જામનગર ચાંદીપુરા વાયરસ સંબંધે કેબિનેટ મંત્રીએ સમીક્ષા કરી અને 79 ના ધારાસભ્યએ મ્યું કમિશનર સાથે ની બેઠક યોજી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ જુલાઈ ૨૪, રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાઇરસને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાંદીપુરા વાયરસ ગુજરાત ભરમાં હાહાકાર મચાવી રહ્યો છે, અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે જામનગર શહેરમાં તેની તકેદારી રાખવા માટે જામનગર ના ધારાસભ્ય અને કમિશનર વગેરેની તાકીદ ની બેઠક યોજાઈ છે, અને જરૂરી આરોગ્ય વિષયક પગલાં ભરવા માટે સમીક્ષા થઈ છે.
જામનગર ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની અધ્યક્ષતામાં આજે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં તાકીદની બેઠક મળી હતી, જેમાં મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, સિનિયર કોર્પોરેટર કેશુભાઈ માડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને જામનગરના શહેરી વિસ્તારમાં પણ ચાંદીપુરા ના વાયરસ સંબંધી જરૂરી આરોગ્ય વિષયક પગલાં ભરવા માટેની તાકીદ ની ચર્ચા કરી હતી.

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન ના અમિત પરમાર તથા મહેશ બાબરીયા ની આગેવાનીમાં સફાઈ કામદરો દ્વારા મ્યુનિસિપલ કમિશનર ને પઠવાયેલ આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે , બીટ માપણી મુજબ સફાઈ કામદાર ના સેટઅપ માં વધારો કરવો , વેઠ પ્રથા બંધ કરવી , બીમાર અને અશક્ત કર્મચારીના વારસદારને તેમજ મૃત્યુ ના કેસ માં રહેમરાહે વારસદાર ને નોકરી આપવી , મુકાદમ માટે સિનયોરિટી લીસ્ટ ને ધ્યાનમાં લેવું , જૂની પેન્શન પ્રથા અમલમાં લાવવી સાહિત ની માંગણી નો નિકાલ લાવવો જરૂરી છે.
જો ૧૫ દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સફાઈ કામગીરી બંધ કરી ને હડતાલ પાડવામાં આવશે. તેવી પણ ચીમકી આપવામાં આવી છે.
જામનગર શહેરમાં અત્યાર સુધીમાં ૧૦ જેટલા કોલેરાના કેસો નોંધાયા છે. ઉપરાંત તાવ, ઝાડા, ઉલટી ના અસંખ્ય કેસો ,જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલ છે.અને જામનગર શહેરના તમામ વિસ્તારોમાં રોગચાળો અને કોલેરા પ્રસરી ગયેલ છે. ખાસ કરીને બેડી, નવાગામ ઘેડ, દરેડ, ખોજા નાકા વગેરે વિસ્તારમાં ભયંકર કોલેરા તથા રોગચાળો ફાટી નીકળેલ છે. અને જામનગર મહાનગરપાલિકા નું આરોગ્ય તંત્ર સાવ કુંભકરણની નિદ્રામાં સુતેલ છે.આરોગ્ય અધિકારી એ કોઇપણ વિસ્તાર ની મુલાકાત લીધેલ નથી. અને આ અંગે કોઈપણ કાર્યવાહી પણ કરતા નથી.જામનગર મહાનગરપાલિકા મુખ્ય મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી છે.અને આવા આરોગ્ય ના અધિકારી પોતાની મન માની કરે છે. અને આવા અધિકારી ઓ શેહરી જનોના આરોગ્ય ખતરા માં મુકે છે. પરિણામે આ રોગચાળો ફાટી નીકળેલ છે. કોઈ નું મૃત્યુ થાય તો તેની માટે કોણ જવાબદાર રહેશે ?
કોર્પોરેશન શા માટે પગલા લેતું નથી ? હાલ અસંખ્ય કોલેરા ના અને તાવ, ઝાડા,ઉલટી ના કેસો માં લોકો સપડાયા છે. અને જામ્યુકોના આરોગ્ય તંત્ર ગૌર નિંદ્રા માં છે.મચ્છર, માખીના ઉપદ્રવ વધી ગયા છે. કોઈ સફાઈ કરવામાં આવતી નથી.દવાનો છટકાવ કરવામાં આવતો નથી .આવી ગંદકી ને નિવારણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો સ્થિતિ મા સુધારો કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં ક રોગચાળો ફાટી નીકળશે . આથી તાત્કાલિક ધોરણે અગમચેતી રૂપે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી સાથે આજે કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડી ,કમિશનર ને આવેદન પાઠવ્યું હતું
