Saturday, October 17, 2026
Home Blog Page 193

જામનગર કાલાવડમાં પૂર્વ સરપંચના પતિએ ૬ હજારના બિલ માટે તલાટીને ફડાકાવારી કરી

0

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી પર હીચકારો હુમલો કરાતાં ભારે ચકચાર

  • માત્ર ૬ હજાર રૂપિયાના બિલ ના નાણાં રોકવાના પ્રશ્ને પૂર્વ મહિલા સરપંચના પતિ દ્વારા માર મારી ફરજ માં રૂકાવટ કર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ નવેમ્બર ૨૩, કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી પોતાની ઓફિસમાં ફરજ પર હતા, દરમિયાન ગામના પૂર્વ મહિલા સરપંચ ના પતિદેવે આવીને માત્ર ૬,૦૦૦ રૂપિયા ના મજૂરી કામના બિલના નાણા રોકવાના મામલે તલાટી કમ મંત્રી પર હુમલો કરી દીધો હતો, અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી અને તેઓની ફરજમાં રૂકાવટ કરી હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં રહેતા અને કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મિલનભાઈ નારણભાઈ વસરા એ પોતાના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમ જ પોતાની સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરવા અંગે નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા પૂર્વ મહિલા સરપંચ નિરાલિબેન ભલારા ના પતિદેવ હરેશભાઈ ભલારા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૫૦૪, અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધ્યો છે.પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી તલાટી કમ મંત્રી ગઈકાલે પોતાની કચેરીમાં સરકારી ફરજ પર હતા, અને નવા આવેલા તલાટી કમ મંત્રીને પોતાના ચાર્જની સોંપણી કરતા હતા, જે દરમિયાન આરોપી હરેશ ભલારા ધસી આવ્યો હતો, અને પોતે અગાઉ કરાવેલું મજૂરી કામ કે જેનું માત્ર ૬ હજાર રૂપીયા નું બિલ રોકાયું હોવાથી તે બિલના નાણા બાબતે તલાટી કમ મંત્રી પાસે ધમકી ભર્યા અવાજે વાત કરી હતી, અને તલાટી કમ મંત્રી ને ગાળો ભાંડી, ઝાપટો મારી દીધી હતી. અને તેઓની સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. અને જો બિલ પાસ નહીં કરે તો જાનથી મારી નાખશે, તેવી ધમકી આપી હતી.જે મામલો આખરે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પીએસઆઈ એચ.વી. પટેલ દ્વારા આરોપી સામે ફરજમાં રૂકાવટ અને હુમલા અંગે ગુન્હો નોંધ્યો છે, અને આરોપીને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાંથી ચોરાઉ મનાતા 5 મોબાઈલ ફોન-સ્કૂટર તેમજ ચાંદીના સાંકળા સાથે એક તસ્કર ઝડપાયો

0

જામનગરમાંથી ચોરાઉ મનાતા પાંચ મોબાઈલ ફોન-સ્કૂટર તેમજ ચાંદીના સાંકળા સાથે એક તસ્કર ને એલસીબી એ દબોચી લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ નવેમ્બર ૨૩, જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ના સ્ટાફે ચોરાઉ મનાતા પાંચ નંગ મોબાઈલ એક સ્કૂટર, તેમજ ચાંદી ના સાંકળા સાથે એક તસ્કર ને ઝડપી લીધો છે, અને ચોરાઉ સામગ્રી કબજે કરી લઈ તેની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે આવેલા પુલિયા નજીક એક શખ્સ ઉભો છે, જેની પાસે ચોરાઉ મનાતા મોબાઈલ ફોન, સ્કૂટર, ચાંદીના સાંકળા સહિતની સામગ્રી છે.જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી જામનગરમાં અંબર ચોકડી પાસે રહેતા ઉદલ કનૈયાલાલ પરમાર નામના વેડવા વાઘરી શખ્સ ને અટકાયતમાં લઈ લીધો હતો, જેની તલાસી લેતાં તેના કબજા માંથી ૨૧૦ ગ્રામ ચાંદીનું સાંકળું મળી આવ્યું હતું.ઉપરાંત જુદી-જુદી કંપનીના પાંચ નંગ મોબાઈલ ફોન તેમજ એક એકટીવા સ્કૂટર વગેરે મળી આવ્યા હતા. જેના બિલ આધાર વગરેની માંગણી કરતાં તેના બિલ રજૂ કરી શક્યો ન હતો, અને ઉપરોક્ત તમામ સામગ્રી ચોરી અથવા છળ કપટથી મેળવી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.તેથી પોલીસે રૂપિયા ૫૬,૧૦૦ ની માલમતા કબજે કરી લઇ આરોપીને વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

લાલપુરના ભણગોર ગામે ‘દરબાર’ યુવાનને પોલિસમેન અને તેના પિતાએ વેતરી નાંખ્યો

0

જામનગર નજીક ભણગોર ગામે વિરેન્દ્રસિંહ નામના દરબાર યુવાનની હત્યા

  • મૃતકના પરીવારે પોલીસમેન અને તેના પિતા સામે નોંધાવી ફરિયાદ :  ટેન્કરમાં પાણી ભરવા બાબત નું મનદુઃખ કારણભૂત
  • મૃતકના મોટાભાઈ અમદાવાદ PSI હોવાનું જાણવા મળી રહ્યું છે 
  • આરોપી :(૧) રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ જગદિશસિંહ જાડેજા (૨) જગદિશસિંહ બાહાદુરસિંહ જાડેજા (૩)કુંદનસિંહ રામભા જાડેજા રહે બધા ભણગોર ગામ તા લાલપુર જી જામનગર 

દેશ દેવી ન્યુઝ તા.૨૫ નવેમ્બર ૨૩ જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો તેમાં વિરેન્દ્રસિંહ જાડેજા નામના દરબાર યુવાન ઉપર પોલીસમેન અને તેના પિતાએ છરી વડે ગરદનના ભાગે જીવલેણ હુમલો કરતા દરબાર યુવાન લોહીલુહાણ હાલતમાં ત્યાજ ઢળી પડ્યો હતો હુમલાના પગલે નાસભાગ મચી ગઈ હતીપોલીસ સુત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે રહેતા વિરેન્દ્રસિંહ જાડેજાને તેજ ગામના પોલિસમેનનું દરબાર યુવાન સાથે નજીવી બાબતે મનદુખ ચાલતું હતું તેનું સમાધાન પણ થઈ ગયું હતું તેવામાં ગઇકાલ રાત્રીના વિરેન્દ્રસિંહ જાડેજા ગામમાં આવેલ ધનજીભાઈ ની દુકાને અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી તેવામાં વાત વણસી જતા ઉશ્કેરાયેલ પોલીસમેન અને તેના પિતાએ વિરેન્દ્રસિંહ જાડેજા ઉપર ગળાના ભાગે છરી વડે હુમલો કરતા યુવાન ત્યાજ ઢળી પડયો હતો.ઇજાગ્રસ્ત વિરેન્દ્રસિંહ જાડેજાને લોહીલુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યા યુવાને ટૂકી સારવારમાં યુવાને દમ તોડતા બનવા હત્યામાં પલટાયો હતો બનાવની જાણના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ કોઈ અનિચ્છેય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો નાના એવા ગામમાં નજીવી બાબતે દરબારના હાથે દરબારની હત્યાને લઇ ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી હાલ તો પોલીસે મૃતદેહનો કબજો સંભાળી બોડીને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બોડીને રાત્રે પોસ્ટમોર્ટમ ખાતે લઇ આવતા રાજપૂત સમાજના આગેવાનો દોડી ગયા હતા લાલપુર  પોલીસે પ્રદયુમનસિંહ લાલુભા જાડેજાની ફરીયાદ પરથી પોલીસમેન સહિત ત્રણ શખ્સો સામે IPC કલમ- ૩૦૨, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ PSI બી.બી.કોડીયાતર ચલાવી રહ્યા છે.

જામનગરમાં અઢારીયા ઉપાધનનાં ૧૫ બાળ તપસ્વીઓની ઉપાસના પૂર્ણ

0

જામનગરમાં અઢારીયા ઉપાધનનાં ૧૫ બાળ તપસ્વીઓની ઉપાસના પૂર્ણ

  • ચાંદી બજાર સ્થિત શેઠજી જૈન દેરાસરેથી તપસ્વીઓનો વરઘોડો યોજાયો

જામનગર તા ૨૪ નવેમ્બર ૨૩ જામનગરમાં જૈન સમાજનાં ૧૫ બાળ તપસ્વીઓએ અઢારીયા ઉપાધનની ઉપાસના પૂર્ણ કરી છે. તપ સાધનામાં લીન આ તપસ્વીઓ ૧૮ દિવસ માતા-પિતા તથા મોબાઇલથી પણ અળગા રહ્યા હતાં. વર્તમાનમાં જ્યારે સ્માર્ટફોનનાં ઉપયોગ અને સોશ્યલ મિડીયાનો અતિરેક ઉપયોગ માનસિક વિકારોનું કારણ બની રહ્યા છે ત્યારે આ તપસ્વીઓનો સંયમ પ્રેરક કહી શકાય.ઉપાસના પૂર્ણ થતા શેઠજી જૈન દેરાસરેથી તપસ્વીઓનો વરઘોડો – શોભાયાત્રા યોજાયા હતાં. બપોર પછી સાંજીનાં કાર્યક્રમમાં બાળ તપસ્વીઓનું અનુમોદન કરવામાં આવશે.

જામનગરમાં કંપાવનારી ઘટના : માતાની સામે પ્રેમીનો ખૂની ખેલ : પાંચ વર્ષની બાળાનો હત્યાનો પ્રયાસ

0

જામનગરમાં તીરૂપતિ પાર્ક સોસાયટી વિસ્તારમાં ફિટકાર જનક ઘટના

  • પ્રેમિકા ની પાંચ વર્ષ ની પુત્રી ને પ્રેમીએ પેટમાં બટકા ભરી ને વેલણ થી માથામાં પ્રહાર કરી હેમરેજ કરી નાખ્યું
  • માતાની સામે પ્રેમીએ ખૂની ખેલ ખેલ્યો : છતાં પસ્તાવો નહી, ભારે ફિટકાર
  • ભદ્ર સમાજનો અભદ્ર બનાવ : માસુમ બાળા દર્દથી ચિખતી રહી, હેવાનને દયા ન આવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૩ નવેમ્બર ૨૩ જામનગર માં પ્રેમ સંબંધ માં લગ્ન કરવા માટે યુવા પરણીતા ની પાંચ વર્ષ ની પુત્રી આડખીલી રૂપ બનતી હોવા થી હેવાન બનેલા યુવકે બાળકી ને પેટ મા બટકા ભર્યા હતા. અને વેલણ વડે ફટકારતાં તેણી ને માથામાં હેમરેજ સહિત ની ઈજા પહોંચી હતી. આ અંગે બાળકી ની માતા એ પોલીસ માં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા પ્રયાસની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.આ ફિટકાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર ના ગાંધીનગર વિસ્તારમાં શંકર ના મંદિર પાસે રહેતા વીરેન જાનકીદાસ રામાવત નામના યુવાન ને શહેરના ઢીચડા રોડ, તિરુપતિ પાર્ક માં એક ભાડા ના મકાન માં રહેતી ૨૬ વર્ષ ની પરણીતા એવી પાંચ વર્ષ ની પુત્રી ની માતા સાથે પ્રેમ સંબંધ હતો. અને વીરેન ને તેણી સાથે લગ્ન કરવા હતા, પરંતુ તેની પાંચ વર્ષની પુત્રીને સાથે રાખવા માગતો ન હતો. પરંતુ તેણીએ પોતાની પુત્રીને સાથે રાખવાની જીદ કરતાં ગઈકાલે સાંજે આરોપી વિરેન રામાવતે પાંચ વર્ષની બાળકી ને પેટમાં બટકા ભર્યા હતા, અને વેલણ થી હાથ માં, પગ માં, અને માથા માં હુમલો કર્યો હતો.આ બનાવમાં બાળકી ને માથા માં હેમરેજ સહિતની ઈજા થઈ હતી. આથી બાળકી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે બાળકી ની માતા એ આરોપી વીરેન રામાવત સામે પોલીસ માં ફરિયાદ નોંધાવતાં પોલીસે IPC કલમ ૩૦૭, ૩૨૩ મુજબ  હત્યા પ્રયાસ ની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. ચૌધરી આ કેસ ની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગર ફાયરના ઉચ્ચ અધિકારીના પુત્રએ એમ્યુલન્સ અને Dysp બોલેરોને ઠોકરે ચડાવી : પિતા બચાવવા મેદાને

0

જામનગરમાં કોન્વેમાં ફાયર અધિકારીના પુત્રએ અકસ્માત સર્જાયો : બનાવ દબાવવાની કોશિષ

  • આ બનાવની કમિશ્નરને પણ જાણ થવા ‘ન’ દીધી
  • બનાવના એક સુધી કોઈ કાર્યવાહી ન થતાં અનેક તર્ક-વિર્તક
  • એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને પોલીસકર્મીને સામાન્ય ઇજા થઇ હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૩ નવેમ્બર ૨૩ જામનગરમાં વીવીઆઈપીના કોન્વેયમા ફાયરકર્મીએ અકસ્માત સર્જીને સરકારી એમ્બ્યુલન્સને નુકશાન કરી અને બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચ્યાની ફરિયાદ સિક્કા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જે અતિ ગભીર બાબત ગણાય છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું મનાઈ રહ્યું છે. આરોપી ફાયરકર્મીના પિતા પણ ફાયર શાખામાં ઉચ્ચ હોદા પર હોવાથી પુત્રને બચાવવા મેદાને આવ્યા હોય તેમ આખો બનાવ દબાવી દેવાયો છે એકાદ માસ પહેલા બનેલા આ બનાવથી કમિશનર પણ અજાણ હોય તેમ કોઈ પગલા લીધા નથી.જામનગરમાં એકાદ માસ પહેલા રાજકિય વીવીઆઈપી આવનાર હોવાથી ખંભાળીયા હાઈવે ઉપર જાખર ગામના પાટીયા પાસેથી રીહર્સલ યોજાયું હતું. જેમાં પ્રથમ પાઈલોટકાર તેના પછીની એસ્કોટ-૩ કાર એલસીબી શાખાના તેમના બાદ કોન્વેય માર્શલ ડીવાયએસપી તેમના બાદ રાજકોટથી આવેલી સરકારી એમ્બ્યુલન્સ તેની પાછળ ફાયર ફાઈટર, અને તેની પાછળ ટેઈલકારએ રીતે વાહન ગોઠવાયેલા હતાં અને અંદાજીત સાંજના પોણા સતોક વાગ્યાની આસપાસ ઝાખર પાટીયાથી નિકળેલ કોન્વેય બેડ ગામથી આગળ જતા બેડ નદી પર આવેલ પુલ પર પહોંચતા એક બસ અકસ્માત થયેલ હાલતમાં રોડમાં સહેજ આડી પડી હતી,જેના કારણે કોન્વેયને બ્રેક મારતા તમામ ગાડી ઉભી રાખવામાં આવી હતી. જેમાં એમ્બ્યુલન્સ વાહન ઉભી રાખેલ હતી. પરંતુ પાછળ આવતા ફાયર ફાઈટરના ડ્રાઈવર અજયકુમાર પાંડીયને પોતાનું વાહન બેદરકારી પુર્વક ચલાવીને બ્રેક ‘ન’ મારીને ફાયર ફાઈટરની ગાડી પાછળથી ઠોકર મારતા એમ્બ્યુલન્સ આગળ Dyspની ગાડીમાં અથડાઈ હતી.એમ્બ્યુલન્સના ડ્રાઈવર કાનજીભાઈ બીજલભાઈ કારેથાને અને પોલીસની બોલેરોમાં બેઠેલા વિપુલભાઈ પટેલ અને ડ્રાઈવર રફીકભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી અને એમ્બ્યુલન્સ અને ડીવાયએસપીની ગાડીમા નુકશાન કર્યું હતું. જે અંગેની રાજકોટના એમ્બ્યુલન્સના ડ્રાઈવર કાનજીભાઈએ સીક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે, આ બનાવને મીડીયામાં જાહેર ન કરીને દબાવી દેવામાં આવ્યો છે. એકાદ માસ પહેલા બનેલા આ બનાવમાં અકસ્માત સર્જનાર આરોપી અજયકુમાર પાંડીયન ફાયરમાં ફરજ બજાવે છે. તેના પિતા પણ ફાયરમાં ઉચ્ચ હોદા ઉપર બીરાજમાન હોવાથી બનાવને દબાવી દેવામાં આવ્યો છે. આ બનાવની કમિશનરને પણ જાણ ન હોય તેમ ફરજમાં બેદરકારી દાખવનાર સામે કોઈ પગલા લેવાયા નથી.

જામનગરની જી.જી હોસ્પિટલમાં ‘લેબ ટેકનિશિયન’ ને રેસીડન્ટ ડોક્ટરોએ ઢીંબી નાખ્યો

0

જામનગરની જી.જી હોસ્પિટલમાં સેમ્પલ ચકાસણીના મુદે લેબ ટેકનિશિયનને ઢીબી નાખ્યો.!

  • જી.જી.માં લેબ ટેકનિશિયનને તબીબોએ બેફામ માર માર્યો:ઉચ્ચ તબીબોની દરમિયાનગીરીથી મામલો થાળે
  • લેબ ટેકનિશિયને મુંઢ માર માર્યો હોવાથી સારવાર લીધી, રેસીડેન્સને માથામાં ઇજા થઇ હોવાનું મનાઈ રહયું છે.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૩ નવેમ્બર ૨૩ જામનગરની જી.જી હોસ્પિટલના બાયો કેમેસ્ટ્રી વિભાગ લેબમાં સેમ્પલ ચકાસણી બાબતે લેબ ટેકનિશિયન અને રેસીડન્ટ ડોકટર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને લેબ વિભાગમાં ખુરશીઓ ઉડી હતી જેમાં રેસીડન્ટ ડોક્ટરોના ટોળાએ ટેકનિશિયનને ઢીંબી નાખ્યામા ઘટના સામે આવતા ભાર ખળભળાટ મચી જવા પામી છે.જામનગરની જી.જી હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી વિભાગના લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા યુવાનને રેસીડન્ટ તબીબોએ બેફામ માર મારતા ભારે ખળભળાટ મચી ગયો છે. લેબોરેટરીમાં સેમ્પલ ચકાસણી મુદે ઓર્થોપેડીક વિભાગના રેસીડન્ટ ડોકટરો લેબ ટેકનિશિયન પર રીતસર તૂટી પડયા હતા અને માર માર્યો હતો. ત્યારે સતાધીશો આ પ્રકરણને ભીનું સંકેલવા ઉંધામાથે કામે લાગ્યા છે.જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ હમેશને માટે કોઈના કોઈ કારણેસર વિવાદમાં રહે છે.આ સ્થિતિમાં જી.જી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયનને રેસીડેન્ટ તબીબોએ બેફામ માર મારતા હોસ્પિટલ વધુ એક વખત ચર્ચાના ચાકડે ચડી છે. જી.જી.હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી વિભાગમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા ટેકનિશિયન કર્મચારી પર મંગળવારે અર્ધી રાત્રીના ઓર્થોપેડીક વિભાગના રેસીડન્ટ તબીબો એક સાથે યુવાન પર તૂટી પડયા હતા અને ઢોર માર માર્યો હતો. ઓર્થોપેડીક વિભાગમાંથી લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યું હતું. પરંતુ અન્ય સેમ્પલની ચકાસણી ચાલી રહી હોય મોકલાવેલા સેમ્પલની ચકાસણી એક સમયે શકય ન હતી. આ બાબતના કારણે ઉશ્કેરાઇ જઇને ઓર્થોપેડીક વિભાગના તબીબોએ લેબ ટેકનિશિયનને બેફામ માર માર્યો હતો. આ બનાવથી હોસ્પિટલમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને આ મુદો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ પ્રકરણને ભીનું સંકેલવા અને તેમાં કોઇ ફરિયાદ કે અન્ય કોઇ પગલાં ન લેવાય તે માટે હોસ્પિટલના સતાધીશો ઉંધા માથે કામે લાગ્યા છે.

જામનગર જિલ્લામાં ૨૬ પોલીસકર્મીની આંતરિક બદલી : SOG માં ત્રણ મુકાયા

0

જામનગરના ૨૬ પોલીસકર્મીની આતરીક બદલીનો ગંજીપો ચીપતા પોલીસ વડા

  • સીટી-બીના બળભદ્રસિંહ જાડેજા, હિતેશ ચાવડા, તોષીફ તાયાણીને SOG માં મુકાયા
  • સાઈબર ક્રાઇમના રાહુલ મકવાણાને હેડ કવાટર્સ ખાતે મૂકી દેવાયા જ્યારે કુલદી૫ર્સિહ સોઢાને સાઇબર ક્રાઇમ માં મૂકવામાં આવ્યા છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ નવેમ્બર ૨૩ જામનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૨૬ પોલીસકર્મીઓની આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો તેમાં સીટી-બી, ધ્રોલ, સાઇબર ક્રાઇમ સહિતમાં ફરજ બજાવતા પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં ફરજ બજાવતા ૨૬ પોલિસ કર્મચારીની આંતરિક બદલી જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે તેમાં સીટી-બીના બળભદ્રસિંહ જાડેજા, હિતેશ ચાવડા, તોષીફ તાયાણીને SOG માં , સાઈબર ક્રાઇમના રાહુલ મકવાણાને હેડ કવાટર્સ ખાતે મૂકી દેવાયો જ્યારે કુલદી૫ર્સિહ સોઢાને સાઇબર ક્રાઇમ માં મૂકવામાં આવ્યા છે એમ.ટી વિભાગના ઈન્દ્રજીતર્સિહ જાડેજાને મેઘપર મુકવામાં આવ્યા છે. જ્યારે SOG માં ફરજ બજાવતા રાજેશ મકવાણાને ધ્રોલ ખાતે મુકવામાં આવ્યા છે. ધ્રોલના શિવભદ્રસિંહને સીટી-સી તથા ફીરોજ ખફીને પંચ – એમાં મુકવામાં આવ્યા છે.

જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિવાસી તાલીમ વર્ગ થકી 7 ઉમેદવારોની સંરક્ષણ દળમાં પસંદગી કરાઇ

0

જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત નિવાસી તાલીમ વર્ગ થકી 7 ઉમેદવારોની સંરક્ષણ દળમાં પસંદગી કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ નવેમ્બર ૨૩ જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી દ્વારા દર વર્ષે વડી કચેરીથી મળેલી સુચના મુજબ સંરક્ષણ દળની ભરતી પૂર્વે સ્વામી વિવેકાનંદ લેખિત અને શારીરિક પરીક્ષાની તાલીમ આપવા માટેના નિવાસી તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2022 માં નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં તાલીમ મેળવ્યા બાદ સંરક્ષણ દળની વિવિધ પ્રકારની કસોટીઓ વિદ્યાર્થીઓએ પાસ કરી હતી. જેમાંથી 7 ઉમેદવારોની સંરક્ષણ દળની વિવિધ જગ્યાઓ પર પસંદગી કરવામાં આવી છે. આ ઉમેદવારો હાલમાં વિવિધ જગ્યાએ પોસ્ટીંગ પૂર્વેની તાલીમ લઈ રહ્યા છે, અને આગામી સમયમાં દેશમાં વિવિધ જગ્યાઓ પર તેમની અમૂલ્ય સેવા આપશે.આ 7 ઉમેદવારોમાંથી મયુર ખીમસુરીયા અને સોમત ગમારાની ઈન્ડિયન આર્મીમાં પસંદગી કરવામાં આવી છે. અભિજિતસિંહ જાડેજા સી.આઈ.એસ.એફ. માં, સાગર લાંબરીયા, ચંદ્રવિજયસિંહ જાડેજા અને  કર્ણરાજસિંહ જાડેજાની બી.એસ.એફ. માં પસંદગી કરવામાં આવી છે. તમામ પસંદગી પામેલા ઉમેદવારોએ સમગ્ર જામનગર જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે. આ તકે, જામનગર મદદનીશ નિયામક (રોજગાર) સુશ્રી સરોજબેન સાંડપા તેમજ સમગ્ર સ્ટાફગણ વતી પસંદગી પામેલા ઉમેદવારોને ખુબ-ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે. જામનગર જિલ્લાના 17 થી 23 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભવિષ્યમાં આયોજિત થનારા નિવાસી તાલીમ વર્ગમાં જોડાઈને સંરક્ષણ દળમાં તેમનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. તેમ, મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.