Wednesday, October 14, 2026
Home Blog Page 148

જામનગરની સરકારી હોસ્પિટલમાં એર કુલર , પાણીના પરબની વ્યવસ્થા કરાઇ

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓની સારવાર માટે તંત્ર દ્વારા એર કુલર મુકાવાયા

  • બાળકો અને મહિલાના વોર્ડમાં દર્દીઓ માટે ઓ.આર.એસ. પીવડાવવાની પણ વ્યવસ્થા ગોઠવાઈ

  • જામનગરની સેવા ભાવિ સંસ્થાના સહયોગથી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણીના પરબ ઉભા કરાવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ મે ૨૪, જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને ઉનાળાના સમયમાં ગરમીમાં રાહત મળી રહે તેના સંદર્ભમાં જી.જી. હોસ્પિટલના તંત્ર દ્વારા એર કુલર મુકવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરકારી જી.જી. હોસ્પિટલના જે વોર્ડમાં એ.સી.ની સુવિધા છે તે તમામ એર કન્ડિશન મશીનોની ચકાસણી કરી લેવાઈ છે. આઇસીસી યુનિટ સહિતના વિભાગમાં તેની ચોકસાઈ કરવામાં આવી રહી છેઝ અને કન્ડિશન મશીનો વ્યવસ્થિત ચાલે તેની જુદી જુદી ટીમ દ્વારા ચકાસણી થઈ રહી છે.

આ ઉપરાંત જી.જી. હોસ્પિટલ ના જુદા જુદા વોર્ડ માં દાખલ થયેલા દર્દીઓને ગરમીમાં તકલીફ ન પડે તેના માટે અલગથી એર કુલર ની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હોવાનું જી.જી. હોસ્પિટલ ના સુપ્રી. ડો. દીપક તિવારીએ જણાવ્યું છે. સાથો સાથ બાળકો ના વિભાગમાં તેમજ ગાયનેક વિભાગમાં દર્દીઓ માટે ઓઆરએસ ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. જે જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક આપી શકાય તે અંગે વ્યવસ્થા ગોઠવાઈ છે.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાંથી આવતા દર્દી અથવા તો તેમના સગા વાલાઓને ગરમી દરમિયાન પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવા ના ભાગરૂપે ખાનગી ટ્રસ્ટ સહિતની સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવ્યો છે. જેમાં જી જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા ચલાવતા એચ. આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પીવાના પાણી માટે પરબ ઉભું કરાયું છે, તેમજ શહેર ભાજપના અગ્રણી અને ડીસ્ટ્રીક બેંકના ચેરમેન જીતુભાઈ લાલના પિતાના નામથી ચાલતા એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ઉનાળાના સમયગાળા દરમિયાન દર્દીઓ અને તેના સગા વ્હાલા માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ છે.

જામનગર લાલપુર પાસે છકડો અને બાઈક વચ્ચે અકસ્માત : એકનો ભોગ લેવાયો

0

લાલપુર નજીક હાઈવે રોડ પર રીક્ષા છકડા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનો ભોગ

  • બાઇક પાછળ બેઠેલા મૃતકના પિતરાઈ ભાઈ અને રીક્ષા છકડાના ચાલક બંનેને ઇજા : સારવારમાં ખસેડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮ મે ૨ ૪ જામનગર જિલ્લાના લાલપુરમાં ગઈકાલે રાત્રે રીક્ષા છકડા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકના ચાલક લાલપુર તાલુકાના ધરમપુર ગામના એક યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું છે. જયારે બાઈક ની પાછળ બેઠેલા તેના પિતરાઈ ભાઈ તેમજ રીક્ષા છકડા ચાલક બંને ઘાયલ થયા હોવાથી તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલે લાલપુર પોલીસ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં રહેતો આશિષ કરમણભાઇ રાઠોડ નામનો ૨૪ વર્ષનો યુવાન ગઈકાલે રાત્રે પોતાના બાઇકમાં ધરમપુર ગામમાં જ રહેતા પોતાના પિતરાઈ ભાઈ અમિત રાઠોડ (૨૫) ને બેસાડીને લાલપુર હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.

જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે ૧૦- ડબલ્યુ ૨૯૪૧ નંબરના રીક્ષા છકડા ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકના ચાલક આશિષ રાઠોડનું ગંભીર ઇજા થવાના કારણે બનાવના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે બાઈક ની પાછળ બેઠેલા તેના પિતરાઈ ભાઈ અમિત રાઠોડ તેમજ રીક્ષા છકડાના ચાલક જે બંનેને પણ ઇજા થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવ અંગે મૃતક આશિષ રાઠોડ ના પિતરાઈ ભાઈ રાહુલ મનજીભાઈ રાઠોડએ લાલપુર પોલીસને જાણ કરતાં લાલપુરના પી.એસ.આઇ. એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફના એ.એમ. જાડેજા વગેરેને લઈને બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે માર્ગ પર પડેલો રીક્ષા છકડો કબ્જે કરી લઈ તેના ચાલક સામે અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટની ગોઝારી દુર્ઘટના બાદ જામનગરના તમામ ગેમઝોન બંધ કરાવાયા

0

રાજકોટની ગેમઝોન ની ગોઝારી દુર્ઘટના બાદ જામનગર શહેર ના તમામ ગેમ ઝોન બંધ કરાવાયા

  • જામ્યુકૉની એસ્ટેટ શાખા- ફાયર શાખા તેમજ પીજીવીસીએલ સહિતની ટીમ દ્વારા નગરમાં સર્વે બાદ કામગીરી હાથ ધરી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ મે ૨૪, રાજકોટમાં ગેમ ઝોન માં સર્જાયેલી દુર્ઘટના ના પડઘા જામનગરમાં પણ પડ્યા છે, અને લાખોટા તળાવની પાળ તેમજ ખોડીયાર કોલોની વિસ્તારમાં ચાલી રહેલા ગેમઝોન ને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકા ની એસ્ટેટ દ્વારા બંધ કરાવી દેવાયા છે. ઉપરાંત તેઓ દ્વારા ફાયર બ્રિગેડનું એનઓસી સહિતની મંજૂરી લેવામાં આવી છે કે કેમ, તેની પણ ખરાઈ કરવામાં આવી રહી છે. બીજી બાજુ શહેરમાં ચાલતા તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા હતાઉપરાંત મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખાની ટીમ તથા વીજતંત્રની ટુકડી દ્વારા આજરોજ જામનગર શહેરમાં ગેમ ઝોન બાબતે સર્વે કરાયો હતો જામનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા લાખોટા તળાવની પાળ આરટીઓ કચેરીના ભાગમાં ચાલી રહેલા ગેમઝોનને બંધ કરાવીને નાની બાળકોની સંખ્યાબંધ રાઈડ ચાલતી હતી, તે તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત ખોડીયાર કોલોની વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટ માં ગેમઝોન ચાલી રહ્યો હતો, જેને પણ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યો છે. તેમજ મંજૂરી અંગે ની ચકાસણી થઈ રહી છે.જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક માં ગેમ ઝોન ચાલી રહ્યો છે, જોકે હાલમાં જેમાં રાઇડ બંધ છે. ઉપરાંત લાલપુર બાયપાસ ચોકડી પાસે પણ એક ગેમ ઝોન ચાલી રહ્યો છે. અન્યથા શહેરના અલગ અલગ વિસ્તારમાં કોઈ પણ ખાનગી પાર્ટી પ્લોટ કે જાહેર સ્થળે ગેમ ઝોન ચાલી રહ્યા હોય તેવા સ્થળો પર ચકાસણી કરવાની પ્રક્રિયા હાથ વધારવામાં આવી રહી છે.જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ ફાયર બ્રિગેડ શાખાની ટુકડી તથા પીજીવીસીએલનું તંત્ર વગેરેની ટીમ બનાવીને આજે રોજ સમગ્ર શહેરી વિસ્તારમાં સર્વેની કાર્યવાહી હાથ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ચાલતા ગેમજોન સહિતની પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળી રહયું છે.

જામનગરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન નો કાર્યક્રમ યોજાયો

0

જામનગરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આયોજિત પ્રાંત પ્રવેશ શિક્ષા વર્ગ અંતર્ગત પથ સંચલન નો કાર્યક્રમ યોજાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ મે ૨૪, જામનગર શહેરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત નો પ્રવેશ શિક્ષા વર્ગ ચાલી રહ્યો છે, જે અંતર્ગત આજે રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેનો દ્વારા પથ સંચલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૦ થી પણ વધુ રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેનો જોડાયા હતા.જામનગર શહેરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ૧૫ દિવસ માટેનો સૌરાષ્ટ્ર પ્રાંત પ્રવેશ શિક્ષા વર્ગ ચાલી રહ્યો છે, તે અંતર્ગત આજરોજ પથ સંચાલનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પથ સંચલન સાંજે ૬.૦૦ વાગ્યે રણજીત નગર પટેલ સમાજથી શરૂ થઈ, જૂનો હુડકો, નવા નગર બેંકની સામે ગલી, રૂપિયાનો સિક્કો સર્કલ, પ્રાર્થના એપાર્ટમેન્ટ, લીલાશાહ ધર્મશાળા, ભગવતી હોસ્પિટલ, એસ.ટી રોડ, મયુર મેડિકલ વાળી ગલી માંથી ફરી પટેલ સમાજમાં પરિપૂર્ણ થયું હતું. જે પથ સંચાલનના માર્ગ પર ઠેર ઠેર ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. સફેદ અને શ્યામ ગુલાબી પટાવાળી સાડીના ડ્રેસમાં સજ્જ થઈ ને ૧૦૦ થી વધુ બહેનો પથ સંચલનમાં જોડાયા હતા.

જામનગરમાં વૃદ્ધાને પાડોશીએ બેરહેમીથી માર માર્યો : 4 સામે ફોજદારી

0

જામનગરમાં કિસાન ચોક નજીક ગણેશ વાસ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધિ મહિલા પર પાડોશીઓનો હુમલો : ચાર સામે ફરિયાદ

  • આરોપી : – (૧) ખીમીબેન દેવશીભાઇ પરમાર (૨) ભરતભાઇ કમાભાઇ પારીયા (૩) રમેશભાઇ કાનજીભાઇ પરમાર (૪) હમીરભાઇ કાનજીભાઇ પરમાર રહે બધા. જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪, મે ૨૪ જામનગરમાં કિસાન ચોક નજીક ગણેશવાસ વિસ્તારમાં રહેતા માયાબેન દેવશીભાઈ વિંઝુડા નામના ૬૫ વર્ષ ના બુઝુર્ગ મહિલાને તેના પાડોશમાજ રહેતા ચાર શખ્સોએ સામાન્ય બાબતમાં તકરાર કરી ઈંટોના ઘા કરી ઇજા પહોંચાડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જેમાં તેઓને ગાળાના ભાગે હાથના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં મૂઢ ઇજા થઈ છે, અને જીજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોસ્ટેબલ એમ. આર. પરમાર જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને માયાબેન વિંઝુડા ની ફરિયાદના આધારે પાડોશી ખિમીબેન દેવશીભાઈ પરમાર, ભરત કમાભાઈ પારીયા, રમેશ કાનજીભાઈ પરમાર અને હમીર કાનજીભાઈ પરમાર સામે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬-૨,૧૧૪ તેમજ જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર લીફ્ટમાં ફસાઇ ગયેલા બન્ને ભાઈઓને સલામત બહાર કઢાયા

0

જામનગરમાં અંબર સિનેમા સામે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં ફસાઈ ગયેલા બે ભાઈઓને ફાયર બ્રિગેડે સહી સલામત બહાર કાઢ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ મે ૨૪, જામનગરમાં અંબર સિનેમા ની સામે આવેલા એટલાન્ટિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં કેપ્સ્યુલ લીફ્ટ આવેલી છે, જે લિફ્ટ માં રાત્રે ૮.૦૦ વાગ્યાના અરસામાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા નિખિલ ગોહિલ (૧૬ વર્ષ) અને નયન ગોહિલ (ઉંમર વર્ષ ૨૨) નામના બે ભાઈઓ, કે જેઓ ખરીદી કરવા માટે ઉપરોક્ત બિલ્ડીંગમાં આવ્યા હતા, અને લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા. જે દરમિયાન એકાએક લીફટ વચ્ચે ફસાઈ ગઈ હતી, અને બંનેને સફોકેશન થયું હોવાથી આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી.

આથી જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ના ભરત ગોહેલ, હેપલ વારા, જયંત સિંધવ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ૨૦ મિનિટની જહે મત લઈને બંને ભાઈઓને લિફ્ટના દરવાજા ખોલી નાખી સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. લિફ્ટમાં ટેકનીકલ ખામી થવાના કારણે અધવચ્ચે અટકી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર માં સ્માર્ટ વીજ મીટરને લઈ ‘AAP’ મેદાને : ભારે વિરોધ

0

જામનગર શહેરમાં સ્માર્ટ વિજ મીટર યોજના કેન્સલ કરવા બાબતે આમ આદમી પાર્ટી એ પણ આંદોલન શરૂ કર્યું

  • જામનગર શહેરના સ્માર્ટ મીટર ની યોજના કેન્સલ કરવા તેમજ ગરીબોને માસિક ૩૦૦ યુનિટ મફત વીજળી આપવા ‘આપ’ નું કલેકટરને આવેદન

  • લોકો કામ ધંધો મૂકી લાઇનમાં ઉભા રહેવા મજબુર બન્યાં

  • નાણાં- કનેકશન કપાઈ જવાની થોકબંધ ફરીયાદ : જન આંદોલનના એંધાણ.!!

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ મે ૨૪, જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા શરૂ કરાયેલા સ્માર્ટ વિજ મીટર ને કેન્સલ કરાવવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાને પડી છે, અને જન આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. શહેરમાં સ્માર્ટ મીટર કેન્સલ કરવાની સાથો સાથ ગરીબ લોકોને દર મહિને ૩૦૦ યુનિટ ફ્રી વીજળી આપવા ની માંગણી સાથે મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર અપાયું છે. નજીકના ભવિષ્યમાં આ નિર્ણય પરત લેવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી શેરી મહોલ્લામાં જઈને ત્યાં આંદોલન કરશે,તેવી ચીમકી ઉચ્ચારી છે.

જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વિજ મીટર લગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને પ્રીપેઇડ રિચાર્જ સિસ્ટમ વગેરે દાખલ કરવામાં આવી રહી છે. જેથી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, અને આજે ‘આપ’ના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડની આગેવાની હેઠળ ‘આપ’ના કાર્યકર્તાઓ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીને સંબોધીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે, અને સ્માર્ટ મીટર યોજના કેન્સલ કરવાની સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક ૩૦૦ યુનિટી ફ્રી વીજળી આપવાની માંગણી કરવામાં આવી છે.

નજીકના ભવિષ્યમાં તંત્ર દ્વારા સ્માર્ટ મીટર યોજના પડતી મુકવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી શેરી ગલી મહોલ્લામાં જઈને લોકોની વચ્ચે સરકાર અને વીજળી કંપની સામે જન આંદોલન કરી લોકોને જાગૃત કરશે, તેમજ જે નાગરિકોના વીજ કંપનીઓ દ્વારા જૂના મીટર બંધ કરવામાં આવશે, તેઓને આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓની ટીમ દ્વારા વિજ થાંભલા પરથી સીધું વીજ જોડાણ ચાલુ કરાવી આપશે. જેથી રિચાર્જ કરવાનું કે બિલ ભરવાનો કોઈ પ્રશ્ન નહીં રહે, તેમ જણાવી ફરી સ્માર્ટ મીટર યોજના પરત લેવા અનુરોધ કર્યો છે.

જામનગર જી.જી હોસ્પિટલના શ્વાન પ્રકરણમાં સુપ્રી. દ્વારા તપાસના આદેશ

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શ્વાનના આટા ફેરા ને લઈને સુપ્રી. દ્વારા તપાસના આદેશ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ મે ૨૪ , જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શ્વાન ના આંટાફેરા અને માંસ ના ટુકડા લઈને જતાં શ્વાન ના વિડીયો વાયરલ થયા પછી જી.જી. હોસ્પિટલ ના સુપરિટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ કરાયા છે, અને કસૂરવાર સામે તાત્કાલિક પગલાં ભરાશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટર માંથી શ્વાન દ્વારા માંસ ના ટુકડા લઈને ફરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેના હોસ્પિટલ ના વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

જીજી હોસ્પિટલના સુપ્રી. ડો. દીપક તીવારી સમક્ષ આ મામલો પહોંચ્યો હોવાથી તેઓએ તાત્કાલિક અસરથી તપાસના આદેશો કર્યા છે, અને આ પ્રકરણમાં જે કોઈપણ કસુરવાર જણાશે, અથવા તો તેઓની બેદરકારી સામે આવશે, તેઓ સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.

જામનગરમાં ચોરીના જુદા જુદા 3 બનાવ : ટોયલેટમાંથી મોબાઈલ ફોન ચોરાયો

0

વિભાપર ગામમાં ગરમીના કારણે છત પર સૂઈ રહેલા એક યુવાનનો નિંદ્રાધીન અવસ્થામાં મોબાઈલ ફોન ચોરાયો

  • કાલાવડ નાકા બહાર જાહેર શૌચાલયમાંથી એક વેપારીનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

  • જામનગરમાં સંતોષી માતાજીના મંદિર પાસે પાર્ક કરાયેલું એક સ્કૂટર ચોરી થઈ ગયા ની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ મે ૨૪, જામનગર શહેરમાં વાહન ચોર તેમજ મોબાઇલ ફોન ચોર ટોળકી ફરીથી સક્રિય બની છે. જામનગરમાં સંતોષી માતાજીના મંદિર પાસે પાર્ક કરવામાં આવેલા એક એક્ટિવા સ્કૂટર ની ચોરી થઈ છે. જ્યારે કાલાવડ નાકા બહાર જાહેર શૌચાલયમાં આવેલા એક વેપારીનો મોબાઇલ ફોન ચોરાયો છે. તેમ જ વિભાપરમાં ગરમી ના કારણે છત પર સૂઈ રહેલા એક યુવાનનો નિંદ્રાધીન અવસ્થામાં મોબાઈલ ફોન ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

જામનગરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા મહેશ મોહનભાઈ જેઠવા નામના ૪૫ વર્ષના યુવાને ખોડીયાર કોલોની પેટ્રોલ પંપની બાજુમાં પાર્ક કરેલું પોતાનું એકટીવા સ્કૂટર કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

જામનગરમાં ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા એક વેપારી કે જેઓ કાલાવડ નાકા બહાર મટન માર્કેટ પાસે આવેલા જાહેર શૌચાલયમાં ગયા હતા, અને પોતાનો મોબાઈલ ફોન બહાર રાખ્યો હતો, ત્યાંથી કોઈ તસ્કરો તેઓનો રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં કરી છે.

આ ઉપરાંત જામનગર તાલુકા ના વિભાપર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળજીભાઈ કાળાભાઈ મકવાણા નામના શ્રમિક યુવાને ગરમીના કારણે પોતે છત પર સૂતો હતો, અને પોતાનો મોબાઈલ બાજુમાં રાખ્યો હતો. જે નિંદ્રાધીન અવસ્થામાં હતો, દરમિયાન કોઈ તસ્કરો તેનો રૂપિયા ૯,૯૫૦ ની કિંમત નો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

જામનગર માં ”રીકવરી એજન્ટો” ની દાદાગીરીનો વિડીયો થયો વાયરલ

0

જામનગરમાં ખાનગી ફાઈનાન્સ પેઢીની રિકવરી ટિમ ના સભ્યોનો આતંક

  • લોન ના હપ્તા ભરવા બાબતે તકરાર કરી લોન ધારક પર લાઠીઓ વિંજી: મામલો પોલીસ મથકમાં લઈ જવાયો

  • સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડીયામાં થયો ખૂબજ વાયરલ

દેશ દેવી  ન્યુઝ જામનગર  તા ૨૨ મે ૨૪, જામનગરમાં ખાનગી ફાઈનાન્સ કંપનીના રિકવરી ટિમ ના સભ્યો દ્વારા રિકવરીના મુદ્દે ભારે હંગામો મચાવી જાહેરમાં આતંક મચાવ્યો હતો, અને લોન ના હપ્તા ભરવાના મામલે લાલવાડી ચોકડી પાસે હંગામા મચાવી લોનધારકો પર લાઠીઓ વિઝવામાં આવતાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. જામનગરના લાલવાડી ચોકડી વિસ્તારમાં આજે સવારે ખાનગી પેઢીના રિકવરી ટિમ ના વ્યવસ્થાપકો લોન ના બાકી રોકાતા નાણાં ની રિકવરી માટે પહોંચ્યા હતા.

જ્યાં લોન ધારક સાથે પૈસા ભરવા બાબતે જાહેરમાં બઘડાટી બોલાવી હતી, અને લોનધારક પર લાકડાના ધોકા-લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી દેવાયો હતો. જે અંગેનો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો , અને સોશિયલ મીડિયામાં તે વિડીયો વાયરલ થયો છે. આખરે આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ રહી છે, અને લોન ધારક દ્વારા ફાઇનાન્સ ની પેઢીના રિકવરી ના કેટલા સભ્યો સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.