Saturday, October 17, 2026
Home Blog Page 200

જામનગરમાં વધુ એક યુવાનનું હ્દય બેસી ગયું : પરીવાર શોકાતુર

0

જામનગર શહેરમાં વધુ એક ૨૪ વર્ષીય યુવાનને હૃદય રોગનો હુમલો આવી જતાં પરિવારમાં ભારે શોક નો માહોલ

  • દિવસેને દિવસે યુવાનોમાં હૃદય રોગ ના હુમલા થી મૃત્યુના કિસ્સાઓ સામે આવતાં ભારે ચિંતા નું મોજું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ઓક્ટોબર ૨૩ જામનગરમાં વધુ એક ૨૪ વર્ષના યુવાનનું હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે મૃત્યુ નિપજયું છે. જેથી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. સેના નગર વિસ્તારમાં રહેતા માત્ર ૨૪ વર્ષ ના યુવાનને તાવ શરદી સંબંધી તકલીફ થયા પછી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જેનું એકાએક હૃદય રોગનું હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને ભારે ગમગીની છવાઈ છે.આ બનાવની વિગત કેવી છે કે જામનગરમાં સેના નગર વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષના રવિભાઈ લુણા નામના યુવાનને તાવ શરદી ની તકલીફ ને કારણે જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. દરમિયાન હોસ્પિટલમાં જ તેને હૃદય રોગનો હુમલો આવી જતાં ગઈકાલે તેનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી સમગ્ર લુણા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ૨૪ વર્ષીય યુવાન રવિ લુણા એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, અને તેણે બી.સી.એ. સુધીનો ઉચ્ચ અભ્યાસ પણ કરેલો છે. જેનું માત્ર ૨૪ વર્ષની યુવા વયે હાર્ટ ફેઇલ થઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યું હોવાથી ભારે ચિંતા નું મોઝૂ ફરી વળ્યું છે.હાલમાં નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે, અને ગરબે ઘૂમવામાં મશગુલ પડેલા યુવાધનોએ સારીરિક પડતી કોઈ પણ તકલીફને નજર અંદાજ કર્યા વીના અને બેદરકારી દાખવ્યા વિના તાત્કાલીક અસરથી તબીબો પાસે પહોંચી જઈ જરૂરી સારવાર મેળવી લેવી જોઈએ તેવું પણ લોકોનું મંતવ્ય જોવા મળી રહ્યું છે.

જામનગર એરફોર્સમાં દસ વર્ષની બાળકી સાથે અડપલાથી ચકચાર

0
  • જામનગરના એરફોર્સ -૧માં ૧૦ વર્ષની બાળકી સાથે અલગ અલગ કિસ્સો સામે આવતાં ભારે ચકચાર
  • પાડોશી એરફોર્સના કર્મચારી સામે પોલીસે પોકસો એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો

 

 

જામનગર તા ૧૯ ઓક્ટોબર ૨૩, જામનગરના એરફોર્સ સ્ટેશનમાં રહેતી ૧૦ વર્ષની બાળા સાથે તેમના સામેના જ કવાર્ટરમાં રહેતા એરફોર્સ ના કર્મચારીએ પ્રોજેક્ટ કરવાના બહાને ઘરમાં બોલાવ્યા પછી તેણી સાથે શારીરિક અડપલા કર્યાનો મામલો સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. જે મામલો પોલીસ મથકે લઈ જવાયો છે, અને એરફોર્સના કર્મચારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરના એરફોર્સ સ્ટેશનમાં રહેતા એક એરફોર્સ કર્મચારીની ૧૦ વર્ષની પુત્રી કે જે ને અભ્યાસમાં પ્રોજેક્ટ બનાવવાના હોવાથી તેના સામેના જ ક્વાર્ટરમાં રહેતા પુષ્પેન્દ્રસિંહ નામના એક એરફોર્સ ના કર્મચારીએ પોતાના ક્વાર્ટર્સમાં બોલાવી હતી, અને બાળકીની એકલતા નો લાભ લઇ તેની સાથે શારીરીક અડપલાં શરૂ કરી દીધા હતા.જેથી ડઘાઈ ગયેલી બાળકી તેના કબજામાંથી છૂટીને બહાર ભાગી છૂટી હતી, અને પોતાના ઘરમાં જઈ માતાને સમગ્ર વાત કરી હતી. જેથી એરફોર્સ વર્તુળ માં ભારે હલચલ મચી ગઈ હતી.જે સમગ્ર મામલો જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બાળકીની માતાએ સીટી સી. ડિવિઝનના પીઆઇ અમિત ચૌધરી સમક્ષ ઘટનાનું વર્ણન કર્યું હોવાથી એરફોર્સના કર્મચારી પુષ્પેન્દ્રસિંહ સામે પોકસો એક્ટ ની કલમ તેમજ ૩૫૪ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર : ધ્રોલના હજામચોરામાં અંધશ્રદ્ધાની આડમાં ખૂની ખેલ: મોટાભાઈ બહેન હાથે નાની બહેનની હત્યા

0

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે અરેરાટી જગાવનારો કિસ્સો

  • સગા મોટા-ભાઈ બહેને ૧૫ વર્ષની નાની બહેનને અંધશ્રદ્ધા માં પતાવી નાખ્યા નો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર
  • ખેત મજૂરી કામે એક વાડીમાં રહેતા દાહોદના વતની બે મોટા ભાઈ બહેનોએ નાની બહેન પર છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી દીધી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં એક વાડી માં રહી ને ખેત મજૂરી કામ કરતા દાહોદ ના વતની શ્રમિક પરિવારના બે મોટા ભાઈ બહેનોએ નાની બહેનને અંધશ્રદ્ધામાં છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી નાખ્યાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથક સુધી પહોંચ્યા પછી ધ્રોલ પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો છે. જ્યારે તેની હત્યા નીપજાવનાર તેના મોટા ભાઈ બહેન સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. અને મોટાભાઈની અટકાયત કરી લીધી છે, જ્યારે આરોપી બહેન સગીર વયની હોવાથી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની છે કે મૂળ દાહોદના વતની અને હાલ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા ખેડૂત બીપીનભાઈ ગોપાલભાઈ બારૈયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાકેશ છગનભાઈ તડવી તેની બહેન સવિતાબેન છગનભાઈ તડવી જે બંનેએ પોતાની જ સગી નાની બહેન શારદાબેન ઉમર વર્ષ (૧૫) ને પોતાની ઓરડીમાં માતાજીના પાઠ રાખ્યા હતા, અને ઓરડી માં નિર્વસ્ત્ર કરી સુવડાવી દઈ મોટા ભાઈ બહેનોએ લાકડી અને છરી ના ઘા મારીને હત્યા નીપજાવી હતી, અને ત્યારબાદ બંને ભાઈ બહેન ધુણવા લાગ્યા હતા. સમગ્ર બનાવ ગઈકાલે સવારે બન્યો હતો, ત્યારબાદ ૨૪ કલાક સુધી હત્યા કરાયેલો મૃતદેહ ઓરડીમાં મૂકી રાખ્યો હતો, અને બંને ભાઈ બહેન ઘરમાં ધૂણતા રહયા હતા. વાડી માલિકને સમગ્ર મામલાની જાણ થતાં તેમણે તરત જ ધ્રોલ પોલીસને જાણ કરી હતી. જેથી ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.જી. પનારા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને હત્યારા બંને ભાઈ બહેનોને અટકાયતમાં લઈ લીધા પછી શારદાબેનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યુ છે, જ્યારે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી લાકડી અને છરી સહિતના હથીયાર કબ્જે કરી લેવાયા છે.મોટો ભાઈ રાકેશ છગનભાઈ અને સવિતા છગનભાઈ બંને સામે ધ્રોલ પોલીસે આઈપીસી કલમ ૩૦૨,૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વાડી માલિક બીપીનભાઈ ગોપાલભાઈ બારૈયા ને ફરિયાદી બનાવ્યા છે.પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન અંધશ્રદ્ધાના કારણે મોટા ભાઈ બહેનોએ પોતાની સગી નાની બહેનને વિધિના બહાને હત્યા કરી નાખી હતી. પોતે એવી શંકા વ્યક્ત કરી હતી, કે પોતાની નાની બહેન કે જે મોટા ભાઈ બહેન ને પતાવી નાખી છે, તેવા ડરના કારણે બંનેએ નાની બહેનનું કાઢી નાખ્યા પછી માતાજીને પ્રસન્ન કરવા માટે ધૂણતા હતા. દરમિયાન પોલીસ દ્વારા આરોપી રાકેશ પુખ્ત વયનો હોવાથી છે, જ્યારે તેની નાની બહેન સગીરવયની હોવાથી તેનીને બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓના માતા-પિતા દાહોદમાં રહેતા હોવાથી તેઓને પણ હજામચરા ગામે બોલાવી લેવાયા છે. આ બનાવને લઈને હજામજોરા ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.

જામનગર શંકરટેકરીમાં યુવાનને મરવા મજબૂર કરાયો : આપધાતમાં નવો વળાંક

0

જામનગરના શંકરટેકરીમાં યુવાનના આપઘાત પ્રકરણમાં નવો વળાંક

  • પાડોશીના ભાભીને યુવક સાથે લગ્ન કરવા હતા, પરંતુ યુવક લગ્ન કરવા તૈયાર ન થતાં આત્મહત્યા કરવા માટે મજબૂર કરાયો
  • યુવતિના પરીવારજનોને ખબર પડી જતાં મારી નાખવાની ધમકી આપવાથી યુવકે આપઘાત કરી લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૮ ઓક્ટોબર ૨૩ જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવકે ગત તા. ૨૮.૮ ના રોજ પોતાના સસરાના ઘરે આપઘાત કરવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આ બનાવની વિગત એવી છે કે, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી ચંદ્રીકાબેનના લગ્ન ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રહેતા વિજયભાઈ પ્રવિણભાઈ ચૌહાણ સાથે થયેલ હતા, અને તે તેમના પતિ સાથે કલોલ ખાતે રહેતા હતા.દરમિયાન તેમને ગર્ભ રહી જતાં બંને પતિ-પત્ની જામનગર રહેવા આવી ગયા અને બે દિવસ પછી તેના પતિ વિજયભાઈએ જણાવેલું કે આપણા પાડોશમાં રહેતા કેશવભાઈ કાન્તીભાઈ જાદવની ભાભી લતાબેનને મારા સાથે લગ્ન કરવા છે, પણ મારે તેની સાથે લગ્ન નથી કરવા તેમજ આ વાતની ખબર તેના ઘરવાળાને થઈ જતાં કેશવભાઈ મને ધમકી આપે છે કે ત્યાર બાદ તા. ૨૮.૮૪ ના રોજ વિજયભાઈએ ગળાફાંસો ખાઈ આપઘાત લીધો હતો, અને અમે ઘણા સમયથી શ્ર્વાસની બિમારીથી કંટાળી જઈ આત્મહત્યા કરી હાવાનું પોલીસ સમક્ષ નિવેદન નોંધાવેલું હતું.પરંતુ ત્યાર બાદ હુ મારા પતિ વિજયનો ફોન ચેક કરતાં તેમા એક વિડિયો મળી આવેલો, જે વિડિયોમાં કેશવભાઈ કાંતિલાલ જાદવ અમારા પરિવારને સાફ કરી દેવાની ધમકી આપતા હતા, જેથી તેણીએ સીટી- સી ડીવીઝન પોલીસ મથકમાં કેશવભાઈએ ધમકી આપી મરવા મજબુત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૬, અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.

જામનગર : યુવતી ઘરેથી ગુમ થઈ જતા પોલીસને જાણ કરાઇ

0

જામનગરના કાલાવડની યુવતી ઘરેથી ગુમ થઈ જતા પોલીસ ને જાણ કરાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ ઓક્ટોબર ૨૩ કાલાવડ ની માછરડા સોસાયટીમાં રહેતા એક પરિવાર ની ૨૨ વર્ષની પુત્રી ગઈકાલે સવારે પોતાના ઘરેથી કયાંક ચાલી ગઈ હોવાની પોલીસને જાણ કરાઈ છે.કાલાવડ શહેરના વાવડી રોડ પર આવેલી માછરડા સોસાયટીમાં રહેતા દેવજીભાઈ રવજીભાઈ સોંદરવા ની બાવીસ વર્ષની પુત્રી વર્ષાબેન ગઈકાલે સવારે સાતેક વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગયાની પોલીસમાં જાણ કરવામાં આવી છે.આ યુવતી પાતળો બાંધો, શ્યામવર્ણ અને પાંચ ફૂટની ઉંચાઈ ધરાવે છે. છેલ્લે તેણીએ કાળા રંગની લેગીઝ અને સફેદ ટી-શર્ટ ધારણ કરેલું છ, ઉઘાડા પગે ઘરમાંથી ચાલી ગયેલી આ યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશન-૦૨૮૯૪ ૨૨૨૦૩૩ અથવા હે.કો. વી.ડી. ઝાપડીયા-૮૩૨૦૮ ૦૮૦૫૮ નો સંપર્ક કરવો.

જામનગર હડીયાણાના વૃધ્ધને ચેક રીટર્ન કેશમાં 1 વર્ષની સજા : રૂ. 28.50 લાખ ચુકવવા આદેશ

0

જામનગર હડીયાણા ગામના વૃધ્ધને ચેક રીટર્નના કેસમાં ૧ વર્ષની સજા અને ચેકની રકમ રૂા. ૨૮,૫૦,૦૦૦/– દંડનો હુકમ ફ૨માવતી જામનગ૨ની અદાલત.

  • જામનગરની અદાલત દ્વા૨ા ચેકની રકમ ૨૮,૫૦ લાખ ફરીયાદીને વળતર પેટે ચુકવવા આદેશ
  • વિદ્ધાન ધારાસ્ત્રી દર્શિત આચાર્યની ધારદાર દલીત ગ્રાહ્ય રાખતી કોર્ટ

દેશ દેવી ન્યુઝ તા. ૧૭ ઓક્ટોબર ૨૩ જામનગર  હાલના કેસની હક્કીકત એવી છે કે, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડીયાણા, ખાતે રહેતા વાલજી ભવાન નંદાસણાએ ફરિયાદી બાલસ૨ા દિનેશ રામાભાઈને હાથ ઉછીની રકમના બાકી લેણાંની ચુકવણી માટે ફરીયાદીના નામનો રૂા. ૨૮,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા અઠ્ઠાવીસ લાખ પચાસ હજાર પુરા) નો ધી જામનગર ડીસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લી., હડીયાણા શાખાનો ચેક આપેલ હતો.તે ચેક ફરીયાદીએ વસુલાત માટે પોતાનું ખાતુ ધરાવતી બેંકમાં જમા કરાવતા તે ચેક વસુલ થયા વગર ફંન્ડસ ઈન્સફીશ્યન્ટના શેરા સાથે પરત ફરેલ તેથી ફરીયાદીને ચેક વાળી રકમ નહીં મળતા ફરીયાદીએ તેના વકીલ દર્શિત આર્ચાય મારફત લીગલ નોટીસ આપી અને રકમ ચુકવી આપવા જણાવેલ અને નિયત સમય મર્યાદામાં ફરીયાદીને ચેક મુજબની રકમ નહીં ચુકવતા ફરીયાદીએ આરોપી વાલજી ભવાન નંદાસણા સામે જામનગરની કોર્ટમાં તેમના વકીલ દર્શિત આચાર્ય (ડી.ડી) તથા કે.આર.ગોકાણી મારફત ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ – ૧૩૮ હેઠળ ફરીયાદ કરેલ.તે ફરીયાદ અન્વયે કેસ ચાલી જતા લેખીત તથા મૌખિક પુરાવા અને ફરીયાદ પક્ષે કરવામાં આવેલ દલીલ અને ફરીયાદી પક્ષ તરફે ૨જુ ક૨વામાં આવેલ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ અને કાયદાની જોગવાઈ ઘ્યાને લઈ નામદાર જામનગ૨ના મહે. સાતમાં એડી.સીનીય૨ સિવીલ જજ વી.જી.ગઢવી એ આરોપી વાલજી ભવાન નંદાસણાને તકસી૨વાન ઠરાવી ૧ વર્ષની કેદ અને ચેકની ૨કમ રૂા. ૨૮,૫૦,૦૦૦ – નો દંડ ફટકારી તે દંડની રકમ ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે. ફ૨ીયાદી ત૨ફે વિદ્ધાન ધારાશાસ્ત્રી દર્શિત આચાર્ય (ડીડી) તથા કે.આર.ગોકાણી રોકાયેલા હતા.

જામજોધપુરમાં જુગારના દરોડા : 9 શકુની ઝડપાયા

0

જામજોધપુરમાં જુગારના બે દરોડામાં નવ શકુની ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭, ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં પોલીસે જુગાર અંગેના જુદા જુદા બે સ્થળે દરોડા પાડી નવ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ સહિતની માલમતા કબ્જે કરવામાં આવી છે.જામજોધપુરમાં સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જયાં જુગાર રમતા તોફીક હુશેનભાઈ મકરાણી, મોહિન યાકુબભાઈ સમા, અનિલ જગદીશભાઈ વાઢેર, મામુભાઈ ઈરફાનભાઈ તેમજ રવિ મનુભાઈ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી તેમના પાસેથી રોકડ રૂા. ર૧પ૦ કબ્જે કર્યા હતા.આ ઉપરાંત બીજો દરોડો જામજોધપુરના અમરાપર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા મહેશ દિનેશભાઈ પરમાર, ભરત અમરાભાઈ પરમાર, અશોકભાઈ કારાભાઈ ઘોયલ અને ધીરૂભાઈ ગોરધનભાઈ ઝાલાવડીયા સહિત ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ર૮૪૦ કબ્જે કર્યા હતા.

જામનગર : મેઘપરમાં પ્રેમીકા ધરાર ગરબી જોવા ગઈ તો પ્રેમીએ જીવ દીધો

0

લાલપુર તાલુકાના મેઘપરમાં પ્રેમીએ ગળાફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો

  • પ્રેમિકાને ગરબી જોવા જવાની ના પાડવા છતાં પ્રેમિકા ગરબી જોવા જતાં પ્રેમિએ આપઘાત કરી લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૭ ઓક્ટોબર ૨૩ લાલપુર તાલુકાના મેઘપરમાં પ્રેમિકાએ ગરબી જોવા જવું હતું પરંતુ, પ્રેમિએ ના પાડવા છતાં પ્રેમિકા ગરબી જોવા જતાં પ્રેમિએ ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવી લીધું છે. આ સમગ્ર ઘટના મામલે મેઘપર (પડાણા) પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી પ્રમાણ મેઘપર ગામમાં ભાવસંગ ટપુભા કેરના મકાનમાં ભાડે રહેતા અને મુળ ઉત્તર પ્રદેશના સચિનકુમાર શૌવીરસિંહ કુંડલી અને પ્રજ્ઞાબેન સુનિલ તુકારામ વચ્ચે પ્રેમસંબંધ હોય અને સાથે જ રહેતા હતા.દરમિયાન ગત તા. ૧૫.૧૦.૨૦૨૩ ના રોજ પ્રજ્ઞાને ગરબી જોવા જવું હતું. પરંતુ સચીને તેને ગરબી જોવા જવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થયા બાદ પ્રજ્ઞા ગરબી જોવા માટે ગઈ હતી.  ત્યાર બાદ પોતાના રૂમમાં એકલા રહેલા સચીનને આ વાતનું મનમાં લાવી આવતાં તેણે પંખામાં પટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લેતાં તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું.આ બનાવ અંગે પ્રેમિકા પ્રજ્ઞાબેન સુનિલ તુકારામ મરાઠી એ મેઘપર (પડાણા) પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં પટેલ યુવક ગરબી મંડળમાં અગ્નિ સાથે ગરબા

0

જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળમાં અગ્નિ સાથે ગરબા

  • પટેલ યુવક ગરબી મંડળનાં અદ્ભૂત મશાલ અને અંગારા રાસ નિહાળવા નગરજનો માં ભારે ઉતકંઠા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ ઓક્ટોબર ૨૩, ‘છોટીકાશી’ જામનગરમાં રણજીત નગરમાં પટેલ યુવક ગરબી મંડળ દ્વારા યોજાતી ગરબીમાં મશાલ રાસ અને અંગારા રાસનું ભારે આકર્ષણ રહે છે. બહારગામથી પણ લોકો આ રાસ નિહાળવા આવતા હોય છે. યુવકો નવરાત્રિ પૂર્વે સઘન પ્રેક્ટીસ કરી અંગારા પર સુરક્ષિત રાસ રમવામાં મહારથ મેળવે છે. તેમની આ અનોખી કળા નિહાળી દર્શકો મંત્રમુગ્ધ થઇ જાય છે.એ જ રીતે બંને હાથમાં મશાલ લઇ ગરબે રમવામાં પણ સચોટ તાલીમ અને અભ્યાસની જરૂર હોય છે. ગરબી મંડળનાં ખેલૈયાઓ એક સાધનાની જેમ ‘આગ સાથે રમવાની’ યોગ્યતા કેળવીને મશાલ રાસ તથા અંગારા રાસ રમે છે અને પરંપરાગત ગરબાને અનોખી રીતે પ્રસ્તુત કરી દર્શકોનાં દિલ જીતી લે છે. જે અંગારા રાસ જામનગરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

જામનગર કાલાવડના સનાણામાં વિજ ટુકડી ઉપર ગામજનો નો હુમલો : જુવો Video

0

કાલાવડ તાલુકાના સનાણા ગામમાં વિજ ચેકિંગ કરવા માટે ગયેલા વીજ અધિકારી પર હુમલો કરાતાં ભારે દોડધામ

  • કાલાવડ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ: વિજ એસોસિએશન દ્વારા પણ હુમલા બાબતે આવેદન પાઠવાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાણા ગામમાં ચેકિંગ કરવા માટે ગયેલી ટુકડી પર સ્થાનિકે હુમલો કર્યાની ઘટના સામે આવતાં દોડધામ થઈ છે. ચેકિંગ કરવા માટે ગયેલા એક અધિકારી પર હુમલો થયો હોવાથી તેઓને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઇ છે, સાથે વીજ અધિકારીઓના એસોસિએશન દ્વારા પણ વારંવાર ના હુમલા સંદર્ભમાં આવેદનપત્ર પાઠવાયું છે.પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ દ્રાઇવ દ્વારા આજે કાલાવડ તાલુકાના પીપળીયા ફીડરમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, અને કુલ ૧૧ જેટલા વીજ અધિકારી કર્મચારીઓ સાથેની ટુકડી કાલાવડ તાલુકાના સનાળા ગામમાં ચેકિંગ માટે ગઈ હતી, જ્યાં ૧૧ જેટલા વિજ અધિકારી- કર્મચારીઓ સાથેની કુલ ૧૧ ટિમો જેમાં ૪ પોલીસ કર્મચારી, ત્રણ એસઆરપી ના જવાનો પણ મદદ માં જોડાયા હતા.તેઓની હાજરીમાં સવારે ચેકિંગ દરમિયાન વીજીલન્સ ની ટિમ ના પીજીવીસીએલ ના વાંકાનેર ડિવિઝનના નાયબ ઇજને એચ.ડી. ખંડેકા પર હુમલો કરાયો હતો. જે હુમલામાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, અને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.હુમલા ના બનાવ ને લઈને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓમાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ગુજરાતી એન્જિનિયર એસોસિએશન દ્વારા સમગ્ર મામલે પોલીસ તંત્ર અને મુખ્ય વીજ કચેરીને વારંવાર આવા હુમલા ના બનાવ બનતા હોવાથી તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે વિસ્તૃત આવેદનપત્ર આપવાની પણ કાર્યવાહી હાથ કરવામાં આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.