Wednesday, October 14, 2026
Home Blog Page 147

જામનગરમાં ૧૪૦૪ આવાસના મકાનો ખાલી કરાવવા જામ્યુકોની આખરી નોટીસ

0

જામનગરમાં અંધાશ્રમ પાસે આવેલા જર્જરીત ૧૪૦૪ આવાસના મકાનો ખાલી કરાવવા માટે મહાનગર પાલિકાના તંત્રની આખરી નોટિસ

  • અનેક ફ્લેટ ધારકોએ હજુ જગ્યા ખાલી કરી ન હોવાથી મહાનગર પાલિકા ના તંત્ર વાહકો સામે સ્થાનિક ટોળે વળ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ મે ૨૪, જામનગર ના અંધઆશ્રમ રેલવે ફાટક નજીક આવેલી આવાસ કોલોનીમાં ૧૪૦૪ ફ્લેટ ધારકો કે જે અતિ જર્જરિત બની ગયા હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાલી કરી દેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી.તેમ છતાં હજુ પણ કેટલાક ફ્લેટ ધારકો તેમાં વસવાટ કરે છે, અને જર્જરીત મકાનો ખાલી કર્યા નથી.દરમિયાન આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ટીપીએસ શાખા ની ટુકડી ઉપરોક્ત આવાસ ના સ્થળે પહોંચી હતી. જુદા જુદા સાત અધિકારીઓ હેઠળની અલગ અલગ ટીમો બનાવીને સામુહિક રીતે ફલેટ ખાલી કરવા માટેની અંતિમ નોટિસ આપવામાં આવી હતીઆ સમયે સ્થાનિકોએ તોળા સ્વરૂપે તંત્ર સામે એકત્ર થઈને વૈકલ્પિક વ્યવસ્થા બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. હાલ ફ્લેટ ધારકોને અન્ય સ્થળે રહેવા જવા માટેની કોઈ સગવડતાં ન હોવાનું જણાવ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા આગામી ચોમાસાની સિઝનને લઈને ભયજનક ઇમારત માં ગમે ત્યારે જાન માલ ની નુકસાની થાય તેવી ભીતિ રહેલી છે, તેમ દર્શાવી જગ્યા ખાલી કરી દેવા માટેની અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે. આ સમયે આવાસ કોલોનીમાં ભારે હલચલ મચી ગઈ હતી.

જામનગરમાં રાજપૂત યુવાનની પ્રેરણા દાયક જાહેરાત : ધોરણ ૭ થી ૯ સુધી ટ્યુશન ફ્રિ

0

જામનગર રાજપૂત યુવાનનું ઉમદા પગલું : લાડકવાઈ દિકરીબાના જન્મ દિવસ નિમિત્તે મફત શિક્ષણની જાહેરાત

  • વોર્ડ નં. 2 માં રહેતા તમામ જ્ઞાતિ ના બહેનો માટે મહિલા ટીચર દ્વારા સ્પોકન ઈંગ્લીશના કોર્ષ

  • ધો. ૭, ૮ અને ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે તમામ વિષયના ટ્યુશન કલાસીસના કોર્ષ વિનામૂલ્યે

  • તારીખ ૫ જૂન થી ૧૫ જુન વચ્ચે ઓફિસ કાર્યલય ખાતે સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી માં ફોર્મ મેળવી શકાશે

દેશ દેવી ન્યૂઝ તા.૩૧ મે ૨૪ જામનગર માં ગરીબ તથા મધ્યમ પરિવારના બાળકોને મફતમાં શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુંથી ઋષિ૨ાજસિંહ જાડેજા દ્વારા સરાહનીય પગલું લેવામાં આવ્યું છે. જે અભિનંદન ને પાત્ર છે. ખાસ કરીને જામનગર શહેરના વોર્ડ નંબર -૨ માં ઘણા બધા નાના વિદ્યાર્થીઓ ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે માતા-પિતા ને ઈંગ્લીશ ઓછું ફાવતું હોવાથી ઘરે શિક્ષણ આપવું મુશ્કિલ બને છે, પરંતુ જો બહેનો ને જ સ્પોકન ઈંગ્લીશ ના કોર્ષ કરાવી ને ઈંગ્લીશ શીખવવામાં આવે તો એમને રોજિંદા જીવનમાં પણ ઘણું ઉપયોગી બને તેમ છે. અને પોતાના બાળકો ને પણ ઘરે બેઠા ઈંગ્લીશ શીખવી શકે તથા ધોરણ -૭ , ૮ અને ૯ માં અભ્યાસ કરતા તમામ જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ – બહેનોને પણ વિનામૂલ્યે તમામ વિષયના ટ્યુશન ઉચ્ચતમ નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ મળી રહે તેવા ઉમદા વિચાર સાથે જામનગર માં  વિનામુલ્યે ટ્યશન ક્લાસની સેવા ચાલુ જવા જઈ રહી છે. જેનો વધુમાં વધુ લોકો લાભ લેવા અનુરોધ કરાયો છે.

વધુમાં ઋષિ૨ાજસિંહ જાડેજા જણાવ્યું હતું કે આ અમારા વોર્ડ નંબર – ૨ ના તમામ જ્ઞાતિના બહેનો અને વિધાર્થીઓ માટે ફ્રી શિક્ષણ આપવાનો એક નાનકડો પ્રયાસ છે. જેમા ખાસ કરીને બહેનો માટે અલગ બેંચ કલાસીસ તથા મહિલા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે જે બહેનો તથા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો જોડાવા ઇચ્છતા હોય તેઓ અમારી ઓફીસ ખાતે થી ફોર્મ લઈને ભરવાનું રહેશે, વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ સ્વીકારવાના હોય, જેથી રામેશ્વરનગર, સરદાર ભવન, જૈનમ કલાસીસની નીચે આવેલ ઓફીસ કાર્યલય ખાતે થી ફોર્મ લઈ જવા અનુરોધ કરાયો હતો.

જામનગરમાં ખોવાઈ ગયેલા મોબાઈ ફોનને શોધી કાઢતી પોલીસ

0

જામનગર માં ખોવાઈ ગયેલા મોબાઈ ફોન ને શોધી કાઢતું પોલીસ નું કમાન્ડ એન્ડ કંંટ્રોલ સેન્ટર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૦, મે ૨૪ જામનગરના એક આસામીનો મોબાઈલ જનતાફાટક પાસે ખિસ્સા માંથી પડી જતા ખોવાઈ ગયો હતો. રૂ. અડધા લાખની કિંમતનો આ ફોન શોધી આપવામાં પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સફળતા પ્રાપ્ત થઈ હતી.અને ફોન તેના મૂળ માલિક ને સુપરત કરવામાં આવ્યો છે.

જામનગરમાં આવેલા સુખમની પારસી અગિયારી પાછળ ટાઉન હોલ વિસ્તાર પાસે રહેતા યશોધન કનૈયાલાલ ભાટીયા જનતા ફાટક પાસે પોતાની ગાડી પરથી ઉતરતા હતા. તે વેળાએ તેમનો રૂ. ૫૦ હજાર ની કિંમત નો મોબાઈલ પડી ગયો હતો.

આ બાબતની તેઓએ પોલીસને જાણ કર્યા પછી ડીવાયએસપી વી.કે. પંડયાના માર્ગદર્શન હેઠળ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ પી.પી. જાડેજા તથા સ્ટાફના રાધેશ્યામ અગ્રાવત, પારૂલબેન, દિવ્યા બેન, મિતલબેન, રીનાબા, રેખાબેન વગેરેએ જુદા જુદા સીસીટીવી કેમેરા ચકાસ્યા પછી તે મોબાઈલ એક રિક્ષાચાલકે ઉપાડ્યો હોવાનું શોધી કાઢ્યું હતું. તે પછી રિક્ષાચાલકની શોધ કરાતા તેનો પત્તો લાગ્યો હતો અને યશોધનભાઈને મોબાઈલ પરત અપાવવામાં પોલીસને સફળતા મળી હતી.

જામનગરમાં જમાઈ એ સાસુ અને મામાજીને ઢીંબી નાખ્યા

0

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં જમાઈ જમ બન્યો: સાસુ અને મામાજી પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

  • ક્રિશ્ચન યુવતિ સાથે પ્રેમ લગ્ન કર્યા પછી યુવતીએ છૂટાછેડા માટેનો કેસ કરતાં યુવતીના માતા તથા મામાને મારકુટ કરાઈ

  • હુમલો કરનાર જમાઈ અને તેના એક સાગરીત સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૩૦ મે ૨૪ જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી શિક્ષિકા ક્રીસ્ચન મહિલાએ પોતાના ઉપર હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે તેમજ પોતાના ભાઈને પણ માર મારવા અંગે પોતાના જમાઈ અને તેના એક સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે. પ્રેમ લગ્ન કરનાર ફરિયાદીની પુત્રી એ છૂટાછેડા આપવા માટેનો કેસ કરતાં આરોપીએ ફરિયાદીના ઘરે આવીને હંગામો મચાવ્યો હતો. જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી રોક્શન રાઘવન પીલ્લે નામની ૫૫ વર્ષની ક્રિશ્ચિયન શિક્ષિકા મહિલાએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને માર મારી હાથમાં અને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે તેમ જ બચાવવા માટે આવેલા પોતાના ભાઈ ડેસ્ટ્રો ને પણ માર મારી ઇજાગ્રસ્ત કરી દેવા અંગે પોતાના જમાઈ કિશોરસિંહ જાડેજા અને તેના સાગરીત મિલન જાદવ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીએ રોકશન કે જેઓ જાતે ક્રિશ્ચિયન છે, તેની પુત્રી રીબેકા કે જે હાલ અમદાવાદમાં નોકરી કરે છે, પરંતુ તેણે આજથી છ મહિના પહેલાં આરોપી કિશોરસિંહ જાડેજા સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ બંને વચ્ચે મનદુઃખ થતાં થોડા દિવસો પહેલા રીબેકા માવતરે પરત આવી ગઈ હતી, અને તેણીએ છૂટાછેડા નો અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જે આરોપીને પસંદ ન હોવાથી ગઈકાલે પોતાના સાગરીત સાથે ફરિયાદી શિક્ષિકા મહિલાના ઘેર આવ્યો હતો, અને હંગામો મચાવી ફરિયાદી અને તેના ભાઈને મારકુટ કરી હતી.

જે મામલો સીટી સી. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો અને મહિલા પીએસઆઇ એમ. વી. દવે ક્રિશ્ચિયન મહિલાની ફરિયાદના આધારે આરોપી કિશોરસિંહ જાડેજા અને તેના સાગરીત મિલન જાદવ સામે આઇપીસી કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨, તેમજ જીપીએસ કલમ ૧૩૫-૧ હેઠળ ગુનો નોંધ્યો છે, અને બંને આરોપીઓની શોધ હાથ ધરી છે.

જામનગરમાં લાઇસન્સ વગર ધમધમતા હોટલ-રેસ્ટોરન્ટ સીલ

0

જામનગર શહેરમાં કોઈપણ પ્રકારની મંજૂરી કે લાયસન્સ વિના ધમધમતા હોટલ રેસ્ટોરન્ટ પર મહાનગર પાલિકાના તંત્રની તવાઈ

  • રણજીત સાગર રોડ પર મંજૂરી વિના ચાલતી બેઠક રેસ્ટોરન્ટ પર જામનગર મહાનગરપાલિકા ની ટીમે સિલ મારી દીધું

  • જામનગરમાં જુદી જુદી ૧૫ થી વધુ હોટલ રેસ્ટોરન્ટમાં લાઇસન્સ નો અભાવ હોવાથી તમામ સામે સીલીંગની કાર્યવાહી થી દોડધામ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ મે ૨૪, રાજકોટ ગેમ ઝોન ની દુર્ઘટના પછી રાજ્ય સરકાર એલર્ટ બની છે, અને તમામ ગેમ ઝોન, હોટલ રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળો પર ચકાસણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા પછી હોટલ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ વગેરેમાં ચકાસણી કરવામાં આવી રહી હતી. જે તપાસણી દરમિયાન ૧૫ જેટલી હોટલ રેસ્ટોરન્ટમાં જરૂરી લાયસન્સ ની પ્રક્રિયા નો અભાવ હોવાના કારણે આજથી મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ બન્યું છેઝ અને સીલીંગની પ્રક્રિયા હાથ ધરી છે જેથી હોટલ રેસ્ટોરંટ ના સંચાલકોમાં ભારે નાશભાગ થઈ છે.જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ની સૂચનાથી સીટી ઇજનેર ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારમાંટે બનાવેલી આઠ ટુકડીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને રણજીત સાગર રોડ પર આવેલી કેટલીક હોટલ રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના મંજૂરીના દસ્તાવેજો જોવા મળ્યા ન હતા, અને કોઈ પણ પ્રકાર ની લાયસન્સ ની પ્રક્રિયા કર્યા વગર રેસ્ટોરન્ટ ચાલતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેનો રિપોર્ટ મ્યુનિ. કમિશનર પાસે કરાયા પછી આજે સવારથી તમામ સામે સીલીંગની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાને એસ્ટેટ વિભાગના અધિકારી સુનિલ ભાનુશાલી તથા અન્ય વિભાગની ટીમ રણજીત સાગર રોડ પર આવેલા બેઠક રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. ત્યાં કોઈ પણ પ્રકારનું લાયસન્સ મેળવાયું ન હોવાનું ધ્યાનમાં આવતાં તાત્કાલિક અસરથી તે હોટલને સીલ કરી દેવામાં આવી હતી. તેથી તેમના સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. રણજીતસાગર રોડ તેમજ શહેરના અન્ય વિસ્તારમાં આવેલી ૧૫ જેટલી હોટલ રેસ્ટોરન્ટ, કે જેમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવ્યા ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને તે તમામ સ્થળે સીલિંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

રાજકોટ અગ્નકાંડનો રેલો ધ્રોલ પહોચ્યો : ગેમઝોન સીલ

0

રાજકોટ ગેમજોન દુર્ઘટના ના પડઘા ધ્રોલ સુધી પડ્યા : ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલના ગેમઝોન ને ફાયર ઓફિસર દ્વારા સીલ કરાવાયું

  • ફાયર એન.ઓ.સી. સહિતની લાયસન્સ ની પ્રક્રિયા પૂર્ણ કરાઈ ન હોવાના કારણે ગેમઝોન પર ફાયર ઓફીસર દ્વારા સીલ લગાવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯, મે ૨૪ જામનગર શહેર અને જિલ્લામાં રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર તમામ પ્રકારના ગેમઝોન માં ચકાસણી થઈ રહી છે, જે દરમિયાન ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલના ગેમઝોનમાં લાયસન્સ ની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હોવાથી ફાયર શાખાના અધિકારી દ્વારા તેના પર સીલ મારવી દેવામાં આવ્યા છે.

રાજકોટ ગેમઝોન ની દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના તમામ ગેમઝોન માં ચકાસણી કરવા માટેના આદેશો અપાયા છે, તે આદેશ અનુસાર કાલાવડના ફાયર વિભાગના અધિકારી એમ.ડી. પરમાર, કે જે સમગ્ર જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનો હવાલો સંભાળે છે. તેઓ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, તે દરમિયાન જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલ ના ગેમઝોન માં તપાસણી કરવામાં આવી હતી.

જેના સંચાલક હર્ષદભાઈ પટેલ નું નિવેદન નોંધવામાં આવ્યું હતું, અને ફાયર વિભાગ સહિતની જુદી જુદી એનઓસી બાબતની તપાસણી કરતાં એનઓસીની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હોવાના કારણે ફાયર ઓફિસર એમ.ડી. પરમાર દ્વારા ગેમઝોન ને સિલ મારી દેવામાં આવ્યું છે, અને લાયસન્સ ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ગેમઝોનને શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે.

જામનગર બાલંભડી નદીમાં ડુબી જવાથી બે બાળકોના કરુણ મૃત્યુ

0

કાલાવડ નજીક બાલંભડી નદીમાં નાહવા પડેલા શ્રમિક પરિવારના બે બાળકોના ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજતા ભારે અરેરાટી

  • શ્રમિક યુવાને પોતાના જ આઠ વર્ષના પુત્ર અને છ વર્ષની પુત્રીના મૃતદેહ ને નદીમાંથી બહાર કાઢતાં ભારે ગમગીની છવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ મે ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ નજીક આવેલી બાલંભડી નદીમાં શ્રમિક પરિવારના બે બાળકો નાહવા પડ્યા હતા, અને ડૂબી જવાથી બંનેના કરુણ મૃત્યુ નીપજયા છે. ગુમ થયેલા બંને બાળકોને શ્રમિક યુવાને જાતે નદીમાંથી શોધ્યા હતા, અને આઠ વર્ષના પુત્ર અને છ વર્ષની પુત્રીના મૃતદેહ ને જાતે જ બહાર કાઢતાં ભારે ગમગીની છવાઈ હતી, અને ક્રમિક પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ ગોધરાના વતની સુનિલભાઈ આદિવાસી કે જેઓ પોતાના પરિવાર સાથે જામનગર જિલ્લાના કાલાવડ નજીક બાલંભડી નદીની બાજુમાં રહે છે, અને નજીકના જ ખેતરમાં મજૂરી કામ કરે છે. જેઓને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર ચિરાગ અને છ વર્ષની પુત્રી શ્વેતા કે જે બંને ઘર પાસે રમતા હતા, અને પતિ પત્ની ખેતરમાં મજૂરી કામ કરી રહ્યા હતા.

દરમિયાન બપોરે બારેક વાગ્યાના અરસામાં બંને બાળકો ગરમીના કારણે મુક્તિ મેળવવા માટે નદીમાં નાહવા માટે પડ્યા હતા, અને પોતાના કપડા નદી કાંઠે રાખ્યા હતા. બપોરના એકાદ વાગ્યાના અરસામાં સુનિલભાઈ અને તેના પત્ની ભોજન માટે પરત ફરતાં તેઓના સંતાનો જોવા મળ્યા ન હતા. જેથી આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં નદીના કાંઠે બંનેના કપડાં રાખેલા જોવા મળ્યા હતા. જેથી સુનિલભાઈ નદીના પાણીમાં કૂદી પડ્યા હતા, અને પાણીમાં તપાસ કરતા તેના બંને સંતાનો ચિરાગ (૮ વર્ષ) અને શ્વેતા (છ વર્ષ) મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી ભારે ગમગીની ભર્યું વાતાવરણ બન્યું હતું.

પિતા સુનિલભાઈએ ભારે હૈયે પોતાના બંને સંતાનોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. આ સમયે ૧૦૮ ની ટીમ અને કાલાવડ પોલીસ ટુકડી પણ બનાવના સ્થળે આવી પહોંચી હતી. દરમિયાન કાલાવડના પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સિંહ જાડેજા એ બંને બાળકોના મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો, અને કાલાવડની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યા પછી બાળકોના મૃતદેહો તેના પિતા સુનિલભાઈ ને સોંપી દીધા હતા. આ બનાવને લઈને શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

જામનગર નવાગામ ઘેડમાં છરીના ‘ધા’ ઝીંકી ક્ષત્રિય યુવાનની હત્યાથી સનસનાટી

0

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર સંચાલક વેપારી ક્ષત્રિય યુવાનની હત્યા ની ઘટનાથી સનસનાટી

  • ઉધાર માલ સામાન લઈ ગયેલા પાડોશી શખ્સ પાસેથી પૈસાની માંગણી કરાતાં ઉશ્કેરાઈ જઈ છરી ના ઘા ઝીંકી દીધા

  • આરોપી : – જયદીપસીહ ઉર્ફે મુંગો કેશુભા વાળા રહે. નવાગામ ઘેડ, ગોપાલ ચોક, રાઠોડ ફળી, જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ મે ૨૪, જામનાગરમાં નવાગામ ઘેડ નજીક ગોપાલચોક- રાઠોડ ફળી વિસ્તારમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા એક ક્ષત્રિય યુવાન પર ઉધાર માલ ના પૈસાની ઉઘરાણીના મામલે પાડોશી શખ્સે ઉશકેરાઈજઈ છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવાઈ છે. જે મામલે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધી ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ બનાવને લઈને નવાગામ ઘેડ વિસ્તારમાં તંગદિલી ભર્યું વાતાવરણ બની ગયું હતું. જામનગર પંથકમાં સનસનાટી મચાવતી આ ઘટનાની વિગત એવી છે કે શહેરના નવાગામ ઘેડ, ગોપાલ ચોક, રાઠોડ ફળી, માં રહેતા અને શ્રીજી પ્રોવીઝન સ્ટોર નામની દુકાન ચલાવતા સહદેવસિંહ કેશુભા રાઠોડ નામના યુવાન, કે જેઓ પ્રોવિઝન સ્ટોર થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.આ દરમિયાન નવાગામ ધેડમાં ગોપાલ ચોક નજીક રાઠોડ ફળીમાંજ રહેતો આરોપી જયદીપસીહ ઉર્ફે મુંગો કેશુભા વાળા નામનો શખ્સ દુકાનેથી ઉધાર માલ લઈ ગયો હતો.બાદમાં આરોપી જયદીપસીહ ઉર્ફે મંગો કેશુભા વાળાએ રૂપિયા ન આપતાં વેપારી સહદેવસિંહ કેશુભા રાઠોડે તેના બાકી રહેલા પૈસાની ઉઘરાણી કરી હતી.આ બાબત નું મનદુઃખ રાખીને આરોપી જયદીપસીહ વાળા એ ઉશ્કેરાઈ જઈ સહદેવસિંહ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં એક જીવલેણ ઘા છાતીની ડાબી તરફ પડખામાં ઝીંકી દીધો હતો. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી હતી. ત્યારબાદ સ્થાનિકો દ્વારા હુમલામાં ઘવાયેલા ક્ષત્રિય યુવાનને ૧૦૮ નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,.જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઈજા થઈ હોવાથી સહદેવસીહનુ મૃત્યુ નીપજ્યું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને સમગ્ર પરીવારજનોમાં શોક મગ્ન વાતાવરણ બની ગયું હતું.આ ઘટનાની જાણ થતાં સિટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમ જ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતોઝ અને નવાગામ ઘેડ વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.આવબનાવ અંગે મૃતકના સબંધી કિશોરસિંહ નવલસિંહ રાઠોડે હૂમલાખોર જયદીપસીહ ઉર્ફે મુંગો કેશુભા વાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા અંગે ની કલમ ૩૦૨ તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ પ્રકરણની સીટી બી. ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એન.એ.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે, અને આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામ્યુકોની એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાને હવે ફક્ત ૩ દિવસ બાકી રહયા

0

જામનગર મહાનગપાલિકા ની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના ને હવે ફક્ત ૩ દિવસ બાકી રહયા

  • ૪૩૪૩૩ આસામીઓ એ યોજનાનો લાભ લીધો: મનપા ને રૂ.૨૯.૩૩ કરોડ ની આવક મળી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ર૮ મે ૨૪ જામનગર મહાનગરપાકિાની રિબેટ યોજનાને હવે ફક્ત ૩ દિવસ બાકી રહ્યા છે, ત્યારે બાકી આસામીઓ આ યોજનાનો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૪૩,૪૩૩ લોકોએ રૂ. ર૯ કરોડ ૩૩ લાખની રકમ ભરપાઈ કરી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા મિલકતવેરા/ પાણી ચાર્જમાં ૧૦ થી રપ ટકા સુધીનું રિબેટ આપવાની યોજના અમલમાં છે. જેની મુદ્ત તા. ૩૧ મે ર૦ર૪ ના પૂર્ણ થઈ રહી છે. તા. ૧૬-૪-ર૦ર૪ થી ગઈકાલ સુધીમાં જામનગરમાં ૪૩,૪૩૩ લોકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે અને તેનાથી મહાનગરપાલિકાને રૂ. ર૯.૩૩ કરોડની આવક મળી છે, અને રૂ. ૩.ર૧ કરોડનું રિબેટ આપવામાં આવ્યું છે.

હવે આ યોજનાને પૂર્ણ થવામાં છેલ્લા ૩ દિવસ બાકી છે. આથી આસામીઓએ સત્વરે પોતાની મિલકતનો વેરો ભરપાઈ કરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વર્ષ ર૦૦૬ પહેલાની રેન્ટ બેઈઝ મુજબ મિલકત વેરા અને પાણી ચાર્જમાં ૧૦૦ ટકા વ્યાજ માફી અને વર્ષ ર૦૦૬ પછી કારપેટ બેઈઝ આધારીત મિલકતવેરા-પાણી ચાર્જ માં પ૦ ટકા વ્યાજ માફ યોજના હાલ અમલમાં છે. આ યોજના નો પણ લાભ લેવા આસી. કમિશનર (ટેક્ષ) જીગ્નેશ નિર્મળએ અનુરોધ કર્યો છે.

જામનગર નાગનાથગેટ પાસે ખવાસ યુવાન પર હુમલા પ્રકરણમાં પાંચ સામે ગુનો નોંધાયો

0

જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં એક યુવાનના હાથ પગ ભાંગી નાખનાર પાંચ હુમલાખોરો સામે ગુનો નોંધાયો

  • (૧) રાજેશ પ્રેમજીભાઈ બારૈયા (૨) દેવેન પ્રેમજીભાઈ બારૈયા (૩) કપિલ બારૈયા (૪) ધમો કોળી (પ) ટીનાભાઇ મિસ્ત્રી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮, જામનગરમાં અંબાજીના ચોક વિસ્તારમાં રહેતા એક યુવાન પર સોમવારે રાત્રે હુમલો કરાયો હતો, અને તેના હાથ પગ ભાંગી નાખી ફેક્ચર કરાયા હતા. જે હુમલા ના બનાવો અંગે પોલીસે પાંચ હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે.

જામનગરમાં નાગનાથ ગેઇટ નજીક અંબાજીના ચોક વિસ્તારમાં રહેતા કપિલ નરેન્દ્ર ભાઈ સોઢા નામના ૩૯ વર્ષના યુવાને પોતાના હાથ પગ માં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે રાજેશ પ્રેમજીભાઈ બારૈયા, દેવેન પ્રેમજીભાઈ બારૈયા, કપિલ બારૈયા, ધમો કોળી, અને ટીનાભાઇ મિસ્ત્રી વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

જે પાંચે આરોપીઓ સામે પોલીસે આઇપીસી કલમ ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪,૫૦૬-૨ તેમજ જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે.ફરિયાદી યુવાનને આજથી ચાર વર્ષ પહેલાં આરોપી રાજેશ ની પત્ની સાથે સંબંધો હતા, જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.