Saturday, October 17, 2026
Home Blog Page 208

જામનગર નાધેડી વિસ્તારના મકાનમાંથી દાગીના-રોકડ સહિત રૂા.2.85 લાખની ચોરી

0

નાઘેડીની સોસાયટીમાં ત્રાટકતા તસ્કર: મકાનમાંથી દાગીના-રોકડ સહિત રૂા.2.85 લાખની ચોરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૦૬ સપ્ટેમ્બર ૨૩ જામનગરના નાઘેડી ગામમાં આવેલ રવિકુંજ સોસાયટી મકાન નં. 42 ખાતે રહેતા અને મુળ યુપીના નોયડા સેકટર-82 ખાતેના વતની અર્પીત બાલગોપાલસીંઘ ચૌહાણ નામના કર્મચારીના રહેણાંક મકાનમાં ગત તા. 31-8 રાત્રીના સમયે કોઇ અજાણ્યા ઇસમો ત્રાટકયા હતા, મકાનના પાછળની ગેલેરીની ગ્રીલ તોડીને અંદર આવી પાછળનો દરવાજો તોડી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.દરમ્યાન ઘરમાં રાખેલા કબાટમાંથી રોકડા 20 હજાર, સોનાના દાગીના અને આશરે અઢી કીલો ચાંદી મળી કુલ 2.85 લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા, આ અંગે અર્પીતભાઇ દ્વારા ગઇકાલે પંચ-બીમાં અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા એફએસએલની મદદથી તપાસ ચલાવવામાં આવી રહી છે, પંચ-બીના પીએસઆઇ એમ.એ. મોરી અને સ્ટાફના ધમભા ઝાલા, મહાવીરસિંહ જાડેજા દ્વારા કાર્યવાહી આગળ ધપાવી છે.

ચોરીના બીજા બનાવમાં જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા અને બાંધણીનું કામ કરતા સવિતાબેન અમૃતલાલ ખાણધર નામની મહિલાના મકાનમાં ગત તા. 21-8-23 ના સમયગાળામાં કોઇ અજાણ્યા શખ્સો પ્રવેશ્યા હતા, ફરીયાદીના દિયર જેન્તીભાઇના રુમનો દરવાજો તોડી અંદર અભેરાઇ પર રાખેલી પેટીમાંથી ચાંદીની એક જોડી બંગડી, ચાંદીની લકકી, ચાંદીનો મોરવાળો ચેન, સોનાના બુટીયા તથા રુમમાં પડેલી ચાવી વડે ફરીયાદીના સાસુ લક્ષમીબેનનો રુમ ખોલીને તેમાથી કબાટમાં રાખેલા બે જોડી ચાંદીના સાકરા, બે જોડી કંદોરો, સોનાની નથડી, એચ લખેલી ચાંદીની વીટી, રોકડા 40000 મળી કુલ 68.200 નો મુદામાલ ચોરી કરી ગયા હતા.

સવિતાબેન દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ ચાવડાની સુચનાથી પીએસઆઇ ગામેતી અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બે રુમમાંથી ચોરી થઇ છે જેમા ચાવીની મદદ લેવામાં આવી હોય આથી આ ચોરી પાછળ કોઇ જાણભેદુ હોવાની આશંકા દર્શાવવામાં આવી છે.

જામનગર ધ્રોલની મહિલાને તલાક…તલાક…તલાક…કહેનાર પતિ સામે ફરિયાદ

0

જામનગર જિલ્લાનો પહેલો બનાવ: ધ્રોલની મહિલાને તલાક…તલાક…તલાક…કહેનાર પતિ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૬ સપ્ટેમ્બર ૨૩ ધ્રોલમાં રજવી સોસાયટીમાં રહેતી હીનાબેન યુસુફભાઈ પોપટપૌત્રા નામની 26 વર્ષની યુવતિએ પોતાના પતિ જુનાગઢમાં જાલપા રોડ ખાતે રહેતા કુદુસભાઈ મામદભાઈ ખાણીયા સામે મુસ્લિમ સ્ત્રીઓના (લગ્નના હક્કોના રક્ષણ) બાબત અધિનિયમ 2019ની કલમ 3 મુજબની ફરિયાદ નોંધાવી છે.ફરીયાદી હિનાબેનને તેણીના પતિ આરોપીએ લેખિતમાં ત્રણ તલાકની ઘોષણા કરીને પોતાની પત્ની હોવાનો ઇનકાર કર્યો હોવાથી તેની સામે આ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજા વધુ તપાસ ચલાવે છે.

જામનગર જીલ્લામાં ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે, આ અધિનિયમ આવ્યા બાદ સંભવત જામનગરમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે, ઉપરોકત ફરીયાદના આધારે પોલીસ દ્વારા મુસ્લીમ સ્ત્રીઓના હકો અધિનિયમ ૨૦૧૯ ની કલમ-૩ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગર MP શાહ સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરાયું

0

એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૩ સપ્ટેમ્બર ૨૩ જામનગરમાં સ્થિત એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના તબીબો તથા તબીબી વિદ્યાર્થીઓના વ્યસ્ત સમય પત્રક અને તેમના પર રહેલું કામનું ભારણ ઘટી શકે તે હેતુથી, તેમના માટે વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવતું હોય છે.ગત તા.03 સપ્ટેમ્બરના રોજ 20-20 ઓવરની લેધર બોલ ક્રિકેટ મેચનું પ્રણામી સ્કૂલના સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું. જેમાં મેડીકલ કોલેજની ડોક્ટર્સની ટીમ વિજેતા રહી હતી. ઉકત સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રણામી સ્કૂલના કોચ જયપાલસિંહ જાડેજા, નરેન્દ્ર ભાઈ રાયઠઠા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પેનલ અમ્પાયર જય શુકલા તેમજ સંસ્થાના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. મેચના અંતે, ‘મેન ઓફ ધ મેચ’ તરીકે જાહેર થયેલા  ડો. જીગ્નેશ વડગામાનું પેનલ અમ્પાયરશ્રીએ ક્રિકેટ બોલ આપીને અભિવાદન કર્યું હતું. તેમ એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જામનગર કાલાવડ મેઇન બજારમાં પડી ગયેલ દોઢ તોલાનો સોનાનો ચેઇન મુળ માલિકને પરત સોંપતી પોલીસ

0

કાલાવડ મેઇન બજારમાં પડી ગયેલ દોઢ તોલાનો સોનાનો ચેઇન મુળ માલિકને પરત સોંપતી પોલીસ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.પ સપ્ટેમ્બર ૨૩: કાલાવડ મેઇન બજારમાં એક મહિલાનો દોઢ તોલાનો સોનાનો ચેઇન પડી ગયો હોય, કાલાવડ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવી ફૂટેજ સહિતના આધારે મહિલાનો સોનાનો ચેઇન શોધી મહિલાને પરત આપ્યો હતો. આ અંગેની વિગત મુજબ ભૂમિબા વિજયસિંહ ગોહિલ નામની યુવતિ દ્વારા મુળીલા ગેઇટ પોલીસ ચોકી ખાતે પહોંચી જણાવ્યું હતું કે, કાલાવડ મેઇન બજારમાં રાધે ઇલેકટ્રોનિકસની દુકાન પાસે તેમનો દોઢ તોલાનો સોનાનો ચેઇન અને પેન્ડલ પડી ગયા હોવાનું જણાવ્યું હતું.

આ અંગે થાણા અધિકારી વી.એસ. પટેલ દ્વારા તાત્કાલિક કાર્યવાહીની સૂચના આપતાં હે.કો વનરાજભાઇ રાફડીયા, પોકો દિવ્યરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસતાં સીસીટીવી ફૂટેજમાં મંજુબેન ગોવિંદભાઇ ઝિંઝુવાડીયાને સોનાનો ચેઇન મળેલ હોય તેમના ઘરે જઇ તપાસ કરતાં તેમણે સ્વેચ્છાએ ચેઇન પરત સોંપતા કાલાવડ ટાઉન પોલીસે ભોગ બનનારને દોઢ તોલાનો સોનાનો ચેઇન પરત સોંપયો હતો.

જામનગર સતવારા સમાજ દ્વારા જામ્યુકો અને જીલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વ આપવા માંગ

0

જામ્યુકો અને જીલ્લા-તાલુકા પંચાયતમાં રાજકીય ન્યાય આપવા સમસ્ત સતવારા સમાજ દ્વારા માંગણી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૪ સપ્ટેમ્બર ૨૩ જામનગર જિલ્લા પંચાયત અને જામનગર મહાનગર પાલિકામાં પદની માંગ સાથે સતવારા સમાજ આગળ આવ્યો છે. જામનગર જિલ્લા પંચાયતના ચેરમેન, કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ આપવાની માંગ કરી છે. જામનગરમાં સત્તવારા સમાજની રાજકીય ચિંતન બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લામાં સતવારા સમાજની વસ્તી વધુ હોવાથી યોગ્ય ન્યાય આપવા કરી માંગ છે. જામનગર સત્તવારા સમાજના પ્રમુખે તમામ ગામના આગેવાનોને બોલાવી બેઠક યોજી હતી.

સત્તવારા સમાજની માંગ છે કે સત્તવારા સમાજની જામનગર જિલ્લામાં સૌથી વધુ વસ્તી છે. સત્તવારા સમાજ હંમેશા ભાજપ પક્ષ સાથે જોડાયેલો છે તો ભાજપે અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં સત્તવારા સમાજને ધારાસભ્ય કે જિલ્લા પંચાયતમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું નથી. તેના કારણે સત્તવારા સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.

સત્તવારા સમાજના 95 ટકા લોકો ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં પણ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ કોને જિલ્લા પંચાયતના ચેરમેન કે જામનગર મહાનગરપાલિકામાં ચેરમેનના પદો મળતા નથી. સથવારા સમાજે માંગ કરી છે કે જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ સથવારા સમાજના કોઈપણ ચૂંટાયેલા કોર્પોરેટરને મળવું જોઈએ. જામનગર જિલ્લા પંચાયતમાં પણ બાંધકામ સમિતિના ચેરમેન પદે સથવારા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિ અને પદ મળવું જોઈએ.
જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરીવાળી ગલીમાં સતવારા સમાજના વાડી ખાતે શહેર-જિલ્લાાના સતવારા આગેવાનો-કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં શહેર-જિલ્લામાં 1 લાખ 50 હજાર જેટલા મતદારો ધરાવતા સતવારા સમાજને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહત્વના સ્થાન આપી રાજકિય ન્યાય આપવાની માંગણી ભાજપના આગેવાનો સમક્ષ રજુ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં સતવારા સમાજના પ્રમુખ ભનજીભાઇ, મંત્રી જીતેશભાઇ તેમજ કલ્પેશભાઇ હડીયલ, રામજીભાઇ, મનસુખભાઇ ખાણધર, નટવરભાઇ કણઝારિયા, રમીલાબેન પરમાર, કૈલાશ રાઠોડ, એન.પી. નકુમ, બી.એલ.ધારવીયા, જીવણભાઇ નકુમ, અમિતભાઇ સોનગરા, સહિત જામનગર તેમજ ધુંવાવ, નાગના, ખીમરાણા, બેડ, આમરા, ધ્રોળ વગેરેના સતવારા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડના લોકમેળા માટે તા.6 થી 14 પંચાયત સુધીનો રસ્તો બંધ

0

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડના લોકમેળા માટે તા.6 થી 14 પંચાયત સુધીનો રસ્તો બંધ

  • મોટા વાહનો માટે સાતરસ્તા, પવનચકકી, લાલપુર બાયપાસ અને ઇન્દીરા માર્ગ ચાલું રહેશે

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૪ સપ્ટેમ્બર 23 જામનગરના પ્રદર્શન મેદાનના લોકમેળામાં સ્વચ્છતા અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે, મ્યુ. કમિશ્નરના આદેશથી સાત રસ્તાથી જીલ્લા પંચાયત સુધીનો રસ્તો તા. 6 થી તા. 14 સુધી બંધ રાખવા અધિક કલેકટર જાહેરનામું બહાર પાડ્યું છે અને મોટા વાહનો માટે સાત રસ્તા, પવનચક્કી, લાલપુર બાયપાસ અને ઇન્દીરા માર્ગ ચાલુ રાખવા આદેશ કરાયો છે.

ટ્રાફીકની અવ્યવસ્થા ન સર્જાઇ તે માટે તા. 6 થી તા. 14 સપ્ટેમ્બર સુધી સાત રસ્તાથી જિલ્લા પંચાયત સર્કલ સુધી તમામ વાહનોને અવરજવર કરવા માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડી દેવાયું છે અને વિકલ્પમાં ઇન્દીરા માર્ગ પરના સાંઢીયા પુલ તથા લાલપુર બાયપાસ ચોકડી પરથી વાહનો ચલાવવામાં જણાવાયું છે.

જામનગર સહિત ગુજરાતભરમાં ‘જિલ્લાફેર’ અને ‘કાયમી’ કરવાના નામે આરોગ્યકર્મી પાસે કરોડોનું ઉઘરાણું

0

જામનગર સહિત ગુજરાતના 500 થી વધુ આરોગ્યકર્મી લડાયક મૂડમા આવ્યા

  • આરોગ્ય મહાસંઘના કથિત હોદ્દેદારોએ કરોડોનું ફુલેકું ફેરવ્યાનો ગંભીર આક્ષેપ
  • જામનગરના ર૫ થી વધુ કર્મચારી ભોગ બન્યાનું સામે આવ્યું
  • બે કર્મચારી વચ્ચે વાતચીતનો કથીત ઓડીયો થયો વાયરલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૪ સપ્ટેમ્બર ૨૩ ગુજરાતના વિવિધ જિલ્લાના 500થી વધુ આરોગ્ય કર્મી કે જેઓના કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે તેવા બહારની અમાન્ય યુનિવર્સિટીવાળા MPHWને આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદેદારોએ ભાવનગર બોલાવી કોર્ટ કેસ ફરીથી સારા વકીલને આપી જીતની ખાત્રી આપી હતી.

સંબંધિત પ્રત્યેક કર્મચારી પાસેથી રૂા. 1 લાખ લીધા હતાં. તેમજ જિલ્લા ફેરબદલી માટે રૂા. દોઢ લાખ ઉઘરાવ્યા હતાં. અંદાજિત 5 કરોડ લઇ બાદમાં કોઇ કોર્ટ કેસ ન કરતા તેમજ આ કર્મચારીઓને કોઇ જવાબ ન દેવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે. ત્યારે આ આરોગ્ય કર્મચારી હોદેદાર સામે લડી લેવાના મુડમાં છે.

નોંધનીય છે કે 30/3/2023ના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાના UGC ને લગતા MPHW ના ભાઇઓ તથા તેના પ્રતિનિધિઓને ભાવનગર સ્નેહ મિલનના નામે બોલાવવામાં આવ્યા હતાં. જયાં તમામ પાસેથી 1 લાખ તેમજ દોઢ લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાની કેફિયત કર્મચારીઓ દ્વારા રજૂ કરવામાં આવી છે

જામનગર સિક્કામાં ભરબજારે મહિલાની છેડતી: મૂકેશ સામે ફોજદારી

0

સિક્કામાં ભરબજારે મહિલાની છેડતી કરતો મૂકેશ પોલીસ સંકજામાં

  • બભત્સ ઈશારા કરીને મહિલાનો પીછો કરીને છેડતી કરી હતી
  • સિક્કામાં બજારે ગયેલી એકલી મહિલાને જોઈને છેડતી કરનાર શખસ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩ સપ્ટેમ્બર ૨૩ જામનગરના સિક્કામાં બજારમાં ખરીદી કરવા ગયેલી મહિલાને એક શખસે બિભત્સ ઈશારા કરી અને મહિલાનો પીછો કરીને છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવથી સીક્કામાં સારી એવી ચકચાર જાગી છે.

સિક્કામાં રહેતી એક મહિલા ગત તા.૨૬ ના રોજ બજારમાં ખરીદી કરવા ગઈ હતી. ત્યારે સિક્કા નીમાજ કોલોનીમાં રહેતો મુકેશ દેવજીભાઈ પંડ્યા નામના શખસે તેણીને એકલી જોઈને પૈસા દેખાડીને બિભત્સ ઈશારાઓ કરતો હતો. જેથી મહિલા શખસના ઈશારા સમજી જતાં ત્યાંથી ઘરે જવા માટે નીકળી ગઈ હતી. તેણી રસ્તામાં જતી હોય અને શખસે પીછો કરીને શરીરે હાથ ફેરવીને છેડતી કરી હતી. જેથી મહિલાએ ગઈકાલે સીક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી મુકેશ પંડ્યા સામે IPC – ૩૫૪ (એ), ૩૫૪ (ડી) મુજબ છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ જમાદાર સુધીરસિંહ જાડેજા ચલાવી રહ્યા છે. 

Partner vavada

0



Партнёрская программа Vavada для успешного заработка


Partner vavada

Если вы стремитесь увеличить доход, обратите внимание на возможности, которые открывает сотрудничество с одной из платформ азартных игр. Участие в совместных действиях позволит вам получать процент от прибыли, полученной через привлечённых вами игроков. Это – отличный способ дополнить свой бюджет без значительных вложений и рисков.

Ключ к успеху заключается в правильном подходе к рекламе и привлечению новых клиентов. Используйте разнообразные каналы – социальные сети, блоги, форумы. Чем больше у вас источников трафика, тем выше будут ваши шансы на прибыль. Заходите на vavada телеграм для получения свежей информации и обмена опытом с другими участниками.

Важно также отслеживать аналитику и настраивать рекламные кампании в соответствии с результатами. Оптимизация ваших действий позволит сократить затраты и увеличить доход. Выбор правильной стратегии – залог успеха в этом бизнесе, обеспечивающий стабильный финансовый поток.

Как выбрать подходящую стратегию продвижения для партнёрской программы Vavada

Определите целевую аудиторию, на которую будет направлена реклама. Исследуйте интересы, предпочтения и поведение потенциальных клиентов. Это поможет создать контент, который будет максимально актуален и привлекательный для них.

Способы продвижения

  • Контент-маркетинг. Создавайте полезные статьи, обзоры и видео, которые рассказывают о преимуществах данного сервиса.
  • Социальные сети. Используйте платформы, такие как Instagram и ВКонтакте, для продвижения своих предложений через визуальный контент и рекламу.
  • Реклама через блогеров. Сотрудничайте с популярными личностями, которые могут рекомендовать ваш продукт своей аудитории.

Следующий шаг – выбор методов рекламы. Оптимально сочетайте разные каналы: платную рекламу, SEO и органическое продвижение. Это помогает масштабировать охват и улучшить видимость.

Анализ результатов

Регулярно отслеживайте достижения. Используйте инструменты аналитики, чтобы понять, какие стратегии работают, а какие нуждаются в корректировке. Это позволит выстраивать более эффективный путь к успеху.

Не забудьте об актуальности контента. Постоянно обновляйте свои материалы, адаптируйте их под новые тренды и изменения рынка. Это способствует удержанию интереса и повышению конверсии.

Способы увеличения дохода от партнёрских ссылок Vavada

Используйте целевые рекламные каналы для продвижения. Определите группы пользователей, наиболее заинтересованных в азартных играх, и нацеливайтесь на их предпочтения через социальные сети, блоги и тематические форумы. Размещение ссылок в контенте, который связан с темой развлечений и «казино», сможет значительно повысить уровень кликов и регистрации.

Предлагайте бонусы для привлечения новых игроков. Составьте уникальные предложения, такие как дополнительные бесплатные раунды или кэшбэк для тех, кто зарегистрировался по вашей ссылке. Это будет стимулировать пользователей к регистрации и увеличит ваши комиссионные св дохода.

Оптимизируйте контент, который включает ваши реферальные ссылки. Создавайте качественные публикации, в которых будете делиться опытом, советами и рекомендациями. Повышение прозрачности и аутентичности создаст доверие у читателей и поднимет конверсию.

Работайте над SEO-оптимизацией своих ресурсов. Улучшение видимости вашего контента в поисковых системах обеспечит приток органического трафика. Используйте ключевые слова, связанные с азартными играми, а также создавайте содержание, которое отвечает на популярные запросы пользователей. Это поможет увеличить доход за счет большего числа посетителей.

Анализ результатов: как отслеживать и оптимизировать свой доход в Vavada

Первый шаг к пониманию своей эффективности – изучение аналитических данных. Регулярно проверяйте свои отчеты, доступные в личном кабинете. Обратите внимание на количество привлеченных клиентов, их активность и объемы ставок. Эти показатели помогут выявить, какие источники трафика приносят больше результатов.

Используйте UTM-метки для отслеживания результатов каждого рекламного канала. Это позволит вам понять, какие рекламные кампании работают лучше всего и куда стоит направить основные усилия. При изменении подходов внимательно следите за тем, как это влияет на итоговые показатели.

Сравнение своих результатов с общими данными по сети даст понимание текущего положения. Изучайте конкуренцию, анализируйте их стратегии и пробуйте адаптировать лучшие практики для своего продвижения. Успех часто приходит к тем, кто не боится экспериментировать.

Регулярно обновляйте свои маркетинговые материалы. Используйте актуальные акции и бонусы, чтобы повысить привлекательность предложения для новых пользователей. Это создаст дополнительный интерес и поможет удержать внимание существующих клиентов.

Обратная связь с клиентами может значительно повысить вашу продуктивность. Слушая их отзывы, вы сможете выявить слабые места и предложить улучшения. Запрашивайте оценки и предложения, чтобы настроить свои стратегии соответствующим образом.

Ключ к оптимизации – постоянство. Установите тайм-ауты для анализа результата и проводите ревизию своих методов каждые несколько месяцев. Обсуждайте достигнутые результаты с коллегами, ведь свежий взгляд может открыть дополнительные возможности для роста.


જામનગરમાં સોનાનો ચેઈન ચીલઝડપ કરનાર બે ‘સમડી’ પોલીસ પાંજરે પુરાઇ

0

જામનગરમાં સોનાનો ચેઈન ચીલઝડપ કરનાર બે ‘સમડી’ પોલીસ પાંજરે પુરાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ સપ્ટેમ્બર ૨૩ : જામનગર શહેરના દિગ્જામ સર્કલ ઓવરબ્રીજ નીચે ત્રણ દિવસ પહેલાં શ્રમિક યુવાન પાસેથી મોબાઇલ અને ગળામાં પહેરેલા સોનાના ચેઈનની ચીલઝડપના બનાવમાં સીટી- સી ડીવઝન પોલીસ સ્ટાફે બે તસ્કરોને ઝડપી લઇ મુદ્દામાલ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્જામ સર્કલ ઓવરબ્રીજ નીચેના રસ્તા પર મોબાઇલમાં વાતો કરતા શ્રમિક યુવાનના હાથમાંથી બે અજાણ્યા શખ્સોએ 10 હજારની કિંમતનો મોબાઇલ અને ગળામાં પહેરેલો રૂા.80 હજારની કિંમતનો સોનાના ચેઈનની ચીલઝડપના બનાવમાં તસ્કરો અંગેની હેકો યશપાલસિંહ જાડેજા, જાવેદ વજગોળ, પો.કો.હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર.ચૌધરી, વી.એ. પરમાર, હેકો યશપાલસિંહ જાડેજા, જાવેદભાઈ વજગોળ, એન.બી. સદાદીયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. યુવરાજસિંહ જાડેજા, ખીમશીભાઈ ડાંગર, હોમદેવસિંહ જાડેજા તથા સ્ટાફે હનુમાન ટેકરીથી સાત નાલા તરફના માર્ગ પર વોચ ગોઠવી પ્રકાશ શ્યામભાઈ કોળી, રાહુલ જીવણ ડાભી નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી રૂા.80 હજારની કિંમતનો 14 ગ્રામ 90 મીલીગ્રામ વજનનો સોનાના ચેઈનના બે કટકા અને એક રૂા.10 હજારની કિંમતનો મોબાઇલ મળી આવતા કબ્જે કરી વધુ પૂછપરછ આરંભી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.