Wednesday, October 14, 2026
Home Blog Page 144

જામનગરમાં પત્નિને સળગાવી દેવાના પ્રકરણમાં પતિને જામીન મુક્ત કરતી અદાલત

0

પેટ્રોલ છાંટી આત્મહત્યાના કેસમાં પતિને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ

  • મૃતકનો પતિ ૯ વર્ષના લગ્નજીવન દરમિયાન અવાર-નવાર ત્રાસ ગુજારતો હોવાની કથીત ફરીયાદ પિતાએ નોંધવી હતી

  • પોતાની દિકરી હિરલને પેટ્રોલ છાટી આગ લગાડી દીધાનો કરાયો હતો આક્ષેપ

દેશ દેવી ન્યૂઝ ૧૬ જુલાઈ ૨૪ જામનગર માં ચર્ચાસ્પદ કેસમાં પ્રેમ લગ્ન કરનાર પરણીતા ને પતિએ પેટ્રોલ છાંટી સળગાવી દેવાના આત્મહત્યા પ્રકરણ કેસમાં વિદ્વાન ધારાશાસ્ત્રી જયેન્દ્રિસિંહ ઝાલાની ધારદાર દલીલ ધ્યાને લઈ પતિને સેશન્સ કોર્ટે  જામીન મુક્ત કર્યોં હતો

આ કેસની હકીકત એવી હતી કે ફરીયાદી બાબુભાઈ વરવાભાઈ ઝાપડા દ્વારા તા.૦૧ જૂન ૨૪ ના રોજ એવી ફરિયાદ નોંધાવેલ કે, પોતે પોતાના પરિવાર સાથે જોડિયા મુકામે પોતાના બે દીકરા અને એક દીકરી સાથે રહેતા હોય અને ફરિયાદીની મોટી દીકરી હિરલને આરોપી સંજયભાઈ જીવરાજભાઈ સરવૈયા સાથે ૨૦૧૫ માં પ્રેમ સંબંધ બંધાતા તેઓ ભાગી ગયેલ હોય અને ગામ પીઠડમાં રહેવા લાગેલ હોય જેથી ફરીયાદીએ પોતાની દીકરીના ઘરે આવવા-જવાના વ્યવહાર બંધ કરી દીધેલ હતા

ત્યાર બાદ ફરિયાદીને તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ જાણવા મળેલ હોય કે પોતાની દીકરી તા.૨૩/૦૫/૨૦૨૪ ના રોજ ચા બનાવતા દાજી જતા મરણ ગયેલ હોય જેથી ફરિયાદી તેમના ભાઈના દીકરા સાથે રાજકોટ હોસ્પિટલ ખાતે ગયેલ હોય અને મરણ જનારની લાસનું પી.એમ થઈ જતા મરણજનારની લાસ આરોપી સંજયભાઈ જીવરાજભાઈ સરવૈયાના પરિવારજનોને સોપી આપેલ હોય અને મરણ જનાર હિરલ દ્વારા પોલીસમાં પોતે ચા બનવા જતા ગેસની નળી લીકેજ હોય જેથી આગ લગતા દાજી ગયાનું જણાવેલ હોય પરંતુ ફરિયાદી પિતાને એવું જાણવા મળેલ હોય કે સંજયભાઈ જીવરાજભાઈ સરવૈયા દ્વારા લગ્નના ૯ વર્ષમાં આરોપીએ પત્ની સાથે અવાર-નવાર ઝગડો કરી, હેરાન પરેશાન કરી, દુઃખ ત્રાસ આપી પોતાની માથે પેટ્રોલ છાટી આગ લગાડી મરણ જતા દુષ્કરણ કરેલ હોય જે બાદ તેઓ એ પોતાના જમાઈ વિરદ્ધ પોતાની દિકરીને સળગાવીદીધી હોય તેવી  ફરિયાદ નોંધાવેલ હતી. જેથી પોલીસ તેના અનુસંધાને આરોપી વિરુદ્ધ IPC ની કલમ- ૩૦૬, મુજબનો ગુન્હો નોંધેલ, જેના અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ રજીસ્ટ્રર લીધેલ હોય હતી.

જેમાં આરોપી સંજયભાઈ જીવરાજભાઈ સરવૈયાને તેમના વકીલ જયેન્દ્રસિંહ એન. ઝાલા મારફતે નામદાર જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હોય, આરોપીના વકીલ ની લંબાણ પૂર્વક દલીલો થયેલ હોય જેમાં નામદાર સેશન્સ કોર્ટે દ્વારા શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો હતો

ઉપરોક્ત કેસ માં આરોપીઓ તરફે જામનગરના વિદ્વાન ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, વિશ્વાસ વાય, મહેતા , હરપાલસિંહ પી. ઝાલા, તથા સત્યજીતસિંહ પી. જાડેજા, કેયુર કે. અજુડિયા રોકાયેલા હતા.

જામનગર જી.જી હોસ્પિટલમાં હથીયાર ધારી ગાર્ડ મુકો : જુનીયર ડોક્ટર

0

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં હથિયાર ધારી સુરક્ષા ગાર્ડની નિમણૂક કરવા જુનીયર ડોકટરો ની માંગ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧પ જૂન ૨૪ , જામનગર ની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલ માં શસ્ત્રધારી સુરક્ષા કર્મચારી ની સેવા ઉપલબ્ધ કરવા માટે ની માંગણી સાથે મેડિકલ કોલેજ માં ડીન ને જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવાયું છે.

જુનિયર ડોકટર્સ એસો.ના ડો. કિશોર દધેથરીયા, વાઈસ પ્રેસીડેન્ટ ડો. કૃષ્ણા પટેલ અને ઉર્વિક પોકીયા સહિતનાઓ ની આગેવાનીમાં જેડીએ ના સભ્યો એ આવેદનપત્રમાં એવી રજુઆત કરી હતી કે તાજેતરમાં હોસ્પિટલની અંદર ટ્રોમા વોર્ડ પાસે એક યુવાનની હત્યા નિપજાવાઈ હતી. ખાસ કરીને ટ્રોમા સેન્ટર, આઈસીયુ, એસઆઈસીયુ, મેડિકલ ઈમરજન્સી વોર્ડ સહિતના કેટલાક ચોક્કસ વોર્ડમાં તબીબોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હથિયાર ધારી સુરક્ષા ગાર્ડ રાખવા જોઈએ જેથી આવા બનાવો બનતા અટકાવી શકાય.

જામનગરમાં કેનાલ પર ખડકાયેલ ‘તબેલા’ પર બુલડોઝર ફેરવાયું

0

જામનગરના અશોક સમ્રાટ નગર વિસ્તારમાં કેનાલ ઉપર ખડકી દેવાયેલા ગેરકાયદે તબેલા એસ્ટેટ શાખા એ દૂર કર્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જૂન ૨૪, જામનગરના અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતા સ્થાનિક આસામીઓ દ્વારા ત્યાંથી પસાર થતી જામનગર મહાનગરપાલિકાની કેનાલની ઉપર ગેરકાયદે ભેંસોના તબેલા ખડકી દેવાયા હતા, અને દબાણ કરવામાં આવ્યું હતું.

જે અંગેની માહિતી મળતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, સુનિલ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અને અનવર ગજણ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને જેસીબી ની મદદ થી અંદાજે ત્રણેક હજાર ચોરસ મીટર લંબાઈમાં ખડકી દેવાયેલા ભેંસોના તબેલા નું દબાણ દૂર કર્યું હતું, અને મહાનગર પાલિકાની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.

જામનગર રામેશ્વરનગરમાં ૧૭ વર્ષના તરૂણનો આપધાત

0

જામનગરના રામેશ્વર નગરમાં રહેતા ૧૭ વર્ષના તરુણનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જૂન ૨૪ જામનગર માં રામેશ્વર નગર નજીક માટેલ ચોકમાં રહેતા ૧૭ વર્ષીય તરુણે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના રામેશ્વર નગર માટેલ ચોકમાં રહેતા અને કડિયા કામની છૂટક મજૂરી કરતા ધ્રુવ વસંતભાઈ ચોટલીયા નામના ૧૭ વર્ષના તરુણે ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

જે બનાવ અંગે મૃતક ની માતા અનિતાબેન વસંતભાઈ ચોટલીયા એ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ આર.પી અસારી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના સણોસરા ગામે સગા ભાઈઓ વચ્ચે ધિગાણું : પાંચ ને ઇજા

0

લાલપુર તાલુકાના સણોસરા ગામમાં બે સગા ભાઇના પરિવારો વચ્ચે જમીનના પ્રશ્ન ધીંગાણું : પાંચ ને ઇજા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ જૂન ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના સણોસરા ગામમાં આહીર પરિવારના બે ભાઈઓ વચ્ચે જમીનના પ્રશ્ને ધીંગાણું થયું હતું, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાતાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ છે, અને તમામને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. લાલપુર નો પોલીસ કાફ્લો દોડતો થયો છે, અને સણોસરા ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતા આહિર જ્ઞાતિના ગાગલિયા પરિવારના બે ભાઈઓ વચ્ચે જમીનના પ્રશ્ને છેલ્લા કેટલાક સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. જે મામલે ગઈકાલે રાત્રે બંને ભાઈઓ ના પરિવારના સભ્યો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું, અને ધોકા પાઇપ જેવા હથિયારો વડે સામસામમાં હુમલા કરાયા હતા.

જે મારામારીના બનાવવા બંને પક્ષોની કુલ પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે, અને તમામને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલાના બનાવની જાણ થતાં લાલપુરના પીએસઆઇ. એ.સી. ગોહિલ અને તેમનો સ્ટાફ સણોસરા ગામે પહોંચી ગયો હતો, તેમજ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયો છે, અને તમામના નિવેદનો નોંધી ફરિયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સણોસરા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનના પરિવારનું અપહરણ કરી માર માર્યો

0

જામનગર નજીક નાઘેડીમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કર્યા પછી પ્રેમિકાના પરિવારજનોએ ઘરમાં ઘૂસી આવી હંગામો પહોંચાવ્યો

  • પ્રેમી યુવાન અને તેના માતા પિતા તથા ભાઈ પર હુમલો કરી દેતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

  • પ્રેમિકાના પિતા- ભાઈ- મામા સહિતના આરોપીઓ સામે મારકુટ હુમલા અને પ્રેમિકાના અપહરણ ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ જૂન ૨૪, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા એક યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો છે. પ્રેમિકાના પિતા ભાઈ મામા સહિતના આરોપીઓએ ઘરમાં ઘૂસી આવી હંગામા મચાવ્યો હતો, અને પ્રેમી યુવાન, તેના ભાઈ, અને માતા પિતા પર હુમલો કરી દેતાં ચારેયને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે પ્રેમિકા નું અપહરણ કરી જતાં જેમામલે પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નજીક નાઘેડીમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા હાર્દિક ભીખુભાઈ ધોકીયા નામના પ્રજાપતિ કુંભાર યુવાને તાજેતરમાં જ નાઘેડીમાં રહેતા હાજાભાઇ આલાભાઇ આંબલીયા ની પુત્રી રીનાબેન સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.

જે રીનાબેનના પરિવારોને મંજૂર ન હોવાથી ગઈકાલે રીનાબેન ના પિતા હાજાભાઇ આલાભાઇ આંબલીયા, તેમજ ભાઈ રાહુલ હાજાભાઈ આંબલીયા, અને રાહુલના મામા તથા અન્ય જ્યારથી પાંચ લોકોનું ટોળું કારમાં બેસીને પ્રજાપતિ યુવાનના ઘેર પહોંચ્યું હતું, અને ત્યાં હંગામો મચાવ્યો હતો.

રિણાબેનના પિતા હાજાભાઇ સહિતના લોકોએ ધોકા પાઇપ જેવા હથિયાર વડે પ્રેમી યુવાન હાર્દિક પર હુમલો કર્યો હતો. જેને છોડાવવા માટે વચ્ચે પડેલા હાર્દિકના પિતા ભીખુભાઈ, ઉપરાંત તેના માતા અને ભાઈ ઉપર પણ હુમલો કરી દેવાયો હતો. તેથી ચારેયને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉપરોક્ત તમામ આરોપીઓ કે જેઓએ રીનાબેન ને રૂમમાં બંધ કરીને રાખી હતી, તે રૂમનો દરવાજો તોડીને બળજબરીપૂર્વક અપહરણ કરી ગયા હતા.

તેથી તમામ આરોપીઓ સામે હાર્દિક ધોકિયા એ ફરિયાદ નોંધાવી છે. અને પંચ કોશી બી. ડિવિઝન પોલીસે તમામ આરોપી સામે આઇપીસી કલમ ૩૬૫,૪૨૭,૪૫૨,૩૨૩,૫૦૪,૫૦૬-૨,૩૪,૧૪૩,૧૪૭,૧૪૮ તેમજ જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં રાજપૂત યુવાનની તેના જ મિત્રોએ હત્યા કરી નાખી : 4 સામે FIR

0

જામનગર પંથકમાં સપ્તાહ દરમિયાન હત્યાની ત્રીજી ઘટનાથી ભારે ચકચાર: કાયદો વ્યવસ્થા સામે ઉઠતા સવાલો

  • શાંતિનગરમાં રહેતા એક યુવાન પર તેના જ મિત્ર એવા દારૂના ધંધાર્થી વગેરેએ ગુપ્તીના ઘા મારી હત્યા નિપજાવી

  • છોડાવવા માટે વચ્ચે પડેલા અન્ય મિત્રને પણ ઇજા:પોલીસે હુમલાખોર ચાર આરોપી સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો

  • મુખ્ય આરોપી દારૂનો ધંધો કરતો હોવાથી મરનાર પોલીસને બાતમી આપે છે તેવી શંકાના આધારે હત્યા નિપજાવી

  • આરોપી : – (૧) જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા રહે.શાંતિનગર શેરી નંબર-૦૬ (૨) ઉર્મિલ ઉર્ફે ઉમો દિનેશભાઇ રાઠોડ રહે.શાંતિનગર શેરી નંબર-૦૪ (3) પ્રણવદિપસિંહ ઉર્ફે પાંચો વાઘેલા રહે.શાંતિનગર શેરી નંબર-૦૬ (૪) અક્ષયરાજસિંહ પરમાર રહે.પુનિતનગર તથા તપાસમા ખુલે તે તમામ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ જૂન ૨૪ જામનગર પંથકમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઈ છે, અને કાયદો અને વ્યવસ્થા ના પ્રશ્ને સવાલો ઉઠી રહ્યા છે જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેના જ મિત્ર એવા દારૂના ધંધાર્થીએ પોલીસમાં બાતમી આપવાની શંકા વહેમ રાખીને સૌપ્રથમ લોખંડના સળિયા વડે હુમલો કર્યા પછી જી.જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુપ્તી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી છે. જે હત્યાના બનાવ અંગે પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં વચ્ચે બચાવવા પડેલો અન્ય એક મિત્ર પણ ઘાયલ થયો છે.

સમગ્ર હત્યાકાંડની વિગત એવી છે કે જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા (ઉંમર વર્ષ ૩૨) કે જેના ઉપર સૌપ્રથમ રાત્રિના બાર વાગ્યા ના સમયે શરૂ સેક્શન રોડ પર તેના જ મિત્ર અને દારૂના ધંધાર્થી જયપાલ સિંહ ચુડાસમા અને તેના ૩ સાગરીતોએ દારૂ અંગેની પોલીસમાં અમારી બાતમી કેમ આપે છે, તેમ કહી હુમલો કર્યો હતો.જેથી ધર્મેન્દ્રસિંહ ઝાલા ને માથાના ભાગે ઇજા થઈ હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો, અને પાડોશમાજ રહેતો તેનો મિત્ર સુખદેવસિંહ ઉદ્દેશિંહ જાડેજા કે જે સારવાર કરાવવા માટે સાથે જોડાયો હતો.

ત્યાં રાત્રિના ૧૨.૪૦ વાગ્યાના અરસામાં જી.જી. હોસ્પિટલમાં ધર્મેન્દ્રસિંહની સારવાર ચાલી રહી હતી, દરમિયાન હુમલાખોર જયપાલસિંહ ચુડાસમા પોતાના અન્ય ત્રણ સાગરીતો ઊર્મિલ રાઠોડ પ્રણવદેવસિંહ સહદેવસિંહ અને અક્ષયસિંહ પરમાર વગેરેને સાથે લઈને ગુપ્તી જેવા હથીયાર સાથે ધસી આવ્યો હતો, અને ધર્મેન્દ્રસિંહ પર ફરીથી હુમલો કરી દેતાં લોહી લૂહાણ થઈને ઢળી પડ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો.

આ મારામારીના બનાવ સમયે સુખદેવસિંહ જાડેજા છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો, જેમાં તેને પણ ગુપ્તી વડે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.મોડી રાત્રે આ ઘટનાની જાણ થતાં ક્ષત્રિય સમાજના લોકોના ટોળા જી.જી. હોસ્પિટલના દ્વારે એકઠા થઈ ગયા હતા, જયારે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, તેમજ સીટી – બી ડિવિઝનનો પોલીસ કાફ્લો તાબડતોબ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, અને યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે આ બનાવ અંગે ઇજાગ્રસ્ત સુખદેવસિંહ જાડેજા ની ફરિયાદ લેવામાં આવી હતી, અને જયપાલ સિંહ ચુડાસમા અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે પોલીસે હત્યા ની કલમ સહિત ઇ.પી.કો. કલમ-૩૦૨, ૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટની કલમ-૧૩૫ (૧) મુજબ અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ દ્વારા તમામ ની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરના વિકાસ ગૃહ માંથી ભેદી સંજોગોમાં લાપતા બનેલી બે સગીર બહેનો મળી આવી

0

જામનગરના વિકાસ ગૃહ માંથી ભેદી સંજોગોમાં લાપતા બનેલી બે સગીર બહેનો જામનગર માંથી મળી આવતાં હાશકારો

  • બંને બહેનોને એકલાપણું લાગતું હોવાથી વિકાસ ગૃહ માંથી નીકળી જામનગરમાં રહેતા તેના સગા ને ઘેર પહોંચી હતી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ જૂન ૨૪, જામનગર ના વિકાસ ગૃહમા રહીને અભ્યાસ કરતી બે સગીર વયની બહેનો ૧૦.૬.૨૦૨૪ રાતે એકાએક લાપત્તા બની જતાં વિકાસગૃહ ના સંચાલિકા દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગે ફરીયાદ નોંધાવી હતી, જેમાં પોલીસની તપાસ દરમિયાન બંને સગીર બહેનો જામનગરમાં રહેતા તેના કુટુંબીજનો ના ઘરેથી હેમખેમ મળી આવતાં હાશકારો અનુભવાયો છે અને બંનેને ફરીથી વિકાસ ગૃહમાં મોકલી અપાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ચિલ્ડ્રન ફોર ગર્લ્સ વિભાગમાં રહીને અભ્યાસ કરતી ૧૪ વર્ષ અને ૧૭ વર્ષની વયની બે સગીર બહેનો, ત્રણ દિવસ પહેલાં રાત્રી દરમિયાન વિકાસગૃહ માંથી ભેદી સંજોગોમાં લાપતા બની જતાં વિકાસ ગૃહમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વીટીબેન મુકેશભાઈ જાની એ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બન્ને સગીર બહેનો ના અપહરણ થઈ જવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદ ના અનુસંધાને પોલીસે તપાસ શરૂ કર્યા પછી બંને બહેનો જામનગર શહેરમાં જ રહેતા તેની ના સગા ના ઘરમાંથી મળી આવતાં વિક્સગૃહ ના સંચાલકો અને પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો, અને બંને બહેનોનો કબજો સંભાળી ફરીથી વિક્સગૃહમાં મોકલી આપી છે. બનાવના બે દિવસ પહેલા જ બંને સગીરાની માતા મળવા માટે આવ્યા હતા, અને બંને બહેનોને વિકાસ ગૃહમાં પરિવાર વિના એકલા પણું લાગતું હતું, જેથી ચાલ્યા ગયા હોવાની કબુલાત આપી હતી.

જામજોધપુરના બાલવા ગામે યુવાને પોલીસમાં અરજી કરી તો માર પડ્યો

0

જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં દલિત યુવાન પર છરી અને લોખંડના પાઇપ પડે હુમલો કરી હડઘૂત કરાયો

  • જૂની અદાવતનું મન દુઃખ કારણભૂત: બાલવા ગામના ચાર શખ્સો સામે એસ્ટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ જૂન ૨૪, જામજોધપુર તાલુકાના બાલવા ગામના યુવાન પર જુની અદાવતનું મન દુઃખ રાખીને ચાર શખ્સોએ છરી અને લોખંડ પડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયા ની તેમજ દલિત જ્ઞાતિના હોવાથી હડધૂત કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા ભાવેશ રાણાભાઇ ચુડાસમા નામના ૩૪ વર્ષના યુવાને પોતાના ઉપર છરી તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારીનાખવાની ધમકી આપવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે ઇમરાન ઉર્ફે ભૂરો હાજીભાઈ, શાહરુખ જુમાભાઈ, સુલતાન જુમાભાઈ, અને સદ્દામ જુમાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના ભાઈ દીપકભાઈએ આજથી ત્રણ વર્ષ પહેલાં ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી, ઉપરાંત તે ફરિયાદના અનુસંધાને ફરિયાદી યુવાને ફરીથી પોલીસમાં અરજી કરી હતી. જેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર ફાયર શાખાના કર્મચારી નો સગીર પુત્ર લાપતા

0

જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખાના કર્મચારી નો ૧૬ વર્ષની વયનો સગીર પુત્ર લાપતા થઈ જતાં અપહરણની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝજામનગર તા ૧૧ જૂન ૨૪, જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ફરજ બજાવતા એક કર્મચારીનો ૧૬ વર્ષનો પુત્ર પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા પછી એકાએક લાપતા બની ગયો છે, જેથી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં અપહરણ અંગેનો ગુનો દાખલ કરાયો છે. જામનગરમાં હર્ષદ મિલની ચાલીમાં રહેતા અને ફાયર બ્રિગેડ વિભાગમાં નોકરી કરતા કિશનભાઇ મૂળજીભાઈ વાઘેલા કે જેઓએ પોતાનો ૧૬ વર્ષનો સગીર પુત્ર પરમદીને પોતાના ઘેરથી બાઈક લઈને નીકળ્યા પછી એકાએક લાપત્તા બની ગયો હોવાની પોલીસમાં જાહેરાત કરાઈ છે.

જે ના અનુસંધાને સિટી એ -ડિવિઝનના પી.એસ.આઇ.ટી.ડી. બુડાસણા એ અપહરણ અંગે ગુન્હો નોંધ્યો છે, અને તેની શોધખોળ શરૂ કરી છે. જેનો મોબાઇલ ફોન પોતે ઘરે રાખીને નીકળ્યો હોવાનું જાહેર થયું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.