Friday, October 16, 2026
Home Blog Page 164

જામનગરના એડવોકેટની હત્યા પ્રકરણ ને લઈને વકીલો માં ભારે આક્રોશ

0

જામનગરના એડવોકેટની હત્યા પ્રકરણ ને લઈને વકીલો માં ભારે આક્રોશ: સજ્જડ હડતાળ પાડી સમગ્ર કોર્ટ કાર્યવાહીથી દૂર રહ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ માર્ચ ૨૪, જામનગરના એડવોકેટ હારુન પલેજા ની સરા જાહેર હત્યા નીપજાવવાની ઘટનાના જામનગરના વકીલ મંડળ માં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને આજે જામનગર બાર એસિયેશનના પ્રમુખ ભરત એચ. સુવા ની આગેવાની હેઠળ તમામ વકીલો આજની અદાલતની સંપૂર્ણ પ્રકારની કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે, અને બંધ પાડી વિરોધ દર્શાવ્યો છે.અને નગર વકીલ ની હત્યાના બનાવને વખોડી કાઢવામાં આવ્યો છે, અને એડવોકેટની હત્યા ના આરોપીઓને સત્વરે ઝડપી લઇ તેઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પણ વકીલ દ્વારા ઠરાવ તૈયાર કરીને જિલ્લા પોલીસવાળા લેખિત રજૂઆત કરવામાં આવી છે, આજે વહેલી સવારે તમામ સભ્યો ન્યાયાલયના પટાંગણમાં રોષ ભેર એકત્ર થયા હતા. અને હત્યા ના બનાવને વખોડી કાઢ્યો હતો.

જામનગરમાં વકીલની હત્યામાં કુખ્યાત સાયચા બંધુઓ સહિત ૧૫ સામે ગુનો નોંધાયો

0

જામનગરના એડવોકેટની સરા જાહેર હત્યા પ્રકરણમાં કુખ્યાત સાયચા બંધુઓ સહિત ૧૫ આરોપીઓ સામે ગુનો નોંધાયો

  • પંચવટી વિસ્તારની શિક્ષિકા ના આપઘાતનું પ્રકરણ કારણભૂત: વકીલ નો કાંટો કાઢી નાખવા પૂર્વયોજિત કાવતરું ઘડી હત્યાને અંજામ અપાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ માર્ચ ૨૪ જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટ ની સરા જાહેર હત્યા નીપજાવવા અંગેના અતી ચકચારજનક પ્રકરણમાં પોલીસે કુખ્યાત સાઈચા બંધુઓ સહિત ૧૫ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પંચવટી વિસ્તારની એક શિક્ષિકા ના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેનો ખાર રાખીને વકીલ નો કાંટો કાઢી નાખવા માટે હત્યાને અંજામ અપાયા નું પોલીસમાં જાહેર થયું છે. હાલ આરોપીઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ આરોપીઓને શોધી રહી છે.આ અતિ ચકચાર જનક બનાવ ની વિગત એવી છે કે જામનગરના મુસ્લિમ સમાજના આગેવાન અને જાણીતા એડવોકેટ હારુન પલેજા કે જેઓની ગઈકાલે સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં બેડેશ્વર વિસ્તારમાં વાછાણી ઓઇલ મીલ સામેના ભાગમાં સરાજાહેર હત્યા નિપજવામાં આવી હતી. એડવોકેટ રોઝુ ખોલવા માટે બાઈક પર પોતાના ઘેર જઈ રહ્યા હતા, જે દરમિયાન પથ્થરમારો કર્યા પછી તેઓનાપર છરી- ધોકા-પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી દઇ વેતરી નાખ્યા હતા. તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યા તબિબે મૃત જાહેર કર્યા હતા, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને જિલ્લા પોલીસવડા પ્રેમ સુખ ડેલુ ની આગેવાની હેઠળ વિશાળ પોલીસ કાફ્લો જી.જી. હોસ્પિટલ અને બેડેશ્વર વિસ્તારમાં ખડકાઈ ગયો હતો, અને રાત્રીભર કોમિંગ હાથ ધર્યું હતું. હાલ તમામ આરોપીઓ ભાગી છૂટયા છે, તેઓને પોલીસ શોધી રહી છે.આ હત્યા ના બનાવવા અંગે મૃતકના ભત્રીજા વોર્ડ નંબર -૧ના કોર્પોરેટર નૂરમામદ ઓસમાણભાઈ પલેજાએ સીટી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના કાકા એડવોકેટ હારુન પલેજાની હત્યા નીપજાવવા અંગે ૧૫ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને બેડી વિસ્તારના બસીર જુસબ સાઈચા, ઈમરાન નૂર મહંમદ સાઈચા, રમજાન સલીમભાઈ સાઈચા, સિકંદર રિઝવાન ઉર્ફે ભૂરો અસગર સાઇચા, જાબીર મહેબુબ સાયચા, દિલાવર હુસેન કકકલ, સુલેમાન હુસેન કકકલ, ગુલામ જુસબ સાઈચા, એજાજ ઉંમર સાઈચા, મહેબૂબ જુસબ સાયચા, રજાક ઉર્ફે સોપારી ઉંમર ઓસમાણ ચમડિયા અને સબીર ઓસમાન ચમડીયા સામે ગુનો નોંધ્યો છેજે તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦૨,૧૨૦ -બી,૧૪૭,૧૪૮,૧૪૯, તેમજ જીપીએફ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.પંચવટી વિસ્તારમાં રહેતી એક શિક્ષિકા ના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેમાં આરોપી તરીકે રજાક ઉર્ફે સોપારી, ઉંમર ઓસમાણ ચમડિયા આરોપીઓ તરીકે હતા.જેમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, અને આરોપીઓ દ્વારા અદાલતમાં કરાયેલી જામીન અરજીમાં લડત આપી હતી.જેની સુનાવણી દરમિયાન એડવોકેટ અને તેના અસીલ જામનગરની અદાલતની લોબી માંથી પસાર થતા હતા, જે દરમિયાન તેઓને કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ આરોપીઓ દ્વારા વૈમનષ્ય રખાયું હતું, અને ગઈકાલે પૂર્વ યોજિત કાવતરું ઘડીને એડવોકેટ નો કાંટો કાઢી નાખવા માટે હત્યા નીપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં રસ્તા વચ્ચે કાર પાર્કિંગ કરાતાં વાહનોની લાંબી લાઇનો લાગી

0

જામનગર દિગ્વિજય પ્લોટ પાસે રસ્તા વચ્ચે કાર પાર્ક કરાતાં ટ્રાફિક જામ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ માર્ચ ૨૪ જામનગરમાં જૂની દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી નજીક ગઈકાલે સાંજે એક મોટરકાર ચાલક પોતાની કાર રસ્તાની વચ્ચે છોડીને ચાલ્યો ગયો હતો. પરિણામે અડધો કલાક સુધી આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને એસ.ટી. ની એક બસ ઉપરોક્ત કાર અને રોડ ડીવાઈડર વચ્ચે ફસાઈ જતાં અડધો કલાક સુધી બસના મુસાફરોને પણ પરેશાન થવું પડ્યું હતું. ત્યાર પછી કાર ચાલક આવ્યો હતો.અને પોતા ની મોટરકાર લઈ ને રવાના થઈ ગયો હતો. ત્યાર બાદ ટ્રાફિક હળવો થયો હતો.

જામનગર જિલ્લામાં ફોરેસ્ટની જમીન ગેરકાયદે ખનન : RFO પર હુમલાનો Video વાયરલ

0

જામજોધપુર તાલુકાના પરડવા ગામની સીમમાં ફોરેસ્ટની જમીનમાં ખોદકામ કરનારા ૬ શખ્સોને ફોરેસ્ટ કર્મચારીએ પડકારતાં બબાલ

  • ગેરકાયદે માટી ખોદકામ કરી રહેલા શખ્સોએ ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કરી ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ માર્ચ ૨૪ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના પરડવા ગામની સીમમાં ફોરેસ્ટની જગ્યામાં ગેરકાયદે માટીનું ખોદ કામ કરી રહેલા છ શખ્સોને ફોરેસ્ટ ના કર્મચારીએ અટકાવતાં તેને માર મારી ફરજમાં રૂકાવટ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જામજોધપુર પોલીસ તમામ આરોપીઓને શોધી રહી છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના ના વતની અને હાલ જામજોધપુર પંથકમાં ફોરેસ્ટ વિભાગમાં આર.એફ.ઓ. તરીકે ફરજ બજાવતા પ્રવીણસિંહ કાળુસિંહ મોરીએ જામજોધપુર પોલીસ મથકમાં પોતાને માર મારી ફરજમાં રૂકાવટ પેદા કરવા અંગે પરડવા સિમ વિસ્તારના માલદે નામના શખ્સ અને તેના અન્ય પાંચ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે આઈપીસી કલમ ૧૮૬, ૩૩૨, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬- (૨) , ૧૧૪ અને જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે, અને ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી માલદે તથા તેની સાથેના અન્ય પાંચ સાગરીત કે જેઓ જેસીબી મશીન, ટ્રેક્ટર સહિતના વાહનો સાથે પરડવા ગામની સીમમાં આવેલી સરકારી ફોરેસ્ટ વિભાગની જમીનમાં ઘુસ્યા હતા, અને ત્યાં ગેરકાયદે રીતે માટીનું ખોદકામ કરી રહ્યા હતા. તેઓને અટકાવતાં મામલો બીચક્યો હતો, અને તમામેં ફોરેસ્ટ અધિકારી પર હુમલો કરી દીધો હતો. જેથી મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો છે.

જામનગર જિલ્લાના 33 PHC માંથી લાખાબાવળને NQAS પ્રમાણપત્ર એનાયત

0

જામનગરના લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણે પત્ર એનાયત કરાયું : પરિવાર કલ્યાણ વિભાગની જાહેરાત

  • જામનગર જિલ્લામાં 33 PHC સેન્ટરમાંથી લાખાબાવળ ની બીજીવાર નોંધ લેવાઇ NQAS 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ માર્ચ ૨૪ જામનગરના લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સારી કામગીરી બદલ નેશનલ ક્વોલેટી એસયોરન્સ સ્ટન્ડડે (NQAS) પ્રમાણપત્ર એનાયત કરાયું હતું

જામનગર જીલ્લામાં કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને આરોગ્ય સેવાઓ અંગે વધુ સારી વ્યવસ્થા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નેશનલ ક્વોલેટી એસયોરન્સ સ્ટન્ડડે (એન.ક્યુ.એ.એસ.) સર્ટિફિકેટ આપવામાં આવશે જેમાં જામનગરનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – લખાબાવાળ ને રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળ્યું છે.ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં 33 પીએસસી સેન્ટર છે તેમાંના એકમાત્ર લાખાબાવળને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવતા ગર્વની વાત કહી શકાય ત્યારે જીલ્લાના લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગુણવત્તાની દ્રષ્ટિએ રાષ્ટીયકક્ષાનું પ્રમાણપત્ર સતત બીજી વખત સમગ્ર જામનગર જિલ્લા માં પ્રથમ સ્થાને એન.કય.એ.એસ. એનાયત કરવામાં આવ્યું છે. સેવાને લગતી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલેટી એસ્સોરન્સ આપવામાં આવ્યું છે.આરોગ્ય સેવાને લગતી રાષ્ટ્રક્ષેત્રેની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે અગાઉ જીલ્લાકક્ષાએથી રાજ્યકક્ષાએ અને રાજ્યકક્ષાએથી રાષ્ટ્રીયકક્ષાએ અરજી કરવામાં આવી હતી. આ અંતર્ગત વિવિધ માપદંડ પ્રમાણે લાખાબાવાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સર્વાંગીક મુલ્યાકન કરવામાં આવ્યું હતું. આ માપદંડમાં ઓપીડી, ઈનડોર વિભાગ, લેબરૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ મિશનના વિવિધ પોગ્રામ તથા જનરલ એડમીનીસ્ટ્રશન, ફાઇનાન્સને લગતી વિવિધ બાબતો, દર્દીઓને આપવામાં આવતી સેવા, દર્દી ઓમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકિંગ રાષ્ટ્રીયકક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોગ્યની હવા તથા સુવિધા બાબતે દર્દીઓના અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ ચેકલીસ્ટ પ્રમાણે ચેકીંગ બાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લાખબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સેવા – સુવિધાની ગુણવત્તા સંબંધિત કુલ ૯૨ ટકા માકસે સાથે આ આરોગ્ય કેન્દ્રને નેશનલ કવોલીટી એસ્યોરન્સ પ્રમાણપત્ર સતત બીજી વખત મળ્યું છે .

આ સન્માન બદલ જામનગર જીલ્લાના આરોગ્ય અધિકારી એચ.એચ.ભાયા, તેમજ તેમની ટીમના ડો. ગુપ્તા અને તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. જીમેશ પટેલ તથા સમગ્ર જીલ્લા વહિવટીતંત્ર દ્વારા લાખબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. ભૂમિ એસ ઠુંમર અને ડો. માધવી પટેલ લાખાબાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સમગ્ર ટીમ તથા જીલ્લા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

જામનગર નજીક સચાણામાં યુવતિની છેડતી : ફઈના દિકરાનું કારસ્તાન

0

જામનગર નજીક સચાણા ગામમાં ઉર્ષના કાર્યક્રમમાં આવેલી એક યુવતી ની છેડતી થયાનો મામલો સામે આવતાં ચકચાર

  • યુવતીના ફઈ નો દીકરો યુવતી ની પાછળ પાછળ આવ્યા પછી તેના શરીરે આડપલા કર્યા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૪ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં ગત ૬ ફેબ્રુઆરીના દિવસે ભોગ બનનાર યુવતી પોતાના અન્ય પરિવારજનો સાથે બાલા ચડી ગામ પાસે આવેલી યાકુશા પીરની દરગાહે ઉર્ષ ના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગઈ હતી, જે દરમિયાન તેણીના ફઈનો દીકરો સલીમ અબ્દુલ ગાધ કે જે પોતાનું મોટરસાયકલ લઈને ફરીયાદીની પાછળ પાછળ આવ્યો હતો, અને તેણી ના શરીર ના આગળના ભાગે હાથ ફેરવી અડપલાં કર્યાનો મામલો સામે આવ્યો છે, અને આ બનાવ અંગે જોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.જે ફરિયાદના અનુસંધાને પોલીસ હેડ કોસ્ટેબલ એન.એમ.ભીમાણીએ બનાવના સ્થળે પહોંચી જઈ આરોપી સલીમ અબ્દુલ કાદ સામે યુવતી ની પજવણી કરવા અંગેની કલમ ૩૫૪- ડી મુજબ ગુન્હો નોંધ્યો છે, અને આરોપીની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર PGVCL કચેરી દ્વારા ‘વિજબીલ’ રીકવરી માટે ટીમો ઉતારાઈ

0

જામનગર પીજીવીસીએલ ની સેન્ટ્રલઝોન પેટા વિભાગની કચેરી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિજ ટુકડીને ઉતારાઈ

  • માર્ચ મહિના અન્વયે બાકી વીજ બિલ ના નાણાંની રિકવરી માટે માસ ડિશકનેક્શન ડ્રાઇવ નું આયોજન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૪, જામનગર શહેરમાં આજે પીજીવીસીએલની સેન્ટ્રલ ઝોન પેટા વિભાગની કચેરી ખાતે માર્ચ મહિના અન્વયે બાકી વીજ બિલ ના નાણાં ની રિકવરી માટે માસ ડિસ્કનેક્શન ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલુકા પંચાયત, માધવ સ્કૂલ વાળો વિસ્તાર, લીમડા લાઇન, ભીડભંજન મહાદેવ મંદિર પાસે વિસ્તાર, સીટી પોઇન્ટ વિસ્તાર, બદરી કોમ્પ્લેક્સ આસપાસ નો વિસ્તાર, અનુપમ ટોકીઝ, ધણશેરી, વાલકેશ્વરી, ઇન્દિરા માર્ગ, પ્રદર્શન ગ્રાઉન્ડ વિસ્તાર, પંચેશ્વર ટાવર વિસ્તાર, નવાગામ નો વિસ્તાર, ભીમ વાસ નો વિસ્તાર, માંડવી ટાવરનો વિસ્તાર, વિગેરે વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે.જ્યાં નાણાંની રિકવરી માટે ૧૦ જેટલા પોલીસ જવાનો તથા બે નાયબ ઇજનેર તથા ૬ જુનિયર ઇજનેરો તથા અન્ય ટેકનીકલ ટીમો સાથે ગ્રાહકોને ઘરે ઘરે પહોંચી વીજ જોડાણો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિશેષમાં કેશ વિન્ડોએ જેમ ગ્રાહકોના નાણાં સ્વીકારવામાં આવે છે, તે રીતે ગ્રાહકોના ઘરે જઈને વીજ બિલ ના બાકી નાણાં ભરપાઈ કરવા ઈચ્છતા ગ્રાહકોને સ્થળ પર જ વીજ બિલ ભર્યાની રસીદ આપવાની સુવિદ્યા પણ રાખવામાં આવી. તેમજ કેશ વિન્ડો પર નાણાં સ્વીકારવા માટેનો સમયગાળો પણ વધારી દેવામાં આવ્યો છે.આ અંગે સેન્ટ્રલ ઝોન કચેરી, નાયબ ઇજનેર, અજય પરમાર દ્વારા ‘વીજજોડાણ કાપવાની પરિસ્થિતિ ટાળવા’ લોકોને વીજ બિલના નાણાં સમયસર ભરી દેવા અપીલ કરવામાં આવી છે.

ધારાસભ્યના હસ્તે ૧૬૫.૦૬ લાખના ૨૩ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

0

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ અને ૧૬ માં ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે રૂપિયા ૧૬૫.૦૬ લાખના ૨૩ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૪, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ અને ૧૬ માં વિકસિત ભારત- વિકસિત ગુજરાત ના કાર્યક્રમની શૃંખલા અંતર્ગત કુલ ૧૬૫.૦૬ લાખના કુલ ૨૩ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે કરવામાં આવ્યું હતું.જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ માં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯, રામનગર કોર્નર થી મેઇન રોડ સુધીના સીસી રોડના કામનું ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે શંકર ટેકરી, વલ્લભનગર, રામનગર ઉપરાંત ગણેશ વાસ, વાલ્મીકિવાસ, માલુભાનો ચોક, અને સરકારી પ્રાથમિક શાળા નંબર -૩ આસપાસના વિસ્તારમાં કુલ રૂપિયા ૮૪.૪૩ લાખના ૯ જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહૂર્તના કાર્યક્રમની શૃંખલામાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી નું સ્થાનિક વિસ્તારની બાળાઓ દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું, અને સર્વે આસપાસના વિસ્તારના રહેવાસીઓએ આવકાર આપ્યો હતો. આ વેળાએ તેઓની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, વોર્ડ નંબર ૧૫ ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, શહેર ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ યાદવ તેમજ વોર્ડ નંબર ૧૫ના ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા.આ ઉપરાંત વોર્ડ નંબર ૧૬ માં પણ એકીસાથે ૧૭૦.૬૩ લાખના ૧૪ જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રણામી ટાઉનશીપ ૧ અને ૨ માં મંદિરની સામે પેવર બ્લોકના કામનું સૌ પ્રથમ ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યારબાદ પટેલ નગર, મહાવીર નગર, પ્રણામી ટાઉનશીપ-૩, નીલકંઠ નગર, જડેશ્વર ચોકડી થી મયુર ગ્રીન સોસાયટી, પટેલ પાર્ક શેરી નંબર-૩, નંદનવન પાર્ક શેરી નંબર-૪, સાધના કોલોની એલ-૪૯ અને એલ -૨૩ તેમજ સરસ્વતી પાર્ક-૧ સહિતના અલગ અલગ ૧૪ જેટલા વિસ્તારોમાં એકીસાથે ૧૭૦.૬૩ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ વેળાએ તેઓની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, તેમજ વોર્ડ નંબર ૧૬ ના કોર્પોરેટર પાર્થ કોટડીયા, ભારતીબેન અશોકભાઈ ભંડેરી, ગીતાબા જાડેજા, પૂર્વ કોર્પોરેટર, શહેર ભાજપના આગ્રણી અશોકભાઈ ભંડેરી, તેમજ સ્થાનિક વોર્ડના અન્ય હોદ્દેદારો- કાર્યકરો તેમજ સ્થાનિક નગર સેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને સ્થાનિક નાગરિકોએ ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો ને આવકાર આપ્યો હતો.

જામનગર લાલપુર નજીક મોટા લખિયા ગામમાંથી ૨૦ વર્ષીય યુવતી લાપતા

0

લાલપુર નજીક મોટા લખિયા ગામમાંથી ૨૦ વર્ષીય યુવતી લાપતા બની જતાં પરિવારજનો માં ચિંતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં રહેતી ૨૦ વર્ષ ની અપારણીત યુવતી પોતાના ઘેરથી એકાએક લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે. જે અંગે મેઘપર પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઇ છે.લાલપુર તાલુકા ના મોટા લખિયા ગામમાં રહેતા પ્રવીણભાઈ ખોડાભાઈ ખરા નામના ૪૮ વર્ષના ચારણીયા મેઘવારની ૨૦ વર્ષ ની પુત્રી આરતીબેન કે જે ગત ૬ તારીખે પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ હતી. તેણીનો અનેક સ્થળે શોધખોળ કર્યા છતાં કોઈ પત્તો સાંપડ્યો ન હતો.આથી મેઘપર પોલીસ મથકમાં પિતા પ્રવીણભાઈ દ્વારા ગુમ નોંધ કરાવવામાં આવી હતી, જેના અનુસંધાને મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.કે. બાબરીયા તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરમાં ઘરે પાણી ભરવા આવેલી સગીરાની લાજ લૂંટવાનો પ્રયાસથી ચક્યાર

0

જામનગરના ચમન સોસાયટીમાં રહેતા એક નરાધમ શખ્સ નું કારસ્તાન

  • પોતાના ઘેર પાણી ભરવા માટે આવેલી સગીરાની લાજ લૂંટવાના ઇરાદે સગીરા પર સજાતીય હુમલો કર્યાની ફરિયાદથી ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૪ જામનગરમાં કાલાવડ નાકા બહાર ચમન સોસાયટીમાં રહેતી એક સગીરા પોતાના પાડોશીને ઘેર પાણી ભરવા ગઈ હતી, જે દરમિયાન પાડોશી એ સગીરા પર નજર બગાડી, તેણીની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો, અને તેણી પર જાતીય હુમલો કર્યાનો મામલો સામે આવતાં ચકચાર જાગી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. જે આરોપી ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર ચમન સોસાયટીમાં રહેતી એક સગીરા પોતાના પાડોશમાં જ રહેતા હારુનભાઈ ફકીર ના ઘેર પાણી ભરવા માટે ગઈ હતી, જે દરમિયાન તેણીની એકલતા નો લાભ લઈને આરોપી હારુન ફકીરે સગીરાની આબરૂ લેવાના ઇરાદે પાછળથી બથ ભરી શરીરના આગળના ભાગે બળજબરીપૂર્વક જાતીય હુમલો કર્યો હતો.ત્યારબાદ દેકારો થઈ જતાં આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો, અને સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જ્યાં સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડાએ આરોપી હારુન સામે આઇપીસી કલમ ૪૫૪- એ, ૩૫૪- બી તેમજ પોકસો એક્ટ ની કલમ ૭,૮ મુજબ ગુન્હો નોંધ્યો છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.