2023 બેચના સ્નાતક વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ ગત તા.28 ઓગસ્ટના રોજ એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના ઓડીટોરિયમ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડીનશ્રી ડૉ.નયના પટેલના પ્રેરણાદાયી સંદેશ સાથે કરાઈ હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ.ગિરિશ ભીમાણી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્ર્મમાંં, ઉપસ્થિત વિદ્યાર્થીઓએ તેમના અનુભવો અને યાદોના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા. પદવીદાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા 79 જેટલા વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા ખેસ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમાપન શ્રી ડૉ. વિશા તમાકુવાલાએ કર્યું હતું. ઉક્ત સમારોહમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કન્ટ્રોલર ઓફ એકઝામીનેશન નિલેશ સોની, એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડૉ. નંદિની દેસાઈ, વાલીઓ, સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખંભાળીયા યુવતીને ફોટો અપલોડ કરવાની ધમકી આપનાર જંયતિની અટકાયત

0

ખંભાળિયા: યુવતીને સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ધમકી આપનાર શખસની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ સપ્ટેમ્બર ૨૩ ખંભાળિયા: ખંભાળિયામાં રહેતી એક યુવતીના “મિસ યુ લખેલા ફોટાઓ તેમજ વિડીયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ થયેલા હતા. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરના ફેસબૂક એકાઉન્ટ પર જોતા આ યુવતીના ફોટા તેમજ વિડીયો આ સોશિયલ મીડિયા એકાઉન્ટધારક એવા ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા જયંતિ રણમલ લીંબોલા (ઉ.વ. 30) દ્વારા અપલોડ કરવામાં આવ્યું હોવાનું યુવતીના ભાઈના ધ્યાને આવ્યું હતું.

જેથી તેમના દ્વારા આરોપી શખ્સને ફોન કરીને ફોટા ડીલીટ કરવા માટે સમજાવતા આરોપી દ્વારા ફરિયાદી યુવાન પાસે ફોટા અપલોડ નહીં કરવા અને ફોટા ડીલીટ કરવા માટે રૂપિયા 36,000 ની માંગણી કરવામાં આવી હતી. આટલું જ નહીં જો તેઓ પૈસા નહિ આપે તો વધુ ફોટા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તથા ફેસબૂકમાં અપલોડ કરવાની ઉપરાંત ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આ પ્રકરણમાં ફરિયાદી યુવાનની બહેનની ઓનલાઇન જાતીય સતામણી કરી, સમાજમાં બદનામ કરવાની કોશિશ કરવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 385, 506 (2), આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જે અંગેની તપાસ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર સેલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના બનાવોમાં ભોગ બનનાર વ્યક્તિ દ્વારા આત્મહત્યા કરી લેવાની સંભાવનાઓ પણ રહી રહેલી છે. ત્યારે આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સંવેદનશીલતાપૂર્વક આ પ્રકરણની તપાસ કરવા સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચને સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવતા આ પ્રકરણમાં વિવિધ દિશાઓમાં મેન્યુઅલ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી જેન્તી રણમલ લીંબોલાની ગણતરીના કલાકોમાં અટકાયત કરી લીધી હતી.
આરોપી શખ્સ દ્વારા યુવતી સાથે સંબંધ રાખવા દબાણ કરવામાં આવતું હોવા ઉપરાંત તેના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી, ગેરકાયદેસર રીતે રકમની માંગણી કરી, તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ કરી રહ્યા છે. આ કાર્યવાહીમાં પી.આઈ. બ્લોચ સાથે સ્ટાફના એસ.વી. કાંબરીયા, મનવીરભાઈ ચાવડા, ધરણાંતભાઈ, મુકેશભાઈ, હેમંતભાઈ, રાજુભાઈ, હેભાભાઈ, પબુભાઈ, તથા મુકેશભાઈ જોડાયા હતા.

Вавада бетинг надежный выбор для ставок и успеха

0



Вавада бетинг ваш надежный выбор для успешных ставок


Вавада бетинг надежный выбор для ставок и успеха

Ищете платформу, которая гарантирует стабильные результаты в спортивных пари? Направьте свой взгляд на vavada казино онлайн, где каждый элемент системы продуман для максимального комфорта пользователя. Широкий выбор спортивных событий и разнообразие форматов ставок создает идеальные условия для анализа и выбора. Здесь каждый найдет подходящую стратегию, чтобы увеличить свои шансы на выигрыш.

Актуальные предложения вознаграждений и акций делают эту платформу особенно привлекательной. Специальные бонусы для новых игроков и программы лояльности для постоянных пользователей создают дополнительные стимулы для активного участия. Используйте эти возможности, чтобы повысить вашу прибыль.

Интерфейс сайта отличается простотой и удобством. Вы сможете легко переключаться между разделами, анализировать статистику и делать ставки всего в несколько кликов. Это делает процесс не только увлекательным, но и максимально эффективным.

Как зарегистрироваться и начать ставить в Вавада

Посетите официальный сайт и нажмите на кнопку регистрации. Выберите соответствующий раздел, который обычно выделен ярким цветом для удобства. Убедитесь, что вы используете актуальную версию сайта, чтобы избежать возможных технических проблем.

После заполнения всех полей, ознакомьтесь с условиями и политикой конфиденциальности. Обязательно поставьте галочку, подтверждающую согласие с ними, иначе продолжить регистрацию не получится.

Проверьте введенную информацию еще раз перед отправкой. Возможные ошибки могут блокировать доступ к аккаунту после его создания. Лучше удостовериться, что все данные введены корректно.

После отправки формы вы получите письмо на указанный адрес электронной почты. В нем будет содержаться ссылка для подтверждения аккаунта. Перейдите по этой ссылке, чтобы активировать свою учетную запись.

Затем войдите в свой профиль, используя логин и пароль, которые вы указали при регистрации. Зайдя в систему, ознакомьтесь с интерфейсом и доступными опциями, такими как выбор спортивных событий и игр.

Для начала ставок пополните баланс. В разделе «Касса» выберите удобный способ депозитирования. Поддерживаются различные платежные системы, такие как кредитные карты, электронные кошельки и банковские переводы. Выберите наиболее подходящий вариант.

После успешного пополнения счёта можно перейти к выбору игры или спортивного события. Изучите доступные коэффициенты и предложения, чтобы сделать информированный выбор. Удачи в игре!

Анализ коэффициентов: как выбрать лучшие ставки

Ставьте на события с коэффициентами 2.0 и выше; это минимальный порог, обеспечивающий потенциальную прибыль. Обратите внимание на ситуации, когда коэффициенты кажутся завышенными. Используйте статистику, чтобы проверить, соответствуют ли они реальному состоянию дел в командном или индивидуальном выступлении.

Фокусируйтесь на сравнении коэффициентов разных букмекеров. Даже небольшая разница, к примеру, 0.1, может существенно сказаться на итоговых выигрышах. Сравните не только основные коэффициенты, но и специальные предложения: форумы, тоталы и таймы могут предложить более выгодные условия.

  • Проверьте формирование коэффициентов: аналитические данные и предполагаемая динамика событий.
  • Следите за изменениями коэффициентов. Часто они меняются вплоть до начала события.
  • Анализируйте полные ставки, чтобы понять, какие изменения были предсказаны.

Не забывайте учитывать факторы, влияющие на коэффициенты, такие как травмы игроков или тренерские решения. Их изменение также может открывать возможности для выгодных ставок. При правильном подходе к выбору коэффициентов вы сможете минимизировать риски и увеличить шансы на успех.

Бонусы и акции: как увеличить свой выигрыш на Вавада

Каждый пользователь может значительно увеличить свои финансы, воспользовавшись щедрыми предложениями, которые практически всегда доступны. Основные бонусы, такие как приветственные или депозитные вознаграждения, позволяют вдвое увеличить начальный капитал. Для оптимального использования этих акций необходимо тщательно ознакомиться с условиями и требованиями по отыгрышу, чтобы избежать недоразумений.

Регулярные акции и турниры

Помимо стандартных бонусов, часто проводятся различные турниры, где игроки могут соревноваться друг с другом за ценные призы. Участие в таких мероприятиях не только разнообразит игровой процесс, но и повысит шансы на получение дополнительных выигрышей. Регулярно следите за обновлениями на платформе, чтобы не пропустить интересные события и акции.

Лояльные игроки могут рассчитывать на персонализированные предложения, как правило, доступные через раздел с акциями. Это могут быть кэшбэки, фриспины или уникальные бонусы, которые дают возможность знатно увеличить баланс. Чтобы получить доступ к этим выгодам, стоит просто активно участвовать в игровой деятельности и делать ставки на предпочитаемые игры.

Стратегия использования бонусов

Для максимизации выигрыша важно не просто получать бонусы, но и уметь их грамотно использовать. Определите свои любимые игры и выберите те, которые предоставляют лучшие условия для ставок с бонусными средствами. Запланируйте время для игры, чтобы не торопиться и принимать взвешенные решения, что может в конечном итоге привести к более выгодным результатам.


જામનગર ખીજડા મંદિરમાંથી ત્રણ સગીરનું અપહરણથી ચકચાર

0

જામનગરમાં ખીજડા મંદિરમાંથી ત્રણ સગીરનું અપહરણથી ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૧ ઓગસ્ટ ૨૩ :જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ પાસે આવેલા નવતનપુરીધામ ખીજડા મંદિરમાં રહેતાં ત્રણ સગીરનું અજાણ્યો શખ્સો અપહરણ કરી લઇ ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી. આ બનાવની વિગત મુજબ, જામનગર શહરેમાં ખંભાળિયા ગેઈટ પાસે આવેલા ભંગારવાડી શેરીમાં આવેલા શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિરમાં રહેતાં ત્રણ સગીર બાળકને ગત તા.28 ના રોજ સવારના સમય દરમિયાન અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો.

આ બનાવ અંગે પ્રદિપસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ.ચાવડા તથા સ્ટાફે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

જામનગર : મારા મમ્મી-પપ્પાને ”ઈન્સાફ” આપજો : પ્રેમી યુવાનનો આપધાત : લખી સુસાઇટ નોટ

0

જામનગરમાં પ્રેમપ્રકરણમાં યુવાને જિંદગી ટુંકાવી

  • ગોકુલનગર વિસ્તારના યુવાને રાજકોટ રહેતી પ્રેમિકાના પિતાએ પોલીસ ફરયાદ કરતાં જામનગરના પ્રેમી યુવાને ભર્યુ અંતિમ પગલું
  • સુસાઇટ નોટમાં ત્રાસ આપ્યાનો ઉલ્લેખ કરી યુવાને ગળાફાંસો ખાદ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૩૦ ઓગસ્ટ ૨૩ જામનગરમાં ગોકુલ નગર નજીક મથુરા સોસાયટી શેરી નંબર 14માં રહેતા અનિલ મનસુખભાઈ બાબરીયા નામના 22 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ફાળીયુ બાંધી ગળાફાંસો દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે મૃતક ના પિતા મસનસુખન નાથાભાઈ બાબરીયાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન નો પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવાન કે જેને રાજકોટની ઈશ્વરી નામની તરુણી સાથે પ્રેમ થયો હોવાથી મરનાર સગીરાનુ અપહરણ કરી ગયો હતો. જેથી પ્રેમિકાના પિતાએ રાજકોટ, પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને મરણ જનારને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે પોતાની જિંદગીનો અંત લાવી દેવા માટે આત્મહત્યા કરી લીધી હોવાનું જાહેર કરાયું છે પ્રેમી યુવાન સગીરાને રાજકોટ થી ઉઠાઈ ગયો હતો, તે દરમિયાન પ્રેમિકા ની ઉંમર નાની હોવાથી તેના પિતા દ્વારા રાજકોટમાં પોલીસ કેસ, કરવામાં આવ્યો હતો અને તેમાં યુવાનને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હોવાથી મનમાં લાગી આવતા છે તે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગર પતિના ત્રાસથી ઘર છોડી ગયેલ મહિલાનુ પરિવાર સાથે પુનઃમિલન

0

પતિના ત્રાસથી ઘર છોડી ગયેલ મધ્યપ્રદેશના શ્રમિક મહિલાનુ પરિવાર સાથે પુનઃમિલન કરાવતું જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ ઓગસ્ટ ૨૩ મધ્યપ્રદેશથી જામનગર ખાતે કામ કરવા આવેલા એક કામદાર બહેન જાગૃત નાગરિકના માધ્યમથી તેમની રીક્ષામાં રાત્રીના સમયે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવેલ. જે ખુબ જ ગભરાયેલ હતા અને વાતચીત દરમિયાન યોગ્ય પ્રતિસાદ આપતા ન હતા જેથી સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન દ્વારા બહેનને માનસિક શાંત્વના અને હુંફ આપી બહેનનું કાઉન્સેલિંગ કરતા બહેનને પોતાનું નામ અને રહેણાકનું સરનામું જણાવેલ. આ બહેન મધ્યપ્રદેશના વતની હોય અને હાલ જામનગરમાં તેના પતિ સાથે બાંધકામનો મજુરી વ્યવસાય કરવા માટે આવેલ અને તેમને સંતાનમાં એક બાળક છે. જે હાલ પતિ પાસે છે તેવું જણાવેલ. બહેનના પતિ દારૂના વ્યસની હોય અને તેઓએ દારૂ પીને બહેનને મારકૂટ કરેલ તેથી બહેન ઘરેથી નીકળી ગયેલ. ત્યારબાદ જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા જામનગર પંચકોષી બી-પોલીસ સ્ટેશન, દરેડ પોલીસ સ્ટેશન વગેરેનો સંપર્ક કરેલ અને બહેનના પતિને શોધવા જણાવેલ. તેમજ પતિનો સંપર્ક કરવામાં સરળતા રહે તે માટે સોશ્યલ મીડિયાના માધ્યમનો પણ ઉપયોગ કરેલ. ત્યારબાદ મહિલાના પતિ મળી આવેલ અને જેઓને સખી વન સ્ટોપ સેન્ટર પર બોલાવવામાં આવેલ અને તેના કોન્ટ્રાક્ટરની હાજરીમાં બંને પતિ-પત્ની વચ્ચે ચર્ચા કરી બહેનના પતિને દારૂનું વ્યસન ન કરવા અને બહેન સાથે મારકૂટ ન કરવા સમજાવવામાં આવેલ. બન્ને પતિ-પત્નીએ પોતાના બાળકના ભવિષ્ય વિશે વિચાર કરવો જોઈએ. કોઈપણ સમયે કઈ પણ થાય તો તમારે ત્યાંના સુપરવાઈઝરને જાણ કરવી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. આમ સેન્ટરના યોગ્ય કાઉન્સેલિંગથી બંને પતિ-પત્ની વચ્ચે સમાધાન થયેલ. બહેન તેના પતિ અને બાળક સાથે રાજીખુશીથી સેન્ટર પરથી ગયેલ અને બહેન અને તેના પતિએ જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યકત કરેલ.

જામનગરમાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રૌઢની આત્મહત્યા

0

જામનગરમાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રૌઢની આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ તા.૩૦ ઓગસ્ટ ૨૩ જામનગર: જામનગરમાં પાણાખાણ શેરી નંબર -7 માં રહેતા રામનિવાસ નાથુરામ રામ નામના 55 વર્ષના પરપ્રાંતિય આધેડ ગઈકાલે જામનગરની થી પસાર થતી રેલવે લાઇન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે, અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મનજીરામ કુંજીબીહારી રામ કે જે મૃતકના તે સંબંધી છે, તેમણે પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકની પુત્રીનું સગપણ થઈ ગયું હતું, અને લગ્ન કરવાના બાકી હતા, પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી પુત્રીના લગ્નનો ભાર ઝીલી શકે તેમ ન હોવાના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળી રહ્યુ છે. જે મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગર જિલ્લામાં ટુ-વ્હીલર માટે નવી સીરીઝ ઇ-ઓકશન થશે

0

જામનગર જિલ્લાના વાહન માલિકો ટુ-વ્હીલર વાહનોની નવી સીરીઝના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ ઓગસ્ટ ૨૩ જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર મોટર સાઈકલ પ્રકારના વાહનો માટેની GJ-10-DS (જીજે-10-ડીએસ) નવી સીરીઝના ગોલ્ડન, સિલ્વર નંબર- આમ બંને પ્રકારના નંબરોના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી ક્રરવાનો સમયગાળો આગામી તા.30/08/2023 થી 03/09/2023 સુધીનો રહેશે. આ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.03/09/2023 થી 05/09/2023 સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.05/09/2023 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે.

ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-07 ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.

વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત જણાવેલા સમયગાળા દરમિયાન 1000 ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન રીતે દિવસ-05માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની સર્વે વાહન માલિકોને નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જામનગર નાગેશ્વરમાં કોળી યુવાનની ધાતકી હત્યા : જુવો VIDEO

0

જામનગર નાગેશ્વરમાં કોળી યુવાનની ધાતકી હત્યા

  • જૂની અદાવતનો ખાર કારણભૂતઃ પોલીસ કાફલો દોડી ગયો

દેશ દેવી ન્યુઝ તા.૨૮ ઓગસ્ટ ૨૩ જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા સંજય મનસુખભાઈ ધાપા નામના કોળી યુવાન ઉપર જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ છરીના આડેધડ ઘા જીકી દેતા યુવાનને લોહી લુહાણ હાલતમાં ત્યાજ ઢળી પડ્યો હતો, અને તાત્કાલિકની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા યુવાને દમ તોડતા બનાવો હત્યામાં પલટાયો હતો.સૂત્રમાંથી મળતી માહિતી મુજબ જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા સંજય મનસુખભાઈ ધાપા નામના યુવાન તે જ વિસ્તારમાં રહેતા ત્રણ શખ્સો સાથે જૂની તકરાર ચાલતી હોય તેનો ખાર રાખી ત્રણેય શખ્સોએ સંજ્યને આડેધડ છરીઓના ધા ઝીંકી દેતા યુવાને સારવાર પહેલા દંમ તોડ્યો હતો બનાવની જાણ ના પગલે સીટી-બી ડિવિઝનના પી.આઈ હરદીપસિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા કોઈ અનિચ્છનિય બનાવ ‘ન’ બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. યુવાનની હત્યાના પગલે હોસ્પિટલ ખાતે પરિવારજનો દોડી ગયા હતા હાલ તો પોલીસે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધવાની તજવીજ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.