Wednesday, October 14, 2026
Home Blog Page 142

જામજોધપુરના બમથીયા ગામે વિજડી પડતા ૧ યુવાન અને ૪૦ ઘેટા-બકરાના મોત

0

જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં વીજળી પડવાથી એક ભરવાડ યુવાનનું મૃત્યુ જ્યારે ૪૦ ઘેટા બકરાના પણ મોત

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૬ જૂન ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં બુધવારે પડેલા વરસાદના કારણે બમથીયા ગામમાં કરુણા જનક કિસ્સો બન્યો છે, અને વરસાદી વીજળીના કારણે એક યુવાને જીવ ખોયો છે, જેની સાથે ૪૦ ઘેટા બકરાના પણ મોત થયા છે. જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં રહેતો ગોગનભાઈ બુધાભાઈ નામનો ૨૫ વર્ષનો ભરવાડ યુવાન, કે જે બુધવારે બપોરના સમયે બમથીયા ગામની સીમ વિસ્તારમાં ઘેટાં બકરા ચરાવવા માટે ગયો હતો.

જે દરમિયાન આકાશમાં એકાએક કડાકા ભડાકા સાથે વીજળી અને વરસાદ શરૂ થયો હતો. જેમાં વરસાદી વિજળી પડવાના કારણે ઘેટા બકરા ચરાવી રહેલા ગોગનભાઈ બુધાભાઈ નામનો ભરવાડ યુવાન ભડથું થઈ જવાના કારણે બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત તેની સાથે રહેલા ચાલિસ જેટલાં ઘેટા બકરા કે જેના પણ વીજળીને કારણે મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવને લઈને ભરવાડ પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી. જામજોધપુર ના મામલતદાર ની ટીમ તેમજ જામજોધપુરનો પોલીસ કાફલો વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવા આવી રહી છે.

જામનગર ખંભાળિયામાં લાંબા સમય બાદ વિજ ચેકિંગ

0

જામનગરના વીજ તંત્ર દ્વારા લાંબા સમય બાદ જામનગર- ખંભાળિયા અને સલાયામાં વિજ ચેકિંગ

  • બન્ને જિલ્લાઓમાં ચેકિંગ દરમિયાન ૪૭ વિજ જોડાણમાંથી રૂપિયા ૬૦.૫૫ લાખની વિજ ચોરી પકડાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જૂન ૨૪, જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની જુદી જુદી ચેકિંગ ડ્રાઈવ દ્વારા જામનગર શહેરના અને દરેડ ના કેટલાક વિસ્તારો ઉપરાંત ખંભાળિયા અને સલાયામાં વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર દિવસ દરમિયાન ૪૭ વિજ જોડાણમાંથી ૬૦.૫૫ લાખ ની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના બંને જિલ્લાઓમાં આજે સવારે ૪૨ વિજ ચેકિંગ ટુકડીઓને દોડતી કરવામાં આવી હતી. જેની મદદ માટે ૧૬ એસઆરપીના જવાનો ને જોડવામાં આવ્યા હતા.

જામનગર શહેરમાં સંકર ટેકરી વિસ્તાર, ઉપરાંત દરેડના ઔદ્યોગિક વિસ્તાર અને જામનગર શહેરનો કેટલોક વિસ્તાર, કે જ્યાં આજે વહેલી સવારથી ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તાર તેમજ સલાયા વિસ્તારમાં પણ જુદી જુદી ચેકિંગ ટુકડીઓને દોડતી કરવામાં આવી હતી, અને સમગ્ર દિવસ દરમિયાન કુલ ૪૧૭ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૪૭ વિજ જોડાણ માં ગેરેરીતિ માલુમ પડી હતી, અને તેઓને ૬૦ લાખ ૫૫ હજાર ના વીજ ચોરીના પુરવણી બિલો આપવામાં આવ્યા છે.

જામનગર માં ૯ વર્ષના બાળકનો આપધાત : ચિંતા સાથે ચિંતનનો વિષય

0

જામનગર નજીક દરેડમાં રહેતા પરપ્રાંતિય પરિવારના નવ વર્ષના બાળકનો ગળાફાંસા દ્વારા આપઘાત

  • માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉશ્કેરાયેલા બાળકે ગળે ફાંસો ખાઈ લીધો

  • બાળ માનસના બદલાતા વલણો એ ચિંતનનો વિષય છે.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જુન ૨૪ , જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના વતની પરપ્રાંતીય પરિવાર ના નવ વર્ષના બાળકે આજે સાંજે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉશ્કેરાયેલા બાળકે ગળાફાંસા દ્વારા પોતાનો જીવ દીધો હતો.આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતા અને મજૂરી કામ કરતા કોમલ કુમાર જાટવ નામના પરપ્રાંતીય શ્રમિકનો નવ વર્ષનો પુત્ર લકકી કે જેણે આજે સાંજે પોતાના ઘેર ગળાફાંસા દવારા આપઘાત નો પ્રયાસ કરતાં બાળકને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.મૃતક બાળક કે જેના પિતા મધ્ય પ્રદેશ માં વતનમાં ગયા છે, જયારે તેની માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉસકેરાટમાં આવીજઇ બાળકે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરપ્રાંતિય શ્રમિક પરિવારને સંતાનોમાં એક બાળકી અને એક બાબો હતા, જે પૈકીના પુત્ર એ ગળાફાંસો ખાઈ લેતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગરમાં ગેરકાયદે ખળકાયેલ રેસ્ટોરન્ટ અને નર્સરી ‘સ્વાહા’

0

જામનગર મહાનગરપાલિકા ની સાત હજાર ફૂટ જગ્યામાં ખડકી દેવાયેલું ઢોસા હાઉસ અને નર્સરી પર બુલડોઝર ફેરવાયું

  • એસ્ટેટ શાખાની ટુકડીએ વહેલી સવારે ગેરકાયદે બનાવેલાં રેસ્ટોરન્ટ ને જમીનદોસ્ત કરી નર્સરી સહિતની જગ્યા ખુલ્લી કરાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જૂન ૨૪, જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી જામનગર મહાનગરપાલિકાની ૭,૦૦૦ ફૂટ જેટલી જગ્યામાં દબાણ કરીને એક રેસ્ટોરન્ટ તેમજ નર્સરી વગેરે ખડકી દેવાયા હતા, જેના પર આજે બુલડોઝર ફેરવી દેવાયું છે, અને મહાનગરપાલિકાની જગ્યાને ખુલ્લી કરાવાઈ છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી જામનગર મહાનગરપાલિકાની જગ્યામાં એક આસામી દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, અને આશરે ૭,૦૦૦ ફૂટ જગ્યામાં ઢોસા હાઉસ નામનું રેસ્ટોરન્ટ ખડકી દેવાયું હતું. જ્યારે તેની સાથે સાથે નર્સરી પણ ઉભી કરી લેવામાં આવી હતી.

જે અંગે આસામીને નોટિસ આપીને જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું, પરંતુ ગેરકાયદે કબજો ખાલી કર્યો ન હોવાથી આજે કાર્યપાલક ઇજનેર અને કંટ્રોલિંગ મુકેશ વરણવા ના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત ઉપરાંત સુનિલભાઈ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અનવર ગઝણ સહિતના અધિકારીઓની ટુકડી સ્ટાફ સાથે પહોંચી ગઈ હતી, અને ઢોસા હાઉસ નામના રેસ્ટોરન્ટ નું ડિમોલેશન કરી લેવામાં આવ્યું હતું, અને નર્સરી સહિતની જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.

જામનગર હાપામાં ચારણ યુવાનની હત્યા નિપજાવનાર બાળ આરોપી નીકળ્યો

0

જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં ચારણ યુવાન ની હત્યા નિપજાવનાર બાળ આરોપી નીકળ્યો

  • હત્યા નિપજાવનાર આરોપી સગીર વયનો હોવાથી અટકાયત કરી લઈ રાજકોટ બાળ સુધાર ગ્રહમાં મોકલી દેવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જૂન ૨૪, જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા એક ચારણ યુવાન પર સ્થાનિક બાવરી શખ્સે છરી વડે હુમલો કરી દઇ હત્યા નીપજાવી હતી, જે પ્રકરણમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. જે આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તે સગીર વયનો હોવાથી તેને રાજકોટ બાળ સુધાર ગ્રહમાં મોકલી દેવાયો છે.

જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા વિજસુર ધાનસુર વીર નામના ૨૧ વર્ષના ચારણ યુવાન પર શનિવારે બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હાપા ખારી વિસ્તારમાંજ રહેતા એક બાવરી શખ્સે જૂની અદાવતનું મનદુઃખ રાખીને છરી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી હતી.

જે પ્રકરણમાં પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એ. કે. પટેલ અને તેમની ટીમે બાવરી શખ્સ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો. પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી, દરમિયાન તેની ઉમર પુખત વયની નહીં હોવાનું અને તે સગીર વયનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, તેથી પોલીસે તેને રાજકોટ બાળ સુધાર ગ્રહ માં રજૂ કરી ત્યાં મોકલી દેવામાં આવ્યો છે. ઉપરાંત હત્યા મા વપરાયેલી છરી કબજે કરી છે.

જામનગર પોલીસ દ્વારા બેંક લોન અંગેના જનસંપર્ક મેળાનુ આયોજન કરાયું

0

જામનગર પોલીસ દ્વારા બેંક લોન અંગેના જનસંપર્ક મેળાનુ આયોજન કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જૂન ૨૪, જામનગર પોલીસ વિભાગ દ્વારા રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ ના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક.પ્રેમસુખ ડેલૂ ની અધ્યક્ષતામાં જામનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં લોન મેળવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

આ લોન મેળામાં વધારેમાં વધારે પ્રજાજનો હાજર રહે અને સરળતાથી લોન મેળવવા અંગે આપવામાં આવતી માહિતીઓથી તથા લોન મેળવવા માટે તમામ રાષ્ટ્રીયકૃત બેંક, સહકારી બેંક તથા જિલ્લા ઉધોગ કેન્દ્ર તરફથી માહિતગાર કરવામાં આવ્યા હતા, તથા સ્થળ પર જ લોન પ્રક્રિયા કરવા માટે બેંક કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.

જામનગર શહેર જિલ્લાના જરૂરીયાતમંદ નાગરિકોને સરળતાથી લોન મેળવવા અંગેની માહીતી મળી રહે, અને સરકાર ના ધારા ધોરણ મુજબની લોન મળી રહે, તે હેતુથી આ બેંક લોન ધિરાણ કેમ્પનુ પોલીસ હેડ કવાર્ટર જામનગર ખાતે આયોજન કરાયું હતું, જે લોન મેળામાં આશરે-૪૦૦ જેટલા આસામીઓ હાજર રહયા હતા.

જે પૈકી ૭ વ્યક્તિ ને સ્થળ પરજ લોન-ધિરાણ ના ચેક અપાયા હતા, જેમાં(૧) શૈલેષભાઇ રાધવજીભાઈ વસોયા – સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક તરફથી રૂપિયા ત્રણ લાખ નો ચેક અપાયો હતો. (ર) રધુવિરભાઇ ભીખુભાઇ ગોહિલ ને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક મારફતે.રૂ. ૨,૨૦,૦૦૦,( ૩) રાજુભાઇ હિરાભાઇ પરમારને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક મારફતે .રૂ. ૨,૯૭,૦૦૦, (૪) દિપભાઇ પાલાભાઈ માતંગ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક મારફતે .રૂ. ૨,૯૭,૦૦૦, (૫) સોનીયાબેન ભરતભાઈ ખાનીયા ને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક મારફતે.રૂ. ૫૦,૦૦૦, (૬) શોયબઅખ્તર શોકતઅલી કેર ને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક મારફતે.રૂ. ૧,૧૫,૦૦૦ અને (૭) અયુબભાઇ હાજીભાઇ ભગાડને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક મારફતે.રૂ. ૧,૧૫,૦૦૦ના ધિરાણ નો ચેક અપાયો હતો.આમ આજના લોન મેળા માં ઉપરોકત સાત અરજદારોને કુલ રૂ.૧૩,૯૪,૦૦૦ ની લોન-ધીરાણ ચેક દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાજર રહલા આસામીઓની લોન મંજુર અંગેની પ્રક્રિયા બેન્ક અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

લાલપુરમાં પિતા પુત્રોએ બુઝુર્ગને લોખંડના પાઈપ ફટકાર્યા

0

લાલપુરના ધરાર નગરમાં રહેતા ૬૦ વર્ષના બુઝુર્ગ પર હુમલો: પાડોશી પિતા પુત્રો સામે ફરિયાદ

  • આરોપી : – (૧) નામોરીભાઈ સુવાલીભાઈ ઘુઘા (૨) જાવીદભાઈ નામોરીભાઇ ઘુઘા (૩) રહીમભાઈ નામોરીભાઈ ઘુઘા રહે-બધા ધરાનગર ધાર ઉપર લાલપુર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ જૂન ૨૪ જામનગર જિલ્લાના લાલપુરમાં ધરાનગર વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષના બુઝુર્ગ પર પાડોશમાં રહેતા પિતા પુત્ર સહિત ત્રણ આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર લાલપુરના ધરાર નગરમાં રહેતા મોતીભાઈ જુસબભાઈ ધુધા નામના ૬૦ વર્ષના સંધિ જ્ઞાતિના બુઝુર્ગ ઉપર કાંટાની વાડ ખસેડવાના મામલે પાડોશી નામોરી ભાઈ સુવાલીભાઈ ધુધા, અને તેના પુત્રો જાવેદભાઈ નામોરીભાઈ તથા રહીમ નામોરીભાઈએ તકરાર કરી લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી દીધો હતો, જેથી મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ત્રણેય પિતા પુત્ર સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગર શંકર ટેકરીમાં ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં આગથી દોડધામ

0

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં વહેલી સવારે આગની ઘટનાથી ભારે દોડધામ

  • આગમાં ડ્રાયફ્રુટ ની ચીજ વસ્તુ- ફૂટવેર નો સામાન બ્રાસ નો માલ વગેરે બળીને ખાખ થતાં લાખોનું નુકશાન

  • ફાયર બ્રિગેડની ટુકડીએ બે કલાકની જહેમત બાદ પાણીના ૩ ટેન્કર વડે પાણી નો મારો ચલાવી આગને બુઝાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જૂન ૨૪ જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં રાખવામાં આવેલા જુદા જુદા સામાન ને આગ ના કારણે ભારે નુકસાની થઈ છે. જેમાં ડ્રાયફ્રુટ નો માલ સામાન, ફૂટવેર- સેનેટરીવેર બ્રાસ નો સામાન વગેરે બળીને ખાખ થયા છે. ફાયરવિભાગની ટુકડીએ જહેમત લઈ આગને બુઝાવી હતી.આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલી જય ગુજરાત ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમા આજે વહેલી સવારે આગ લાગી હતી, અને ગોદામમાં રાખવામાં આવેલા ફૂટવેરના માલ સામાન ઉપરાંત ડ્રાયફ્રુટ મોટો જથ્થો બ્રાસનો સામાન, સેનેટરીવેર્સ નો સામાન વગેરે સળગી ઊઠ્યા હતા.આગ ના બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર ઓફિસર કે.કે. બિશ્નોય જાતે બનાવના સ્થળેજ પહોંચી ગયા હતા, અને જુદા જુદા ત્રણ પાણીના ટેન્કરો વડે બે કલાકની જહેમત લીધી હતી.આગમાં ડ્રાયફ્રુટ નો મોટો જથ્થો, બ્રાસ નો માલ સામાન, તેમજ ફૂટવેર સહિતનો માલ સામાન સળગી ઊઠ્યો હોવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે.ગઈકાલે રવિવારે રજા નો દિવસ હોવાથી દિલ્હી થી ટ્રક મારફતે ઉપરોક્ત તમામ સામાન આયાત થયો હતો, અને તેના પાર્સલ ઉતારવામાં આવ્યા હતા. જેની આજે સવારે સોમવારે ડીલેવરી કરવામાં આવે તે પહેલાં અંદરના ભાગે લાગી હતી, અને સીસીટીવી કેમેરા કે જેનું હાર્ડડિસ્ક વગેરે પણ સળગી ઊઠ્યા હતા. જેથી તેના ફૂટેજ મેળવવા પણ મુશ્કેલ બન્યા છે.

જામનગરમાં બાળકોના ઝઘડામાં મોટેરાઓએ માથા ફોડી લીધા

0

જામનગરમાં મોહન નગર જકાતનાકા વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે બાળકો અંગેની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા

  • એક દંપતિ પર પાડોશી નો હુમલો ત્રણ સામે ફરિયાદ: મહિલાને માથામાં ૨૦ ટાંકા લેવા પડ્યા

  • પાડોશી મહિલાની પણ દંપતિ વિરોધ હુમલા અંગેની વળતી ફરિયાદ: પોલીસ તંત્ર દોડતું થયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ જુન ૨૪, જામનગરમાં મોહનનગર જકાતનાકા વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે બાળકો ની દડેથી રમવા અંગે તકરાર થઈ હતી, અને સામસામ હુમલા કરાયા હતા, જેમાં એક દંપતિ પર હુમલો કરાતાં મહિલાના માથામાં ૨૦ ટાંકા લેવા પડ્યા છે, જયારે સામા પક્ષે પણ હૂમલાની વળતી ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગરમાં મોહનનગર જકાતનાકા પાસે રહેતી રીટાબેન કિશોરભાઈ પરમાર નામની ૪૦ વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પતિ પરસોત્તમભાઈ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે અને પોતાનું માથું ફાડી નાખી ૨૦ ટાંકા લેવા પડે તેવી ઇજા પહોંચાડવા અંગે પાડોશી પ્રેમજીભાઈ સવજીભાઈ નકુમ, રમીલાબેન પ્રેમજીભાઈ નકુમ અને તેના પુત્ર રવિ પ્રેમજીભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાવી છે. જે મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જયારે સામા પક્ષે રમીલાબેન પ્રેમજીભાઈએ પોતાના ઉપર તેમજ પોતાના પતિ ઉપર હુમલો કરવા અંગે પાડોશી કિશોરભાઈ પરસોત્તમભાઈ પરમાર અને રીટાબેન કિશોરભાઈ પરમાર સામે વળતી ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં ચારણ યુવાન પર છરી વડે હુમલો કરી ઢીમ ઢાળી દેવાયું

0

જામનગર પંથકમાં હત્યાનો સિલસિલો યથાવત : પખવાડિયામાં ચોથી ઘટનાથી ચકચાર

  • જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા ચારણ યુવાન પર છરી વડે હુમલો કરી ઢીમ ઢાળી દેવાયું

  • ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨, જુન ૨૪ જામનગર પંથકમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે, અને પખવાડિયાના સમયગાળા દરમિયાન હત્યારની ચોથી ઘટના બની છે, જેથી કાયદો વ્યવસ્થાના મુદ્દે સવાલો ઊઠી રહ્યા છે.

જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા એક ચારણ યુવાન પર જુની અદાવત નું મનદુઃખ રાખીને સ્થાનિક બાવરી શખ્સે છરી વડે હુમલો કરી દેતાં તેને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું મૃત્યુ નિપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસ હત્યારા આરોપીને શોધી રહી છે.

આ હત્યાના બનાવની વિગત એવી કે જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા વિજસુર ધાનસુર વીર નામના ૨૧ વર્ષના ચારણ યુવાન પર બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હાપા ખારી વિસ્તારમાં એક બાવરી શખ્સે જૂની અદાવતનું મનદુઃખ રાખીને પડખાના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો, જેથી ચારણ યુવાન લોહી લુહાણ થઈને ત્યાંજ ઢળી પડ્યો હતો.જેથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં ભારે રક્તસ્ત્રાવ થઈ ગયા પછી તબીબ દ્વારા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.

આ ઘટના બાદ મૃતકના પરિવારજનો અને મિત્ર વર્તુળ વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ભારે ગમગીની છવાઈ હતી. પોલીસ તંત્રને જાણ થવાથી પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે મૃતકના પરિજનોની ફરિયાદના આધારે હત્યા અંગેનો અપરાધ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર થઈ ગયેલા બાવરી શખ્સની શોધ ખોળ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.