Saturday, October 17, 2026
Home Blog Page 199

કાલાવડ તાલુકાના બામણ ગામની શ્રમિક પ્રૌઢાએ અગમ્ય કારણે કુવો પૂર્યો

0

કાલાવડ તાલુકાના બામણગામની શ્રમિક પ્રૌઢાએ અગમ્ય કારણે કુવો પૂર્યો

  • ફાયર બ્રિગેડની ટીમે કૂવામાં ઉતરી મૃતદેહ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૩ ઓક્ટોબર ૨૩ કાલાવડ તાલુકાના બામણગામની સીમમાં વૃધ્ધાએ કૂવામાં પડી આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી. બામણગામના હિતેશભાઈની વાડીમાં કામ કરતા કંચનબેન ગિનોયા નામના ૫૫ વર્ષના મહિલાએ આજે સવારના અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવી દેતાં તેમના પરિવારજનોએ બૂમાબુમ કરી મુકી હતી.આ અંગે કાલાવડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં ફાયરની ટીમે કૂવામાંથી મહિલાના મૃતદેહ ને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસે અગમ્ય કારણોસર કૂવામાં પડી કચંનબેને જીવન ટુંકાવ્યું હોવાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લાલપુરના નાંદુરીમાં રસ્તે ચાલવા મુદ્દે પાડોશીનો ખૂની હુમલો : ૭ સામે ફરીયાદ

0

લાલપુર તાલુકા ના નાંદુરી ગામમાં રસ્તે ચાલવા બાબતે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો: એક જૂથ દ્વારા હુમલા ની ફરિયાદ

  • આરોપી : (૧) ભીખા જેતાભાઇ વરૂ (૨) ભરત જેતાભાઇ વરૂ (૩) સતીબેન દેસુરભાઇ વરૂ (૪) દુધીબેન કારાભાઇ વરૂ (૫) સાગર કારાભાઇ વરૂ (૬) મયુર કારાભાઇ વરૂ (૭) કુલદીપ લખુભાઇ વરૂ રે બધા નાંદુરી ગામ તા લાલપુર જી જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના લાલપુર તાલુકા નાંદુરી ગામમાં રહેતા ખેડૂત પરિવારના બે પાડોશીઓ વચ્ચે રસ્તે ચાલવા બાબતે તકરાર ચાલતી હતી, જે મન દુઃખ ના કારણે એક જૂથ દ્વારા પાડોશી જુથના સભ્યો પર હુમલો કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જેમાં પોલિસે સાત શખ્સો સામે ગુનો નોંધી એક ની અટકાયત કરી છે.જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના નાંદુરી ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા મેરગભાઈ હેભાભાઈ કરંગીયા નામના ૫૦ વર્ષના ખેડૂતે પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો ઉપર લાકડાના ધોકા અને પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ભીખા જેઠાભાઈ વરુ, ભરત જેતાભાઈ વરુ, સતીબેન દેશુરભાઈ વરૂ, સાગર કારાભાઈ, મયુર કારાભાઈ અને કુલદીપ લખુભાઈ વરુ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને બે જૂથ વચ્ચે રસ્તે ચાલવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે, અને કોર્ટમાં કેસ પણ કરેલો છે. જે સંબંધે મનદુઃખ રાખીને ગઈકાલે એક જૂથ દ્વારા આ હુમલો કરાયા નું લાલપુર પોલીસમાં જાહેર કરાયું છે. જેમાં પોલીસે એક આરોપી કુલદીપ લખુભાઇ વરૂ ની અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.લાલપુર પોલીસે IPC- કલમ ૩૨૩, ૩૨૪, ૩૩૭, ૫૦૪,૫૦૬(૨) ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એન.પી વસરા ચલાવી રહ્યા છે

જામનગર ક્લેક્ટર, ડીડીઓએ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી

0

જિલ્લા કલેકટર બી.એ.શાહ તથા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જામજોધપુર તથા લાલપુર તાલુકાના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી

  • અધિકારીઓએ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો તેમજ વિવિધ પદ્ધતિઓની ઝીણવટભરી માહિતી મેળવી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જરૂરી પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૩  ઓક્ટોબર ૨૩ આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી શાખા દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તેવો ખેડૂતોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે.જે અનુસંધાને જામનગર જિલ્લાના કલેકટર બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામે સુરભી પ્રાકૃતિક ફાર્મ અને નચિકેતા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. સુરભી પ્રાકૃતિક ફાર્મની મુલાકાત દરમિયાન અધિકારીઓ જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ તેમજ ફાયદા વિશે સુરેશભાઈ સુતરીયા દ્વારા માહિતી આપવામાં આવેલ તેમજ અધિકારીઓએ અહીં ઉત્પાદિત થતા બાગાયતી પાકોની પણ મુલાકાત લઈ વિવિધ માહિતી મેળવેલ. દિનેશભાઈ કાલરીયાએ તેમના પંચસ્તરીય મોડલ ફાર્મની મુલાકાત દરમિયાન અધિકારીઓને તેમના ફાર્મમાં વાવેલ કેળ, પપૈયા જેવા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિથી તથા ફાયદા તેમજ પ્રાકૃતિક ફાર્મમાં વાવેલ હળદર, તુવેરમાં જીવામૃતના ઉપયોગથી થતા ફાયદા વિશે માહિતી આપેલ અને તેમના ખેતરમાં રહેલ ખેત તલાવડી, કુવા રીચાર્જ સિસ્ટમથી અવગત કરેલ.જ્યાં પ્રાકૃતિક કૃષિના પાંચ સિદ્વાંતોમાનું એક ઘન જીવામૃત બનાવવામાં આવે છે તે જામવાડી ગામની ગૌશાળાની અધિકારીએ મુલાકાત લીધી હતી. ગૌશાળા દ્વારા ખેડૂતોને જીવામૃત વિતરણ કરી પ્રાકૃતિક કૃષિ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તેમજ પ્રાકૃતિક કૃષિના અન્ય સિદ્ધાંતો જેવા કે આચ્છાદન, વાસા અને જંતુનાશક અસ્ત્રો વિષે માહિતી આપવામાં આવે છે.ત્યારબાદ અધિકારીઓ દ્વારા લાલપુર તાલુકાના નાંદુરી ગામના યાદવ પ્રાકૃતિક ફાર્મ અને મોટી રાફૂદળ ગામના ગોપાલ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધેલ.અને ત્યા થતા પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો તેમજ વિવિધ પદ્ધતિઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી.આ તકે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ખેડૂતોની કામગીરીને બિરદાવેલ અને અધિકારીઓ અને ખેડૂતોને તેમના વિસ્તાર અને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જરૂરી પ્રયાસો હાથ ધરવા જણાવેલ. આ મુલાકાતમાં તેમની સાથે આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એમ.આગઠ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.બી.પટેલ, જીલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ. ગોહેલ અને ખેતીવાડી તેમજ આત્મા પ્રોજેક્ટ નો સ્ટાફ જોડાયેલ હતો.

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનેદારનો આપધાત

0

જામનગરના મયુર ગ્રીન્સ વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક સંકટના કારણે ગળા ફાંસા દ્વારા આપઘાત

  • કારખાના ના ધંધા માટે લીધેલી લોન ના હપ્તા ભરપાઈ નહીં કરી શકતાં આર્થિક સંકડામણના કારણે ભરેલું અંતિમ પગલું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ ઓક્ટોબર ૨૩ જામનગરમાં મયુર ગ્રીન્સમાં રહેતા અને દરેડમાં કારખાનું ધરાવતા એક બ્રાસપાર્ટના કારખાને દારે આર્થિક ભીંસના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતે લીધેલી લોન ના હપ્તા ભરપાઈ નહીં કરી શકતાં આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર ગ્રીન્સ શેરી નંબર પાંચ માં રહેતા અને દરેડ વિસ્તારમાં કારખાનું ધરાવતા લક્ષ્મણભાઈ લવજીભાઈ જાદવ નામના ૫૯ વર્ષના કારખાનેદારે આર્થિક ભીંસ ના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગી ટૂંકાવી છે.મૃતકના પુત્ર ગૌરવ લક્ષ્મણભાઈ જાદવે પોલીસને જાણ કરતાં સીટી એ ડિવિઝન પોલીસ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક કારખાને દારે પોતાના ધંધાની જરૂરિયાત માટે જુદી જુદી ત્રણ બેંકમાંથી લોન લીધી હતી. જેના હપ્તા ભરપાઈ કરી નહીં શકતાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં 13 વર્ષની સગીરાનું અપહરણથી ભારે ચકચાર

0

જામનગર નજીક લાલપુર બાયપાસ વિસ્તારમાં આવેલી એક સોસાયટી માંથી ૧૩ વર્ષીય સગીરાનું અપહરણ

  • ઇન્સ્ટાગ્રામ માં મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી લાલપુરનો શખ્સ ઉઠાવી ગયાની ફરિયાદ
  • પોલીસે આરોપીને ઝડપી લઇ સગીરા ને મુક્ત કરાવી: આરોપી સામે પોકસો એક્ટ મુજબ ગુનો નોંધ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૨ ઓક્ટોબર ૨૩ જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલી એક સોસાયટીમાં રહેતી ૧૩ વર્ષની દલિત જ્ઞાતિની સગીરાનું અપહરણ થઈ ગયું હતું. ઈન્સ્ટાગ્રામ માં ફ્રેંડ બનાવી લાલપુર નો એક શખ્સ સગીરાને ઉઠાવી ગયો હતો. જેને પોલીસે ઝડપી લીધો છે, અને સગીરાને મુક્ત કરાવી છે. આરોપી સામે પોકસો એકટ અને એસ્ટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસેની એક સોસાયટીમાંથી ગત ૧૮મી તારીખે સગીરાનું અપહરણ થઈ ગયું હતું. ૧૩ વર્ષ ની સગીરાના પરિવારજનો શોધખોળ ચલાવતા હતા, દરમિયાન લાલપુરનો એક શખ્સ સગીરાને ઉઠાવી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ માં ફ્રેન્ડ બન્યા પછી લગ્નની લાલચ આપી ૨૩ વર્ષીય શખ્સ સગીરાને ઉઠાવી ગયો હતો. જેને પોલીસે શોધી કાઢ્યો છે, અને સગીરાને મુક્ત કરાવી છે.સગીરા દલિત જ્ઞાતિની હોવાનું જાણવા છતાં આરોપી તેને ઉઠાવી ગયો હોવાથી તેની સામે એસ્ટ્રોસિટીએકટ તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના બેડી વિસ્તારમાં દૂધની ડેરી ચલાવતા વેપારી બે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા

0

જામનગરના બેડી વિસ્તારમાં દૂધની ડેરી ચલાવતા વેપારી બે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા

  • ૮ લાખ ના ૪૮ લાખ રૂપિયા રાક્ષસી વ્યાજ પેટે ચૂકવ્યા છતાં મકાન પણ ગુમાવવાનો વારો આવ્યો
  • એક વ્યાજખોરે ચાર લાખ રૂપિયા ના ૪૬ લાખ વસૂલી લીધા પછી મકાનના દસ્તાવેજો પોતાના નામે કરાવી લીધા
  • બીજા વ્યાજખોરે પણ ચાર લાખના ૧૦ ટકા લેખે ૧૨ લાખ પડાવી લીધા પછી મકાનનો કબજો કરી લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ ઓક્ટોબર ૨૩ જામનગર ના બેડી વિસ્તારમાં દૂધની ડેરી અને પાનની દુકાન ચલાવતા એક વેપારી લોકડાઉન સમયે બે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા હતા, અને એક વ્યાજખોરને ચાર લાખનું ૧૦ ટકા લેખે ૪૬ લાખ ચૂકવી દીધા પછી પણ મુદ્દલ બાકી રહેતી હોવાથી ૧૫ લાખ ની કિંમતના મકાનના કાગળો લખાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે, જ્યારે બીજા વ્યાજખોરે ૪ લાખ ના બાર લાખ પડાવી લીધા પછી આશરે ૭ લાખની કિંમતના મકાનનો કબજો કરી લીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારેચાર જાગી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી- ધરારનગર -૧ માં રહેતા અને એ જ વિસ્તારમાં આરજુ પાન એન્ડ ડેરી નામથી દૂધની ડેરી તથા પાનની દુકાન ચલાવતા આરીફભાઈ કાદરભાઈ સંધી (ઉ.વ.૩૯) કે જેઓ જામનગરના બે વ્યાજખોરો ની ચુંગાલમાં ફસાયા છે, અને તેઓએ બેડેશ્વર વિસ્તારમાં રહેતા એજાજ ઉંમર ભાઈ સાયચા અને ઇકબાલ ઇબ્રાહીમભાઇ ધૂધા સામે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સને ૨૦૧૮ ની સાલમાં પોતાના ધંધા માટે બેડીમાંજ રહેતા એઝાઝ સાઈચાઈએ ફરીયાદી આરીફભાઈ પાસેથી ચાર લાખ રૂપિયા ૧૦ ટકા ના વ્યાજ ના દરે લીધા હતા. લોકડાઉનના સમયગાળા દરમિયાન નુક્શાની થઈ હોવાથી દુકાન બંધ કરવાનો વારો આવ્યો હતો, જેનું ૧૦-ટકા લેખે વ્યાજની રકમ ચડતી જતી હતી. અત્યાર સુધીમાં કુલ ૪૬ લાખનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ મુદ્દલ બાકી રહી છે, તેમ કહી એજાજે ફરિયાદી આરીફભાઈ જે મકાનમાં રહે છે, તે આશરે ૧૫ લાખની કિંમતના મકાનના દસ્તાવેજો પોતાની નામે કરાવી લીધા હતા.આઉપરાંત ફરિયાદી ને વ્યાજ ની વધુ રકમ ચૂકવવા માટે ની જરૂરિયાત ઊભી થઈ હોવાથી વધુ રકમ વ્યાજે લેવાનો વારો આવ્યો હતો, અને જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા ઈબ્રાહીમ ધુધા પાસેથી બે કટકે ૪ લાખ લીધા હોવાનું જણાવ્યું હતું, જે ચાર લાખની સામે અત્યાર સુધીમાં ૧૨ લાખ રૂપિયા વ્યાજ પેટે વસુલી લીધા હતા. તેમ છતાં પણ મુદ્દલ રકમ બાકી હોવાનું જણાવી આરીફભાઈ નું અંદાજે સાતેક લાખ રૂપિયાની કિંમતનું બીજું મકાન પચાવી પાડ્યું હતું, અને પોતાના કબજામાં લઈ લીધૂ છે.જે સમગ્ર મામલો સીટી બી. ડિવિઝન પોલીસમાં લઈ જવાતાં પોલીસે આઈપીસી કલમ ૩૮૪, ૫૦૪ તથા ગુજરાત મની લેન્ડર્સ એકટ ની કલમ ૫, ૪૦, ૪૨ મુજબ-ગુન્હો નોંધ્યો છે, અને આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં યુવાને ફિલ્મી સ્ટાઇલે ધસમસતી ટ્રેન સામે દોટ મૂકી

0

જામનગરમાં અંધાશ્રમ આવાસ પાસે એક યુવાન ટ્રેન હેઠળ કપાયો

  • ધસમસતી ટ્રેન સામે દોડી આવેલા યુવાનનું ટ્રેનની ઠોકરે કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ ઓક્ટોબર ૨૩ જામનગરમાં અંધાશ્રમ આવાસ પાસે મોડી સાંજે એક યુવાન ધસમસતી આવી રહેલી ટ્રેનની સામે દોડી આવ્યો હતો, અને ટ્રેનના એન્જિન ની ઠોકરે કપાઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજયું છે. પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધાશ્રમ આવાસ પાસેથી પસાર થઈ રહેલી રેલ્વે લાઈન પર સાંજના સમયે એક યુવાને એકાએક પાટા પર દોટ મુકી ધસમસતી, અને સામેથી આવી રહેલી ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ પડતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું હતું.મૃતક યુવાન આત્મહત્યા કરવાના ઇરાદાથી ટ્રેન ના પાટા પર કૂદી પડ્યો હતો, અને સામેથી આવી રહેલી ટ્રેન ના એન્જિન સાથે ટકરાઈ ગયા પછી તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવવાની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળી તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ ઘટનાને લઈને ભારે દોડધામ થઈ હતી, અને લોકોનું ટોળું એકત્ર થયું હતું.

હાયરે અંધશ્રદ્ધા : જામનગર જઘન્ય કૃત્યનો આરોપી જેલ હવાલે

0

હજામચોરા ના જઘન્ય કૃત્યના આરોપી ની ધરપકડ: જેલમાં ધકેલાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦ ઓક્ટોબર ૨૩ જામનગર ધ્રોલના હજામચોરા ગામમાં અંધશ્રદ્ધા થી પ્રેરાઈ ને એક સગીરા ની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. તે ગુન્હામાં પોલીસે મૃતક સગીરા ના સગા મોટાભાઈ અને બહેન ની અટકાયત કરી હતી. આરોપી મોટાભાઈને અદાલત સમક્ષ રજૂ કર્યા પછી તેને જેલમાં ધકેલી દેવા હુકમ થયો છે. ઉપરાંત તેની નાની બહેન કે જેની ઉંમર પણ પુખ્ત વયની હોવાથી ધ્રોલ પોલીસ દ્વારા તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે.ધ્રોલના હજામચોરા ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદના રાકેશ છગનભાઈ તડવી નામના શખ્સે પોતાની બે બહેનો સાથે બિપીનભાઈ બારૈયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ શરૃ કર્યું હતું. તે પછી રાકેશ અને તેની નાની બહેનને સૌથી નાની બહેન અપશુકનિયાળ હોવાની શંકા ઉપજી હતી અને શારદા જીવતી રહેશે તો તેની મુશ્કેલી આવતી હતી તેમ માની રાકેશ તથા તેની બહેને લાકડી, છરીથી હુમલો કરી નાની બહેન શારદા ની કરપીણ હત્યા નિપજાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે રાકેશ તથા તેની બહેનની અટકાયત કર્યા પછી રાકેશને ડિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાવતા તેને જે હવાલે કરાયો છે. તેમાં તેની નાની બહેન પણ પુખ્ત વયની હોવાથી ધ્રોલ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

જામનગરમાં સસ્તા ભાવે કોલસો ખરીદવાની લાલચમાં વેપારીએ રૂા. ૨૩.૪૫ લાખ ગુમાવ્યા

0

સસ્તા ભાવે કોલસો ખરીદવાની લાલચમાં જામનગરના વેપારીએ રૂા. ૨૩.૪૫ લાખ ગુમાવ્યા

  • કચ્છ અને અમદાવાદના ૪ ભેજાબાજોએ બિછાવેલી જાળમાં જામનગરના વેપારી ફસાયા
  • શરૂઆતમાં માલ મોકલી વિશ્ર્વાસ કેળવ્યા બાદ રૂા. ૨૩.૪૫ લાખનો ધુંબો માર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦ ઓક્ટોબર ૨૩ જામનગરના વપારીને સસ્તા ભાવે કોલસો આપવાની લાલચ આપી રૂા. ૨૩.૪૫ લાખની છેતરપીંડી આચરનાર ગાંધીધામ અને અમદાવાદના ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગરના પી. એન. માર્ગ પર આવેલ ન્યુ સ્કવેર કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ઈમ્પીરીયલ ફયુલસ પ્રા. લીમીટેડ નામની ભાગીદારી પેઢીમાં કોલસાનો વેપાર કરતાં આનંદભાઈ અશોકભાઈ પોપટ ને ગાંધીધામના રાજ કૈલાશકુમાર નામના કોલસાના વેપારીની દલાલી કરતાં શખ્સ સાથે ૧૫ વર્ષથી પરિચિત હતા, અને તેમની સાથે વેપાર ધંધાથી જોડાયેલ હતાદરમિયાન ગત જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ અય્યાચી એ એ. આર. નેચરલ રિર્સોસીસ અમદાવાદના વહિવટ કર્તા સંદીપ હરેન્દ્રકુમાર શર્માને તેમની ઓફિસ તેડી આવી આ તમને બીજા વપારી કરતા સસ્તામાં કોલસો આપશે, તેવું જણાવી એડવાન્સ પેમેન્ટ આપવાનું રહેશે. અને આ પેમેન્ટની તેમણે જવાબદારી લેતા ગત તા. ૩.૩૨૦૨૨ ના રોજ રૂા. ૧૫ લાખ અને તા. ૧૭.૩.૨૦૨૩ ના રોજ ૧૨ લાખ અમદાવાદની પેઢીને ટ્રાન્સફર કર્યા હતા. જેથી અમદાવાદની પેઢીએ તા. ૨૧.૩ ના રોજ રૂા.૬.૪૫.૯૯૨ અને તા. ૨૨.૪ ના રોજ રૂા. ૫,૩૪,૯૦૩ નો કોલસાનો જથ્થો મોકલાવેલો હતો.

ત્યાર બાદ તા. ૧૮.૫. ના રોજ રૂા. ૪,૫૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા બાદ તા. ૧૯.૫ ના રોજ અમદાવાદની પેઢીએ રૂા. ૫,૬૦,૦૨૮ નો માલ મોકલાવેલો અને સંદીપ શર્માએ વધુ પેમેન્ટ કરવાનું કહેતાં અમારૂ એડવાન્સ પેમેન્ટ રૂા. ૪૦૯૦૭૬ જમા હોય માલ મોકલ્યા બાદ જ બીજું પેમેન્ટ મોકલશું તેમ કહેતા સંદીપ શર્મા અને ગાંધીધામ વાળા રાજ કૈલાશકુમાર અય્યાસચીએ ફોનમાં વિશ્ર્વાસ અપાવેક્લો કે તમે અત્યારે રૂા. ૧, ૪૫,૦૦૦નું પેમેન્ટ મોકલાવો એટલે તમારા બાકી નિકળતા તમામ રૂપિયાનો માલ આપી દેવાનો વિશ્ર્વાસ કેળવ્યો હતો.ગત તા. ૨૦, ના રોજ વધૂ ૧કરોડ તેમના ખાતામાં મોકલી દીધા છતાં માલ ન મોકલતા અને અવાર નવાર માલ મોકલવાનું કહેવા છતાં પણ માલ ન મોકલતાં ગત તા. રર.ફ્રેબ્રુઆરી ના રોજ આનંદભાઈ અને તેમના પાર્ટનર જીત કમલેશભાઈ બુધ્ધદેવ, કમલેશભાઈ બુધ્ધદેવ અને રવિભાઈ બુધ્ધદેવ તેમની અમદાવાદ સ્થિત ઓફિસે જઈ હિસાબમાં નિકળતા રૂા. ૨૩,૪૫,૨૦૦ પરત આપવાનું કહેતાં સંદીપ શર્માએ અલગ અલગ રકમના ચેક તેમજ રૂા. આઠ લાખનો માલ આપવાનું લખાણ કરી આપેલ અને તેમણે આપેલ ચેક ખાતામાં જમા કરાવતા ખોટી સહી હોવાથી ચેક પરત થયેલ આમ આ ચારેય શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરતાં આ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સીટી બી ડીવીઝન પોલીસે ઈ.પી.કો ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબ વધુ તપાસ હાથ ધરી છે.

‘જેટલું વહેલું એટલું સહેલું’ સ્તન કેન્સરનું નિદાન કરાવા નિષ્ણાંત મહિલા ડો.ની અપીલ

0

“જેટલું વહેલું નિદાન એટલી જ સ્તન કેન્સર મટવાની શક્યતા વધારે”-કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો.શિવાની ભટ્ટ

  • સ્તન કેન્સર સામે રક્ષણ મેળવવા ડો.શિવાની ભટ્ટે જણાવ્યા મહત્વના ત્રણ સુચનો
  • જામનગરની વધુમાં વધુ મહિલાઓને સ્ક્રીનીંગ મેમોગ્રાફી કરાવવા શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈ તેમજ રેડિયોલોજી વિભાગના વડા ડો.નંદિની બાહરીની અપીલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૯ ઓક્ટોબર ૨૩ “જેટલું વહેલું નિદાન એટલી જ કેન્સર મટવાની શક્યતા વધારે” આ શબ્દો છે જામનગરમાં છેલ્લા દસ વર્ષથી કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપી રહેલ ડો.શિવાની ભટ્ટના. ભારતમાં બહેનોમાં સ્તન કેન્સર એ સૌથી વધુ જોવા મળતું કેન્સર છે. ત્યારે વહેલા નિદાન થકી કેન્સરને મહાત આપી શકાય છે અને આ માટે ત્રણ બાબતો દરેક સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વની છે.સ્તન કેન્સર સામે રક્ષણ મેળવવા ડો.ભટ્ટે મહિલાઓને ત્રણ મહત્વના સૂચન કરતાં જણાવ્યું છે કે પ્રથમ બાબત એ આપણા હાથમાં છે અને તે એટલે સ્તનની જાત તપાસ 20 વર્ષથી મોટી ઉંમરની દરેક બહેનોએ દર મહિને નિયમિત રીતે પોતાના સ્તનની જાત તપાસ કરતા રહેવી જોઈએ અને જો ગાંઠ, લોહી નીકળવું, ચામડીમાં ફેરફાર વગેરે જેવા લક્ષણો જણાય તો શરમ કે સંકોચ રાખ્યા વગર તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. બીજી મહત્વની બાબત છે કે જો કોઈ પણ પ્રકારની તકલીફ કે લક્ષણો જણાતા ન હોય તો પણ દર વર્ષે સ્ત્રીરોગ નિષ્ણાંત કે નજીકના ડોક્ટર પાસે સ્તન કેન્સર અંગેની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.ખૂબ જ નજીવા દરે થતી આ તપાસ આવનારી મુશ્કેલીમાંથી ઉગારી શકે છે.અને ત્રીજી મહત્વની બાબત છે સ્ક્રીનીંગ મેમોગ્રાફી. મેમોગ્રાફી એ સરળ રીતે થતી એક્સ-રે મશીનની તપાસ છે.40 થી 45 વર્ષની ઉંમર પછી દરેક બહેનોએ કંઈ પણ તકલીફ ન હોય તેમ છતાં પણ મેમોગ્રાફીની તપાસ કરાવતા રહેવી જોઈએ. જ્યારે કોઈ જ લક્ષણો ન જણાતા હોય કે, કોઈ જ પ્રકારની મુશ્કેલી કે દુખાવો ન થતો હોય તેવા સંજોગોમાં પણ મેમોગ્રાફી મશીન સ્તનમાં રહેલી કેન્સરની નાનામાં નાની ગાંઠને પણ સરળતાથી પકડી પાડે છે અને જેને ઓછામાં ઓછી સારવાર સાથે મટાડી પણ શકાય છે.

વધુમાં ડો.ભટ્ટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ્ય જીવનશૈલી કેળવવી, શરીરનું વજન નિયંત્રણમાં રાખવું, કસરત કરવી, વ્યસનથી દૂર રહેવું, પ્રસુતી બાદ સ્તનપાન કરાવવું વગેરે જેવી બાબતો પણ ખૂબ જ મહત્વની છે અને આ બાબતો અનુસરવાથી જ આપણે આ કેન્સર સામેની લડાઈ સરળતાથી જીતી શકીશુ.આગામી શુક્રવારના રોજ વર્લ્ડ મેમોગ્રાફી ડે તથા વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ માસની ઉજવણી પ્રસંગે શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડિન ડો.નંદીની દેસાઈ તેમજ રેડિયોલોજી વિભાગના વડા ડો.નંદીની બાહરીએ પણ જામનગરની મહિલાઓને અપીલ કરતા જણાવ્યુ છે કે વધુમાં વધુ મહિલાઓ નિયમિતપણે સ્તન કેન્સર અંગેની તપાસ કરાવે અને કેન્સર શરીરમાં પ્રવેશે તે પહેલા જ તેની સામે રક્ષણ મેળવે.આ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સ્ક્રીનીંગ મેમોગ્રાફીની સુવિધા તદ્દન નજીવા દરે ઉપલબ્ધ છે જેનો વધુમાં વધુ મહિલાઓ લાભ લે.

આલેખન-વિરેન્દ્રસિંહ પરમાર ફોટો-ગજેન્દ્રસિંહ જાડેજા (માહિતી ખાતુ) જામનગર

error: Copying and use of the content of the website is considered as illegal activity.