Friday, October 16, 2026
Home Blog Page 165

જામનગરના વિકાસગૃહમાં આશ્રિત ત્રણ બાળકોને મળ્યો પરિવાર

0

જામનગરના વિકાસગૃહમાં આશ્રિત ત્રણ બાળકોને મળ્યો પરિવાર

  • જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા દ્વારા દત્તક વિધાન થકી ત્રણ બાળકોને રાજકોટના ૧ અને અમદાવાદના ૨ દંપતીને સોંપવામાં આવ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૨ માર્ચ ૨૪, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર હેઠળ કાર્યરત શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના ત્રણ બાળકોને રાજકોટના એક અને અમદાવાદના બે દંપતિ દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી બી.કે.પંડ્યાની ઉપસ્થિતિમાં બાળકોને તેના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. તેમજ બાળકની તમામ જરૂરીયાતો પૂરી કરવા અને પૂરતી સાર સંભાળ રાખવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.સાથે માતાપિતા બનવા બદલ ત્રણે દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.ત્રણે બાળકોના દત્તક માતાપિતા અને તેમની સાથે આવેલા પરિવારજનોએ કલેકટર, બાળ સુરક્ષા અધિકારી, બાળ કલ્યાણ સમિતિ તેમજ કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ બાળકને દત્તક લીધા બાદની પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં નિવાસી અધિક ક્લેક્ટર બી.એન.ખેર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે. શિયાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ભોજાણી તથા સભ્યો તેમજ કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના બેડીમાં બે પાડોશીઓ વચ્ચે મકાનની દીવાલ તોડવા બાબતે તકરાર

0

જામનગરના બેડી વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે મકાનની દીવાલ તોડવા બાબતે તકરાર

  • પ્રૌઢ દંપતી અને તેના પુત્ર પર પાડોશી મહિલા સહિતના ચાર આરોપીઓએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ
  • આરોપી : – (૧) શબીર જુસબ ચૌહાણ તથા (૨) ઇકબાલ ઇબ્રાહીમ કકલ તથા (૩) સિકંદર જુસબ ચૌહાણ તથા (૪) શરીફા જુસબ ચૌહાણ રહે.બધા બેડી જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ માર્ચ ૨૪, જામનગર ના બેડી વિસ્તારમાં રહેતા એક દંપત્તિ અને તેના પુત્ર ઉપર મકાનની દિવાલ તોડવાના પ્રશ્ને પાડોશ માં રહેતા એક મહિલા સહિતના ચાર શખ્સોએ લોખંડ ના પાઇપ, લાકડી- ધોકા વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી નૂરાની ચોક વિસ્તારમાં રહેતા ઝરીનાબેન અબ્બાસ ભાઈ ભડાલા નામના ૫૦ વર્ષના મુસ્લિમ પ્રૌઢ મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પતિ અબ્બાસભાઈ અને પુત્ર ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા સબીર જુસબ ચૌહાણ, ઈકબાલ ઈબ્રાહીમ કકકલ, સિકંદર જુસબ ચૌહાણ, અને શરીફા જુસબ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ત્રણેય ઈજાગ્રરસ્તો ને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.

ફરિયાદી જરીનાબેન ની બાજુમાં જ આરોપી શબ્બીરે મકાન ખરીદ્યું હતું, અને તેની જૂની દિવાલ તોડી રહ્યા હતા. જે દિવાલ ઝરીનાબેન ને નડતી હોવાથી તેઓને ના પાડતાં બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, અને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.બેડી મરીન પોલીસે IPC કલમ-૩૨૪,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો શુભારંભ : ૨૬૬ ગે૨હાજર

0

જામનગરમાં ધો. ૧૦ ની પરીક્ષા માં ૨૦૭ પરીક્ષાર્થી ગેરહાજર:ધો.૧૨ માં બંને માધ્યમ ના કુલ ૫૯ ગેર હાજર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૧ માર્ચ ૨૪, ધો. ૧૦ અને ધો.૧૨ ની પરીક્ષાઓ નો આજ થી પ્રારંભ થયો છે. જામનગર માં આજે પ્રથમ પેપરમાં ધો.૧૦ માં ર૦૭ અને ધો.૧૨ માં ૫૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આજ થી ધો. ૧૦-૧ર ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સવારના સેશનમાં ધો. ૧૦ ની પરીક્ષા લેવામાં આવી રહી છે. આજે પ્રથમ પેપરમાં જામનગરમાં ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષયનું પેપર લેવાયું હતું. જેમાં ૧૧,૭૮૮ હાજર અને ૧૯પ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. હિન્દી માધ્યમમાં હિન્દીના પેપરમાં ૭૯ હાજર અને ૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીનું પેપર લેવાયું હતું જેમાં ૧૯૬૪ હાજર અને ૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં, જ્યારે સંસ્કૃત માધ્યમની ૫રીક્ષામાં સાહિત્યનું લેવાયું હતું. જેમાં તમામ ૩પ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. આમ આજે કુલ ૧૭,૮૬૬ હાજર અને ર૦૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.બપોરે ધો.૧૨ માં ( સામાન્ય પ્રવાહ ) માં નામાં નાં મૂળ તત્વ નું પેપર લેવાયું હતું.જેમાં ૫૯૫૦ હાજર અને ૩૯ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા .જ્યારે વિજ્ઞાન પ્રવાહ મા ભૌતિક વિજ્ઞાન નું પેપર લેવામાં આવ્યું હતું.જેમાં ૧૯૯૩ હાજર અને ૨૦ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.આજે ગેરરીતિ નો કોઈ કેસ નોંધાયો ન હતો.અને શાંતિ પૂર્ણ માહોલ મા આજ નું પેપર સંપન્ન થયું હતું.

જામનગર ધારાસભ્યના હસ્તે રૂપિયા ૬૨.૨૬ લાખના ૬ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

0

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૪ માં ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે રૂપિયા ૬૨.૨૬ લાખના ૬ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ માર્ચ ૨૩, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૪ માં વિકસિત ભારત વિકસિત ગુજરાત ના કાર્યક્રમની શૃંખલા અંતર્ગત કુલ ૬૨.૨૬ લાખના કુલ છ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે કરવામાં આવ્યું હતું.જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૪માં પાણાખાણ શેરી નંબર ૧ અને ૨ વચ્ચે સીસી રોડના કામનું ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે પણ મયુર નગર શેરી નંબર ૬ પ્રજાપતિની વાડી પાછળ મિલેટ્રી ની દીવાલની બાજુમાં પેવર બ્લોક બનાવવાના કામનું ખાત મુહૂર્ત ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દિગવિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં અનિલ આંગણવાડી શેરીમાં શક્તિ પાનથી આડી અને ઉભી શેરીમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.

સાથો સાથ જુની નવા નગર બેંક એક રૂપિયાના સિક્કા થી ૫૮ હિંગળાજ ચોકથી રમેશ હાર્ડવેર સુધીના રોડની બંને સાઈડમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત દિગવિજય પ્લોટ શેરી નંબર ૫૬ માં રાણી મંજિલ થી વસંત નાનજી ભદ્રા ના ઘર સુધી અને મોહનભાઈ ગઢવી ના ઘર નજીક હનુમાન દાદાના મંદિર પાસે સીસી રોડના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું.જ્યારે દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૦ માં વરૂડી પાન થી સંદીપભાઈ જોઇશર ના ઘર સુધી રોડની બંને સાઈડમાં પેવર બ્લોકના કામનું આજે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્તના કાર્યક્રમની શૃંખલામાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી ની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા,  કોર્પોરેટર શારદાબેન વિંઝુડા, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ ગજરા તેમજ વોર્ડ નાં ૧૪ ના ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા.

જામનગર શહેર-કાલાવડ અને સિકકામાં દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા

0

જામનગર શહેર- કાલાવડ અને સિકકામાં દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા

  • ઈંગ્લીશ દારૂની પ૫ નંગ બાટલી ના જથ્થા સાથે ૪ શખ્સોની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ માર્ચ ૨૪ જામનગર શહેર તેમજ સિકકા અને કાલાવડમાં ગઈકાલે પોલીસે દારૂ અંગેના જુદા જુદા ત્રણ દરોડા પાડયા હતા. જેમાં ઈંગ્લીશ દારૂની પપ બોટલ કબ્જે કરી હતી. જ્યારે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, સિકકાના મુંગણી ગામે રામાપીરના મંદિર પાસે રહેતો સુરેન્દ્રસિંહ ઉર્ફે કિલુ ભીખાભા કંચવા નામનો શખ્સ દારૂનું વેચાણ કરી રહયો હોય તેવી બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જ્યાં ઈંગ્લીશ દારૂની પ૦ બોટલ મળી આવી હતી. આથી પોલીસે સુરેન્દ્રસિંહ ભીખુભા કંચવા તેમજ કરણસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના બે શખ્સોની રૂા. ૩પ,૦૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જેમા ખોડીયારના અર્જુનસિંહ સોઢા નામ ખૂલતા તેને ફરારી જાહેર કર્યો છે.

આ ઉપરાંત જામનગર નજીકના સરમત ગામે વાછરા ડાડાના મંદિર પાસે રહેતો ક્રિપાલસિંહ દિલુભા જાડેજા નામના શખ્સની શહેરના સુમેર કલબ રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે અટકાયત કરી હતી. જ્યારે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર ગામનો વતની અને હાલ કાલાવડના ધુડશિયા ગામે રણછોડભાઈ સવજીભાઈ વાગડિયાની વાડીમાં રહેતો જગદિશ મગનિયાભાઈ ડાવર નામના શખ્સની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે ધરપકડ કરી હતી.

જામનગરમાં PI , PSI ની ફેરબદલી બાદ પોલીસ કો. હેડ કો.ની બદલીનો ઘાણવો નિકળ્યો

0

જામનગર જિલ્લામાં પી.આઇ.-પી.એસ.આઇ. ની ફેરબદલી પછી અન્ય પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલીના પણ ઓર્ડર નીકળ્યા

  • જિલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ વર્ષથી વધુ એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૭૫ પોલીસ જવાનોની જિલ્લામાં અન્યત્ર ફેર બદલી કરાઇ
  • સીટી-બીના પ્રદિપસિંહ રાણા સીટી – એ માં,સીટી- એ ના શિવરાજ સિંહ રાઠોડ સીટી સી , ટ્રાફીક ના ફિરોજ દલ સીટી -સી તથા સીટી-સી ના ઘવલગીરી ગોસાઈ ટ્રાફીક માં મૂકાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ માર્ચ ૨૪, આગામી લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, ત્યારે સરકારી તંત્રમાં ફેરબદલીઓનો દોર ચાલી રહ્યો છે, જેની સાથે સાથે જામનગર જિલ્લાના પોલીસ બેડામાં પણ મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. બે દિવસ પહેલાં જ જામનગર જિલ્લાના જુદા જુદા પોલીસમાં મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીઓ કરવામાં આવી હતી, અને જામનગર શહેર જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં બદલીના ઓર્ડર કાઢ્યા હતા. જેમાં બહારથી આવેલા નવા પીએસઆઇનો પણ સમાવેશ થાય છે.

જે બદલી બાદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવી રહેલા અન્ય પોલીસ કર્મચારીઓની આંતરિક ફેર બદલીઓના પણ ઓર્ડર કાઢ્યા હતા.

જામનગર શહેર અને જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયગાળા દરમિયાન એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય તેવા પોલીસ જવાનોના પણ બદલીના ઓર્ડર કાઢ્યા હતા, જેમાં એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, અને પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ ૭૫ પોલીસ કર્મચારીઓના જામનગર શહેર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં આંતરિક ફેર બદલીના ઓર્ડર કાઢ્યા છે. અને તમામ પોલીસ કર્મચારીઓને જે તે પોલીસ સ્ટેશનના સ્થળેથી પોતાનો ચાર્જ છોડીને નવા નિમણૂકના સ્થળે હાજર થઈ જવા માટેના હુકમ કરાયા છે.

જામનગર યુવતી સાથે વાતચીત કરવાના મામલે યુવાનને નાકમાં મુક્કા માર્યાં

0

જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા વિપ્ર યુવાન પર હુમલો કરાતા નાકમાંથી લોહી વહ્યા

  • એક યુવતી સાથે વાતચીત કરવાના મામલે યૂવતિ ના કુટુંબી ભાઈ દ્વારા હુમલો કરાયા ની પોલીસ ફરિયાદ
  • આરોપી : – નિઝામ સફીયા રહે. રહે.રાંદલનગર, જામનગર   

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ માર્ચ ૨૪ જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર રિક્ષા સ્ટેન્ડમાં ઉભેલા એક શખ્સે નાક પર હુમલો કરી દેતાં ઇજા થઈ જવાથી તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે હુમલાખોર સામે ગુન્હો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા સચિન રાજુભાઈ જોશી નામના ૧૮ વર્ષના યુવાને રાંદલ નગરમાં જ રહેતા નિઝામ સફિયા નામના શખ્સ સામે પોતાના નાક પર હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે ની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જયારે તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.

હુમલાખોર આરોપીએ ફરીયાદી યુવાનને રીક્ષા સ્ટેન્ડ પાસે રોકીને કહ્યું હતું, કે તું મારી કુટુંબી બેન સાથે શું કામ વાતચીત કરે છે, અને હવે જો વાતચીત કરશે, તો તને પતાવી નાખીશ તેમ કહી હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે. પોલીસે આઇ.પી.સી. કલમ-૩૨૩,૫૦૪,૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરનો ‘શિવાંન’ આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગા અશ્વ શોમાં દ્વિતિય ક્રમે વિજેતા

0

કાના છીકારી ગામ નો અશ્વ આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગા અશ્વ શોમાં દ્વિતિય ક્રમે વિજેતા

  • શિવાંન નામનો અશ્વ દ્વિતિય ક્રમે વિજેતા થઇ જામનગર ની શાનમાં વધારો કર્યો હતો
  • અશ્વ ના મૃતપ્રાય થતા શોખ ને રાજ્ય સરકાર  પ્રોત્સાહન પૂરું પાડી રહી છે
  •  જામનગર માં અશ્વ અને પશુ પાલન ના ઉછેર સામે યુવા પેઢી આગળ આવી રહી છે. તે ગૌરવની વાત કહેવાય : દિલીપસિંહ પરમાર

દેશ  દેવી ન્યુઝ જામનગર તા ૧૦ માર્ચ ૨૪  શ્રી બૂઢેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત અને પશુપાલન તથા પ્રવાસન વિભાગ ગુજરાત સરકારના સહકાર થી ૧૩ મો રાષ્ટ્રીય કક્ષા નો મેગા અશ્વ શો જસરા માં યોજાયો હતો.જેમાં જામનગર જિલ્લા નાં કાના છીકારી ગામ નાં હરદીપસિંહ જાડેજા નો શિવાંન નામનો અશ્વ દ્વિતિય ક્રમે વિજેતા થયો હતો .આમ આ અશ્વ એ જામનગર નું ગૌરવ વધાર્યું છે.

જામનગરમાં પિતા , પુત્ર અને દાદા એક સાથે ત્રણ પેઢી દીક્ષા લેશે

0

જામનગર માં યુવક તેના પિતા અને દાદા એક સાથે ત્રણ પેઢી દીક્ષા લેશે, આજે નીકળ્યો વરસીદાન નો વરઘોડો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૦ માર્ચ ૨૪, જામનગર મા શિહોર પરિવાર વાળા એક સાથે ત્રણ પે એ સાંસારિક જીવન છોડી ને સંયમ નો માર્ગ પસંદ કર્યો છે.આજે તેમનો વરસીદાન નો વરઘોડો નીકળ્યો હતો.જામનગર મા રહેતાં જૈન વ્યાપારી પેરીવાર નાં વિરલ તેના પિતા કૌશિકભાઈ અને વિરલ નાં દાદા અજીતભાઈ મહેતા એમ એક સાથે ત્રણ પેઢી દીક્ષા અંગીકાર કરનાર છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગત તારીખ ૭ ના પરમ પૂજ્ય દીપ રત્નસાગરજી મ. સ ની.નીશ્રા માં દીક્ષાર્થીઓ નું બહુમાન અને વિદાય સમારોહ યોજાયો હતો.જ્યારે આજે સવારે દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૫ ના વિમલનાથ દેરાસર થી વરદાન નો વરઘોડો નીકળ્યો હતો જેમાં દીક્ષા ગ્રહણ કરનાર ત્રણેય પિતા પુત્ર અને પૌત્ર ઉપરાંત સમાજ નાં આગેવાન, જૈનો જોડાયા હતા.જે શહેર નાં વિવિધ માર્ગે ઉપર થી પસાર થઈ ચાંદી બજાર મા સંપન્ન થયો હતો.આ પછી દિક્ષાર્થીઓ.નાં કપડા રંગવાની ની વિધિ અને સાધારમિક ભક્તિ નો કાર્યક્રમ યોજાયો હતો. હવે આગામી તારીખ ૧૩ ના રોજ દીક્ષા અંગીકાર વિધિ નો કાર્યક્રમ શરૂ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે વિરલ કુમાર.ના માતા એ પણ દીક્ષા અંગીકાર કર્યો છે. જ્યારે શિહોરા પરિવારના કુલ ૧૦૦ લોકો દીક્ષા ધારણ કરી ચૂક્યા છે.

જામનગર નજીક હોટલમાં રોકાયેલો મુંબઈનો યુવક અચાનક લાપતા

0

જામનગર નજીક મોટી ખાવડીની એક હોટલમાં રોકાયેલો મુંબઈનો યુવક લાપતા બન્યો

  • મુંબઈથી આવીને પત્નીએ મેંઘપર પોલીસ મથકમાં ગુમનોંધ કરાવતાં પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ માર્ચ ૨૪, જામનગર- ખંભાળિયા હાઈવે રોડ પર મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક હાઇવે હોટલમાં ઉતરેલા મુંબઈના એક યુવાન એકાએક લાપતા બની જતાં મુંબઈથી તેની પત્નીએ જામનગર આવ્યા પછી મેઘપર- પડાણા પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે, એકાએક લાપતા બની ગયેલા તેના પતિની શોધખોળ શરૂ કરાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે મુંબઈમાં સોનમ હાઈટ ફ્લેટ ન્યુ ગોલ્ડ જૈન બંગલાની પાસે ભાયન્દર ઇસ્ટ માં રહેતા રાજીવ પ્રકાશચંદ્ર મિશ્રા (ઉ.વ.૩૭) કે જેઓ આજથી એક સપ્તાહ પહેલાં પોતાના કામ સબબ જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવ્યા હતા, અને ખંભાળિયા હાઇવે રોડ પર મોટી ખાવડી નજીક લોડ્ઝ હોટલમાં રોકાયા હતા. જયાંથી ગત ૬ તારીખે રાત્રે ૯.૦૦ વાગ્યાના અરસામાં કોઈને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા, અને ત્યારબાદ આજ દિન સુધી તેનો કોઈ પતો સાંપડ્યો ન હતો.

તેઓનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો, જેથી મુંબઈમાં રહેતા તેના પત્ની પિન્કીબેન રાજીવ મિશ્રા, કે જેઓએ ચિંતા વ્યક્ત કરી હતી, અને જામનગર દોડી આવી મેઘપર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં તેણીએ પોતાના પતિ રાજીવ મિશ્રા ગુમ થયાની ગુમનોંધ કરાવી હતી, જેથી મેઘપર પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.