Tuesday, October 13, 2026
Home Blog Page 136

જામ્યુકોનું કચરા ડમ્પર રોડ વચ્ચે ખોટકાયું : ટ્રાફીક ને અસર

0

જામનગરમાં સુભાષબ્રિજ થી અન્નપૂર્ણા ચોક તરફ વળતી ગોલાઇમાં જ મહાનગર પાલિકા નું કચરા ભરેલું મોટું ડમ્પર બંધ પડી જતાં ટ્રાફિકને અસર થઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જુલાઈ ૨૪, જામનગરમાં સુભાષ બ્રિજ થી અન્નપૂર્ણા ચોક તરફ જવા માટેની ગોલાઇ પર જ આજે સવારે જામનગર મહાનગરપાલિકાનું કચરા ભરેલું મોટું ડમ્પર અટવાઈને બંધ પડી ગયું હતું. જેના કારણે જામનગર- રાજકોટ રોડ તરફ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી, અને થોડી થોડી વારે ટ્રાફિક જામની સમસ્યા બની હતી.

કચરા ઉપાડવા ના કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ ખખડધજ્જ વાહનો રાખવામાં આવ્યા હોવાથી વારંવાર બંધ પડી જવાના કારણે માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે, એટલુંજ માત્ર નહીં ડમ્પર અથવા અન્ય વાહનોમાંથી કચરા પણ બહાર નીકળીને રસ્તા પર પડતા જાય છે, જેના કારણે પણ વાહનચાલકો વગેરેને હાલાકી વેઠવી પડે છે. જે બાબતે મહાનગરપાલિકાના તંત્રએ ધ્યાને લઈને કચરો ઉપાડતી પાર્ટીના તમામ વાહનોનું બારીકાઈથી નિરીક્ષણ કરવાની પણ જરૂર છે.

જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડતા વહીવટી તંત્ર બન્યું સતર્ક

0

જામજોધપુર તાલુકાના સોગઠી ડેમમાં ગાબડું પડતા જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક

  • લાલપુર પ્રાંત અધિકારી સિંચાઈ વિભાગના ઇજનેર તથા મામલતદાર જામજોધપુરે ડેમ સાઇટ ખાતે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો

  • સ્થળાંતરની સ્થિતિ ઉભી થાય તો ત્વરિત કાર્યવાહી સારું હેઠવાસના દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂક કરાઈ

જામનગર તા.23 જુલાઈ, ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર પાસે આવેલ સોગઠી ડેમમાં ગાબડું પડવાથી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.હાલ લાલપુર પ્રાંત અધિકારી અસવાર, સિંચાઈ વિભાગના ઈજનેર અકબરી, જામજોધપુર મામલતદાર કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી બલદાણીયા વગેરેએ ડેમ સાઈટની સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.જો પાણીનું વહેણ વધે અને જાનમાલનું નુકસાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઉભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર, તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી છે.મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પળેપળની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જામનગરમાં ચાલુ વરસાદે વીજ શોક લાગતાં બે ગાયના મૃત્યુ

0

જામનગરના ધરાર નગર વિસ્તારમાં ચાલુ વરસાદે વીજ શોક લાગતાં બે ગાયના મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૨ જુલાઈ ૨૪, જામનગર શહેરમાં વરસાદી સીઝનમાં વીજ તંત્રની બેદરકારી વધુ એક વખત સામે આવી છે, અને બે મૂંગા અબોલ પશુઓ એ જીવ ગુમાવ્યા છે.જામનગરના ધરાર નગર વિસ્તારમાં ગઈકાલે સાંજે ચાલુ વરસાદ દરમિયાન એક વીજ થાંભલા માંથી બે ગાયને વિજશોક લાગ્યા હતા, અને બંને ગાયોના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા.

સ્થાનિકોએ વિજ તંત્રને જાણ કરતાં વીજ ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, અને વીજપોલમાંથી પસાર થતો વીજ પ્રવાહ અટકાવ્યો હતો. આ બનાવને લઈને ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા મૃત ગાય ની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

જામનગર : અભ્યાસ ક્રમમાં શ્રીમદ ભગવત ગીતા નો સમાવેશ બદલ શૈક્ષિક સંઘનો આવકાર

0

અભ્યાસ ક્રમ માં શ્રીમદ ભગવત ગીતા નો સમાવેશ બદલ શૈક્ષિક સંઘ નો આવકાર અને વિરોધ ને વખોડતું આવેદન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૨ જુલાઈ ૨૪ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના માર્ગદર્શક મુજબ ગત તાં. ૨૦ અને શનિવાર નાં સાંજે જામનગર કલેકટર કચેરી ખાતે શ્રીમદ ભગવત ગીતાનો શિક્ષણમાં સમાવેશ કરવામાં આવ્યો તે માટે તથા આ અભ્યાસક્રમને ચાલુ રાખવા, તેમજ શ્રીમદ્ ભગવત ગીતાના અધ્યાયઓને અભ્યાસક્રમમાં દાખલ કરવા બદલ ગુજરાત સરકારનો આભાર માની સમર્થન જાહેર કરતું અને આ બાબતે અમુક લોકો દ્વારા થયેલ વિરોધને વખોડતું આવેદનપત્ર જામનગર કલેકટર ને પાઠવવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને શહેર ટીમ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ, શહેર અધ્યક્ષ મનહરલાલ વરમોરા, જિલ્લા ના મંત્રી નાથાભાઈ કરમુર, શહેરના સંગઠન મંત્રી રામગોપાલભાઈ મિશ્રા,શહેર મહિલા ઉપાધ્યક્ષ મોતીબેન કારેથા, જિલ્લા કોષાધ્યક્ષ માધવજીભાઈ ચાવડા, જિલ્લા આંતરિક ઓડિટર અને લાલપુર તાલુકાના અધ્યક્ષ ધનજીભાઈ બાંભવા,જામનગર તાલુકાના મંત્રી ધારશીભાઈ ગડારા લાલપુર તાલુકાના સંગઠન મંત્રી ચિરાગભાઈ ઝાલા તથા કોષાધ્યક્ષ ઈશિતભાઇ ત્રિવેદી તથા શહેરના કાર્યાલયમંત્રી દિપકભાઈ પાગડા શહેર ઉપાધ્યક્ષ વિક્રમસિંહ જાડેજા વગેરે તથા જિલ્લા, શહેરના જવાબદારો જોડાયા હતા.

જામનગરમાં બાઈક સવાર વૃદ્ધને આંતરી બેલડીએ ધોકા વરસાવ્યા

0

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બાઇક ચાલક પર બે બુકાની ધારીઓનો હિચકારો હુમલો

  • લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા : ખિસ્સામાંથી રૂપિયા ૪૫૦૦ ની રોકડ રકમ પણ આંચકી લીધી

  • ઇજાગ્રસ્ત બુઝુર્ગ જેલમાં રહેલા પુત્રને ટિફિન દઈને પરત આવતા હતા દરમિયાન બુકાનીધારીઓએ હુમલો કર્યો

  • જૂની હત્યાનો વેર વાળવા ના મામલે આ હુમલો થયો છે કે કેમ? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ જુલાઈ ૨૪, જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક બુઝુર્ગ જેલમાં રહેલા પોતાના પુત્રને ટિફિન દઈને બાઈક પર પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે બુકાનની ધારીઓએ લોખંડના પાઈપ વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હતા, અને તેમના ખિસ્સામાંથી રૂપિયા ૪,૫૦૦ ની રોકડ રકમ આંચકી લીધી હતી. સમગ્ર મામલાની પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. અને હત્યા ના બનાવ ના સંદર્ભમાં આ હુમલો કરાયો છે કે કેમ, તે દિશામાં તપાસ ચલાવાઈ રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર નજીક અયોધ્યા નગરમાં રહેતા ભીમાભાઇ કારાભાઈ વસરા નામના ૬૨ વર્ષના બુઝુર્ગ જેઓ પોતાનો પુત્ર સાત મહિના પહેલા ના હત્યા કેસના આરોપસર જેલવાસ ભોગવી રહ્યો હોવાથી તેને ટિફિન આપીને પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મોઢા પર બુકાની બાંધીને બે અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા હતા, અને તેઓને રસ્તામાં રોકી ધોકા અને લોખંડના પાઇપ વડે બંને હાથ પગ ભાંગી નાખ્યા હતા, અને ફેક્ચર કરી નાખ્યા છે. તેમજ ઝપાઝપી કરી તેમના ખિસ્સામાંથી રૂપિયા ૪૫૦૦ ની રોકડ રકમ પણ આંચકી લીધી હતી. તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી સમગ્ર મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પી.એસ.આઇ એ.વી. સરવૈયા અને તેમની ટીમ દ્વારા ભીમાભાઇ વસરાની ફરિયાદના આધારે બે બુકાનીધારીઓ સામે હુમલા અને લૂંટ અંગે ગુન્હો નોંધી તેઓની શોધ ખોળ હાથ ધરી છે. અને બનાવના સ્થળ પરનું પંચનામું વગેરે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

ઇજાગ્રસ્ત બુઝુર્ગ નો પુત્ર હાલ એક હત્યા કેસના આરોપસર જેલવાસ ભોગવી રહ્યો છે, જે હત્યા ના બનાવના સંદર્ભમાં બદલો વાળવાના ભાગરૂપે આ હુમલો કરાયો છે કે કેમ? તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

જામનગરમાં દરજી યુવાનનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

0

જામનગરમાં સિદ્ધિવિનાયક પાર્ક વિસ્તારમાં રહેતા દરજી યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ જુલાઈ ૨૪ જામનગરમાં સિદ્ધિવિનાયક પાર્ક શેરી નંબર- ૭ માં રહેતા અને દરજી કામ કરતા એક યુવાને કોઈ અગમ્ય કારણસર ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિદ્ધિવિનાયક પાર્ક શેરી નંબર સાતમાં રહેતા અને દરજી કામ કરતા નીરવ દિલીપભાઈ માંડલિયા નામના ૨૪ વર્ષના દરજી યુવાને પોતાના ઘેર છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે મૃતક ના પિતા દિલીપભાઈ વલ્લભભાઈ માંડલીયાએ પોલીસને જાણ કરતાં સીટીએ. ડિવિઝનના પી.એસ.આઇ. એમ. કે. બ્લોચ તેમજ રાઈટર રાજુભાઈ ચાવડા વગેરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.મૃતક યુવાન એકનો એક પુત્ર અને અપરણિત હતો. જેથી દરજી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.

જામનગરમાં સાંજે પડેલા તોફાની વરસાદને લઈને ચાર સ્થળે ઝાડ પડી ગયાના અહેવાલ

0

જામનગર શહેરમાં રવિવારે સાંજે પડેલા તોફાની વરસાદને લઈને ચાર સ્થળે ઝાડ પડી ગયાના અહેવાલ : ફાયરતંત્ર દોડતું થયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ જુલાઈ ૨૪, જામનગર શહેરમાં રવિવારે સાંજે ધીંગી મેઘ સવારી જોવા મળી હતી. ભારે રાજવી અને પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેની સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાર જગ્યાએ ઝાડ પડી ગયાના અહેવાલ મળ્યા હતા, અને ફાયર બ્રિગેડ ની ટીમે પહોંચી જઈ તમામ સ્થળેથી ઝાડની ડાળીઓને કાપીને દૂર કરી હતી.

જામનગરના ધુવાવ નાકા બહારના વિસ્તારમાં ઉપરાંત પ્રગતિ પાર્ક, ન્યુ ઇન્દિરા કોલોની અને ઉદ્યોગ નગર સહિતના અલગ અલગ ચાર સ્થળોએ ઝાડ પડી ગયા ના અહેવાલ મળ્યા હતા.કોઈ સ્થળે સ્થાનિક કોર્પોરેટરો પણ પહોંચ્યા હતા, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગની અલગ અલગ ચાર ટીમ દ્વારા રસ્તા વચ્ચે પડેલા ઝાડ ને કરવત વગેરેની મદદથી માર્ગ પર પડેલી જાડની ડાળીઓ વગેરેને દૂર કરીને જ્યાં રસ્તો અવરોધાયો હતો, તે રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા.

વોરા ના હજીરા પાસે પાંચ ગાયો પાણીની વચ્ચે ફસાઈ હતી, તેને સહી સલામત રીતે ફાયરની બહાર કાઢી લીધી હતી. અન્ય કોઈ જાનહાની થઈ ન હતી, એકમાત્ર ઉદ્યોગ નગર વિસ્તારમાં ઝાડ પડવાના કારણે એક એકટીવા સ્કૂટર દબાયું હતું, જે પણ ફાયર ની ટીમે દોડીજઈ બહાર કાઢી આપ્યું હતું.

જામનગરવાસીઓ માટે આનંદ દાયક સમાચાર : રણજીતસાગર ડેમ ઓવરફ્લો

0

જામનગરવાસીઓ માટે આનંદ દાયક સમાચાર : રણજીતસાગર ડેમ ઓવરફ્લો

  • રણજીતસાગર ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતાં નિચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસીજવા ચેતવણી અપાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ જુલાઈ ૨૪, જામનગરવાસીઓ માટે ખૂબ જ આનંદદાયક સમાચાર મળ્યા છે. ચાલુ વરસાદની સિઝનમાં જામનગર શહેરને પાણી પૂરું પાડતો અને રાજાશાહીના વખતનો મુખ્ય આધાર સ્તંભ એવો રણજીતસાગર ડેમ કે જે આજે રવિવારે બપોરે ૧૧.૩૯ વાગ્યાના સમયે સંપૂર્ણપણે ભરાઈ ગયો હોવાના સરકારી તંત્ર દ્વારા અહેવાલો પ્રાપ્ત થયા છે.

હજુ પણ ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે ધીમી આવક ચાલુ રહી છે, અને તેના કારણે ડેમ ઓવરફ્લો થઈને ડેમના પાળા પરથી પાણી પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ છે. જેથી જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

રણજીતસાગર ડેમ કે જેની ઊંડાઈ ૨૭.૫ ફૂટની છે, અને તેટલું પાણી ડેમમાં ભરાઈ ચૂક્યું છે, અને હાલ ડેમ છલોછલ થયો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા સુચના અપાઇ છે.

રણજીતસાગર ડેમ હેઠળના નિચાણ વાળા વિસ્તારના ગામો જેમાં દડિયા, નવા મોખાણા, જુના મોખાણા, ખિમલીયા, મોરકંડા અને પતાળિયા ચારણવાસ વિસ્તાર ના રહેવાસીઓને ખાસ વિશેષ માઇક દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે.

જામનગરનો યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો : 2 લાખ પડાવી લીધા

0

જામનગરમાં અંધાશ્રમ વિસ્તારમાં રહેતો અને કલર કામની મજૂરી કરતો એક યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો

  • મહારાષ્ટ્રની એક યુવતી તથા અન્ય ચાર શખ્સો સામે લગ્નની લાલચ આપી રૂપિયા બે લાખ પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જુલાઈ ૨૪, જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતો અને કલર કામની મજૂરી કરતો એક યુવાન લૂંટેલી દુલ્હન નો શિકાર બન્યો છે. જામનગરના જ તેના મિત્ર અને સુરતની એક યુવતી તથા અન્ય મળતીયાઓ સહિત પાંચ શખ્સો સામે લગ્નની લાલચ આપી રૂપિયા બે લાખ પડાવી લીધાની અને યુવતિને જામનગર નહીં મોકલી વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધ આશ્રમ પાછળ રાજીવનગરમાં રહેતા અને કલરકામની મજૂરી કરતા નાથાભાઈ વિરમભાઈ પરમાર નામના ૪૮ વર્ષના યુવાને પોતાની સાથે લગ્નની લાલચ આપી છેતરપિંડી કરી રૂપિયા બે લાખ પડાવી લેવા અંગે મૂળ મહારાષ્ટ્ર ની વતની અને હાલ સુરતમાં રહેતી મનીષા ગજાનંદ માનવતે તેમજ સુરતની જીજાબેન પાટીલ અને શામીબેન સલીમભાઈ, ફરજાનાબેન, અને જામનગરમાં રહેતા અસગર મુસા ભાઈ સોતા સામે ફરિયાદ નોંધાવી છે.

જે તમામ આરોપીઓ સામે સિટી સી. ડિવિઝન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે નો ગુન્હો નોધી તપાસનો દોર સુરત તરફ લંબાવ્યો છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન નાથાભાઈ પરમાર ના લગ્ન થયા ન હોવાથી તેણે પોતાના મિત્ર એવા અસગર મુસાભાઈ સોતા ને જાણ કરી હતી. જેથી અસગરે જણાવ્યું હતું કે સુરતમાં મનીષા નામની એક યુવતી છે, જેના લગ્ન થયા નથી, અને મારે ઓળખાણ છે. અને હું લગ્ન કરાવી આપીશ તેમ કહી વિશ્વાસ ના લીધો હતો.

ત્યારબાદ નાથાભાઈને લઈને તેઓ સુરત ગયા હતા, જ્યાં મનીષા સાથે પરિચય કરાવ્યા પછી અન્ય આરોપીઓ જીજાબેન પાટીલ, શામીબેન સલીમ, તથા ફરજાના બેન વગેરેએ મનિષાબેન સાથે લગ્ન કરાવવાના બહને બે લાખ રૂપિયા મેળવી લીધા હતા. ત્યારબાદ મનીષ મનીષાબેન સાથે ખોટા લગ્ન કરાવી જામનગર નહીં મોકલી બે લાખ પડાવી લીધા હતા, અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

ખંભાળિયા પંથકના ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાળદર્દીનું મૃત્યુ નીપજતાં ભારે દોડધામ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા ખંભાળિયા પંથકના ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાળદર્દીનું મૃત્યુ નીપજતાં ભારે દોડધામ

  • ગઈકાલે જામનગર જિલ્લાના બે શંકાસ્પદ બાળ દર્દીને દાખલ કરાયા પછી આજે વધુ બે શંકાસ્પદ દર્દી ને દાખલ કરાયા બાદ એક બાળ દર્દીનું મોત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ જુલાઈ ૨૪, સમગ્ર ગુજરાત ભરમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, અને બાળ દર્દીઓમાં આ વાયરસ જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે જામનગર જિલ્લાના ધ્રોળ અને જામજોધપુર પંથકના બે બાળ દર્દીઓ કે જેઓને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી ગણીને દાખલ કરવામાં આવ્યા છે, અને બંનેના નામના મેળવીને પૃથકરણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન જામનગરની સરકારી હોસ્પિટલમાં અલગથી શરૂ કરાયેલા વોર્ડમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ બે બળ દર્દીઓને શંકાસ્પદ ગણીને દાખલ કરવામાં આવ્યા હતા.

જે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની એવા એક બાળ દર્દીનું મૃત્યુ નીપજતાં હોસ્પિટલના તંત્રમાં ભારે દોડધામ થઈ છે. હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ એવા ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે, જે તમામની સધન સારવાર ચાલી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.