Friday, October 16, 2026
Home Blog Page 162

જામનગરમાં સચીન નંદા વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો : મોહિત નંદા સામે FIR

0

જામનગરના એક વેપારી વ્યાજખોર ની ચુંગાલમાં ફસાયા હોવાથી મામલા સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો

  • જામનગરના વ્યાજખોરે મુદ્દલ જેટલું જ પાંચ ટકા લેખે રાક્ષસી વ્યાજ વસુલી લીધા પછી ૫.૬૫ લાખના ચેકમાં સહી કરાવી લીધી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ માર્ચ ૨૪, જામનગરના એક વેપારી વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાયા છે, અને સવા બે લાખ રૂપિયા માસિક ૫ ટકા ના વ્યાજે લીધા પછી મુદ્દલથી વધુ વ્યાજની રકમ ચૂકવી દીધા છતાં વેપારીને માર મારી બળજબરી પૂરક પાંચ લાખ પાંસઠ હજારના કોરા ચેકમાં સહી કરાવી લીધી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં રહેતા સચિન પ્રવીણભાઈ નંદા નામના વેપારીએ પોતાના ધંધાની જરૂરિયાત માટે જામનગરના નાનક પુરી વિસ્તારમાં રામનાથ કોલોની માં રહેતા મોહિત સુભાષભાઈ નંદા નામના શખ્સ પાસે રૂપિયા બે લાખ ૨૫ હજાર માસિક પાંચ ટકા લેખે વ્યાજે લીધા હતા, જેના બદલામાં આજ દિવસ સુધીમાં મુદલ કરતા વધારે એટલે કે બે લાખ ચાલીસ હજાર ની રકમ ચૂકવી દીધી હતી.

તેમ છતાં વધુ વ્યાજ અને મુદ્દલ રકમની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકીઓ અપાતી હતી, અને બળજબરી પૂર્વક ૫,૬૫,૦૦૦ ની રકમ ભરેલો ચેક મેળવી લીધો હતો. તેથી આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા પછી PSI ટી.ડી. બુડાસણાએ મોહિત સુભાષભાઈ નંદાસ સામે આઈપીસી કલમ ૪૮૪,૫૦૪,૫૦૬-૧ અને મની લેન્ડર્સ એક કલમ ૫,૩૯,૪૦, અને ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં ગુલાબનગરમાં રહેતા યુવાનનું કામકાજ ચાલતું ન હોય ગળાફાંસો ખાઈ લીધો

0

જામનગરમાં ગુલાબનગરમાં રહેતા યુવાનનું કામકાજ ચાલતું ન હોય ગળાફાંસો ખાઈ લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ માર્ચ ૨૪, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલી સિન્ડીકેટ સોસાયટીમાં રહેતા એક યુવાનને પગમાં દુખાવો રહેતો હોય તેમજ કામકાજ બરાબર ચાલતું ન હોય જેનાથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.આ બનાવની પ્રાપત વિગત એવી છે કે, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલ સિન્ડીકેટ સોસાયટીની શેરી નંબર રમાં રહેતા પ્રવીણભાઈ જેન્તીભાઈ બુમતારિયા નામના ૪૦ વર્ષીય યુવાનને છેલ્લા ત્રણ–ચાર વર્ષથી પગમાં દુખાવો રહેતો હોય જેના લીધે તેમનું કામકાજ સરખુ ચાલતુ ન હોય જેથી પોતે જિંદગીથી કંટાળી જતા ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે મૃતકનાભાઈ મનિષભાઈ જેન્તીભાઈ બુમતારીયાએ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક ભંગારના વાડામાં ભીષણ આગ : જુવો Video

0

જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક ભંગારના વાડામાં ભીષણ આગ

  • ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના ત્રણ ટેન્કરો વડે સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ માર્ચ ૨૪ જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભંગારના એક વાડામાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના ત્રણ ટેન્કરની મદદથી ભારે જહમત બાદ આગને કાબુમા લીધી હતી.

આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં શેરી નંબર બે ના ઢાળીયા પાસે મયુરભાઈ કિશનભાઇ પરમાર તેમજ ધર્મેન્દ્રભાઈ વાઘેલા નામના બે પાર્ટનર ની માલિકીનો ભંગારનો વાડો આવેલો છેઝ જેમાં વહેલી સવારે ૬.૦૦ વાગ્યા આસપાસ અકસ્માતે શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી.ભંગારના વાડામાં પ્લાસ્ટિક, પુઠ્ઠા, કાગળ વગેરેનો મોટો જથ્થો પડ્યો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જે બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર વિભાગ ની ટુકડી જુદા જુદા ફાયર ફાઈટર સાથે દોડી ગઈ હતી, અને પાણીના ત્રણ ટેન્કરની મદદથી સતત બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી, જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી.

જામનગર બેડીનો શખ્સ પ્રતિબંધિત પિરોટન ટાપુએ પહોંચ્યો : જેટી પર પોલીસે સરભરા કરી

0

જામનગરના પ્રતિબંધિત પિરોટન ટાપુ પર પ્રવેશ કરી જાહેરનામાં નો ભંગ કરનાર શખ્સ ની બેડી મરીન પોલીસ દ્વારા અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ માર્ચ ૨૪, જામનગર નજીક બેડી પાસેના દરિયામાં આવેલા પીરોટન ટાપુ પર લોકોની અવરજવર માટે પ્રતિબંધ હોવા છતાં એક માછીમાર ગેરકાયદે પીરોટન ટાપુ પર પહોંચ્યો હતો, અને જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેથી બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.જામનગરના બેડી વિસ્તારમાં રજા નગરમાં રહેતો અને માછીમારી કરતો જાફર અબ્દુલ કકકલ નામનો વાઘેર શખ્સ (ઉંમર વર્ષ ૩૫) કે જે પોતાની બોટ મારફતે કોઈપણ પ્રકારની મંજૂરી વિના પિરોટન ટાપુ પર આવેલી દરગાહે દર્શન કરવા ગયો હતો, અને ત્યાંથી બોટ મારફતે જેટી પર પરત ફરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમને આ અંગેની જાણકારી મળી હતી, અને મરીન નેશનલ પાર્કની વન સરક્ષણની કચેરી માંથી કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના ગેરકાયદે રીતે ટાપુ પર ગયો હોવાથી તેની સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જામનગર થી દ્વારકા સેવામાં જતા કારસેવકોને નડ્યો અકસ્માત : ૬ ધાયલ

0

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર પડાણા ગામના પાટીયા પાસે પદયાત્રીઓની સેવા માટે જઈ રહેલા કારસેવકોને નડ્યો અકસ્માત

  • એક ગર્ભવતી મહિલા સહિત છ સેવાભાવી લોકો ઘાયલ થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ માર્ચ ૨૪ સૌરાષ્ટ્ર ભરમાંથી પદયાત્રીઓ દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિરે ફૂલડોલ ઉત્સવમાં જઈ રહ્યા છે, ત્યારે પદયાત્રીઓની સેવા માટે પણ અનેક કેમ્પ ઉભા કરાયા છે, તો કેટલાક સેવાભાવી લોકો દ્વારા હાઇવે રોડ પર જઈને પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે.જે પૈકીના એક સેવાભાવી લોકોના છ વ્યક્તિના વાહનને પડાણા નજીક અકસ્માત નડ્યો હતો, અને ઘાયલ થયા હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે.જામનગર શહેરમાં વસવાટ કરતા ત્રણ મહિલા સહિતના ૬ સેવાભાવી લોકો એક છોટા હાથીમાં રાહત સામગ્રી લઈને જામનગર થી ખંભાળીયા ધોરીમાર્ગ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન ગઈ રાત્રે પડાણા ગામના પાટીયા પાસે તેઓના છોટા હાથીને એક ટ્રક સાથે ટકરાઈ જતાં અકસ્માત નડ્યો હતો, અને તમામ છ સેવાભાવી લોકો ઘાયલ થયા હતા. તેઓને સારવાર માટે ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. જોકે તમામની હાલત સુધારા પર છે, અને મોટાભાગના ને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે.

જામનગરમાં વકીલની હત્યાના ગુન્હામાં પકડાયેલો બસીર સાયચા 7 દિવસનાં રિમાન્ડ પર

0

જામનગરમાં એડવોકેટની હત્યાના ગુન્હામાં પકડાયેલો સાયચા ગેંગનો એક ૭ દિવસ નાં રિમાન્ડ પર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૦ માર્ચ ૨૪ , જામનગર મા અઠવાડિયા પહેલા એક એડવોકેટ ની હત્યા નિપજાવવામાં આવી હતી.જેમાં સંડોવાયેલા બેડીની કુખ્યાત સાયચા ગેંગના એક શખ્સને પોલીસે એ પકડી પાડ્યો છે. અને તેના ૭ દિવસ નાં રિમાન્ડ મંજૂર થયા છે.જામનગરના બેડી વિસ્તારમાં ગત બુધવારે એડવોકેટ હારૂનભાઈ પલેજા ની હત્યા નીપજવવામાં આવી હતી. જેમાં કુખ્યાત સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ ગુના નાં આરોપીઓ ને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુ એ ડીવાયએસપી જે.એન. ઝાલા ના વડપણ હેઠળની સીટ ની તપાસ સમિતિ ની રચના કરવામાં આવી હતી.દરમિયાન આ ગેંગના બશીર જુસબ સાયચા નામના એક આરોપી ને પોલીસ દ્વારા ઝડપી લેવાયો હતો. આ શખ્સની મોડીરાત્રે જોડીયા તાલુકાના બાલંભામાંથી ધરપકડ કરવામાં આવ્યા પછી આજે તેને ૧૪ દિવસની રિમાન્ડ ની માંગણી સાથે અદાલત મા રજૂ કરવામાં આવ્યો હતો.જયા તેને ૭ દિવસ નાં રિમાન્ડ ઉપર સોંપવા નો હુકમ થયો છે. જેની પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલો લોખંડનો પાઇપ, તેમજ એક સ્કૂટર વગેરે કબ્જે લેવાયા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

જામજોધપુર માં જુગારનો દરોડામાં 2 ઝડપાયા 19 મુઠીઓવાળી ભાગી છૂટયા

0

જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં પોલીસે પાડેલા જુગારના દરોડામાં બે આરોપી પકડાયા: જ્યારે ૧૯ ભાગી છૂટ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ માર્ચ ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં જુગાર અંગે ગઈ રાત્રે પોલીસે દરોડો પાડયો હતો, દરમિયાન નાશ ભાગ થઈ હતી પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ ૧૯ આરોપીઓ ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે. જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ગઈ રાત્રે કેટલાક શખ્સો જાહેરમાં એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી પોલીસને મળતાં ગઈ રાતે જામજોધપુરની પોલીસ ટુકડીએ જામવાડી ગામમાં પહોંચી જઈ દરોડો પાડ્યો હતો.જે દરોડા દરમિયાન ભારે નાશ ભાગ થઈ હતી. દરમિયાન પોલીસે જામવાડીના રીક્ષા ચાલક સંજય કિશોરભાઈ બારડ તેમજ જામવાડીના ખેડૂત નાનજીભાઈ ખીમાભાઈ ચાવડા ની અટક કરી લીધી હતી, અને તેઓ પાસેથી રૂપિયા ૧૧,૧૯૦ ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

પોલીસના આ દરોડા સમયે મોહનભાઈ માધાભાઈ ચાવડા, જયંતીભાઈ ભોજાભાઇ ચાવડા, કાનાભાઈ ઝીણાભાઈ વાઘ, કાનાભાઈ વિનોદભાઈ બલવા, વિપુલભાઈ વલ્લભભાઈ ભડાણીયા, નરસિંહભાઈ ભીખાભાઈ ચાવડા, નાનજીભાઈ ખાખાભાઈ, અલ્પેશ ઉર્ફે આંબો જયંતીલાલ વાછાણી, રાકેશ ભીમાભાઇ ચાવડા, દિવ્યેશ ગોવિંદભાઈ વાછાણી, વિમલ અરવિંદભાઈ, નિલેશ કારાભાઈ સગારકા, રમેશ ગિરધરભાઈ ભડાણીયા, ચેતન ભગાભાઈ સીતાપરા રમેશ ભડાણીયા, મેહુલ હાજાભાઇ ડાભી, મનસુખભાઈ ખાંટ, રાજ ઉર્ફે બાલી રવજીભાઈ અને ભરત વલ્લભભાઈ ચાવડા પોલીસને જોઈને ભાગી છૂટી હોવાથી તમામને ફરારી જાહેર કરાયા છે.

જામનગરમાં વીજ જોડાણ કટ કરવા ગયેલી ટુકડી સાથે વીજ ગ્રાહકની બબાલ

0

જામનગરમાં રાજ પાર્ક નજીક રાધાકૃષ્ણ પાર્કમાં વીજ જોડાણ કટ કરવા ગયેલી ટુકડી સાથે વીજ ગ્રાહકની બબાલ

  • લાંબા સમયથી વીજના નાણાં ભરતા ન હોવાથી વીજ કનેક્શન કટ કરવા જતાં વિજ ગ્રાહકે વીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કર્યા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦, માર્ચ ૨૪ જામનગરમાં રાજપાર્ક નજીક રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા એક વિજ ગ્રાહક દ્વારા લાંબા સમયથી વીજબીલના નાણાં ભરતા ન હોવાથી તેનું વીજ જોડાણ કટ કરવા માટે જતાં વીજ મહિલા વીજ અધિકારી સહિતની ટિમ સાથે વીજ ગ્રાહકે બબાલ કરી, તેઓની ફરજમાં રૂકાવટ કરી હતી, અને અપ શબ્દો ઉચ્ચાર્યા હતા. જેમાં તેના ઘરના મહિલા સભ્યો પણ જોડાયા હતા.જેથી આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પીજીવીસીએલના મહિલા જુનિયર ઈજનેર દ્વારા પોતાની તેમજ પોતાના સ્ટાફની ફરજ માં રૂકાવટ અંગેની ફરિયાદ અરજી આપી છે જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરના પીજીવીસીએલના દરબારગઢ પેટા વિભાગની કચેરીમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા કોમલબેન આર. ચંદારાણા તેમજ જુનિયર આસિસ્ટન્ટ ડી. સી. બકરાણીયા અને આસિસ્ટન્ટ લાઈનમેન ડી.ડી. ચંદ્રપાલ વગેરે રાજપાર્ક નજીક રાધાકૃષ્ણ પાર્ક વિસ્તારમાં વીજબિલના બાકી રોકાતા નાણાંની વસુલાત અર્થે તેમ જ ડીશ કનેક્શનની કાર્યવાહી માટે ગયા હતા.

જે દરમિયાન ભરત જયેન્દ્રભાઈ વારા નામના વીજ ગ્રાહક, કે જેઓ પોતાના વીજબિલના નાણાં લાંબા સમયથી ભરપાઈ કરતા ન હોવાથી ફરીથી તેઓ પાસે વીજબીલ ની રકમ માંગતાં રકમ ભરપાઈ કરવાનો ઇનકાર કર્યો હતો. જેથી વીજ ટુકડી દ્વારા તેના ઘરનું વિજ જોડાણ કટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ભરત વારા અને તેના પત્નીએ બેફામ વાણી વિલાસ કરી વીજ અધિકારી અને કર્મચારીઓની ફરજમાં રૂકાવટ પેદા કરી હતી, અને વિજ જોડાણ કટ કરવા દીધું ન હતું, તેમજ વીજ બિલના નાણા પણ ભરપાઈ કર્યા ન હતા.

જેથી વીજ ટુકડી ત્યાંથી પરત ફરી હતી, અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીને જાણ કર્યા પછી સમગ્ર મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કોમલબેન ચંદારાણા દ્વારા પોતાની તેમજ પોતાના સાથે ના સ્ટાફ ની ફરજ માં રૂકાવટ કરવા અંગે તેમ જ અભદ્ર વાણી વિલાસ કરવા અંગે ભરત જયેન્દ્રભાઈ વારા સામે લેખિતમાં ફરિયાદ અરજી આપી છે. જે અરજીના અનુસંધાને પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

જામનગરમાં યુવાનને બેરહેમીથી સરાજાહેર ઢસડી- ઢસડી ને માર માર્યો : Video થયો વાયરલ

0

જામનગરના બેડી ગરીબ નગર વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવત ના કારણે હુમલો: ચાર સામે ફરિયાદ

  • થુવાનને ફિલ્મી ઢબે ઢસડી – ઢસડી ને માર મારતો Video થયો સોશિયલ મીડિયા વાયરલ
  • આરોપી :-(૧) જુશબ ઘોડાવાળા (૨) જાવેદ જુશબ (૩) જાકીર જુશબ (૪) ઇમ્તીયાઝ જુશબ રહે.તમામ ગરીબનગર, પાણાખાણ, જામનગર     

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ માર્ચ ૨૪ જામનગરમાં બેડી ગરીબ નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર જુની અદાવતનું મન દુઃખ રાખીને ચાર શખ્સો એ લાકડાના ધોકા વડે હુમલો કરી માથું ફોડી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.બીજી બાજુ યુવાનને ઢસડી ઢસડીને માર મારતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવતા શખ્સોના વાસા કાબરા થશે કે કેમ .?આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગરીબ નગર પાણાખાણ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હાસમ કાસમ ભાઈ સંઘાણી નામના ૩૫ વર્ષના યુવાન પર જૂની અદાવત નું મન દુઃખ રાખીને જુસબ ઘોડાવાળા, જાવેદ જુસબ, ઝાકીર જુસબ અને ઈમ્તિયાઝ જુસબ વગેરે એ લાકડાના ધોકા, ધારીયા વગેરે હથિયાર વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગેની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે. જ્યારે યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ચાર સામે IPC કલમ- ૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખગોળીય ઘટના : પૃથ્વી પર આજે દિવસ અને રાત બન્ને સરખા

0

પૃથ્વી પર આજે ૨૦ માર્ચે ખગોળીય ઘટના: દિવસ અને રાત બન્ને સરખા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ માર્ચ ૨૪, બ્રહ્માંડમાં આજે વધુ એક ખગોળીય ઘટના સર્જાઈ રહી છે, અને આજે ૨૦ મી માર્ચ એટલે કે પૃથ્વી પર સમગ્ર વર્ષ નો મિડલ દિવસ છે. આજે દિવસ અને રાત બન્ને એક સરખા જ થાય છે. જેમાં અડધો દિવસ સૂર્યપ્રકાશ રહે છે, જ્યારે અડધો દિવસ ચંદ્રની રોશની રહે છે. આ દિવસ પછી પ્રતિદિન દિવસ લાંબો અને રાત ટુંકી થતી જાય છે.આ દિવસ થી સૂર્ય વિષુવવૃત ને છેદવાનું શરુ કરે છે. પૃથ્વી સૂર્ય ની આસપાસ સીધી નહીં પણ ૨૩.૫ અંશ નમેલી રહીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતી હોવાથી આપણો દેશ અને અન્ય રાષ્ટ્રો ઉત્તર ગોળાધઁ માં આવેલા છે, અને તેથી સૂર્ય ના કિરણો ત્યાં સીધા પડવાથી હવે પછીના દિવસોથી ગરમીમાં પણ વધારો થશે.૨૦ માર્ચ ના રોજ મહા સમપૃકાશીય દિવસ હોય પૃથ્વીના બન્ને ગોંળાઘઁ માં સૂર્ય પ્રકાશ સમાન પડશે, અને દિવસ તેમજ રાત સરખા હશે. આ દિવસે સૂર્ય પૂર્વ ક્ષિતિજ ઉપર ઉગે છે. તેને વસંત ના અંત ની મોસમ કહેવાય છે.

૨૧ મી માર્ચ થી સૌર ચૈત્ર નો આરંભ થતો હોય પયાઁવરણ પૂરક એવા વૈશ્વિક દિન તરીકેઉજવવા માં આવે છે . કિરીટ શાહ સંયોજક, ખગોળ મંડળ

error: Copying and use of the content of the website is considered as illegal activity.