લાલપુરના સીંગચમાંથી ઝડપાયો ‘મુન્નાભાઇ એમ.બી.બી.એસ.’
- એક વર્ષ પહેલા દેશ દેવી ન્યુઝે બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોવાનો અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.
- બોગસ ડોક્ટર ઝડપાયાના ૨૪ કલાકમાં ક્લિનીક ફરી શરૂ.!!
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ સપ્ટેમ્બર ૨૩ જામનગર નજીકના સીંગચ ગામમાં એક શખ્સ મેડિકલ ની માન્ય ડીગ્રી નહીં ધરાવતો હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવા ની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી ને તેને ઝડપી લીધો હતો.
જામનગર એસ.જી પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે સિંગચ ગામમાં એક શખ્સ પાસે મેડિકલ ની માન્ય ડીગ્રી નહીં હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. એથી પોલીસે દરોડો પાડયો હતો. અને દીપકકુમાર દલાલચંદ્ર શાહ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.તેની પૂછપરછ મા તેની પાસે માન્ય મેડિકલ ની ડીગ્રી ન હતી.આથી પોલીસે તેની સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી ને તેના દવાખાના માંથી સ્ટથસ્કોપ , બી પી.માપવા નું મશીન, દવા ઇન્જેક્શન વગેરે મળી કુલ રૂ.4280 ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસૂર્યા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. જયારે સ્ટે.ચેરમેન તરીકે નિલેશભાઇ કગથરાના શીરે તાજ પહેરાવાયો છે ઉપરાંત આશિષ જોષીની શાસક પક્ષ નેતા અને કેતન નાખવાની દંડક વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં સ્ટેન્ડિંગ કમિટીના 12-12 સભ્યો અને ચેરમેનના નામની જાહેરાત કરાઇ છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં જામ ધર્મના ટ્રસ્ટ સંચાલિત શીતળા માતાનું મંદિર આવેલું છે, જે મંદિરે પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ વહેલી સવારે મહા આરતી સાથે દર્શન ખુલ્યા હતા, અને ભાવિકોએ પણ વહેલી સવારથી જ કતાર લગાવી હતી, અને એક થી દોઢ કિલોમીટર લાંબી ભાઈઓ તથા બહેનો માટેની કતાર થયેલી જોવા મળી હતી.
શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને માતાજીના દર્શન અને પૂજન અર્ચન કરીને ધર્મ લાભ લીધો હતો. પોલીસ દ્વારા પણ વહેલી સવારથી સજજડ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.
