જામનગર શહેરમાંથી બાઈક ની ચોરી કરનાર બે ટાબરીયા પકડાયા
- બાઈક ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા ટાબરીયાને ઉઠાવી લેવાયા
- સીટી-બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ નવેમ્બર ૨૩ જામનગરના વાલકેશ્વરીમાંથી ચોરાયેલા બાઈકનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે ટાબરીયા ને ચોરાઉ બાઈક સાથે પોલીસે ઝડપી લીધા છે.
જામનગરની વાલકેશ્વરી નગરી વિસ્તારમાંથી જીજે-૧૦-ડીબી ૪૩૪૩ નંબરનું બાઈક ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
તે દરમિયાન પોલીસે બાતમીના આધારે બેડી નજીકના પુલ પાસેથી કાયદાથી સંઘર્ષિત બે કિશોરને અટકાયતમાં લેવાયા હતા. બંનેને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરાતા તેઓએ ત્રણેક દિવસ પહેલા રૃા.૩૦ હજારનું બાઈક વાલકેશ્વરી નગરીમાંથી ઉઠાવ્યાની કબૂલાત આપી છે. પોલીસે બાઈક કબજે કરી પૂછપરછ હાથ ધરી છે.

જામનગરમાં ચાર દિવસ પહેલાં જકાતનાકા પાસેથી રિક્ષામાં મુસાફરી કરનારા એક યુવાનના ખિસ્સામાંથી રૂપિયા ૨૫૦૦૦ ની રોકડ રકમની ચોરી થઈ ગઈ હતી. જેથી આ બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. ઉપરોક્ત ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન પોલીસ ની ટીમને સફળતા સાંપડી છે અને રાજકોટના રહેવાસી રીક્ષા ચાલક સચિન ઢોંગીરામ આમકર નામના મરાઠી શખ્સ અને તેના સાગરિત રાજકોટના વતની ધનજીભાઈ દેવજીભાઈ ગેડાણી ની અટકાયત કરી લીધી છે. જયારે તેઓ પાસેથી ચોરી કરેલી રૂપિયા ૨૫,૦૦૦ ની રોકડ રકમ તેમજ જીજે- ૨૫ વી ૧૪૬૦ નંબરની ઓટો રીક્ષા કબજે કરી લીધી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન તેઓની સાથે રાજકોટમાં રહેતો વિશાલ પ્રવીણભાઈ પાટડીયા પણ જોડાયો હોવાથી અને ચોરી કરવામાં સામેલ હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.



દેશ દેવી ન્યુઝ જામનગર તા તા ૨૮ ઓક્ટોબર ૨૩ જામનગરના જિલ્લા પોલીસ વડા પોતાના જ પોલીસ પરિવારના કર્મચારીઓ અને તેમના પરિવાર જનો માટે સંવેદનશીલ બન્યા હતા, અને એક નવતર અભિગમો અપનાવ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવનારા પોલીસ કર્મચારી ભાઈ- બહેનો કે જેઓ પણ નવરાત્રી મહોત્સવનો આનંદ લઈ શકે, તે માટે સમગ્ર પરિવારની સાથે ના એક દિવસ ના ગરબા નું પોલીસ હેડકવટર્સમાં આયોજન કરવામાં આવ્યું હતું.
ને એક દિવસે ગરબા લઈને પોતે પણ નવરાત્રી નો ઉત્સવ ઉજવી શકે તેવી દિશામાં જિલ્લા પોલીસ વડાપ્રધાન દ્વારા પગલું ભરવા આવ્યું હતું. જેથી પોલીસ પરિવારમાં પણ ભારે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી ,અને તમામ પરિવારજનો આ ગરબા મહોત્સવ માં જોડાયા હતા.