Wednesday, October 14, 2026
Home Blog Page 145

જામનગરના ચર્ચાસ્પદ કેસમાં 2 વર્ષની કેંદ અને 52 લાખનો દંડ ફટકારતી કોર્ટ

0

“વેંચાણ કરાર કરી ૨૬ લાખ જેવી રકમ સુથી પેટે લઈ અને ત્રાહીત પક્ષને જગ્યા વેંચી મારી” 

  • બાદમાં સમાધાન માટે આપેલ ચેક રીર્ટન થતાં ફરીયાદી એ અદાલતના દ્વાર ખખડાવ્યા

  • વિદ્ધાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની ધારદાર દલીલને ધ્યાને લઈ આરોપીને બે વર્ષની કેંદ અને બમણી રકમનો દંડ ફટકાર્યો

દેશ દેવી ન્યૂઝ તા. ૧૧ જૂન ૨૪ જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કાનાછીકારી ગામ ખાતે વસવાટ કરતા છત્રગીરી કલ્યાણગીરી ગૌસ્વામીએ આરોપી પ્રતાપભાઈ દુદાભાઈ ગોરાણીયા પાસેથી સને ૨૦૧૭ ના અરસામાં તેમની માલીકીની જગ્યાના પ્લોટો ખરીદ કર્યોં હતો તેમા આરોપી એ  “વેંચાણ કરાર કરી ૨૬ લાખ જેવી રકમ સુથી પેટે લઈ અને ત્રાહીત પક્ષને જગ્યા વેંચાણ કર્યા બાદ સમાધાન માટે આપેલ ચેક રીટર્ન થતાં આરોપીને ર વર્ષની કેદ અને ફરીયાદીને ચેકની રકમથી બમણી કરમ બાવન લાખ ચુકવવાનો હુકમ કરતી નામ.અદાલત ફટકારતા ચકચાર જાગી છે.

આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કાનાછીકારી ગામ ખાતે વસવાટ કરતા છત્રગીરી કલ્યાણગીરી ગૌસ્વામીએ આરોપી પ્રતાપભાઈ દુદાભાઈ ગોરાણીયા પાસેથી સને ૨૦૧૭ ના અરસામાં તેમની માલીકીની જગ્યાના પ્લોટો ખરીદ કરેલ, મજકુર મિલ્કતનો ફરીયાદી અને આરોપી બંન્ને વચ્ચે વેંચાણ કરાર કરવામાં આવેલ અને ૪ માસની અંદર વેંચાણ દસ્તાવેજ કરવાની શરત રાખવામાં આવેલ હતી

પરંતુ કરારની મુદત પુર્ણ થઈ ગયા બાદ પણ આરોપી કોઈ જવાબ આપતા ન હોય, અને સમય પસાર કરતા હોય આમ, ૪ વર્ષ જેટલો સમય વિતી ગયેલ હોય, આ દરમ્યાન આરોપી પ્રતાપભાઈ દુદાભાઈ ગોરાણીયાએ આ મિલ્કત અન્ય ત્રાહીત વ્યક્તિને બારોબાર વેંચાણ કરી નાખેલ આથી ફરીયાદી સાથે આ અંગે સમાધાન કરીને આરોપીએ વેંચાણ કરાર સમયે ચુકવેલ ૨કમ રૂા.૨૬,૨૯,૪૦૦/- પરત કરવા માટે તેમના ખાતાનો નવાનગર કો-ઓ. બેંક, ખોડીયાર કોલોની , જામનગરનો ચેક આપેલ, ચેક ફરીયાદીએ તેમના ખાતમાં જમાં કરાવતા જે ચેક અપુરતા ભંડોળના કારણથી પરત ફરેલ અને ફરીયાદીને તેમની કાયદેસરની લેણી રકમ ન મળતા, ફરીયાદીએ નામ.અદાલતમાં આરોપી સામે ધી-નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફરીયાદ દાખલ કરેલ,

જે ફરીયાદ દાખલ થતાં આરોપી હાજર થયેલ અને ફરીયાદી અને સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવેલ, ત્યારબાદ આરોપી પક્ષે તેવી દલીલો કરવામાં આવેલ કે, હિમાંશુભાઈ ગોસ્વામી ફરીયાદીના જ્ઞાતીના હોય અને તેઓ ઈલેક્ટ્રીશયનનું કામકાજ કરતા હોય, અને આરોપીના ફલેટનું તમામ કામ હીમાશુભાઈ ગોસ્વામીએ રાખેલ હોય અને આરોપી પાસેથી હિમાંશુભાઈ ગોસ્વામી ૩૦ લાખની રકમ માંગતા હોય, અને ફરીયાદી હીમાંશુભાઈ પાસેથી પૈસા માંગતા હોય, જેથી હીમાંશુભાઈનો હવાલો લઈ અને ચેક આરોપી પાસેથી મેળવી લીધેલ અને આરોપી પાસેથી જે વેંચાણ કરાર કરાવેલ છે તે ઉભો કરેલ છે અને ત્યારબાદ આ ખોટા કરાર ઉભા કરી અને પોલીસ સ્ટેશનમાં ખોટી અરજીઓ કરી અને પોલીસ મારફત દબાણ લાવી અને પોલીસ સ્ટેશનમાં સમાધાન કરેલ અને પોલીસ સ્ટેશનમાં જ ચેક હાલનો લઈ લીધેલ છે, તેથી આ ફરીયાદ ખોટી લાવેલ છે, તેવી દલીલો કરવામાં આવેલ,

આ અંગે ફરીયાદી ધ્વારા દલીલ કરાયેલ કે, આ પ્રકારે માત્ર મૌખીક બચાવ લેવાથી જ ડીફેન્સ પુરવાર થતો હોય, તો તમામ કેશો ખોટા જ સાબીત થાય, એટલા માટે જ નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે, આરોપી જે બચાવ કરે છે, તે તેના પ્રબળ પુરાવો આપી અને રજુ કરવો જોઈએ, આ કેશમાં આવો કોઈ જ પુરાવો રજુ થતો નથી માત્ર ઉ.તપાસમાં બે ત્રણ સવાલ કરી અને તે સાબીત માની શકાય નહી, તેની સામે આ કેશમાં ફરીયાદી ધ્વારા વેંચાણ કરાર રજુ કરવામાં આવેલ છે અને સમાધાનનું લખાણ પણ રજુ થયેલ છે, અને તેમાં આરોપીની સહી છે તે સહી તેઓ નકારતા નથી, જેથી આ સમાધાનનું લખાણ સત્ય છે તેવું ગર્ભીત રીતે સ્વીકાર કરે છે, જે સંજોગો ધ્યાને લઈ અને આ કામે આરોપી સામેનો કેશ પુરવા થાય છે અને સમાધાનનું લખાણ મુજબ જ ચેક આપેલ છે અને તે ચેક કાયદેસરના લેણા માટે જ આપેલ હોવાનું પુરવાર થાય છે, તે તમામ સંજોગો ધ્યાને લઈ અને આ કામના આરોપીએ વિશ્વાસધાત અને છેતરપીડી પણ કરેલ છે, તેથી સખત કેદની સજા થવી જરૂરી છે, તેથી સમાજમાં આ પ્રકારની ઠગાઈ કરતા ઈસમો સામે એક દાખલો બેસે અને આ પ્રકારે કોઈ સાથે વિશ્વાસધાત ન કરે, આમ, ફરીયાદ પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપીને ૨ વર્ષની કાયદામાં જણાવેલ પુરેપુરી સજા અને ચેકની રકમથી બમણી રકમ રૂા.૫૨,૫૮,૮૦૦/-નો દંડ કરેલ અને રૂા.૨૬,૨૯,૪૦૦/- ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ,

આ કેશમાં ફરીયાદી છત્રગીરી કલ્યાણગીરી ગૌસ્વામી તરફે વિદ્ધાન યુવા ધારાશાસ્ત્રી રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય.જાની, હરદેવસીહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેશ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગર જિલ્લાનાં વૈશાલીબેન નંદાણીયા મહિલા પોલીસકર્મીએ સર કર્યા ‘શિખર’

0

જામનગર જિલ્લાના લાલપુર પોલીસ મથકનાં મહિલા પોલીસકર્મીએ સર કર્યા ‘શિખર’

  • કાશ્મીર અને પ. બંગાળમાં પર્વતારોહણનાં અભ્યાસક્રમમાં ઉતીર્ણ થનાર રાજ્યનાં એકમાત્ર મહિલા પર્વતારોહક વૈશાલીબેન નંદાણીયાનું સન્માન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જૂન ૨૪  જામનગર જિલ્લાનાં લાલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વૈશાલીબેન નંદાણીયાએ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પર્વતારોહણની એકમાત્ર સંસ્થા સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા જમ્મુકાશ્મીરનાં પહેલગામની જવાહર ઇન્સ્ટીટ્યૂટ ઓફ માઉન્ટેનીયરીંગ તથા પ.બંગાળનાં દાર્જીલીંગનાં હિમાલય માઉન્ટેનીયરીંગ ઇન્સ્ટીટ્યૂટ બંનેમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ કોર્ષમાં શારીરીક કસોટી તથા ઇન્ટર્વ્યૂમાં એ. પ્લસ ગુણાંક મેળવી ગુજરાતમાંથી એકમાત્ર મહિલા પર્વતારોહી તરીકે પસંદગી પામેલ છે.
જે બદલ જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તેઓને જિલ્લા પોલીસ વતી અભિનંદન પાઠવી સન્માનીત કરવામાં આવ્યા હતા.જે જામનગર પોલીસ માટે અતિ ગૌરવ ની બાબત છે.

જામજોધપુરના શેઠવડાળામાં ખેલાયો ખૂની ખેલ : એક મહિલા સહિત ૬ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું

0

જામજોધપુર તાલુકાના શેઠ વડાળામાં બાળકોની તકરાર બાદ બે પાડોશીઓ વચ્ચેના ઝગડામાં એક યુવાનની હત્યા

  • એક મહિલા સહીતના ૬ પાડોશીઓ દ્વારા યુવાન પર હુમલો કરી હત્યા નિપજાવાઈ : અન્ય બે ભાઈઓને પણ ઇજા

  • (૧) પ્રકાશભાઇ બાબુભાઇ મકવાણા (૨) બાબુભાઇ બચુભાઇ મકવાણા (૩) કાનજીભાઇ બચુભાઇ મકવાણા (૪) રણછોડભાઇ બચુભાઇ મકવાણા (૫) દયાબેન બાબુભાઇ બચુભાઇ મકવાણા (૬) રવિભાઇ બાબુભાઇ મકવાણા રહે. બધા જમાઇપરા સોસાયટી, શેઠવડાળા ગામ તા.જામજોધપુર જી.જામનગર.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જૂન ૨ ૪ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં બે પાડોશીઓ વચ્ચે બાળકો અંગેની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા પછી એક યુવાનની હત્યા નિપજાવાઈ હતી, જ્યારે તેના અન્ય બે ભાઈઓ પર હુમલો કરાયો છે. પાડોશમાં રહેતા એક મહિલા સહિતના છ આરોપીઓ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામ નામના ૪૫ વર્ષના યુવાન પર બાળકો અંગેની તકરારમાં તેના પાડોશમાં જ રહેતા પ્રકાશ બાબુભાઈ મકવાણા, બાબુભાઈ બચુભાઈ મકવાણા, કાનજીભાઈ બચુભાઈ મકવાણા, રણછોડભાઈ બચુભાઈ મકવાણા, દયાબેન બાબુભાઈ મકવાણા અને રવિભાઈ બાબુભાઈ મકવાણા વગેરે દ્વારા લાકડી- ધોકા વડે જીવલેણ હુમલો કરાયો હતો, જેના કારણે લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામજોધપુર ની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેણે દમ તોડી દીધો હોવાથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.

આ ઉપરાંત રમેશભાઈ ના અન્ય બે ભાઈઓ શૈલેષભાઈ તથા પ્રકાશભાઈ ને પણ માર મારવામાં આવ્યો હોવાથી તે બંનેને જામજોધપુર ની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. શેઠ વડાળા ગામમાં બે પાડોશીઓના બાળકો ઝઘડયા હતા, જેના ઝઘડામાં બાળકોના વાલીઓ એકત્ર થઈ ગયા હતા, અને બાળકો બાદ મોટેરાઓ વચ્ચે ઝઘડો થઈ જતાં ધીંગાણું થયું હતું, અને પાડોશીના હુમલામાં રમેશભાઈ વિરમગામા ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા. જેનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશન નો સ્ટાફ બનાવના સ્થળે તેમ જ હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. મૃતક રમેશભાઈ ના ભાઈ શૈલેષ વિરમગામાની ફરિયાદના આધારે ઉપરોક્ત મહિલા સહિતના તમામ છ આરોપીઓ સામે હત્યા તેમજ રાયોટિંગ સહિતની આઇ.પી.સી. કલમ- ૩૦૨, ૩૨૪, ૩૨૩, ૧૧૪, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને શેઠ વડાળા ગામમાં પોલીસ વંદોબસ્ત ગોઠવી દીધો છે. આ બનાવને લઈને નાના એવા શેઠવડાળા ગામમાં ભારે ચકચાર જાગી છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

જામનગર ચેલા ચંગા રોડ પર ત્રિપલ અકસ્માત : યુવાનનો ભોગ લેવાયો

0

જામનગર નજીક ચેલા ચંગા રોડ પર ડમ્પર અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માત

  • એક યુવાનનું અંતરિયાળ મૃત્યુ જ્યારે અન્ય બે ને ઇજા: પંચકોષી બી. ડિવિઝન પોલીસ કાફલો દોડતો થયો

જામનગર તા ૧૦ જૂન ૨૪ જામનગર નજીક ચેલા ચંગા રોડ પર આજે સવારે એક ડમ્પર અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક યુવાનનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવાનો ઘાયલ થયા છે.આ બનાવની વિગત એવી છે કે પોરબંદર જિલ્લાના આદિત્યાણાના વતની અને હાલ જામનગર પંથકમાં આવીને રહેતા અરસીભાઇ હરભમભાઈ કેશવાલા (ઉંમર વર્ષ ૨૨) તેમજ તેની સાથેના અભય કેશવાલા (૨૨) તેમજ અરહાન મેર (ઉંમર વર્ષ ૨૧) કે જેઓ ત્રણેય

બાઈકમાં બેસીને આજે સવારે ચેલા ચંગાર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ત્રણેય યુવાનોને નાની મોટી ઈજા થઈ હતી, અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા, જે દરમિયાન અરશીભાઈ કેશવાલા નું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજયું છે. જ્યારે અન્ય બે યુવાનો સારવાર હેઠળ છે.

સમગ્ર બનાવની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ શૈલુભા જાડેજા ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર શહેર ભાજપ દ્વારા PM નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લેતાં ઉજવણી કરાઇ

0

જામનગર શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લેતાં શહેર ભાજપ કાર્યાલય ના દ્વારે ઉજવણી કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જુલાઈ ૨૪ જામનગર શહેર ભાજપ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી વડાપ્રધાન પદ માટેના શપથ લેતાં તેની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને શહેર ભાજપ કાર્યાલયના દ્વારે ભાજપ શહેર સંગઠનના અનેકોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાઝ અને ભારત માતાકી જય ઘોષ તેમજ આતશબાજીની સાથે ઉજવણી કરવામાં આવી હતી.દેશમાં એનડીએ ની સરકાર સત્તારૂઢ થઈ હતી, અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે અનેક દેશ-વિદેશી મહેમાનો અને રાજકીય તેમજ ભરતનાં શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ કર્યા હતા, જેની ઉજવણી શહેર ભાજપ કાર્યાલયના દ્વારે કરવામાં આવી હતી.ભારતીય જનતા પાર્ટીના ના દ્વારે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, શહેર ભાજપ શાસક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા, ગોવા શિપ યાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, પૂર્વ શહેર પ્રમુખ મુકેશભાઈ દાસાણી, તથા અન્ય કોર્પોરેટરો, શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો – કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, અને ભારતના માતાકી જય ઘોષના નારા સાથે તેમજ આતશબાજી સાથે ઉજવણી કરાઈ હતી.

જામજોધપુરના સીદસર ગામે લોખંડની પટ્ટીઓ ચોરી થયાની ફરીયાદ

0

જામજોધપુરના સીદસર ગામમાં ઉમિયા માતાજીના મંદિર નજીક રોડનું ડિવાઇડર બનાવવા માટેની ૨૯ નંગ લોખંડની પટ્ટીઓની ચોરી થયાની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ  જામનગર ૧૦ જૂન ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયા માતાજીના મંદિર નજીક સીસી રોડ નું ડીવાઇડર બનાવવા માટેની ૨૯ નંગ જેટલી લોખંડની પટ્ટીઓ રાખવામાં આવી હતી. જે લોખંડની પટ્ટી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.

જે ચોરીના બનાવ અંગે મંદિરમાં નોકરી કરતા રાકેશભાઈ કાંતિભાઈ પાડલીયાએ જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.પી. જાડેજાએ તપાસ શરૂ કરી છે.

જામનગર ભાજપ અગ્રણીઓ શપથ ગ્રહણ કાર્યક્રમમાં જોડાયા

0

જામનગર શહેર જિલ્લા ભાજપના અગ્રણીઓ દિલ્હીમાં ભારતના વડાપ્રધાનના ત્રીજી વખત શપથ ગ્રહણ કાર્યક્રમમાં જોડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જૂન ૨૪, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કે જેઓ ગઇકાલે દિલ્હીમાં રાષ્ટ્રીય પતિ ભવન ખાતે સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરીને દેશ ના વડાપ્રધાન બન્યા હતા, અને એનડીએ સરકાર ના સંચાલનમાં રાષ્ટ્રની ધૂરા સંભાળી હતી.

જેઓનો ગઈકાલે શપથવિધિ સમારોહ યોજાયો હતો, જે સમારોહમાં જામનગર શહેર- જિલ્લાના ભાજપના અગ્રણીઓ પણ જોડાયા હતા. જામનગર શહેર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેરના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપના અગ્રણી વિનોદભાઈ ભંડેરી વગેરે શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભ ના સાક્ષી બન્યા હતા.

જામનગર રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની ૪૮૫ મી જન્મ જયંતી ઉજવાઇ

0

જામનગર શહેરમાં હાલારના બન્ને જિલ્લાઓની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા મહારાણા પ્રતાપની ૪૮૫ મી જન્મ જયંતી ઉજવાઇ

  • બન્ને જિલ્લાના રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો દ્વારા બાઈક રેલી યોજાઇ: ટીઆરપી ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જૂન ૨૪, જામનગર શહેરમાં હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય શિરોમણી મહારાણા પ્રતાપની ૪૮૫ મી જન્મ જયંતીની વિશિષ્ટ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.જે ઉજવણીના ભાગરૂપે સૌ પ્રથમ પટેલ કોલોની શેરી નંબર ૧૨, ગાંધીનગર મેઇન રોડ પર આવેલી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી એથી શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં બાઈક સાથે અને ભગવાન ધ્વજ સાથે ઉપરાંત રજવાડી શાફા અને તલવાર સાથે સજજ બનીને રાજપૂત સમાજના ભાઈઓ તેમજ કેસરી સાડીમાં રાજપૂત સમાજના બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.જે શોભાયાત્રા નગર ભ્રમણ કરીને જિલ્લા પંચાયત સર્કલમાં આવેલી હિન્દૂ હૃદય સમ્રાટ મહારાણા પ્રતાપ ની પ્રતિમા પાસે પરિપૂર્ણ થઈ હતી. જ્યાં મહારાણા પ્રતાપ ની પ્રતિમાનું પૂજન કરાયા બાદ સાંજે મહારાણા પ્રતાપ ની પ્રતિમા પાસે રાજકોટ ટીઆરપી ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.રાજપૂત સમાજના ભાઈઓ બહેનો દ્વારા પોતાના મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરીને તમામ મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા.

જામનગરમાં અમરેલી ACB ના ધામા : પટાવાળાને છટકાની ગંધ આવી જતા પલાયન

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના મેડિકલ બોર્ડના એક પટાવાળાએ મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપવા માટે અઢી લાખ રૂપિયાની લાંચ માગી

  • અમરેલી એ.સી.બી. ટુકડીએ ગોઠવેલા લાંચના છટકા સમયે ગંધ આવી જતાં લાંચની રકમ પરત આપીને પટાવાળો ભાગી છૂટ્યો

  • જામનગર એસીબીની ટુકડી દ્વારા ભાગી છુટેલા પટાવાળાની શોધખોળ અમરેલી એસીબીએ ગુનો નોંધ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭, જામનગરની મેડીકલ બોર્ડ, ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર નાં એક ચોથા વર્ગ નાં કર્મચારી એ રૂ.૨૫ હજાર ની લાંચ ની રકમ સ્વીકારતા સમયે લાંચ રૂશ્વત વિરોધી શાખા એ છટકું ગોઠવ્યા ની ગંધ આવી જતાં લાંચ ની રકમ પરત આપી ને કર્મચારી ભાગી છૂટયો હતો. આ બનાવ અંગે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

એક સરકારી કર્મચારી ને બદલી માટે બીમારી નું સર્ટિફિકેટ જોઈતું હતું.તે માટે રૂપિયા અઢી લાખની લાંચ માગવામાં આવી હતી. જેમાં ૪૫,૦૦૦ રૂપિયા આપવાનું સેટલમેન્ટ થયું હતું અને ૨૦,૦૦૦ ની રકમ અગાઉ ચૂકવી દીધા બાદ આજે ૨૫,૦૦૦ ની રકમ આપવા સમયે લાંચ નું છટકું ગોઠવાયું હતું.

આ.બનાવ ની વિગત એવી છે કે આ કામના ફરીયાદી ને વર્ષ-૨૦૧૪ થી હદયરોગ ની બિમારી લાગુ પડી હતી. જેના કારણે ફરીયાદી એ તેમના વિભાગ મા વતનથી નજીક ના સ્થળે બદલી કરાવવા બાબતે બદલી રીપોર્ટ આપેલો, જે સબબ ફરીયાદીને તેમના વિભાગે હદયરોગની ખરાઇ કરાવવા માટે મેડીકલ બોર્ડ, ગુરૂ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ, જામનગર ખાતે તપાસણી અર્થે મોકલવામા આવ્યા હતા. જયાં આ કામના આરોપી એવા પટાવાળા અશોક ધીરુભાઈ પરમાર એ ફરીયાદી પાસે મેડીકલ તપાસણી બાદ તેમના વિભાગને ખરાઇ પ્રમાણપત્ર મોકલી આપવાના બદલામા રૂા.૨,૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હરી. જેમા રકઝકના અંતે રૂા.૪૫,૦૦૦ લાંચ ની રકમ આપવાનુ નકિક થયુ હતું. જે પૈકી રૂા.૨૦,૦૦૦ ની લાંચની રકમ ફરીયાદી એ આપી દિધી હતી. અને બાકી રહેતી લાંચની રકમ રૂા.૨૫,૦૦૦ ફરીયાદી આપવા માંગતા ન હોય, તેમણે અમરેલી એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરીયાદી ની ફરીયાદ આઘારે આજે બપોરે ૧૨:૪૫ કલાકે જી.જી.હોસ્પિટલ નાં મેડિકલ બોર્ડ વિભાગ મા લાંચ ના છટકાનુ આયોજન કરતાં લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી અશોક પરમાર ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી એ.સી.બી.ની ટ્રેપનો શક જતાં આ લાંચની રકમ ફરીયાદી ને પરત આપી નાશી ગયો હતો. જેને જામનગર એસીબી ની ટીમ શોધી રહી છે.

લાંચ નું આ છટકુ અમરેલી નાં ઇન્ચાર્જ પો.ઇન્સ આર. ડી. સગર એ ગોઠવ્યું હતું, અને તેની સાથે લાંચ રૂશ્વત વિરોધી શાખા બોટાદ નો સ્ટાફ જોડાયો હતો. અને સુપર વિઝન અધિકારી તરીકે જી. વી. પઢેરીયા ( ઇ.ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. ભાવનગર) રહયા હતા.

જામનગરમાં નેપાળી કુકનો રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત

0

જામનગર માં નેપાળી કુક નો રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૭ જૂન ૨૪ , જામનગરમાં રહેતા અને રસોયા તરીકે કામ કરતા નેપાળી યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

મૂળ નેપાળના અને હાલ જામનગરમાં સિદ્ધનાથ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને ઝીરો સાઈઝ હોટલમાં રસોયા તરીકે કામ કરતા ડમ્બર ગોપાલભાઈ સુનાર (ઉ.વ.૧૯)એ ગતરાત્રે પોતાના ઘરમાં લોખંડના પાઈપમાં નાયલોનનો પટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે વિરલ સીમરીયા એ પોલીસ માં જાણ કરતા એએસઆઈ ફિરોઝ દલએ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.