Saturday, October 17, 2026
Home Blog Page 191

જામનગરમાં આરબ તરૂણના આપધાતમાં ચોકવનારો ખુલાસો : ચાર મિત્રોના ત્રાસના કારણે આપધાત કરી લીધો

0

જામનગર ના સોળ વર્ષના તરુણ ના વિજરખી ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરવા અંગેના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો

  • મૃતકના ચાર મિત્રોના ત્રાસના કારણે આપઘાત કરી લીધો હોવાનો સામે આવ્યું: ચારેય મિત્રો સામે પોલીસ ફરિયાદ
  • મૃતકને માર મારતા હોવાનો વિડીયો બનાવ્યા પછી તે વિડીયો ડીલીટ કરવા માટે પૈસાની માંગણી કરી વધુ માર મારવા ત્રાસ ગુજારતા હતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ડિસેમ્બર ૨૩ જામનગર નજીક વિજરખી ડેમમાં બે દિવસ પહેલા ૧૬ વર્ષ ના એક તરુણે ડેમના પાણીમાં ઝંપલાવી દઈ આત્મહત્યા કરી લીધી હતી, જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકનાજ ચાર મિત્રો, કે જેઓએ તેનો માર મારતો વિડીયો બનાવ્યો હતો, અને તે વિડીયો ડીલીટ કરવા માટે પૈસા ની માંગણી કરી વધુ માર મારવા માટે ત્રાસ ગુજરતા હોવાથી તેઓના ત્રાસથી કંટાળી જઈ ડેમમાં ઝંપલાવી દીધું હોવાનું જાહેર થયું છે. મૃતકની માતાની ફરિયાદ ના આધારે પોલીસે ચારેય મિત્ર સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતા અબ્દુલ કાદિર અબ્બાસ અલી આરબ નામના ૧૬ વર્ષના તરૂણે બે દિવસ પહેલાં જામનગર-કાલાવડ રોડ પર આવેલા વિજરખી ડેમમાં ઝંપલાવી દઇ આત્મહત્યા કરી લીધી હતી. જેણે પોતાના મોબાઈલ ફોનમાં “અચ્છા ચલતાહું દુવાઓમેં યાદ રખના” ગીત સાથેનું પોતાના અંતિમ વિડીઓ સાથેનું સ્ટેટસ મૂકીને આપઘાત કરી લીધો હતો.જે બનાવ પછી મૃતકની માતાએ સમગ્ર પ્રકરણમાં પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મૃતક અબ્દુલ કાદિર કે જેના મિત્રો જામનગરમાં રહેતા તોફિક ઉર્ફે ભાણેજ ખીરા, કામિલ ખેરાણી અને તેના અન્ય બે મિત્રો કે જે ચારેયએ મળીને થોડો સમય પહેલાં અબ્દુલ કાદિરને માર માર્યો હતો, અને તેનો વિડીયો બનાવી લીધો હતો. જે વિડીયો ઈંસ્ટાગ્રામ માં વાયરલ પણ કર્યો હતો.

જે વિડીયો ડીલીટ કરવા માટે અબ્દુલ કાદિરને અવારનવાર ધાકધમકી આપતા હતા, અને વિડીયો ડીલીટ કરવો હોય તો પૈસા આપવા પડશે તેવી માંગણી કરતા હતા. જે પૈસા આપ્યા ન હોવાથી ફરીથી ચારેય મિત્રો માર મારશે, તેવી ધાકધમકીઓ પણ આપ્યા રાખતા હતા.જેથી આખરે અબ્દુલ કાદિરે ચારેય મિત્રોના શારીરિક અને માનસિક ત્રાસ થી કંટાળી જઇ ડેમમાં ઝંપલાવી આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.

જેથી પંચકોશી એ. ડિવિઝનના પી.એસ.આઇ. જે.પી.સોઢા એ મૃતક અબ્દુલ કાદિરની માતા સુલતાનાબેનની ફરિયાદના આધારે તેના પુત્રને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર તોફિક ખીરા અને કામિલ ખેરાણી સહિત ચારેય શખ્સો સામે આઇપીસી કલમ ૩૦૫ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને તેઓની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં હાર્દિકના બંને હત્યારાઓને કડક સજાની માંગ સાથે એસ.પીને આવેદન

0

જામનગરમાં હત્યાના બંને આરોપીઓ ને કડક સજા ની માંગણી સાથે દરજી સમાજ દ્વારા આવેદન પાઠવાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૪ નવેમ્બર ૨૩ જામનગર મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિ ( દરજી સમાજ ) દ્વારા આજે વિશાળ રેલી કાઢી જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટર કચેરી મા આવેદન પત્ર પાઠવી હાર્દિક પીઠડીયા ની હત્યા નીપજવનાર આરોપીઓ ને કડક સજા થાય તે અંગે માંગણી કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જામનગર નાં ગુલાબનગર,મોહન નગર આવાસ મા રહતા હાર્દિક પીઠડિયા નામનાં ૧૬ વર્ષ નાં તરૂણ નું અપહરણ કરવામાં આવ્યા પછી તેની ગળું દબાવી હટયા નિપજાવ્યાં પછી મૃતેદેહ ને પેટ્રોલ છાંટી સળગાવાયો હતો.જેમાં તેના જ મિત્રો સંડોવાયા હોય પોલીસે બંને ની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ કૃત્ય આચરનારા બંને આરોપીઓ ને કડક સજા થાય તે માટે માંગણી કરતું આવેદન પત્ર આજે દરજી સમાજ દ્વારા પાઠવાયું હતું.

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા યુવા વિદ્યાર્થીઓની વહારે આવ્યા

0

જામનગર ઉત્તરના ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા યુવા વિદ્યાર્થીઓની વહારે આવ્યા

  • યુવા વિદ્યાર્થી ની રનિંગ કોમ્પિટિશન માટેનું ગ્રાઉન્ડ તૈયાર કરાવી આપ્યું: અન્ય મદદ ની પણ ખાત્રી આપી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ નવેમ્બર ૨૩ જામનગરના ઉત્તર ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓ આયુર્વેદ પાસે આવેલું ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓને રનીંગ અને અભ્યાસ માટે તૈયાર કરાવી આપી તેઓની વહારે આવ્યા છે. વિદ્યાર્થી યુવાનો કે જેઓ કોમ્પિટિશન એક્ઝામ ની તૈયારી કરી રહ્યા હતા, અને તેઓને રનીંગ માટે મેદાનની જરૂરિયાત હતી, પરંતુ હાલમાં ગ્રાઉન્ડ અસમથળ હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા ધારાસભ્ય રિવાબા જાડેજા ને રજૂઆત કરવામાં આવી હતી.તેની રજૂઆતની ફલશ્રુતિ રૂપે તુરત ધારાસભ્ય શ્રી દ્વારા જેસીબી મશીન તેમજ અન્ય મશીનરીઓ મદદ માટે મોકલી ગ્રાઉન્ડ ને સમથળ કરાવી આપ્યું હતું, જેથી તમામ યુવાઓએ ધારાસભ્ય રિવાબા જાડેજા નો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ શિક્ષણ સહિતના કોઈપણ કાર્ય માટે જ્યારે મદદની જરૂર પડે ત્યારે તુરતજ સંપર્ક સાધવા સર્વેને અનુરોધ કર્યો હતો.

જામનગરમાં પરિણિતા સાસરીયાઓના ત્રાસથી મરવા મજબુર બની : પતિ- સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો

0

જામનગરના યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતી પરણીતાને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ- સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો

  • યુવતી ને સાત વર્ષ દરમિયાન સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી અને માવતર થી પૈસા લાવવાની માંગણી સંતોષી નહીં શકતા ગળાફાંસો ખાઈ લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ ડિસેમ્બર ૨૩, જામનગર માં ઢીંચડા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતી એક પરપ્રાંતિય પરણીતા, કે જેણે પોતાના પતિ અને સાસુ-સસરાના ત્રાસ થી કંટાળી જઈ, ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મૃતક ના પિતાની ફરિયાદના આધારે પોતાને પુત્રીને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ- સાસુ અને સસરા સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની રાજેશકુમાર શ્રીકૃષ્ણ તિવારી (૫૩ વર્ષ), કે જેની પુત્રી રાસીબેન ના લગ્ન આજથી સાત વર્ષ પહેલાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા શૈલેન્દ્ર અશોક કુમાર તિવારી સાથે થયા હતા, ૭ વર્ષના લગ્નગાળા દરમિયાન રાસીબેન ને સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી સાસરિયાઓ દ્વારા અવારનવાર મેણાં ટોણા મારવામાં આવતા હતા, અને દવાનો જે ખર્ચ કર્યો હતો, તે ત્રણ લાખ રૂપિયા માવતરેથી લઈ આવવા માટે દબાણ કરાતું હતું. જે ત્રણેયના ત્રાસથી કંટાળી જઇ રાસીબેને ગત ૧૪.૧૦.૨૦૨૩ ના દીને પોતાના ધેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.આ બનાવ પછી મૃતક ના પિતા રાજેશકુમાર તિવારી, કે જેઓ તેવા વતનમાંથી જામનગર આવ્યા હતા, અને તેમણે સમગ્ર બનાવ મામલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની પુત્રીના શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે તેણીના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને પોલીસે રાસીબેનના પતિ શૈલેન્દ્ર અશોકકુમાર દ્વિવેદી, સસરા અશોકકુમાર દ્વિવેદી, અને સાસુ-શુશીલાબેન દ્વિવેદી સામે આઈપીસી કલમ ૩૦૬ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ શરૂ કરી છે.

જામનગર શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરાઈ

0

ભાજપને મળેલા જીતના સમર્થનમાં જામનગર શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવ ની ઉજવણી કરાઈ

દેશ દેવી ન્યુઝ તા ૪ ડિસેમ્બર ૨૩, ભારતના ચાર રાજ્યોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરાયું હતું, જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને પ્રચંડ જન સમર્થન મળ્યું છે, જ્યારે તેલંગાણા રાજ્યમાં પણ ભાજપની ખૂબ જ સારી સ્થિતિ રહી છે, ત્યારે ભાજપ માટે લોકો દ્વારા અપાયેલું જન સમર્થન અન્વયે શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આતશબાજી કરવા મા તેમજ એક.મેક ના મોંઢા મીઠા કરાવવામાં આવ્યા હતા.ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા , મહામંત્રી વિજયસિંહ જેઠવા , ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, સાસક પક્ષના નેતા આશિષ જોષી સહિત ભાજપના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

જામનગરમાં અર્બન વાઇલ્ડ લાઈફ ઈન્ફર્મરી એન્ડ પ્રાઈમરી ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ

0

જમનગરમાં ઠેબા ચોકડી પાસે શરુ કરવામાં આવેલા અર્બન વાઇલ્ડ લાઈફ ઈન્ફર્મરી એન્ડ પ્રાઈમરી ટ્રીટમેન્ટ સેલની સુવિધાઓ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ નવેમ્બર ૨૩ અર્બન વાઇલ્ડલાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઈમરી ટ્રીટમેન્ટ સેલ (UWIPTC) જામનગર ફોરેસ્ટની જામનગર રેન્જમાં શરુ કરવામાં આવેલું જિલ્લાનું પ્રથમ કેન્દ્ર છે. જામનગરમાં વન્યજીવોને તાત્કાલિક સારવાર અને સારવાર બાદ નિરીક્ષણ હેઠળ રાખી શકાય તે માટે આ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીથી ઓગસ્ટ 2023 દરમિયાન શહેરની 20-કિલોમીટરની ત્રિજ્યામાં પ્રાણીઓ, સરિસૃપ અને પક્ષીઓ સાથે સંકળાયેલા કુલ 662 વન્યજીવોનું રેસ્ક્યુ, 2022 અને 2021 માં અનુક્રમે 2351 અને 1891 વન્યજીવોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને 80% આ બચાવોમાં સાપનો સમાવેશ થાય છે, 15% પક્ષીઓ જેમ કે ભારતીય મોર, કોઠાર ઘુવડ, વાડર્સ અને રહેણાંક પ્રજાતિઓ, જ્યારે બાકીની વિવિધ વન્યજીવ પ્રજાતિઓ સામેલ છે જેમ કે બ્લુબુલ (નીલગાય), ભારતીય શિયાળ, ભારતીય સિવેટ, હેજહોગ, વગેરે. વન વિભાગ દ્વારા આ આંકડાઓને ધ્યાને લેતા UWIPTC શરુ કરવામાં આવ્યું છે.

અર્બન વાઇલ્ડ લાઈફ ઈન્ફર્મરી એન્ડ પ્રાઈમરી ટ્રીટમેન્ટ સેલની સુવિધાઓ વિશે વાત કરવામાં આવે તો અહીં,

1.હોલ્ડિંગ કમ ટ્રીટમેન્ટ વિસ્તારો: આ કેન્દ્ર ખાસ રીતે અલગ-અલગ હોલ્ડિંગ વિસ્તારોને સમાવિષ્ટ કરશે, જે પ્રદૂષણના જોખમને ઘટાડવા માટે વિચારપૂર્વક રચાયેલ છે. આ સેટઅપ એ સુનિશ્ચિત કરશે કે બચાવ કરાયેલા વન્યજીવોને જરૂરી નિરીક્ષણ અને સારવાર મળે.

2. રિકવરી રૂમ:  વધુ વિસ્તૃત અવલોકન અને રિકવરીની જરૂર હોય તેવા પ્રાણીઓ માટે શાંત જગ્યા પૂરી પાડવા માટે રિકવરી રૂમ બનાવવામાં આવ્યો છે. વન્યજીવો માટે સલામત અને તણાવમુક્ત રિકવરી થાય તે પ્રકારે વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે આ રૂમ આવશ્યક તબીબી સુવિધાઓથી સજ્જ છે.

3. જુવેનાઈલ કેર યુનિટ: યંગ વન્યજીવોની અનન્ય જરૂરિયાતોને ઓળખીને, તેમના વિકાસ માટે યોગ્ય પોષણ અને સુરક્ષિત વાતાવરણ સહિત વિશિષ્ટ સંભાળ પ્રદાન કરવા માટે અને બચાવી લીધેલા પક્ષીઓ માટે છે.

4. ફ્લાઈંગ પ્રેક્ટિસ એરિયા: જે પક્ષીઓ રિકવર થઈ જાય બાદમાં તેઓને ઊડવા માટે જગ્યાની જરૂર પડે છે. આ જરૂરિયાતને સંબોધવા માટે, ઉડ્ડયન પ્રેક્ટિસ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

5. વોટરફોલ હોલ્ડિંગ સ્પેસ: વોટરફોલ, જેમ કે બતક અને અન્ય જળચર પક્ષીઓ માટે છે. આ સુવિધામાં એક વોટરફોલ હોલ્ડિંગ સ્પેસ છે. જે તેમના રહેઠાણને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે.ઓપરેશનલ ફ્રેમવર્ક – અર્બન વાઇલ્ડલાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાયમરી ટ્રીટમેન્ટ સેલ (UWIPTC) સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (CZA) દ્વારા દર્શાવેલ માનક ઓપરેટિંગ પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરીને કાર્ય કરશે. આ નિયમો વન્યપ્રાણી સુવિધાઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓ અનુસાર સંભાળ, પ્રાણી કલ્યાણ અને સલામતીના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરે છે.પશુ કલ્યાણ: UWIPTC યોગ્ય આવાસ, પોષણ, આરોગ્યસંભાળ અને સંવર્ધન માટે CZA માર્ગદર્શિકાનું પાલન કરીને તમામ વન્યજીવ નિવાસીઓના કલ્યાણને પ્રાથમિકતા આપશે.

પશુચિકિત્સા સંભાળ: કેન્દ્ર પશુચિકિત્સા સંભાળનું ઉચ્ચ ધોરણ જાળવી રાખશે, સલાહ લેશે અને પ્રાણીઓના આરોગ્ય અને સુખાકારીની દેખરેખ રાખવા માટે લાયક વ્યાવસાયિકોની મુલાકાત ગોઠવશે. રેકોર્ડ રાખવો: બચાવેલા પ્રાણીઓ, સારવાર અને મુક્તિના વિગતવાર રેકોર્ડ CZA જરૂરિયાતો અનુસાર જાળવવામાં આવશે.  સ્ટાફ તાલીમ: વન્યજીવોના રહેવાસોની યોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવા માટે સ્ટાફ સભ્યોને પૂરતી તાલીમ આપવામાં આવશે. સલામતીનાં પગલાં: અકસ્માતોને રોકવા, જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને પ્રાણીઓ અને કર્મચારીઓ બંનેની સુખાકારીની સુરક્ષા માટે સલામતી પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે.સ્ટાફના પ્રયત્નોને પૂરક બનાવવા માટે, UWIPTC એવા સ્વયંસેવકોને પણ જોડશે જેઓ વન્યજીવનની સંભાળ અને સંરક્ષણ માટે જુસ્સો ધરાવે છે. સ્વયંસેવકોને કાળજીપૂર્વક પસંદ કરવામાં આવશે અને કેન્દ્રની કામગીરીના વિવિધ પાસાઓમાં મદદ કરવા માટે તાલીમ આપવામાં આવશે. સુવિધાના સુચારૂ સંચાલનને સુનિશ્ચિત કરવા અને સમુદાયમાં તેની પહોંચને વિસ્તારવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે

નશાનો કારોબાર : જામનગર અને સિક્કાના બે વેપારીઓ પોલીસની ઝપટે ચડ્યા

0

સંજીવની ના નામે નશાકારક પીણા નું વેચાણ કરી રહેલા જામનગર અને સિક્કાના બે વેપારીઓ પોલીસની ઝપટે ચડ્યા

  • જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી એક પાનની દુકાનમાંથી નશાકારક પીણાંની ૪૭ બોટલ મળી આવી
  • જામનગર તાલુકાના સિક્કામાં આવેલી પાન અને કોલ્ડ્રીંક્સની દુકાનમાંથી પણ ૧૨૩ નંગ નશાકારક પીણાં નો જથ્થો કબજે થયો
  • Pl આર.ડી રબારી તથા PSI અજયસિંહ સરવૈયાની રાહબરી હેઠળ જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા તથા રધુવીરર્સિહ જાડેજાની બાતમી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨ ડિસેમ્બર જામનગર શહેરમાં પણ આયુર્વેદિક સંજીવની ના નામે નશાકારક પીણાં નું વેચાણ થતું હોવાની માહિતી ના આધારે અંબર ચોકડી પાસે એક દુકાનમાંથી ૪૭ નંગ નશાકારક પીણાંની બોટલો કબજે કરાઈ છે. તે જ રીતે સિક્કામાં પણ એક દુકાનમાંથી ૧૨૩ બોટલ મળી આવી છે.જામનગરમાં અંબર સિનેમા પાસે આવેલી શંકર વિજય નામની દુકાનમાંથી હનુમાન ગેટ પોલીસ ચોકીના સ્ટાફે ૪૭ નંગ નશાકારક પીણાંની બોટલો નો જથ્થો કબજે કર્યો છે, અને દુકાનના સંચાલક કનૈયાલાલ લીલારામ નંદા ની વિશેષ પૂછપરછ હાથ ધરી છે.જામનગર શહેર ઉપરાંત સિક્કામાં પંચવટી સોસાયટીમાં દિનેશસિંહ જાલમસિંહ કેર નામના વેપારી દ્વારા પોતાની આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં નશાકારક પીણાં ની બોટલોનો સંગ્રહ કરીને તેનો વેચાણ કરાતું હોવાની માહિતીના આધારે સિક્કા પોલીસે દરોડો પાડી ૧૨૩ નંગ નશાકારક પીણાંની બોટલો કબજે કરી તેના સંચાલકની વધુ પૂછપરછ હાથ ધરી છે.

જામનગર જિલ્લાના પોલીસ બેડા માંથી નિવૃત્ત થયેલા વધુ બે પોલીસ કર્મીઓને વિદાયમાન અપાયું

0

જામનગર જિલ્લાના પોલીસ બેડા માંથી નિવૃત્ત થયેલા વધુ બે પોલીસ કર્મીઓને વિદાયમાન અપાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ ડીસેમ્બર ૨૩ જામનગર જિલ્લાના-પોલીસ બેડા માં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ કે જેઓ પરમદિને વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયા હતા, જેઓને ગઈકાલે જિલ્લા પોલીસવડા દ્વારા સન્માનિત કરીને વિદાયમાન અપાયું હતું.જામનગરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એએસઆઈ કિશોરસિંહ પ્રવિણસિંહ જાડેજા, (પોલીસ હેડ ક્વાર્ટર), તથા એએસઆઈ અજીતસિંહ શીવુભા જાડેજા (પોલીસ હેડ ક્વાર્ટર), તારીખ ૩૦.૧૧.૨૦૨૩ ના રોજ વયમર્યાદા ના કારણે સેવા નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ જિલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલૂ ની અધ્યક્ષતા માં પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં રાખવામાં આવ્યો હતો. જેમાં મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરાયા હતા, અને તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું.

જામનગરમાં ખૂની ખેલ : આધેડને ચાર શખ્સોએ ફિલ્મી સ્ટાઇલે વેતરી નાંખ્યો

0

જામનગરના આધેડ કોન્ટ્રાકટરની કરપીણ હત્યા નીપજાવી ત્રણ આરોપી નાસી ગયા: એક હુમલાખોર ઘવાયો

  • ભીમશી આંબલીયાની હત્યા થઈ હોવાનો દેશ દેવી ન્યુઝ નો અહેવાલ સાચો ઠર્યો
  • હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો કારસો પોલીસે નિષ્ફળ કર્યો : મોડી રાત સુધી શહેર Dysp, સીટી-બી PI ઝાલા, PSI સરવૈયા સહિતનો સ્ટાફ ખડેપગે
  • સાત વર્ષ પહેલાનું હત્યા અંગેનું જુનું મનદુખ ચાલતું હોવાથી આરોપીઓએ શાપર ગામ પાસે આઘેડની કાર ને આંતરી લઈ હત્યા નિપજાવાઈ
  • આરોપી :- (૧) સામતા કરણા વસરા (૨) અજય ભીમશી વસરા (૩) વજશી કરણા વસરા (૪) રાહુલ સામત વસરા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ ડિસેમ્બર ૨૩ જામનગર નજીક ખંભાલીયા ધોરી માર્ગ પર સાપર ગામના નજીક જામનગરમાં રહેતા અને કોન્ટ્રાકટર તરીકે કામ કરતા આધેડને જામનગરમાં જ રહેતા ચાર શખ્સોએ આડેધડ છરીઓના ઘા કરી વેતરી નાખી કરપીણ હત્યા નીપજાવી હોવાની વિગતો સામે આવી છે.સાત વર્ષ પૂર્વે મૃતકના ભાઈની હત્યા થઇ હતી, જે હત્યા નીપજાવનાર પરિવારના અન્ય સખ્સોએ જ ગઈ કાલે આધેડની કારને આંતરી લઇ કરપીણ હત્યા નીપજાવી હોવાની વિગતો ફરિયાદમાં જાહેર થઇ છે. બીજી તરફ ચાર આરોપીઓ પૈકી એક આરોપીને પણ ગંભીર ઈજાઓ પહોચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

જામનગર સહીત સમગ્ર હાલારમાં ચકચાર સાથે સનસનાટી ફેલાવનારા આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલ શાળા પાસે રહેતા ભીમશીભાઈ આંબલીયા નામના આધેડ વસઈ ગામ નજીકના ધોરી માર્ગ પર જામનગરથી રિલાયન્સ કંપની તરફ પોતાની બ્રેજા કાર ચલાવી પસાર થતા હતા, ત્યારે જામનગરમાં જ અયોધ્યા નગર વિસ્તારમાં રહેતા સામત કરણા વસરા, અજય ભીમસી વસરા, વજસી કરણા વસરા અને રાહુલ સામત વસરા નામના શખ્સોએ ભીમસીભાઈની કારને આંતરી લઇ છરીઓ સહિતના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં ભીમસીભાઈને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતાં તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. અને લોહીના ખાબોચિયા વચ્ચે જ આખરી શ્વાસ ભર્યો હતો. બીજી તરફ આરોપી સામતભાઈને પણ પેટના ભાગે છરીના ઘા વાગી જતા તેઓને ૧૦૮ મારફતે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જામનગરમાં રહેતા ભીમસીભાઈના પરિવારજનોને આ બનાવની જાણ થતાં તેઓના પત્ની સહીતનો પરિવાર ઘટના સ્થળ અને હોસ્પિટલ દોડ્યો હતો. હોસ્પિટલમાં ઘાયલ અને મૃતક બંનેને લઇ આવવામાં આવ્યા ત્યારે બંને પક્ષના શખ્સો એકત્ર થતાં તંગદીલી પ્રસરી હતી. પોલીસે તમામ શખ્સોને દુર કરી મૃતકના પત્ની મંજુબેનની ફરિયાદ નોંધી હતી.આરોપી સામતભાઈના સબંધિઓએ સાત વર્ષ પૂર્વે મૃતક ભીમસીભાઈના નાનાભાઈ એભાભાઈનું ખૂન કર્યું હતું. ત્યારથી તેઓની સાથે ભીમસીભાઈના પરિવારને મનદુઃખ ચાલતું આવે છે. આ જ મનદુઃખને લઈને આરોપીઓએ ભીમસીભાઈની હત્યા નીપજાવી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે આઈપીસી કલમ ૩૦૨ સહિતની જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધી નાશી ગયેલા આરોપીઓના સઘડ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

જામનગરના ચર્ચાસ્પદ દુષ્કર્મ પ્રકરણમાં આચાર્ય મનીષ બુચ જામીન મુક્ત

0

જામનગરના અતિ ચર્ચાસ્પદ દુષ્કર્મ અને પોકસોના કેસમા આરોપી મનીષ યુદુનંદન બુચનો જામીન પર છુટકારો

  • સીનીયર એડવોકેટ કોમલબેન ભટ્ટની ધારદાર દલીલો હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ નવેમ્બર ૨૩ જામનગરમાં પંદર વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ અને પોકસોના અતિ ચકચારી કેસમાં સીનીયર ધારાશાસ્ત્રી કોમલબેનની દલીલો માન્ય રાખી આચાર્ય મનીષ યદુનંદનભાઈ બુચનો છુટકારો ફરમાવ્યો છે.આ કેસની વધુ વિગત એવી કે ગત તારીખ 10 એપ્રિલ 23 ના રોજ ભોગ બનનાર સગીરા દ્વારા જામનગર સિટી-બી ડિવીઝન ખાતે ભારતીય દંડ સંહિતાની કલમ 354 (c),376 (2)(f), 376 (2)(k), 376 (2)(n), 376(2) (j), 376 (3) તથા pocso કાયદા ની કલમ 4,6,8,12 તળે ગુન્હો નોંધાયા બાદ એક પ્રતિષ્ઠિત આચાર્યા મનીષ યદુનંદન બુચની પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવેલ.સદર ફરિયાદ બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એડવોકેટ કોમલબેન ભટ્ટ ની ધારદાર દલીલો ના આધારે ફરિયાદમાં સાત વર્ષ દસ મહિના ઢીલ છે તથા ફરિયાદમાં તથ્ય જણાતું ના હોય તેમ ઠરાવી આરોપી મનીષ બુચના જામીન મંજૂર કરેલ છે.સદર જામીન અરજી ના કામે જામનગરના સીનિયર ધારાશાસ્ત્રી કોમલબેન ભટ્ટ રોકાયેલ હતા તથા તેમની સહાયમાં એડવોકેટ કિશોરસિંહ ઝાલા તથા એડવોકેટ જયદીપ મકવાણા રોકાયેલ હતા સીનિયર એડવોકેટ કોમલબેન ભટ્ટ સદા સત્ય ને ન્યાય ની સહાય કરવામાં અગ્રેસર રહે છે તેવી પ્રતિષ્ઠા તેમણે તેમના ૨૫ વર્ષની વકીલાતમાં મેળવેલ છે

error: Copying and use of the content of the website is considered as illegal activity.