Friday, October 16, 2026
Home Blog Page 163

જામનગર રાજપાર્કમાં ૧૨ વર્ષની બાળકીની નિર્મમ હત્યા : નરાધમે છરીના ૧૪ ધા ઝીંક્યા

0

હત્યાનો ભોગ બનેલી બાળકીની માતાએ પાડોશી શખ્સ સામે હત્યા અંગેની ફરિયાદ નોંધાવી

  • જેને ઘરે ખાધુ એની જ ફૂલ જેવી બાળકીને આડેધડ છરીઓના ધામારી મોતને ઘાટ ઉતારી દીધી
  • આરોપી :-લાલજી કૈલાશભાઇ પંડયા ઉ.વ.૬૫ ધંધો ટ્રક ડ્રાઇવિંગ રહે. રાજપાર્ક, જામનગર મુળ રહે.ખંભાળીયા મો.નં. ૭૩૮૩૧૬૩૯૮૨ 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ માર્ચ ૨૪, જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતી બાર વર્ષની બાળાની હત્યા નીપજાવવા અંગે બાળકીની માતાએ પોતાના જ પાડોશી ૬૫ વર્ષના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.જે હત્યારા આરોપીને પોલીસ શોધી રહી છે.

જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતા અને ટિફિન સર્વિસ ચલાવતા શાંતાબેન રાજેશભાઈ કારાવદરા નામની મહિલાએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પુત્રી દૃષ્ટિ ઉર્ફે પૂરી (ઉંમર વર્ષ ૧૨) કે જેના પર છરીના અસંખ્ય ઘા ઝીંકી દહી હત્યા નીપજાવવા અંગે પાડોશમાંજ રહેતા લાલજી કૈલાશભાઈ પંડ્યા નામના ૬૫ વર્ષના ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે આઈપીસી કલમ ૩૦૨ અને જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીને પકડવા માટે ચો તરફ દોડધામ શરૂ કરી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી બંને બાજુ બાજુમાં રહે છે, અને આરોપી ને ઘેર ટિફિન પહોંચાડતા હતા. જે અનુસાર ગઈકાલે દ્રષ્ટી ઉર્ફે પુરી ટિફિન લઈને આરોપીના ઘેર ગઈ હતી, અને તેના રૂમની સાફ-સફાઈ કરતી હતી. દરમિયાન દરમિયાન લાલજી પંડ્યા એ દ્રષ્ટિ ઉર્ફે પુરીબેન પર એકાદ ડઝન થી વધુ છરી જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવી હોવાનું જાહેર કર્યું હતું.

આરોપી અગાઉ ફરિયાદીના ઘેર જમવા માટે આવતો હતો, જેને જમાવા આવવાની ના પાડતાં તેનું મન દુઃખ રાખીને અથવા તો અન્ય બીજા કોઈપણ ઇરાદે હત્યાની ઘટનાને અંજામ આપ્યાનું જણાવ્યું છે. જે સમગ્ર દિશામાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. આ બનાવ માં પોલીસે ઇ.પી.કો કલમ ૩૦૨, જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હનુમાન ગેઇટ પોલીસ ચોકીના PSI  એચ. બી. વડાવીયા ને સોંપવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકામાં ST ના ATI એ મહિલા કંડેકટરની આબરૂ લેવાનો પ્રયાસ કરતા ચકચાર

મહિલા કર્મચારીનો હાથ પકડી જબરદસ્તી કર્યાની ફરીયાદ નોંધાવતા ખળભળાટ

  • દેવભૂમી દ્વારકા માં એસટીના ATI (આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર) એ કરી મહિલા કંડેકટરની છેડતી 
  • મહિલા કંડેકટર ના ઘરે જઇ આબરુ લેવાનો પ્રયાસ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૯ માર્ચ ૨૪ દ્વારકા એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીએ મહિલાની છેડતી કરતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ દ્વારકામાં રહેતા અને એસ.ટી. વિભાગના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવાભાઈ હાથીયા દ્વારા ગઈકાલે સોમવાર તારીખ ૧૮ ના રોજ સવારના સમયે એક મહિલા કર્મચારીની આબરૂ લેવાના ઈરાદાથી તેણીનો હાથ પકડી, તેની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી. જે અંગે મહિલા કર્મચારીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસ મથકમાં દેવાભાઈ હાથીયા સામે આઈપીસી કલમ ૩૫૪ મુજબ ગુનો નોંધાયો છે. જે પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.

તસ્વીર /અહેવાલ : હાદિક નારોલા

જામનગરમાં ટ્રકનું NOC પ્રકારણ મારામારી સુધી પહોંરયું : 3 સામે ફરિયાદ

0

જામનગરમાં અંબર સિનેમા રોડ પર ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર સરા જાહેર હુમલો કરનાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

  • ફરીયાદી ટ્રક ની NOC આપવા બાબતે ઘણા સમયથી બનાવટ કરતો હોવાનું સુત્રો માંથી જાણવા મળી રહ્યું છે .
  • આરોપી : – (૧) જયરાજસિંહ જાડેજા (૨) મહીપાલસિંહ (૩)સુખદેવસિંહ
  • જાહેર માં મારામારી નો વિડીયો સોસિયલ મીડીયા માં ખુબજ વાયરેલ થયો હતો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ માર્ચ ૨૪, જામનગરમાં અંબર સિનેમા રોડ પર ગઈકાલે મોડી સાંજે ટ્રાન્સપોર્ટ ના ધંધાથી પર ટ્રકની એન.ઓ.સી. બાબતે તકરાર કરી ત્રણ શખ્સોએ સરા જાહેર હુમલો કર્યો હતો, અને તેનો વિડીયો શહેરભરમાં વાયરલ થયો હતો. જે હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે, જયારે ટ્રાન્સપોર્ટરને હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર સિનેમા રોડ પર મીઠાપુર થી આવેલા ટ્રાન્સપોર્ટ ના ધંધાર્થી સાગરભાઇ ધીરજભાઈ ભાયાણી (ઉમર વર્ષ ૩૨) પર લોખંડના પાઇપ અને ધોકા વડે જાહેરમાં હુમલો કરી દેવાયો હતો, અને ત્રણ શખ્સોએ આડેધડ માર મારી હાથ પગ ભાંગી નાખ્યા હતા, અને લોહી લૂહાણ કરી નાખ્યા હતા. જેથી ટ્રાન્સપોર્ટરને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી, અને તેને હાથ અને પગમાં ફેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી સર્જરી કરવામાં આવી છે.ઉપરોક્ત હુમલા ના બનાવનો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો, જે ગઈકાલે રાત્રે શહેરભરમાં વાયરલ થયો હતો.આ હુમલા ના બનાવ ની જાણ થતાં સિટી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલે પહોંચી જઈ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાગર ધીરજભાઈ ભાયાણીની ફરિયાદના આધારે જામનગરના ત્રણ હુમલાખોરો જયરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ અને સુખદેવસિંહ સામે ફરીયાદ નોંધા છે.જે ત્રણેય આરોપીઓ હાલ ભાગી છૂટયા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ટ્રક ની લેતી દેતી નો વ્યવહાર હતો, અને એક ટ્રકની એનઓસી બાબતે બંને વચ્ચે તકરાર ચાલતી હતી, જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જેથી પોલીસે IPC કલમ- ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫(૧) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જામનગર ઠેબા ચોકડી પાસે ત્રિપલ અકસ્માત : બાઈકસવારનો ભોગ લેવાયો

0

જામનગર નજીક ઠેબા બાયપાસ ચોકડી પાસે એસટી બસ- ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચેના ત્રીપલ અકસ્માતમાં બાઈકસવારનો ભોગ લેવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ માર્ચ ૨૪જામનગર નજીક ઠેબા બાયપાસ ચોકડી પાસે મોડી સાંજે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચેના ત્રીપલ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક યુવાનનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજયું છે. પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ છે, અને વધુ તપાસ ચલાવી રહી છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ઠેબા બાયપાસ ચોકડી પાસે સોમવારે સાંજે જી.જે.૧૮ ઝેડ.ટી. ૦૫૩૪ નંબરની દ્વારકા રૂટની એક્સપ્રેસ એસટી બસ તેમજ એક ટ્રક અને એક બાઈક વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટુ-વ્હીલર ના ચાલક અશોક ચાવડા નામના યુવાનને ગંભીર ઇજા થઈ હતી, અને ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.આ અકસ્માતના બનાવ બાદ થોડી વાર માટે ટ્રાફિક જામ થયો હતો. પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને થોડી ક્ષણોમાં જ વાહન વ્યવહારને પૂર્વવત બનાવી દીધો હતો. બાઈક ચાલક યુવાન એસ.ટી. બસના આગના વ્હીલની નીચે ઘૂસી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે બનાવ બાબતે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી ચાલી રહી છે.

જામનગર મયુરનગર માં CCTV કેમેરા લાગાડવા મામલે ભંગારના વેપારીને લમધાર્યો

0

જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવતાં પાડોશી વીફર્યા

  • પાડોશી મકાન માલિક અને તેના સાગરીતે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ માર્ચ ૨૪, જામનગર માં મયુર નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે સીસીટીવી કેમેરા લગાવવા બાબતે તકરાર થઈ હતી, અને એક પાડોશી ઉપર બે શખ્સો એ હુમલો કરી ફેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા નિખિલ હરેશભાઈ સવનિયા નામના ૩૨ વર્ષના પ્રજાપતિ યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર કરી નાખવા અંગે પાડોશમાં રહેતા જયેન્દ્રસિંગ તેમજ તેના સાગરીગ ભીખુભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મકાનમાલિક નિખિલભાઇ કે જાણે પોતાના મકાનની આજુબાજુની દેખરેખ થઈ શકે તેના અનુસંધાને પોતાના મકાનની બહાર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, જે પડોશી આરોપીને પસંદ નહીં પડતાં ઉશ્કેરાઈ જઇ આ હુમલો કર્યાની અને ફ્રેકચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

જામનગર શહેરમાં અનેક ગુન્હેગારો પર સારી પક્કડ ધરાવનારા PI ની બદલી થતા સ્થાનિકોમાં નારાજગી

0

જામનગર શહેરમાં અનેક ગુન્હેગારો પર સારી પક્કડ ધરાવનારા સિટી બી. ડિવિઝન ના પી.આઈ. ની બદલી થતાં સ્થાનિકોમાં નારાજગી

  • ૨૫ વર્ષના સાયચા ગેંગ ના સામ્રાજ્ય ને ખતમ કરી જેલ ભેગા કર્યા : તેઓના બંગલાઓ પણ જમીનદોસ્ત કરી નાખ્યા

દેશ દેવી ન્યૂઝજામનગર તા ૧૮ માર્ચ ૨૪ , જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ.હરદીપસિંહપી. ઝાલા ની રાજ્ય સરકાર દ્વારા શનિવારે સવારે લોકસભા ઇલેક્શન ની જાહેરાત પહેલાં ૫૦ પી.આઈ.ના બદલી ના ઓર્ડર ની સાથે તેમની પણ અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે, જેથી જામનગરના સ્થાનિક નાગરિકોમાં નારાજગી જોવા મળી છે.ભારતનો સર્વોચ્ચ યુનિયન હોમ મીનીસ્ટર એક્સેલન્ટ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ તેઓને તાજેતરમાં જ દિલ્હીમાં પ્રાપ્ત થયો છે, તેવા પોલીસ ઇન્સ્પેક્ટર હરદીપસિંહ પી. ઝાલાએ ટૂંકા ગાળામાં પોતાની ફરજ દરમિયાન સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગુન્હેગારો પર સારી એવી ધાક જમાવી હતી, અને કેટલાય ગુનેગારોને સ્થળ છોડીને ભાગવું પડ્યું હતું.એટલું જ માત્ર નહીં બેડી વિસ્તારના સાયચા ગેંગ ના ૨૫ વર્ષના સામ્રાજ્યને ખતમ કરી નાખ્યું હતું, અને સૌથી ચર્ચાસ્પદ એવા શિક્ષિકા આપઘાત કેસમાં તેઓની સામે ગુનો નોંધી અટકાયત કરાઈ હતી, અને જેલ ભેગા કર્યા છે.સાથો સાથ તેઓએ છેલ્લા ૨૫ વર્ષથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હોવાથી અલગ અલગ લેન્ડ ગ્રેબિંગના બે ગુનાઓ નોંધી તેઓને જેલ ભેગા કર્યા છે, એટલુંજ માત્ર નહીં સાયચા બંધુઓ દ્વારા ખડકી દેવામાં આવેલા વૈભવી બંગલાઓને પણ જમીનદોસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેવા પોલીસ ઇન્સ્પેક્ટરની ટૂંકા ગાળામાં બદલી થતાં સ્થાનિક નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. ગઈકાલે તેઓનો જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં વિદાય સમારંભ યોજાયો હતો, અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ સિટી ડી.વાય.એસ.પી. જયેન્દ્રસિંહ ઝાલાએ ઉપસ્થિત રહી, તેઓને શુભકામના પાઠવી હતી, અને જામનગરમાં કરેલી ફરજ બદલ બિરદાવ્યા હતા. સિટી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફ દ્વારા પણ ભારે હૈયે વિદાયમાન અપાયું હતું, અને તેઓએ પોતાની ફરજ દરમ્યાન ગુનેગારો પર કંટ્રોલ રાખવાની કરેલી મહત્વની કામગીરીની પ્રશંસા પણ કરી હતી.

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ૨૦૭૯.૧૮ લાખ ના ૪૭ વિકાસ કાર્યોની વણઝાર

0

જામનગર ના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે ૭૯- વિધાનસભા વિસ્તાર હેઠળના વોર્ડ માં ૨૦૭૯.૧૮ લાખ ના ૪૭ વિકાસ કાર્યોની વણઝાર સાથે ખાતમુહૂર્ત કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬, માર્ચ ૨૪ જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તાર હેઠળ ના જામનગર મહાનગર પાલિકા ના અલગ અલગ વોર્ડ માં વિકસિત ભારત- વિકસિત ગુજરાત ના કાર્યક્રમની શૃંખલા અંતર્ગત છેલ્લા ૪૮ કલાક દરમિયાન એકી સાથે રૂપિયા ૨૦૭૯.૧૮ લાખ ના કુલ ૪૭ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે કરવામાં આવ્યું છે.જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૭,૮, ૯, ૧૦,૧૩,૧૪,૧૫ અને ૧૬ ના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે શુક્રવારે તેમજ આજે શનિવારે છેલ્લા ૪૮ કલાક ના સમયગાળા દરમિયાન રૂપિયા ૨૦૭૯ .૧૮ લાખના નવા ૪૭ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ જામનગર શહેરના અન્ય અગ્રણીઓ ઉપસ્થિતિમાં તેમજ જે તે વિસ્તારના આગેવાનો- નાગરિકોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.આ ખાતમુહૂર્તના કાર્યક્રમની શૃંખલામાં પણ પ્રત્યેક સ્થળે ધારાસભ્ય દિવ્યેશ અકબરી નું સ્થાનિક વિસ્તારની બાળાઓ દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું, અને સર્વે આસપાસના વિસ્તારના રહેવાસીઓએ આવકાર આપ્યો હતો. આ વેળાએ તેઓની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા,શાષક પક્ષના નેતા આશિષભાઇ જોષી,દંડક કેતનભાઈ નાખવા,પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલભાઈ સોરઠીયા,તેમજ અલગ અલગ વોર્ડ ના કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા. અને સ્થાનિક નાગરિકોએ ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો ને આવકાર આપ્યો હતો.

જામનગર સોની ફળીમાં ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે ‘વિશાલ ગોપીયાણી’ ઝડપાયો

0

જામનગરમાં સોની ફળી વિસ્તારમાં એક ફ્લેટમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો

  • ૮૪ બોટલ સાથે મકાન માલિકની અટકાયત: દારૂ ના સપ્લાયર નું નામ ખુલ્યું
  • જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાંથી સ્કૂટર પર દારૂ સાથે નીકળેલા એક વેપારીની અટકાયત
  • સીટી -એ ના રૂષિરાજસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા તથા રાકેશ ચૌહાણ ની બાતમી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ માર્ચ ૨૪, જામનગર શહેરમાં પોલીસે દારૂ અંગ બે સ્થળે દરોડા પાડ્યા છે, અને બે શખ્સોની અટકાયત કરી છે, જ્યારે એક શખ્સને ફરારી જાહેર કરાયો છે.જામનગર શહેરમાં સૌપ્રથમ ઇંગ્લિશ દારૂ અંગેનો દરોડો જામનગરમાં સોની ફળી વિસ્તારમાં શિવધારા એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૨૦૪ માં રહેતા વિશાલ ગુણવંતભાઈ ગોપીયાણી ના ફ્લેટ માં પાડ્યો હતો.જ્યાંથી પોલીસે ચોર્યાસી નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો કબજે કરી લઇ ફ્લેટ ધારક વિશાલ ગોપીયાણી ની અટકાયત કરી છે.પોલીસ પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂ નો જથ્થો જામનગરમાં ધુવાવ નાકા પાસે રહેતા અમિત અશોકભાઈ કોળીએ સપ્લાય કર્યો હોવાનું કબુલતાં પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાંથી સ્કૂટર પર ઇંગલિશ દારૂ સાથે નીકળેલા પ્રણવ નીલકેશભાઈ અનડકટ નામના વેપારીને પોલીસે બે નંગ ઇંગ્લિશ દારૂની બાટલી સાથે ઝડપી લીધો છે, અને તેની પાસેથી સ્કૂટર-દારૂ અને મોબાઈલ ફોન વગેરે કબજે કર્યા છે.

જામનગર સહિતના ૧ર માહિતી મદદનીશને સિનિયર-સબ-એડિટર તરીકે બઢતી

0

માહિતી વિભાગમાં જામનગર સહિતના ૧ર માહિતી મદદનીશને સિનિયર-સબ-એડિટર તરીકે બઢતી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૫ માર્ચ ૨૪ , રાજ્ય સરકાર ના માહિતી વિભાગ માં માહિતી મદદનીશ તરીકે કામ કરતા ૧ર માહિતી મદદનીશોને બઢતી મળી છે. માહિતી નિયામકે એક આદેશ દ્વારા આ માહિતી મદદનીશ વર્ગ-૩ માંથી સિનિયર-સબ-એડિટર (વર્ગ-ર) માં પ્રમોશનો સાથે બદલી કરી છે.આ આદેશ મુજબ જામનગરની જિલ્લા માહિતી કચેરીના વિરેન્દ્રસિંહ એ. પરમાર ને પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટ માં કુ. પારૃલ ઓડેસરા ની બઢતી થી ખાલી પડેલી સિનિયર-સબ-એડિટરની જગ્યા પર પ્રમોશન અપાયું છે, અને શ્રી પરમારે જિલ્લા માહિતી કચેરી-જામનગર માં કામગીરી વ્યવસ્થામાં ફરજ બજાવવાની રહેશે, તેવી સૂચના પણ આ આદેશમાં જ આપવામાં આવી છે.

જામનગરના ડો. વિજય સાતાની ગુજરાત ઓર્થો.એસો.ના પ્રમુખપદે સર્વાનુમતે વરણી

0

સૌરાષ્ટ્રના જાણિતા ઓર્થોપેડીક સર્જન જામનગરના ડો. વિજય સાતાની ગુજરાત ઓર્થો.એસો.ના પ્રમુખપદે સર્વાનુમતે વરણી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ માર્ચ ૨૪, ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનના પ્રમુખપદે સૌરાષ્ટ્રના જાણિતા અને જામનગરની જી.જી.હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગના વડા ડો.વિજય સાતાની સર્વાનુમતે વરણી થઇ છે. પ્રમુખ બનતાની સાથે જ ડો.સાતાએ વર્ષ દરમ્યાન થનારી સેવાકીય પ્રવૃત્તિનો ચિતાર પણ જાહેર કર્યો છે.ખાસ કરીને ઓર્થોપેડિક તબીબોના વિકાસ માટે ફેલોસીપ યોજનાની પણ તેમણે જાહેરાત કરી છે.ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનની એક બેઠક તાજેતરમાં ભાવનગર મુકામે યોજાઇ હતી. જેમાં નવા વર્ષના હોદેદારોની જાહેરત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના ઓર્થોપેડીક તબીબ આલમના શિરમોર સમાન ડો.વિજય રમેશચંદ્ર સાતાની સર્વાનુમતે વરણી થતાં ઉપસ્થિત તમામ સભ્યોએ તેમને વધાવી લીધા હતા. તેમની સેવાભાવ સાથેની કાર્યપધ્ધતિને લીધે તેમને આ પ્રતિષ્ઠિાભર્યા પદની જવાબદારી નિભાવવાની તક સાંપડી છે. આ પાછળ તેમની વર્ષોની સંનિષ્ઠ સેવાઓ, ઢગલાબંધ ઓપરેશનોની કુશળતા, લગભગ ૨૦૦ થી પણ વધારે ઓર્થોપેડિક સર્જનોને પોતાના હાથ નીચે કુશળ, નિપુણ, નિષ્ણાંત બનાવી ગુજરાતમાં અલગ-અલગ ખૂણે જામનગરની પ્રતિષ્ઠિત શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ અને ગુરૂ ગોવિંદસિંગ હોસ્પિટલની પ્રખ્યાતિ પહોંચાડવાનો લગભગ ૨૫ વર્ષનો આકરો પરિશ્રમ જવાબદાર છે.તેઓએ ન માત્ર જામનગરમાં ટ્રેનીંગ લેતા ઓર્થોપેડિક રેસીડેન્ટ ડોકટર્સ માટે, પરંતુ સમગ્ર ગુજરાતના ટ્રેનીંગબધ્ધ ઓર્થોપેડિક રેસી.ડોકટર્સ માટે જામનગર અને રાજકોટ-ભૂજ જેવી જગ્યાએ પોસ્ટ ગ્રેજ્યુએટ ઓર્થોપેડીક કવીઝ, પોસ્ટ ગ્રેજ્યુએટ લેકચર કોર્ષ વગેરેનું સફળ આયોજન અવાર-નવાર કરેલાં છે, અને તેમના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી પદ હેઠળ જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે અતિ સફળ ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશન કોન્ફરન્સ-૨૦૧૭ સમગ્ર ગુજરાતના ઓર્થોપેડિક સર્જન માટેની કોન્ફરન્સનું ભવ્ય આયોજન પાર પાડયું હતું.પોતાના પ્રમુખ તરીકેના વકતવ્યમાં ડો.સાતાએ સમગ્ર વર્ષમાં કરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપતા જણાવેલ કે ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનના બધા પાંચ ઝોનમાં આ વર્ષ દરમ્યાન સતત ઓર્થોપેડીક વિજ્ઞાનને આગળ વધારવા માટે એકેડેમીક કાર્યક્રમો કરવામાં આવશે. જે માટે ખાસ સમર્પિત વિવિધઝોનના ખાસ પસંદ કરેલ ૧૦ ઓર્થોપેડિક સર્જનની ટીમની પણ તેમણે ઘોષણા કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલને લગતા અલગ-અલગ પ્રશ્નો અંગેના પણ ખાસ કાર્યક્રમો બધા ઝોનવાઇઝ કરવામાં આવશે. ઓર્થોપેડિકસ વિષયમાં ગુજરાત અને ગુજરાત બહારના ઓર્થોપેડિક સર્જન દ્વારા જે શ્રેષ્ઠ ઓપરેશનો તથા નવા સંશોધનો કરવામાં આવતાં હોય તેમની માહિતી બધાજ ઓર્થો.સર્જન સુધી પહોંચાડવા માટે ખાસ ૧૦ આવૃતિ ઇ-જર્નલની પ્રકાશિત કરવામાં આવશે. પોસ્ટ ગ્રેજ્યુએટ કવીઝ અને લેકચર કોર્ષ તો થશે જ.આ વર્ષે ખાસ જુનિયર તથા મીડ-કેરીયરમાં પહોંચેલા ઓર્થો.સર્જન માટે ખાસ ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશન ફેલોશીપની શરૂઆત કરવામાં આવશે, કે જેથી ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશન દ્વારા પસંદ કરાયેલા સેન્ટર ઓફ એકસેલેન્સ ખાતે આ નવું શીખવાની ધગશ ધરાવતા ઓર્થો સર્જનને ખાસ તાલીમ તથા અનુભવ મળી, રહે જેથી સમગ્ર ગુજરાતને આ જ્ઞાનનો બહોળો લાભ મળી શકે.

આ ઉપરાંત પોતાની સામાજિક ઉતરદાયિત્વના ભાગરૂપે સમગ્ર ગુજરાતની વિવિધ શાળા-કોલેજો-વ્યાવસયિક સંગઠનો વગેરે માટે ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશન દ્વારા ખાસ હાડકાના આરોગ્ય માટેના ઢગલાબંધ કાર્યક્રમો ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશનના સક્રિય સભ્યો દ્વારા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત એકેડેમીક કાર્યની શુભ શરૂઆત રૂપે મહારાષ્ટ્ર ઓર્થોપેડીક એસોશિએશન દ્વારા મુંબઇ ખાતે યોજાનાર મહારાષ્ટ્ર ઓર્થોપેડિક એસોશિએશનની કોન્ફરન્સમાં સૌ પ્રથમ વખત ગુજરાત ઓર્થો.એસોશિએશનને ભાગીદાર રાજય તરીકે આમંત્રિત કરવામાં આવેલ છે. જેમાં પસંદ કરેલ ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશનના મેમ્બર્સ પોતાનું શ્રેષ્ઠ કાર્ય મહારાષ્ટ્ર-મુંબઇના ઓર્થો. સર્જનને બતાવશે. આ માટે ખાસ બે કલાકના એક સેશનનું ડો.સાતા તથા સેક્રેટરી ડો.કેતન ઠક્કર દ્વારા આયોજન થઇ રહયું છે.

વર્ષાંતે ડો.સાતાના માર્ગદર્શનમાં વડોદરા ઓર્થો.સોસાયટી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનની વર્ષ ૨૦૨૫માં કોન્ફરન્સનનું પણ આયોજન કરવામાં આવશે, જયાં સમગ્ર વર્ષ દરમ્યાનની એકટીવીટીઝનો ભવ્ય સમાપન સમારોહ યોજાશે. સમગ્ર વર્ષ દરમ્યાન ડો.સાતાની પ્રેસીડેન્ટયલ થીમ ઇનોવેટ, કોરોબોરેટ, ઇન્સ્પાયર, ટ્રાન્સપાયર પર સમગ્ર ગુજરાત ઓર્થો.એસોશિએશન ધબકતું રહે તે માટે સેક્રેટરી ડો.કેતન ઠક્કર, ઇમીડીયેટ પાસ્ટ પ્રેસીડેન્ટ ડો.રાવ, પ્રેસીડેન્ટ ઇલેકટ ડો.દિનેશ ઠક્કર, ટ્રેઝરર ડો.કમલેશ દેવમુરારી, વેબ માસ્ટર સહિતના તમામ એકઝીકયુટીવ કમિટિ મેમ્બર્સ, એકેડેમીક કમિટિ મેમ્બર્સ, ફેમીલી ઇવેન્ટ કમિટિ મેમ્બર્સ, ઇ-જર્નલ એડીટર્સની મજબૂત ટીમ તથા સમગ્ર ગુજરાત ઓર્થો.એસોશિએશનના મેમ્બર્સ ઉત્સાહથી કાર્યરત રહેશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.