જામનગર ખોડીયાર કોલોનીમાં આવેલા રાધે રેસ્ટોરન્ટમાં વેઈટરનું ગળું દબાવી હત્યા નિપજાવાઈ
- હોટલમાંજ સાથે કામ કરતા રસોઇયાએ મનદુઃખ રાખી ને ગળું દબાવી પતાવી નાખ્યો: આરોપી ની અટકાયત
- ૨સોયાએ હત્યા કર્યાં બાદ માલિકને બોલાવ્યો : પીએમ રીપોટે ભાંડો ફોડી નાંખ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ નવેમ્બર ૨૩, જામનગર માં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી રાધે કાઠિયાવાડી હોટલ માં કામ કરતા ૨૯ વર્ષીય હોટલ બોય નું ગઈ રાત્રે દરમિયાન હોટલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજ્યું હતું. તેનું ગળું દબાવીને હત્યા કરાઇ હોવાનું તારણ નીકળ્યું હતું.
પોલીસ દ્વારા સૌ પ્રથમ મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, જેમાં તેનું ગળું દબાવવાના કારણે શ્વાસ રૂંધાઇ જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નીકળ્યું હતું. જેથી મામલો હત્યામાં પલટાયો હતો.જે બનાવ અંગેની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાગલો ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ઊંડાણપૂર્વક તપાસના અંતે હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
હોટલમાં જ રસોઇયા તરીકે કામ કરતા તારુરામ વીરારામ નાગર કે જે હાલ હોટલમાં જ રહે છે, પરંતુ પોતે મૂળ રાજસ્થાન નો વતની છે. જેને હોટલ બોય તરીકે માલિક દ્વારા વિનિત જગદીશ પટેલને હોટલમાં વેઈટર તરીકે રાખ્યો હોવાનું ગમ્યું ન હતું ,તેથી મનદુઃખ રાખીને રાત્રિ દરમિયાન મૃતક વિનીત સાથે ઝપાઝપી કરી ગળું દબાવી તેની હત્યા નીપજાવી હતી.
આ બનાવ અંગે પોલીસે હોટલના માલિક નાઘેડીમાં રહેતા દિલીપભાઈ ડૂઆ ની ફરિયાદના આધારે હોટલના રસોઇયા તારુરામ નાગર સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે, અને પી.આઇ. એ. આર. ચૌધરી દ્વારા આરોપી રસોઇયાની ધરપકડ કરી લેવામાં આવી છે, અને ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.પોલીસ દ્વારા રાધે રેસ્ટોરન્ટના સીસીટીવી ના ફૂટે જ નિહાળ્યા હતા, જેમાં સમગ્ર મામલો ઉજાગર થયો હતો તે સીસીટીવી ના ફૂટેજ પોલીસે કબજે કરી તપાસ શરૂ કરી છે.

, જેની સાથે સાથે જામનગરમાં ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય રિવાબા જાડેજા ની ઉપસ્થિતિમાં અલગ અલગ ૧૦ કેન્દ્ર પર થી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, અને માત્ર પાંચ રૂપિયામાં શ્રમિક પરિવારજનોને પોસ્ટિક આહાર મળી રહે, તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


