Saturday, October 17, 2026
Home Blog Page 196

જામનગર થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે પોલીસકર્મીઓ બન્યા ‘રક્ષક’

0

જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં સીટી બી- ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

  • થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કરી સુરક્ષાકર્મીઓ બન્યા ‘રક્ષક’

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ નવેમ્બર ૨૩, જામનગરમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટિમ દ્વારા થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે પોલીસ હેડક્વાર્ટરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં ડી.વાય.એસ.પી. સહિતનાં પોલીસકર્મીઓ સહિત કુલ ૧૦૪ સુરક્ષાકર્મીઓએ રક્તદાન કરી ખરા અર્થમાં ‘રક્ષક, તરીકે યોગદાન આપ્યું હતું.જામનગર શહેરમાં વસવાટ કરતા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની રક્તની જરૂરિયાતને પૂરી પાડવાના આશયથી જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ઝાલા ના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલૂની ઉપસ્થિતિમાં આ રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જ્યારે પોલીસ હેડ ક્વાર્ટર ના ડીવાયએસપી મહેન્દ્ર સિંહ સોલંકી સહિત ૧૦૪ સુરક્ષા કર્મીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. અને ખરા અર્થમાં રક્ષક તરીકેની ભૂમિકા અદા કરી હતી, જે તમામને જિલ્લા પોલીસવડા દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા, અને શુભકામનાઓ પાઠવી હતી.સીટી બી. ડિવિઝનના પી.આઇ. એચ.પી. ઝાલા ઉપરાંત પી.એસ.આઇ. એ.બી. વણકર, પીએસઆઇ એ.બી. વડાવીયા, એ.એસ.આઈ. રઘુવીસિંહ પરમાર તેમજ સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ના પોલીસ કર્મીઓ, એલ.આઈ.બી. શાખાના દેવસુરભાઈ સાગઠીયા સહિતની ટીમ દ્વારા સમગ્ર કેમ્પ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં એકત્ર કરાયેલું રક્ત જામનગરના થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મદદ માટે પહોંચાડવામાં આવ્યું છે.જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસૂખ ડેલુ દ્વારા જામનગર ના પોલીસ બેડામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સમયાંતરે જુદા જુદા પોલીસ ડિવિઝન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે, અને તેમાં એકત્ર થયેલું રક્ત જામનગરના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પૂરું પાડવામાં આવશે, તેવી આ તકે વિશેષથી જાહેરાત પણ કરાઈ હતી.

જામનગર નજીક વિજરખી ફાયરિંગ વિસ્તારમાં ખેડૂતને ગોળી વાગી જતાં ભારે દોડધામ

0

જામનગર નજીક વિજરખી ફાયરિંગ વિસ્તારમાં એક ખેડૂતને ગોળી વાગી જતાં ભારે દોડધામ

  • વીજરખી ફાયરિંગ રેન્જ થી બે કિલોમીટર દૂર વાડીમાં ખેતી કામ કરી રહેલા ખેડૂત યુવાનને પડખામાં ગોળી વાગી
  • ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી ઓપરેશન કરી ગોળી બહાર કાઢી લેવાઇ

દેશ દેવી ન્યુઝ  જામનગર તા પ નવેમ્બર ૨૩ જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જ વિસ્તારમાં આજે સવારે ફાયરિંગ પ્રેક્ટિસ ચાલી રહી હતી, જે દરમિયાન બે કિ.મી. દૂર આવેલી એક ખેડૂતની વાડીમાં કામ કરી રહેલા ખેડૂત યુવાનને પડખામાં ગોળી વાગી ગઈ હતી. જેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેના શરીરમાંથી ગોળી કાઢી લેવામાં આવી છે. આ બનાવ પછી પોલીસ તંત્ર દોડતું થયું છે.જામનગરમાં વિજરખી વિસ્તારમાં ફાયરિંગ રેન્જ થી બે કિમી દૂર આવેલી મનસુખભાઈ લોખિલ નામના ખેડૂત ની વાડીમાં આજે સવારે મનસુખભાઈ લોખીલ (ઉ.વ.૩૨) ખેતી કામ કરી રહ્યા હતા, અને કપાસ વીણવાનું કામ કરતા હતા, જે દરમિયાન તેઓને પડખાના ભાગમાં એકાએક ગોળી વાગી ગઇ હતી.આજે વહેલી સવારે ફાઈરીંગ રેન્જ વિસ્તારમાં ચેલા એસ.આર.પી દ્વારા ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી, દરમિયાન આ બનાવ બન્યો હતો, અને ખેડૂતને પડખામાં ગોળી વાગી હોવાથી તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, અને તબીબો દ્વારા શસ્ત્રક્રિયા કરીને તેમના શરીરમાં લાગેલી ગોળીને બહાર કાઢી લેવામાં આવી હતી, અને હાલ ખેડૂત ની તબિયત સુધારા પર છે, અને તેની સારવાર ચાલી રહી છે.આ ઘટનાની પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમ જી.જી. હોસ્પિટલ પહોંચી ગયો હતો, અને ખેડૂત તથા તેના પરિવારજનો ના નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.વિજરખી રેન્જ આસપાસના વિસ્તારમાં અગાઉ પણ આવા બનાવો બની ચૂકેલા છે, અને ગાય ભેંસ તેમજ ખેત મજૂરોને પણ ગોળી વાગી છે. જેને લઈને સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર, મામલતદાર અને જિલ્લા પોલીસ વડા ને પણ રજૂઆત કરવામાં આવી હતી.

જામનગરમા રાજ્યનાં DGP વિકાસ સહાય નું આગમન : ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

0

જામનગરમા રાજ્ય નાં ડીજીપી વિકાસ સહાય નું આગમન: ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૪ નવેમ્બર ૨૩  આજે રાજ્ય નાં પોલીસ વડા વિકાસ સહાય નું જામનગર મા આગમન થયું હતું.આને તેઓ એ ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી.ગુજરાત નાં પોલીસ વડા આજે બપોરે જામનગર આવી પહોંચ્યા હતા. સૌ પ્રથમ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.જયા રેન્જ આઇ જી અશોક કુમાર યાદવ અને જામનગર નાં એસ પી પ્રેમસુખ ડેલુ એ તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી એસ પી કચેરી ખાતે તેઓ ને સલામી આપવામાં આવી હતી.જેમાં જામનગર નાં પોલીસ વિભાગ નાં અધિકારીઓ પણ ઉપસ્થિતિ રહયા હતાં.

ત્યાર પછી આજે બોપરે જિલ્લા પોલીસવડા ની કચેરી ખાતે જામનગર ,દેવભૂમિ દ્વારકા સહિત નાં પાંચ એસ પી સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં કોસ્ટલ સિક્યુરિટી મુદ્દે ક્રાઈમ કોન્ફરન્સ માં ચર્ચા કરવામાં આવી હતી.

જામનગરમાં સાધના કોલોનીના બદલે અન્યત્ર મકાનો બનાવી દેવાની રમત

0

જામનગરમાં સાધના કોલોનીના બદલે અન્યત્ર મકાનો બનાવી દેવાની રમત: રહેવાસીઓ દ્વારા બેઠક યોજાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૪ નવેમ્બર ૨૩  જામનગરની સાધના કોલોની એલ-૧ થી એલ-ર૭ જે સાધના કોલોની એલઆઈજી ૩ર૪ ના નામે ઓળખાય છે. તેને હાઉસીંગ બોર્ડ તરફથી અવારનવાર ફ્લેટધારકોને નોટીસો મળી રહી છે. તેના અનુસંધાને ગત્ રાત્રે ફ્લેટધારકોની મિટિંગ મળી હતી, અને જુની સાધના કોલોની ફ્લેટકારક અને દુકાન હિતરક્ષક સમિતિ નામનું સંગઠન બનાવાયું હતું. જે બેઠકમાં એવું નક્કી કરાયું હતું કે, જો હાઉસીંગ બોર્ડ રી-ડેવલોપમેન્ટ કરે તો ૭પ ટકા ફ્લેટધારકો મંજુરી આપે તો જે સ્થળે મકાન છે, તેજ સ્થળે નવા મકાન બનાવી આપવા અને જે લોકો પાસે દસ્તાવેજ નથી તે લોકોની પાવર ઓફ એટર્ની માન્ય રાખવી અને જ્યાં સુધી આ મકાન બને નહીં ત્યાં સુધી હાઉસીંગ બોર્ડ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે.ઉપરાંત નાના વેપારી જ્યાં ધંધો કરે છે, રોજગારી ચલાવી રહ્યા છે તેમને નવા સંકુલમાં વ્યવસ્થા કરી આપવી અને મકાન બની જાય ત્યારે દસ્તાવેજો પણ કરી આપવા તેમજ ફ્લેટધારમો પાસે કોઈ લેણું નથી તો નવા મકાનમાં કોઈ વધારાના રૃપિયા ભરવા ન પડે તેની કાળજી રાખવી.૧૯૮૧-૮૩ વચ્ચે ઉપરોક્ત મકાન ફાળવવામાં આવ્યા ત્યારે જગ્યાનો ભાવ પ૦ રૃપિયા હતો, જ્યાં હાલ જે ભાવ ૮ થી ૧૦ હજાર છે. એટલે આ જગ્યા પેન્ડીંગ રાખી અન્ય જગ્યા એ મકાન બનાવા ની એક ચાલ રમાઈ રહી છે. આથી આ જ જગ્યામાં મકાન બને તેવો સુર પણ ઉઠવા પામ્યો હતો.મળતી માહિતી મુજબ ફ્લેટધારકોની કોરા સંમતિ પત્રમાં સહી કરાવી લેવામાં આવી છે. આમ અન્ય ફ્લેટધારકોએ સહી કરતા પહેલા પૂરતી વિગત જાણવી તે જરૃરી છે.નવી સાધના કોલોનીમાં બાંધકામ જ્યારથી નવું થયું ત્યારથી લોકજાગૃતિ જોવા મળે છે. નબળા બાંધકામની ફરિયાદો ઊઠવા પામી છે, પરંતુ જુની સાધના કોલોનીનું મજબૂત બાંધકામ છે. આ અંગે સરકારમાં આ ફ્લેટનું બાંધકામ નબળું પડ્યું છે કે કેમ ? તે અંગે નો રિપોર્ટ કરાવ્યા પછી જ આગળ વધવું.જો બાંધકામ નબળું હોય તો રી-ડેવલોપમેન્ટ પ્રોસીજર માટે સરકારે અંગત રસ લઈ યોગ્ય પગલાં લેવા તેવો નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો.

જામનગરમાં પેટ્રોલપંપ સંચાલક સામે વ્યાજ વટાવની ફરિયાદથી ભારે ખળભળાટ

0

જામનગરના એક યુવાન પાસેથી માસિક રૂપિયા ૧૫ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલ કરનાર પેટ્રોલ પંપ ના સંચાલક સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪, નવેમ્બર ૨૩ જામનગરના એક યુવાન પાસેથી ૧૫ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલ કરનાર કોરા ચેકમાં સહી કરાવી લેનાર પેટ્રોલ પંપ ના સંચાલક અને સ્વામિનારાયન સોસાયટી શેરી નં ૦૬ માં રહેતા મહેશભાઇ મુળજીભાઇ ભુસા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદી યુવાન પાસેથી ત્રણ લાખ રૂપિયાના વ્યાજ અને પેનલ્ટી સહિતના ૧૬.૬૫ લાખ રકમ ચૂકવી દીધા છતાં ધાક ધમકી આપી વધુ નાણા પડાવવા કોરા કાગળમાં સહી કરાવી લીધી છેજામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પાસેથી ત્રણલાખ નું માસિક ૧૫ ટકા લેખે વ્યાજ વસુવાના ભાગરૂપે ૧૬.૬૫ લાખની રકમ પડાવી લીધા પછી પણ વધુ નાણા પડાવવા માટે કોરા ચેકમાં સહી કરાવી આપતાં યુવાનના પત્ની દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ છેઆ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી લલીતાબેન જશાલાલ નામની મહિલાએ આરોપી પેટ્રોલ પંપ સંચાલક મહેશભાઈ મુળજીભાઇ ભુસા સામે પોતાના પતિને ગેરકાયદે ગોંધી રાખી મોટી રકમ પડાવી લેવા અંગે તેમજ વધુ પૈસા કઢાવવા કોરા ચેકમાં પણ સહી કરાવી લીધી હતી.જે બનાવ અંગે નાની ખાવડી ગામે પેટ્રોલ પંપ ધરાવતા માણસ મૂળજીભાઈ સામે સામે ફરિયાદ નોંધાવી છેપોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર લલિતાબેનના પતિ જસાભાઈ પોતાની જરૂરિયાત માટે દોઢ વર્ષ પહેલા આરોપી પાસે માસિક ૧૫ટકા ટકા લેખે વ્યાજ ની ગણતરી સાથે ત્રણ લાખ રૂપિયા મેળવ્યા હતા જે મૂળ રકમ તેમજ તેના પર વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ તથા પેનલ્ટી સહિત વસુલ કુલ ૧૬,૬૫,૦૦૦ જેટલી રકમ ચૂકવી દીધી હતી’ તેમ છતાં વધુ રકમ પડાવા માટે પેટ્રોલ પંપ ના સંચાલક મહેશભાઈએ ટેલીફોન કરીને જસાભાઈ ને ધાક ધમકી આપી હતી .એટલુંજ માત્ર નહીં પેટ્રોલ પંપ સંચાલકે જેસાભાઈ પાસેથી કોરા ચેકમાં સહી કરાવી લીધી છે.જેથી જશાભાઇ ના પત્ની લલીતાબેન સામે આવ્યા હતા, અને મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે લલિતાબેન ની ફરિયાદના આધારે PSI અજયર્સિહ સરવૈયાએ પેટ્રોલ પંપ સંચાલક મહેશભાઈ સામે IPC કલમ-૫૦૬(૨), ૫૦૭ તથા ધ ગુજરાત મનીલેન્ડર્સ એકટ-૨૦૧૧ની કલમ-૫ (૧), ૩૩, ૪૦, ૪૨ (ક) મુજબ મની લોન્ડરીંગ એક્ટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ શરૂ કરી છે.

જામનગરની ખાનગી કોલેજના ૧૨ વિદ્યાર્થીઓ સામે માસકોપી કેસ નોંધાતાં ભારે ચકચાર

0

જામનગરની એક ખાનગી કોલેજ ના ૧૨ વિદ્યાર્થીઓ સામે માસકોપી કેસ નોંધાતાં ભારે ચકચાર

  • ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના સીસીટીવી ફૂટેજ નિહાળ્યા પછી ૧૨ વિદ્યાર્થીઓ કોપી કરતાં નજરે પડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ નવેમ્બર ૨૩, જામનગરની એક ખાનગી કોલેજ દ્વારા તાજેતરમાં પરીક્ષા લેવામાં આવી હતી, જે પરીક્ષામાં સીસીટીવી ફૂટેજ ની સીડી અમદાવાદ યુનિવર્સિટીમાં મોકલાવ્યા પછી તેના ફૂટેજ ની ચકાસણી કરવામાં આવતાં જામનગરની કોલેજના ૧૨ વિદ્યાર્થીઓ કોપી કરતાં નજરે પડ્યા હતા, જેથી તમામ વિદ્યાર્થીઓ સામે માસ કોપી કેસ કરવામાં આવ્યો છે. તેમજ કોલેજના સંચાલકોનો પણ ખુલાસો મંગાયો છે.જીટીયુ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં તમામ સેન્ટર પર સીસીટીવી ફરજિયાત હોય છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ એ સીસીટીવી જીટીયુને મોકલવાના હોય છે. જામનગરની અક્ષર પ્રીત ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસી દ્વારા પણ પોતાના સીસીટીવી જીટીયુને મોકલી અપાયા હતા. જેની પરીક્ષા વિભાગ દ્વારા તપાસ કરતાં ફાર્મસીના ૧૨ વિદ્યાર્થીઓ સામુહિક ગેરરીતિ કરતાં ઝડપાયા હતા. વિદ્યાર્થીઓ એકબીજા ને પુરવણી આપી રહ્યા હોવાનું જી.ટી.યુ. ને ધ્યાને આવતાં વિદ્યાર્થીઓ સામે કોપીકેસ કરવામાં આવ્યો. જ્યારે અક્ષરપ્રિત કોલેજ પ્રસાસનને પણ હિયરિંગ બોલાવવામાં આવી છે, કે તેમના ધ્યાને આ સામુહિક કોપી કેમ ના આવી? વગેરે ખુલાસાઓ પણ મંગાયા છે, જેને લઈને ભારે દોડધામ થઈ છે.

જામનગર : તને રસોઈ બનાવતાં આવડતું નથી, તેમ કહી પતીએ હાંકી કાઢી

0

જામનગરની વિપ્ર પરણીતાને રસોઈ બનાવતાં આવડતું નથી, તેમ કહી પતીએ હાંકી કાઢ્યા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ નવેમ્બર ૨૩, જામનગરમાં સેન્ટ્રલ બેન્ક નજીક મઠ ફળી વિસ્તારમાં રહેતી એક વિપ્ર પરણિતાને તેણીના પતિએ રસોઈ બનાવતાં આવડતું, નથી તે બાબતે ઝઘડો કરી માર કરી ને ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારની વતની અને મઠફળીમાં પરણાવેલી શોભનાબેન કેતનભાઇ જોષી નામની ૪૩ વર્ષની પરિણીતાએ પોતાને રસોઈ કરવા બાબતે તેમજ નાની નાની અન્ય બાબતોમાં વાંક કાઢી માર મારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ કેતન અજીતભાઈ જોશી સામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે પતિ કેતન અજીત જોશી સામે આઇપીસી કલમ ૪૯૮ એ ૩૨૩, અને ૫૦૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામજોધપુરમાં બિયરબાર શોપ પર SOG નો દરોડો

0

જામજોધપુર માંથી નશાકારક પીણાં ની ૧૧૯ બોટલ નો જથ્થો એસ.ઓ.જી. દ્વારા જપ્ત કરાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨ નવેમ્બર ૨૩   જામનગર જિલ્લાનાં જામજોધપુર મા એક દુકાન માંથી પોલીસે ૧૧૯ નંગ શંકાસ્પદ નશાકારક પીણાં ની બોટલ નો જથ્થો જપ્ત કર્યો હતો.જામનગર ની એસ. ઓ. જી. ના સ્ટાફ ને બાતમી મળી હતી કે જામજોધપુર ના ગીંગણી રોડ ઉપર ની મેગ્નમ બિયર શોપ નામની દુકાનમાં શંકાસ્પદ નશાકારક પીણાં ની બોટલ નો જથ્થો વેચાણ માટે મંગાવવામાં આવ્યો છે.આથી પોલીસે આજે દરોડો પડયો હતો.જ્યાંથી રૂ.૧૭૮૫૦ ની કિંમત નો ૧૧૯ નંગ શંકાસ્પદ નશાકારક પીણાં ની બોટલ નો જથ્થો કબજે કરી દુકાન સંચાલક હિમાંશુ ભરતભાઈ ખાંટ સામે જાણવાજોગ એન્ટ્રી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામ્યુકોને રીબેટ યોજના ફળી : ૧૦ કરોડનું વળતર મેળવતા શહેરીજનો

0

જામનગર મહાનગર પાલિકાને રીબેટ યોજના ફળી : ૧૦ કરોડનું વળતર મેળવતા જામનગરવાસીઓ

  • પ્રથમ સ્કીમમાં ૬૧૪૪૦ કરદાતાઓએ રૂા. ૩૮.૫૯ કરોડનો વેરો ભર્યો જયારે બીજી સ્કીમમાં ૯૦૭૩ કરદાતાઓએ ૭.૩૮ કરોડનો વેરો ભર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨ નવેમ્બર ૨૩, જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરદાતાઓ માટે એડવાન્સ વેરા વળતરની યોજના શરૂ કરી હતી. જેમાં પ્રથમ તબકકામાં તા. ૧૦.૭.૨૦૨૩ થી તા. ૨૩.૮.૨૦૨૩ કુલ ૬૧૪૪૪ મિલકતધારોએ મિલ્કત વેરા પેટે રૂા. ૨૪.૯૪ કરોડનો વેરો અને વોટર ચાર્જ પેટે રૂા. ૩.૬૫ કરોડ ભરતા મહાપાલિકાને કુલ રૂા. ૨૮.૫૯ કરોડની આવક થઇ હતી.જયારે ગત માસમાં પુન: રીબેટ યોજના બહાર પાડતા આ યોજનામાં કુલ ૯૦૭૩ મિલકતધારકોએ મિલ્કતવેરા પેટે રૂા. ૬.૬૮ કરોડ અને વોટરચાર્જ પેટે રૂા. ૭૦.૮૩ લાખ જમા કરાવતા ૭.૩૮ કરોડની આવક થઇ હતી. આમ બન્ને યોજના અંતર્ગત કુલ ૭૦૫૧૩ મિલકત ધારકોએ એડવાન્સ વેરા વળતર યોજનાના લાભ મેળવી રૂા. ૩૧.૬૨ કરોડ મિલકત વેરા પેટે અને વોટર ચાર્જ પેટે રૂા. ૪.૩૬ કરોડ જમા કરાવ્યા હતા. અને કુલ રૂા. ૩.૦૮ કરોડની રીબેટ મેળવેલ છે. જામનગર મહાનગરપાલિકાને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં બન્ને રિબેટ યોજના સહિત કુલ ૯૪૫૯૮ મિલકતધારકોએ એડવાન્સ કરવેરા પેટે રૂા. ૫૪.૩૮ કરોડ ભરતાં મહાનગરપાલિકાની તિજોરી છલકાવી દીધી છે. અને તેમને મહાપાલિકાએ રીબેટ અને વ્યાજ માફી યોજના અંતર્ગત રૂા. ૧૦.૧૮ કરોડનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે.

જામનગરમાં પતિના દીર્ઘાયુષ્ય માટે પરંપરાગત ‘કરવા ચોથ’ નું વૃત ઉજવાયું

0

જામનગરમાં ઉત્તર ભારતીય સમુદાયના બહેનો દ્વારા પતિના દીર્ઘાયુષ્ય માટે પરંપરાગત કરવા ચોથનું વૃત ઉજવાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ ઓક્ટોબર ૨૪ જામનગર શહેરમાં ઉત્તર ભારતીય નો મોટો સમુદાય વસવાટ કરે છે, અને તેમાંય ખાસ કરીને મહેશ્વરી સમાજના બહેનો કે જેઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને પતિના દીર્ઘાયુષ્ય માટે કરવા ચોથનું વૃત ઉજવે છે. જે અંતર્ગત ગઈકાલે અઢીસોથી વધુ મહેશ્વરી સમાજના બહેનો એકત્ર થયા હતા, અને સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા સદીઓથી ચાલી આવતી પરંપરા ને આ વખતે પણ નિભાવવામાં આવી હતી.

જેમાં પતિના દીર્ઘાયુષ્ય માટે કરવા ચોથનું વૃત ઉજવ્યું હતું.કરવા ચોથ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. જે કૃષ્ણ પક્ષના ચતુર્થી ની તિથિ માં આ વૃત રાખવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે બુધવારે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વૃત્ત રાખવામાં આવ્યું હતું. સૂર્યોદય પહેલાં વૃત શરૂ થાય છે, અને ચંદ્રના દર્શન કરીને પૂર્ણ થાય છે. જેમાં ઉત્તર ભારતીય સમાજના બહેનો દ્વારા ગઈકાલે સાંજે આ વૃતની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિ ની પૂજા કરવામાં આવે છે અને શિવ કાર્તિકેય અને ચંદ્રનું પૂજન પણ થાય છે.

આગાસી પર પાણીનો લોટો અને પૂજાની થાળી તેમજ ચારણી સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપસ્થિત રહી તેમાં ચંદ્ર નું દર્શન કર્યા પછી પોતાના પતિ ના મુખ નું દર્શન કરીને તેઓના હાથે જ વૃતના પારણા કરાવે છે. જે કરવા ચોથનું પર્વ સોભાગ્યવતી બહેનો દ્વારા ઉમંગભૈર ઉજવાયું હતું.

error: Copying and use of the content of the website is considered as illegal activity.