જામનગરમાં કરોડો ની સી જી એસ ટી ચોરી કેસ મા આરોપી ની જામીન અરજી ફરી વખત ‘ના’ મંજૂર
- લીમડા લાઇનમાં.મે. પટેલ મોબાઇલ વર્લ્ડના માલિક મેસર્સ, જિયા ટેલિકોમ માં રાજકોટ સેન્ટ્રલ GST ટીમ ત્રાટકી હતી
- સરકાર પક્ષે સ્પે.પબ્લિક પ્રોસિકયુટર હષિદાબેન. ડી જોષીની ધારદાર દલીલ

જામનગર તા.૧૩ ઓક્ટોબર ૨૩ , જામનગર ના એક મોબાઇલ ના શો રૂમના સંચાલક ની રૂપિયા ૩૪.૪૪ કરોડની સીજીએસટી ચોરી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેણે જામીન ઉપર મુક્ત થવા અરજી કરતા અદાલતે તેની જામીન અરજી ના મંજૂર કરી છે.

જામનગર નાં લીમડા લાઈન વિસ્તારમાં મે. પટેલ મોબાઇલ વર્લ્ડ નાં માલિક મેસર્સ જિયા ટેલિકોમ તથા અન્ય પેઢી નાં નામ થી વ્યવસાય કરે છે . તેમણે બોગસ પેઢી ઊભી કરી ને કરોડો રૂપિયા ની સી જી.એસ ટી ની ચોરી કરી હતી.જે અંગે ની બાતમી નાં આધારે સી જી એસ ટી – રાજકોટ ની ટીમે ગત તાં ૨૧/૯/૨૩ નાં રોજ દરોડો પાડી ને શો રૂમ સંચાલક ની ધરપકડ કરી હતી.અને આરોપી ને અદાલત મા રજૂ કરવામાં આવતા તેને જ્યુડીશિયલ કસ્ટડી મા મોકલી આપવા આદેશ થયો હતો.
આ પછી આરોપી એ તાં. ૨૨/૯/૨૩ નાં ચીફ જયુડિ.મેજી. સમક્ષ જામીન અરજી કરી હતી.જે ‘ના’ મંજૂર થવા પામી હતી. આ પછી સેશન્સ કોર્ટ માં જામીન અરજી કરવામાં આવતા ત્રીજા એડી.સેશન્સ જજ એ આર વ્યાસ એ પણ જામીન અરજી રદ કરી છે.આ કેસ મા સરકાર પક્ષે સ્પે.પબ્લિક પ્રોસિકયુટર હષિદાબેન ડી. જોષી એન્ડ એસોસિયેટ્સ રોકાયા હતા.


દેશ દેવી ન્યુઝ જામનગર : તા ૧૨ ઓક્ટોબર ૨૩ આસો મહિનાની નવરાત્રિ એટલે માઁ ની આરાધનાના દિવસો. ત્યારે હવે આસો મહિનાના નોરતાની શરૂઆત થવાને આડે માત્ર ત્રણ દિવસ બાકી રહયા છે. ત્યારે માઈભકતો તેમજ ખેલૈયાઓ
માં નોરતાની ઉજવણી કરવા થનગનાટ જોવા મળી રહયો છે. હાલ ખાસ કરીને સાક્ષાત માતાજીનું સ્વરૂપ ધારણ કરતી નાની બાળાઓ માતાજીના ગરબા રમવા મોડીરાત્રિ સુધી પ્રેકટીસ કરી રહી છે. આ ઉપરાંત જામનગર શહેરમાં અને આસપાસના હાઇવે હોટલ- ખાનગી પ્લોટ સહિતના વિસ્તારમાં ૧૦ થી વધુ જગ્યાએ અર્વાચીન ગરબાઓ પણ થવાના છે. ત્યારે હાલ તો જામનગર શહેરમાં છેલ્લા પાંચ દિવસથી વેલકમ નવરાત્રિ કરવા માટે રાત્રિના આયોજનો શરૂ થઈ ગયા છે.

