Saturday, October 17, 2026
Home Blog Page 192

જામનગરમાં છુટાછેડા લેનાર યુવતી ઉપર પૂર્વ દિયર અને સાસુ ટુટી પડ્યા

0

જામનગરમાં પ્રણામી સ્કૂલ પાસે રહેતી અને છુટાછેડા મેળવેલી યુવતી પર પૂર્વ દિયર અને સાસુએ હુમલો કર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ નવેમ્બર ૨૩ જામનગરમાં પ્રણામી સ્કૂલ નજીકના વિસ્તારમાં રહેતી અને અને છૂટાછેડા લેનાર યુવતીએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની પૂર્વ સાસુ અને દિયર સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હાલ પ્રણામી સ્કુલની સામે વ્રજભૂમિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૨૦૨ માં રહેતી મનાલીબેન વિનોદભાઈ ભંડેરી નામની ૨૭ વર્ષની પરણીતાએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની પૂર્વ સાસુ રેખાબેન વલ્લભભાઈ વૈષ્ણવ, અને દિયર પંકજ વલ્લભભાઈ વૈષ્ણવ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મનાલીબેન ને તેણીના પતિ વિનોદભાઈ સાથે છૂટાછેડા થઈ ગયા હતા, અને અલગ રહેતી હતી. દરમિયાન ગઈકાલે મનાલી બેન પોતાના પતિ કે જે સરસ્વતી સોસાયટીમાં રહે છે, ત્યાં ડોક્યુમેન્ટ આપવા માટે તેમજ પોતાની મોટી પુત્રીને મળવા માટે ગઈ હતી. દરમિયાન ત્યાં હાજર રહેલા તેણીના દિયર પંકજભાઈ તેમજ સાસુ રેખાબેન કે જેઓ એ ગાળો ભાંડી હતી, અને ધાકધમકી આપી, ફરીથી નહીં આવવા જણાવી ધક્કો મારી પછાડી દીધી હતી, અને ગાલ પર ઝાપટો મારી હતી.જેથી મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોતાના પૂર્વ સાસુ અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ વધુ તપાસ એચ. એ પરમાર ચલાવે છે.

જામનગર કાલાવડમાં દિન દહાડે ત્રસ્કારોનો હાથફેરો : લાખોની રોકડ તથા દાગીના ઉઠાંવી ગયા

0

કાલાવડ ટાઉનમાં પારેખ શેરીમાં આવેલા એક વેપારીના મકાનને ધોળે દહાડે નિશાન બનાવતા તસ્કરો

  • વેપારીના પત્ની મકાન ખુલ્લું રાખીને બાજુમાં બેસવા જતાં ખુલ્લા રહેલા મકાન માંથી તસ્કરો રૂપિયા પોણા બે લાખ ની રોકડ ઉઠાવી ગયા
  • કોઈ જાણ ભેદુ નું કારસ્તાન: અન્ય એક લાખની રોકડ તથા સોનાના દાગીના છોડીને તસ્કરો ચાલ્યા ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ નવેમ્બર ૨૩ જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં પારેખ શેરીમાં એક વેપારીના ખુલ્લા રહેલા રહેણાંક મકાનને ધોળે દહાડે તસ્કરે નિશાન બનાવી લઈ અંદરથી રૂપિયા પોણા બે લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. કોઈ જાણ ભેદુ તસ્કરનું કારસ્તાન હોવાનું અનુમાન કરાયું છે. કબાટમાં જ રાખેલી એક લાખની રોકડ તથા સોનાના તમામ ઘરેણા તસ્કરો છોડીને ભાગી ગયા હોવાથી બચી ગયા છે. પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.આ બનાવની વિગત એવી છે કે કાલાવડ ટાઉનમાં મેઇન બજાર નજીક પારેખ શેરીમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ધરાવતા દેવનદાસ આસુમલ ગંગવાણી નામના ૬૫ વર્ષના સિંધી લોહાણા વેપારીએ ગઈકાલે સાંજે ૬.૦૦ વાગ્યાથી ૬.૩૦ વાગ્યા સુધીના અડધો કલાકના સમયગાળા દરમિયાન પોતાના ખુલ્લા રહેલા રહેણાંક મકાનમાંથી કોઈ તસ્કરો રૂપિયા ૧,૭૫,૦૦૦ ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથક માં નોંધાવી છે.
જે ફરિયાદને અનુસંધાને કાલાવડના પી.આઇ. વી.એસ. પટેલ તેમજ સ્ટાફના મયુરસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા, વાસુદેવ સિંહ જાડેજા વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કોઈ જાણભેદુ શખ્સ નું કારસ્તાન હોવાનું અનુમાન લગાવાયું છે.ફરિયાદી દેવનદાસભાઈ ગંગવાણી ના પત્ની બાજુમાં આવેલા એક રહેણાંક મકાને આંટો દેવા ગયા હતા, અને પોતાનું અડધો કલાક માટે ખુલ્લુ રાખ્યું હતું, જે તકનો લાભ લઈને કોઈ તસકરે તેમના મકાનમાં ઘૂસી જઇ વેપારની એકત્ર થયેલી રૂપિયા ૧,૦૮,૩૦૦ ની રોકડ રકમ તેમજ તેઓના પત્નીના પર્સમાં રાખવા આવેલી ૬૬,૭૦૦ ની રોકડ સહિત કુલ ૧,૭૫,૦૦૦ ની રોકડ રકમની તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.
બાજુમાંથી પોતાના ઘેર પરત આવતી વખતે ઘરમાં નિરીક્ષણ કરતાં કબાટ ખુલ્લા હોવાનું અને કેટલીક રોકડ રકમ જમીન પર પડેલી હોવાનું ધ્યાનમાં આવતાં તુરતજ દેવનદાસ ભાઈ ને ઘેર બોલાવી લીધા હતા, અને મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે કબાટમાં હજુ એક લાખની રકમ ત્યાં જ પડેલી હતી, ઉપરાંત સોનાના દાગીના પણ કબાટમાં જ પડેલા હતા. પરંતુ તસ્કરે પોતાની જરૂરિયાત મુજબ માત્ર પોણા બે લાખની રકમ ઉઠાવી હતી, બાકીના રોકડ દાગીના વગેરે છોડીને ચાલ્યા ગયા હતા. મકાનમાં સીસીટીવી કેમેરા નથી, પરંતુ મકાનથી થોડે દૂર એક સ્થળે સીસીટીવી કેમેરા લાગેલા હોવાથી કાલાવડ ટાઉન પોલીસની ટુકડી તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે, અને નજીકના ભવિષ્યમાં ચોદીનો ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ છે.

જામનગર ખોડીયાર કોલોનીમાં ટ્રાફિક બ્રિગેડને માથામાં ‘ટીફીન’ ફટકાર્યા

0

જામનગરના ટ્રાફિક બ્રિગેડ ના જવાન પર હુમલો કરી ફરજમાં રૂકાવટ: પર પ્રાંતિય શખ્સ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ નવેમ્બર ૨૩  જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફીક ની ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડ ના જવાન સાથે પર પ્રાંતીય શખ્સે બોલાચાલી કર્યા પછી તેના પર ટિફિન વડે હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દેવુભા ના ચોક વિસ્તારમાં રહેતા અને જામનગરની ટ્રાફિક શાખામાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા જયવીન મુકેશભાઈ ઓઝા એ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઉપર ટિફિન વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમ જ પોતાની ફરજમાં રૂકાવટ ઊભી કરવા અંગે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મહાકાળી સર્કલ વિસ્તારમાં રહેતા ક્રિષ્ના રામસુંદર રાજપૂત સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી ખોડિયાર કોલોની વિસ્તારમાં પોતાની ફરજ પર હતા, જે દરમિયાન વાહન ચાલકને રોકવા બાબતે આરોપી સાથે બોલાચાલી થઈ હતી, અને હાથમાં રહેલું ટિફિન ટ્રાફિક બ્રિગેડના ખંભા તથા માથામાં ફટકારીને ઇજા પહોંચાડી હતી. પોલીસે આરોપી ક્રિષ્ના રાજપુત સામે આઇપીસી કલમ ૧૮૬ અને ૩૩૨ મુજબ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના પૂર્વ કોંગી કોર્પોરેટર પર હુમલો : ભાજપના કોર્પોરેટર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવાતાં ચકચાર

0

જામનગરના પૂર્વ કોંગી કોર્પોરેટર પર હુમલો: વોર્ડ નંબર ૧૪ ભાજપ ના કોર્પોરેટર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવાતાં ચકચાર

  • દિવાળીની રાત્રે હવાઈ ચોક વિસ્તારમાં બન્ને જૂથ વચ્ચે થયેલી તકરાર ના મામલે વળતી ફરિયાદ નોંધાવાઈ
  • આરોપી : (૧) વીમલભાઇ કિશોરભાઇ કનખરા (૨) હીતેષભાઇ કનખરા (૩) કેતનભાઇ જેન્તીભાઇ નાખવા રહે. બધા જામનગર 

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ કોંગી કોર્પોરેટરે દિવાળીની રાત્રે હવાઈ ચોક વિસ્તારમાં પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે વોર્ડ નંબર ૧૪ ના ભાજપના કોર્પોરેટર સહીત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. સપ્તાહ પહેલાં કોંગી કોર્પોરેટર સામે પણ હુમલા ની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જામનગર ના દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૧૭ માં પ્રકાશ એપાર્ટમેન્ટમાં રહેતા પૂર્વ કોંગી કોર્પોરેટર ધીરેશ ગિરધરલાલ કનખરા એ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે વર્તમાન વોર્ડ નંબર ૧૪ ના ભાજપના કોર્પોરેટર અને શાષક જૂથના દંડક કેતન જયંતીભાઈ નાખવા તેમજ વિમલ કિશોરભાઈ કનખરા અને હિતેશ કનખરા સામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસે ભાજપના કોર્પોરેટર સહિત ત્રણ આરોપીઓ સામે આઈપીસી કલમ ૫૦૪,૫૦૬-૨,૩૨૩ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પૂર્વ કોંગી કોર્પોરેટર ધીરેશ કનખરા અને વર્તમાન ભાજપના કોર્પોરેટર કેતનભાઇ નાખવા બંને વચ્ચે લાંબા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે, જેઓની સાથે વિમલ કનખરા વગેરે ને પણ તકરાર ચાલતી હતી. દિવાળીની રાત્રે હવાઈ વિસ્તારમાં બંને જૂથ વચ્ચે મારામારી નો બનાવ બન્યો હતો.જોકે જે તે વખતે પોલીસ ફરિયાદ કરાઈ ન હતી, પરંતુ એક સપ્તાહ પહેલા પૂર્વ કોંગી કોર્પોરેટર ધીરેશ કનખરા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવ્યા પછી ગઈકાલે પૂર્વ કોંગી કોર્પોરેટર દ્વારા ભાજપના વર્તમાન કોર્પોરેટર સહિત ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવને લઈને જામનગરના રાજકીય વર્તુળમાં અને ખાસ કરીને ભાનુશાળી જ્ઞાતિમાં ભારે ચકચાર જાગી છે.

જામનગરમાં સાંસદના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી

0

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી

  • સાંસદ એ જિલ્લામાં વિવિધ યોજનાઓની અમલવારી તેમજ તેના લક્ષ્યાંકો અંગે લગત વિભાગો સાથે સમીક્ષા કરી
  • છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સરળતાથી પહોચે તે દિશામાં સૌને સાથે મળી કામ કરવા સાંસદનુ આહવાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ નવેમ્બર ૨૩ જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જામનગરની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ એ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી તેમજ જામનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.સાંસદ પૂનમબેન માડમે આ બેઠકમાં રેલ્વે વિભાગને લાગતા પ્રશ્નો, જામનગર મહાનગરપાલીકા હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, નેશનલ હેલ્થ મિશન, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, દિન દયાલ ઉપાઘ્યાય ગ્રામ જયોતિ યોજના, ઈન્ટિગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ સ્કીમ, પી.એમ.પોષણ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના, સ્વરછ ભારત મિશન(ગ્રામિણ), નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ, ઈન્ટીગ્રેટેડ વોટરસેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી હતી તેમજ વિભાગો દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તથા બેઠકમા લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધીકારી ઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવાય તે માટે સૂચન કર્યુ હતુ અને છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સરળતાથી પહોચે તે દિશામાં સૌને સાથે મળી કામ કરવા સાંસદશ્રીએ આહવાન કર્યું હતુ.સાંસદ એ ચાલુ બેઠક દરમિયાન જ લાલપુર તાલુકાના કાઠીદળ, સણોસરી સહિતના ગામોથી આવેલ લોકોની સિંચાઈ, રેલવે, પીવાના પાણી સહિતની રજૂઆતો સાંભળી હતી અને તેનો સત્વરે યોગ્ય નિકાલ લાવવા લગત અધિકારીઓને સૂચન કરી ગ્રામજનો પ્રત્યેની સંવેદના દર્શાવી હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કલેકટર બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી  વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, ડી.આર.ડી.એ. નિયામક એન.એફ.ચૌધરી, રેલ્વે વિભાગના ડી.આર.એમ. ભાવનગર અને ડી.આર.એમ.રાજકોટ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં સતત બીજા દિવસે પણ વિજ ચેકિંગ : વધુ રૂ.૨૩.૩૫ લાખ ની વીજ ચોરી ઝડપાઈ

0

જામનગરમાં સતત બીજા દિવસે પણ વીજ ચેકીંગ: વધુ રૂ.૨૩.૩૫ લાખ ની વીજ ચોરી ઝડપાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩૦ નવેમ્બર ૨૩ જામનગર મા ગઈકાલ પછી આજે સતત બીજા દિવસે પણ પી જી વી સી એલ દ્વારા ચેકીંગ ડ્રાઈવ કરવામાં આવી હતી.જેમાં કુલ રૂ.૨૩.૩૫ લાખ ની પાવર ચોરી ઝડપાઈ હતી.જામનગર મા વીજ કંપની ની આજે ચેકીંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી.જેમાં ૨૭ ટીમ દ્વારા કાલાવડ નાકા , મહાવીર નગર, હર્ષદમિલ ચાલી સહિત નાં સહેર નાં અનેક વિસ્તાર મા ચેકીંગ કરવામાં આવ્યું હતું. આજે કુલ ૪૬૩ વીજ જોડાણ તપાસવા મા આવ્યા હતા.તેમાં થી ૬૪ વીજ જોડાણ મા ગેરરીતિ જણાતા તેઓ નાં આસામીઓ ને રૂ. ૨૩.૩૫ લાખ નાં વીજબિલ આપવામાં આવ્યા હતા.

જામનગર ગોકુલનગરમાં વેવાઈએ વેવાઈને ઢીંબી નાખ્યા : ચારને ઇજા

0

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે વેવાઈ વચ્ચે ઝઘડો થયો હોવાથી મામલો પોલીસ મથકે પહોચ્યો

  • રિસામણે બેઠેલી પત્નીને સમાધાન માટે તેડી જવા બોલાવ્યા પછી વેવાઈ અને પરિવારજનોએ હુમલો કર્યા ની ફરિયાદ
  • વેવાઈના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા વેવાઈને માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા: પરિવારના અન્ય ચાર સભ્યોને પણ ઇજા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ નવેમ્બર ૨૩, જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે વેવાઈઓ સમાધાન માટે એકત્ર થયા પછી બાખડી પડ્યા હતા, અને વેવાઈએ વેવાઈ પર હુમલો કરી દેતાં સાત ટાંકા લેવા પડ્યા છે, જ્યારે તેના પુત્ર સહિત અન્ય ચાર વ્યક્તિને ઇજા થઈ છે. સામા પક્ષના વેવાઈ સહિતના ચાર સભ્યો સામે હુમલા ની ફરિયાદ નોંધાવી છે. રિસામણે બેઠેલી પરણીતાને તેડવા ગયા પછી મામલો બીચક્યો હતો.આ બનાવની વિગત એવી છે કે જામનગર ના ગોકુલનગર રડાર રોડ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મનસુખભાઈ ભીમાભાઇ વિરમગામા નામના સતાવન વર્ષના પ્રૌઢએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ભરત અને જયેશ તેમજ જમાઈ દિનેશ અને પોતાના ભત્રીજા સાગર ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના વેવાઈ બાવનજીભાઈ શામજીભાઈ રાઠોડ અને તેના પરિવારના અન્ય ત્રણ સભ્ય સામે ફરિયાદ નોંધાવી છે.આ હુમલામાં મનસુખભાઈ ને માથાયના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, અને પાંચ ટાંકા લેવા પડ્યા છે.સમગ્ર મામલાની જાણ થતાં સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ડાંગર વગેરે ના બાવજીભાઈ શાંતિભાઈ રાઠોડ તેમજ તેના પુત્ર વિજય રાઠોડ, પુત્રવધુ મંજુબેન રાઠોડ તેમજ પુત્રી કિંજલબેન સામે હુમલા અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
આ હુમલાના બનાવની વિગત એવી છે કે મનસુખભાઈ વિરમગામાના પુત્ર જયેશ કે જેના લગ્ન બાવજીભાઈ ની પુત્રી કિંજલ સાથે થયા હતા, પરંતુ છેલ્લા આઠ માસ થી કિંજલ રિસામણે બેઠી હતી, જેથી ફરિયાદી મનસુખભાઈ તેનો પુત્ર જયેશ અને ભરત ઉપરાંત જમાઈ દિનેશ રામજીભાઈ દેગામા અને ભત્રીજો સાગર પાંચેય વ્યક્તિ સમાધાન માટે બાવનજીભાઈ ને ત્યાં ગયા હતા, અને ત્યાં ફરીથી ઝઘડો થતાં આ હુમલો કરાયો હતો. જે મામલે સીટી સી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ડાંગર વધુ તપાસ ચલાવી રહ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બાવનજીભાઈના જૂથ દ્વારા અગાઉ મનસુખભાઈ વિરમગામમાં અને તેની સાથેના અન્ય ચાર વ્યક્તિઓ સામે હુમલા અંગેની વળતી ફરિયાદ નોંધાવી હતી.

જામનગર નવાગામ ઘેડમાં માતાના ઝઘડામાં પુત્રોની ઘબા-ઘબી

0

જામનગર નવાગામમાં માતાના ઝઘડામાં પુત્ર બાખડ્યાઃ મામલો પોલીસ મથકે

  • તને શેનો પાવર છે કહી કપાળમાં મુઠ મારી લોહીલુહાણ કર્યોં : અગાઉની બોલાચાલીનો ખાર કારણભૂત
  • આરોપી :- વિશ્વરાજસિંહ કીશનસિંહ વાળા રહે. નવાગામ ઘેડ રાજપુત સમાજ સામે, જામનગર 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ નવેમ્બર ૨૩ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં માતાના ઝઘડામાં પુત્ર બાખડી પડતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં શક્તિસિંહ નમનાપો યુવાનને કપાળમાં ટાકા લેવાનો આવ્યો હતો પોલીસે યુવાનની ફરિયાદ પરથી પાડોશમાં રહેતા વિશ્વરાજસિંહ વાળા નામના શખ્સ વિરૂદ્ધ ગુનો નોધ્યો છે.પોલિસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર નવાગામ ઘેડ રાજપૂત સમાજ પાસે રહેતા શક્તિસિંહ નરેંન્દ્રસિંહ ઝાલાના માતા અને પાડોશમાં રહેતા આરોપી વિશ્વરાજસિંહ કીશનસિંહ વાળાની માતા સાથે અગાઉ નજીવી બોલાચાલી થઈ હતી તેમાં ઘરમેળે સમાધાન પણ થઈ ગયું હતું જેનો ખાર રાખી તેવામાં ગઇકાલે વિશ્વરાજસિંહ વાળાએ શક્તિ ર્સિહને રોકી કહ્યું“તને શેનો પાવર છે તુ મારા માતા સામે કેમ બોલે છે ” તેમ કહી ભુંડી ગાળો આપી એકદમ ઉશ્કેરાઈ જઈને શક્તિનેકપાળના ભાગે તથા ડાબી બાજુની ગાલ મુઠ મારી ઈજા પહોંચાડી હતી તેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતોઆથી સીટી-બી ડિવિઝન પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનોં નોંધી આગળની તપાસ ASI એસ.એસ દાતણીયાચલાવી રહ્યા છે.

જામનગરમાંં મુળુભાઈ બેરાના હસ્તે ”વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો પ્રારંભ

0

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

  • જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક મહત્વપૂર્ણ સોપાન બની રહેશે: મંત્રીશ્રી
  • સશક્ત સમાજના નિર્માણ માટે સરકારની અનેક યોજનાઓ અમલમાં છે : સાંસદ પૂનમબેન માડમ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ નવેમ્બર,૨૩ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જામનગર શહેરના ચાંદીબજાર ચોકમાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન  ના રેકોર્ડેડ સંદેશ, શપથના વિડીઓનું પ્રસારણ તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોએ લાભો એનાયત કર્યા હતા.આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતને સ્માર્ટ અને સુવિધાપૂર્ણ બનાવવાની તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે ગુજરાતમાં વસતા લોકોના મુખ ઉપર ખુશહાલી જોવા મળી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા ૨૦૪૭માં વિકસિત ગુજરાત કેવું હશે એ વિઝન સાથે સરકાર મક્કમતાથી જનહિતલક્ષી કાર્યો આગળ ધપાવી રહી છે. જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક મહત્વપૂર્ણ સોપાન બની રહેશે. આ યાત્રા થકી સરકારની મહત્વની ૧૭ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળી રહ્યો છે. સશક્ત સમાજના નિર્માણ માટે સરકારની અનેક અમલી યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ લેવા મંત્રીશ્રીએ લોકોને અપીલ કરી હતી.સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓનો લાભ લોકોને ઘર આંગણે મળી રહ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી યોજનાઓનો લાભ લેવા સાંસદે નાગરિકોને જણાવ્યું હતું. મુદ્રાલોનમાં હવે પુરુષોની સાથે સ્ત્રીઓ પણ લાભ લેતી થઈ છે. પીએમ સ્વનિધિ યોજના થકી ફેરિયાઓની આર્થિક સ્થિતિ સુધરી છે. પ્રધાનમંત્રી ઉજ્વલ્લા યોજનાનો વડાપ્રધાનશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો. પરંપરાગત રસોઈ ઈંધણના ઉપયોગથી ગ્રામીણ મહિલાઓના સ્વસ્થ્ય તેમજ પર્યાવરણ પર હાનિકારક અસરો થતી હતી પરંતુ ઉજવલ્લા યોજના થકી સ્વચ્છ ગેસ પૂરો પાડવામાં આવે છે. સરકારની આવી અનેક યોજનાઓનો લાખો લોકોએ ભાગ લીધો છે. જેના થકી વિકસિત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે રથનો લીલીઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. વિકસિત ભારત રથ દરરોજ જામનગર શહેરના બે વોર્ડમાં ફરશે.આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર મતી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, કમિશનર  ડી એન મોદી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, કોર્પોરેટરો, અધિકારીશ્રીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમા GPCBના સધન ચેકીંગમાં અનેક ઔધોગિક એકમો ઝપટે ચડી ગયા

0

જામનગર ઔદ્યોગિક એકમો પર GPCB ના દરોડા : કેમીકલયુક્ત પાણીનો જાહેરમાં નિકાલ : બોર્ડ લાલઘુમ : અનેક કારખાનેદાર સામે કાર્યવાહી

  • શહેરના શંકરટેકરી, કનસુમરા, દરેડ જીઆઇડીસીનો સમાવેશ : અનેક કારખાના દાર દંડાયા : મામલો વડી કચેરીએ પહોંચ્યો : લાખોનો દંડ ફટકારાશે
  • GPCB ના દરોડાના પગલે કેટલાય કારખાનેદાર તાળા મારી પલાયન
  • ઘણાખરા એકમો રાજનેતાના શરણોમાં : ભલામણનો દોર શરૂ
  • ચેકિંગ કામગીરી ચાલુ રહેશે : પ્રદુષણ બોર્ડ આકરા પાણીએ : વડી કચેરીએ જાણ કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ જુલાઇ ૨૩ જામનગરમાં શંકરટેકરી, દરેડ જીઆઇડીસી કનસુમરા વિસ્તારમાં જાહેરમાં ઝેરી કેમીકલયુકત પાણી,જોખમી કચરાનો જાહેરમાં નિકાલ કરતા એકમોની લોક ફરીયાદના પગલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું તેમાં અનેક કારખાનેદાર જાહેરમાં પાણીનો નિકાલ કરતા ઝડપાયા હતા જેને પગલે ઔદ્યોગિક એકમોમાં ફફડાટ વ્યાપી ગયો હતોસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરના વિવિધ ઔદ્યોગીક વિસ્તારોમાં GPCB દ્વારા લોક ફરિયાદના પગલે આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં અનેક કારખાનના વપરાશ, પાણીના નિકાલ, લાયસન્સ સહિતના દસ્તાવેજોની રજીસ્ટર ની ચકાસણી કરવામાં આવી હતી તેમાંના ઘણા એકમો દ્વારા ઝેરી કેમીકલયુક્ત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ લાયસન્સની આર્ડમાં પીળો પરવાનો મળી ગયો હોય તેમ ગૌરખધંધા ચાલતા હોવાની અનેક ફરિયાદ સામે આવી છે. જેને પગલે પ્રદુષણ બોર્ડ સફાળું જાગ્યું હતું અને કડક ચેકીંગ હાથ ધર્યું હતું તેમાં અનેક એકમો ઝપટે ચડી ગયા હતા તેને સ્થળ પર નોટીસ આપી કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની જાણ વડી કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. દરોડાના પગલે કારખાનેદારમાં ભારે ફફડાટ ફેલાયો હતો તેવામાં કેટલાયે તાળા મારી છુમંતર થઈ ગયા હતાઆ દરોડામાં ઝડપાયેલા એકમોને વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવા અંગેની લેખિતમાં સૂચના આપી હતી અને પર્યાવરણીય કાયદાઓ અન્વયે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બનાવમા પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો આ કાર્યવાહી ગુજરાત પ્રદુષણ બોર્ડ જામનગરના પ્રાદેશિક અધિકારી સહિતની ટીમ જોડાઇ હતી

error: Copying and use of the content of the website is considered as illegal activity.