Saturday, October 17, 2026
Home Blog Page 206

જામનગરના ખીમરાણામાં મહંતને પતાવી દેવાની ધમકીથી ભારે ચકચાર: સામસામી ફરિયાદ

0

જામનગરના ખીમરાણાના મહાદેવ મંદિરના પુજારી પર હુમલો

  • પૂજા કરવા આવેલા શખ્સે ધમકી આપી હુમલો કર્યો, પોલીસે ફરિયાદના આધારે તપાસ આદરી

દેશ દેવી ન્યુઝ જામનગર : ૨૧ સપ્ટેમ્બર ૨૩ જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં આવેલા ખીમેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે બપોરના સમયે ગામમાં રહેતાં બ્રાસપાર્ટનો ધંધો કરતો દિનેશ શાંતિભાઈ ધારવીયા નામના યુવાન મંદિરે પૂજા કરવા ગયા હતો તે દરમિયાન પૂજારી કર્ણદેવસિંહ ઉર્ફે કરણસિંહ પ્રવિણસિંહ જાડેજાએ દિનેશને કહેલ કે તમારે પૂજા કરવામાં વાર લાગે છે તેમ કહી અપશબ્દો બોલી મંદિરમાં લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. પૂજારી દ્વારા કરાયેલા હુમલાની દિનેશભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જ્યારે સામાપક્ષી કર્ણદેવસિંહે દિનેશ શાંતિલાલ વિરૂધ્ધ મંગળવારે બપોરે મંદિરે પૂજા કરવા આવ્યા હતાં ત્યારે પૂજા કરવામાં કેટલો સમય લાગશે ?તેમ પૂછતા દિનેશે ઉશ્કેરાઈને અપશબ્દો બોલી ડોલ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. પૂજારી ઉપર ડોલ વડે માર મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસ હેડ કોસ્ટેબલ એચ.જી. જાડેજા તથા સ્ટાફે કર્ણદેવસિંહના નિવેદનના આધારે દિનેશ વિરૂધ્ધ સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

ધ્રોલના ગૂમ થયેલા બાળકનો મૃતદેહ તળાવમાંથી મળતાં ચકચાર

0

ધ્રોલના ગૂમ થયેલા બાળકનો મૃતદેહ તળાવમાંથી મળતાં ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ સપ્ટેમ્બર ૨૩ જામનગર: ધ્રોલ ટાઉનના ચામુંડા પ્લોટ પોલીસ ચોકી પાસે લલીતાબેન મુન્નાભાઈ સોલંકીનો ચાર વર્ષનો પુત્ર રમતા રમતા ગૂમ થયેલ જેની પરિવારજનોએ શોધખોળ કરવા છતાં મળી આવેલ નહીં ત્યાર બાદ ઘરની નજીક આવેલ તળાવમાંથી મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ ટાઉનના ચામુંડા પ્લોટ વિસ્તારમાં સ્મશાન નજીક રહેતા લલીતાબેન સોલંકીનો ચાર વર્ષનો પુત્ર ક્રિષ્ના ગઈકાલે પોતાના ઘર પાસે રમતો હતો અને અચાનક ગૂમ થઈ ગયો હતો અને બાળકની શોધખોળ કરતાં મળી આવ્યો ન હતો. એ પછી ઘરની બાજુમાં આવેલ તળાવમાં બાળકની શોધખોળ કરતાં તળાવમાંથી મળી આવ્યો હતો. તેને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ભારે શોક પ્રસરી ગયો હતો.

જામનગરમાંં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયુષ મેળાનું આયોજન કરાયું

0

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા આયુષ વિભાગ દ્વારા જામનગરમાંં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયુષ મેળાનું આયોજન કરાયું

  • આયુષ મેળામાંં પ્રકૃતિ પરીક્ષણ, રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધિ વિતરણ જેવી બાબતોથી લોકોને માહિતગાર કરાયા

જામનગર તા.૨૦ સપ્ટેમ્બર ૨૩ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી, ગાંધીનગર અને વિભાગીય નાયબ નિયામક કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં આયુષ શાખા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે આયુર્વેદ તથા હોમિયોપેથી સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ અને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયુષ નિદાન કેમ્પમાં વિવિધ રોગો માટે આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન તથા સારવાર, પ્રકૃતિ પરીક્ષણ, રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધિ વિતરણ, રોગ અનુસાર આહાર-વિહાર અંગે માર્ગદર્શન, વનસ્પતિ નિદર્શન, રસોડામાંં પ્રાપ્ય ઔષધિ માર્ગદર્શન, આયુર્વેદ-હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શની, તેમજ પોષણ અભિયાન અંતર્ગત પોષણ ચાર્ટ પ્રદર્શન યોજાયુંં હતું.આ ઉપરાંંત, યોગ, મેલેરિયા અને અન્ય રોગોની માહિતી દર્શાવતી પથ્યાપથ્ય પત્રિકા, આહાર વિહાર નિયમો અને પોષણને લગતી પત્રિકાઓનું નગરજનોને વિતરણ કરવામાં આવ્યુંં હતું. ઉક્ત આયુષ મેળામાં બહોળી સંખ્યામાંં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં, જિલ્લા આયુર્વેદ અધિકારી  ડો.ફોરમ એસ.પરમાર,  ડો.અંકિતા ડી.સોલંકી, ડો.સમીર જેજા અને તેમની ટીમ દ્વારા લોકોને માર્ગદર્શન પુરુંં પાડવામાંં આવ્યુંં હતુંં.

જામનગર લીમડા લાઇનમાં મોબાઈલની દુકાનમાંથી “સ્માર્ટ વીજચોરી” ઝડપાઇ : 2 સામે ફરીયાદ

0

જામનગર લીમડા લાઇનમાં મોબાઇલ દુકાનમાંથી વિજ ચોરી ઝડપાઈ

  • મીટરમાં ન દેખાય તેવું ક્ટ લગાડી ડિવાઈસની મદદથી ચોરી કરાતી હતી
  • બે સામે ફરિયાદ : દુકાનદારને 1.07 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

દેશ દેવી ન્યુઝ તા.૨૦ સપ્ટેમ્બર ૨૩ જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં આવેલી ફોનબુક નામની મોબાઈલની દુકાનમાં જૂનું મીટર કબ્જે કરી વીજકંપનીના અધિકારીએ નવું મીટર ફીટ કર્યું હતું. આ જૂના મીટરની લેબોરેટરીમાં તપાસ કરતા મીટરના પાછળ કટ મૂકી, ડગરી કાઢી લઈ અન્ય ડિવાઈઝ ફીટ કરી નવતર પ્રકારે કરવામાં આવતી હતી વીજચોરી દુકાનદારને રૂ.1.07 લાખનું દંડનીય બિલ ફટકારવામાં આવ્યું.તારીખ ૧૬ ના રોજ ઈજનેર ચોપડા અને જુનિયર ઈજનેર શર્માની ઉપસ્થિતિમાં મીટરની વિશેષ તપાસણી કરવામાં આવી હતી. જેમાં વીજ મીટરના પાછળના ભાગમાં નરી આંખે ન જોઈ શકાય તે રીતે કટ કરીને મીટ૨ બોડીની નાની ડગરી કાઢીને તેની અંદર સ્માર્ટ રીતે મીટરના વાયરીંગ સાથે વધારાનું ડીવાઈસ જોડીને આ ડીજીટલ મીટરમાં નોંધાતો વીજ વપરાશ બંધ કરી શકાય તેવી કાયમી વ્યવસ્થા રાખીને સામાન્ય રીતે કોઈને ખ્યાલ ન આવે તે રીતે ડગરીને ફરી પેકીંગ કરેલી હોવાનું ધ્યાનમાં આવતાં આ પ્રકારની સ્માર્ટ વીજચોરી Filters પકડાયાના આધારે સેન્ટ્રલ ઝોનના જુનીયર ઇજનેર અજય પરમાર દ્વારા સ્થળ તપાસણી કરવામાં આવતા મીટરમાં ગેરરીતી સામે આવી હતી.

તેથી વીજચોરી બદલ જગ્યાના વપરાશકાર રાહુલ તથા વિશાલ નામના વ્યક્તિઓ સામે વીજ અધિનિયમની કલમ હેઠળ વીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે જ દુકાનદારને રૂ. 1,07,492નું દંડનીય વીજ બીલ ફટકારવામાં આવ્યું છે. વીજ ચોરીના આ નવતર કીમીયાથી શહેરમાં ચકચાર જાગી છે.

ખંભાળિયા સગીરાને અડપલા કરતા શખ્સને પાંચ વર્ષની સખત કેદ

0

ખંભાળિયાની સ્પે. પોક્સો કોર્ટનો ચુકાદો: ભાણવડ પંથકની સગીરાને અડપલા કરતા શખ્સને પાંચ વર્ષની સખત કેદ

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા: તા ૧૯ સપ્ટેમ્બર ૨૩ ભાણવડ પંથકમાં રહેતા એક પરિવારની 17 વર્ષની સગીર પુત્રીને તેની સાથે ઓળખાણ ધરાવતા વિનોદ દયાળજી કવા સાથે ફોનમાં વાત કરતા ઓળખાણ થઈ હતી. ગત તારીખ 18 જુલાઈ 2020 ના રોજ આ સગીરા ખેતી કામ કરતી હોય, તે દરમિયાન કામ સબબનું બહાનું કરી અને ગયેલી સગીરા ઘરે પરત ના ફરતા આ સગીરાની શોધખોળ દરમિયાન સગીરાના પરિવારજનોને તેના ઘરે રાખવામાં આવેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ફોનનું સીમકાર્ડ ગીતાબેન કવાના નામનું હતું. જે મોબાઈલ ફોન વિનોદ દયાળજી કવાનો હોય, તેના ઉપર ફોન તથા તપાસ કરતા આ આરોપી તેના ઘરે પણ મળી આવ્યો ન હતો.

આ પ્રકરણમાં આરોપી વિનોદ કવા 17 વર્ષીય સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું હતું. જે અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ ભાણવડ પોલીસે અપહરણ તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તપાસ આદરી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

આ સમગ્ર કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા અહીંના સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા જુદા જુદા 21 સાહેદોની તપાસ, ભોગ બનનાર તથા ફરિયાદીની જુબાની, એફએસએલનો અહેવાલ વિગેરેને ધ્યાનમાં લઇ અને સગીરા સાથે કરવામાં આવેલા અડપલાની કલમ 354 (એ) (1,2), પોકસો એક્ટ વિગેરેની કલમમાં આરોપી પાંચ વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

ભોગ બનનારની ઉંમર બનાવ સમયે સગીર વયની હોય, તેણીના સામાજિક, આર્થિક તથા માનસિક પુનર્વસન માટે ભોગ બનનારને વીટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ અદાલતે હુકમ કર્યો છે.

જામનગરમાં સોળ વર્ષના સગીરની આત્મહત્યાથી અરેરાટી

0

જામનગરના આઠ માળિયા આવાસમાં 16 વર્ષિય સગીરની આત્મહત્યાથી અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ સપ્ટેમ્બર ૨૩ જામનગર શહેરના આઠ માળીયા આવાસમાં રહેતા 16 વર્ષના સગીરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવજ્ઞ ટુંકાવ્યુ હતું. શહેરના આઠ માળીયા આવાસના બ્લોક નં. ડી-2, 805 માં રહેતા રોહન સુરેશભાઈ પરમાર નામના સગીરે ગઈકાલે સાંજના 7-45 વાગ્યાના સુમારે પોતાના ગરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવજ્ઞ ટુંકાવી લીધું હતુંઆ બનાવની સુરેશભાઈ કલાભાઈ પરમારે સીટી-સી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટપોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર મેડિકલ કોલેજ ખાતે માનસીક આરોગ્ય પખવાડિયાની ઉજવણી કરાઇ

0

એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર ખાતે માનસીક આરોગ્ય પખવાડિયાની ઉજવણી કરાઈ

 દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ સપ્ટેમ્બર ૨૩ તા.૧૭/૦૯/૨૦૨૩ના રોજ  એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ, જામનગર ખાતે માનસિક આરોગ્ય પખવાડિયા તથા સુસાઇડ પ્રિવેન્શન પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ડીનશ્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં માનસિક આરોગ્યની જાળવણી માટે માનસિક વિભાગના વડા અને તબીબી અધિક્ષક ડો.દિપક તિવારી અને ડૉ.અનુષા એ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. પીડિયાટ્રીક વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ.મૌલિક શાહે વિદ્યાર્થીઓને સુસાઇડ પ્રિવેન્શનને લગત વિવિધ પાસાઓની સમજણ આપી હતી. આ પ્રસંગે તેઓ દ્વારા નિર્મિત “વેન્ટીલેસન ફિલ્મ”નું વિદ્યાર્થીઓને નિદર્શન કરાવાયું હતું

જામનગરમાં યુવાનની હત્યાની કોશિષમાં કોર્પોરેટર સહિત 7 સામે ફરિયાદ

0

જામનગરમાં યુવાનની હત્યાની કોશિષ પ્રકરણમાં કોંગી કોર્પોરેટર અસલમ ખીલજી સહિત સાત સામે ગુન્હો દાખલ

  • સાત શખ્સોએ સ્કૂટરની ઠોકર મારી પછાડી દઈ તલવાર તથા લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૬ સપ્ટેમ્બર ૨૩ જામનગર શહેરમાં સુભાષમાર્કેટ મોચીસાળના ઢાળિયા પાસે રહેતો અબ્બુ સુફિયામ કુરેશી જુનેદ ચૌહાણને ત્યાં નોકરી કરતો હતો અને કપડાના વેપારી જુનેદ ચૌહાણને કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી સાથે ઘણાં સમયથી રાજકીય મનદુ:ખ ચાલતું હતું. જે સંદર્ભે અબ્બુ સુફિયામ સાથે પણ અસલમે બે માસ પહેલાં માથાકૂટ કરી અને જુનેદભાઈની પત્ની કાસ્મીરાબેન સાથે બોલાચાલી કરી માથાકૂટ કરી ધમકી આપી હતી.

આ મનદુ:ખનો ખાર રાખી કોર્પોરેટર અસલમ કરીમ ખીલજીએ પૂર્વ આયોજિત કાવતરુ રચી શુક્રવારની રાત્રિના સમયે મહાપ્રભુજી બેઠકથી રાધિકા સ્કૂલ વચ્ચેના રોડ પર અબ્બુ સુફિયામ અને તેનો મિત્ર બહાર જતા હતાં તે દરમિયાન અસલમ કાદર શેખ, આફતાબ ઉર્ફે અપુ વાઘેર, ગની બસર વાઘેર, અસલમ કરીમ ખીલજી અને ત્રણ અજાણ્યા સહિતના શખ્સોએ અબ્બુ સુફિયામના સ્કુટરને પાછળથી ઠોકર મારી પછાડી દીધો હતો. ત્યારબાદ હુમલાખોરોએ એકસંપ કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

તેમજ અબુ સુફિયામ ઉપર તલવાર વડે કપાળમાં જીવલેણ હુમલો કર્યો હતો અને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ હુમલાખોરો નાશી ગયા હતાં અને ત્યારબાદ ઘવાયેલા અબ્બુ સુફિયામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમ્યાનમાં મોચીસારના ઢાળીયે રહેતા અબુસુફીયાન કુરેશી દ્વારા ઉપરોક્ત બનાવ અંગે સીટી-એ ડીવીઝનમાં અસલમ કાદર શેખ, આબતાબ ઉર્ફે અપ્પુ વાઘેર, ગની બસર વાઘેર, ગની બસરનો ભાણેજ-ભત્રીજો, અસલમ કરીમ ખીલજી અને બે અજાણ્યા ઇસમો વિરૂઘ્ધ આઇપીસી કલમ-307, 325, 323, 143, 147, 148, 149, 279, 120 (બી), જીપીએકટ 135 (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના આધારે સીટી એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, કોર્પોરેટર સહિતના સાત શખ્સો વિઘ્ધ જીવલેણ હુમલો, કાવત અંગેની ફર્યિાદ દાખલ થતાં શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે, પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

જામનગર સ્કુલ પટ્ટાવાળાની આત્મહત્યાની કોશિષ પ્રકરણમાં 4 સામે ગુનોં

0

જામનગરમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની સ્કૂલના પટ્ટાવાળાના આત્મહત્યાની કોશિષ પ્રકરણમાં પ્રમુખ સહિત ચાર સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૬ સપ્ટેમ્બર ૨૩ જામનગરમાં સેટેલાઈટ સોસાયટીમાં રહેતા અને જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના સેક્રેટરી ઉપરાંત ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક શાળામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મોહમ્મદ યુસુફ અબ્દુલ કરીમે ગત 7.9.2023 ના સાંજે જંતુનાશક પ્રવાહી પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જેને જી.જી. હોસ્પિટલમાં સમયસર સારવાર મળી ગઈ હોવાથી તેનો બચાવ થયો હતો, અને હાલ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. ઘટનાની જાણ થવાથી સીટી એ. ડિવિઝન પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં અન્ય ટ્રસ્ટીગણના ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનું જાહેર થયું હતું.આખરે સીટી એ- ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનાર મોહમ્મદ યુસુફ પટણીની ફરિયાદના આધારે ટ્રસ્ટના પ્રમુખ રસીદભાઈ મોહમ્મદ હનીફ લુસવાલા, અન્ય ટ્રસ્ટી દસ્તગીર શેખ, મુસ્તાકભાઈ ખફી તેમજ અખ્તર ઉર્ફે મુનિયા બાદશાહ વગેરે સામે આઈપીસી કલમ 323, 504,506 અને 124 મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં સોની વેપારીને ચેક રીર્ટન કેસમાં 17.40 લાખનો બમણો દંડ, 2 વર્ષની સજા

0

જામનગરમાં સોની વેપારીને ચેક રીર્ટન કેસમાં મૂળ રકમની બમણો દંડ અને બે વર્ષની સજા ફટકારતી કોર્ટ

  • ચેક રીર્ટનના કેસમાં સૌની શખ્સને ૧૭,૪૦,૦૦૦/- નો દંડ તથા બે વર્ષની સજા ફરમાવતી કોર્ટ
  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ ઝાલા તેમજ હાઈકોર્ટના નિરલ ઝાલાની ધારદાર દલીલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ સપ્ટેમ્બર ૨૩ જામનગર આ કેસ ની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી બળવંતસિંહ જીવુભા ચુડાસમા અને આ કામના આરોપી જયસુખ હરીલાલ રાણીંગા (સોની)ને ધંધાકીય કામ સબબ નાણાની જરૂરિયાત હોવાથી તે આ કામના ફરીયાદી પાસેથી કટકે-કટકે રકમ રૂ..૮,૭૦,૦૦૦/- લીધેલા હતા. અને આ રકમની પરત ચુકવણી કરવા માટે ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, દિગ્વિજય પ્લોટ, જામનગર શાખાનો રૂા.૮,૭૦,૦૦૦/-  નો ચેક આપેલ હોય અને ચેક પાકતી તારીખે પાસ થઈ જશે અને ફરીયાદીને તેમની લેણી રકમ મળી જશે. તેવી સ્પષ્ટ બાહેંધરી આપેલી હતી.

જેથી ફરીયાદી બળવંતસિંહ જીવુભા ચુડાસમા દ્વારા આરોપીની સુચના મુજબ ચેક તેમની બેંકમાં રજુ કરતા “ફંડસ ઇનસફીસીયન્ટ” ના શેરા પરત ફરેલ હોય અને આ કામના ફરીયાદી બળવંતસિંહ જીવુભા ચુડાસમાને તેમની કાયદેસરની રકમ મળેલ ન હોય, અને પોતાના નાણા પરત મેળવવા માટે આ કામના ફરીયાદી દ્વારા આરોપીને લીગલ નોટીસ મોકલાવેલ જેની પણ દરકાર લીધેલ નહી. જેથી નાછુટકે આ કામના ફરીયાદી દ્વારા પોતાની લેણી રકમ પરત મેળવવા જામનગરની કોર્ટમાં આરોપી વિરુદ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હોય. ત્યારબાદ ૨૦૧૯ થી લાંબો સમય સુધી આ મેટર ચાલેલ હોય જેમાં ફરિયાદ પક્ષે તેમના પુરાવા રજુ કરેલ હોય અને આરોપીએ તેનો બચાવ રજુ કરેલ હોય જેમાં આરોપી પક્ષ દ્વારા ફરિયાદીની આર્થિક સક્ષમતા ન હોય અને ચેક કાયદેશરની લેણી રકમનો ન હોય તેવો બચાવ લીધેલ પરંતુ તે બચાવ ફરિયાદીના પુરવાનું ખંડન કરવામાં આરોપી પક્ષ નિષ્ફળ નીવડેલ હોય તેવું કોર્ટ દ્વારા તારણ કાઢવામાં આવેલ અને ફરિયાદ પક્ષની દલીલો અને કેસના રેકોર્ડ ધ્યાને લઇ નામદાર કોર્ટે કાયદાકીય ચર્ચા અને સંજોગો ધ્યાને લેતા ફરિયાદી પોતાની ફરિયાદ નિશંકપણે પુરવાર કરવામાંઆવેલ અને ફારયાદ પક્ષના દલાલા બળ કાળા રંગ પ્લાન લઇ ગાનાર ગા ગલબાપ ચર્ચા અને સંજોગો ધ્યાને લેતા ફરિયાદી પોતાની ફરિયાદ નિશંકપણે પુરવાર કરવામાં સફળ રહેલ છે. તેવું નામદાર કોર્ટે માનેલ અને આ કામના આરોપી જયસુખ હરીલાલ રાણીંગા (સોની)ને તકસીરવાર ઠરાવીને બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમ રૂ. .૧૭,૪૦,૦૦૦/- નો દંડ કરવામા આવેલ છે, અને જો દંડની રકમ ન ભરે તો વધુ ચાર મહીનાની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ હોય અને ફરીયાદીને ન્યાય આપેલ છે.

આ કામે ફરીયાદી બળવંતસિંહ જીવુભા ચુડાસમા તરફે જામનગરના ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા હાઇકોર્ટના યુવા ધારાશાસ્ત્રી નિરલ વી. ઝાલા તથા હરપાલસિંહ પી. ઝાલા તથા સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.