Saturday, October 17, 2026
Home Blog Page 203

જામનગરના જોડીયામાં “સગીરા” ના અપહરણથી ચકચાર

0

જામનગર જિલ્લાના જોડિયા ટાઉન માંથી એક સગીરાનુ અપહરણ

  • મોરબી પંથકનો શખ્સ ઉઠાવી ગયો હોવાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૧૧ ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના જોડીયા ટાઉન માંથી એક સગીરાનુ તાજેતરમાં અપહરણ થઈ ગયું હોવાનું, અને મોરબીનો એક શખ્સ ઉઠાવી ગયો હોવાની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવાતાં પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરાઈ છે.

જોડિયા ટાઉનમાં મોટો વાસ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક તરુણીનું તેણીના ઘેરથી તાજેતરમાં અપહરણ થઈ ગયું હતું. પરિવાર જનો દ્વારા તપાસ કરાવતાં મોરબી જિલ્લાના બેલા ગામનો હૈદર દોસ્ત મહંમદ જામ નામના શખ્સ દ્વારા તેણીનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સગીરાના પિતા નું નિવેદન નોંધી તેની ફરિયાદના આધારે મોરબીના આરોપી હૈદર દોસ્તમામદ જામ સામે અપહરણ અંગે ગુનો નોંધ્યા છે, અને તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો છે.

જામનગરના ધારાસભ્યને ૫૧ હજારનો ‘ચાંદલો’ કરવાનો પ્રયાસ : 3 ઝડપાયા

0

જામનગરના ધારાસભ્ય ને ૫૧ હજારનો ‘ચાંદલો’ કરવા નો પ્રયાસ : ત્રણ ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૧ ઓક્ટોબર ૨૩, જામનગરના એક ધારાસભ્યને પ્રમોશન મળે તે માટે આશીર્વાદ આપવા અમારા ગુરૃજી તત્પર છે તેમ જણાવી એક શખ્સે ફોન કર્યા પછી રૃા.૫૧ હજારના કવરની માગણી કરી હતી. આ શખ્સની વાતચીત ને પારખી ગયેલા ધારાસભ્યએ પોલીસને જાણ કરી છે. જૂનાગઢ થી બોલી રહેલા આ શખ્સના સગડ પોલીસે દબાવ્યા હતા અને ત્રણ ને ઝડપી પડ્યા છે.જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ને છ દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું હતું કે, પોતે એક ગુરૃજીના શિષ્ય છે અને ગુરૃજીએ તમારૃ રાજકીય પ્રમોશન પાક્કુ છે તેવા આશીર્વાદ પાઠવ્યા છે તેમ કહી વાતોની જાળ બિછાવી હતી.

ત્યારપછી પોતે જૂનાગઢ થી બોલતો હોવાનું અને હમણા ગુરૃજી સાથે વાત કરાવું તેમ કહી આ શખ્સે આશીર્વાદ માટે વિધિ કરવી પડશે તેમ કહી હળદર સહિતની ચીજવસ્તુઓ મૂકી ત્રણ કવર તૈયાર કરવા ધારાસભ્યને જણાવ્યું હતું. તે શખ્સે એક કવરમાં રૃા.૫૧ હજાર મૂકવાનું કહેતા ધારાસભ્યએ રૃા.૧૦૧ મૂકીશ તેમ કહેતા આટલા મોટા સમુદાયના ધર્મગુરૃ તમને પ્રમોશન માટે આશીર્વાદ આપી રહ્યા છે .ત્યારે ઓછામાં ઓછા રૃા.૫૧ હજાર મૂકવા પડશે તેમ કહેવાતા આ ધારાસભ્યએ કોઈ ઠગ પોતાની સાથે વાત કરતો હોવાનું અનુમાન કરી આ રકમ પોતે આપી શકે તેમ નથી તેમ કહેતા સામા છેડે રહેલા શખ્સે રૃા.૨૧ હજાર કવરમાં મૂકવા કહ્યું હતું પરંતુ તે રકમ પણ આપવાની ધારાસભ્યએ ના પાડી હતી.ત્યારપછી આ બનાવ અંગે એસ પી ને વાકેફ કરાયા હતા. તેઓએ ઉપરોક્ત વાતચીત પરથી ફોન કરનાર વ્યક્તિના સગડ મેળવવા તપાસ શરૃ કરી હતી .અને આખરે જામનગર પોલીસે ત્રણ શખ્સો ને ઝડપી પડ્યા છે.અને પૂછ પરછ હાથ ધરી છે.

જામનગરમાં મંગળવારે ઘટી ‘અમંગળ’ ઘટના : અકસ્માતમાં પતિ પત્નિના મોત

0

જામનગરમાં મંગળવારે ઘટી ‘અમંગળ’ ઘટના ચંગા પાટીયા નજીક ગોઝારા અકસ્માતમાં પતિ-પત્નિના મોત

  • એક જ પરિવારના અન્ય ત્રણ લોકો ઘાયલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ ઓક્ટોબર ર૩ જામનગરમાં મંગળવારે એક ‘અમંગળ’ ઘટના ઘટતા કરૂણાંતિકા સર્જાઇ છે જેમાં ચંગા પાટીયા નજીક ગોઝારા અકસ્માતમાં પતિ-પત્નિના મોત નિપજયા હતા તેમજ એક જ પરિવારના અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મૃતકોમાં દંપતીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ચંગા ગામના પાટીયા નજીક આજે સવારના સમયે જીજે-05-આરઈ-7078 અને જામનગરની જીજે-10-ડીજે-9234 નંબરની બે કાર સામસામી ધડાકાભેર અથડાતા બંને કારનો આગળના ભાગનો ભુકકો બોલી ગયો હતો. અકસ્માતમાં કારમાં બેસેલા પાંચથી છ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને ત્યાંથી અકસ્માતમાં ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તારણમાં આ અકસ્માતમાં કાંતિભાઈ પોપટભાઈ અને તેમના પત્ની શારદાબેન કાંતિભાઈ નામના દંપતીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અંદાજે ત્રણ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જઇ બંને મૃતદેહોને પીએમ માટે મોકલવા તથા સંપૂર્ણ ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી.

જામનગરમાં 13 વર્ષના તરૂણનું હ્દય થમી ગયું : પરીવારમાં આક્રંદ

0

જામનગરના વેપારી ના મુંબઈ અભ્યાસ કરતા ૧૩ વર્ષના પુત્રનું હૃદય રોગના હુમલા થી નિધન થતાં ભારે ગમગીની

  • મુંબઈથી મૃતદેહને જામનગર લાવ્યા પછી બપોર બાદ તેની અંતિમવિધિ: પરિવારમાં ભારે શોક છવાયો

દેશ દેવી  જામનગર તા ૧૦ ઓક્ટોબર ૨૩, જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચા ના ૧૩ વર્ષની વયના પુત્ર ઓમ નું મુંબઈ માં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાથી ભારે કરુણતા સર્જાઇ છે, અને પરિવારમાં શોક છવાયો છે.સચિનભાઈ નો ૧૩ વર્ષનો પુત્ર ઓમ કે જે મુંબઈમાં અભ્યાસ કરે છે, અને તેને આજે સવારે એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજયું હોવાથી પરિવારમાં ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું છે. આજે તેના મૃતદેહને જામનગર લાવવામાં આવી રહ્યો છે, અને બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટ માંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે આ દુઃખદ સમાચાર ને લઈને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.માત્ર ૧૩ વર્ષની વયના કિશોર ના હ્રદય રોગના હુમલા થી નિધન થતાં પરિવાર ભારે શોકાતુર બન્યો છે.

જામનગરમાં ગાંજાનુ વેચાણ કરતી મહિલા ઝડપાઈ

0

જામનગરમાં નશીલા પદાર્થ ગાંજાનું ગેરકાયદે વેંચાણ કરતી મહિલા ઝડપાઈ

  • એસ.ઓ.જી. ની ટીમે બાવરીવાસ વિસ્તારમાં દરોડો પાડી ૧૩૦ ગ્રામ જથ્થા સાથે મહિલાની અટકાયત કરી: સપ્લાયરનું નામ ખૂલ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦, ઓક્ટોબર ૨૩ દેશી દારૂ સહિતની અનૈતિક પ્રવૃત્તિઓથી ધમધમતા એવા બાવરીવાસ વિસ્તારમાંથી એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક મહિલાની અટકાયત કરી હતી.પોલીસ સુત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ જામનગર શહેરના બાવરીવાસ વિસ્તારમાં રહેતા શાંતાબેન કિશોરભાઈ કોળી નામની મહિલા પોતાના ઝુંપડામાં બહારથી ગાંજો મંગાવી તેનું વેંચાણ કરતી હોવાની બાતમીના આધારે પંચોને હાજર રાખી ઉપરોકત સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.એસ.ઓ.જી. ની ટિમ દ્વારા ઝુંપડાની ઝડતી તપાસ હાથ ધરતાં લોખંડની પેટીમાંથી ૩૧ નાની અને એક મોટી પ્લાસ્ટીકની કોથળીઓમાં ૧૩૦ ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.જયારે આ ગાંજો કોની પાસેથી લાવ્યો હતો, તે બાબતે પુછપરછ કરતાં તેણીએ આ ગાંજાનો જથ્થો ધરારનગરમાં રહેતા અવધેશકુમાર નામનો પરપ્રાંતીય શખ્સ આપી ગયો છે,જે હું અહીં છુંટક વેંચાણ કરુ છું. તેવી હકીકત જણાવતાં પોલીસે તેની અટકાયત કરી એન.ડી.પી. એસ. એકટ-૪૨ મુજબ ગુનો નોંધી ગાંજાનો જથ્થો આપનાર અવધેશ કુમારને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

જામનગર શહેરમાં ફટાકડા વેચવાનું લાઈસન્સ મેળવવા માટે અરજી કરી શકાશે

0

જામનગર શહેરમાં ફટાકડા વેચવાનું લાઈસન્સ મેળવવા માટે અરજી કરી શકાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૯ ઓક્ટોબર ૨૩ આગામી દિવાળી-નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને તા.૩ થી તા.૧૨ નવેમ્બર દરમિયાન મર્યાદિત જથ્થામાં ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શેડ ઉભા કરી ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓને નિયમોનુસાર ભાડું વસૂલ કરી ડ્રો પદ્ધતિથી પ્લોટ ફાળવવામાં આવશે.લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓએ નિયત નમૂનામાં જરુરી આધાર પુરાવા સાથેની અરજી મામલતદાર જામનગર (શહેર) ની કચેરી, મહેસૂલ સેવા સદન, પહેલો માળ, શરુ સેક્શન રોડ ખાતે તા.૩૦ ઓક્ટોબર સુધીમાં ઉક્ત કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે. અરજી પત્રક રજૂ કર્યા બાદ તપાસનીશ અધિકારીઓના અભિપ્રાય મેળવીને પરવાનો આપવા અંગે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.આગામી તા.૩૦ ઓક્ટોબર બાદ રજૂ થયેલા ફટાકડાના લાયસન્સ અંગેની મળેલી અરજીઓ પર કોઈપણ સંજોગોમાં વિચારણા કરવામાં આવશે નહીં. જેની નોંધ લેવા માટે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જામનગર શહેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ખંભાળિયાના કમિશન એજન્ટ આપઘાત પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયા

ખંભાળિયાના કમિશન એજન્ટ આપઘાત પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૯ ઓક્ટોબર ૨૩ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા એક આહીર આધેડે ગત તારીખ 3 ના રોજ ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લેતા આ પ્રકરણમાં મૃતકના પુત્રી દ્વારા માંગરોળ, જુનાગઢ વિગેરે ગામે રહેતા કુલ સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ખંભાળિયા પંથકમાં ભારે ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેડૂતો પાસેથી મગફળી સહિતની ખેતપેદાશો લઈ અને કમિશનથી વેચી આપતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા નામના 50 વર્ષના આહીર આધેડ દ્વારા કેટલાક વેપારીઓને અહીંથી ખેતપેદાશ મોકલી દીધા બાદ તેમને આ રકમ ન મળતા આર્થિક સંકડામણમાં આવી જતા તેમણે ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો હતો.આ અંગે મૃતક ભાયાભાઈની પુત્રીએ માંગરોળ તાલુકાના બામણવાડા ગામે રહેતા રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા તેમના પુત્ર ક્રિષ્ના ઉપરાંત મૂળુભાઈ બાબુભાઈ પિઠીયા, અજય બાબુભાઈ પિઠીયા તેમજ સંજય બારડ અને મુકેશ સામે આશરે રૂપિયા બે કરોડથી વધુ રકમ મેળવી લીધા બાદ આ રકમ મૃતક ભાયાભાઈને આપવામાં ગલ્લા તલ્લા કરવા ઉપરાંત તેમને મારી નાખવાની ધમકી આપી હોવાથી કંટાળીને આર્થિક મંદીમાં ઘેરાઈ ગયેલા ભાયાભાઈ જગાભાઈ ચાવડાએ આપઘાત કરી લીધો હતો.આત્મહત્યા કરવા પૂર્વે તેમણે વિડીયો બનાવીને વાઇરલ પણ કરતા આ અંગે પોલીસે રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા, ક્રિષ્ના રમેશભાઈ પિઠીયા, મૂળુભાઈ બાબુભાઈ પિઠીયા, અજય બાબુભાઈ પિઠીયા, રોહિત તથા સંજય બારડ અને મુકેશ નામના સાત વ્યક્તિઓ સામે આઈપીસી કલમ 306, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અહીંના પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા વિવિધ દેશોમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

જે અંગેની તપાસમાં પોલીસે મુખ્ય આરોપી રમેશ પિઠીયા, તેમના પુત્ર ક્રિષ્ના ઉપરાંત તેમના ભાણેજ મુકેશ મેરામણ નંદાણિયાની વિધિવત રીતે અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા આરોપીઓને આજરોજ સાંજે અહીં અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ ધરપકડ માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

જામનગર રામેશ્વરનગરમાં રાત્રે તસ્કરો ઘૂસ્યો : મહિલાએ બુમો પાડી તો લાંફા માર્યાં

0

જામનગરના રામેશ્ર્વરનગરમાં રાત્રે તસ્કરો ઘૂસ્યો, મહિલાએ બુમો પાડી તો તેને લાંફા મારી ફરાર થઇ ગયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ ઓક્ટોબર ૨૩: જામનગર શહેરમાં રામેશ્ર્વરનગર ક્રિષ્નાપાર્ક શેરી નં.3 માં રહેતાં તબસુમબેન ઈસ્લામ ઉર્ફે સોનુભાઈ કાદરી નામના મહિલાના મકાનમાં શનિવારે રાત્રિના સમયે તેના જ વિસ્તારમાં રહેતો જયેશ ઉર્ફે સાગર રાઠોડ નામનો શખ્સ બે દિવસ પહેલાં રાત્રિના સમયે મહિલના ઘરમાં દરવાજો ખોલી ગેરકાયદેસર ઘુસ્યો હતો. તે સમયે તબસુમબેન જાગી જતા બુમાબુમ કરતા જયેશે મહિલાને લત મારી પાડી દીધી હતી અને ત્યારબાદ ત્રણ ફડાકા મારતા મહિલાએ વધુ રાડારાડી કરી હતી.જેથી અવાચક થઈ ગયેલો જયેશ મહિલાના રૂમમાંથી દોડીને સીડીના પગથિયા વાટે નીચે ઉતરતો હતો તે દરમિયાન આઈશાબેનને ધકકો મારી પાડી દીધા હતાં અને મકાનમાંથી નાશી જવા માટે દિવાલ પરથી કુદકો મારી નીચે પટકાતા જયેશ ઉર્ફે સાગર રાઠોડને પગમાં ઈજા પહોંચી હતી તેમ છતાં જયેશ નાશી જવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ આ ઘટના અંગે મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.એન.જાડેજા તથા સ્ટાફે જયેશ ઉર્ફે સાગર રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

Pinco Casino Зеркало Новые Возможности Игрового Процесса

0



Pinco Casino Зеркало Новые Возможности для Игроков


Pinco Casino Зеркало Новые Возможности Игрового Процесса

Обратите внимание на новое предложение, которое значительно улучшит ваш игровой опыт. Существует способ обойти ограничения и наслаждаться всеми любимыми играми в любое время. Это связано с уникальным ресурсом, который уже успел зарекомендовать себя среди пользователей.

Используя Pinco зеркало, вы можете получить доступ ко всем функциям платформы без регуляторных преград. Теперь вам не нужно будет беспокоиться о блокировках и проблемах с входом на сайт. Это означает, что ваши любимые слоты и настольные игры всегда будут под рукой.

Каждый новый день приносит игрокам возможности, о которых стоит знать. Разнообразие бонусов и акций на альтернативной версии ресурса несомненно станет приятным дополнением к вашему игровому процессу. Убедитесь, что вы воспользуетесь шансом получить дополнительные привилегии, просто используя предоставленные инструменты.

Как получить доступ к зеркалу Pinco Casino?

Чтобы получить доступ к альтернативной версии сайта, откройте браузер и введите актуальный адрес. Обычно ссылка обновляется, когда основной ресурс становится недоступным.

Если вы не знаете, где искать, обратитесь к официальным источникам или надежным форумам. Там всегда делятся рабочими URL, обновляемыми пользователями.

Не забывайте, что при попытках зайти на измененный сайт важно использовать актуальную версию браузера. Проверьте, чтобы ваш софт был обновлен до последней версии для максимальной безопасности.

Следите за аккаунтами в социальных сетях, если они есть, там часто публикуют новости и ссылки на доступ к необходимым ресурсам. Это поможет не терять время и всегда быть в курсе событий.

Некоторые пользователи предпочитают использовать VPN-сервисы для обхода блокировок. Выбрав надежный провайдер, можно гарантировать доступ к желаемому порталу из любой локации.

Также обратите внимание на расширения для браузеров, которые помогают маскировать ваш IP-адрес. Это может оказаться полезным в случае нестабильного подключения.

Советуем сохранять рабочую ссылку, чтобы впоследствии быстро подключаться, не теряя времени на поиски. Существуют специальные приложения для управления паролями, которые помогут вам хранить эту информацию в одном месте.

Если все эти методы не дают результата, попробуйте очистить кэш браузера. Иногда старые данные могут мешать вам получить доступ к актуальным ресурсам.

Недоступные функции и бонусы в зеркале Pinco Casino

Пользователи, открывшие доступ через альтернативный ресурс, могут столкнуться с ограничениями, касающимися акций и предложений. Часто временные специальные предложения недоступны, что делает участие в выгодных акциях затруднительным.

Проблемы с депозитами и withdrawals

Некоторые варианты пополнения счета могут отсутствовать. Например, использование определённых электронных кошельков или банковских услуг может быть отключено, что создает дополнительные трудности при финансовых операциях.

  • Ограниченные способы ввода средств.

Важное замечание: бонусы на первый депозит могут не активироваться через альтернативный доступ. Таким образом, вы лишаетесь возможности быстро увеличить свой банкролл. Чтобы избежать разочарования, всегда проверяйте условия перед регистрацией.

Поддержка и обратная связь

В некоторых случаях игроки могут заметить замедление работы службы поддержки. Ответы могут поступать позже, а доступ к помощи в реальном времени может быть ограничен. Это особенность, которая не всегда очевидна, пока не возникнут проблемы.

  • Проблемы с идентификацией аккаунта.
  • Долгое ожидание ответов на запросы.

Согласно отзывам, отсутствие доступа к полному спектру деталей по акциям является распространенной проблемой, которая может создать серьёзные препятствия для выигрыша. Позаботьтесь об этом заранее, чтобы избежать неприятностей в будущем.

Некоторые события, турниры и конкурсы могут отсутствовать на альтернативных ресурсах. Пропуская их, вы упускаете возможность увеличить свой выигрыш или получить дополнительные призы.

Преимущества использования зеркала для игроков Pinco Casino

Для участников, стремящихся получать непрерывный доступ к своим любимым азартным развлечениям, использование альтернативного адреса сайта станет оптимальным решением. Этот подход обеспечивает стабильное соединение даже в условиях блокировок, гарантируя, что игроки не пропустят ни одной захватывающей игры.

Заменяемый ресурс также предлагает возможность быстрого доступа к эксклюзивным акциям и бонусам. Нередко владельцы платформы запускают специальные предложения, доступные только через альтернативные ссылки, что позволяет увеличить шанс на выигрыш. Не упустите шанс воспользоваться такими предложениями!

Для частых пользователей важен не только доступ, но и сохранение личных данных. Альтернативные адреса предлагают такие же уровень безопасности, как и основной сайт, что создаёт комфортные условия для игры. Убедитесь, что вы проверяете актуальные ссылки на официальных ресурсах или у надежных источников.

Преимущества Описание
Постоянный доступ Обход блокировок и отсутствие зависаний.
Эксклюзивные предложения Бонусы и акции, доступные только на запасных ресурсах.
Высокий уровень безопасности Защита личной информации и финансовых транзакций.

Использование альтернативного адреса также предоставляет возможность отследить собственные победы и участие в турнирах. Геймеры могут оставаться в курсе всех новых акций и событий на платформе, что формирует увлекательный игровой опыт.

Участникам следует постоянно обновлять информацию о работающих адресах, подписываясь на рассылки или следя за социальными сетями. Таким образом, получится избежать проблем с доступом и получать максимальное удовольствие от всех игровых процессов.


જામનગર પોલીસ અને RT0 દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવા-સલામની કેમ્પ

0

જામનગર પોલિસ અને RTO દ્વારા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓની સલામતી માટે સેવા કેમ્પ શરૂ કર્યો દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬ ઓક્ટોબર ૨૩ દર વર્ષે જામનગર સહિત ગુજરાતભરમાંથી પદયાત્રિઓ ચાલીને માતાના મઢ જાય છે તેવામાં જામનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો અલગ – અલગ સંઘ દ્વારા પગપાળા ચાલીને દેશ દેવી આશાપુરાને શીશ નમાવવા કચ્છ પહોંચે છે. તેવામાં જામનગર પોલિસ અને આરટીઓ દ્વારા સલામતી કેમ્પનું આયોજન કર્યું છે.

જેમા પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસ અને RT0 આગળ આવી ખાસ વ્યવસ્થા કરી છે.લાખોની સંખ્યામાં પદયાત્રીઓ કચ્છ માતાના મઢ ચાલીને જાય છે.અને આ રસ્તા પર વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં હોવાથી દર વર્ષે ખાસ કરીને રાત્રી દરમિયાન આ પદયાત્રીઓને અકસ્માત નળવાના પણ ઘણા બનાવો સામે આવે છે. અને કેટલાક પદયાત્રીઓ મોતને પણ ભેટે છે.જે અટકાવી શકાય તે માટે જામનગર પોલીસ દ્વારા રાત્રી દરમિયાન ચાલતા પદયાત્રીઓના કપડા તથા સામાન પર રેડિયમ રિફ્લેકટર લગાવવામાં આવે છે. જેથી રાત્રીના અંધારામાં વાહન ચાલકોને આ રેડિયમ રિફ્લેકટર દ્વારા ખ્યાલ આવે કે અહીંયા લોકો ચાલીને જઈ રહ્યા છે જેથી અકસ્માત થતા અટકાવી શકાય, પોલિસ દ્વારા અકસ્માતના બનાવ અટકાવવા માટે સલામતીનું યોગ્ય સૂચન આપવામાં આવે છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.