Wednesday, October 14, 2026
Home Blog Page 149

જામનગરમાં કાકા-ભત્રીજા વચ્ચે ધીંગાણું : બન્નેને ઈજા

0

જામનગરમાં નદીપા વિસ્તારમાં મસ્કતી (આરબ) પરિવાર ના કાકા-ભત્રિજા વચ્ચે બબાલ સર્જાઈ

  • બન્ને જૂથ દ્વારા સામ સામે હુમલા અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ મે ૨૪, જામનગર શહેરના નદીપા વિસ્તારમાં એક જ પરિવારના કાકા-ભત્રિજા ના પરિવાર વચ્ચે નજીવી બાબતે હથીયારો ખેંચાતાં ઇજા થવાથી કાકા બત્રીજા બંન્નેને લોહી લુહાણ હાલતમાં સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમા ભત્રીજા જુનદબીન અબાઅહમદ મસ્કતી નામના યુવાનને પડખાના ભાગે છરીનો ધા ઝીંકાયો હતો. જ્યારે કાકા અમરબીન અબ્દુલરહેમાન મસ્કતીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક જી.જી.હોસ્પિટલે ઓપરેશન રૂમમાં ખસેડાયા હતા.

આ બનાવ ની જાણ થતાં નદિપા વિસ્તારના લોકો જી.જી.હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા, તેમજ સિટી-એ ડિવિઝનની પોલીસ ટુકડી પણ જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી, અને સમગ્ર બનાવ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ નોંધી છે. જેમાં જુનેદ અહમદ મસ્કતી એ પોતાના ઉપર હુમલો કરવા અંગે અમરબીન અબ્દુલ રહેમાન મસ્કતી તેમજ રફીક અબ્દુલ રહેમાન સામે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે અમરબીન અબ્દુલ રહેમાન મસ્કતીએ પોતાના ઉપર હુમલો કરવા અંગે હુસેન અહેમદઝ ઈબ્રાહીમ અહેમદ, રાહીલ અહેમદ અને આરીફબિન અબ્દુલ રહેમાન સામે વળતી ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા હાલ ઉપરોક્ત વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જામનગર ચૂંટણીમાં પ્રસંશનિય કામગીરી કરનાર જિલ્લાના એસ.પીને સન્માનિત કરાયા

0

રાજકોટ રેન્જના આઈ.જી. અશોક કુમાર યાદવની જામનગર જિલ્લાની મુલાકાત

  • ચૂંટણીમાં પ્રસંશનિય કામગીરી કરનાર જિલ્લાના એસ.પી. તેમજ જામનગર ગ્રામ્ય પોલીસ અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ મે ૨૪, રાજકોટ રેન્જ ના આઈ.જી. અશોકકુમાર યાદવ આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા, અને ખાસ કરીને જામનગર ગ્રામ્ય વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ વગેરેને લોકસભાની ચૂંટણી દરમિયાન કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે જામનગરના એસ.પી. ની કચેરીમાં તેઓનું ગાર્ડ ઓફ ઓર્નર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા અન્ય અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયું હતું.રાજકોટ રેન્જ ના આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર તેમજ જામનગર ગ્રામ્ય વિભાગના પોલીસ ડિવિઝન ની મુલાકાત લેવામાં આવી હતી. તેઓ દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રસંશનિય કામગીરી કરવા બદલ પોલીસ અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુને સૌપ્રથમ પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતા. ત્યારબાદ આઈજી. અશોક કુમાર યાદવ દ્વારા જામનગર ગ્રામ્યના ડી.વાય.એસ.પી. ઉપરાંત અલગ અલગ ડિવિઝનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ, એ.એસ.આઈ., હથિયાર ધારી અને બિન હથિયારધારી પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તેમજ મહિલા પોલીસ અધિકારી- કર્મચારીઓને પણ પ્રશસ્તીપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જામનગર સિંહણના ગેરકાયદે મૃતદેહ પ્રકરણમાં બંન્ને આરોપી જેલ હવાલે

0

સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયલા બન્ને શખ્સોને રીમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલાયા

  • આરોપીઓને મદદ કરાવનાર કોઈપણ નાગરિકને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ એક્ટની જોગવાઈ લાગુ પડશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૦ મે ૨૪, જામનગર વનવિભાગની જામનગર રેન્જ દ્વારા સામાજીક વનિકરણ રેંજ કાલાવડ કચેરીને જાણ થઇ હતી કે કાલાવડની ખંઢેરા બીટના કાર્યક્ષેત્ર હેઠળ હંસ્થળ રેવન્યુ વિસ્તારમાં મળદપીર દરગાહની પાછળ વાળા ભાગમાં સિંહણનો મૃતદેહ જુની બેલા પથ્થર ખાણમાં દાટેલી હાલતમાં જોવા મળેલ હોય અને જે ગેરકાદેસર રીતે નિકાલ કરેલ હોય તેવુ પ્રાથમિક નજરે જણાઇ આવતાં સ્થળ પર તત્કાલીક વનવિભાગની ટીમ, એફ.એસ.એલ ટીમ, વેટરનરી ડોક્ટરોની ટીમ પહોંચી જઇ સ્થળ પર ખોદકામ કરીને સિંહણના મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ માટે સેમ્પલો એકત્રીત કરવામાં આવેલ હતા.

જે તપાસમાં મુખ્ય વનસંરક્ષક  જુનાગઢ ડો.કે.રમેશ, વન સંરક્ષક રાજકોટ આર.સેન્થિલકુમાર તથા નાયબ વન સંરક્ષક જામનગર વન વિભાગ આર.ધનપાલ અને નાયબ વન સંરક્ષક, સામાજીક વનિકરણ વિભાગ દેવભુમી દ્વારકા અરુણકુમાર સહીતના ઉચ્ચ અધિકારીઓએ ગુન્હા બનાવના સ્થળની રૂબરૂ મુલાકાત કરી બનાવનો તાગ મેળવી ગુનો શોધી કાઢવા તથા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા ચાવીરૂપ માર્ગદર્શન આપેલ.

તપાસમાં અલગ અલગ સ્થળે રેડ કરવામાં આવેલ અને બનાવને સંલગ્ન ઇસમોના નિવેદનો નોંધી વાડીની ફરતે મુકાયેલ ફેન્સીંગમાં વીજ કરંટથી સિંહણના મુત્યુ બાદ તેના મૃતદેહના નિકાલનાં ગુના કેસમાં સંડોવાયેલ ઇસમો સુધી પહોચી કુલ ૦૨ ઇસમો નજરમામદ નોયડા ઉર્ફે નિઝામ અનવર નોયડા ગામ હંસ્થળ અને હુશેન ખાનમામદ નોયડા ગામ હંસ્થળ વિરુદ્ધ કાલાવડ રેન્જ ગુના રજીસ્ટર નંબર ૦૧/૨૦૨૪-૨૫ તા.૧૦/૦૫/૨૦૨૪ થી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ (સુધારા અધિનિયમ-૨૦૨૨) ની કલમ ૨(૧),૨(૧૬), ૨(૧૬)(સી), ૨(૩૩), ૯, ૩૯, ૫૦, ૫૧, ૫૨, ૫૫(એ) અને કલમ ૫૭ હેઠળનો ગુનો રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વાઈલ્ડ લાઈફ વોર્ડન કાલાવડને મળેલ સત્તાની રૂએ દાખલ કરેલ. અને તપાસ દરમિયાન સરકારી પંચોની હાજરીમાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લીધેલ ગાડું નંગ-૦૧, મોટર સાયકલ નંગ-૦૧, દાતરડું નંગ-૦૧, પાવડો નંગ-૦૧, તગારા નંગ -૦૨, વાડીની ફરતે ઇલેક્ટ્રીક શોર્ટ માટે ઉપયોગ કરેલ તાર ના બંડલ નંગ-૦૩,લાકડા ની સાઠી-૩૮ નંગ,મોબાઇલ નંગ-૦૨ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી આરોપીઓને કાલાવાડ ખાતે જ્યુડીશીયલ ફર્સ્ટક્લાસ જજની કોર્ટમાં તા.૧૧.૦૫.૨૦૨૪ ના રોજ રજૂ કરી તેના રીમાન્ડ મેળવેલ જે રીમાન્ડ દરમીયાન આરોપીઓ પાસે સરકારી પંચો રૂબરૂ ઘટનાક્રમનું રીકન્ટ્રક્શન કરાવવામાં આવેલ. સિહણનો મૃતદેહ ગાડામાં લઇ મળદપીર દરગાહ પાછળ વાળા જુની બેલા પથ્થર ખાણ ખાતે લઇ જવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યુ હતું તેમજ જીપીએસ ટ્રેકિંગવાળો સિહણના ગળાનો કોલર તેના મૃતદેહથી અંદાજીત પાંચ કી.મી. દુર જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.

આરોપીઓનાં રીમાન્ડ પુરા થતા કાલાવાડની નામદાર કોર્ટમાં બન્નેને તા.૧૩.૦૫.૨૦૨૪ ના રોજ ફરી રજૂ કર્યા હતા.જ્યા તેઓની કોર્ટ સમક્ષ જામીન અરજી મુકાઇ હતી જે નામંજુર થતાં બંન્નેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા હતાં.વધુ માહિતી આપતા કાલાવડ રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રી ડી.એસ.રાઠવા જણાવે છે કે સદર ગુનો વન્ય પ્રાણીઓ મુંગા પ્રાણીઓ સંબંધિત હોય જે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972(સુધારા અધિનિયમ-૨૦૨૨) મુજબ ગુનામાં સંડોવાયેલા ઇસમો તથા ગુના સંબંધિત બાતમીદારોને ઇનામની જોગવાઈ અનુસાર આ ગુના સંબંધિત ખાનગી બાતમી આપનારને જોગવાઇ મુજબનુ ઇનામ ખાનગી રાહે આપવામાં આવશે. જેથી બાતમીદારોએ ખાનગી બાતમી વન વિભાગને આપવા પણ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

આ એક્ટ ભારતના રાષ્ટ્રીય સંપતિ એવા વન્ય પ્રાણીઓનો વિશિષ્ટ એક્ટ છે. આ એકટની કલમ-૫૨ મુજબ આ ગુનામાં ખોટી રીતે કે આડકતરી રીતે આરોપીઓને મદદ, ઉશ્કેરણી, પ્રોત્સાહન કરનાર કે કરાવનાર કોઈપણ નાગરિકને આ એક્ટની મદદગારીની જોગવાઈ લાગુ પડે છે. જેથી આ અધિનિયમની અમલવારીમાં સીધા કે આડકતરી અવરોધ ઊભો કરશે તેઓ પણ આ વિશિષ્ટ કાયદાની કલમની જોગવાઈ મુજબ ગુનેગાર ગણાય છે. જેથી જાહેર જનતા સદર વિશિષ્ટ કાયદાની અમલવારીમાં કોઈ બાધ ઊભો ન કરે તે બાબતે પણ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.સિંહણના શિકારમાં અન્ય કોઇ આરોપીઓ આ ગુનામાં સંકળાયેલા હોય તો તેવા આરોપીઓને પકડવા પણ વન તંત્ર દ્વારા આગળની તપાસ ચલાવાઈ રહી છે.

જામનગર માં ફુડ શાખાના વ્યાપક દરોડા : અનેક વિક્રેતા દંડાયા

0

જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા કેરી ૧૫ વિક્રેતાઓ ગોદામ પર વ્યાપક દરોડા

  • જામનગર શહેરની જુદી જુદી બે પેઢીમાંથી ૩૪ કિલો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કરાવાયો

  • જામનગર ની ગ્રેઇન માર્કેટ સહિતની જુદી જુદી ૬ પેઢીમાંથી મસાલાના સેમ્પલ મેળવી પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ મે ૨૪ જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને શહેરના જુદા જુદા ૧૫ જેટલા કેરીના વિક્રેતાઓના ગોડાઉન પર ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર શહેરના જુદા જુદા બે ફૂડ પાર્લરમાં ચકાસણી દરમિયાન ૩૪ કિલો જેટલો અખાદ્ય સામગ્રી નો જથ્થો મળી આવતાં તેનો સ્થળ પર નાશ કરાવાયો હતો. ઉપરાંત અન્ય જુદી જુદી ૬ પેઢીમાંથી મરચા પાવડર સહિતના નમુના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ વિસ્તારમાં માંથી કુલ ૬ ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરી આંણદ ખાતે મોકલવામાં આવ્યા. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવ્યેથી ફૂડ સેફટી અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં કપીલ એજન્સી કિચન કીંગ મસાલા (એવરેસ્ટ બ્રાન્ડ) લાખોટા તળાવ પાસે, વાસુદેવ સ્ટોર ચણા મસાલા કે.વી રોડ, બાલાજી માર્કેટિંગ પનીર ટીક્કા મસાલા મિક્ષ્ (સુહાના બ્રાન્ડ) સ્વામિનારાયણ નગર , ઠક્કર સેલ્સ એજન્સી પાવભાજી મસાલા (બાદશાહ બ્રાન્ડ) ગ્રેઇન માર્કેટ, જેન્તીલાલ એન્ડ બ્રધર્સ- ધાણાજીરું પાવડર (હાથી બ્રાન્ડ) ગ્રેઇન માર્કેટ, મધુસુદન મસાલા લીમીટેડ મરચું પાવડર (ડબલ હાથી બ્રાન્ડ) હાપા વગેરેનો સમાવેશ થાય છે.જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તાર મા આવેલાં ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ, વગેરે સ્થળો એ રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા. તેમજ પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા અંગે સુચના આપવામાં આવી હતી. જેમાં જય ભોલે રેસ્ટોરન્ટ નાગનાથ ગેઈટ ૧૦ કિલો મંચુરિયન, ૨ કિલો આટા, ૧ કિલો બોઈલ શાકભાજી , ૩ કિલો નૂડલ્સ , ૫ કિલો સોસનો નાશ કરાયો હતો.આ ઉપરાંત રાજુભાઈ ઢોસાવાલા મહાપ્રભુજી બેઠક રોડ ૫ કિલો મંચુરિયન,૩ કિલો ભાત , ૪ કિલો નૂડલ્સ , ૧ કિલો ડ્રેગન પોટેટો ,વાસી જણાતા નાશ કરાવાયો હતો. તેમજ મિથુનભાઈ તન્ના (ગૃહ ઉધોગ અટલ રેસીડેન્સી આવાસ (લાલવાડી ) દિ-૪ મા વેપાર રેસીડન્સી વિસ્તારમાંથી ઇન્ડસ્ટ્રીયલ એરિયા મા લઇ જવા નોટીશ અપાઈ હતીજ્યારે મહાવીર કુલ્ફી આઈસક્રીમ હરિયા સ્કુલ બાજુમાં સાફ સફાઈ અને સ્વછતાવ જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા સૂચના અપાઈ હતી. હિતુલાલ રજવાડી હરિયા કોલેજ રોડ ને પણ જરૂરી સૂચના અપાઈ હતી.જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર ના પંચેશ્વર ટાવર નજીક આવેલ કિશોર રગડાવાલા અને મહાલક્ષ્મી ચોક મા આવેલ દીનું મારાજ ભેલવારા નામની પેઢી લાયસન્સ ન ધરાવતી હોવાથી ફૂડ નિયમ અનુસાર ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા નોટીશ પાઠવી તે અંગે તાકીદ કરવામાં આવી હતી.ઉનાળા ની સીઝન ને અનુલક્ષીને કેરી નું વેચાણ કરતાં વિક્રેતા ને ત્યાં રૂબરૂ ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એડલ્ટન્ટ તરીકે વપરાતું કેલ્શિયમ કાર્બાઇડ કોઈ જગ્યા એ મળી આવેલું નથી. તેમજ તમામ ગોડાઉન માલિકો ને પરમીટેડ ઇથીલીન ના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ જરૂરી સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું હતું.જેમાં યુસુફભાઈ નુરમામદ( કેરી ગોડાઉન) મોચીસાર નો ઢાળીયો, અબ્દુલ રજાક મીરચી, યુસુફ ધાણીવારા સીદીક, યુસુફ હુસેન , યુનુસભાઈ ગની, અખ્તર લાકડાવારા- સુભાષ માર્કેટ, સાજીદ ટીટોડી, શાહિદબાબુ, સબ્બીર ખંભાળીયા વાળા, સલીમ મીરચી, સલીમ કેળાવારા , મહમદ ફારૂક, અયુબભાઇ, ઇકબાલ હાજી ગફાર- નંદીપા રોડ, અને અફજલ ટીડા નો સમાવેશ થાય છે.

જામનગરમાં હિન્દૂ સેના દ્વારા નથુરામ ગોડસેના જન્મદિવસ ની ઉજવણી કરાઈ

0

જામનગરમાં હિન્દૂ સેના દ્વારા અખંડ ભારતના વીર સપૂત નથુરામ ગોડસેના જન્મદિવસ ની ઉજવણી કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ મે ૨૪ જામનગર શહેરમાં હિન્દુ સેના દ્વારા ગઈકાલે ૧૯ મેના દિવસે અખંડ ભારતના વીર સપૂત નથુરામ ગોડશે ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને સત સત નમન કર્યા હતા.અખંડ ભારતનું સપનું લઈ ને દેશના ટુકડા ન થવા દેવાના સાકાર સપના સાથે ૧૯ મે ૧૯૧૦ માં નથુરામ ગોડસેજીએ મહારાષ્ટ્રના પુણેના બારામતીમાં જન્મ લીધો હતો. રાષ્ટ્ર માટે કઈંક કરી છૂટવા ના લક્ષ્ય સાથે આગળ વધતા કટ્ટર હિન્દુવાદી અને દેશના મહાન પંડિત નથુરામ વિનાયક ગોડસે ના ગઈકાલે જન્મદિવસ નિમિત્તે હિન્દુ સેનાએ જામનગરમાં પોતાના કાર્યાલય ખાતે ગોડસેજીની પ્રતિમા ને ફુલહાર તેમજ આરતી કરી સૈનિકોમાં મીઠાઈઓ ખવડાવીને ઉમંગ અને ઉત્સાહથી જન્મ દિવસની ઉજવણી કરી સત સત નમન કર્યા હતા.

નથુરામ ગોડસેની અંતિમ ઇચ્છા હતી, કે સિંધુ નદી અખંડ ભારતમાં વહે, ત્યારે સિન્ધુ નદીમાં તેમની અસ્થી વિસર્જન કરવામાં આવે. હિન્દુ સેના પણ હિન્દુ રાષ્ટ્રને અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા આખરી દમ તક લડવાની તૈયારી સાથે આગળ વધી રહી છે.

જામજોધપુર ના વિરપર ગામે ધાર્મિક પ્રસંગમાં સાળાના હાથે બનાવીને હત્યા

0

જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન ધીંગાણું ખેલાયું

  • બન્ને પક્ષના સામસામાં હુમલામાં એક યુવાનની હત્યા નિપજાવાઈ: બન્ને પક્ષે અન્ય ચાર વ્યક્તિ ઘાયલ

  • જામજોધપુર તાલુકા ના વીરપુર ગામમાં સાળાના હાથે બનેવીની હત્યાની ઘટના થી ભારે ચકચાર

  • શેઠ વડાળા પોલીસે બંને પક્ષે સામ સામે ગુનો નોંધ્યો: બન્ને પક્ષના એક એક વ્યક્તિ સારવાર હેઠળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ મે ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વીરપુર ગામે ગઈકાલે ગઢવી સમાજના યોજાયેલા ધાર્મિક પ્રસંગ દરમિયાન ગઢવી પરિવારના વેવાઈ વેલા બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, અને સાળા દ્વારા છરી વડે હુમલો કરી બનેવીની હત્યા નીપજાવાઈ હતી. બંને પક્ષના મારામારીમાં અન્ય ૩ વ્યક્તિ ઘાયલ થઈ હતી. જે પૈકી બંને જૂથના એક એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. શેઠ વડાળા પોલીસે બંને પક્ષની સામ સામી ફરિયાદ નોંધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વીરપર ગામમાં ગઈકાલે ગઢવી સમાજના વિરમ પરિવાર ના માતાજીના હવન સહિતનો ધાર્મિક પ્રસંગ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્ર પંથકમાંથી વિરમ પરિવારના સભ્યોને આમંત્રણ અપાયું હતું, અને અનેક પરિવારો ઉપરોક્ત ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે ધાર્મિક પ્રસંગ અને જમણવાર પૂરો થયા પછી જામજોધપુર અને જુનાગઢના બે વેવાઈ વેલા પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જામજોધપુર તાલુકાના માલાવડા નેશ માં રહેતા અને માલધારી તેમજ ખેતીનો વ્યવસાય કરતા પાલાભાઈ સાજણભાઈ ટાપરિયા જેઓ પણ પોતાના પરિવાર સાથે ઉપરોક્ત ધાર્મિક પ્રસંગમાં હાજર રહ્યા હતા, જેના પુત્ર વીરાભાઈ પાલાભાઈ ટાપરીયા (૨૬) કે જેના લગ્ન જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લાલપુર ગામના માંડણભાઈ આલાભાઇ સાથે થયા હતા, જે પરિવાર પણ આ ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહ્યો હતો, અને વીરાભાઈના ત્રણ સાળા અને સસરા હાજર રહ્યા હતા. પાલાભાઈ ના પુત્ર વીરાભાઇ ના લગ્ન માંડણભાઈ ની પુત્રી હિરીબેન સાથે થયા પછી જે લગ્નની શરૂઆતમાં ત્રણ મહિના સુધી સંસાર બરોબર ચાલ્યો હતો, પરંતુ પતિ-પત્તિ પતિ વચ્ચે ઝગડો થતાં હીરીબેન તેના માવતરે ચાલી ગઈ હતી, અને તેણીએ પતિ અને સસરિયાઓ વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર ધારા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી બંને પરિવારો વચ્ચે ઝઘડા થયા હતા, અને મારામારીનો કેસ પણ નોંધાયો છે ત્યારથી બંને પરિવાર વચ્ચે મન દુઃખ ચાલી રહ્યું છે.દરમ્યાન ગઈકાલે ધાર્મિક પ્રસંગમાં સર્વે એકત્ર થતાં પાલાભાઈ ના પુત્ર વીરાભાઇ ટાપરિયાએ પોતાના સાળા નાથાભાઈ, રાજુભાઈ અને પુનાભાઈ તેમજ સસરા માંડણભાઈ પાસે જઈને સમાધાન કરી લેવા અને હીરીબેન ને પરત મોકલવાની વાત કરી હતી.દરમિયાન ઉપરોક્ત તમામ લોકો ઉસ્કેરાઈ ગયા હતા, અને તમે હીરીબેનને ત્રાસ આપો છો, તેમ કહી ઝઘડો કરી છરીવાડે હુમલો કરી દીધો હતો. પુનાભાઈ, નાથાભાઈ અને રાજુભાઈ વગેરેએ અને છરી અને ધોકાવાડે હુમલો કરી દેતાં વીરાભાઇ ટાપરિયાનું ગંભીર ઇજા થવાના કારણે સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.ત્યારે તેના પિતરાઈ ભાઈ માંડણ સામત ટાપરીયા ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી દેતાં તેને ગંભીર ઇજા થઇ હતી.ત્યારે સામા પક્ષના પુના માંડણ વિરમ ને પણ મારામારીમાં ગંભીર ઈજા થઈ હતી. તેથી ૧૦૮ ની ટીમને સ્થળ પર બોલાવી હતી, અને તેઓને બંનેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને બંને જૂથના એક એક વ્યક્તિ સારવાર હેઠળ છે. જયારે અન્ય એક વ્યક્તિને મારામારી માં સામાન્ય ઈજા થઈ હતી.આ બનાવ ની જાણ થતાં શેઠવડાળા અને લાલપુરની પોલીસ ટુકડી ઘટના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી. હત્યાના બનાવ અંગે પોલીસે મૃતક વીરાભાઇ ના પિતા પાલાભાઈ સાજણભાઈ ટાપરિયા ની ફરિયાદના આધારે વીરાભાઇના ત્રણ સાળા નાથાભાઈ માંડણભાઈ વિરમ, પુનાભાઈ માંડણભાઈ વિરમ અને રાજુ ઉર્ફે રાજો માંડણભાઈ વિરમ તથા સસરા માંડણભાઈ આલાભાઇ વિરમ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય આરોપીઓ સામે પોલીસે આઇપીસી કલમ ૩૦૨,૩૦૭,૩૨૪,૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો થયો છે.

જ્યારે સામા પક્ષે જુનાગઢ જિલ્લાના વિસાવર તાલુકાના લાલપર ગામના વતની માંડણભાઈ આલાભાઇ વિરમ (ગઢવી) એ પાલાભાઈ સાજણભાઈ ટાપરિયા, ઉપરાંત વિજસુર પાલાભાઈ, ટાપરીયા, માંડણભાઈ સામતભાઈ ટાપરિયા અને જીવાભાઈ સામતભાઈ ટાપરીયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદમાં ઉપરોક્ત ચારેય શખ્સોએ પોતાના પુત્ર પુના માંડણભાઇ વિરમ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી, તેમજ પોતાને લાકડી અને ધોકા વડે માર મારી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પી.એસ.આઈ. વી.એન. ગઢવીએ આઇપીસી કલમ ૩૨૬,૩૨૩,૧૧૪ તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે.

જામનગરમાં પાસે રોડ પહોળો કરવાની કામગીરી શરૂ

0

જામનગરમાં રોડ પહોળો કરવાની કામગીરીમાં અડચણ કરતા વેપારીઓ : આખરે કામ પુનઃ શરૂ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૮, મે ૨૪ જામનગરમાં રણજીત સાગર માર્ગે રોડ પહોળો કરવાની કામગીરીમાં સ્થાનિક વેપારી , દુકાનદારો દ્વારા બોલાચાલી કરી કામગીરી મા અડચણ કરતા મહાનગર પાલિકાનાં અધીકારીઓ ની ટીમ દોડી ગઈ હતી, અને કમ પુનઃ શરૂ કરાવ્યું હતું.

જામનગર મા રણજીત સાગર માર્ગે લાલપુર બાયપાસ પાસે રસ્તો પહોળો કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે. શાલિગ્રામ ગ્રામ હોસ્પિટલ પાસે ૨૦ મીટર રોડ ખુલ્લો કરવા અંગેની કામગીરી હાથ ઘરાતા સ્થાનિક લોકો. દુકાનદારો નાં ટોળા વળ્યા હતા અને કામ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.આ પછી સીટી ઇજનેર ભાવેશભાઈ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ ઓફિસર નિતીન દીક્ષિત, દબાણ નિરક્ષક સુનીલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, અનવર ગજણ સહિતનો સ્ટાફ હાજર દોડી ગયો હતો.

અને સ્થાનિક દુકાનદારો તેમજ વેપારીઓ સાથે શાંતિપૂર્વક ચર્ચા કરી મામલો થાળે પાડ્યો હતો અને ત્યારબાદ કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી હતી.

જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારની પરણિતાએ ‘ફિનાઈલ’ પીધું

0

જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતી પરણીતાએ પોતાના સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફિનાઈલ પીધું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ મે ૨૪, જામનગરમાં પંચેશ્વર ટાવર નજીકના વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી જઈ ફીનાઇલ પી લેતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે તેણીના પતિ સાસુ અને સસરા સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક આણદાબાવા ચકલા પાસે પાઠક ફળીમાં રહેતી જાનકીબેન પરેશભાઈ વોરા નામની ૩૭ વર્ષની પ્રજાપતિ કુંભાર યુવતીએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી જઈ ફીનાઈલ પી લેતાં તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને જાનકીબેન નું નિવેદન નોંધ્યું હતું.જેમાં તેણીએ પોતાના પતિ પરેશભાઈ વોરા, સસરા નવીનભાઈ વોરા, અને સાસુ હર્ષિદાબેન વોરા ના ત્રાસ ના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવતાં ત્રણેય સામે આઇ.પી.સી. કલમ ૪૯૮ (અ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ  પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર ધ્રોલમાં હોમગાર્ડ જવાનના પત્નીએ લાલચમાં ૬ લાખ ગુમાવ્યા

0

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે.. ધ્રોલના હોમગાર્ડના જવાન ની પત્નીએ વધુ વળતરની લાલચમાં રૂપિયા ૬ લાખ ગુમાવ્યા

  • સુરતના ત્રણ ચીટર શખ્સોએ રૂપિયા ૬ લાખના રોકાણ બાદ પાંચ વર્ષે પાંચ કરોડની લાલચ આપી ચૂનો લગાવ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ મે ૨૪, જામનગર જિલ્લાના ધ્રોલમાં ફરજ બજાવતા હોમગાર્ડ ના એક જવાનના પત્નીએ વધુ વળતરની લાલચમાં રૂપિયા છ લાખ ગુમાવ્યા છે. સુરતના ત્રણ ઠગબાજ શખ્સોએ વધુ વળતરની લાલચ આપી છ લાખના પાંચ વર્ષે પાંચ કરોડ થવાનું પ્રલોભન આપીને મહિલા પાસેથી રૂપિયા ૬ લાખ પડાવી લઈ હાથ ખંખેરી લીધાનું ધ્રોળ પોલીસ ફરિયાદમાં જાહેર થતાં ભારે ચકચાર જાગી છે. ધ્રોલ પોલીસે તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળમાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા લવકુમાર વૈષ્ણવ, કે જેઓ હોમગાર્ડમાં ફરજ બજાવે છે. જેના પત્ની હેતલબેન લવકુમાર કે જેઓ પોતાના જ દૂર ના કુટુંબી સુરતના વતની ઉપેન્દ્રભાઈ ધીરજભાઈ નિરંજનીના સંપર્કમાં આવ્યા હતા. જેણે પોતાને એક ખાનગી કંપની સાથે જોડીને ખાનગી કંપનીમાં રૂપિયાનું રોકાણ કરાવીનર ૬ લાખ રૂપિયાના રોકાણ બાદ પાંચ મહિનામાં ૫ કરોડ આપવાનું પ્રલોભન આપ્યું હતું.

તેમજ દર મહિને પણ આજીવન ૯૫.૦૦૦ જેટલી રકમ મળતી રહે તેવી લાલચ આપી હતી, અને પોતાની કંપનીમાં હેતલબેન ને જોડ્યા હતા. જેથી હેતલબેન ઉપેન્દ્રભાઈ નિરાજની ની સાથે ભરોસો કરીને તેના અન્ય કંપનીના સાથીદારો રાકેશ કુમાર ચુનીલાલ પટેલ અને નિશાંત પ્રજાપતિ સાથે ઝૂમ એપ્લિકેશન મારફતે સંપર્ક કર્યો હતો જેણે પોતાના પતિના મોબાઈલ ફોન મારફતે ગૂગલ પે કરીને રૂપિયા ૬ લાખ ની રકમ રોકાણના બહાને ટ્રાન્સફર કરી આપી હતી.

છ મહિના સુધીમાં રૂપિયા ૬ લાખ ના ૫ કરોડ થઈ જશે તેવી લાલચ આપી હતી પરંતુ હેતલબેનને શંકા જવાથી તેઓએ પોતાના રોકાણના પૈસા પરત માંગતાં ત્રણેય શખ્સસોએ રકમ પરત કરવામાં અખડા કર્યા હતા.પરંતુ અન્ય સભ્યો બનાવીને અમારી કંપનીમાં પૈસા નું રોકાણ કરાવશો તો જ તમને તમારી રકમ પરત મળશે, તેમ સંભળાવી દીધા પછી છ લાખ રૂપિયા પરત કરવામાં હાથ ઊંચા કરી લીધા હતા.

જેથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો, અને હેતલબેને સુરતના ઉપેન્દ્ર નિરંજની, જેની સાથે રાકેશ ચુનીલાલ પટેલ, અને નિશાંત પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે આઇપીસી કલમ ૪૦૬,૪૨૦, અને ૧૧૪ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો છે.

જામનગરના મોરકંડામાં ‘પાવડરવાળી’ : VCE રૂ.150 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

0

મોરકંડા ગામ ના VCE ને ખેડૂત પાસેથી દાખલો કઢાવવા ની લાંચ લેતાં જામનગર ACB એ રંગે હાથ ઝડપ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ મે ૨૪ જામનગર તાલુકાના મોરકંડા ગામમાં ખેડૂતોને પોતાના ૭-૧૨ અને હક પત્રક સહિતના દાખલાઓ કાઢવા માટે ૧૫૦ ની લાંચ લેવા અંગે વીસીઇને જામનગરની એસીબી શાખાએ રંગે હાથ ઝડપી લીધો છે, અને તેની સામે લાંચ-રુશ્વત ધારા ભંગ બદલ કેસ કરવામાં આવ્યો છે.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામના વી.સી.ઇ. નવીનચંદ્ર માધવજીભાઈ નકુમ (કોમ્પ્યુટર ઓપરેટર) કે જે ના દ્વારા ખાતેદાર ખેડૂતોને ૭-૧૨ ના ઉતારા, હક પત્રક સહિતના દાખલા કોમ્પ્યુટર મારફતે કાઢવા માટે નું કામ ગ્રામ પંચાયત દ્વારા નિમણૂક કરીને સોપાયું છે. જે કર્મચારી દ્વારા પ્રત્યેક ખેડૂતોને દાખલા કઢાવવા માટે વધારાની રકમ ની માંગણી કરવામાં આવે છે, તેવી ફરિયાદ જામનગર એ.સી.બી. શાખાને મળી હતી.

જેના અનુસંધાને આજે મોરકંડા ગામમાં એસીબી દ્વારા લાંચ નું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે દરમિયાન વીસીઇ (કોમ્પ્યુટર ઓપરેટર) નવીનચંદ્ર નકુમ કે જે એક ખેડૂત પાસેથી દાખલા ની વધારાની ૧૫૦ ની રકમ લાંચ સ્વરૂપે સ્વીકારવા જતાં એસીબી ની ટુકડીએ તેને રંગે હાથ ઝડપી લીધો છે.ખાતેદાર ખેડૂત દ્વારા જામનગર એ.સી.બી. નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ખેડૂતને પાવડરવાળી ૧૫૦ રૂપિયાની વધુ નોટો અપાઇ હતી, જે નોટ સ્વીકારતાં વીસીઇને ઝડપી લેવાયા છે. જેને એ.સી.બી. કચેરીએ લઈ ગયા પછી તેની સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.