Wednesday, October 14, 2026
Home Blog Page 141

જામજોધપુરના સમાણા રોડ પર કાર ડિવાઇડરના પોલ સાથે ઘડાકાભેર અથડાઈ

0

જામજોધપુરના સમાણા રોડ પર એક કાર ડિવાઇડર ના પોલ સાથે ટકરાઈને પલટી મારી જતાં કારચાલક અને તેની પત્ની તથા પુત્રી સહિત ત્રણને ઇજા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૦૧ જૂલાઈ ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર નજીક સમાણા રોડ પાસે પર એક કાર ડિવાઈડરના પોલ સાથે ટકરાઈને પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં કાર ચાલક તેમજ તેના પત્ની અને પુત્રી સહિત ત્રણેય ને ઇજા થઇ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુર નજીક સમાણા રોડ પર રવિવારે બપોરે જીજે -૫ સી.જી. ૩૯૮૮ નંબરની અલ્ટો કાર અકસ્માતે ડિવાઇડર ના પોલ સાથે ટકરાઈ ગઈ હતી, અને પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી.

જે અકસ્માતમાં કારની અંદર જે બેઠેલા કારના ચાલક અને તેના પત્ની તથા પુત્રી સહિત ત્રણેયને ઇજાજ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવની જાણ થતાં જામજોધપુરનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને અકસ્માત ના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર નવા કાયદાની અમલવારી સંદર્ભે હિન્દુ – મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ

0

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નવા કાયદાની અમલવારીના સંદર્ભમાં સ્થાનિક અગ્રણીઓ સાથે પોલીસની બેઠક યોજાઈ

  • અંગ્રેજોના વખતના કાયદામાં સોમવારે, તા.૧ જુલાઇ,૨૦૨૪ થી ધરખમ ફેરફાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ જૂન ૨૪, સોમવાર તા.૦૧ જુલાઇ,૨૦૨૪ થી નવા કાયદા ની અમલવારી ના અનુસંધાને સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્થનિક વિસ્તારમાં રહેતા હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ સાથે પોલીસ વિભાગની એક બેઠક શનીવારે યોજાઇ હતી.અંગ્રેજોના વખતના કાયદામાં સોમવારે, તા.૧ જુલાઇ,૨૦૨૪ થી ધરખમ ફેરફાર થવાં જઇ રહ્યા છે. જે ગુજરાત પોલીસ તંત્ર માટે ઐતિહાસિક દિવસ હશે. જેના અનુસંધાને જામનગરના સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પો.ઇન્સ્પેક્ટર વિરેનસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ ને નવા કાયદાની કલમ વિશે માહિતગાર કર્યા હતા, તેમજ આવનારા દિવસોમાં રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, તે બબાતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે બેઠકમાં ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર કાલાવડનો કારખાનેદાર કરિયાણાના વેપારીની ચુંગાલમાં ફસાયો

0

કાલાવડના પીપર ગામના એક કારખાનેદાર પાસેથી ૩૦ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલનાર નિકાવા ના કરિયાણાના વેપારી સામે પોલીસ ફરિયાદ

  • ૩૦ ટકા લેખે વ્યાજે લીધેલી રૂપિયા ૧.૫૫ લાખની રકમ પરત કરી દીધા બાદ વધુ ત્રણ લાખ વ્યાજ માંગ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ જૂન ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને રાજકોટ નજીક શાપરમાં કારખાનું ધરાવતા એક કારખાનેદારે કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક કરિયાણા ના વેપારી પાસેથી ૧ લાખ ૫૫ હજારની રકમ ૩૦ ટકા લેખે વ્યાજે લીધા પછી મુદ્દલ રકમ પરત કરી દેવા છતાં વધુ ત્રણ લાખનું વ્યાજની માંગણી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે મૂળ રાજકોટના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનું ધરાવતા ચિરાગ વલ્લભભાઈ ઘોડાસર નામના કારખાને જાહેર કર્યા અનુસાર પોતાના ધંધાની જરૂરિયાત માટે ફેબ્રુઆરી ૨૦૨૪ ની સાલમાં કાલાવડના નિકાવા ગામમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા અમિતભાઈ ભાયાણી પાસેથી ૧,૫૫૦૦૦ ૩૦ ટકા લેખે વ્યાજે લીધા હતા. જેન થોડો સમય માટે પ્રતિદિન ૧૪,૫૦૦ રૂપિયા લેખે વ્યાજ ચૂકવ્એ રાખ્યું હતું. પરંતુ પાછળથી ધંધામાં ખોટી જતાં વ્યાજ દેવાનું બંધ કર્યું હતું, અને તેની મુદ્દલ રકમ ૧,૫૫,૫૦૦ રોકડા ચૂકવી આપ્યા હતા. તેમ છતાં 4કરિયાણાના વેપારી દ્વારા હજુ ત્રણ લાખ રૂપિયા નું વ્યાજ ચૂકવવાનું બાકી છે, તેમ કહી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા.

જેથી આખરે મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકપમાન લઈ જવાયો હતો જયાં ચિરાગભાઈ ઘોડાસરાની ફરિયાદ ના આધારે નાણાં ધીરધાર કરી વ્યાજ વસૂલનાર કરિયાણાના વેપારી નીકાવા ગામના અમિતભાઈ ભાયાણીની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જેમાં પોલીસે આઈપીસી કલમ ૩૮૪,૫૦૪,૫૦૬-૨, તેમજ મની લોન્ડરિંગ કલમ ૫,૩૯,૪૦ અને ૪૨ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામ્યુકો રેલવે પાસે ૩૪.૯૨ કરોડની વસુલાતે પહોંચી : સીલ કરાતા દોડધામ

0

જામનગર મહાનગરપાલિકા દ્વારા રેલવે વિભાગ પાસે વસૂલવાની થતી ૩૪.૯૨ કરોડની રકમ ના સંદર્ભમાં રેલવેની મિલકત સીલ કરાતાં દોડધામ

  • જી.જી. હોસ્પિટલ ની બાજુમાં આવેલી રેલવેની ચાલુ ઓફિસ ખાલી કરવી જામ્યુકોની ટીમેં ઓફિસને સીલ મારી દેતાં રેલવે તંત્રમાં દોડધામ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ જુન ૨૪ જામનગર મહાનગરપાલિકાના સૌથી મોટા બાકીદાર એવા રેલવે વિભાગ દ્વારા લાંબા સમયથી સર્વિસ ચાર્જની રૂપિયા ૩૪.૯૨ નું કરોડની રકમ ભરપાઈ કરવાની થાય છે, જે આખરી નોટિસ આપવા છતાં પણ રેલવે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં ન આવતાં આખરે આજે જામનગર મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટીમેં જી.જી. હોસ્પિટલની બાજુમાં આવેલી રેલવેની કચેરીએ પહોંચી જઈ, ચાલુ ઓફિસને ખાલી કરાવીને ત્યાં જામનગર મહાનગરપાલિકાના સીલ લગાવી દીધા છે, જેથી ભારે દોડધામ થઈ છે.

નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર કેન્દ્ર સરકારશ્રી મિલકતોમાં મ્યુની. સર્વિસ ચાર્જ વસુલ કરવાનો હક્ક રહે છે. અને તે અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગને આ ચુકાદો આવ્યા બાદ સને ૨૦૦૯ થી આજ સુધી સર્વિસ ચાર્જ ભરપાઈ કરવા અને એમઓયુ કરવા અનેક વખત પત્રો તથા સર્વિસ ચાર્જના બીલો મોકલી પત્રવ્યવહાર કરવામાં આવ્યા છે. જે બાબતે તા. ૧૪/૧૨/૨૦૨૩થી એમ.ઓ.યુ. કરવામાં આવેલા, જેને ૬ માસ જેટલો સમય વ્યતીત થયેલ હોય, રેલ્વે વિભાગ દ્વારા સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરવામાં આવેલી નથી.

રેલ્વે વિભાગને માગ્યા મુજબની તમામ વિગતો અત્રેથી પૂરી પાડવામાં આવેલી છે, અને પુરતી તકો આપવામાં આવેલી છે. જ્યારે મ્યુનિ. કમિશનરશ્રીની સહીથી આખરી નોટીસો પણ પાઠવવામાં આવલી છે.તેમ છતાં રેલ્વે વિભાગ સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરેલી ન હોય, આમ રેલ્વે વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા અને મહાનગરપાલિકા જામનગર સાથે થયેલ એમ.ઓ.યુ.ની શરતોનો સંપૂર્ણ ભંગ કરવામાં આવેલો છે.

જેથી જામનગર શહેર વિસ્તારમાં સમાવિષ્ટ થતી રેલ્વે વિભાગની જુદી-જુદી ૧૩ મિલકતોમાં તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધી કુલ બાકી સર્વિસ ચાર્જની રકમ રૂ. ૩૪.૯૨ કરોડની રકમ વસુલ કરવાની થાય છે. જે અન્વયે ઘી. બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ની કલમ-૧૪૧-એ-એ અનુસાર રેલ્વે વિભાગની જીજી હોસ્પિટલ ની બાજુમાં આવેલી મિલકતમાં સર્વિસ ચાર્જ વસુલાત કરવા ભાગરૂપે રેલવેની ચાલુ કચેરી કે જેમા સ્ટાફ હાજર હતો, તેઓને ખાલી કરાવી અને તે મિલકત ઉપર જામનગર મહાનગરપાલિકાના સીલ લગાવી દેવાયા હતા. જામ્યુકો ની ટેક્સ વિભાગની ટીમ દ્વારા આ સીલીંગની કાર્યવાહી કરવામાં આવતાં રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

જામનગરમાં ટોળાએ બાંધણીના વેપારીની કાર સળગાવી દીધી : સામસામી ફરીયાદની તજવીજ

0

જામનગર નજીક ધોરીવાવ પાસે બાંધણીના એક વેપારીની કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત : કાર ચાલક સામે ફરિયાદ નોંધાવા કાર્યવાહી

  • સામા પક્ષે કાર ચાલક વેપારી દ્વારા પોતાને ટોળાએ માર મારી કારને સળગાવી દઈ નુકસાની પહોંચાડ્યાની વળતી ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ જુન ૨૪, જામનગર નજીક ધોરીવાવ પાસે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને રિક્ષામાં બેઠેલી ચાર વ્યક્તિઓ ઘાયલ થઈ હતી, જે અકસ્માત મામલે કારના ચાલક જામનગરના બાંધણીના વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધાવા કાર્યવાહી હાથ ધરાઈ છે, જયારે સામા પક્ષે કાર ચાલક દ્વારા પોતાને માર્યા બાદ પોતાની કારને સળગાવી નાખ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના બાંધણીના વેપારી જીતભાઈ શૈલેષભાઈ ભોજાણી કે જેઓ પોતાની કાર લઈને ધોરીવાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સામેથી આવતી એક રીક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો, અને રિક્ષામાં બેઠેલી ચાર વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જે અકસ્માત ના બનાવ બાદ કારચાલક જીત શૈલેષભાઈ ભોજાણી કે જેઓ પર ટોળાએ આવીને પથ્થર વડે હુમલો કરી દીધો હોવાથી પોતે સારવાર માટે હોસ્પિટલમાં ગયા હતા.ત્યારબાદ તેઓની કાર ને આગ ચાંપી દઈ સળગાવી નાખ્યા ની વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે પંચકોથી બી. ડિવિઝન ના પોલીસે કોન્સ્ટેબલ ડી.જી. ઝાલા તપાસ ચલાવી રહ્યા છે.

ધોર કળયુગ : જામનગરમાં યુવતિ માતાને મરતી મુકી પ્રેમી સાથે પલાયન

0

મોટી ખાવડીમાં એક યુવતિ માતાને ઉંઘની ગોળીઓ ખવડાવી પ્રેમી સાથે ભાગી છૂટી…!!!

  • મેઘપર પોલીસે પ્રેમી યુગલ અને પ્રેમીના મિત્રની અટકાયત કરી : માતા સારવાર હેઠળ…

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૯ જુન ૨૪ એવું કહેવામાં આવે છે કે, પ્રેમ આંધળો હોય છે અને આંધળા પ્રેમમાં પાગલ થયેલા પ્રેમીઓને પોતાના પ્રેમ સિવાય બીજું કાંઈ જ દેખાતું નથી હોતુ અને આવા પ્રેમમાં પાગલ બનેલા લોકો પોતાના પરિવાર સાથે પણ દગો કરતા હોય છે, ત્યારે હાલ એવી જ ઘટના જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાંથી સામે આવી છે.

પોલીસ સૂત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ મોટી ખાવડીમાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા છોટેભાઈ મુળુભાઈ કુશ્વાહા (મુળ રહેવાસી ઉત્તર પ્રદેશવાળા) ની ૧૮ વર્ષની દિકરી ને ઉત્તરપ્રદેશના અંભુજ ઉર્ફે બીટુ ગુપ્તા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પરંતુ અલગ અલગ જ્ઞાતિના હોવાથી પરિવારજનો લગ્ન માટે તૈયાર ન થતાં ગઈકાલે બંનેએ ભાગીને લગ્ન કરવા પ્લાન બનાવ્યો હતો.

તેમના આ પ્લાનમાં પ્રેમી અંભુજે તેના મિત્ર કપ્તાન શાકયે ઉંઘની ગોળીઓનો પાવડર લાવી પ્રેમિકાને આપેલ અને ઉંઘની ગોળીઓનો પાવડર કોલ્ડ્રીંકસમાં ભેળવી યુવતીએ તેની માતાને પીવડાવી ઘરમાં રાખેલ રોકડ રકમ રૂા. ૩.૫૦ લાખ, આધારકાર્ડ વિગેરે લઈ ઘરેથી નિકળી અંભુજ ઉર્ફે બીટુ ગુપ્તા અને કપ્તાન સાકયે પાસે પહોંચી ભાગી જવા કોઈ વાહનની રાહ જોતા હતા.

તે દરમિયાન પેટ્રોલીંગમાં રહેલા મેઘપર પોલીસને શંકા જતાં ત્રણેયની પૂછપરછ કરતાં ભાંડો ફુટ્યો હતો. ત્યાર બાદ પોલીસે ત્રણેયને પોલીસ મથકે લઈ જઈ યુવતીના પિતાને પોલીસ મથકે બોલાવી સમગ્ર બનાવની જાણ કરી હતી. અને બેભાન માતા ઉષાબેનને સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવેલ છે.

જ્યારે છોટેભાઈ કુશ્વાહાની ફરિયાદના આધારે પોલીસે યુવતી તેમજ તેના પ્રેમી અંભુજ ગુપ્તા અને તેના મિત્ર કપ્તાન સાકયે વિરૂદ્ધ ઈ.પી. કો કલમ ૧૨૦ બી, ૩૨૮, ૩૮૦, અને ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર નાધેડી પાસે CO ચેકિંગના બબાલ પ્રકરણમાં ‘કિશોર રાદડીયા’ સામે વળતી ફરીયાદ

0

જામનગર નજીક નાઘેડી પાસે ખાનગી ટ્રાવેલ્સના સંચાલક અને સુરક્ષા મદદનીશ વચ્ચે મારામારી પ્રકારણ માં વળતી ફરીયાદ નોંધાઈ 

  • બે દિવસ પહેલા એસટી અને આરટીઓના ચેકિંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ સંચાલકે હુમલો કરી ફરજ મા રુકાવટ કર્યા અંગે ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

  • મહાવીરસિંહ રાણાએ પોતાનાં પર અને તેના ભાઈ પર હુમલો કર્યાં ની વળતી ફરીયાદ નોંધાવતા ભારે ચકચાર મચી છે

  • કિશોર રાદડીયાની જોહુકમી સામે ટ્રાવેલ્સ એસોસીએયશને કલેક્ટર અને જીલ્લા પોલિસ વડાને આવેદન પાઠવ્યું હતું.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ જુન ૨૪, જામનગર નજીક નાઘેડી પાસે આરટીઓ અને એસટી વિભાગ ના CO ચેકિંગ વેળએ ખાનગી ટ્રાવેલ્સ સંચાલક અને મદદનીશ નિયામક કિશોર રાદડીયા વચ્ચે બબાલ થઈ હતી જેમા બંન્ને વચ્ચે જપા જપી થતા સામસામી ઇજા થતા બંને ને જી જી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે ઇજાગ્રસ્ત અધિકારીને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. તેમા કિશોર રાદડિયાએ પોતાના પર હુમલો કરી માર માર્યાં  ફરીયાદ નોંધાવી હતી આ સમગ્ર પ્રકારણ ટ્રાવેલ્સ સંચાલક મહાવીર સીંહ રાણાએ વળતી ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે બુધવારે એસટીના વિભાગીય કચેરીના સુરક્ષા મદદનીશ અધિકારી કિશોરભાઈ હરસુખભાઈ રાદડિયા તેમજ આરટીઓના અધિકારીઓ વગેરે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ચેકિંગ કરી રહ્યા હતા, જે દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલક મહાવીરસિંહ રાણા અને તેના ભાઈ દિકરાના લગ્ન હોય જેથી પાર્ટી પ્લોટ નુ નક્કી કરવા માટે ત્યાથી થઇ ને આશીર્વાદ રીસોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે નાઘેડી નજીક  આરટીઓ અને એસટી વિભાગ ના CO ચેકિંગ ચાલતું હતું ત્યારે ST મદદનીશ નિયામક કિશોરભાઇ રાદડીયા મહાવીર સિંહ અને તેના ભાઈને જોઈ કહેવા લાગેલ કે તમે મારૂ ધ્યાન રાખો છો , હુ મારી કામગીરી કરૂ છુ અને તમારી ગાડી તો હવે હાલશે જ નહી તેમ કહી જેમ ફાવે તેમ બોલવા લાગેલ જેથી ફરીયાદી મહાવીરસિંહ રાણાએ તેને કહેલ કે અમો તો આશીર્વાદ રીસોર્ટ જાઇએ છીએ , તેવામાં આરોપી કિશોભાઇ રાદડીયા એકદમ ઉશ્કેરાઇ જઇ મહાવીરસિંહ સાથે મારામારી કરવા લાગ્યો હતો જેમા મહાવીરસિંહ ને જમણા પગમા પોચાના ભાગે તથા જમણા હાથમા માર મારતા મહાવીરસિંહ રાણા અને તેના નાના ભાઇ ઇન્દ્રજીતસિંહને માથાના ભાગે તેમજ પેટના ભાગે તથા શરીરના ભાગે માર મારેલ મુંઢ ઇજાઓ થઈ હતી

તેવામાં હાજર પરના  આર.ટી.ઓ અધિકારીઓએ બંન્ને છોડાવેલ હતા ત્યારે જપા-જપીમાં કિશોર રાદડીયાને પણ મુંઢ ઇજા થઇ હતી જેથી બંનેને સારવાર માટે જી જી હોસ્પિટલ ખસેડાયા હતા હાલ પોલીસે બંનેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આ હુમલામાં મહાવીર સિંહે પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં કિશોભાઇ રાદડીયા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ -૩૨૩ અને ૧૧૪ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર નજીક ધોરીવાવ પાસે કાર અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત

0

જામનગર નજીક ધોરીવાવ પાસે કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં પાંચ વ્યક્તિને ગંભીર ઇજા

  • ચાર વ્યક્તિને લોહી નિતરતી હાલતમાં જીજી હોસ્પિટલમાં જયારે એકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ જૂન ૨૪ જામનગર નજીક રણજીતસાગર રોડ પર ધોરી વાવ પાસે એક ઓટો રીક્ષા અને કાર વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, અને રીક્ષામાં બેઠેલી પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. તે તમામને લોહીનીતરતી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ ટુકડી દોડતી થઈ હતી અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક રણજીત સાગર રોડ પર ધોરીવાવ પાસે આવેલા એક રિસોર્ટ માંથી વહેલી સવારે એક કાર પુરઝડપે બહાર આવી રહી હતી, અને તયાંથી પસાર થઈ રહેલી એક ઓટો રીક્ષા સાથે ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો, અને રીક્ષા નો ભુક્કો બોલી ગયો હતો. સાથો સાથ કારના આગળના ભાગને પણ નુકસાની થઈ હતી.

આ અકસ્માતના બનાવમાં રીક્ષા ની અંદર લીધેલા પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ હતી અને ચાર વ્યક્તિને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ફ્રેકચર સહિતની ઈજા પામેલા અન્ય એક વ્યક્તિને સારવાર માટે જામનગરની ઓસવાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવને લઈને ઇજા પામનાર અને તેના પરિવારજનોમાં દોડાદોડી થઈ હતી જે તમામને જીજી હોસ્પિટલમાં ખસેડાયા પછી ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સમગ્ર બનાવવાની જાણ થવાથી સીટીબી. ડિવિઝનના પીઆઇ પી પી. ઝા. અને તેમનો સ્ટાફ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ઇજાગ્રસ્તો ની સારવારમાં મદદ કરી હતી. પંચકોથી બી. ડિવિઝનનો પોલીસ કાફલો પણ દોડતો થયો છે અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર માં CO ચેકિંગ નામે થતી હેરાનગતિને લઈ ટ્રાવેલ્સ સંચાલકો લાલધૂમ : કલેક્ટરને આવેદન અપાયું

0

જામનગરમાં ખાનગી ટ્રાવેલ્સના ઓપરેટરો ને થતી હેરાનગતિ અંગે જિલ્લા કલેકટર અને SP ને આવેદનપત્ર પાઠવ્યું

  • CO ચેકિંગના નામે ટ્રાવેલ્સ સંચાલકોને કનળગત કરવામાં આવતી હોવાનો કરાયો આક્ષેપ

  • કિશોર રાદળીયા વિરૂદ્ધ અગાઉ હેરાનગતિ કરવામાં આવતી હોવાનો Video થયો હતા વાયરલ ?

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૭ જૂન ૨૪ , જામનગર ના એસટી વિભાગ ના અધિકારી દ્વારા સીઓ ચેકીંગના નામે ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરો ને દંડ કરાવાતો હોવા ની રજૂઆત સાથે આજે જામનગર ટ્રાવેલ ઓપરેટર એસોસિએશને કલેક્ટરને આવેદન પાઠવ્યું છે.જામનગર-ખંભાળિયા માર્ગ પર નાઘેડી પાસે ગઈકાલે એસટી વિભાગના અધિકારી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા સીઓ ચેકીંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલક સાથે બોલાચાલી પછી એસ.ટીના અધિકારી પર હુમલો થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.તે ફરિયાદની સામે આજે જામનગર ટ્રાવેલ ઓપરેટર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવાયા મુજબ એસટીના અધિકારી રાદડીયા મહિના માં દસ દિવસ બહાર વખત ચેકીંગના બહાને ખાનગી ટ્રાવેલ્સની બસોને પોલીસ અથવા આરટીઓ પાસે ડીટેઈન કરાવે છે. સમગ્ર રાજ્યમાં ખાનગી ટ્રાવેલ્સની બસોમાં વર્ષાેથી મુસાફરો અવરજવર કરે છે તે મુજબ દર મહિને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા કરોડો રૂપિયા ટેક્સપેટે ચૂકવવામાં આવે છે.આમ છતાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને પરેશાનીનો ભોગ બનવું પડી રહ્યું છે. પરમીટ રેગ્યુલર કરવા બાબતે કોઈ કાર્યવાહી થતી નથી અને પરમીટની શરતનો ભંગ બદલ ઓછામાં ઓછો રૂ. ૧૦ હજાર દંડ વસૂલવામાં આવે છે. દર અઠવાડિયે આવી રીતે દંડની રકમ ભરવામાં આવે તો ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો આર્થિક રીતે પડી ભાંગે તેમ છે. તેથી પરમીટ રેગ્યુલર કરી આપવા પણ માગણી કરાઈ છે.

જામનગર નજીક હેવી મશીનરી સાથેનું ટ્રેલર સાઈનબોર્ડ સાથે અથડાતાં સરકારી મિલકતને નુકસાન

0

જામનગર નજીક ખંભાળિયા બાયપાસ પાસે હેવી મશીનરી સાથેનું ટ્રેલર સાઈનબોર્ડ સાથે અથડાતાં સરકારી મિલકતને નુકસાન

  • ખંભાળિયા બાયપાસ રોડ પરનો ટ્રાફિક જામ થઈ જતાં ટ્રાફિક પોલીસ દ્વારા કવાયત હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ જૂન ૨૪, જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર સાંજના સમયે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મોટી ખાવડી સ્થિત ખાનગી કંપની માટે એક મોટી હેવી મશીનરીને સંખ્યાબંધ વહીલ વાળા હેવી ટ્રક ટેલર પર લાદીને લઈ જવામાં આવી રહી હતી.જે મશીનરી નો ઉપરનો ભાગ ખંભાળિયા બાયપાસ પાસેના સાઈન બોર્ડ સાથે ટકરાઈ ગયો હતો, અને તેના કારણે સાઈન બોર્ડ જમીનમાંથી ઉખડીને લટકી ગયું હતું.

આ વિચિત્ર અકસ્માતને લઈને સરકારી મિલકતને ભારે નુકસાની થઈ હતી, જયારે વાહન વ્યવહાર અવરોધાયો હતો. આ બનાવની જાણ થતાં જામનગરની ટ્રાફિક શાખાના પી.એસ.આઇ. બી.જે. તીરકર અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને એકાદ કલાકની જહેમત લઈને વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો.

જયારે આ અકસ્માત સર્જનાર હેવી ટ્રક ટ્રેલર ના ચાલક સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.