Wednesday, October 14, 2026
Home Blog Page 138

જામનગરમાં ખાડો બચાવવા જતા બાઈક રેલિંગના પતરા સાથે અથડાઈ

0

જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે ખાડો બચાવવા જતાં એક બાઈક ચાલક પૂલની રેલિંગ ના પતરા સાથે અથડાઈ ગંભીર સ્વરૂપે ઘાયલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જુલાઈ ૨૪, જામનગરમાં લાલપુર બાયપાસ નજીક ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જે સ્થળે પૂલની રેલિંગ માટેના પતરા લગાવવામાં આવ્યા છે. જ્યાંથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલક યુવાન ગઈકાલે રાત્રે રોડ નો ખાડો બચાવવા જતાં એકાએક સ્લીપ થઈ ગયો હતો, અને પતરા ની રેલિંગ સાથે ટકરાઈ ગયો હતો.

જે અકસ્માતમાં બાઈક ચાલક ગંભીર સ્વરૂપે લોહી લુહાણ થઈને માર્ગ પર પડ્યો હતો. દરમિયાન ત્યાંથી પસાર થનારા અન્ય વાહનચાલકોએ તુરતજ ૧૦૮ ની ટીમને સ્થળ પર બોલાવી લીધી હતી, અને ઇજાગ્રત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જ્યાં તેની સધન સારવાર ચાલી રહી છે. જે મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરના ચકચારી કેસમાં પૂર્વ કોર્પોરેટરોના રિમાન્ડ નામંજુર : અદાલતે જામીન મુક્ત કર્યોં

0

જામનગર નાં પૂર્વ કોર્પોરેટર ની રિમાન્ડ ની માંગણી નામંજૂર : જામીન પર મુક્ત કરવા અદાલત નો આદેશ

  • જામ્યુકોનું ચક્ચારી ખંડણી , ધાકધમકી પ્રકરણ : આરોપી ત્રણ મહિને હાથ લાગ્યો ?

  • કોર્ટ માં જામ્યો કાનૂની જંગ : યુવા ધારાશાસ્ત્રી રાજેશ ગેસાઈની ધારદાર દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી

  • પૂર્વ કોર્પોરેટર દિપુ પારિયાના વોન્ટેડ હોવાના પોસ્ટર લાગ્યા ‘ તા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જુલાઈ ૨૪, જામનગર મહાનગર પાલીકા પુર્વ કોર્પોરેટર દીપુ પારીયા દવારા સીટી ઈજનેર અને પૂર્વ ઇન્ચાર્જ ડીએમસી પાસે થી ખંડણી અને ધાકધમકી આપી ફરજમાં રૂકાવટ કરવાના કેશમાં રીમાંડ ના-મંજુર કરી અને આરોપીને જામીન મુક્ત કરવા નો અદાલત દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આરોપી પુર્વ કોર્પોરેટર ૩ માસ થી નાશતા ફરતા હતા, પોલીસ દવારા વોન્ટેડના પોસ્ટરો પણ છપાવેલ હતા.

જામનગર મહાનગર પાલીકાના સીટી ઈજનેર અને પુર્વ ડી.એમ.સી. ભાવેશ નટવરલાલ જાની ધ્વારા જામનગર સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ માસ પહેલા આરોપી અને પુર્વ કોર્પોરેટર એવા તેજસી ઉર્ફે દીપુ પારીયા સામે એવી ફરીયાદ જાહેર કરેલ કે, આરોપી તેમની ઓફીસની ચેમ્બરમાં જઈ અને વોર્ડ નં. ૭ ની ફાઈલ મંજુર કરતા નથી દબાવીને રાખો છો, તમારે ગમે તેમ કરીને મંજુર કરવી જ જોઈશે, પહેલા હું કોર્પોરેટર હતો હવે મારી પત્ની છે, કોર્પોરેટર તેમ જણાવી અને ગેરશબ્દો બોલી અને જો હું કહું તેમ નહી કરો તો તમારા સામે એટ્રોસીટીની ફરીયાદ કરી અને તમને હેરાન કરાવી નાખીશ અને દર મહીને ૧ લાખનો હપ્તો આપવો પડશે તેવી ધમકીઓ આપી અને ખંડણી માંગેલ અને કાઠલો પકડી અને ગાળો બોલી અને ધમકી ઓ આપી હતી અને પર્સનલ ફોન ચાલું જ રાખવો અને હું જયારે ફોન કરૂ ત્યારે તારે મારો ફોન ઉપાડી જ લેવો નહી તો તને જીવવા નહી દઉં અને ખોટા કેશમાં ફીટ કરી નાખીશ, તેવી ધમકી આપેલ અને ફરજ રૂકાવટ કરેલ અને ખંડણી સ્વરૂપે પૈસાની માંગણી કરેલ, આ બાબતની ફરીયાદ આજ થી ૩ માસ પહેલા દાખલ થવા પામી હતી.,

જે તે સમયે ફરીયાદ દાખલ કરતા આરોપી નાશી ભાગી ગયેલ હોય, જેથી ૩ માસ જેટલો સમય થઈ ગયેલ હોય અને આરોપી મળી આવતો ન હોય, જેથી આરોપીના વોન્ટેડના પોસ્ટર પોલીસ ધ્વારા છાપવામાં આવેલ હતા, ગત તા.૧૧/૦૭/૨૦૨૪ના રોજ આરોપી ની અટક કરવામાં આવેલ અને તેમને પોલીસ કસ્ટડી દરમ્યાન જા.મ.પા. ખાતે લઈ જવામાં પણ આવેલ અને રીવ્હલસલ પણ કરાવવામાં આવેલ, અને ત્યારબાદ તેને અદાલતમાં રજુ કરી અને રીમાંડની માંગણી કરવામાં આવેલ, જેમાં આરોપીને વધુ પોલીસ કસ્ટડીમાં રાખવો જરૂરી હોય, તેઓ ૩ માસ જેટલો સમય નાશતા ફરતા હોય, તે બાબતની દલીલો કરવામાં આવી હતી. અને આ રીતે કેટલી ખંડણી લીધેલ હોય, વિગેરે બાબતના મુદાઓ રજુ કરવામાં આવ્યા હતા. તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આરોપી એક રાજકીય પક્ષ સાથે જોડાયેલા વ્યકિત હતા, તેઓ પુર્વ કોર્પોરેટર છે, અને તેમના પત્ની હાલ ચાલું કોર્પોરેટર છે, અને પ્રજાના પ્રતિનીધી તરીકે અધિકારી સાથે વારંવાર કોઈને કોઈ કામ બાબતે ધર્ષણ થતું હોય અને સામાન્ય બોલાચાલી થતી રહેતી હોય, તે સામાન્ય બોલાચાલીને આ રીતે માટું સ્વરૂપ આપવામાં આવેલ છે, અને આ જે આક્ષેપો છે, તેમાં ખંડણીની માંગણી કરેલ છે, ખંડણી લીધેલ હોય, તેવા આક્ષેપો નથી તેથી આ બાબતના કારણોથી રીમાંડ મંજુર કરી શકાય નહી,

તે દલીલો સાંભળી અને ના અદાલતે રીમાંડની પોલીસની માંગણી રદ કરેલ અને ત્યારબાદ આરોપી ધ્વારા જામીન મુક્ત થવા અરજી દાખલ કરેલ, તેમાં સરકાર પક્ષે રજુઆતો થયેલ કે, આ રીતે ખંડણી માંગણી અને ફરજ રૂકાવટ કરેલ હોય, અને સતાનો દુરૂપયોગ કરે હોય, અને અધિકારી ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કરેલ હોય, અને ગુન્હો દાખલ થયા બાદ ૩ માસ સુધી આરોપી નાશતો ફરતો હતો, તે સંજોગો ધ્યાને લઈ અને આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેની સામે આરોપી પક્ષે રજુઆતો થયેલ કે, સામાન્ય બાબતને મોંટું સ્વરૂપ આપવામાં આવેલ છે, અને અધિકારી અને સતાધીશો વચ્ચે વારંવાર પ્રજાના પ્રશ્નોના કારણે નાની મોટી બોલચાલી થતી હોય, પરંતુ કોઈ અંગત અદાવત રાખી અને ભારે કલમોનો ઉપયોગ કરવામાં આવેલ છે, આરોપી કયાંય નાશી ભાગી ગયેલ ન હતો, તેમને પોતાએ કાયદામાં જે જે અધિકાર આપેલ છે, તેનો તેને ઉપયોગ કરેલ છે, તે રેકર્ડ ઉપરની હકિક્તો છે, તેઓ ક્યાંય નાશી ભાગી ગયેલ નથી અને જનાર પણ નથી, અને હાલ આરોપીના પત્ની કોર્પોરેટર છે, જો આ રીતે પ્રજાના સતાધીશોને આવી ફરીયાદ કરી અને દબાવી દેવામાં આવે તો અધિકારી જ સર્વોપરી થઈ જશે, અને આરોપી ધંધાદારી વ્યક્તિ પણ છે, તેઓ ક્યાંય નાશી ભાગી જશે નહી, તે સંજોગોમાં જામીન મુક્ત કરવા જોઈએ, આમ, તમામ દલીલો રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ

દલીલો માન્ય રાખી અને આરોપી તેજશી ઉર્ફે દિપુ પારિયા ને ચીફ કોર્ટ ધ્વારા જામીન મુકત કરવાનો હુકમકરેલ છે આ કેસ માં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ ગોહિલ , રજનીકાંત આર.નાખવા અને નિતેશ જી.મુછડીયા રોકાયેલા હતા.

કરુણ આક્રંદ : જામનગરના એક જ પરિવારના ચાર વ્યક્તિની આત્મહત્યા : એકી સાથે અર્થી ઉઠી

0

જામનગરના એક જ પરિવારના ચાર વ્યક્તિના આત્મહત્યાના બનાવ બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયા

  • જામનગરના માધવબાગ વિસ્તારમાં થી ચારેયની એકીસાથે અર્થીઓ ઉઠતાં ભારે હૃદય દ્રાવક દ્રશ્યો સાથે અશ્રુઓનો દરિયો છલકાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જૂલાઈ ૨૪, જામનગર ના માધવબાગ વિસ્તારમાં રહેતા અશક જેઠાભાઈ ધુંવા, લીલુંબેન અશોકભાઈ ધુંવા, જીજ્ઞેશ અશોકભાઈ ધુંવા અને કિંજલબેન અશોકભાઈ ધુંવા નામના એક જ પરિવારના ચાર સભ્યોએ ભાણવડ નજીક આત્મહત્યા કરી લીધી હતી, જે દુઃખદ ઘટના બાદ સમગ્ર કુટુંબીજનો સ્તબ્ધ થઈ ગયા હતા, અને તંત્ર પણ અવાચક બની ગયું હતું.ગઈ રાતે મૃતદેહોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં લાવીને રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ આજે ચારેય મૃતકોના પોસ્ટ મોર્ટમ કરાવાયા હતા.જામનગરની જી.જી. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના તબીબોની પેનલ મારફતે તમામના પોસ્ટ મોર્ટમ કરાવાયા હતા, ત્યારે જામનગર અને ભાણવડની પોલીસ ટુકડી હાજર રહી હતી. અને મૃતકના કુટુંબીજનો પણ શોકમગ્ન અવસ્થામાં હાજર રહ્યા હતા. ત્યારબાદ ચારેય મૃતકો ને તેમના નિવાસ્થાન જામનગરના સાંઢીયા પૂલ નજીક માધવબાગ વિસ્તારમાં આવેલા તેમના રહેઠાણે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી એકીસાથે ચારેય ની અર્થીઓ ઉઠી હતી, ત્યારે ભારે હૃદય દ્રાવક દ્રશ્યો સાથે અશ્રુઓનો દરિયો છલકાયો હતો.જે ચારેય મૃતકોની અર્થીને જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં પહોંચાડવામાં આવી હતી, અને ત્યાં તમામ ની અંતિમ વિધિ કરાઇ હતી. જ્યાં અન્ય કુટુંબીજનો, જ્ઞાતિજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને ભારે ગમગીની ભર્યું વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.

જામનગર માં કડીયા પ્રૌઢની આત્મહત્યામાં ચોકાવનારો ખુલાસો : દંપતિ સામે ફોજદારી

0

જામનગરના સોનલ નગરમાં રહેતા કડિયા પ્રૌઢ ની ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેવાના પ્રકરણમાં ચોકાવનારો ખુલાસો

  • ખોડિયાર કોલોનીમાં રહેતા એક દંપત્તિના ત્રાસ અને પૈસા પડાવી લીધા હોવાથી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધાનું ખુલ્યું

  • મૃતકે લખેલી પાંચ પાનાની સુસાઇડ નોટ ના આધારે જામનગરના દંપતી સામે પોલીસે દુષપ્રેરણા અંગે ગુનો નોંધ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જુલાઈ ૨૪, જામનગર ના સોનલ નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા એક પ્રોઢે તાજેતરમાં જામનગર નજીક મોરકંડા ગામે આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકે લખેલી પાંચ પાનાની સુસાઇડ નોટ ના આધારે ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક દંપત્તિના ત્રાસ ને કારણે અને પૈસા પડાવી લીધા હોવાથી આત્મહત્યા કરી લીધાનું જાહેર થયું છે, અને પોલીસે મૃતક પ્રૌઢને આત્મહત્યા કરવા માટેની દુષપ્રેરણા આપવા બાબતે દંપત્તિ સામે ગુન્હો નોંધ્યો છે.

આ ચકચાર જનક બનાવવાની વિગત એવી છે કે જામનગર ના ખોડીયાર કોલોની નજીક સોનલ નગરમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા કાનજીભાઈ સોઢા નામના ૫૨ વર્ષના ખવાસ જ્ઞાતિના પ્રોઢ એ ગત ૧૭.૬.૨૦૨૪ ના રોજ પોતાના ઘેરથી નીકળી જઇ મોરકંડા ગામ નજીક ઈલેક્ટ્રીકના બે પોલની વચ્ચે દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

કાનજીભાઈ ના પુત્ર નિલેશ સોઢા કે જેને મૃતકના ખિસ્સામાં થી પાંચ પાનાની સુસાઇડનોટ મળી આવી હતી. જે પોલીસ સમક્ષ રજૂ કરી હતી. તેમાં જાહેર કરાયા અનુસાર મૃતક કાનજીભાઈ કે જેઓએ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા અને રસીલાબા સુરેન્દ્રસિંહ ના મકાન નું કામ કર્યું હતું, જેના ૯૫,૭૩૦ લેવાના બાકી હતા. આ ઉપરાંત મૃતક કાનજીભાઈ ને ફોસલાવીને ઉપરોક્ત દંપતીએ રૂપિયા સાડા ચાર લાખ પડાવી લીધા હતા.

જે તમામ રકમની માંગણી કરવા જતાં દંપતિએ પૈસા આપ્યા ન હતા, અને કાનજીભાઈ ને માર માર્યો હતો. તેથી તેઓ પોતાના ઘેર પરત આવ્યા પછી ગુમસુમ બની ગયા હતા, અને ત્યારબાદ ૧૭મી તારીખે પોતાનું ઘર છોડીને મોરકંડા ગામે જઈ આપઘાત કરી લીધો હતો.

સિટી એ. ડિવિઝન પોલીસે મૃતક કાનજીભાઈ ના પુત્ર નિલેશ સોઢા ની ફરિયાદ ના આધારે ખોડીયાર કોલોની વિસ્તારના દંપત્તિ સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા અને રસીલાબા સુરેન્દ્રસિંહ સોઢા સામે દુષપ્રેરણાં અંગે ની કલમ ૩૦૬ અને ૧૧૪ મુજબ ગુન્હો નોંધ્યો છે. આ બનાવને લઈને ખોડીયાર કોલોની વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.

જામનગરમાં ‘AAP’ ની ગુજરાત પ્રદેશના અગ્રણીઓની ઉપસ્થિતીમાં અગત્યની બેઠક યોજાઈ

0

જામનગરમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અગ્રણીઓને ઉપસ્થિતિમાં અગત્યની બેઠક યોજાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જુલાઈ ૨૪ જામનગર શહેરમાં આજે આમ આદમી પાર્ટી ના સર્વે કાર્યકર્તાઓ માટેની ગુજરાત પ્રદેશના અગ્રણીઓ સાથેની અગત્યની બેઠક યોજાઈ હતી, અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં ઝુકાવશે, તે સંદર્ભમાં ચર્ચા વિચારણાઓ થઈ હતી.ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, પ્રદેશ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી ગોપાલભાઈ ઈટાલીયા, ડેડીયાપાડા નાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તથા જામનગર જીલ્લા ના ધારાસભ્ય હેમંતભાઈ ખવા તથા સૌરાષ્ટ્ર ઝોનના કાયૅકારી પ્રમુખ શ્રી જગમાલભાઈ વાળા તથા અજીતભાઈ લોખીલ, રાજુભાઇ કરપડા, મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને જીલ્લા તથા શહેર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોની બેઠક જામનગરના ચેમ્બર હોલમાં યોજાઇ હતી.આવનારી સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચૂંટણી જંગ માં ઉતરશે, તેમજ ભાજપે પ્રજાના પ્રશ્નો ઉકેલ્યા નથી, અને માત્ર ચૂંટણી જીતવા માટે જ મેદાનમાં આવે છે. જામનગરના અનેક પડતર પ્રશ્નો છે, તે સર્વે પ્રશ્નના નિરાકરણ બાબતે યોગ્ય લડત આપવા માટેની આ બેઠકમાં ચર્ચા થઈ હતી.

જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

0

જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આગામી ૧૨મી જુલાઈ ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

  • યુપીએસસી-જીપીએસસી-સીસીઇ- પીએસઆઇ અને કોન્સ્ટેબલ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે દર્શન અપાશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જુલાઈ ૨૪, જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આગામી તારીખ ૧૨ જુલાઈ ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર માં આવેલા પોલીસ તાલીમ ભવનમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં યુપીએસસી, જીપીએસસી, સીસીઇ, પીએસઆઇ અને કોન્સ્ટેબલ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે.

આ માર્ગદર્શન સેમિનારમાં જોડાવા ઇચ્છતા નગરજનોએ આગામી ૧૨મી જુલાઈએ સવારે ૧૦.૩૦ પહેલાં પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ તાલીમ ભવનમાં ઉપસ્થિત રહેવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા અનુરોધ કરાયો છે.

જામનગરમાં વેપારી બુઝુર્ગનો અગમ્ય કારણોસર આપઘાત

0

જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા વેપારી બુઝુર્ગનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત

  • વ્યાજખોરોના ત્રાસ ના કારણે આત્મહત્યા કરી લીધાનો પરિવારજનો નો આક્ષેપ: પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક ની તપાસ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જુલાઈ ૨૪, જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા એક વેપારી બુઝુર્ગે ગઈકાલે કાલાવડ નાકા બહાર ઝેરી દવા પી લઈ આત્માહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું હતું વ્યાજખૌરોના ત્રાસના કારણે આ પગલું ભરી લીધું હોવાના પરિવારજનો ના આક્ષેપ બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.

આ બનાવની વિગતે એવી કે જામનગરમાં ખોજાગેઇટ વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમભાઈ અલ્લારખાભાઈ ડાકોરા નામના ૬૦ વર્ષના વેપારીએ ગઈકાલે સાંજે કાલાવડ નાકા બહાર ઝેરી દવા પી લઇ આત્માહત્યાનો પ્રયાસ કરતાં તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ બાબતે મૃતકના પરિવારજનો દ્વારા વ્યાજખોરો ના ત્રાસથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનો આક્ષેપ કરાયો હતો. આ બનાવવા બાબતે પોલીસને જાણ થવાથી સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ કે બ્લોચ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જયારે આત્મહત્યાના બનાવના સંદર્ભમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

જામનગર જિલ્લામાં આકાશી આફત ત્રાટકતા 3 ના ભોગ લીધા

0

જામનગર જિલ્લાના જામજોધપુર તેમજ જામનગર તાલુકાના દોઢિયામાં વરસાદી વીજળી એક મહિલા સહિત ૩ ના ભોગ લીધા: એક ગંભીર

  • બુટાવદર ગામના ખેડૂત પર વરસાદી વીજળી પડતાં સ્થળ પરજ કરુણ મૃત્યુ

  • નરમાણાં ગામમાં ખેતી કામ કરી રહેલા એક ખેડૂત યુવાન પર વરસાદી વીજળી પડતાં કરુણ મૃત્યુ

  • જામનગર તાલુકાના દોઢીયા ગામમાં ૩૦ વર્ષીય મહિલાનું વરસાદી વીજળી થી મોત: ૧૮ વર્ષ નો એક યુવક દાઝ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ જૂલાઈ ૨૪ જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં મંગળવારે સાંજે પડેલા ગાજવીજ સાથેના વરસાદે વીજળીના કારણે બે માનવીઓનો ભોગ લીધો છે. ત્યારે જામનગર તાલુકાના દોઢીયા ગામની યુવતી નું વરસાદી વીજળી પડવાથી મૃત્યુ નીપજ્યું છે, જ્યારે ૧૮ વર્ષ નો એક યુવક દાઝયો છે.

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના એક ખેડૂત તેમજ નરમાણા ગામના એક ખેડૂત પર વીજળી પડવાથી બંનેના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા છે. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કિરીટ સિંહ બચુભા ઝાલા નામના ૫૫ વર્ષના ખેડૂત કે જેઓ પોતાની વાડીમાં બપોરે ૪.૩૦ વાગ્યાના અરસામાં ખેતી કામ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ ઉપર એકાએક વરસાદી વીજળી પડી હતી, અને ભડથું થવાથી તેઓનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે.જામજોધપુરના મામલતદાર દ્વારા આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત જામજોધપુર તાલુકા ના નરમાણા ગામમાં પણ વરસાદી વીજળીએ એક ખેડૂતનો ભોગ લીધો છે. નરમાણા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા દેવરખીભાઈ અરજણભાઈ ડાંગર નામના ખેડૂત યુવાન પર બપોરના સમયે એકાએક આકાશી વીજળી પડી હતી, અને ભડથું થવાના કારણે તેનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું. જામજોધપુરના નાયબ મામલતદાર ચાલુ વરસાદે બનાવના સ્થળે નદી પાર કરીને પહોંચ્યા હતા, તેમજ પોલીસની મદદ લીધી છે.

જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતી અને ખેતી કામ કરી રહેલી મનિષાબેન નામની ૩૦ વર્ષ ની શ્રમિક યુવતી નું વીજળી પડવાથી દાજી જતાં સ્થળ પરજ કરુણ મૃત્યુ નીપજયું છે.

આ ઉપરાંત તેની સાથે ખેતી કામ કરી રહેલો અલ્પેશ નામનો ૧૮ વર્ષનો યુવક ગંભીર સ્વરૂપે દાજી ગયો હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો દોડતો થયો છે.

જામનગરના ધ્રોલમાં દાદી સાથે કપડા ધોવા ગયેલ યુવતિને કાળ ભેટી ગયો

0

જામનગર જિલ્લાના ધ્રોલમાં દાદી સાથે કપડાં ધોવા ગયેલી એક યુવતીનું પાણીના ખાડામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ જુલાઈ ૨૪ જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતી ૧૮ વર્ષની અપરણિત યુવતી પોતાની દાદી સાથે પાણીના ખાડા પાસે કપડાં ધોવા માટે ગઈ હતી, જે દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં પાણીના ખાડામાં પડી ગઈ હતી, અને ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોળમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતી સાનિયાબેન સલીમભાઈ મકવાણા નામની ૧૮ વર્ષની અપરણિત યુવતી કે જે ગઈકાલે પોતાના દાદી આઈસાબેન સાથે શહીદ વન ની પાછળના ભાગમાં આવેલા પાણીના ખાડામાં કપડાં ધોવા માટે ગઈ હતી.

જ્યાં સાનિયા બેનનો અકસ્માતે પગ લપસી જતાં ખાડામાં પડી ગઈ હતી, અને ડૂબી જવાથી તેણીને બેશુદ્ધ અવસ્થામાં બહાર કાઢી સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેનુ મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના સંબંધી એલિયાસભાઈ મોહમ્મદભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.બી.સોઢિયા એ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ ફરીથી મેધરાજાની પધરામણી

0

જામનગર શહેર અને જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી : છૂટો છવાયો વરસાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ જુલાઈ ૨૪ જામનગર શહેર અને જિલ્લા ચાર દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન થયું છે. જોકે હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી, પરંતુ આજે ફરી વરસાદી માહોલ બંધાયો હોવાથી વધુ વરસાદ પડે તેવી આશા બંધાઈ છે.

જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસના વિરામ બાદ આજે સવારથી એકાએક હવામાનમાં પલ્ટો આવ્યો હતો, અને ધીમીધારે વરસાદી ઝાપટા શરૂ થયા હતા. ક્યારેક ક્યારેક મેઘગર્જના પણ સાંભળવા મળી હતી, પરંતુ હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. જ્યારે વરસાદી વાતાવરણ બનેલું હોવાથી વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

જામનગર જિલ્લાના ધ્રોલમાં ગઈકાલે રાત્રિના આઠ વાગ્યાથી ૧૦.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તે જ રીતે કાલાવડ માં પણ ગઈકાલે રાત્રિના આઠ વાગ્યાથી ૧૨.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જામજોધપુરમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે લાલપુરમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં ગઈકાલે ધોધમાર ૩૦ મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત જોડિયા તાલુકાના બાલંભામાં ૧૦ મી.મી., ધ્રોળ તાલુકાના જાલીયાદેવાણી ગામમાં ૧૫ મી.મી., કાલાવડ તાલુકા ના મોટા વડાળામાં ૧૫ મી.મી., અને નવા ગામમાં ૧૦ મી.મી., જામજોધપુર તાલુકાના જામવાડીમાં ૧૨ મી.મી., ધૂંનડામાં ૧૮ મી.મી. પરડવામાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમ ના જણાવાયા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૨૮.૫ જ્યારે મહત્તમ તાપમાન ૩૫.૦ ડિગ્રી સેન્ટિગ્રેટ નોંધાયું છે. વાતાવરણમાં ભેજ પ્રમાણ ૮૮ ટકા રહું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૧૫ થી ૨૦ કી. મી.ની જડપે રહી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.