Saturday, October 17, 2026
Home Blog Page 198

જામનગરમાં અગામી રવિવારે શ્રી હર્ષિદા ગરબી મંડળ તરફથી સમૂહ મહાપ્રસાદ

0

જામનગરમાં આગામી રવિવારે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના ગરબી મંડળોની તમામ બાળાઓ-બટુકો માટે સમૂહ મહાપ્રસાદનું આયોજન

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ર૭ ઓક્ટોબર ૨૩, જામનગર ના શ્રી હર્ષિદા ગરબા મંડળ દ્વારા તા. ૧પ-૧૦-૧૯૭પ માં માત્ર અગિયાર કાર્યકરો સાથે મળી હર્ષિદા ગરબા મંડળની સ્થાપના કરવામાં આવી હતી. પહેલે વર્ષે માત્ર અગિયાર કુમારીકાઓને મહાપ્રસાદ જમાડી શુભ શરૃઆત થઈ હતી.કોઈપણ જાતના સ્વાર્થ વગર ચાલી આવતી હર્ષિદા ગરબા મંડળની મહાપ્રસાદની પરંપરા જાળવણી કરતા તા. ર૯-૧૦-ર૩ ને રવિવારના વિસા શ્રીમાળી સોની સમાજની વાડી, ખંભાળીયા નાકા બહાર, દ્વારકાપુરી રોડ પર મંડળ દ્વારા આશરે ૩૦,૦૦૦ બાળાઓને મહાપ્રસાદ જમાડવાનો મંડળ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે, તેમાં શહેરના બાળકો તેમજ ગરબી મંડળના સંચાલકો, સેવાભાવિ કાર્યકરો તથા ધર્મપ્રેમી જનતાને મહાપ્રસાદ જમાડવામાં આવશે.આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ગુજરાતની અલગ-અલગ ધાર્મિક જગ્યાના સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહી, પોતાના હસ્તે મહાપ્રસાદ પીરસી આ કાર્યક્રમની શુભ શરૃઆત કરાવશે. આ કાર્યક્રમમાં બાળાઓને ભારતીય બેઠકમાં શિસ્તબદ્ધ કતારોમાં બેસાડી માતાજીનો મહાપ્રસાદ જમાડવામાં આવશે. તમામ બાળાઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેની ખાસ કાળજી તથા તકેદારી રાખવામાં આવશે તેમજ શહેરી વિસ્તારમાં અભ્યાસ કરતી આશરે પ૦ જેટલી શાળાઓ તેમજ મદ્રેસાની બાળાઓ મહાપ્રસાદ ગ્રહણ કરશે.આગામી કાર્યક્રમના શુભદિવસે મંડળ દ્વારા વહેલી સવારે ૬ કલાકે કટારીયાવારા વાછરાદાદાની બાવનગજની ધજા સમારંભના શુભસ્થળે ફરકાવી કાર્યક્રમની શુભ શરૃઆત કરવામાં આવશે ત્યારબાદ સવારે ૯ કલાકે મંડળ દ્વારા મંગલાચરણ કરવામાં આવશે તેમજ સવારે ૧૦-૩૦ કલાકે સંતો-મહંતો સમારંભના શુભ સ્થળે પધારશે. જેમનું ભવ્ય સ્વાગત અને સામૈયા કરવામાં આવશે. સવારે ૧૧ કલાકે આરતી આશ્રમ જુનાગઢ-સરખેજ-કેવડીયા વાંકિયાથી પધારેલ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ સ્વામીશ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજના વરદ હસ્તે માતાજીનો મંગલદિપ પ્રગટાવવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૧-૩૦ કલાકે સમારંભમાં પધારેલા સંતો-મહંતોના વરદ હસ્તે માતાજીની મંગલ આરતી ઉતારવામાં આવશે.ત્યારબાદ બપોરે ૧ર-૦૦ કલાકે શ્રી પંચદશનામ જુના અખાડા, ભવનાથ તળેટી જુનાગઢથી પધારેલ થાનાપતિ મહંતશ્રી બુદ્ધગીરી બાપુના વરદ હસ્તે બાળાઓને મહાપ્રસાદ પીરસી સમારંભની શુભ શરૃઆત કરવામાં આવશે. તેમજ સમારંભના શુભસ્થળે શ્રી પંચ ખોડીયાર માતાજી મંદિર ગામ કેરીયા, તા. લાઠી, જી. અમરેલીથી પધારેલ મહંતશ્રી, ત્રંબકનાથજી બાપુ ખાસ ઉપસ્થિત રહી બાળાઓ, બટુકો તેમજ કાર્યકરોને શુભ આશીર્વચન પાઠવશે. શ્રી ભવાની મંડળ ઉતર ગુજરાત પાટણના મહિલા સત્સંગ મંડળ દ્વારા માતાજીના રાસ ગરબા રજુ કરવામાં આવશે ત્યારબાદ આમંત્રીત મહેમાનો તેમજ સેવાભાવિ કાર્યકરોને સન્માનિત કરી, આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે. કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર આશરે ૩૦૦ કાર્યકરો કારસેવા આપવા માટે ખડેપગે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપશે.આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ૦ કાર્યકરો રાત્રિ ને દિવસ તનતોળ મહેનત કરી ગરબી મંડળોમાં રૃબરૃ આમંત્રણ આપેલ છે. તેમજ કાર્યક્રમની પુરેપુરી જાણકારી આપેલ છે. બપોરે ૧ર વાગ્યાથી આપના આગમન સુધી ચાલનારા આ મહાપ્રસાદ કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના સંચાલક રાજુભાઈ જોષી, ભરતભાઈ ચૌહાણ, સંદિપ મકવાણા, મુકેશભાઈ ચૌહાણ, સમિર વાસુ, મનોજ ચાવડા, ચંદુભા પરમાર, પરેશભાઈ ચુડાસમા, અશ્વિનભાઈ બારડ, કેતન ગોરાતેલા, ભગવાનજી પરમાર, મોહન કછેટીયા, તુષાર દુબલ, જયદિપ ચાવડા, ધર્મેન્દ્રભાઈ મેર, જીતેન્દ્ર મકવાણા, કપીલ ચાવડા, મયુર પરમાર, દિવ્યેશ મકવાણા, મેહુલ મકવાણા, અખીલ મેર, રમેશ ગોહિલ, સોમા સાગઠીયા, નરેશ અજા, સંજય ગોહિલ, આશિષ જોશી, અનિરૃદ્ધ મકવાણા, ચેતન પરમાર, સાગર ચૌહાણ, નિલેશ ભટ્ટી, દેવદત પરમાર, સાગર વાસુ, ધર્મેશ સુખડીયા, ચંદ્રેશ ચૌહાણ, કાનજીભાઈ બથવાર, રમેશભાઈ છુછીયા વિગેરે આ મંડળના કાર્યકરો દ્વારા દરેક વિસ્તારોને આ મહાપ્રસાદમાં આવરી લેવામાં આવેલ છે. કોઈપણ બાળાઓ કે બટુકો પ્રસાદથી વંચિત ન રહી જાય તેમની ખાસ તકેદારી અને કાળજી રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં નગરના વેપારી આગેવાનો, ઉદ્યોગપતિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરની ધર્મપ્રેમી જનતા અને ધાર્મિક સંસ્થાઓ મહાપ્રસાદ ગ્રહણ કરશે. તેમ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોશીએ જણાવેલ છે.

કાલાવડ પંથકમાં રસોઈ બાબતે માતાના ઠપકાથી પુત્રીનો આપધાત

0

કાલાવડના મુળીલા ગામે રસોઈ બાબતે માતાએ ઠપકો આપતાં પુત્રીનો આપઘાત

દંશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મુળીલા ગામે રહેતી એક સગીરાને રસોઈ બાબતે તેણીની માતાએ ઠપકો આપ્યો હતો. જે સહન નહીં થતાં તેણીએ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, કાલાવડ તાલુકાના મુળીલા ગામે રહેતી સુમીતા શંકરભાઈ ભુરીયા નામની ૧પ વર્ષીય આદિવાસી સગીરા પોતાની વાડીએ રસોઈ બનાવતી હતી ત્યારે તેણીની માતા બુધીબેનએ રસોઈ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી તે બાબતનું મનમાં લાગી આવતાં સુમીતાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેણીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલ ખસેડાઈ હતી. જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયું હતું.આ બનાવ અંગે મૃતકના પિતા શંકરભાઈ ભુરીયાએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામ્યુકોની સામાન્ય સભામાં વિવિધ પેટા કમિટીના સભ્યોની બહુમતીના ધોરણે વરણી

0

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ પેટા કમિટીના સભ્યોની બહુમતીના ધોરણે વરણી

  • નાં દરખાસ્ત, નાં ટેકો જાહેર કરાયો:સીધી જ નામાંવલી જાહેર કરી દેવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ર૭ ઓક્ટોબર ૨૩ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે અલગ અલગ ૧૩ કમિટી તેમજ કોલેજ અને સ્ટાફ સીલેક્શન કમિટી મળી કુલ ૧પ કમિટીમાં સભ્યોની વિપક્ષના વિરોધ સાથે બહુમતિ થી નિમણૂક કરવામાં આવી હતી, જો કે કોઈ એ દરખાસ્ત રજૂ કરી ન હતી અને કોઈ એ દરખાસ્ત ને ટેકો જાહેર કર્યો ન હતો.અને સીધા જ કમિટી ના સભ્યો ની નામાવલી જાહેર કરી દેવામાં આવી હતી.જામનગર મહાનગર-પાલિકાની સામાન્ય સભા આજે સવારે મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને ચેમ્બર ઓફ કોમર્સ હોલમાં મળી હતી અને વિવિધ પેટા કમિટીની રચના કરવામાં આવી હતી.તેમાં પબ્લિક વર્કસ કમિટીમાં મુકેશ માતંગ, સોનલબેન કણઝારિયા, અલ્કાબા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઝાલા, ગોપાલ સોરઠિયા, ધીરેનકુમાર મોનાણી અને જયંતિલાલ ગોહિલ.વોટર્સ કમિટી માં ધીરેનકુમાર મોનાણી, પ્રભાબેન ગોરેચા, જયરાજસિંહ જાડેજા, સરોજબેન વિરાણી, આશાબેન રાઠોડ, પાર્થ જેઠવા અને જીતેશ શિંગાળા. સેનિટેશન કમિટી માં જશુબા ઝાલા, હર્ષાબેન વિરસોડિયા, જયેન્દ્રસિંહ ઝાલા, પરાગ પટેલ, મુકેશ માતંગ, જયંતિલાલ ગોહિલ અને શોભનાબેન પઠાણ,લાઈટ કમિટીમાં જયરાજસિંહ જાડેજા, આશાબેન રાઠોડ, પન્નાબેન કટારિયા, તૃપ્તિબેન ખેતિયા, તરૃણાબેન પરમાર, ગીતાબા જાડેજા અને શારદાબેન વિંઝુડા.શહેરી ગરીબી સમાજ કલ્યાણ કમિટીમાં ગીતાબા જાડેજા, શોભનાબેન પઠાણ, કૃપાબેન ભારાઈ, પાર્થ જેઠવા, પ્રવિણાબેન રૃ૫ડિયા, લીલાબેન ભદ્રા અને ભારતીબેન ભંડેરી સ્લમ અપગ્રેડેશન કમિટી માં જયેન્દ્રસિંહ ઝાલા, લીલાબેન ભદ્રા, જડીબેન સરવૈયા, પ્રભાબેન ગોરેચા, સોનલબેન કણઝારિયા, હર્ષાબેન વિરસોડિયા અને બબીતાબેન લાલવાણી. રમતગમત અને સાંસ્કૃતિક કમિટીમાં જીતેશ શિંગાળા, પ્રવિણાબેન રૃપડિયા, પરાગ પટેલ, જસુબા ઝાલા, ધર્મીષ્ઠાબેન સોઢા, ધીરેનકુમાર મોનાણી અને શારદાબેન વિઝુંડા. ટાઉન પ્લાનિંગ અને માર્કેટીંગ કમિટીમાં પરાગ પટેલ, તૃપ્તિબેન ખેતિયા, જયરાજસિંહ જાડેજા, ગોપાલ સોરઠિયા, મુકેશ માતંગ, લીલાબેન ભદ્રા, અને શોભનાબેન પઠાણ.આરોગ્ય અને ગાર્ડન સમિતિમાં અલ્કાબા જાડેજા, બબીતાબેન લાલવાણી, જયેન્દ્રસિંહ ઝાલા, જડીબેન સરવૈયા, સરોજબેન વિરાણી, હર્ષાબેન વિરસોડિયા અને તૃપ્તિબેન ખેતિયા ડ્રેનેજ કમિટીમાં જયંતિલાલ ગોહિલ, પન્નાબેન કટારિયા, અલ્કાબા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઝાલા, પ્રભાબેન ગોરેચા, સોનલબેન કણઝારિયા અને જીતેશ શિંગાળા,વાહન કમિટી મા ધરમીનાબેંન ,જડીબેન સરવૈયા, પન્નાબેન કટારિયા, જશુબા ઝાલા, તૃપ્તિબેન ખેતિયા, આશાબેન રાઠોડ અને ગીતાબા જાડેજા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક કમિટીમાં શારદાબેન વિંઝુડા, ભારતીબેન ભંડેરી, કૃપાબેન ભારાઈ, ધર્મિનાબેન સોઢા, ધીરેનકુમાર મોનાણી, પાર્થ જેઠવા અને તરૃણાબેન પરમાર. લીગલ કમિટીમાં પાર્થ જેઠવા, કૃપાબેન ભારાઈ, પરાગ પટેલ, સરોજબેન વિરાણી, પ્રવિણાબેન રૃપડિયા, જીતેશ શિંગાળા, અને ભારતીબેન ભંડેરીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કોલેજ મેનેજમેન્ટ કમિટીમાં ચેરમેન તરીકે મેયર, સેક્રેટરી તરીકે પ્રિન્સિપાલ, સભ્ય તરીકે સરોજબેન વિરાણી, પાર્થ જેઠવા, ભારતીબેન ભંડેરી, વિજયસિંહ જેઠવા અને અશ્વિન પંડ્યા તથા સ્ટાફ સિલેક્શન સમિતિમાં ચેરમેન તરીકે મેયર, સભ્ય તરીકે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, ગોપાલ સોરઠિયા, પૃથ્વીરાજસિંહ ઝાલા, શારદાબેન વિંઝુડા, ધીરેનકુમાર મોનાણીનો સમાવેશ થાય છે.સામાન્ય સભાની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના અલ્તાફ ખફીએ કહ્યું હતું કે, પેટા સમિતિમાં વિપક્ષને સ્થાન આપવામાં આવે અથવા સ્ટાફ સિલેક્શન સમિટીમાં વિપક્ષના નેતાનો સમાવેશ કરવામાં આવે. જો આ માંગણી સ્વીકારવામાં ન આવે તો વિપક્ષ નો તમામ એજન્ડા દરખાસ્ત સામે વિરોધ રહેશે.આ વિવિધ પેટા કમિટીને રૃા. ૭ લાખ ના બદલે રૃા. ૧પ લાખની આર્થિક સત્તા આપવાનો પણ ઠરાવ કરાયો હતો. આખરે બહુમતીના ધોરણે તમામ કમિટી સભ્યોની વરણીને મંજુર કરવામાં આવી હતી.ઉપરાંત ન્યુસન્સ ચાર્જ ઘટાડવાની દરખાસ્તને પણ મંજુરી આપવામાં આવી હતી. જે દરખાસ્ત અન્વયે વિપક્ષના આનંદ રાઠોડે દંડ ની રકમ ઘટાડવાના બદલે વધારવાની માંગ કરી હતી.ભાજપના સભ્ય કેશુભાઈ માડમએ શાબ્દિક ચાબખા મારી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. તેમણે કહ્યું હતું કે, અમારૃ દિલ અને તમન્ના બન્ને તૂટ્યા છે.વિપક્ષના સદસ્યા જેનબબેન ખફીએ કહ્યું હતું કે, પદ ફાળવણી કરવી હોય તો એક માસે સામાન્ય સભા યોજાય અને જો પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવી હોય તો બે માસે સામાન્ય સભા મળે છે. હકીકતે લોકોના પ્રશ્નોમાં રસ છે કે કેમ ? તે અંગે તમામ કોર્પોરેટર માટે મતદાન કરાવવું જોઈએ. આખરે ખાસ કોઈ એજન્ડા વગર સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી.

જામનગરમાં કોર્પોરેટર સહિત ત્રણ સામે લેન્ડગ્રેબિંગનો ગુનોં દાખલ થતા ચકચાર

0

જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદે દુકાન ખડકી દેવા અંગેનું ચકચારી પ્રકરણ

  • વોર્ડ નાં ૧૨ ના કોર્પોરેટર સહિત ત્રણ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર
  • (૧) સીદી હાજી મેતર (૨) કાદર હાજી મેતર રહે.તાહેરી સ્કુલની સામે,કાલાવડ નાકા બહાર જામનગર (૩) અસલમ કરીમ ખીલજી રહે.પટણીવાડ, જામનગર વાળા તથા તપાસમાં ખુલવા પામે તે તમામ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ઓક્ટોબર ૨૩ જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલી મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદે દુકાન ખડકી દઈ જમીન પચાવી પાડવા અંગેના પ્રકરણમાં વોર્ડ નંબર ૧૨ના કોંગી કોર્પોરેટર સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતનો ગુનો દાખલ કરવામાં આવતાં ભારે ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકાના એ સ્ટેટ અધિકારી નીતિનકુમાર રવિશંકર દીક્ષિત એ ગઈકાલે લેખિતમાં એક ફરિયાદ અરજી આપીને જામનગરના સીટી એ- ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડા નો સંપર્ક સાદ્યો હતો, અને મહાનગર પાલિકાની જગ્યામાં ગેરકાયદે જમીનમાં દબાણ કરવા અંગે કોર્પોરેટર અસલમ ખીલજી, તેમજ વકહાજી મેતર અને કાદર હાજી મેતર સામે જમીન પચાવી પાડવા અંગેનની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.જામનગરમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર અસલમ કરીમ સામે ફરિયાદ નોંધવા માટેની અરજી આપી હતી, જે અરજીના અનુસંધાને પી.આઈ નિકુંજ ચાવડાએ અધિકારી નીતિન દીક્ષિતની ફરિયાદ ના આધારે કોર્પોરેટર સહિતના ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધીનિયમ ૨૦૨૦ ની કલમ ૪(૩), અને પાંચ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તેઓને અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસમાં જાહેર કરાયા અનુસાર મહાનગર પાલિકાની નગરપાલિકા દ્વારા ૧૮ મીટર નો રોડ કરવા માટે અને ઉપરોક્ત દુકાન રોડના કપાસમાં આવતી હોવાથી સંપાદન કરેલી જમીનમાં રોડ ખુલ્લો કરવા માટે ની અરજી કરવામાં આવી હતી.જે અરજીના અનુંસંધાને પોલીસે તપાસણી શરૂ કરી છે,

જામજોધપુરમાં વિજ આચકાથી બાળકનું મોત

0

જામ જોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતા શ્રમિક પરિવારના બાળકનું પાણીની મોટરના સ્ટાર્ટર માંથી વીજ આંચકો લાગતાં અપમૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૬ ઓક્ટોબર ર૩, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક ખેડૂત ની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતા શ્રમિક પરિવારના બાળકનું રમતાં રમતાં પાણીની મોટરના ઈ-સ્ટાર્ટરને અડી જતાં વીજ આંચકો લાગવાથી મૃત્યુ નીપજ્યું છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામજોધપુર તાલુકાના પરડવા ગામના ખેડૂત સંજયભાઈ હાજાભાઇ ઓડેદરા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મેતાબભાઈ જામસિંહ બડોલે નામના આદિવાસી ખેત મજૂરનો માસુમ બાળકો અનંત કે જે વાડીમાં રમતો હતો, જે દરમિયાન પાણીની મોટર ના સ્ટાર્ટર માંથી તેને વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે બનાવા અંગે મૃતક ના પિતા મેતાબભાઈએ પોલીસમાં જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં નગરસેવિકાના પતિની આગેવાનોની હાજરીમાં ધોલાઇ : જુવો Video

0

જામનગરમાં નગરસેવિકાના પતિની ધોલાઇ : જુવો Video

  • આગેવાનોની મધ્યસ્થીથી મામલો થાળે
  • નજરે જોનાર વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લેતા  શોશિયલ મીડીયા વાયરલ થયો હતો

દેશ દેવી ન્યુઝ જામનગર રપ ઓક્ટોબર ૨૩ જામનગરમાં ગઇકાલે સીંધી સમાજ દ્રારા દર વર્ષની માફક રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો અને શોભાયાત્રા નિકળી હતી તેમાં દરબારગઢ શાક માર્કટ વિસ્તારમાં રાવણ દહનની શોભાયાત્રામાં નગર સેવિકાના પતિ અને વેપારી વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતો મામલો હાથા પાઈ સુધી પહોંચ્યો હતો. તેવામાં આગેવાનોની હાજરીમાં નગરસેવિકાના પતીની ધોલાઈ થતા થોડી ક્ષણ સોપો પડી ગયો હતો અને આગેવાનો દોડી જઈ મામલો થાળે પાડ્યો હતોનગરસેવિકાના પતીને માર માર્યાની વાત વાયુવેગે પ્રસરી જતા શહેરભરમાં ચર્ચાએ જોર પકડયું હતું અને સમગ્ર પ્રકરણમાં ઢાંકપીછોડા કરવામાં આવ્યા હતા તેવામાં નજરે જોનારે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લઈ શોશિયલ મીડીયામાં વાયરલ કરી દેતા શહેરભરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન થયો છે. દેશ દેવી ન્યુઝ આ વિડીયાની પુષ્ઠી કરતુ નથી

જામનગર ધ્રોલ પંથકમાં મહિલાનું ગળું કાપી ધાતકી હત્યા

0

જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં સપ્તાહ દરમિયાન હત્યાની ફરી એક ઘટનાથી ભારે સનસનાટી

  • ખેત મજૂરી કામ કરવા આવેલી શ્રમિક મહિલા નું ગળું કાપીને હત્યા નીપજાવાઈ: વાગુદડ રોડ પરથી મૃતદેહ મળ્યો
  • મહિલાના પતિએજ કાસળ કાઢી નાખ્યું: પોલિસ દ્વાર આરોપીની શોધખોળ

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૨૫ ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક સપ્તાહના સમયગાળા દરમિયાન હત્યાની બીજી ઘટના સામે આવતાં સનસનાટી મચી ગઈ છે દશેરા જેવા પવિત્ર તહેવારના દિવસે પરપ્રાંતિય શ્રમિક મહિલાની ગળુ કાપી નાખી હત્યા નીપજાવવાનો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ વાગુદડ રોડ પરથી મળી આવ્યો હતો. મહિલાના પતિએ જ કાસળ કાઢી નાખ્યું હોવાનું અનુમાન લગાવી ભાગી છુટેલા પતિને પોલિસ શોધી રહી છે.આ હત્યા ના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતી અને ખેત મજૂરી કામ કરતી હુગરીબેન સરદારભાઈ વાસકેલા નામની પર પ્રતિય ૨૭ વર્ષની શ્રમીક મહિલા કે જેનો મૃતદેહ આજે વહેલી સવારે ગળું કપાયેલી હાલતમાં અને લોહીથી લથબથ વાગુદડ રોડ પરથી મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતોઝ અને મહિલાના મૃતદેહ નો કબજો સંભાળી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું. ધારદાર હથિયાર નો ઘા મારી ગળું રહેંસી નાખી હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવતાં પોલીસ દ્વારા હત્યા અંગેનો અપરાધ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પોલીસ ની તપાસ દરમિયાન હુંગરીબેન વસકેલા ના પતિ સરદાર નામના શખ્સ દ્વારાજ હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ શંકા દર્શાવાઈ રહી છે. હત્યારો પતિ સરદાર વસકેલા હાલ ભાગી છૂટ્યો હોવાથી ધ્રોળ પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જે પોલીસના હાથમાં આવે પછીજ સમગ્ર હત્યાની ઘટના પરથી ભેદ ઉકેલાય તેમ મનાઇ રહ્યું છે.

જામનગર મહિલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દૂર ઉપયોગ કરનાર ભેજાબાજ પકડાયો

0

જામનગરનાં મહિલાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો દૂરઉપયોગ કરી સમાજ મા બદનામી કરનાર આરોપી પકડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તાં.૨૪, ઓક્ટોબર ૨૩ જામનગરનાં એક શિક્ષિત મહિલા નું સોશિયલ મીડિયા નાં અલગ અલગ પ્લેટફોર્મમાં ૧૨ ફેક આઈડી બનાવી મહિલાનો ફોટો મોર્ફ કરી ને અભદ્ર શબ્દ પ્રયોગ કરી સમાજમાં બદનામી કરનાર આરોપી ને જામનગર ની સાઈબર ક્રાઈમ પોલીસે મહારાષ્ટ્ર માંથી ઝડપી પાડ્યો છે.જામનગરના એક શિક્ષિત અને મોટી ઉંમરના મહિલા એ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોતાની આઇડી બનાવી હતી જે આઈ ડી માં મહિલાએ પોતાનું પ્રોફાઈલ પિક્ચર ફોટો રાખ્યો હતો. તે પ્રોફાઈલ પિક્ચર માંથી આરોપીએ સ્ક્રીનશોટ મારફત ફોટો મેળવી લીધો હતો અને ફરિયાદીના નામમાં અભદ્ર શબ્દ નો ઉમેરો કરી ને ફરિયાદીની તેમજ તેમના પુત્રોની સમાજમાં બદનામી થાય તે હેતુથી મહિલાના સગા સંબંધીને અને પુત્રના સ્ટાફ ના સભ્યો ને અને મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને અશ્લીલ કોમેન્ટો કરી હતી. તેમજ મહિલા ને ઓનલાઈન બદનામ કરવાનું કૃત્ય કર્યું હતું. આ અંગે મહિલા ની ફરિયાદ ના આધારે પોલીસે ગુનો નોંધી પોલીસ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામા આવી હતી દરમિયાન આરોપી નું લોકેશન મહારાષ્ટ્ર નાં પુણે મા મળતા સાયબર ક્રાઇમ ની ટીમ પુણે પહોંચી હતી અને આરોપી નીપુણ રજનીકાંત પટેલ (૨૨) ને ઝડપી પાડ્યો હતો.

જામનગરમાં વિધવા પુત્રવધુ પર સાસરિયાનો સિતમ જેઠ અને સાસુએ ધોકા વડે માર માર્યો

0

જામનગરમાં વિધવા પુત્રવધુ પર સાસરિયાનો સિતમ: જેઠ અને સાસુએ ધોકા વડે માર માર્યો

  • સસરા બિભત્સ માંગણી કરી તેની દિકરીઓને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૪ ઓક્ટોબર ૨૩ જામનગરમાં એક વિધવા મહિલાએ પોતાના સાસુ-સસરા અને જેઠ શારિરીક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નેાંધાવી છે.  આ બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરના જુના રેલવે સ્ટેશન પાસે ભીમવાસ શેરી નં.૧ માં રહેતા પ્રવિણાબેન અશોકભાઈ જાદવની ફરિયાદ મુજબ તેણીના પતિનું એકાદ વર્ષ પૂર્વે અવસાન થતાં તેણી તેમની ત્રણ દિકરીઓ સાથે રહી ખાનગી શાળામાં કચરા પોતા કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.દરમિયાન ગત તા. ૨૨.૧૦ ના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં નિવેધનો સામાન લઈ ઘરની ડેલી પાસે પહોંચતાં સાસુએ મેણા ટોણા મારી તમે કોઈને શાંતિથી રહેવા દેતા નથી તેમ કહી સાસુ ભાનુબેન જાદવે લાકડાનો ધોકો માથામાં મારેલ હતો.તેમજ જેઠ પ્રકાશભાઈએ વાસામાં, કમરના ભાગે અને હાથ પગમાં ધોકા વડે મારી મુંઢ માર માર્યો હતો. સસરા દેવજીભાઈએ પણ ફરિયાદ કરીશ તો હું એક દિવસમાં છુટી જઈશ, પરંતુ તને હું જીવતી નહી રહેવા દઉ, તેવી ધમકી આપી હતી. તેમજ છ માસ પહેલા તેના સસરાએ રૂમમાં આવી હાથ પકડી તું મને સંતોષ આપીશ તો હું તને બધી સુખ સગવડ આપીશ તેવી બિભત્સ માંગણી કરી આ વાત કોઈને કહીશ તો તને અને તારી દિકરીઓને જાનથી મારી નાખીવાની ધમકી આપ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

સમગ્ર બનાવ અંગે તેણીએ સીટી-બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે  આઈ.પી. કલમ- ૪૯૮ (એ), ૩૫૪ (સી), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ  ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે

0

જામનગર મા સિંધી સમાજ દ્વારા રાવણનાં પૂતળાંનું દહન કરાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૩ ઓક્ટોબર ૨૩, જામનગર મા મંગળવારે સિંધી સમાજ દ્વારા વિજયા દશમી ની ઉજવની કરવા મા આવશે.સાંજે રાવણ નાં પૂતળાં નું દહન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.મંગળવાર તાં. ૨૪ નાં જામનગર મા સિંધી સમાજ દ્વારા શહેર નાં પ્રદર્શન મેદાન મા સાંજે ૬:૩૦ કલાકે રાવણ નાં પૂતળાં દહન નો કાર્યક્રમ યોજાશે જેમાં પ્રણામી ધર્માચાર્ય આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ આશીર્વચન પાઠવશે.જ્યારે મુખ્ય મહેમાન તરીકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી , મેયર વિનોદ ખીમસૂર્યા ,શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, ડેપ્યુટી મેયર. ક્રિષ્નાબેન સોઢા, સાસકપક્ષના નેતા આશિષ જોષી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા ઉપસ્થીત રહેશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.