Wednesday, October 14, 2026
Home Blog Page 139

જામનગર શંકર ટેકરીમાં માતા પુત્રને તિક્ષણ હથીયારો ઝીંકાયા : 7 સામે ગુનો નોંધાયો

0

જામનગર નાં શંકર ટેકરી વિસ્તાર માં રહેતા માતા-પુત્ર ઉપર તલવાર- છરી- પાઇપ- હથોડી વડે હુમલો

  • આરોપી :- (૧) હાજી અયુબ ખફી (૨) વકીબ પટણી તથા તેની સાથે બીજા પાંચ અજાણ્યા માણસો રહે.તમામ જામનગર

દેશ દેશ ન્યૂઝ જામનગર તા.૮ જુલાઈ ૨૪, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાન ઉપર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.. આ સમયે યુવાનને બચાવવા પડેલા તેના માતા ઉપર પણ છરી સહિત નાં હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડવા માં આવી હતી.આથી માતાં – પુત્ર બંને ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા હતા. આ બનાવવા અંગે સાત શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરમાં શંકર ટેકરી નવી નિશાળ વિસ્તારમાં રહેતા નાઝીર ઉર્ફે નાઝલો નુરમામદ ઘોઘા (૨૫ ) નાં મિત્ર પ્રિન્સ કરશનભાઈ ચારેગીયા ના એ હાજી અયુબભાઇ ખફી સામે ધાક ધમકી તથા મારી નાખવાની ધમકી આપેલ જે અંગે અરજી કરેલ હતી જે બાબતે પોલીસ બોલાવેલ અને બંને વચ્ચે સમાધાન થયુ હતું.ત્યાર બાદમા રાત્રીના સાડા નવ દસ વાગ્યે નાઝિર ઉર્ફે નાઝલો કાદરીચોક શંકરટેકરી મા પોતાના સ્કૂટર ઉપર બેઠો હતો ત્યારે હાજી અયુબ ખફિ, વકીબ પટણી અને બીજા પાંચ અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. અને હાજી અયુબ ખફી એ તલવાર થી અને વકીબ પટણી એ પાઇપ થી તેમજ અન્ય પાંચ અજાણ્યા શખ્સો એ લોખંડના પાઈપ તથા છરી ધોકા હથોડી સાથે નજીર ઉપર હુમલો કર્યો હતો.

દરમ્યાન મલન નઝીર નાં માતા ફુલસમબેન છોડાવવા વચ્ચે આવતાં તમને પણ કોઈ એ હાથ માં છરી નો ઘા મારતા ધસરકો થયેલ છે .તથા એની સાથેના અન્ય લોકો એ કુલ્સુમબેન ને ઢીકાપાટુનો માર માર્યો હતો.અને કહ્યું હતી કે તારા છોકરા નાઝીર ને લઇને જામનગર મુકીને ચાલ્યા જાજો નહિતર તમને બધાય ને મારી નાખીશ.

આ બનાવમાં બીજા પામનાર માતા પુત્ર બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં આ બનાવવા અંગે નજીર ઘોઘા એ પોતાના ઉપર તથા પોતાના માથા ઉપર હુમલો કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે હાજી અયુબ ખફી અને વકીબ પટણી સહિત ના સાત સામે ગુનો નોંધી વધુ તપાસ PSI રવીરાજસિંહ ડી. ગોહિલ હાથ ધરી છે.

જામનગરના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવવાની પરંપરા નિભાવાઈ

0

જામનગર તાલુકાના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવવા ની પરંપરા નિભાવાઈ

  • આમરા ગામમાં વરસાદનો વરતારો મેળવવાની સદીઓ જૂની પરંપરા: ૧૪ થી ૧૬ આની વરસાદ ના મળ્યા સંકેતો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ જુલાઈ ૨૪, જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો જોવાની સદીઓથી વધુ પુરાણી પરંપરા છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. દરમિયાન આજે ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધી સંપન્ન થઇ હતી, અને સારા ચોમાસાના એંધાણ મળ્યા હતા.

જામનગર તાલુકાનું અમારા એક એવુ ગામ, કે જ્યાં અનોખી રીતે વરસાદનો વરતારો કરવામાં આવે છે. જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે.આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે. ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો, વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે.

ત્યાર પછી કુવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે, અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવામાં આવે છે.આ વખતે રોટલો કૂવાની વચ્ચોવચ પડી ઇસાન ખૂણા તરફ ગયો હતો. જે અતિ શુભ સંકેત હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ છે. આ વર્ષે ૧૪ થી ૧૬ આની રહેશે એટલે કે મોડુ વાવેતર છતાં પાછોતરા વરસાદ સમયે વર્ષે, સારૂ રહેશે. અને મબલખ પાક ઉતરશે. તેવો ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે.

દરવર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. સદીઓ પૂર્વે ખેતે ભાત લઇને જતી એક મહિલાના હાથમાંથી ચોક્કસ શખ્સે રોટલો ઝુંટવી લીધો હતો. જેને લઇને ગામ ઉપર આફત આવી હતી. આફત નિવારણ થઇ ત્યારથી આ રસમ દર વર્ષે ચાલી આવતી હોવાનુ ગ્રામજનો કહે છે.

કઇ દિશામાં રોટલો પડે તો સારુ વર્ષ જાય તેની વાત કરવામાં આવે તો કુવામાં પધરાવેલો રોટલો જો પૂર્વ અને ઇસાન દિશામાં પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. આ વરસે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોઇ અને સાથે પાછોતરો વરસાદ આવશે એમ આમરાના ગ્રામજનોએ જણાવ્યુ હતુ.

જામનગરમાં સાડીના વેપારીનો રણજીત સાગરમાં ઝંપલાવી આપધાત

0

જામનગરના નાનક પુરી વિસ્તારમાં રહેતા સાડીના વેપારીનો રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આપઘાત

  • ફાયર બ્રિગેડની ટુકડીએ ૨૦ કલાકની જહેમત બાદ આજે સવારે મૃતદેહને પાણીમાંથી શોધી કાઢી પોલીસને સુપ્રત કર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮, જૂલાઈ ૨૪ જામનગરના રણજીતસાગર રોડ પર નાનકપુરી વિસ્તારમાં રહેતા અને સાડીનો વેપાર કરતા એક વેપારીએ રણજીત સાગર ડેમમાં જંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. ફાયર બ્રિગેડની ટુકડીએ સતત ૨૦ કલાક ની જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી શોધી કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો છે.

જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં રહેતા અને સાડીનો વેપાર કરતાં પ્રકાશભાઈ નામોમલ રાજપાલ નામના ૫૫ વર્ષના સિંધી લોહાણા વેપારી કે જેઓ ગઈકાલે સવારે પોતાના ઘેરથી નીકળી ગયા હતા, અને તેઓએ રણજીત સાગર ડેમમાં પડતું મૂકી દીધું છે તેવી માહિતીના આધારે પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી ફાયર બ્રિગેડ શાખાના કર્મચારીઓ ફાયર ઓપરેટર ભરતભાઈ ગોહેલ, અજય પાંડે તેમજ ભારત જેઠવા સહિતની ટીમ ગઈકાલે રણજીતસાગર ડેમ પર પહોંચી હતી, અને મોડી સાંજ સુધી ડેમના પાણી ફંફોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ડેમના પાણીમાં તેઓનો કોઈ પતો લાગ્યો ન હતો.દરમિયાન આજે સવારે પંચકોષી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા વગેરેની હાજરીમાં ફાયર બ્રિગેડની ટુકડી ફરીથી ઓપરેશન હાથ ધરી રહ્યું હતું, દરમિયાન સિંધી લોહાણા વેપારીનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો જેનો કબજો પોલીસે સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના ભાઈ મુકેશભાઈ રાજપાર કે જેવો સ્થળ પર પહોંચી ગયા હતા, પોતાના ભાઈના મૃતદેહ ને ઓળખી બતાવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક પ્રકાશભાઈ ના બનેવી નું આજથી ચાર દિવસ પહેલાં ધોરાજીમાં અવસાન થયું હતું, અને તેઓ ચાર દિવસથી ગુમસૂમ રહેતા હતા. ત્યારબાદ તેઓએ પણ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગાવાયું છે.

જામનગર શહેરમાં ભરવાડ સમાજ દ્વારા અષાઢી બીજે શોભાયાત્રા યોજાઇ

0

જામનગર શહેરમાં ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા સંતોની ઉપસ્થિતિમાં અષાઢી બીજે શોભાયાત્રા યોજાઇ

  • શોભાયાત્રા સાથે ધ્વજારોહણ: સરસ્વતિ સન્માન અને મહાપ્રસાદ સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ જુલાઈ ૨૪ જામનગરમાં અષાઢી બીજ નિમિત્તે રવિવારે ભરડવાડ સમાજ દ્વારા કડિયાવાડમાં આવેલા સંત મુળવાનાથજીના મંદિરથી વંડાફળીમાં આવેલા મચ્છુ માતાજીના મંદિર સુધીની શોભાયાત્રા યોજવામાં આવી હતી. જે બાદ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને મહાપ્રસાદ યોજાયો હતો.

ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા છેલ્લા ૧૦ વર્ષોથી દર અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રા સાથે સાથે સમાજની તેજસ્વી વિદ્યાર્થીનીઓનું સન્માન અને બાદમાં મહાપ્રસાદ યોજવામાં આવે છે.ગઈકાલે રવિવારે કડિયાવાડમાં આવેલા મુળવાનાથજીના મંદિર ખાતે સવારે ૭ વાગ્યે નુતન ધ્વજારોહણ કરાયું હતું.ત્યાર બાદ ભરવાડ ગોપાલક સમાજના મોટી સંખ્યમાં એકત્ર થયેલા ભાઈઓ-બહેનો અને યુવાઓએ મુળવાનાથ મંદિરે બેટ

દ્વારકાના મહંત બાલારામ બાપુ, ચાંદાધારના મુળાબાપાની જગ્યાના મહંત આંબા ભગત, હરીપરના દેવંગી આશ્રમના મહંત માધવદાસબાપુ, બાલંભડીના મચ્છુબેરાજાના મચ્છુમાતાજીની જગ્યાના મહંત કાના ભગતની ઉપસ્થિતિમાં શોભાયાત્રા યોજી હતી.આ શોભાયાત્રા કડિયાવાડથી પ્રસ્થાન પામીને બેડીગેઈટ, ટાઉનહોલ, પંચેશ્વર ટાવર થઈને વંડાફળી ખાતે આવેલા મચ્છુ માતાજીના મંદિર ખાતે વિરામ પામી હતી.જે બાદ સમાજની ભણવામાં તેજસ્વી એવી ત્રણ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમ પણ યોજાયા હતા.

જામનગરમાં યુવાન પાસેથી ધંધો અને ટ્રેક્ટર ઝુંટવી લેનાર વ્યાજખાોર ઝડપાયો

0

જામનગરના ગેરકાયદે નાણાં ધિરધાર કેસમાં એક આરોપી ઝડપાયો : ટ્રેકટર તથા બે ચેક સહિતનો મુદામાલ કબ્જે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જુલાઈ ૨૪  જામનગરમાં દાંડિયા હનુમાન મંદિર સામે ભુતનાથ વડાપાઉં નો ધંધો કરતા યુવાને જુદા જુદા સમયે અલગ અલગ ૧૫ લોકો પાસે થી કુલ આશરે ૪૦. લાખ થી વધુની રકમ ઊંચા વ્યાજે લીધી હતી.તે માટે આશરે ૮૧ લાખ ૪૪ હજાર ની રકમ વ્યાજ સહિત ચૂકવી હોવા છતાં પોતાને ધાક ધમકી આપવા મા આવતાં આખરે તેણે ૧૫ વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેમાં ટ્રેક્ટર અને બે કોરા ચેક પડાવી લેવાના કેસમાં પોલીસે એક આરોપી ને ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જામનગર સીટી બી ડીવી.પો.સ્ટે.માં ગુજરાત નાણા ધીરધાર ની કલમ મુજબનો ગુન્હો દાખલ થયો હતો. આ કામે ફરીયાદી ના પિતાજીના માલીકીનુ ટ્રેકટર તથા એસ.બી.આઇ. બેંક ખાતા ના બે કોરા ચેક સહિઓ વાળા આરોપી અતુલ ગઢવી એ બળજબરી થી મેળવી લીધા હતા. આ અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી હતી. જે દરમ્યાન આરોપી અતુલભાઈ મેઘાણંદભાઈ સાખરા ( રહે.ગામ રાવલસર, સરમત પાટીયા, ચંદરીયા સ્કુલ પાછળ તા.જી.જામનગર) ને પોલીસે અટકાયતમાં લીધો હતો.

જેની પાસે રહલા ફરીયાદીના પિતાજીના એસ.બી.આઇ. બેંક ખાતાના ૨ કોરા ચેક સહિઓ વાળા તથા રૂ.૧,૪૦,૦૦૦ ની કીમત નું ટ્રેક્ટર કબજે કર્યું હતું. પોલીસ સબ ઈન્સ. ડી.જી.રાજ એ આરોપી ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ રામેશ્વર મંદિર ખાતે વૃક્ષા રોપણ કર્યું

0

‘એક પેડ માઁ કે નામ’

ધારાસભ્ય રીવાબા જાડેજા એ રામેશ્વર મંદિર ખાતે વૃક્ષારોપણ કર્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જુલાઈ ૨૪ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશભરના નાગરિકોને ‘એક પેડ માઁ કે નામ’ નું સૂત્ર સાર્થક કરીને પ્રત્યેક વ્યક્તિ એ વૃક્ષારોપણ કરવાનો ભ અનુરોધ કરાયો છે.જેની અમલવારીના ભાગરૂપે ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા આજે વૃક્ષારોપણ કરાયું હતું.

જામનગર વોર્ડ નંબર -પ માં આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય રિવાબા જાડેજાએ  વિશાળ કાર્યકરો સાથે  મહાદેવના સાનિધ્યમાં ‘એક પેડ માઁ કે નામ’ નું શીર્ષક સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કર્યું હતું, તેમજ જામનગરની જનતાને વૃક્ષારોપણ કરવા માટે અનુરોધ કર્યો છે.

જામનગર જિલ્લા ની જનતાને અષાઢી બીજ ને હાલારી નવા વર્ષે જામ સાહેબ નો શુભેચ્છા સંદેશ

0

જામનગર જિલ્લા ની જનતાને અષાઢી બીજ ને હાલારી નવા વર્ષે જામ સાહેબ નો શુભેચ્છા સંદેશ

દેશ દેવી નયૂઝ જામનગર તા ૬ જુલાઈ ૨૪ આવતીકાલ અને રવિવારે હાલારી નવુ વર્ષ છે, ત્યારે અષાઢી બીજ ના તહેવારને અનુલક્ષીને જામનગર જિલ્લાની તમામ જનતાને જામનગરના માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા (જામ સાહેબ)એ શુભકામનાઓ પાઠવી છે, અને માતાજી સમક્ષ પ્રાર્થના કરી વર્ષ દરમિયાન સમગ્ર પ્રજાને સુખ અને શાંતિ અર્પે.

પોતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે અષાઢી બીજ ના તહેવાર અને હાલારી નવા વર્ષના દિવસે કોઈને મળી શકશે નહીં, જેનો અફસોસ વ્યક્ત કરીને સર્વેને શુભકામનાઓ પાઠવી છે.

જામનગરમાં તળાવની પાળે ઝાડ જમીન દોસ્ત થતાં સ્કૂટર દબાયું

0

જામનગરમાં તળાવની પાળે ચબૂતરા પાસે એક ઝાડ જમીન દોસ્ત થતાં સ્કૂટર દબાયું: સદભાગ્યે જાનહાની ટળી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ જુલાઈ ૨૪, જામનગરમાં તળાવની પાળે ચબૂતરા પાસે આજે સવારે એક ઝાડ એકાએક જમીનદોસ્ત થયું હતું, અને ત્યાં પાર્ક કરાયેલું એક સ્કૂટર ઝાડની નીચે દબાયું હતું. સદભાગ્યે આ સમયે કોઈ વ્યક્તિ ત્યાં ઉભા ન હોવાથી જાનહાની ટળી હતી.

જામનગરમાં લાખોટા તળાવની પાળે ગેઇટ નંબર ત્રણ ની સામેના ભાગમાં ચબૂતરા નજીક એક ઝાડ તેના મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયું હતું. આ વેળાએ મોર્નિંગ વોક માં નીકળેલી એક વ્યક્તિએ પોતાનું સ્કૂટર ઝાડની નીચે પાર્ક કર્યું હતું, જે સ્કૂટર દબાયું હતું, પરંતુ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી.બાજુમાં જ ચબૂતરો આવેલો છે, અને પક્ષીઓ તેમજ માછલી વગેરેને ચણ નાખવા માટે લોકોની વહેલી સવારે ખૂબ ભીડ રહે છે. પરંતુ સદભાગ્યે આ ઝાડની નીચેના ભાગમાં કોઈ વ્યક્તિ ઊભી ન હોવાથી જાનહાની થઈ ન હતી.

આ બનાવ અંગે ફાયર શાખાને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તૂરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને કરવત વડે ઝાડની ડાળીઓ વગેરે કાપીને દૂર કરી હતી, તેમજ ઝાડ નીચે દબાયેલું સ્કૂટર બહાર કાઢી આપ્યું હતું.

જામનગરના ઢીંચડા રોડ પર ભૂંડ આડું ઉતરતાં બાઈક ચાલકનું કરુણ મૃત્યુ

0

જામનગરના ઢીંચડા રોડ પર ભૂંડ આડું ઉતરતાં બાઈક ચાલક સ્લીપ થઈને સિમેન્ટના વીજ પોલ સાથે અથડાતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ જુલાઈ ૨૪, જામનગરના ઢીંચડા રોડ પર માર્ગમાં એક બાઈક ચાલકને ભૂંડ આડું ઉતરતાં બાઈક સ્લીપ થઈને સિમેન્ટના વિજ પોલ ખાતે ટકરાયું હતું, જેમાં બાઈક ચાલકને માથામાં ગંભીર ઇજા થવાથી અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના વાયુનગર વિસ્તારમાં રહેતો ધારાભાઈ ધાનાભાઈ મસુરા નામનો ૩૦ વર્ષનો ગઢવી યુવાન ગઈકાલે રાત્રે ઢીચડા રોડ પરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન એક ભૂંડ એકાએક માર્ગ પર આવીને આડુ ઉતરતાં બાઈક સ્લીપ થયું હતું, અને બાઈક ચાલક ધારાભાઈ રોડ પાસેના એક સિમેન્ટના વીજ પોલ સાથે અથડાઈ પડ્યો હતો અને તેને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના સંબંધી આસપારભાઈ અલાયાભાઈ મસુરા એ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા એ બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામજોધપુરના હુમલા પ્રકરણમાં સંડોવાયેલ 8 આરોપી જેલ હવાલે કરાયા

0

જામજોધપુરના ખોળ કપાસીયાના વેપારી પર હુમલો કરનારા તમામ ૮ આરોપીઓને જામજોધપુર પોલીસે ઝડપી લઇ જેલ હવાલે કર્યા

  • હુમલા ના બનાવ ના સીસીટીવી ફૂટેજ ના આધારે જામજોધપુર પોલીસે તમામ આરોપીઓની ઓળખ કરી ઝડપી લીધા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ જુલાઈ ૨૪, જામજોધપુર ટાઉનમાં લુખ્ખા તત્વો નો ખુલ્લેઆમ આતંક જોવા મળ્યો હતો, અને કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં તકરાર કર્યા પછી પૂર્વયોજિત કાવતરું ઘડી ધ્રાફા પંથકના આઠ શખ્સોએ લાકડી ધોકા સાથે વેપારની દુકાનમાં ઘૂસી જઈ આડેધડ હુમલો કરી વેપારીનું માથું ફોડી નાખ્યાનું પોલીસમાં જાહેર થયું હતું,

જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. ઇજાગ્રસ્ત વેપારી દ્વારા હુમલા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાતાં જામજોધપુરનું પોલીસ તંત્ર દોડતું થયું છે. અને મારામારીના સીસીટીવી ના ફૂટેજ ના આધારે તમામ આઠ આરોપીઓ ને ઝડપી લીધા છે, અને જેલ હવાલે કરાયા છે.જામ જોધપુર ના ખોળ કપાસીયા ના વેપારી ચિરાગભાઈ દેલવાડીયા (પટેલ) ઉપર કારના પાર્કિંગ બાબત ના પ્રશ્નનો ખાર રાખી શક્તિસિંહ જાડેજા તથા જગદીશસિંહ જાડેજા તેમજ ૬ જેટલા અજાણ્યા શખ્શો એ દુકાન માં ધુસી જઈ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

આ બનાવના પગલે વેપારી આલમ માં રોષ ફાટી નીકળ્યો હતો, અને ઇજાગ્રસ્ત વેપારી અને તેના કર્મચારીને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, દરમિયાન હોસ્પીટલમાં વેપારીઓનો ટોળા એકત્ર થઈ ગયા હતા. જામજોધપુર પોલીસે આ હુમલા ના બનાવવા અંગે આઠ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, અને દુકાનમાં જ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ નિહાળીને આઠેય આરોપીઓની ઓળખ કરી લીધી હતી.

દરમીયાન જામજોધપુરના મહિલા પીએસઆઇ એમ એલ ઓડોદરા અને તેમની ટીમેં તપાસના અંતે શક્તિસિંહ જાડેજા, જગદીશ સિંહ જાડેજા વગેરે સહિત હું મલા મા સંડોવાયેલા તમામ આઠ આરોપીઓની અટકાયત કરી લીધી હતી,ગળા અને તેઓ પાસેથી ધોકા લાકડી વગેરે હથિયારો કબજે કરી લેવાયા હતા, જે તમામને અદાલત સમગ્ર રજૂ કરાત અદાલતે તમામને જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.