Friday, October 16, 2026
Home Blog Page 166

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ નો સમાપન સમારોહ યોજાયો

0

જામનગરના પ્રદર્શન મેદાન મા સાંસદ ખેલ મહોત્સવ નો સમાપન સમારોહ યોજાયો

  • ફિલ્મ અભિનેત્રી દિશા પટની અને ગાયક જીગરદાન ગઢવી રહયા ઉપસ્થીત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯, માાર્ચ ૨૪  જામનગર ના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાં સમાપન સમારોહ માં આજે ફિલ્મ અભિનેત્રી દિશા પટણી અને ગાયક જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થીત રહયા હતા.જામનગરના સાંસદ પુનમબેન માડમ દ્વારા છેલ્લા દોઢ મહિનાથી પ્રદર્શન મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. જેમાં ૩૬૪ જેટલી ટીમો એ ભાગ લીધો હતો. આ ઉપરાંત અન્ય પણ અનેક રમતો નું આયોજન થયું હતું. જેનો આજે પ્રદર્શન મેદાનમાં સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ફિલ્મ અભિનેત્રી દિશા પટની અને ગાયક જીગરદાન ગઢવી ઉપસ્થીત રહ્યા હતા. સમગ્ર પ્રદર્શન મેદાનને આજે અનેરો શણગાર કરવામાં આવ્યો હતો સાંસદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના મોટા મોટા કટ આઉટ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં હજારો ની જન મેદની ઉમટી પડી હતી.

જામનગરના 7 PSIની બદલી , હાજર થયેલા અન્ય 17 ને નિમણૂક અપાઈ

0

જામનગર જિલ્લા ના સાત પો.સબ.ઇન્સ. ની બદલી: હાજર થયેલા અન્ય ૧૭ ને નિમણૂક અપાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯ માર્ચ ૨૪, જામનગર ના સાત પો.સબ.ઇન્સ. ની અરસ પરસ બદલી નાં હુકમ જિલ્લા પોલીસવડા એ કર્યા છે. જ્યારે અન્ય બદલી પામી ને આવેલા ૧૭ પો.સબ.ઇન્સ. ને જુદા જુદા પોલીસ મથકમાં ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત લીવ રિઝર્વમાં રહેલા ચાર પી.આઈ. ને પણ ચાર્જ સોંપાયો છે.

જામનગર ના પોલીસતંત્રમાં ફરજ બજાવત પોલીસ સબ ઈન્સ. પૈકીના સાત અધિકારીની બદલીનો ગઈકાલે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ હુકમ કર્યાે છે. જેમાં સિટી-બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી. વણકર તેમજ ડી.જી. રાજ ને એર સિક્યુરિટીમાં મુકવામાં આવ્યા છે. જ્યારે એર સિક્યુરિટીમાંથી પીએસઆઈ એમ.એમ. ઓડેદરા ને જામજોધપુર માં નિમણુક અપાઈ છે.

પંચકોશી-બી ડિવિઝન નાં એમ.વી. મોઢવાડીયા ને લીવ રિઝર્વ માં, સિટી-સી ડિવિઝન ના વાય. આર. જોષી ને આઈયુસીએ ડબલ્યુમાં, પંચકોશી-એ ડિવિઝનના જે.પી. સોઢા ને સિટી-બી ડિવિઝન માં તથા લીવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ કે.ડી. જાડેજા ને પણ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિયુક્ત કરાયા છે. પીએસઆઈ એમ.વી. મોઢવાડીયાને પોલીસ હેડ કવાર્ટરમાં રિઝર્વ પીઆઈ તરીકે નો વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે.

તે ઉપરાંત અન્ય જિલ્લા માંથી બદલી પામીને જામનગરમાં હાજર થયેલા ૧૭ પો.સબ.ઇન્સ. ને તેમનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં પીએસઆઈ ચંન્દ્રેશ.એમ. કાંટેલીયા (વડોદરા ગ્રામ્ય) ને પંચકોશી-બી ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. મીરાબેન વી. દવે (પોરબંદર) ને સિટી-સી ડિવિઝન, પીએસઆઈ રસીકબા આર. ચુડાસમા (પોરબંદર)ને એર સિક્યુરિટી, વિક્રમ એસ. પોપટ (સુરત)ને બેડી મરીન પોલીસ સ્ટેશન, સી.બી. રાંકજા (સ્ટેટ આઈબી)ને જિલ્લા એલઆઈબી, વિક્રમ એન. ગઢવી (સીઆઈડી ક્રાઈમ)ને શેઠવડાળા, મિલન વી. ભાટીયા (અમદાવાદ) એબ્સ્કોન્ડર સ્કવોડ, રીમાબેન કે. ગોસાઈ (વડોદરા) જિલ્લા એમઓબી, એ.કે. પટેલ (સુરત)ને પંચકોશી-એ ડિવિઝન, હાર્દિક એ. પીપળીયા (સુરત)ને સિટી-સી ડિવિઝન, શિતલબેન સંગાડા (વડોદરા) એર સિક્યુરિટી, નિલેશ પી. જોષી (ભુજ) સિટી-સી ડિવિઝન, ડી.કે. ગોહિલ (ભુજ) મહિલા પોલીસ સ્ટેશન, જયેર બી. મોરસાણીયા (સુરત) સિટી-એ ડિવિઝન, ભારત જે. તીરકર (સુરત)ને ટ્રાફિક શાખા, સંજય આઈ. ગઢવી (સીઆઈડી ક્રાઈમ) એર સિક્યુરિટી, મધુ તેજાભાઈ પરમાર (રાજકોટ)ને એસસી એસટી સેલના ડીવાયએસપીના રીડર પીએસઆઈ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ઉપરોક્ત બદલી તથા ચાર્જ સોંપવાના હુકમની સાથે જ ચાર પીઆઈની નિયુક્તિનો હુકમ જિલ્લા પોલીસવડાએ કર્યાે છે. લીવ રિઝર્વમાં રહેલા પીઆઈ એન.બી. ડાભીને કાલાવડ શહેર પોલીસ સ્ટેશન, આર.એમ. વસાવાને એએચટીયુ, એન.ડી. સોલંકીને આઈયુસીએડબલ્યુમાં તથા એચ.વી. રાઠોડને એરપોર્ટ સિક્યુરિટીમાં ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે કાલાવડના પીઆઈ વી.એસ. પટેલને જામનગર ગ્રામ્યના સીપીઆઈ તરીકે નિયુક્ત કરાયા છે.

જામનગર જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓ જેલમુક્ત

0

જામનગરની જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓને સારી વર્તુણુક ને કારણે જેલમુક્ત કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ માર્ચ ૨૪ જામનગરની જિલ્લા જેલમાં જેલવાસ ભોગવી રહેલા પાકા કામના બે કેદીઓ, કે જેઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે, પરંતુ તેઓની સારી વર્તણૂક ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તેઓને મુક્તિ આપવામાં આવી છે, અને જેલ મુક્ત કરાયા છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના ડો.કે.એલ.એન.રાવ દ્વારા આજીવન કેદની સજા પામેલા અને ૧૪ વર્ષ પુર્ણ કરેલા હોઈ અને જેલમાં સારી વર્તણુક ધરાવતા કેદીઓને વહેલી તકે માફી મળે તે માટેના હકારાત્મક પ્રયત્નોનો થકી આજે તા.૦૯-૦૩-૨૦૨૪ ના રોજ ગૃહ વિભાગ, ગુજરાત સરકારશ્રીના આદેશોનુસાર અત્રેની જામનગર જીલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા બે પાકા કેદીઓ જીતેન્દ્ર ઉર્ફે વેલીયો સવજીભાઈ વાઘોડીયા અને કરશન વીશાભાઈ ખાંભલા ને CRPC-૪૩૨ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરાયો હતો.

જે બન્ને કેદીઓને શરતો આધિન આજરોજ જેલ મુકત કરાયા છે. તેમજ તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડીંગ કરવામાં આવેલ છે, તથા તેઓને ફુલહાર કરી મીંઠુ મોઢું કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોતાની પોસ્ટ ની પાસબુક આપી સમાજમાં પુન:સ્થાપનની શુભેચ્છાઓ પાઠવી જેલ મુક્ત કરવામાં આવ્યા છે.

જામનગર નવીવાસના ગરાણા યુવાન પર સરાજાહેર છરી હુમલો

0

જામનગરમાં ગરાણા યુવાન પર છરી વડે સરા જાહેર ઘાતકી હુમલો થતા દોડધામ

  • બે દિવસ પૂર્વે થયલી બોલાચાલીનો ખાર રાખી છાતીમાં અને પેડુમાં છરીના ઘા ઝીંકયા દીધા : વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૯ માર્ચ ૨૪ જામનગરના ખાદી ભંડાર પાસે એક યુવાન પર તેના જ પાડોશીઓએ સામાન્ય બોલાચાલીના ખારમાં છરીના ઘા ઝીંકી જીવલેણ ઈજા પહોંચાડતા સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરના નવીવાસમાં રહેતા અને ગેરેજમાં કામ કરતાં અક્તર ઇગબાલ સઘરાણી જાતે ગરાણા નામના યુવાનને તેમના જ લતામાં રહેતા અસફાક ઉર્ફે બાદશાહ મુનાભાઈ મરીમા સાથે બે દિવસ પૂર્વે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી ગઈકાલેરાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં તેણે છાતીના ભાગે તથા પેડૂના ભાગે છરીનાઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સૌ પ્રથમ તેને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ છે.

આ બનાવઅંગે અખ્તરની માતાએ સીટી બી. ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અસફાક ઉર્ફે બાદશાહ વિરૂધ્ધ ઈ.પી. કો. કલમ ૩૨૬, ૫૦૪ તથા જી.પી. એકટ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર શહેર ભાજપ દ્વારા શિવશોભા યાત્રા નું કરાયું સ્વાગત 

0

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા શિવશોભા યાત્રા નું કરાયું સ્વાગત 

દેશ દેવી ન્યૂઝ તા. ૦૯ માર્ચ ૨૪  મહાશિવરાત્રી નિમિતે જામનગરમાં ભવ્યથી ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જામનગર શહેરમાં શિવ શોભાયાત્રા નું સ્વાગત કરવા પ્રજાજનો યાત્રાના માર્ગ ઉપર મળતી પડે છે, આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા બેડી ગેઇટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું

આ તકે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરિયાં, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, પૂર્વ પ્રમુખો હસમુખ હિન્ડોચા, હિતેનભાઈ ભટ્ટ, અશોક નંદા, મુકેશ દશાણી, અમીબેન પરીખ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મહાદેવ મિત્રમંડળ ના રાજુભાઈ વ્યાસ (મહાદેવ), પૂર્વ મત્રીશ્રીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, મોરચા ના પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડના કાર્યકરો, સેલના હોદેદારો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

જામનગરમાં સાયચા બંધુઓના બંગલા પર બુલડોઝર ફેરવી દેવાયું

0

જામનગરના બેડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને સાયચા બંધુઓ દ્વારા ખડકી દેવાયેલા બંગલા સહિતના બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

  • જિલ્લા પોલીસવડા ની હાજરીમાં વિશાળ પોલીસ કાફલાએ ઉપસ્થિત રહી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડી: જામ્યુંકોની દબાણ શાખા દ્વારા કાર્યવાહી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ માર્ચ ૨૪ જામનગર શહેરના બીડી વિસ્તારમાં આજે શિવરાત્રીના દિવસે પણ પોલીસ તંત્રએ બેડી વિસ્તારમાં મેગા ડીમોલેશન ઓપરેશન પાર પાડ્યું હતું, અને જીલ્લા પોલીસવડા સહિતના વિશાળ પોલીસ સ્ટાફે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડી હતી, અને સાયચા બંધુઓ દ્વારા ખડકી દેવામાં આવેલા ગેરકાયદે બંગલાઓને તોડી પાડવા માટેની ઝુંબેશ પુન: શરૂ કરાઈ હતી, અને બે બંગલાંઓમાં ડિમોલેસન હાથ ધર્યું છે. જેથી બેડી વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી.જામનગરના કુખ્યાત સાયચા બંધુઓ કે જેઓ દ્વારા બેડી વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જગ્યામાં એકથી વધુ બંગલાઓ બાંધી લઇ ગેરકાયદે દબાણ કર્યું હોવાથી પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ દાખલ કરી હતી.સાયચા બંધુઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ની આગેવાની હેઠળ વહેલી સવારથી જ આજે ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેર વિભાગના મામલતદારની ટુકડી તેમજ જામનગરમાં  નગરપાલિકાની ટીમ વગેરે બેડી વિસ્તારમાં સ્થળ પર હાજર રહ્યા હતા, અને અગાઉ જે બંગલો તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, અને તેના પર સાયચા બંધુઓ દ્વારા હાઇકોર્ટ માંથી હંગામી સ્ટે મેળવાયો હતો.પરંતુ તે સ્ટે ઉઠી ગયો હોવાથી આજે સવારથી પુન: ડિમલેશન નું કામ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, શહેર વિભાગના ડીવાયએસપી જયેન્દ્રસિંહ ઝાલા, સીટી બી. ડિવિઝનના પી.આઇ. હરદીપસિંહ .પી. ઝાલા તેમજ અનેક પીએસઆઇ, પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતનો વિશાળ પોલીસ કાફલો બેડી વિસ્તારમાં ગોઠવાઈ ગયો હતો, અને સજ્જડ પોલીસની હાજરીમાં ડિમોલેશન કાર્ય પૂન: શરૂ કરી દેવાયું છે, જેને લઈને સાયચા પરિવારમાં ભારે ફફડાટ મચી ગયો છે.

હાલ જુદા જુદા બે બંગલાઓ અંગે લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ દાખલ કરાઈ છે, જેના અનુસંધાને અલગ અલગ બે બંગલાઓ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી જગ્યામાં હજુ પણ કેટલુંક દબાણ થયેલું હોવાનું જાણવા મળી રહયું છે, અને શહેર વિભાગના મામલતદાર ની ટિમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સરકારી જમીન ઉપર હજુ જે કોઈ દબાણ જોવા મળશે, તે અંગે પોલીસ ફરિયાદ નોંધવા અને જગ્યા ખુલ્લી કરાવવા માટે ડીમોલિશન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જામનગરમાં સરિતા ગીર ગૌ- સંવર્ધન કેન્દ્ર એટલે ગાયોનું કુદરતી રહેઠાણ

0

સરિતા ગીર ગૌ- સંવર્ધન કેન્દ્ર એટલે ગાયોનું કુદરતી રહેઠાણ

  • દેશના પ્રથમ આધુનિક ગૌ-સંવર્ધન કેન્દ્રનું આવતી કાલે ઉદ્ઘાટન
  • વીજરખી ડેમ નજીક કેન્દ્ર સરકારના સહયોગથી પાંચ એકરમાં ફેલાયેલા ‘સરિતા ગીર ગૌ-સંવર્ધન કેન્દ્ર’નું કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા કરશે ઉદ્ઘાટન

 દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૮ માર્ચ ૨૪, જામનગર તાલુકાના મિયાત્રા ગામના સીમ વિસ્તારમાં વિજરખી ડેમ નજીક કેન્દ્ર સરકારના સહયોગથી ગીર ગાય જેવી દેશી ગાયોની જાતિનું અસ્તિત્વ ટકાવવા પાંચ એકર જેટલી વિશાળ જગ્યામાં સંપૂર્ણ આધુનિક અને પરંપરાગત પધ્ધતિથી સુસજજ સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર ચાર કરોડથી વધુ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન આવતીકાલે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી તેમજ શ્રીજી ગ્રુપના ડાયરેકટર મિતેષભાઈ લાલ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.

આ અંગે ગઈકાલે સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્રના એમ.ડી. અને ગોપાલરત્ન એવોર્ડ વિજેતા ધર્મેન્દ્રભાઈ કારાવદરાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતાં જણાવેલ કે ગીર ગાયોનું મહત્વ વધારવા અને લોકોના શારિરક અને માનસિક સ્વાસ્થ્ય માટે તેના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી સરિતા ગીર ગૌ-સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. શ્રેષ્ઠ આરોગ્ય અને વિકાસ માટે અમારી ગાયોને સૌથી અનુકુળ અને કુદરતી પર્યાવરણ મળી રહે તે માટે અમારી ગૌશાળા આધુનિક તેમજ પરંપરાગત પધ્ધતિથી સુસજજ છે. ગીર ગાય જેવી દેશી ગાયોની જાતિનું અસ્તિત્વ ટકાવવા અને મુળ ગીર ગાયોની વસ્તી વધારવા માટેના તમામ પ્રયાસ અમે કરીએ છીએ. તબીબી સારવારથી લઈને ગર્ભાવસ્થા સુધી ગાયોની કાળજી રાખવા અમારી પાસે સંપુર્ણ આધુનિક સુવિધાઓ છે. ગૌશાળાના શેડમાં ખાસ ઈન્સ્યુલીન પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી બહારના તાપમાન કરતાં આઠથી નવ ડીગ્રી તાપમાન ઓછું રહે છે. અને ગૌશાળામાં માખી-મચ્છર ના ઉપદ્રવને રોકવા માટે મસ્કીટો કીલર મશીન લગાવવામાં આવ્યા છે. હાલમાં ગૌશાળામાં ૨૦૦ થી વધુ ગાયો ૫૦ થી વધુ વાછરડીઓનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. અને ગાયોને ઋતુ પ્રમાણે અલગ અલગ ખોરાક આપવામાં આવે છે.

આ ઉપરાંત ગોળનું પાણી મીનરલ મીક્ષર, સીંધાલુણ મીઠુ, ગરો અને સતાવરી ઉપરાંત આઈએસઆઈ યુકત દાણ પણ આપવામાં આવે છે. ઘાસચારા માટે પાકુ ગોડાઉન અને ગાયોનું નિયમિત રસીકરણની સાથે આ ગૌશાળામાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો, આત્મા પ્રોજેકટ, શાળાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કેમ્પ યોજી ગાય આધારિત ખેતી, ખોરાક,સાંસ્ક્રૃતિનું માર્ગદર્શન આપવામાં આવે છે.

જામનગર માં આગામી ૧૪ માર્ચથી RTE હેઠળ પ્રવેશ મેળવવાનો પ્રારંભ થશે

0

જામનગરમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ ૧ માં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે જાહેરાત કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૮ માર્ચ ૨૪ જામનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શૈક્ષણિક વર્ષઃ ૨૦૨૪ – ૨૫ માં ( RTE ) આર.ટી.ઇ. એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત જામનગર શહે૨ની બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ-૧ માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા અંગે જાહેરાત કરવામાં આવી છે.

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-ર૦૦૯ તથા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો-૨૦૧૨ અન્વયે નબળા અને વંચિત જૂથના બાળકોને ૨૫ ટકા મુજબ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ (પહેલા)માં જૂન-૨૦૨૪થી વિનામૂલ્યે પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

( RTE ) આર.ટી.ઈ. એક્ટ હેઠળ પ્રવેશ માટે અરજીની પ્રક્રિયા ઓનલાઈન વેબ પોર્ટલ https://rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ આગામી તા.૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ સુધીમાં ભરવાના રહેશે અને તેમાં ઓનલાઈન જરૂરી અસલ આધારો અપલોડ કરવાના રહેશે. આધારો અને પુરાવા સ્પષ્ટ વંચાય શકાય તેવી રીતે સ્કેન કરીને અપલોડ કરવા. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ક્યાંય પણ જમા કરવાનું રહેશે નહિ. પ્રવેશફોર્મની પ્રિન્ટ મેળવી વાલી પાસે રાખવાની રહેશે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે https://rte.orpgujarat.com વેબસાઈટ પર તથા પ્રવેશ પ્રક્રિયા અંગે કોઇપણ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી, જામનગરના હેલ્પ લાઈન નંબર- ૦૨૮૮-૨૫૫૩૩૨૧ ( સવારે- ૧૧:૦૦ થી ૬:૦૦ રજાના દિવસો સિવાય) સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. વિડજા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જામનગર જોગવડ ગામની મહિલા પુત્ર સાથે ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા

0

જોગવડ ગામ ની મહિલા પુત્ર સાથે ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૭ માર્ચ ૨૩, જામનગર જિલ્લા નાં લાલપુર તાલુકા ના જોગવડ ગામના તળાવનેસમાં રહેતી એક મહિલા ત્રણ વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળ્યા પછી લાપત્તા બની જતાં પિતા એ પોલીસ ને જાણ કરી છે. લાલપુર તાલુકાના જોગવડના તળાવનેસમાં રહેતા વનરાજભાઈ રણછોડભાઈ સુમેત ની પરિણીત પુત્રી પુખીબેન ભોજકરણ વિજાણી (ઉ.વ.ર૪) ગઈ તા.૨ ફેબ્રુઆરી ની સાંજે પોતાના ત્રણ વર્ષના પુત્ર ધવલ ને ભાગ લઈ દેવા માટે જવાનું કહીને પિતા ના ઘરે થી નીકળ્યા પછી ગુમ થઈ છે.

આ યુવતી પાંચેક ફૂટની ઉંચાઈ, પાતળો બાંધો, ઘઉંવર્ણાે વાન ધરાવે છે. તેણીના બંને હાથમાં ત્રાજવા ત્રોફાવેલા છે. છેલ્લે તેણીએ લાલ પહેરણ, લાલ ઓઢણું પહેર્યા હતા. પિતા વનરાજભાઈ એ પોતા ની પુત્રી ગુમ થવા અંગે પોલીસને જાણ કરી છે. આ યુવતી અંગે કોઈ જાણકારી હોય તો તેઓએ મેઘપર પોલીસ સ્ટેશનના જમાદાર વી.સી. જાડેજા-૯૨૬૫૨ ૦૦૫૩૭ નો સંપર્ક કરવા જણાવાયું છે.

જામનગર સીટી A-B પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકો યોજાઈ

0

જામનગર શહેરમાં મહાશિવરાત્રીના પર્વ અને શિવ શોભા યાત્રાને અનુલક્ષીને સિટી એ. અને બી. ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકો યોજાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ માર્ચ ૨૪ જામનગર શહેરમાં આવતીકાલે તા ૮.૩.૨૦૨૪ ને મહાશિવરાત્રીના પર્વ તેમજ શોભાયાત્રા ના આયોજનને અનુલક્ષીને શહેરમાં શાંતિ અને ભાઈચારા નું વાતાવરણ જળવાયેલું રહે, તેના અનુસંધાને શહેરના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથેની શાંતિ સમિતિની બેઠક શહેરના સીટી એ. તેમજ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. અને શહેરમાં શાંતિપૂર્ણ રીતે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સૌપ્રથમ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહાદેવ હર મિત્ર મંડળ ચેજીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ વ્યાસ તથા અન્ય જુદા જુદા સંગઠનના આગેવાનો, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત ૨૦ જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, અને શહેરમાં શિવરાત્રી સહિતના ધાર્મિક કાર્યક્રમોની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડા દ્વારા સર્વે અગ્રણીઓને અપીલ કરવામાં આવી હતી.

ત્યારબાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર હરદીપસિંહ પી. ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પણ હિન્દુ મુસ્લિમ સમાજના ૨૩ થી વધુ અગ્રણીઓ જોડાયા હતા, અને મહાશિવરાત્રીનો મહાપર્વ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.