Saturday, October 17, 2026
Home Blog Page 204

ખંભાળીયામાં કમિશન એજન્ટને લાખોનું બૂચ મારી, મરવા મજબૂર કરનાર 7 સામે 306: જુવો Video

ખંભાળિયાના કમિશન એજન્ટનું કરોડો રૂપિયાનું બૂચ મારીને ધમકી આપતા સાત શખ્સો સામે ગુનો દાખલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ઓક્ટોબર ૨૩ ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા નામના 50 વર્ષના આધેડ છેલ્લા ઘણાં સમયથી ખેડૂતો પાસેથી મગફળી, ચણા વિગેરે જેવી ખેત પેદાશો લઈ અને વેપારીઓને આપી કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા. છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ભાયાભાઈ ચાવડા પાસેથી માંગરોળ તાલુકાના બામણવાડા ગામે રહેતા રમેશભાઈ ભાયાભાઈ પિઠીયાએ તેમની પાસેથી મગફળી, ચણા વિગેરે લીધા હતા. જે ભાયાભાઈએ ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકાના ખેડૂતો પાસેથી પૈસા બાકી રાખીને મેળવ્યા હતા.

આમ, કમિશનનો વ્યવસાય કરતા ભાયાભાઈએ ખેડૂતો પાસેથી મેળવીને રમેશભાઈ પિઠીયાને મોકલેલી 14,642 મણ મગફળી તેમજ 1,995 મણ ચણાની ચૂકવવાની થતી રકમમાં ગોટાળા કરી રૂપિયા 1.91 કરોડની રકમ આપવામાં ગલ્લા તલ્લા કરવામાં આવતું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આટલું જ નહીં, આરોપી રમેશભાઈ પિઠીયાએ તેમની દીકરીના લગ્ન પેટે રૂપિયા 17 લાખ હાથ ઉછીના આપ્યા હોવા ઉપરાંત અન્ય બે આરોપીઓ મુળુભાઈ બાબુભાઈ પિઠીયા અને અજય બાબુભાઈ પિઠીયા દ્વારા માંગરોળની એક્સિસ બેન્કમાંથી ભાયાભાઈ ચાવડાના નામથી આરોપી રમેશભાઈ પિઠીયાને રૂપિયા 15 લાખની લોન અપાવી અને તેમના પર દેવું કરાવી દીધું હતું. આમ, રૂા. 2.49 કરોડની તોતિંગ રકમ આરોપી રમેશ પીઠિયા તથા તેમની સાથે ક્રિષ્ના રમેશ પિઠીયાએ દબાવી રાખી તેમને ચૂકવી ન હતી.આ પ્રકરણમાં જૂનાગઢના રોહિત અને સંજય બારડ ઉપરાંત મુકેશ નામના અન્ય શખ્સો પણ સંડોવાયા હોવાનું વધુમાં જાહેર થયું છે. આનાથી વ્યથિત ભાયાભાઈને ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકાના ખેડૂતો દ્વારા થતી ઉઘરાણી તેઓ ચૂકવી ન શકતા તેઓને લેવાની થતી રકમ રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા તથા ક્રિષ્ના રમેશભાઈ પીઠીયા પાસે અવારનવાર રૂબરૂ તથા ફોનથી માંગવામાં આવતા આવી હોવા છતાં પણ તેઓ પૈસા આપતા ન હતા. આટલું જ નહીં, જો તેઓ ઉઘરાણી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે.આ બાબતથી આર્થિક મંદીમાં ઘેરાઈ ગયેલા ભાયાભાઈ જગાભાઈ ચાવડા પાસે તેમને અન્ય કોઈ રસ્તો ન દેખાતા તેઓ મરી જવા માટે મજબૂર બન્યા હોવાથી તેમણે ઝેર ખાઈને આપઘાત કરી લીધા અંગેની ધોરણસર ફરિયાદ મૃતકના પુત્રી નીતુબેન ચાવડા (ઉ.વ. 23) એ પોલીસ મથકમાં નોંધાવી છે. આ તમામ બાબતો અંગે મૃતક ભાયાભાઈએ આપઘાત કરતા પહેલા મોબાઈલમાં વિડીયો બનાવ્યો હોવાનું અને આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા, ક્રિષ્ના રમેશભાઈ પિઠીયા, મૂળુભાઈ બાબુભાઈ પિઠીયા, અજય બાબુભાઈ પિઠીયા, રોહિત તથા સંજય બારડ અને મુકેશ નામના તમામ સાત શખ્સો સામે આઈ.પી.સી. કલમ 306, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં Dysp હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગર લેન્ડ રેકર્ડ કચેરીના સિનિયર સર્વેયરોની DILR તરીકે બઢતી : દિલીપસિંહ પરમાર દ્વારકા મુકાયા

જામનગર લેન્ડ રેકર્ડ કચેરીના સિનિયર સર્વેયરોની DILR તરીકે બઢતી

  • લાંબા સમય બાદ બદલી સાથે બઢતી, કર્મીઓમાં આનંદો
  • જામનગરના દિલીપસિંહ પરમારને દેવભૂમી દ્વારકામાં ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડ ઓફિસર તરીકે મુકાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૪ ઓક્ટોબર ૨૩ જામનગ સહિત રાજયની સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક કચેરીના સિનિયર સર્વેયરોને વર્ગ-2 માં હંગામી ધોરણે બઢતી આપી જિલ્લા નિરીક્ષક, જમીન દફતર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જેને લઇ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે બીજી બાજુ જામનગરથી બઢતી પામેલા દિલીપર્સિહ પરમારને દેવભૂમી દ્વારકા મુકાતા જમીન માપણીના પેન્ડીંગ કેસોનો ઝડપથી નિકાલ થશે અને ભારણ ઘટશે જેથી ખેડૂતોને તેનો સીધો ફાયદો થશે, રીસર્વે ક્ષતિ સુધારણામાં ટેકનીકલ કામમાં કુશળતાની સાથે ઇતિહાસની પણ ઉંડી સુઝ ધરાવે છે. દિલીપસિંહ પરમારે તેના ફરજ કાળમાં જામનગરમાં પ્રશંસનીય કામગીરી કરી છે.હાલ બઢતી પામેલા જામનગરની સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ કચેરીના કે.એન. ગઢીયાને ઉપલેટા, મુકવામાં આવ્યા છે, જિલ્લા નિરીક્ષક જમીન દસ્તર કચેરીના દિલીપસિંહ એ.પરમારને જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકાની સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ કચેરીના પી.પી. વરણને હકક ચોકસ અધિકારી-જુનાગઢ, સીટી સર્વે. કચેરી ખંભાળિયાના આઈ.બી.પટેલને હકક ચોકસી અધિકારી સુરત, જામનગર જિલ્લાના નિરીક્ષક જમીન દફતરના એસ.એમ.ભોચિયાને હકક ચોકસી અધિકારી કેશોદ, રાજકોટથી વી.એમ.ભાલોડીને સિટી સર્વે સુપ્રિ.-2 જામનગર, ઉપલેટાથી એ.એસ. સોજીત્રાને સીટી સર્વે ખંભાળીયા, રાજકોટથી વી.વી. ઠુમ્મરને હકક ચોકસી અધિકારી જામનગરમાં મૂકવામાં આવ્યા છે.જ્યારે દેવભૂમિ દ્વારકાથી એન.કે.પટેલને રાજકોટ જિલ્લા નિરીક્ષક જમીનદફતર તરીકે બદલી કરવામાં આવી છે. બંને જિલ્લાની લેન્ડ રેકર્ડ કચેરીના અધિકારીઓની લાંબા સમય બાદ બદલી સાથે બઢતી કરવામાં આવી છે.અત્રે નોંધનીય છેકે, લેન્ડ રેકર્ડ કચેરીમાં જમીન માપણીઓની હજુ પણ ઘણી અરજીઓ પેન્ડિંગ પડી છે.અને જેનો સમયસર નિકાલ કરવામાં ન આવતો હોવાની અનેક ફરિયાદો પણ ઉઠી

જામનગર : લાલપુરના સિંગચગામમાં વૃદ્ધ કાકીની હત્યા નિપજાવતો ભત્રીજો

0

સિંગચમાં નજીવી બાબતે વૃઘ્ધાની હત્યાથી ચકચાર

  • ફૂલ તોડવા જેવી સામાન્ય બાબતે એક જ પરિવારના યુવાને વૃઘ્ધાનું ઢીમ ઢાળી દીધું!!!

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૪ ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સીંગચ ગામે પરિવાર વચ્ચે સયુંકત વાડા બાબતે ચાલતા વિવાદને લઈને એક જ પરિવારના યુવાને વૃદ્ધા પર હુમલો કરી લાકડાના ધોકા વડે પ્રહાર કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી હત્યા નીપજાવી છે. પુત્ર સાથે રહેતા વૃદ્ધા ફૂલ તોડવા માટે વાડામાં ગયા હતા ત્યારે આરોપી સાથે બોલાચાલી થઇ હતી અને ઉગ્ર સ્વભાવના આરોપીએ વૃદ્ધા પર જીવલેણ હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.લાલપુર તાલુકાના સીંગચ ગામે મનસુખભાઈ મોહનભાઈ નકુમના માતા મણીબેન પર તેમના જ મોટા બાપુના પુત્ર અશોક હરીભાઈ નકુમે ગઈ કાલે સાંજે સાડા પાંચેક વાગ્યે ઉગ્ર બોલાચાલી કરી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આરોપીએ વૃદ્ધાને માથાના ભાગે લાકડાનો ધોકો ફટકારતા તેણીની લોહીલુહાણ હાલતમાં નીચે પડી બેસુધ્ધ થઇ ગયા હતા. આ ઘટનાના પગલે પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને વૃધ્ધાને તાત્કાલિક ખંભાલીયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મનસુખભાઈએ પોતાના જ મોટા બાપુના દીકરા એવા આરોપી અશોક સામે હત્યા સબંધિત ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને મેઘપર પોલીસે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડવા કાર્યવાહી શરુ કરી છે.આરોપી તથા ફરીયાદી પક્ષ એક જ ફળીયામાં અલગ-અલગ મકાનમાં રહેતા હોય અને આરોપી જનુની સ્વભાવના હોય અને ફરીયાદીનો પરીવાર આરોપીને ગમતો ન હોય અને આરોપી તેમજ ફરીયાદીનો સંયુક્તમાં વાડો હોય જે વાડામાં ફરીયાદી પોતાના પશુ બાંધતા હોય જેનો આરોપી ખાર રાખતા હતા. દરમિયાન ગઈ કાલે સાંજે મનસુખભાઈના માતા મણીબેન મોહનભાઈ નકુમ ઉ.વ.૬૨ વાળા વાડામાં ફુલ લેવા વાડામાં ગયા હતા. ત્યારે આરોપી પણ વાડામાં હાજર હોય જેણે વાડામાં પશુ બાંધવા અંગે ફરીયાદીના માતા સાથે બોલાચાલી કરી આક્રોશમાં આવી લાકડાના ધોકા વડે હુમલો કરી માથામાં તથા મોઢા ઉપર માર મારી હત્યા નીપજાવી હતી.

જામનગર લીમડા લાઇનની મહિલાએ બે વ્યાજખોરો સામે નોંધાવી ફરીયાદ

0

જામનગરમાં વેપારી મહિલાએ બે વ્યાજખોરો વિરૂઘ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ 

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૪ ઓક્ટોબર ૨૩ જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા મહિલાએ વ્યાજે લીધેલી રકમ મુદ્લ અને વ્યાજ સાથે ચૂકવી દીધી હોવા છતા મહિલા સહિતના બે વ્યાજખોરોએ વધુ પૈસા પડાવવા માટે મહિલાની દતક પુત્રીના કોરા ચેક ઉપર સહિત કરી ચેક રિટર્ન કરાવ્યાની નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

જામનગર શહેરમાં લીમડાલાઈનમાં વૃદ્ધાશ્રમ પાછળ રહેતાં વેપારી ચાર્મીબેન ગજાનંદભાઈ વ્યાસ નામના મહિલાએ એક વર્ષ પહેલાં નવાગામ ઘેડમાં મધુરમ સોસાયટીમાં રહેતાં વિરમ વાઘમશી અને ઈલાબા જાડેજા નામના બંને વ્યાજખોરો પાસેથી 10% ઉંચા વ્યાજે રકમ લીધી હતી અને આ રકમનું વ્યાજ તથા મુદ્લ સહિત ચૂકવી દીધું હોવા છતાં બંને વ્યાજખોરોએ વધુ રૂપિયા પડાવી લેવા માટે મહિલાની દતક પુત્રીના કોરા ચેક પર સહી કરાવી સાડા છ લાખની રકમ ભરી ચેક રિટર્ન કરાવ્યો હતો અને મહિલા પાસે અવાર-નવાર નાણાંની માંગણી કરી અપશબ્દો બોલતા હતાં. વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલી મહિલાએ આખરે પોલીસમાં જાણ કરાતા પીએસઆઈ એ બી વણકર તથા સ્ટાફે મહિલા સહિતના બે વ્યાજખોરો વિરૂધ્ધ જામ સીટી- બી ડીવીઝનમાં  ગુજરાત મની લેન્ડરર્સ એક્ટ ૨૦૧૧ ની કલમ ૫,૩૯,૪૦,૪૨ તથા ઇ.પી.કો. કલમ- ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ  ગુનો નોંધી તપાસ આરંભી હતી.

જામનગર સાધના કોલોનીમાં માથાભારે યુવાનના ઘરમાં ધૂસી છરી ઝીંકાઈ

0

જામનગરમાં માથાભારે યુવાનના ઘરમાં ઘુસીને શખસે હુમલો કર્યો

  • અગાઉ બન્ને વચ્ચે થયેલી માથાકુટની ફરિયાદનો ખાર કારણભૂત 
  • સીટી- એ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ માટે શોધખોળ આરંભી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૪ ઓક્ટોબર ૨૩ જામનગર સાધના કોલોની વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી અનેક ગુનામાં સંડોવાયેલ માથાભારી શખ્સ ઉપર છરી વડે હુમલો થતાં નાસભાગ મચી ગઈ હતીપોલીસ સૂત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતો હર્ષ પરેશભાઈ મહેતા ઉર્ફે ટકો નામના માથાભારી યુવાન ઉપર જૂની ફરીયાદ નો ખાર રાખી બીપીન સોમાભાઈ ચાવડાએ ઘરમાં ધૂસી છરી વડે હુમલો કર્યો હતો સાધના કોલોનીમાં રહેતો યુવાન પોતાના ઘરે સુતો હતો. ત્યારે જુના ઝગડાનો ખાર રાખીને આરોપી બીપીન સોમાભાઈ ચાવડા નામનો શખસ છરી સાથે ઘરમાં ઘુસીને હુમલો કર્યો હતો અને હાથમાં ઈજા પહોંચાડીને નાશી છુટ્યો હતોહર્ષ પરેશભાઈ મહેતાએ સીટી – એ ડિવિઝન પોલીસમાં બિપીન ચાવડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે IPC કલમ ૩૨૪, ૪૫૨, ૫૦૪, તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર મસિતીયામાં માતમ : અકરમાતમા ઘટનાસ્થળે ૩ લોકોના મોતથી અરેરાટી

0

મસીતીયામાં માતમ : જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત

  • મસીતીયાના એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોતથી અરેરાટી, ઇકો અને ટ્રેકટર વચ્ચે ધડાકાભેર ટક્કર

દેશ દેવી ન્યુઝ તા.૨ ઓક્ટોબર ૨૩ જામનગર જામનગર તાલુકાના મસીતીયા ગામનાના મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશા બાપુ મટારી તેમના પરિવાર સાથે ધોરાજીથી ઇકોમાં પરત આવતા હતા ત્યારે જામનગર-કાલાવાડ હાઇવે પર મોટી માટલી ગામ પાસે ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે મોડી રાત્રે ટક્કર થઇ હતી. અકસ્માતની જાણ થતાં જ મોટી માટલી ગામના સરપંચ સહિત ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

સ્થાનિકો અકસ્માત અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનું પડિકુ વળી ગયું હતું અને એમાં સવાર સૈયદ આમનશા બાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.ગઇકાલ મધરાતે થયેલા ગોઝારા અકસ્માતમાં સૈયદ પરિવારના 3 લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામના અગ્રણીઓ કાસમભાઈ ખફી, ભૂરાભાઈ ખફી તથા ભુટાભાઈ ખફી સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

જામનગરમાં ૨૧ ઓક્ટોબરથી મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી થશે

0

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સીધી ખરીદી કરવામાં આવશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ ઓક્ટોબર ૨૩  ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે, તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩- ૨૪ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. જેમાં, પ્રતિ ક્વિન્ટલ (૧) ડાંગર (કોમન) રૂ.૨૧૮૩, (૨) ડાંગર (ગ્રેડ-એ) રુ.૨૨૦૩, (૩) મકાઈ રુ.૨૦૯૦, (૪) બાજરી રુ.૨૫૦૦, (૫) જુવાર (હાઈબ્રીડ) રુ.૩૧૮૦, (૬) જુવાર (માલદડી) રુ.૩ર૨પ અને (૭) રાગી માટે રુ.૩૮૪૬ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નિર્ધારિત કરવામાંં આવ્યા છે.લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE (વી.સી.ઈ.) અને સંબંધિત ગ્રામપંચાયત મારફતે આગામી તા.૩૧ ઓક્ટોબર સુધીમાં કરવવાની રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેના જરૂરી આધાર-પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭/૧૨, ૮/અની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય, તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામની બેન્ક ખાતાની વિગત, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ અરજી પત્રકની સાથે જોડવાની રહેશે.અત્રે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાથી જે ખેડૂતોએ ઓનલાઈન નામ નોંધણી ના કરાવી હોય, તો તેવા ખેડૂતોને આનો લાભ મળશે નહીં. જિલ્લાના ખેડૂતોને આ તમામ બાબતોની ખાસ નોંધ લેવા માટે, જિલ્લા મેનેજર ગ્રેડ-૨, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી., જામનગરની યાદીમાંં જણાવવામાંં આવ્યુંં છે.*જામનગર જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકો માટે ટેકાના ભાવો જાહેર કરાયા કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ ૨૦૨૩-૨૪માં ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે, તે માટે લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. જેમાં, પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે રૂ.૬૩૭૭, મગ માટે રૂ. ૮૫૫૮, અડદ માટે રૂ.૬૯૫૦, અને સોયાબીન માટે રૂ.૪૬૦૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.આ તમામ પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૨૧ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આ ખરીદીમાં જે ખેડૂતો ઉક્ત પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય, તો તેઓએ આગામી તા.૧૬ ઓક્ટોબર સુધીમાં ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી V.C.E./ વી.સી.ઈ. મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. તેમ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ધાંગધ્રાના ”ડબલ મર્ડર’ કેસમાં જામનગર સહિત ૨૬ દરબારો નિર્દોષ

0

ધાંગધ્રા નજીક ભરવાડ શખ્સોના ડબલ મર્ડર કેસમાં ૨૬ આરોપીઓ નિર્દોષ

  • હળવદ પંથકના ચકચારી ડબલ મર્ડરના કેસમાં મોરબી સેસન્સ કોર્ટનો ચુકાદો
  • મહત્વના સાક્ષીઓ હોસ્ટાઇલ થયા : નજરે જોનાર સાહેદો નથી 
  • ધ્રાંગધાના ઈન્દ્રસિંહ ઝાલા નામના વ્યકિતની હત્યા થયા બાદ તેના બેસણામાં જતા સમયે તંગદીલી સર્જાઇ હતી
  • જૂથ અથડામણમાં રાણાભાઈ અને ખેતાભાઈ ભરવાડની હત્યા થઈ હતી 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ સપ્ટેમ્બર ૨૩ ધ્રાંગધ્રાના અતિ ચકચારી દરબાર જ્ઞાની અને ભરવાડ જ્ઞાતીના ચકચારી ખુન કા બદલા ફુનની ઘટનામાં ભરવાડ રાણા ભલુ ને ભરવાડ ખેતા ભરવાડની હત્યા કેસમાં પકડાયેલા ૨૬ દરબાર આરોપીઓનો કેસ ચાલી જતા મોરબીના મુખ્ય ન્યાયમૂર્તિ પી.સી. બેશીએ તમામ આરોપીઓને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ અગાઉ પોપટ ભરવાડની હત્યા થયેલ જેમાં ઈન્દ્રજીતસિંહ પકડાયેલ ત્યાર બાદ ઈન્દ્રજીતસિંહ જામીન ઉપર છુટતા ભરવાડોએ એક સંપ કરીને તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આ કેસની વિગતમાં ઈન્દ્રજીતસિંહનું બેસણું યોજાયેલ જેમાં જામનગરથી દરબાર જ્ઞાતીના લોકો ગાડીઓ ભરીને ધ્રાંગધ્રા ગયેલ ત્યાં જ ૧૩-૭-૧૭ના રોજ ગોપાલક ધામ મંદિરે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયેલ જયાં બન્ને પણ પથ્થરમારો થયેલ જેમાં ભરવાડ રાણાભાઈ અને ભરવાડ ખેતાભાઈની હત્યા થયેલ આ અંગેની કરીયાદ રામભાઇ ભરવાડે પોલીસ ફરીયાદ નોંધાવેલ પોલીસે ૨૬ દરબાર આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપીઓ બનાવ વખતે હાજર હતા કે કેમ તેવો પણ કોઈ પુરાવો મળી આવતો નથી. તેમજ બનાવમા મરણ પામેલ ખેતાભાઈ નાગજીભાઈ ભરવાડનું મૃત્યુ હાર્ટએટેકના કારણે થયેલાનું પીએમ રીપોર્ટમાં આવેલ અને મહત્વના સાક્ષીઓ હોસ્ટાઈલ થયેલ છે. જે સાક્ષીઓએ જુબાની આપેલ તેઓએ જણાવેલ છે કે બનાવ બન્યા બાદ તેઓ સ્થળ પર આવેલ તેઓએ આવો કોઈ બનાવ નજરે જોયેલ નથી તેમજ આરોપીને સાંકળતો કોઈપણ જાતનો પુરાવો મળી આવતો નથી તેમજ ફરીયાદ પણ પોતાનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ છે. જેથી આરાપીને નિર્દોષ છોડી મુકવા જેઈએનામદાર અદાલત દ્વારા ફરીયાદ પક્ષે રજુ થયેલ પુરાવા તેમજ આરોપી તરની દલીલો તથા આરોપી તરફે રજ ડોડીયા, જીતુભા જાડેજા થયેલ સુપ્રિમ કોર્ટ નથા ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ તમામ ૨૬ દરબાર આરોપીઓ (૧) ગોપાલસિંહ જોધસિંહ શેખાવત (૨) મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદીયો લખધીરસિંહ સોઢા (૩) યોગેન્દ્રસિંહ ભરતસિંહ પરમાર (૪) વિજયસિંહ બટુકસિંહ જાડેજા (૫) મયુરસિંહ ચંદ્રસિંહ સોઢા (૬) કૃષ્ણસિંહ ઉર્ફે મહાકાલ અભેસિંહ ઝાલા (૭) હરીશચંદ્રસિંહ ઉર્ફે ભીખો કનકસિંહ ઝાલા (૮) મહેન્દ્રસિંહ ઉર્ફે કનૈયો રણજીતસિંહ જેઠવા (૯) મહાવીરસિંહ બહાદુરસિંહ જાડેજા (૧૦) દેવેન્દ્રસિંહ મુળુભા જેઠવા (૧૧) અનિરૂધ્ધસિંહ પ્રવિણસિંહ વાઢેર (૧૨) ભરતસિંહ ઉર્ફે ભાણુભા ભીખુભા જાડેળ, (૧૩) ઘનશ્યામસિંહ બચુભા જાડેજા (૧૪) હરદીપસિંહ ઉર્ફે હાર્દીકસિંહ ઉર્ફે ટૂંકો સહદેવસિંહ સોઢા (૧૫) ધ્રુવકુમાર ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજા (૧૬) ધર્મપાલસિંહ ઉર્ફે કુંડી દેવેન્દ્રસિંહ જોડે જા (૧૭) જયદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (૧૮) ગજેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ અજીતસિંહ જાડેજા (૧૯) પૃથ્વીસિંહ દીલીપસિંહ જાડેજા (૨૦) હરદેવસિંહ સુરૂભા પરમાર (૨૧) રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા લાલુભા જાડેજા (૨૨) વિજયસિંહ લાલુભા વાળા (૨૩) ઈશ્વરસિંહ સતુભા જાડેજા (૨૪) ઋષીરાજસિંહ દીલીપસિંહ જાડેજા (૨૫) જયરાજસિંહ વનરાજસિંહ ઉર્ફે જગુભા જાડેજા (૨૬) મહાવીરસિંહ દીલાવરસિંહ ઉર્ફ દીલીપસિંહ રાયજાદા, જામનગર વાળાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આ કામમાં રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મોરબીના જીતુભા જાડેજા સહિતના રોકાયા હતા

જામનગર RTOમાં વાહનોની નવી સીરીઝ માટે ઓનલાઇન ઓકશન થશે

0

જામનગર જિલ્લાના વાહન માલિકો ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની નવી સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ સપ્ટેમ્બર ૨૩ જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર મોટર સાઈકલ પ્રકારના વાહનો માટેની હાલ ચાલુ સીરીજ GJ-10-DS (જીજે-10-ડીએસ) તથા જૂની તમામ ટુ વ્હીલર સીરીજનું સિલ્વર અને ગોલ્ડન નંબર માટે તથા ફોર વ્હીલર માટેની હાલ ચાલુ સીરીજ GJ-10-DR (જીજે-10-ડીઆર) નવી સીરીઝના ગોલ્ડન, સિલ્વર નંબર આમ બંને પ્રકારના નંબરોના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે.આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી ક્રરવાનો સમયગાળો આગામી તા.4/10/2023થી 08/10/2023 બપોરે 4:00 સુધીનો રહેશે. આ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.08/10/2023થી 10/10/2023 સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.10/10/2023 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે.

ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-07 ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત જણાવેલા સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.

પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન રીતે દિવસ-05માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની સર્વે વાહન માલિકોને નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે

દેશ દેવી ઈમ્પેક્ટ : મિશન ‘મંથન’ વિખુટા પડેલ બાળકના વાલી મળી આવતા હાશકારો

0

દેશ દેવી ઈમ્પેક્ટ : મિશન ‘મંથન’ વાલી મળી આવતા હાશકારો

  • નવાગામ ઈન્દીરા સોસાયટીમાંથી ગણેશ વિસર્જનના ડીજે સાથે નાચતું લીમડા લાઇન પહોંચી ગયું
  • ચાર વર્ષનો મંથનને કાલી ભાષામાં માત્ર માતા-પિતાનું જ નામ આવડતું હતું
  • બાળકને રેઢુ છોડતા વાલીઓ માટે લાંલબતી સમાન કિસ્સો:  સદનશીબે કોઈ જાનહાની ન થઈ

દેશ દેવી ન્યુઝ તા.૨૬ સપ્ટેમ્બર ૨૩ જામનગર જામનગર લીમડા લાઇન ટુ વ્હીલરનું ગેરેજ ચલાવતા સંજયસિંહ જાડેજાને માતા પિતાથી વિખુટુ પડી ગયેલ ચાર વર્ષનું બાળક મળી આવ્યું હતું તેના માતાપિતા વિશે પુછતા બાળકે કાલી ભાષામાં માતાનું નામ દિવ્યાબેન અને પિતાનું નામ નિલેશભાઈ જણાવ્યું હતુંજેથી સંજ્યર્સિંહે જાડેજાએ બાળકને સાથે રાખી આજુબાજુના વિસ્તારમાં તપાસ કરેલ પરંતુ તેના વાલી મળી આવેલ નહી જેથી સંજ્યસિંહે દેશ દેવી ન્યુઝ કાર્યલયનો સર્પક કરતા વિખુટુ પડી ગયેલા બાળક અંગેનો અહેવાલ આજરોજ પ્રસિદ્ધ કરતાની સાથે જ ઈન્દીરા સોસાયટીમાં રહેતા બાળકના વાલીનો સંર્પક થતા હાશકારો થયો હતો હાફડો ફાફ્ડો થતો  આખો પરિવાર સ્નેહીઓ સાથે બાળકને લેવા આવી પહોંચતા કરુંણ દ્રશ્યો સર્જાયા હતા.મંથન નામના બાળકના વાલી પાસેથી જાણવા મળતી વિગત મુજબ બાળક બપોરે ૪:૦૦ વાગ્યાની આસપાસ ગણેશ વિર્સજનમાં ડીજેની સાથે નાચતું – નાચતું છેક નવાગામ ઈન્દીરા સોસાયટી શેરી – ૧૦ થી લીમડા લાઇન પહોંચી ગયું હતું ત્રણ કલાકની જહેમત બાદ દેશ દેવીના પ્રસિદ્ધ થયેલ અહેવાલના માધ્યમથી બાળકનું માતા-પિતા સાથે સુખદ મિલન થતા હાશકારો થયો હતો પરીવારે દેશ દેવી ન્યુઝનો આભાર માન્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.