Wednesday, October 14, 2026
Home Blog Page 143

જામનગર 1404 આવાસમાં વિરોધ કરતાં યુવાનની અટકાયત વેળાએ દોડધામ

0

જામનગરના ૧૪૦૪ આવાસ ખાલી કરાવતા સમયે એક વ્યક્તિએ વિરોધ દર્શાવતાં પોલીસ દ્વારા અટકાયત કરાઇ

  • મહાનગરપાલિકાના તંત્ર દ્વારા મક્કમપણે ડિમોલેશન ની પ્રક્રિયા હાથ ધરાઈ : વિજ તંત્ર એ બે બિલ્ડિંગ ના વીજ જોડાણ કટ કર્યા

  • ગભરાયેલા યુવાનને ગાડી બેસાડતા અચાનક પોલીસવાન માંથી ભાંગી છુટતા ભારે દોડધામ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ જૂન ૨૪, જામનગરમાં નગરપાલિકા દ્વારા ૧૪૦૪ આવાસમાં આજે બે બ્લોક ખાલી કરાવાયા હતા, જેમાં એક રહેવાસી વ્યક્તિ કે જેણે વિરોધ દર્શાવ્યો હતો, અને બ્લોકમાંથી બહાર નહીં નીકળતાં અને બફાટ કરતાં આખરે સીટી સી. ડિવિઝન પોલીસ દ્વારા તેની અટક કરી લેવામાં આવી હતી, અને તેને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જોકે તે નશા ભરેલી હાલતમાં હોવાનું પણ જાણવા મળી રહયું છે.

મહાનગરપાલિકા દ્વારા આજે બે બ્લોક ખાલી કરાવ્યા પછી પીજીવીસીએલ ની ટીમને બોલાવીને બંને બિલ્ડીંગના વિજ જોડાણ કટ કરાવી તેમાં લગાવેલા વીજ મિત્રો વગેરે ઉતરાવી લીધા છે, તેમજ મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇન ના કનેક્શન કટ કરી લેવાયા છે, અને સ્થાનિક રહેવાસીઓનો તમામ માલ સામાન કાઢાવી લેવાયો છે.બપોર બાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા બંને બિલ્ડીંગમાં ડીમોલિશન હાથ ધરાયું હતું

જામનગર 14O4 આવાસના મકાનો ખાલી કરાવતા કરુણ દ્રશ્યો સર્જાયા

0

જામનગરમાં ૧૪૦૪ આવાસ યોજનાના જર્જરિત મકાનો પૈકીના ૨ બ્લોક ના ૨૪ ફ્લેટ આજે તંત્ર દ્વારા ખાલી કરાવાયા

  • આવાસ ના મકાનો ખાલી કરાવવા માટે ગયેલી જેએમસી ની ટીમ ગઈકાલે પરત ફર્યા પછી ૧ દિવસ ની મુદ્દત બાદ આજે બે બ્લોક ખાલી કરાવ્યા

  • સામાન ફેરવતી વખતે એક મહિલા બે શુદ્ધ બની : ભારે પોલીસ વચ્ચે જામ્યુકોના તંત્રની કાર્યવાહી : ડિમોલેશન હાથ ધરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ જૂન ૨૪, જામનગરના ૧૪૦૪ આવાસ યોજનાના મકાનો અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા ગત વરસે જૂન-ર૦ર૩માં મકાનના રહેવાસીઓને આવાસ ખાલી કરી આપવા નોટીસ આપી હતી. તેમ છતાં આસામીઓએ મકાન ખાલી કર્યા ન હતા.જેથી આજે સવારે જેએમસીની એસ્ટેટ શાખા તેમજ અન્ય શાખા દ્વારા જગ્યા કરાવવા માટે તેમજ જર્જરિત મકાનોના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને બ્લોક નંબર ૭૨ અને & ૩ નંબરના બે બિલ્ડિંગ, કે જેમાં ૧૨-૧૨ ફ્લેટ આવેલા છે, તે પૈકીના ૨૪ ફલેટ આજે સૌ પ્રથમ ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમની સાથે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, અને કેટલાક સ્થાનિક નાગરિકો, કે જેઓ વિરોધ કરી રહ્યા હતા, તેઓને ભારે સમજાવટ પછી આજે સૌ પ્રથમ બે બ્લોક ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બે બ્લોક ખાલી કરાવાયા તેમાં હાલ ૮ જેટલા રહેવાસીઓ વસવાટ કરતા હતા, તેઓના માલ સામાન ખાલી કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે પ્રક્રિયા દરમિયાન એક મહિલા બેશુદ્ધ બની હતી. તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવા માટેની કાર્યવાહી કરી હતી. જોકે તેણી હાલ સ્વસ્થ છે. માત્ર તડકો અને ગરમીની અસર થઈ હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ દ્વારા અન્ય ફલેટ ખાલી કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં સૌપ્રથમ બે અતિ જર્જરીત બ્લોક ખાલી કરાવાયા છે, અને આવતીકાલથી અતિ જર્જરીત હોય તેવા બ્લોક નું ડીમોલેશન શરૂ કરી દેવાશે. ઉપરાંત ધીમે ધીમે અન્ય બ્લોકમાં રહેવાસીઓ વસવાટ કરતા હશે, તેઓને પણ ક્રમશઃ ખાલી કરીને એવા જર્જરીત આવાસોમાંથી લોકોને દૂર કરવા માટેની તંત્રની કવાયત ચાલી રહી છે.આ આવાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, અને ડિમોલીશનનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જેથી જામનગર મહાનગરપાલિકાની તમામ ટીમને પરત ફરવું પડ્યું હતું, અને આજે તમામ કામગીરી રોકી દેવામાં આવી હતી.

જામનગરમાં ગૌહત્યાના કાયદાનો ભંગ મામલે VHP નું SP ને આવેદન

0

જામનગર શહેરમાં ગૌહત્યા ના કાયદા તેમજ એનિમલ કૃઅલ્ટી નો ભંગ થતો હોવાની રજૂઆત સાથે વી.એચ.પી.- બજરંગ દળ નું એસપીને આવેદન

વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો

દેશ દેવી નયૂઝ જામનગર તા ૨૧ જૂન ૨૪ જામનગર શહેરમાં સરેઆમ ગૌહત્યાના કાયદા નો તેમ જ એનિમલ કૃઅલ્ટી નો ભંગ થઈ રહ્યો છે, તેમ જણાવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો દ્વારા આજે રેલી સ્વરૂપે જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચી જઈ વિસ્તૃત રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો છે, અને આવા તત્વો સામે તાત્કાલિક અસરથી એફઆઇઆર દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં તાજેતરમાં એક ભેંસનું કપાયેલું માથું તથા ધડના મૃત દેહના અવસેસ મળી આવ્યા હતા. આ ઉપરાંત શહેરના શંકરટેકરી વિસ્તારમાં પણ માંસના ટુકડા જાહેરમાં જોવા મળ્યા હતા. જેનો આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસવડાની કચેરીએ આજે બજરંગ દળના કાર્યકરોની ટીમ રેલી સ્વરૂપે પહોંચી હતી, અને જાહેરમાં એનિમલ કૃઅલ્ટી એક્ટ નો સરેઆમ ભંગ કરી રહેલા તત્વ સામે પગલાં લઈ ગુનો દાખલ કરવામાં આવે, તેવી માંગણી કરવામાં આવી છે.

જામનગર ભૂતનાથ વડાપાઉંનો વેપારી ૧૫ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો

0

જામનગર માં દાંડિયા હનુમાન મંદિર સામે આવેલા ભૂતનાથ વડાપાઉં નો વેપારી ૧૫ જેટલા વ્યાજખોરો ની ચૂંગાલમાં ફસાયો

  • પોતાના ધંધા માટે ૪૦ લાખ રૂપિયા લીધા બાદ ૮૧ લાખ વ્યાજ પેટે ચૂકવી દીધા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા

  • વેપારી યુવાનનું એકટીવા સ્કૂટર તેમાં તેના પિતાનું ટ્રેક્ટર પડાવી લીધા બાદ એક મકાનના દસ્તાવેજ પણ લખાવી લીધાની પોલીસ ફરિયાદ

  • આરોપી : -(૧) કનકસિંહ જાડેજા  (૨) જયરાજસિંહ કનકસિંહ જાડેજા (૩) જયદીપસિંહ જાડેજા   (૪) યોગેશ કોળી (૫) દુશ્યંતસિંહ ઝાલા (દરબાર) (૬) અભીરાજસિંહ (૭) અર્જુનસિંહ જાડેજા (૮) જયરાજસિંહ જાડેજા (૯) હરપાલસિંહ ઝાલા  (૧૦) સાદીકભાઈ સફીયા (૧૧) અતુલ મેઘાણંદભાઈ ગઢવી (૧૨) સલીમભાઈ (૧૩) જી-ફાઈનાન્સ ના માલિક (૧૪) રાજ આહિર (૧૫) વિજયસિંહ રાઠોડ રહે- જનતા ફાટક

દેશ દેવી નયૂઝ જામનગર તા ૨૦ જૂન ૨૪ જામનગરમાં દાંડિયા હનુમાન મંદિર સામે ભુતનાથ વડાપાઉં નો ધંધો કરતા યુવાને જુદા જુદા સમયે અલગ અલગ ૧૫ લોકો પાસે થી કુલ આશરે ૪૦. લાખ થી વધુની રકમ ઊંચા વ્યાજે લીધી હતી.તે માટે આશરે ૮૧ લાખ ૪૪ હજાર ની રકમ વ્યાજ સહિત ચૂકવી હોવા છતાં પોતાને ધાક ધમકી આપવા મા આવતાં આખરે તેણે ૧૫ વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત પોતાનું સ્કૂટર અને સસરા નું ટ્રેકટર પચાવી પાડવા અને પિતાના મકાનનો દસ્તાવેજ લખાવી લઇ અલગ અલગ ચેક પરત કરાવી તે અંગે ની ફરિયાદ પણ પોતાની સામે કરવામાં આવી હોવા નું અને સાસરા નાં.ઘર મા તોડફોડ કરવા ની ફરિયાદ કરી છે.

મૂળ જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને જામનગર ની જી. જી. હોસ્પિટલ સામે ભુતનાથ વડાપાઉં નામથી દુકાન ચલાવતા કમલેશ રાજુભાઈ સોલંકી એ પોતાને ધમકી આપવા અને પોતે આપેલા ચેકોમાં મન ઘડત રકમ ભરીને તે બેંકમાંથી પરત કરાવીને પોતાની સામે ચેક પરત ફરવા ની ફરિયાદ કરવા તેમજ પોતાનું સ્કૂટર અને પોતાના સસરા ની માલિકી ના ટ્રેક્ટર નો બળજબરીથી કબજો મેળવી લેવા અને સસરાના ઘરમાં તોડફોડ કરવા અંગે કનકસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, યોગેશ કોળી, દુષ્યંતસિંહ ઝાલા ,અભિરાજસિંહ, અર્જુનસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા, સાદિક રફિયા, સલીમ, અતુલ મેઘાણંદ ગઢવી, જી ફાયનાન્સ નાં માલિક, રાજ આહીર, અને વિજયસિંહ રાઠોડ સામે પોલીસ મા ફરિયાદ નોંધાવી છે.

પોલીસે તમામ આરોપીઓ સામે ગેરકાયદે નાણાની ધિરધાર કરવા સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.ફરિયાદી કમલેશભાઈ સોલંકી ને ધંધામાં નાંણા ની જરૂરિયાત ઊભી થતાં તેમણે અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિ પાસેથી ઉંચા વ્યાજ દરે આશરે ૪૬ લાખથી વધુની રકમ વ્યાજ લીધી હતી અને તેમાં કુલ ૮૧ લાખ થી વધુ રકમ ચૂકવી દીધા હોવા છતાં પણ વધુ રકમ માંગવામાં આવતી હતી અને તે માટે ધાક ધમકી આપવા માં આવતાં આખરે તેણે આ.અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવી છે .જેની તપાસ પો.સબ.ઇન્સ.ઝેડ.એમ. મલેક ચલાવી રહ્યા છે.

જામનગર માં બે ધાર્મિક સ્થળ અને એક દરગાહ નું દબાણ દૂર કરાયું

0

જામનગર માં બે ધામિક સ્થળ અને રણજીતસાગરની પંજુપીર નામની દરગાહ દૂર કરાઇ

  • જામનગરના રણજીત સાગર ડેમ માં આવેલી પંજુપીર નામની દરગાહ આજે ભારે પોલીસ પહેરા હેઠળ દૂર કરી લેવાઈ

  • સોનલ નગર વિસ્તારમાં આવેલા બે ધાર્મિક સ્થળો નું બાંધકામ પણ મહાનગરપાલિકા દ્વારા દૂર કરી દેવાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ જૂન ૨૪, જામનગર મહાનગરપાલિકા દ્વારા સોનલ નગર વિસ્તારમાં આવેલા બે ધાર્મિક સ્થળો નું બાંધકામ પણ પોલીસ બંદોબસ્ત ની હાજરીમાં દૂર કરી લેવામાં આવ્યું હતું. તેમજ રણજીતસાગર ડેમ વિસ્તારમાં ગેરકાયદે ઊભી કરી દેવાયેલી પંજુપીર નામની દરગાહ ને આજે તંત્ર દ્વારા ભારે પોલીસ બન્દોબસ્ત સાથે ડિમોલેશન કરીને દૂર કરી લેવામાં આવી હતી, અને તમામ પ્રકારનું ધાર્મિક દબાણ સાથેનું બાંધકામ દૂર કરી લેવાયું હતું. ડેમનું પાણી ઓછું થતાં ઉપરોક્ત મજાર બહાર દેખાયા પછી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ મામલે વિરોધ પણ દર્શાવાયો હતો.

જામનગરના રણજીતસાગરમાં ગેરકાયદેસર રીતે પંજૂપીર નામે મજાર ઊભી કરી લેવાઈ હતી. રણજીતસાગર ડેમ ના કેચમેન્ટ વિસ્તારમાં અગાઉના વર્ષો દરમિયાન પાણીની માત્રા ઘટી જાય અને ડેમનો વિસ્તાર ખુલ્લો રહે, તે સમયમાં ધીમે ધીમે ધાર્મિક દબાણ શરૂ થયું હતું. શરૂઆતમાં એક મજાર હતી, પરંતુ પાછળથી ત્યાં ત્રણથી ચાર અવેધ મજારો ખડકી દેવાઈ હતી. જે મામલે હિન્દુ સેના દ્વારા તેમજ અન્ય સંસ્થા દ્વારા મજાર દૂર કરવા એક થી વધુ વખત સરકાર પાસે રજૂઆત કરાઈ હતી.ત્યારબાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી, અને તે તપાસના અંતે આ મજાર સહિતનું ધાર્મિક દબાણ ગેરકાયદે હોવાનું ફલિત થયું હતું, અને અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ પછી ત્યાં પાણી ઘટશે, ત્યારે કાર્યવાહી થશે તેમ જણાવાયું હતું.

દરમિયાન આજે જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે બપોરે ૪.૦૦ વાગ્યા બાદ ડેમમાંથી ધાર્મિક સ્થળનું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, અને મોડી સાંજ સુધીમાં તમામ દબાણ દૂર કરીને રણજીત સાગર ડેમ ની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. જેમાં કેટલીક સરકારી થાંભલા સહિતની મિલકતો પણ જોવા મળી હતી, અને તંત્ર દ્વારા તે વસ્તુઓ કબજે કરવાની પણ કાર્યવાહી ચાલી રહી છે.

આ ઓપરેશન બાબતે મહાનગરપાલિકાના તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા ભારે ગુપ્તતા રાખવામાં આવી હતી, અને ગણતરીના કલાકોમાં જ સમગ્ર દબાણ દૂર કરી લેવાયું હતું. જેના કોઈ વધુ પ્રત્યાઘાતો ન પડે, તે માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ દ્વારા હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

જામનગરમાં દરેડ પાસે ત્રિપલ અકસ્માતના CCTV ફુટેજ આવ્યા સામે

0

જામનગર નજીક દરેડ વિસ્તારમાં છોટાહાથી- રીક્ષા અને બાઈક વચ્ચેના ત્રીપલ અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું અંતરિયાળ મૃત્યુ

  • રીક્ષામાં બેઠેલા પાંચ મુસાફરોને નાની- મોટી ઈજા થતાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા : અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦, જૂન ૨૪ જામનગર નજીક દરેડ વિસ્તારમાં આજે સવારે એક રીક્ષા ને બોલેરો ના ચાલકે ટક્કર મારી દેતાં રિક્ષા ફંગોળાઈને બાઈક સાથે અથડાઈ હતી, અને ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકના ચાલક યુવાનનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું હતું, જ્યારે રિક્ષામાં બેઠેલા પાંચ મુસાફરોને નાની મોટી ઈજા થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જે અકસ્માતના બનાવનો સીસીટીવી ફૂટેજ સાથે નો વિડીયો વાયરલ થઈ રહ્યા છે.

જામનગરમાં દરેડ ચોકડી પાસે આજે સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે આવી રહેલા એક બોલેરો ના ચાલકે સૌપ્રથમ રિક્ષા ને ટક્કર મારી દીધી હતી, જેથી રીક્ષા ફંગોળાઈ હતી, અને માર્ગ પર પડતી મારી હતી જેમાં રિક્ષા નું પડીકું વળી ગયું હતું. જે રીક્ષા ની સાથે જ એક બાઈક અથડાઈ પડ્યો હતું, અને ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બાઈક ચાલક જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા અને એક બ્રાસપાટના કારખાનામાં કામ કરતા મીત હરસુખભાઇ રંગાણી નામના ૨૦ વર્ષના પટેલ યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પોતાના ઘેરથી કારખાને જઈ રહ્યો હતો, જે દરમિયાન તેને આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.આ ઉપરાંત રીક્ષામાં બેઠેલા તેના ચાલક સહિતના પાંચ મુસાફરો પણ ઘાયલ થયા હતા અને અકસ્માતના બનાવ પછી તેઓએ ચીસા ચીસ કરી મૂકી હતી.

જ્યાંથી પસાર થનારા રાહદારીઓ વગેરે એકત્ર થઈ ગયા હતા, અને ૧૦૮ ની ટીમને જાણ કરાતાં ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તમામ ઇજાગ્રસ્તો ને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જયાં તમામને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ હતી.

આ અકસ્માતના બનાવ બાદ પંચકોસી બી. ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અકસ્માત સર્જી ને ભાગી છુટેલા બોલેરો ના ચાલકની શોધખોળ હાથ ધરી છે. ઉપરોક્ત અકસ્માતના બનાવ ના સીસીટીવી ફૂટેજ સાથે નો વિડીયો શહેરભરમાં વાયરલ થયો હતો.

ધમકીભર્યાં ઈમેલના પગલે જામનગરના એરપોર્ટ પર સધન ચેકિંગ

0

વડોદરા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલના પગલે જામનગરના એરપોર્ટ પર સધન ચેકિંગ

  • જામનગર ની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ દ્વારા ‘સ્ટાઈકર ડોગ’ મારફતે સમગ્ર એરપોર્ટ પર સધન ચેકિંગ કરાયું: સબ સલામત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ જૂન ૨૪, વડોદરા ના એરપોર્ટને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી ભર્યા મળેલા ઈમેલ ના પગલે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યભરના એરપોર્ટ પર સતર્કતા દાખવવામાં આવી રહી છે, જેના પગલે જામનગરના એરપોર્ટ પર પણ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા સધન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જોકે કશું વાંધાજનક મળ્યું નથી.

જામનગરની બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડના પીએસઆઇ આર.સી. દેસાઈ, તેમજ એ.એસ.આઈ. ડી.યુ.અગ્રાવત, એલ.એમ. લૈયા, અને કે. એચ. વ્યાસ, તેમજ હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઈ દાણીધારીયા, પોલીસ કોન્સ્ટેબલ વી.બી. જાડેજા, અને ડોગ હેન્ડલર વિજયભાઈ રૂડાચ વગેરે તાત્કાલિક અસરથી જામનગરના એરપોર્ટ પર પહોંચ્યા હતા.

જ્યાં સમગ્ર ટીમેં જામનગરના પોલીસ દળ સાથે જોડાયેલા ‘એસક્પ્લોઝીવ ડિટેક્ટર ડોગ – સ્ટાઈકર’ ને સાથે રાખીને સમગ્ર પરિસર નું સધન ચેકિંગ કર્યું હતું, અને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જોકે કશું વાંધાજનક મળ્યું ન હોવાથી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. જોકે હજુ પણ એરપોર્ટ પર સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

કલ્યાણપુરના ભોગાત ગામે રાત્રે પત્નિને મોતને ઘાટ ઉતારી સવારે પતિનો આપધાત

કલ્યાણપુર તાલુકાના ખોબા જેવડા ભોગાત ગામમાં સોની પરિવારમાં ભારે કરુણા જનક કિસ્સો

  • બીમાર પત્ની થી કંટાળેલા પતિએ મોડી રાત્રે પત્ની ના માથામાં માર માર્યા પછી પત્નીનું કાસળ કાઢી નાખ્યું

  • વહેલી સવારે મૃત પત્ની ને ત્રણ સંતાનો જોઈ જાય તે પહેલા મંદિરે દર્શને મોકલી પોતે પણ ગળાફાંસો ખાઈ જીવ દીધો

દેશ દેવી ન્યૂઝ કલ્યાણપુર તા ૧૮ જુન ૨૪, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખોબા જેવડા ભોગાત ગામમાં રહેતા એક સોની પરિવારમાં ભારે કરુણાંતિકા સર્જાઇ છે, અને પતિએ પોતાની બીમાર પત્નીનું કાસળ કાઢી નાખ્યા પછી તેના ત્રણ સંતાનો મૃત માતાને જોઈ જાય તે પહેલાં દર્શનાર્થે મોકલી દીધા પછી પોતે પણ ગળાફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. પતિ પત્ની બંનેના મૃત્યુના બનાવને લઈને ત્રણેય બાળકો નોંધારા બન્યા છે, જે બનાવને લઈને કલ્યાણપુર નો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને સમગ્ર પંથકમાં ભારે આરેરાટી ફેલાઈ છે.

આ કરુણા જનક બનાવના કિસ્સાની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં રહેતા શૈલેષભાઈ નાથાભાઈ ઘઘડા નામના ૪૦ વર્ષના સોની યુવાને ગઈ રાત્રિ દરમિયાન પોતાની પત્ની જશુબેન કે જેને માથાની બીમારી હોવાથી જે બીમારી થી પોતે કંટાળી ગયો હતો, અને પત્ની પર રાત્રિના સમયે હિચકારો હુમલો કરી દીધો હતો, અને સૂઈ ગયો હતો.

દરમિયાન વહેલી સવારે પત્નીને ઉઠાડતાં ઉઠી ન હતી, અને બનાવ હત્યામાં પલટાયો હતો. દરમિયાન વહેલી સવારે શૈલેષ ના ત્રણ સંતાનો જેમાં એક બાબો અને બે બેબી કે જે ત્રણેય ને ઉઠાડીને વહેલી સવારે મંદિરે દર્શન કરવા માટે મોકલી આપ્યા હતા. ત્યારબાદ પોતે પણ ઘરમાં ગળા ફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી.

ત્રણેય સંતાનો દર્શન કરીને પરત ફરતાં સમગ્ર મામલાની જાણ થવાથી ત્રણેય બાળકોએ હૈયાફાટ રુદન કર્યું હતું, અને આડોશી પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ ઘટનાની જાણ થતાં કલ્યાણપુરના મહિલા પીએસઆઇ ઉષાબેન સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. મૃતક પતિ સામે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

પતિ અને પત્ની બંનેના મૃત્યુને લઈને તેના ત્રણ માસુમ સંતાનો નોંધારા બન્યા છે, અને બંને એકી સાથે માતા-પિતા બંનેનું છાત્ર ગુમાવ્યું છે. જેથી નાના એવા ભોગાત ગામમાં ભારે કરુંણાંતિકા છવાઈ છે.

જામનગર જી.જી હોસ્પિટલ માં પોલીસ વડાની સરપ્રાઇઝ વિઝીટ

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બનતી અવારનવાર માથાકૂટની ઘટનાને લઈને એસ.પી. ની સરપ્રાઈઝ વિઝીટ

  • એસ.પી. અને ડીવાયએસપીની આગેવાનીમાં ત્રણેય પોલીસ ડિવિઝનના સ્ટાફ દ્વારા જીજી હોસ્પિટલમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું

  • હોસ્પિટલ ના સિક્યુરિટી વિભાગ તેમજ રજીસ્ટર નું એસપી દ્વારા નિરીક્ષણ : હત્યાના બનાવના સ્થળની પણ મુલાકાત લીધી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮, જૂન ૨૪ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તાજેતરમાં હત્યાનો બનાવ બન્યો હતો, તેમ જ અવારનવાર તકરારની ઘટના બનતી રહે છે, જેને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં પહોંચી હતી વિઝીટ કરવામાં આવી હતી. સાથોસાથ શહેર વિભાગના ડીવાયએસપી અને ત્રણેય પોલીસના ડિવિઝન, એલ.સી.બી.,એસ.ઓ.જી. ના સ્ટાફ વગેરે ને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું, તેમ જ સિક્યુરિટી વિભાગ વગેરેના ચેકિંગ કાર્યવાહી હાથ ધરીને હત્યાના બનાવના સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.જામનગરની સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, ઉપરાંત અન્ય એક છરિબાજીનો બનાવ બન્યો હતો, જ્યારે હોસ્પિટલ પરિસરમાં વારંવાર તકરારની ઘટનાઓ પણ બનતી રહે છે, તેને લઈને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ગઈકાલે રાત્રે હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.તેઓની સાથે શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન ના પી.આઈ. તેમના સ્ટાફ તથા એલસીબી અને એસ.ઓ.જી. ની ટુકડી સહિતની પોલીસ ટીમ દ્વારા જીજી હોસ્પિટલ પરિસરમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.ત્યારબાદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જી.જી. હોસ્પિટલની સિક્યુરિટી વિભાગની ટીમ નો સર્વે કર્યો હતો, અને તેઓના રજીસ્ટર વગેરે ચેક કર્યા હતા. તેમજ સિક્યુરિટી વિભાગની હાજરી વગેરેની સ્થળ પર જ સમીક્ષા કરી હતી.આ ઉપરાંત તાજેતરમાં હત્યાની ઘટના બની હતી, તે સ્થળ પર અન્ય પોલીસ અધિકારીઓ સાથે પહોંચી જઈ તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું, અને સ્થાનિક કર્મચારીઓ વગેરેની પણ પૂછપરછ કરી હતી.આ કાર્યવાહી ને લઈને જી.જી. હોસ્પિટલના તંત્રમાં અને ખાસ કરીને સિક્યુરિટી વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલ માં સુરક્ષા વિભાગ લઈને એસ.પી. દ્વારા આ સમીક્ષા કરવામાં આવી હતી.

જામનગરમાં આડેધડ ઘોડેશ્વારી કરાવતા ઘોડાગાડી વાળાઓ પર તવાઈ

0

જામનગરમાં આડેધડ ઘોડેશ્વારી કરાવતા ઘોડાગાડી વાળાઓ સામે તંત્ર ની લાલ આંખ

  • પાંચ ઘોડા ગાડીઓ કબ્જે કરી લઈ બેડેશ્વર ના ઢોરના ડબ્બામાં મોકલી દેવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જૂન ૨૪, જામનગર શહેરમાં ગેમઝોન બંધ કરાવ્યા પછી ઘોડાગાડી વાળાઓનો ત્રાસ વધી ગયા પછી જામનગર મહાનગર પાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી કરી હતી, અને પાંચ ઘોડાગાડી કબ્જે કરી લીધી છે.જામનગર શહેરમાં તળાવની પાળ ઉપર તેમજ ડીકેવી સર્કલ, પંચવટી સર્કલ સહિતના વિસ્તારમાંથી ગઈકાલે પાંચ ઘોડા ગાડીઓ કબજે કરી લીધી છે અને બેડેશ્વર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં મૂકી દેવાય છે આ ઉપરાંત શહેરમાં હજુ પણ ઘોડાગાડી વાળાઓનો ત્રાસ જોવા મળે તો તે અંગે સર્વે કરવામાં આવી રહ્યું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.