Saturday, October 17, 2026
Home Blog Page 201

જામનગરમાં તસ્કરોને મોકળું મેદાન : પાંચ તોલા સોનું એક કિલો ચાંદી ઉઠાવી ગયા

0

જામનગર નાં બેડેશ્વર વિસ્તારમાં બંધમકાન ને નિશાન બનાવતા તસ્કરો

  • પાંચ તોલા સોના નાં અને એક કિલો ચાંદી નાં ઘરેણા સાથે પાંચ હજાર ની રોકડ ઉઠાવી ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર તાં ૧૫ ઓક્ટોબર ૨૩ જામનગર શહેર જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ તેમજ વાહન ચોરી વાહન જેવા ગુના નું પ્રમાણ વધ્યું છે .ત્યારે વધુ એક ઘરફોડ ચોરી નો બનાવ બનવા પામ્યો છે. શહેર ના બેડેશ્વર વિસ્તારમાં એક બંધ મકાન માંથી તસ્કરો રૂપિયા ૧,૧૨.૦૦૦ ની કિંમત ની માલમત્તા ની ચોરી કરી લઇ ગયા ની પોલીસ માં ફરિયાદ નોંધાઇ છે.જો કે બે અઠવાડિયા પહેલાં નાં બનાંવ અંગે આજે પોલીસે ફરિયાદ નોંધી છે.

જામનગર શહેર ના બેડેશ્વર વૈશાલી નગર શેરી નંબર પાંચ માં રહેતા કિશનભાઇ કાનાજીભાઈ રોશિયા ગત તાં.૩૦/૮/૨૩ ના પોતાના મકાન ને બંધ કરીને બહાર ગામ ગયા હતા અને તારીખ. ૨/૧૦/૨૩ નાં પરત ફર્યા હતા. આમ બે દિવસ બંધ રહેલા તેમના મકાન ને કોઈ તસ્કરો એ નિશાન બનાવ્યું હતું. તેના બંધ મકાનમાં તાળા – નકૂચા તોડી ને તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા . અને રૂપિયા એક લાખની કિંમતના પાંચ તોલા વજનના સોનાના ઘરેણા રૂ.૭૦૦૦ ની કિંમત નાં ૧ કિલો ચાંદી ના ઘરેણા અને ૫૦૦૦ ની રોકડ રકમ મળી કુલ રૂ.૧,૧૨,૦૦૦ ની માલમત્તા ચોરી કરી લઇ ગયા હતા.આ બનાવની જાણ થતા જ કિશનભાઇ રોશિયા એ પોલીસ ને જાણ કરતા પોલીસ કકાફલો દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી .જો કે ચોરી નાં બે સપ્તાહ પહેલા નાં આ બનાવ અંગે પોલીસે ગઇકાલે ફરિયાદ નોંધી હતી.હવે ટૂંક સમય માં આ ચોરી નો ભેદ ઉકેલાઇ જશે.

જામનગરમાં કારખાનાદારને અર્ધી રાત્રે મારીને લૂંટી લેવાયો

0

જામનગર નજીક લાખાબાવળ વિસ્તારમાં આવેલા દાનિશ બંગલોમાં અડધી રાત્રે ત્રણ લૂંટારુઓ ત્રાટકયા

  • કારખાનેદાર પ્રૌઢ ના માથામાં પથ્થર મારી સોનાના ચેઇન-રોકડ રકમ અને ઘડિયાળ સહિતની માલમત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા
  • કારખાનેદાર પ્રૌઢને માથામાં ઇજા થઈ હોવાથી ૧૫ ટાંકા લેવા પડ્યા: પોલીસ દ્વારા લૂંટારૂઓને પકડવા કોમ્બિંગ કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ ઓક્ટોબર ૨૩ જામનગર નજીક લાખાબાવળ ગામમાં આવેલા ધાનિશ બંગલોમાં ગઈ રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં ત્રણ લૂંટારુઓ ત્રાટકયા હતા, અને બંગલામાં હાજર રહેલા કારખાનેદાર ના માથા પર પથ્થર મારી હુમલો કરી દીધો હતો, અને માથું ફોડી નાખ્યું હતું.જેથી ૧૫ ટકા ટાંકા લેવા પડ્યા હતા, દરમિયાન કારખાનેદાર વેપારીના ગળામાંથી સોનાના ચેઇન, ઘડિયાળ અને રોકડ રકમ સહિત રૂપિયા અડધા લાખની માલમતાની લૂંટ ચલાવી ભાગી છુટયા હતા. જે લૂંટારોઓને પકડવા માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં ધાનિશ બંગલો નંબર ૧૦ માં રહેતા અને દરરોજ વિસ્તારમાં કારખાનું ધરાવતા જયદીપભાઇ મનસુખભાઈ ગોરેચા નામના ૫૮ વર્ષના કારખાનેદાર, કે જેઓ ગત શુક્રવારની રાત્રિના ત્રણેય વાગ્યાના અરસામાં પોતાના બંગલામાં સુતા હતા. જે દરમિયાન ત્રણ અજાણ્યાલૂંટારુઓ બંગલામાં ઘૂસી આવ્યા હતા.
તેઓનો અવાજ થવાથી જયદીપભાઇ જાગી ગયા હતા, અને તેઓએ પડકાર કરતાં ચોરી લૂંટ ના ઇરાદે ઘરમાં ઘુસી આવેલા લૂંટારૂઓએ તેમના માથામાં પથ્થર વડે હુમલો કરી દીધો હતો, જેથી તેઓ લોહી લૂહાણ થયા હતા. અને માથામાં ૧૫ ટાંકા લેવા પડ્યા છે.ત્યારબાદ જયદીપભાઇના ગળામાંથી સોનાના ચેઇન ની લૂંટ ચલાવી હતી. ઉપરાંત ઘરમાં રાખેલા લેપટોપના થેલામાંથી રૂપિયા ૨૫,૦૦૦ની રોકડ રકમ અને પાંચ નંગ ટાઈટન કંપનીની ઘડિયાળ વગેરે સહિત રૂપિયા ૪૮,૦૦૦ ની માલમતા ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. ઉપરોકત લુંટના બનાવ અંગે જયદીપભાઈ એ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને લૂંટારુઓ ને પકડવા માટે કોમ્બિંગ હાથ ધર્યું છે.

જામનગરમાં ત્રણ સ્થળે ઝડપાયું ‘મીઠું ઝેર’

0

જામનગર માં ત્રણ સ્થળે થી ૨૧૮૦૫ નંગ નશાકારક ચોકલેટનો જથ્થો કબજે કરતી SOG

દેશ દેવી ન્યુઝ જામનગર તાં. ૧૪ ઓક્ટોબર ૨૩  જામનગરમાં નશાકારક ચોકલેટ નું વેચાણ થતું હોવા ની બાતમીનાં આશરે એસ ઓ જી.પોલીસ સ્ટાફે ત્રણ સ્થળો એ દરોડા પાડી ૨૧૮૦૫ નંગ નશાકારક ચોકલેટ નો જથ્થો જપ્ત કર્યો હતો. જામનગર પોલીસ ની એસ ઓ જી શાખા ના પોલીસ ઇન્સ્પેક્ટર બી એન ચૌધરી અને પોલીસ સબ ઈન્સ. જયદીપસિંહ પરમાર ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે શેરી નંબર ૫૮ નાં હિંગળાજ ચોક માં ઉમંગ પાન એન્ડ કોલ્ડિંગકસ નામની દુકાનના માલિક ઉમંગ અનિશભાઈ નંદા તથા એ જ વિસ્તારમાં આવેલ પાયલ પાન નામની દુકાનના માલિક ડાડુભાઇ કરસનભાઈ ચંદ્રાવડીયા પોતાની દુકાનમાં નશાકારક ચોકલેટ રાખી તેનું વેચાણ કરે છે. આથી પોલીસ સ્ટાફ પડ્યો હતો.અને ૪૪૫ નંગ નશાકારક ચોકલેટ નો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થો રામસી લાખાભાઇ ગોજિયા એ સપ્લાય કર્યો હોવાનું જાણવા મળતા તેના નિવાસ્થાને દરોડો પાડી ત્યાંથી ૨૧૩૬૦ નંગ નશાકારક ચોકલેટ નો જથ્થો મળી આવતા તે પણ કબ્જે લેવાયો હતો.આમ પોલીસે કુલ રૂપિયા ૩૪૩૦૩ ની કીમતની ૨૧૮૦૫ નંગ નશાકારક ચોકલેટ નો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર : કાલાવડ પંથકમાં નવરાત્રીની પ્રારંભ પૂર્વે મેઘરાજાની રાસલીલા

0

કાલાવડ પંથકમાં નવરાત્રીની પ્રારંભ પૂર્વે મેઘરાજાની રાસલીલા

  • બે કલાક દોઢ ઇંચ વરસાદ પડી જતાં દાંડિયા ખેલૈયાઓ ચિંતાતુર બન્યા
  • સંચાલકો દ્વારા તાલપતરી, છત્રી, રેન કોર્ટ પાછા કઢાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪, ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં નવરાત્રીના પ્રારંભ પહેલાં શુક્રવારે મોડી સાંજે મેઘરાજાની રાસલીલા જોવા મળતાં દાંડિયા ખેલૈયાઓ ચિંતાતુર બન્યા હતા. બે કલાકમાં ધોધમાર દોઢ ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્યા છે.જામનગર જિલ્લાના અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, અને માત્ર બે કલાકના સમયગાળામાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. જેથી નદી નાળામાં ફરીથી પાણીના પૂર આવ્યા હતા.કેટલાક ખેડૂતોના તૈયાર માલ ને પણ નુકસાની થઈ હોવાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. કાલાવડ નજીક મોટા પાંચ દેવડા ગામમાં પણ ગઈકાલે પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો.જામનગર જિલ્લામાં આવતીકાલતે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે એકાએક કાલાવડ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ જતાં દાંડિયા ખેલૈયાઓ ચિંતાતુર બન્યા છે. જોકે આજે સમગ્ર જામનગર જિલ્લામાં વાતાવરણ ખુલ્લું છે, અને વરસાદ ના કોઈ સગડ મળ્યા નથી.

જામનગર નવાગામ ઘેડમાં તારા ઘરના દારૂ વેંચવાની કેમ ‘ના’ પાડે છે : કહી લમધાર્યો

0

જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારનો બનાવ : તારા ઘરના અમને દારૂ વેંચવાની કેમ ના પાડે છે? તેમ કરી યુવાનનો પગ ભાંગી નાખ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૪ ઓક્ટોબર ૨૩જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં એક રિક્ષા ચાલક યુવાન પર તમારા ઘરના અમને દારૂ વેંચવાની કેમ ના પાડે છે? તેમ કહી એક મહિલા સહિત ચાર શખસોએ લોખંડના પાઈપ, ધોકા વડે હુમલો કરી અસ્થિભંગની ઈજાઓ પહોંચાડી હોવાનો બનાવ સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયો છે.પોલીસ સુત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારના જાસોલિયા સોસાયટીમાં રહેતા અમીરભાઈ અલ્લારખા સાટી નામનો ૩૪ વર્ષિય રિક્ષા ડ્રાઈવર ગત તા. ૩૦.૯. ૩૦૨૩ના રોજ રાત્રિના સવા આઠ વાગ્યાના અરસામાં તેમના પાટલા સાસુ હસીનાબેનના ઘરે ધાર્મિક પ્રસંગે હાજરી આપવા જતો હતો, તે દરમિયાન નવાગામ સ્કૂલ પાસે યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે યુવરાજસિંહે તેને રોકીને કહેલું કે તારા ઘરના અમને દારૂ વેંચવાની કેમ ના પાડે છે? તેમ કહી ઝઘડો કરી યુવરાજસિંહે લોખંડના પાઈપથી જમણા પગમાં એક ઘા માર્યો હતો. અને યુવરાજસિંહ માતા સજજનબા તથા યુવરાજસિંહના મોટા ભાઈ કિરીટસિંહ અને તેના મામા જુવાનસિંહે લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારતાં માણસો ભેગાઈ થઈ જતાં ત્યાંથી ભાગી ગયા હતા.ત્યાર બાદ ઘવાયેલા આમીરભાઈને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેને અસ્થિભંગની ઈજાઓ થવાથી સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવતાં તેણે સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં ઉપરોકત ચારેય શખ્સો વિરૂદ્ધ IPC કલમ-૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ  કલમ  ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ચારેય શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરના વિભાપરમાં રહેતી પરણિતાને સાસરીયાઓનો ત્રાસ : ઘરમાથી કાઢી મૂકી

0

જામનગર નજીક વિભાપરમાં રહેતી પરણીતાને મોરબીમાં રહેતા સાસરિયાઓનો ત્રાસ: ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪,ઓક્ટોબર ૨૩ જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતી એક પરણીતા ને મોરબીમાં રહેતા તેણીના સાસરીયાઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. મહિલા પોલીસ સ્ટેશન નો સ્ટાફ વધુ તપાસ ચલાવે છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક વિભાપર ગામમાં રહેતી અને મોરબી પરણાવેલી સોનલબેન વિજયભાઈ પરમાર નામની ૩૫ વર્ષની મહીલા એ જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં આવીને પોતાને મારકુટ કરી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ વિજય નાથાભાઈ પરમાર, સાસુ ચંપાબેન નાથાભાઈ પરમાર, જેઠ હિંમતભાઈ નાથાભાઈ પરમાર અને જેઠાણી હંસાબેન હિંમતભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.લગ્નના પ્રથમ અઠવાડિયાથીજ સાસરા પક્ષના ચારેય સભ્યોએ ઘરમાં નાની નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, અને વારંવાર ઝઘડાઓ કરવામાં આવતા હતા.જેથી સોનલબેન આખરે પોતાના માવતરે રહેવા વિભાપર આવી ગઈ હતી, અને મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો છે.

જામનગરમાં સખીમંડળના ગરબાએ આર્કષણ વધાર્યું

0

જામનગરના સખી મંડળની બહેનોએ ડિઝાઇન કરેલા ગરબા બન્યા લોકોના આકર્ષણનું કેન્દ્ર

  • ડીઆરડીએ અને જીએલપીસી દ્વારા જામનગરની સ્વ સહાય જૂથોની બહેનોને વિના મૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવતાં મહિલાઓ સ્વનિર્ભર બની રહી છે
  • ગામડાની મહિલાઓને બહાર નીકળી રોજગારી મેળવવાની તક આપવા બદલ સરકારનો આભાર : બિરાજબેન છાપીયા (અંબિકા સ્વ સહાય જુથના સભ્ય)

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ ઓક્ટોબર ૨૩, નવરાત્રીમાં માટીના ગરબાનું અનોખું મહત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ પંચ મહાભૂત કહેવાતી માટીમાં શક્તિનો વાસ હોય છે. આથી નોરતામાં માટીનો ગરબો રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટીના ગરબા બનાવવા પાછળ ગરબા બનાવનાર અને તેમાં ડિઝાઇન કરનાર લોકોની ઘણી મહેનત હોય છે. અગાઉ માટીમાંથી બનાવેલા ગરબાનું નવરાત્રિના સમય દરમિયાન બહેનો દ્વારા ઘરમાં સ્થાપન કરીને તેની પૂજા કરવામાં આવતી હતી. આજના આધુનિક યુગમાં પણ ગુજરાતીઓએ પોતાની આ પરંપરા જાળવી રાખીને બદલતા જતાં યુગને અપનાવ્યો છે. જેની સાથે નવરાત્રિના તહેવાર દરમિયાન અવનવી ડિઝાઇન અને રંગબેરંગી ગરબાઓ બહેનોની પસંદગી બન્યા છે. જામનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ થકી બહેનો રોજગારી મેળવી શકે તે હેતુથી ખોડિયાર કોલોની વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં સ્વ સહાય જૂથોની બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અને લોન તેમજ અન્ય સહાય પણ આપવામાં આવી છે. જેના થકી બહેનો સ્વનિર્ભર બની રહી છે. નવરાત્રી અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગરબા, ચણિયાચોળી, જ્વેલરી તેમજ ગૃહ શુશોભનની બહેનોએ બનાવેલી વસ્તુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નવરાત્રિનો તહેવાર આવી રહ્યો હોવાથી અંબિકા સ્વ સહાય જૂથોની બહેનો દ્વારા વિવિધ ડિઝાઇનના ગરબાઓ બનાવવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના મોખાણા ગામે ૧૦ બહેનો થકી ચાલી રહેલ અંબિકા સ્વ સહાય જુથના સભ્ય બિરાજબેન છાપીયા જણાવે છે કે તેમના ગ્રૂપની બહેનો દ્વારા વિવિધ વસ્તુઓ ઉપર શુશોભન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિનો તહેવાર હોય તેઓ માતાજીના ગરબા ઉપર અવનવી ડિઝાઇન કરી ગરબા શણગારવાનું કામ કરી રહ્યા છે. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની હેઠળ વિનામૂલ્યે સ્ટોલ ઊભા કરી આપવામાં આવ્યા છે. અને આ સ્ટોલ પર ગરબાનું વેચાણ કરી સ્વનિર્ભર બન્યા છે. તેઓ વધુમાં જણાવે છે કે, અમે ગામડાઓમાં આ પ્રકારની કામગીરી કરીએ તો વ્યાપક ઓળખ ન મળે પરંતુ સરકારના પ્રયાસો દ્વારા ગામડાની મહિલાઓ શહેરોમાં પોતાની કળા અને આવડત દ્વારા રોજગારી મેળવી રહી છે અને અમને એક નવી ઓળખ મળી છે. સ્વ સહાય જૂથો થકી અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે. તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.

જામનગરના સાત રસ્તા પાસે ચાલી રહેલા ફલાય ઓવરબ્રીજના કામનું નિરીક્ષણ કરતા સ્ટે. ચેરમેન

0

જામનગરના સાત રસ્તા પાસે ચાલી રહેલા ફલાય ઓવરબ્રીજના કામનું નિરીક્ષણ કરતા સ્ટે. ચેરમેન

  • કામમાં વપરાતું મટિરીયલ ચકાસવામાં આવ્યું તેમજ અન્ય ફાઈલો પણ ચેક કરવામાં આવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ ઓક્ટોબર ૨૩, જામનગર શહેરમાં સાત રસ્તા નજીકથી નાગનાથ ગેઈટ સુધીના નવા બની રહેલા ફલાય ઓવરબ્રીજનું હાલ કામ ચાલી રહયું છે. જે કામ સંદર્ભે આજરોજ જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલશ કગથરાએ સ્થળ પર જઈ ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમજ ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું હતું.આ સમયે તેમની સાથે સિટી એન્જીનિયર સહિતનો સ્ટાફ સાથે જોડાયો હતો.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ સ્થળ નિરીક્ષણ દરમ્યાન કોન્ટ્રાકટરને પણ સાથે રાખ્યા હતા અને કામમાં વપરાય રહેલ મટિરિયલનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કોન્ટ્રાકટરની ઓફિસમાં જઈ તમામ પ્રકારની ફાઈલો અને કાગળો પણ ચકાસવામાં આવ્યા હતા. હાલ નવરાત્રિ સહિતના તહેવારો આવી રહયા છે ત્યારે સાત રસ્તા નજીક ટ્રાફિક પણ અવરોધાતો હોય જેથી ટ્રાફિક બાબતે પણ કોન્ટ્રાકટરને સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત ઓવરબ્રીજના કામ તેમજ વપરાતા મટિરિયલ અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. સ્ટેન્ડીંગ ચેરમેને ઓચિંતી મુલાકાત લેતા કોન્ટ્રાકટર તેમજ કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.

જામનગર શાકમાર્કેટ વિસ્તારમાં ચોરાઉ મોબાઈલ સાથે ”શબ્બીર બુખારી” ઝડપાયો

0

જામનગર શહેરમાં થયેલી ત્રણ મોબાઇલ ચોરી નો ભેદ ઉકેલાયો

  • ચોરાઉ મનાતા પાંચ નંગ મોબાઇલ ફોન સાથે તસ્કરની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ ઓક્ટોબર ૨૩ જામનગર શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળોએ થયેલી મોબાઈલ ચોરી નો ભેદ ઉકેલમા પોલીસને સફળતા સાંપડી છે, અને એક તસ્કરની અટકાયત કરી લઇ તેની પાસેથી પાંચ નંગ ચોરાઉ મોબાઈલ ફોન કબજે કર્યા છે.જામનગર શહેરમાં મોબાઇલ ફોન ની ચોરીની એક થી વધુ ફરિયાદ થઈ છે, અને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઈલ ફોનની ચોરીની ઘટના બનતાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.દરમિયાન જામનગરના મોરકંડા રોડ પર રહેતો વસીમ ઉર્ફે બાપુડી શબીરભાઈ બુખારી નામનો શખ્સ મોબાઇલ ફોન વેચવાની પેરવી કરી રહ્યો છે, તેવી બાતમી સીટી એ. ડિવિઝન પોલીસને મળી હતી, જેથી સીટી એ. ડિવિઝન ની પોલીસ ટુકડીએ શાક માર્કેટ વિસ્તારમાંથી સબીરભાઈ બુખારીને અટકાયતમાં લીધો હતો, અને તેની તલાસી લેતાં તેના કબજા માંથી પાંચ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેથી પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતના મોબાઇલ ફોન કબજે કરી લઇ આરોપીની અટકાયત કરી હતી.જેને પૂછપરછ દરમિયાન તેણે સીટી એ- ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના જુદા જુદા ત્રણ વિસ્તારોમાંથી મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત આપી દીધી હતી. જેથી તે ત્રણેય ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે.

જામનગર દરેડ ચેક ડેમમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી

0

જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા ચેક ડેમમાંથી ૩૫ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ ઓક્ટોબર ર૩ જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી એક નદીના ચેકડેમમાંથી ૪૫ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી નદીના ચેક ડેમના કાંઠે એક માનવ મૃતદેહ તરી આવ્યો હોવાની માહિતી દરેડ વિસ્તારમાં રહેતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પોલીસને આપી હતી.આથી પંચકોશી બી. ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબ્જો સંભાળી જામનગર જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જ્યારે મૃતક ની ઓળખ કરવા માટે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. એ.એસ.આઇ. પી.બી. ગોજીયા તેની ઓળખ કરવા માટે તપાસ ચલાવે છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.