બેટ દ્વારકા ને જોડતો સુદર્શન સેતુ કાર્યરત બન્યા પછી બેટ દ્વારકા ને જોડતા બે એસટી ના નવા રૂટો આજથી શરૂ થયા
- જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી અમરેલી અને માણસા થી બેટ દ્વારકા સુધીની એસ.ટી. બસના બે રૂટનો પ્રારંભ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭, ફેબ્રુઆરી ૨૪ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટ દ્વારકા ને જોડતા સુદર્શન સેતુને ખુલ્લો મુક્યા પછી હવે રોડ રસ્તે બેટ દ્વારકા ને જોડી દેવામાં આવ્યો છે, ત્યારે એસટી તંત્ર દ્વારા બેટ દ્વારકા માટે ના બસના બે રૂટનો પ્રારંભ કરી દેવાયો છે.જામનગર ના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના પ્રયાસો થી આજ થી બે નવા એસટી બસના રૂટનો બેટ દ્વારકા સુધીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
બેટ દ્વારકા જવા એસ.ટી. બસ સેવા આજથી પ્રારંભ થાય તે માટે જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરીને આ રૂટ પર તાત્કાલિક અસરથી એસટી દોડતી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને સફળતા મળી છે.
જેના અનુસંધાને આજે સૌ પ્રથમ અમરેલી – બેટ દ્વારકા રૂટ શરૂ કરાયો છે. જે સવારે ૫.૦૦ કલાકે અમરેલી થી આટકોટ, રાજકોટ, જામનગર, ખંભાળિયા, ભાટિયા અને દ્વારકા -ઓખા થઈ સુદર્શન બ્રિજ પર થી બેટ દ્વારકા પહોંચશે. ત્યારબાદ બેટ દ્વારકા -અમરેલી જવા માટે બપોરે ૧૫.૩૦ કલાકેવાયા ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા રાજકોટ આટકોટ થઈ અમરેલી પહોંચશે તેજ રીતે માણસા -થી બેટ દ્વારકા સાંજે ૫.૩૦ કલાકે વાયા અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ધ્રોલ, જામનગર, ખંભાળિયા, દ્વારકા થઈ ૫.૫૦ કલાકે બેટ દ્વારકા પહોંચશે.
જ્યારે બેટ દ્વારકા થી માણસા જવા માટે બપોરે ૨.૫૦ કલાકે વાયા દ્વારકા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, ધ્રોલ, ગાંધીનગર, અમદાવાદ થઈ માણસા પહોંચશે. જેનો સર્વેએ લાભ લેવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ એસટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

આ સંગમને સફળ બનાવવા માટે ૪૦ થી ૫૦ જેટલા કાર્યકર્તાઓની ટોળી કામે લાગેલી હતી, અને શહેરના અનેક વિસ્તારોમાં વિદ્યાલયો અને બાલ કાર્યકર્તાઓ નો સંપર્ક અને ૪૦૦ જેટલું રજીસ્ટ્રેશન કરેલ હતું. ૨૭૫ જેટલા બાલ સ્વયંસેવકો એ સ્વ ખર્ચે સંઘ નો ગણવેશ બનાવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
શક્તિ સંગમમાં શ્રી ચંદ્રકાન્ત ભાઈ ઘેટીયા – સહ પ્રાંત બૌદ્ધિક પ્રમુખ દ્વારા વીર હનુમંતના ગુણો બલ, બુદ્ધિ, ધીરજ , ચતુરાઈ જેવા ગુણો નું વર્ણન કરતા પ્રસંગો, ગુરુ ગોવિંદસિંહના પુત્રો ના રાષ્ટ્ર અને સ્વધર્મ માટેના બલિદાન અને ડો. હેડગેવાર જી ના વંદે માતરમ્ ને રાષ્ટ્રીય આંદોલન ને પોતાના નીલ સિટી શાળા માં લઘુ સ્વરૂપ દર્શાવતું અને અંગ્રજો ને હલાવી નાખતા પ્રસંગો ના વર્ણન દ્વારા બાળ સ્વયંસેવકોને બાળ સહજ ગુણો રાષ્ટ્ર કાર્ય માટે પ્રેરણા આપતું માર્ગદર્શન આપ્યુ હતું.વિદ્યાર્થીઓ દ્વારા શાળા પાછળ ના વિસ્તારમાં આવેલા મોટા મેદાન માં સમૂહમાં અનેક પ્રકારની રમતો રમી ને અનેક પ્રકારની નવી મેદાની રમતો જાણવા અને માણવા નો લાભ લીધો હતો.ગણવેશમાં સજ્જ સ્વયંસેવકો એ શિસ્ત બધ્ધ રીતે જાહેર માર્ગો પર ઘોષ વાદન સાથે પથ સંચલનમાં ભાગ લીધો હતો.
આગામી સમયમાં જ્યારે સંઘ ને ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા હોય ત્યારે ભારતનું ભવિષ્ય એવા બાળ સ્વયંસેવકો પોત પોતાના વિસ્તારમાં શાખા માં જોડાઈ રાષ્ટ્ર કાર્ય અને સમાજ કાર્ય માટે બાળ કદમ ઉઠાવે એવી પ્રેરણા લે તે માટે શિવાજી મહારાજ, ડો હેડગેવાર જેવા આદર્શ વ્યક્તિ નું વાંચન સાહિત્ય ભેટ રૂપે સમાપન સમયે દરેક સ્વયંસેવકો ને આપવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી ની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા.રોશનીથી ઝળહળતા શહેરના રાજપથ પર લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાન મંત્રી એ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી જામનગરવાસીઓએ વ્યક્ત કરેલ
આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.રોડ-શોના રુટ પર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા.25 ફેબ્રુઆરીના રોજ જામનગર, દ્વારકા તથા પોરબંદર જિલ્લાના અનેક વિકાસ કામોના દ્વારકા ખાતેથી ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરનાર છે.જે કાર્યક્રમ માટે પધારેલ વડાપ્રધાનને આજ રોજ જામનગર ખાતે રોડ-શો યોજી સર્કિટ હાઉસ તરફ પ્રસ્થાન કર્યું હતું.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં મુરલીધર સોસાયટીમાં રહેતા અને દરેડ વિસ્તારમાં દુકાન ચલાવતા કાસમ યુનુસ ભાઈબુઢાણી નામના ૧૮ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા યુનુસભાઈ ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે બાજુમાં દુકાન ચલાવતા હાજી જુમાભાઈ બુઢાણી, ઈસ્માઈલ બુઢાણી, અસરફ બુઢાણી અને મોહસીન બુઢાણી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી અસરફ અને ફરિયાદીની દુકાન બાજુમાં આવેલી હોવાથી આરીપીએ પોતાની નોનવેજની દુકાનમાંથી કચરો બહાર ફેંક્યો હતો. જેથી ફરિયાદીએ પોતાની દુકાન પાસે નહીં ફેંકવાનું કહેતાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
આ ઉપરાંત આરોપી હાજીભાઈ પોતાની દુકાનમાં ગેસ રીફ્લિંગ નું કામ કરતો હોવાથી તેના મજૂરોને કામ પર બોલાવવાના મામલે તકરાર થઈ હતી. સમગ્ર મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ વધુ તપા ચલાવે છે.
રાજ્ય સરકાર દ્વારા આવતા માસમાં ઉપરોક્ત જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે, ત્યારે ગઈકાલથી જ આ જગ્યા પર જેસીબી મશીન વગેરે લગાવીને જગ્યા સમથળ કરવાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન આજે ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા સ્પોર્ટ ઓથોરિટી ની ટીમને સાથે રાખીને સ્થળ પર વિઝીટ કરવામાં આવી હતી, અને જગ્યાનું નિરીક્ષણ કરાયું હતું.
આ વેળાએ જામનગર મહાનગરપાલિકાના શાશકજૂથના નેતા આશિષભાઈ જોશી, શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઇ ભાટુ, ઉપરાંત વોર્ડ નંબર ૨, ૩ અને ૪ ના તમામ કોર્પોરેટરો, સ્થાનિક વોર્ડના પ્રમુખ તેમજ અન્ય આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને સમગ્ર ૪૮,૦૦૦ ચોરસ મીટર જગ્યા નું નિરીક્ષણ કર્યું હતું.
