Wednesday, October 14, 2026
Home Blog Page 140

જામનગરમાં રેલ્વેની મિલકત ‘સીલ’ થઇ તો’ પાંચ કરોડ ભર્યાં

0

જામનગરમાં મિલકતને સીલ કરતાં જ રેલવે તંત્રે એ સર્વિસ ટેક્સ પેટે ચૂકવ્યા રૂ. પાંચ કરોડ

દેશ દેવી ન્યૂઝજામનગર તા. ૪ જૂલાઈ ૨૪, જામનગર મહાનગરપાલિકાને સર્વિસ ચાર્જની રકમ ભરવામાં વર્ષ થી આડોડાઈ કરનાર રેલવે ની મિલકત સીલ કરતાં જ આખરે રેલવે વિભાગ દ્વારા સત્વરે રૂ. પાંચ કરોડ ની રકમ જમા કરાવી દેવામાં આવી છે. આથી મહાનગરપાલિકાએ લગાવેલ સીલ ખોલી નાખવા માં આવ્યા છે.

જામનગર મહાનગર પાલિકાના મોટા બાકીદાર એવા રેલવે વિભાગ પાસે રૂપિયા ૩૪ કરોડ ૯ર લાખની રકમ સર્વિસ ચાર્જની વસૂલાત કરવાની બાકી હોવા થી અનેક વખત ઉઘરાણી કરવામાં આવી હતી. એમઓયુ પણ રેલવે સાથે થયા હતાં, છતાં રેલવે દ્વારા પૈસા ભરવામાં નહીં આવતા આખરે ગત્ શનિવારે રેલવે ની એક કચેરી ને મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત અધિકારીના બંગલાના એક રૂમ ને પણ સીલ મારી દેવાયું હતું.

આ પછી રેલવે તંત્રએ તાબડતોબ રૂપિયા પાંચ કરોડની રકમ મહાનગર પાલિકાને ચૂકવી આપતા આખરે મહાનગર પાલિકાએ સીલ ખોલી નાખ્યું છે, અને બાકી રહેલા પૈસાની ઉઘરાણી કરી છે. આમ રેલવેની મિલકત સીલ નો રેલો આવતા જ પૈસા.ચૂકવવાની ફરજ પડી છે.

જામનગરમાં મેઘરાજાના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ

0

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાનો વિરામ: આજે ફરી વરસાદી વાતાવરણ

  • જામનગર શહેરને પાણી પૂરું પાડતા ત્રણેય ડેમમાં ચાલુ વરસાદી સીઝનમાં એક માસ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ બન્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ જુલાઈ ૨૪, જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે, પરંતુ આજે ફરીથી વરસાદી માહોલ બંધાયેલો જોવા મળી રહ્યો છે. ઉપરાંત જામનગર શહેરને પાણી પૂરું પાડતા ત્રણેય જળાશયોમાં એકાદ માસ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ બની ગયો હોવાથી હાલ જુલાઈ માસ સુધીનું પાણીનું સંકટ હળવું થયું છે.

જામનગર શહેર જિલ્લામાં સાર્વત્રિક મેઘસવારી બાદ ગઈકાલથી મેઘરાજાએ વિરામ લીધો છે, અને છેલ્લા બે દિવસમાં સમગ્ર જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી, પરંતુ આજે સવારથી આકાશમાં વાદળો ના આટા ફેરા જોવા મળી રહ્યા છે, અને ફરીથી વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.

જામનગર શહેરને પાણી પૂરું પાડતા ત્રણ જળાશયો જેમાં રણજીત સાગર, સસોઈ અને ઉંડ સહિત ત્રણેય ડેમમાં ચાલુ વરસાદી સિઝનમાં નવા પાણીની આવક થઇ છે. જેમાં રણજીત સાગર ડેમમાં ત્રણ ફૂટ નવું પાણી આવ્યું છે. સસોઈ ડેમમાં બે ફૂટ, જ્યારે ઊંડ ડેમ મા એક ફૂટ નવા પાણીની આવક થઈ છે, જેને કારણે જામનગર શહેર માટે એકાદ માસ સુધી પાણી વિતરણ માટેનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ બની ગયો હોવાથી જુલાઈ અંત સુધીનું પાણીનું સંકટ હળવું થયું છે. જો કે હજુ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને ત્રણેય ડેમ ભરાઈ જશે, તો સમગ્ર વર્ષ માટે પાણીની સમસ્યા હલ થઈ જશે.

હાલ જામનગર શહેરમાં પ્રતિદિન ૧૪૦ થી ૧૪૫ એમએલડી પાણીનું વિતરણ થઈ રહ્યું છે, અને જામનગરના અલગ અલગ ૮ ઝોન પાડીને એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે પાણી ને ફિલ્ટર કરવા માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા ત્રણ ફિલ્ટર પ્લાન્ટ મારફતે સુપર ક્લોરિનેશન કરીને પાણી વિતરણ કરાઇ રહ્યું છે. હાલ કોલેરાની પરિસ્થિતિ છે, જેને પહોંચી વળવા માટે સુપર કલોરીનેશન થઈ રહ્યું છે. તેમ વોટર વર્કર્સ શાખાના ઇજનેર અલ્પેશ ચારણીયા સાથેની વાતચીતમાં જણાવાયું છે.

જામનગર શહેરમાં કોલેરાના વધતા જતા કેસને લઈને તંત્ર હરક્તમાં આવ્યું

0

જામનગર શહેરમાં કોલેરાના વધતા જતા કેસને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું

  • શહેરના કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટુકડી ડોર સર્વે કરવા માટે નીકળી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ જુલાઈ ૨૪, જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કોલેરાના પાંચ જેટલા પોઝિટિવ કેસ મળ્યા પછી રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, અને રાજ્ય આરોગ્ય વિભાગની એક ટુકડી જામનગર દોડી આવી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વિશેષ જાહેરનામુ બહાર પાડીને અમુક વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે.

દરમિયાન જામનગર મહાનગર પાલિકા ની આરોગ્ય વિભાગની જુદી જુદી ટુકડીઓ, કે જે વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયા છે, તે તમામ વિસ્તારોમાં સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટુકડી દ્વારા સેમ્પલો લેવાનું તેમ જ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, અને આરોગ્ય વિભાગની ટીમ કોલેરા નો રોગચાળો વધુ વકરે નહીં, તેની સંપૂર્ણપણે તકેદારી લઈ રહ્યું છે.

જામનગર સાત રસ્તાથી ગુરદ્વારા સુધીનો રોડ ડોઢ માસ માટે બંધ

0

જામનગરમાં સાત રસ્તાથી ગુરુદ્વાર સર્કલ સુધી જંકશન સુધીનો રોડ ૬ જુલાઈ થી ૨૨ ઓગસ્ટ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે

  • ફલાય ઓવર બ્રિજ ના કામ માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩ જુલાઈ ૨૪, જામનગર મા સાત રસ્તા થી સુભાષ બ્રિજ સુધી ના માર્ગ પર ચાલતા ઓવરબ્રિજના કામમાં જરૂરી કામગીરી કરવામાં આવનાર હોવાથી તારીખ ૬ જુલાઈ થી ૨૩ ઓગસ્ટ સુધી સાત રસ્તા થી ગુરુદ્વારા સુધી નો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવા મા આવનાર છે. આ માટે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જામનગર મહાનગપાલિકાની હદમાં સાત રસ્તા થી સુભાષ બ્રિજ સુધી ના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રીજ બનાવવા ની કામગીરી અંતર્ગત સાત રસ્તા સર્કલ થી ગુરુદ્વારા જંકશન સુધી જાડા બિલ્ડીંગ થી ગુરુદ્વારા સર્કલ તરફ સર્વિસ રોડ, ગુરુદ્વારા જંકશન પરનો ઓબ્લીગેટરી સ્પાનનો સ્લેબ. સાત રસ્તા સર્કલથી ડો. તકવાણી હોસ્પિટલ સુધી લેફ્ટ સાઈડના કનેકટીંગ સ્લેબ, સેન્ટરના ભાગના પિયર કેપ ની કામગીરી અનુસંધાને સાત રસ્તા સર્કલ થી ગુરુદ્વારા જંકશન સુધીનો રોડ સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૦૬/૦૭/૨૦૨૪ થી ૨૩/૦૮/૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર બંધ રાખવા મા આવશે.

આ માટે મ્યુનિ કમિશનર દ્વારા આજે જાહેરનામુ બહાર પાડવા મા આવ્યું છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ – ૩૯૨ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.

ટુ વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટે ની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.જેમા સાત રસ્તા સકલ તરફ થી ગુરુદ્વારા જંકશન તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે, જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાલ્કેશ્વરી નગરી આદર્શ હોસ્પિટલ વાળા રોડ થી વાલ્કેશ્વરી નગરી ફેઇઝ – ૨ અને ફેઈઝ – ૩ ના તમામ રસ્તાઓ, મંગલબાગ અને સ્વસ્તિક સોસાયટી થી જી.જી. હોસ્પિટલ તરફનો રોડ તથા વાલ્કેશ્વરી નગરી ફેઇઝ – ૩

નંદ ટ્રાવેલ્સ તરફના રસ્તાઓ ખુલ્લા રહેશે. આમ, સાત રસ્તા થી ગુરુદ્વારા તરફ જતા વાલ્કેશ્વરી નગરીના તમામ આંતરિક રસ્તાઓનો ઉપયોગ ચાલુ રહેશે. તેમજ ગુરુદ્વારા જંકશન તરફ થી સાત રસ્તા સર્કલ તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ગુરુદ્વારા જંકશન થી લાલ બંગલા સર્કલ થઈ સાત રસ્તા સકલ તરફનો માર્ગ ખુલ્લો રહેશે. તેમજ ગુરુદ્વારા જંકશન થી નંદ ટ્રાવેલ્સ સુધી નો રસ્તો પણ ખુલ્લો રહેશે.અને લાલ બંગલા સર્કલ થી દાંડિયા હનુમાન/જી.જી. હોસ્પિટલ તરફનો રસ્તો ગુરુદ્વારા જંકશન ના બંને તરફ ના ઓબ્લીગેટરી સ્પાન પાસે ના ખુલ્લા રસ્તા પર થી આવક-જાવક ચાલુ રહેશે.

ભારે વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે સાત રસ્તા સર્કલ થી લાલ બંગલો સર્કલ થઇ ટાઉનહોલ થઇ તીનબત્તી સકલ થઇ કે.વી રોડ પર થી સુભાષબ્રીજ પર જઈ શકાશે.અને સુભાષબ્રીજ થી ત્રણ દરવાજા સર્કલ થઇ ટાઉનહોલ થઈ લાલબંગલા સર્કલ થઈ સાત રસ્તા સર્કલ જઈ શકાશે.

જામનગરમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડની કચેરી ભડભડ સળગી ઉઠી : ક્લાસીસના બાળકોમાં દોડધામ

0

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આગ લાગતાં ભારે દોડધામ

  • કચેરીના જરૂરી દસ્તાવેજો ફાઈલો, કાગળો, ઓફિસનો સામાન વગેરે બળીને ખાખ થયો:ફાયરે આગ બુઝાવી

  • જે સ્થળે આગ લાગી તેના ઉપરના માળે ટ્યુશન ક્લાસ ચાલતો હતો: સદભાગ્ય જાનહાની ટળી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ જુલાઈ ૨૪, જામનગરના રામેશ્વર વિસ્તારમાં આવેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.) ની કચેરીમાં ભયાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે કચેરીના જરૂરી દસ્તાવેજો ફાઈલો બળી ને ખાખ થઈ ગયા છે. હાયર શાખાની ટુકડીએ પાણીના બે ટીમ કરો વડે સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી. કચેરીની ઉપર જ ટ્યુશન ક્લાસ ચાલતો હતો, પરંતુ આગ સમયસર કાબુમાં આવી જતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ૮.૩૦ વાગ્યા ના અરસામાં ગુજરાત નિયંત્રણ પ્રદૂષણ બોર્ડની કચેરીના બિલ્ડિંગમાં આગ લાગી હતી. અને આગ ઝડપથી ફેલાઈ અને કચેરીના મોટાભાગના એરિયાને ઘેરી લીધા હતા. જે કચેરીની બારી માંથી ધુમાડાના ગોટા આકાશમાં ઊંચે ઊડતા દેખાયા હતા, જેનાથી આસપાસના વિસ્તારમાં ભારે દહેશત ફેલાઇ હતી.આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ચીફ ફાયર ઓફિસર કે કે બિશ્નોય ની આગેવાની હેઠળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીના બે ટેન્કર વડે મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું. અને અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો.આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના કારણે કચેરીના જરૂરી ફાઈલો, ફર્નિચર અને કમ્પ્યુટર સહિત મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

સદનસીબે, આ ઘટના દરમિયાન કોઈ કર્મચારી કચેરીમાં હાજર ન હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.ઉપરાંત આ બિલ્ડિંગમાં એક ટ્યુશન ક્લાસ પણ ચાલે છે, જે સવારે બંધ હતુ, નહીંતો તેના ગંભીર પરિણામો આવી શક્યા હોત. આગ ઘટનાની તપાસ હાલ ચાલુ છે, અને નુકસાનનું વર્તમાન મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.પોલીસ તંત્ર દ્વારા આગના બનાવ ના સંદર્ભમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે, અને એફ એસ એલ ની ટીમ ની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

જામનગર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદન મામલે વિરોધ પ્રદર્શન

0

જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદન મામલે વિરોધ પ્રદર્શન કરાયું

  • ભાજપ કાર્યાલયથી રેલી સ્વરૂપે કોંગ્રેસ કાર્યાલય સુધી સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધીના હિંદુવિરોધી નિવેદનનો વિરોધ કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ જુલાઈ ૨૪, સંસદ ભવનમાં ગઈકાલે કોંગ્રેસના નેતા તેમજ સંસદ ગૃહના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી પ્રવચન આપતાં તેના ઘેરા પ્રત્યા ઘાતો પડ્યા હતા, અને જામનગર શહેર ભાજપ દ્વારા આ મામલે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલયથી એક રેલી કાઢવામાં આવી હતી, પંચેશ્વર ટાવર થઈ ટાઉનહોલ વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજાઇ હતી, અને રાહુલ ગાંધીના વિરોધમાં સુત્રોચાર કરી વિરોધ કરવામાં કરવામાં આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથના નેતા આશિષ જોષી, આ ઉપરાંત શહેર ભાજપના શહેર સંગઠનના અન્ય હોદ્દેદારો, કોર્પોરેટરો, વિવિધ મોરચા- સંગઠનના હોદ્દેદારો- કાર્યકરો વગેરે બહોળી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા, અને રાહુલ ગાંધી ના હિંદુ વિરોધી નિવેદનને લઈને વિરોધ પ્રકટ કરાયો હતો.

જામ્યુકોનું ફાયર તંત્ર કોઇ પણ આપત્તિ સામે એલર્ટ : સમગ્ર ટીમ સુસજ્જ

0

જામનગર શહેર જિલ્લામાં કોઈ પણ આપત્તિ સામે જામનગર મહાગરપાલિકા નું ફાયરતંત્ર એલર્ટ

  • ૧૨ ફાયર ફાઇટર અને ૪ રેસ્ક્યુ બોટ સહિતની સાધન સામગ્રી સાથે ૪૫ ફાયરના જવાનો સુસજ્જ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ જુલાઈ જામનગર શહેર અને જિલ્લામાં ચાલુ વરસાદની સિઝન દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જામનગર મહાનગરપાલિકા નું ફાયર તંત્ર સુસજજ બન્યું છે, અને ફાયર ફાઈટરવેન રેસ્ક્યુ બોટ સહિત સાધન સામગ્રી ને તહેનાતમાં રાખવામાં આવી છે.  જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસ કે.કે. બિશ્નોય ની રાહબરી હેઠળ ૪૫ જેટલા ફાયર બ્રિગેડ શાખાના જવાનો રાઉન્ડ ધ ક્લોક સુસજ્જ બની ને રખાયા છે.

નાની-મોટી શેરી ગલીઓ સહિતના વિસ્તારમાં પહોંચી વળવા માટે નાના-મોટા ૧૨ ફાયર ફાઇટર તેમજ રેસ્ક્યુ બોટઝ અત્યાધુનિક બુલેટ મોટર સાયકલ સહિતના વાહનો તહેનાતમાં રખાયા છે, ઉપરાંત રસ્સી દોરડા, લાઈફ ઝેકેટ, ઝાડ કાપવા માટેના ઈલેક્ટ્રીક કટર, હેવી લાઈટ, અંડર વોટર કેમેરા સહિતની અન્ય સાધન સામગ્રીઓ પણ સજ્જ બનાવીને રખાઇ છે, અને જામનગર શહેર જિલ્લામાં ચાલુ વરસાદ દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જામનગર મહાનગરપાલિકાનું ફાયરતંત્ર એલર્ટ મોડમાં છે.

જામનગરના શ્રેત મકવાણા ની રાજ્ય કક્ષાએ ટેકવોન્ડો રમતની સ્પર્ધામાં પસંદગી

0

રમશે ગુજરાત, જીતશે ગુજરાત

જામનગરના વિદ્યાર્થી શ્વેત મકવાણાની રાજ્ય કક્ષાએ ટેકવોન્ડો રમતની સ્પર્ધામાં પસંદગી કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૦૨ જુલાઈ, ૨૪ રાજ્ય સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસની સાથે સાથે રમત ગમતમાં પણ એટલા જ આગળ વધે તે માટે અનેકવિધ સ્પર્ધાઓ, ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે. જામનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન તળે સાંઈ વિદ્યા સંકુલ, જોડીયા તાલુકામાં ટેક્વોન્ડો ઈનસ્કુલ પ્રોગ્રામ અમલમાં મુકવામાં આવ્યો છે.

શાળામાં અભ્યાસની સાથે રમતગમતમાં ખુબ જ રસ ધરાવતો વિદ્યાર્થી શ્વેત દિનેશભાઈ મકવાણાએ જિલ્લા લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) ની પ્રુવલ ટેલેન્ટ (PT) પસંદગી પરીક્ષા આપી હતી. શ્વેતની ગુજરાત રાજ્ય ટેક્વોન્ડો પ્રુવલ ટેલેન્ટ (PT) પસંદગી યાદીમાં ટોચના 10 ખેલાડીઓમાં પસંદગી કરવામાં આવી છે.

શ્વેત હવે મોરબીમાં જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલ નવજીવન વિદ્યાલયમાં અભ્યાસની સાથોસાથ ટેક્વોન્ડોની તાલીમ લેશે. સાંઈ વિદ્યા સંકુલ, જોડીયા અને જામનગર જિલ્લાના ગૌરવમાં વધારો કરવા બદલ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા કે.મદ્રા, શાળાના આચાર્યશ્રી જગદીશ વિરમગામા, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષક મિત્રોએ વિદ્યાર્થી શ્વેત અને તેમના કોચ શ્રી જયવિરસિંહ સરવૈયાને શુભેચ્છા પાઠવી છે અને શ્વેત અભ્યાસની સાથોસાથ રમત ગમત ક્ષેત્રમાં પણ પોતાનું ઉજવળ ભવિષ્ય બનાવે તેવી શુભકામના વ્યક્ત કરી છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટર નાં પિતાનું વીજ શોક થી નિધન

0

જામનગરમાં ભાજપના કોર્પોરેટર નાં પિતા નું વીજ શોક થી નિધન

 દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ર જુલાઈ ૨૪, જામનગર નાં ભાજપ નાં કોર્પોરેટર નાં પિતા નું આજે વીજ આંચકો લાગતાં મૃત્યુ થયું છે. આ સમાંચાર સાપડતાં જ ભાજપ ના આગેવાનો અને કેટલાક કોર્પોરેટરો હોસ્પિટલ અને તેમજ નિવાસસ્થાને પહોંચ્યા હતા. જામનગર મહાનગપાલિકા ના વોર્ડ નંબર ૧૬ નાં.ભાજપ નાં કોર્પોરેટર પાર્થભાઈ કોટડીયા ના પિતા પરસોત્તમભાઈ નું આજરોજ વીજ શોક લાગવા થી અવસાન થયું હતું

તેઓ આજે બપોરે પોતાના કારખાને હતા ત્યારે અકસ્માતે તેઓ ને વીજ શોક લાગ્યો હતો. જેમાં તેઓ નું મૃત્યુ થયું હતું. આ બનાવ ની જાણ થતા જ મેયર વિનોદ ખીમસૂર્યા સહિત નાં ભાજપ નાં આગેવાનો અને કેટલાક કોર્પોરેટરો હોસ્પિટલ અને તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા. તેઓની અંતિમ યાત્રા આજે રાત્રે તેઓના નિવાસસ્થાન મંગલમ એપાર્ટમેન્ટ શેરી નં. ૫ પટેલ પાર્ક ખાતે થી નીકળી હતી.

જામજોધપુરમાં યુવાને જાતે ગળુ કાપી આપધાત કરી લેતા ચકચાર

0

જામજોધપુરમાં સોમનાથ સોસાયટીમાં રહેતા હોટલ સંચાલક યુવાનનો આપઘાત

  • છેલ્લા દોઢ માસ થી ડિપ્રેશનમાં આવી જતાં પોતાના હાથે જ છરી વડે ગળું કાપી આપઘાત કર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૦૧ જુલાઈ જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં સોમનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા એક હોટલ સંચાલક ગઢવી યુવાનનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો, અને તેની બાજુમાંથી એક છરી પણ મળી આવી હતી. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન મૃતક યુવાને પોતે જ પોતાના ગળામાં છરીનો ઘા મારી આત્મહત્યા કરી લીધી હોવાનું અને પોતે ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી આ પગલું ભર્યાનનુંજાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના સોમનાથ સોસાયટીમાં રહેતો સામાભાઈ રણમલભાઈ ગઢવી નામનો ૩૨ વર્ષના યુવાન કે જે અગાઉ હોટલ ચલાવતો હતો, પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી પોતે ડિપ્રેશનમાં આવી ગયો હતો, અને માનસિક સમતુલા ગુમાવી બેઠો હતો. દરમિયાન પોતાના ઘેરથી ગઈ રાત્રે છરી સાથે નીકળી ગયા પછી આજે સવારે તેનો લોહીથી લથબથ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા સૌપ્રથમ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી, અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી અને એફએસએલ અધિકારીની ટુકડી વગેરે પણ જામજોધપુર પહોંચી ગયા હતા અને ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી.

દરમિયાન મૃતક યુવાને જાતે જ પોતાના હાથે શરીરના ગળાના ભાગે છરી નો ઘા ઝીંકી દઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાહેર થયું હતું.પોલીસ દ્વારા મૃતકના માતા આલૂ બેન ગઢવી નું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં માતાએ જણાવ્યું હતું, કે પોતે ગઇ રાત્રે બહારગામ થી છરી લઈને આવ્યો હતો, જે છરી લઈને પોતાના ઘેરથી નીકળ્યો હતો. તેના ભાઈએ પણ રસ્તામાં રોક્યો હતો, પરંતુ રોકાયો ન હતો, અને આજે સવારે તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

છેલ્લા દોઢ મહિનાથી પોતે ડિપ્રેશનમાં આવી ગયો હતો, અને પોતાના તેમજ પોતાના મોટાભાઈ અને મોટા બહેન કોઈના લગ્ન થયા ન હતા, જેથી પોતે ચિંતા અનુભવતો હતો. દરમિયાન ગઈ રાત્રે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું તારણ નીકળ્યું છે.જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, અને મૃતકના માતા આલુબેન તેના ભાઈ, અને બહેન વગેરેના નિવેદનો નોંધ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.