Tuesday, October 13, 2026
Home Blog Page 134

જામનગરની સિલ્વર પાર્ક સોસાયટીમાં બુજુર્ગ કાકા ઉપર ભત્રીજાનો હુમલો

0

જામનગરમાં સિલ્વરપાર્ક સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષના બુઝુર્ગ પર ત્રણ નો હુમલો

  • તારો પુત્ર મારી સામે કતરાઈને શા માટે જુવે છે? તેમ કહી વૃદ્ધને માર માર્યા ની પોલીસ ફરિયાદ

  • આરોપી : (૧) મ. સેફ મહેમુદ સૈયદ (૨) સારીક મકબુલ સૈયદ (૩) મનસુર વોરા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ ઓગસ્ટ ૨૪ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ સિલ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં કાકા પર કુટુંબી ભત્રીજા સહિત બે શખ્સો દ્વારા ઘરે આવીને મારી સાથે બોલાચાલી કરી ઝગડો કરેલ તથા ઢીકાપાટુ નો માર મારીને, ભુંડી ગાળો આપી તેમજ જાન થી મારી નાખવાની ઘમકી આપવાની ફરિયાદ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિલ્વર પાર્ક સોસાયટી શેરી નંબર -૧માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ઈમ્તિયાઝભાઈ બાવામિયા બુખારી નામના સૈયદ જ્ઞાતિના ૬૩ વર્ષના બુઝુર્ગ કે જેઓએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેમ.સૈફ મહેમૂદ સૈયદ, સારીક મકબૂલ સૈયદ અને મનસુર વીરા નામના ત્રણ શખ્સો સામે સિટી-એ ડિવિઝન પોલીસે ફરીયાદી સૈયદ ઇમ્તિયાઝ ના નિવેદન ના આધારે આરોપી સૈફ મહેમૂદ સૈયદ, સૈયદ સારીક મકબૂલ અને મનસુર હોરા ના વિરૂદ્ધ બી.એન.એસ ની કલમ ૧૧૫ (૨), ૩૫૨, ૩૫૧ (૨) તથા ૫૪ મુજબ ગુનો નોંધાયો હતો.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી મોહમ્મદ સ. મોહમ્મદ સૈયદ એ જણાવ્યું હતું કે તારો પુત્ર મારી સામે કતરાઈને કેમ જુએ છે, તેમ કહી તકરાર કરી હતી, અને હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. જે તમામ આરોપીઓને પોલીસ શોધી રહી છે.

જામનગર મચ્છર નગરમાં મેસેજ કર્યાંની લાયમા માતા-પુત્રને પતાવી દેવાની ધમકી

0

જામનગરના મચ્છર નગરમાં રહેતા એક યુવાનની પત્નીને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરનાર યુવાન અને તેની માતાને પતાવી દેવાની ધમકી અપાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ ઓગસ્ટ ૨૪, જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલાએ છરીની અણીએ પોતાને તથા પોતાના પુત્રને પતાવી દેવાની ધમકી આપવા અંગે મચ્છર નગરમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપીની પત્નીને ઇન્સ્ટાગ્રામ માં ફરિયાદી મહિલા નો પુત્ર મેસેજ કરે છે, તેવા આક્ષેપો સાથે ધાક ધમકી અપાઈ હતી.

જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૧૧ માં રહેતી દેવીબેન વિજયભાઈ સોલંકી નામની ૪૫ વર્ષની મહિલાએ પોતાને તેમ જ પોતાના પુત્રને છરીની અણિએ પતાવી દેવા અંગે મચ્છર નગરમાં રહેતા ધર્મેશ મુકેશભાઈ ગંગેરા અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલાના પુત્ર એ આરોપી ધર્મેશ ની પત્નીને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કર્યા છે, તેવી શંકા ના આધારે બંને આરોપીઓ દેવીબેન ના ઘેર ધસી ગયા હતા, અને છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપી હતી, જેથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

છોટીકાશી’ના શ્રી બાલા હનુમાન મંદિરનો ષષ્ઠી પૂર્તિ પાટોત્સવ યોજાયો

0

છોટીકાશી’ના શ્રી બાલા હનુમાન મંદિરનો ષષ્ઠી પૂર્તિ પાટોત્સવ : મહાઆરતી સહિતના ધર્મકાર્ય યોજાયા

  • ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પામેલી અખંડ રામધૂનને ૬ દાયકા પૂર્ણઃ ૬૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ ઓગસ્ટ ૨૪ ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં તળાવની પાળ પાસે આવેલા શ્રી બાલા હનુમાન મંદિરે બ્રહ્મલીન પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂનનો ૧ ઓગસ્ટ ૧૯૬૪ માં આરંભ થયો હતો. જે પછી આજ દિન સુધી સતત ‘શ્રી રામ જય રામ જય જય રામ’નો નાદ ગુંજી રહ્યો છે. જેને પગલે મંદિરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

યુદ્ધ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ અને કોરોના જેવી મહામારીના કપરા કાળમાં પણ રામ નામનો બ્રહ્મનાદ અવિરત ગુંજતો રહ્યો છે. આજે અખંડ રામધૂન નો ૬૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા ષષ્ઠીપૂર્તિ પાટોત્સવ નિમિત્તે ભગવાનની વિશેષ શણગાર અને ભોગ અર્પણ કરવામાં આવ્યા હતાં. તેમજ સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભકતો જોડાયા હતા. બાલા હનુમાન ટ્રસ્ટ ના પ્રમુખ જીતુભાઈ લાલ નાં માર્ગ દર્શન મુજબ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું.

જામનગર સનસીટી -૧ માં નિશાચરોનો હાથફેરો : રોકડ સહિત ઉઠાવી ગયા

0

જામનગરના સનસિટી-૧ વિસ્તારમાં ચોરી નો બનાવ: સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ ઓગસ્ટ ૨૪, જામનગરના સનસીટી વિસ્તારમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લઇ પચાસ હજારની રોકડ રકમ અને સોનાના ચેઇન ની ચોરી કરી દીધી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.આ અંગે મળતી માહિતી મુજબ, ગત રાત્રે, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મોરકંડા રોડ પર સનસિટી-૧ સોસાયટીમાં રહેતા મુસ્તુફા સલીમભાઈ મેમણ ના રહેણાંક મકાનમાં રૂ.૫૦,૦૦૦ રોકડ તેમજ સોના ની ચૈન સહિત ની ચોરી ની ઘટના થી ખળભળાટ મચી ગયો છે.

આ ચોરી ના બાનવ ની જાણ થવાથી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં મુસ્તુફા સલીમભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ સિટી-એ ડિવિઝન સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવાઇ છે.

જામનગરના GIDCમાં આરો પ્લાન્ટ માંથી મસમોટી વિજ ચોરી ઝડપાઇ

0

જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક આરો પ્લાન્ટ ના કારખાનામાંથી મસ મોટી વીજ ચોરી પકડાઈ

  • વડોદરા ની વિજિલન્સની ટીમ અને વીજ પોલિસ મથકના સ્ટાફની સંયુક્ત કામગીરીમાં ૨૦ લાખની વીજ ચોરી ઝડપાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૦૧ ઓગસ્ટ ૨૪ જામનગર ના દરેડ જી.આઈ.ડી.એસ. વિસ્તારમાં આવેલા એક આરો પ્લાન્ટ ના કારખાનામાં મોટાપાયે વીજ ચોરી થતી હોવાની બાતમી ના આધારે વડોદરા ની વીજ કંપનીની ટીમ ત્રાટકી હતી, અને દરોડો પાડી અંદાજે ૨૦ લાખ રૂપિયા ની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે. અને થાંભલા પરથી ડાયરેક્ટ મેળવવામાં આવેલો વીજ વાયર સહિતનું સાહિત્ય કબજે કરી લેવામાં આવ્યું છે.

જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક આરો પ્લાન્ટના કારખાનામાં વીજ ચોરી થઈ રહી છે તેવી માહિતી મળતાં વડોદરા ની વિજિલન્સ ટુકડી, જુનાગઢ વીજ પોલીસ જામનગર વીજ પોલીસ મથક સહિતની મોટી ટુકડી આજે સવારે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ત્રાટકી હતી.જ્યાં કમલેશભાઈ કેશુભાઈ ભાનુશાળી ના નામનું વિજ જોડાણ મેળવાયેલું છે, જ્યાં વીજ ચોરી થતી હોવાની માહિતીના આધારે ચેકિંગ કરતાં વિજ થાંભલા પરથી ડાયરેકટ લંગરીયું વિજ જોડાણ મેળવીને મીટરમાંથી બાયપાસ કરીને ગ્રીપ ની અંદર વાયરને ભરાવી દઈ વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી ચેકિંગ ટુકડીએ થાંભલા પરથી કારખાના સુધીનો લાંબો વીજ વાયર તેમજ મીટર સહિતનું સાહિત્ય કબજે કરી લીધું હતું, અને કારખાના ના સંચાલક ને ૧૯,૯૨,૦૦૦ નું પુરવણી બિલ આપ્યું છે, જયારે ૧,૬૪,૦૦૦ જેટલો કમ્પાઉન્ડ ચાર્જ ભરવા નું જણાવાયું છે, તેમજ વિજ જોડાણ કટ કરીને તેની સામે વીજ પોલીસ પથકમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને લઈને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

જામનગરમાં લાલવાડી આવાસ પાસે કાદવ કીચડ વચ્ચે ચાલતી આગણવાડી

0

જામનગરમાં લાલવાડી આવાસ પાસે કાદવ કીચડ વચ્ચે ચાલતી આગણવાડી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧ ઓગસ્ટ ૨૪, જામનગર માં રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે નાના ભૂલકાંઓ માટે ની આંગણવાડી કાદવ કીચડ વચ્ચે કાર્યરત હોવા થી બાળકો નાં આરોગ્ય ઉપર ખતરો ઝળૂંબી રહ્યો છે.જામનગર મા લાલવાડી વિસ્તાર મા ચાલતી આંગણવાડીમાં અનેક નાના ભૂલકાઓ શિક્ષિત થઈ રહયા છે.પરંતુ આંગણવાડી પાસે જ કાદવ કીચડ અને ગંદકી હોવાથી આવા ભૂલકાઓ બીમાર પડે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.આજે જામનગરનાં નગર સેવિકા રચનાબેન માડમ એ આંગણવાડી વિસ્તાર ની જાત મુલાકાત કરી હતી. અને ગંદકી નિહાળી રોષ વ્યક્ત કર્યો હતો.

જામનગર માં કોલેરા અને શંકાસ્પદ ચાંદીપુરા ના કેસ વધતા જોવા મળે છે.ત્યારે આંગણવાડીના બાળકો બીમાર પડશે તો તેની જવાબદારી કોની ? આથી મહાનગર પાલિકા નાં સતાધીશો એ સત્વરે અહીં ના કાદવ કીચડ ની સફાઈ કરવી જોઈએ .તેવી માંગણી તેઓએ કરી હતી.

જામનગરના સરદાર પટેલ ભવન આવાસમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગાર પર LCBનો દરોડો

0

જામનગરના સરદાર પટેલ ભવન આવાસમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગાર પર એલસીબીનો દરોડો

  • કુલ રૂા. ર,૮૮,પ૦૦ની માલમતા સાથે સાત નબીરાઓની ધરપકડ : મકાનમાલિકના રૂમમાંથી ઈંગ્લીશ દારૂની ૧ર બોટલ મળી આવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ જુલાઈ ૨૪, જામનગર શહેરમાં રોઝી પેટ્રોલ પંપ પાસે આવેલ સરદાર પટેલ આવાસમાં મસમોટો જુગાર ચાલતો હોવાની બાતમી એલસીબી સ્ટાફને મળી હતી. જેથી ઘટનાસ્થળે જઈ દરોડો પાડયો હતો. જ્યાં હાઈપ્રોફાઈલ જુગાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું. જેમાં જુગાર રમી રહેલ સાત શખ્સોને ઝડપી લીધાં હતા. આ ઉપરાંત વધુ તલાશી લેતાં મકાનમાલિકના ઘરમાંથી ઈંગ્લીશ દારૂની ૧ર બોટલ પણ મળી આવી હતી. આથી પોલીસે તે પણ કબ્જે કરી તમામ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા ર,૮૮,પ૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગરમાં રોઝી પેટ્રોલ પંપ પાસે આવેલ સરદાર પટેલ આવાસના બ્લોક નંબર એ–બીમાં ફલેટ નંબર ૧ર૦૩માં રહેતાં રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂ નામના શખ્સના મકાનમાં હાઈપ્રોફાઈલ જુગાર ચાલતો હોય તેવી બાતમી એલસીબીના હરદીપભાઈ બારડ તથા ૠષિરાજસિંહ વાળાને મળી હતી. આથી તેઓએ ગઈકાલે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાલિક રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂ, નીતિન ધનજીભાઈ ચાવડા, વિપુલભાઈ શંકરભાઈ દામા, હમીરભાઈ ગોવાભાઈ વાળા, શૈલેષભાઈ મૂળજીભાઈ આદ્રોજા, નિલેશભાઈ ભીખાભાઈ અકબરી અને અનિરૂધ્ધભાઈ ગોરધનભાઈ ચોવટિયા નામના સાત શખ્સોને તીનપતી નામનો જુગાર રમતાં ઝડપી પાડયા હતા. તેઓ પાસેથી રોકડ રૂપિયા ૧,પર,૦૦૦, ૧૬ હજારની કિંમતના પાંચ મોબાઈલ તથા રૂ. ૧.ર૦ લાખના ચાર બાઈક સહિત કુલ રૂપિયા ર,૮૮,પ૦૦નો મુદામાલ કબ્જે કરી તમામની અટકાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત પોલીસે મકાનમાલિકના રૂમની તલાશી લેતાં સંતાડવામાં આવેલ રૂા. ૪૮૦૦ની કિંમતની ૧ર બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે તેમની સામે જુગારધારા તેમજ પ્રોહિબિશન સહિતના ગુના હેઠળ ધરપકડ કરી હતી.

જામનગરના બે પોલીસ કર્મચારીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ DGP દ્વારા સન્માન

0

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીજીપી દ્વારા સન્માન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ જુલાઈ ૨૪, ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ અધિકારી- કર્મચારીઓ ને પ્રોત્સાહિત કરવા માટે અલંકરણ સમારોહ યોજાયો હતો. જેમાં જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમના બે પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, અને તે બંનેનું એવોર્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગરની એલસીબીમાં ફરજ બજાવતા સંજયસિંહ વાળા, તેમજ નિર્મળસિંહ જાડેજાબને વર્ષ ૨૦૨૩ ની ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા બદલ ડીજીપી વિકાસ સહાય દ્વારા ડીજીપી કોમન્ડેશન ડિસ્ક -૨૦૨૩ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. જે બંને પોલીસ કર્મચારીઓને જામનગરના પોલીસ બેડામાંથી અભિનંદન ની વર્ષા થઈ રહી છે.

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા ટ્રાફિક પોલીસ દ્વારા ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ યોજાઇ

0

જામનગર શહેરમાં ગુનાખોરીને અટકાવવા ટ્રાફિક પોલીસ દ્વારા ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ યોજાઇ

  • શહેરના અલગઅલગ વિસ્તારમાંથી ૧૦ વાહનો ડીટેઇન કરાયા: કેટલાક વાહન ચાલકો દંડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ જુલાઈ ૨૪, જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ જામનગર ટ્રાફિક શાખા ના પીઆઇ એમ.બી.ગજ્જર ની સૂચના થી પીએસઆઇ બી.જે.તિરકર દ્વારા યોજવામાં આવેલી ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ માં અનેક વાહન ચાલકો ઝપટે ચડ્યા હતા. જેમાં વીસેક જેટલા વાહન ચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી કરી અને દસ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.

જામનગર શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે, અને ગુનાખોરી અટકે તે માટે એસ.પી. પ્રેમસુખ ડેલું ના માર્ગદર્શન હેઠળ જામનગર ટ્રાફીક શાખાના પી.આઈ. એમ.બી.ગજ્જર ની સુચના થી પીએસઆઇ બી.જે.તિરકર દ્વારા ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે. જેમાં ગતરાત્રીના જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારો સહિત એસ.પી.બંગલો, ઝુલેલાલ ચોક નજીક ટ્રાફીક ડ્રાઇવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોરવ્હીલમાં ડાર્ક ફિલ્મ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમન નો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ૧૦ થી વધુ બાઇક ડીટેઇન કરાયા હતા. જામનગર ટ્રાફિક પોલીસ ની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જામનગરના વિકાસ ગૃહ માંથી યુવતી લાપતા : પોલીસની શોધખોળ

0

જામનગરમાં વિકાસગૃહમાં ગઈકાલે દાખલ થયેલી એક યુવતી બાથરૂમ ની દિવાલ કૂદીને ભાગી જતાં દોડધામ

  • દરેડ વિસ્તારમાં રહેતી યુવતી ના માતા પિતા ગઈ કાલે જ વિકાસગૃહ મૂકી ગયા બાદ તેણી નાસી જતાં પોલીસ દ્વારા શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ જુલાઈ ૨૪, જામનગરના વિકાસ ગૃહમાં ગઈકાલે દાખલ થયેલી ૨૦ વર્ષની એક યુવતી બાથરૂમની દિવાલ કૂદીને ભાગી છુટતાં વિકાસગૃહના સંચાલકો દ્વારા પોલીસ મથકને જાણ કરવામાં આવી છે, અને પોલીસ દ્વારા તેણીની શોધખોળ ચલાવાઇ રહી છે.

મુળ લાલપુરના ગોવાણાં ગામ ની વતની અને હાલ દરેડ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી ૨૦ વર્ષ ની અપરણિત યુવતિ, કે જે પોતાના માતા પિતા સાથે રહેવા માંગતી ન હોવાથી તાજેતરમાં તેણી ઘર છોડીને ચાલી ગઈ હતી, ત્યારબાદ રાજકોટ રેલવે પોલીસને જાણ થતાં પરિવારજનો રાજકોટ લેવા માટે ગયા હતા, અને રાજકોટમાંથી પરત લઈ આવ્યા પછી તેણીના માતા પિતા સાથે રહેવાનો ઇનકાર કરી દેતા પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ના મહિલા પોલીસ કર્મચારી જનકબેન ગોહિલ તેણીને માતા પિતા ની સહમતિથી જામનગરના વિકાસગૃહમાં ગઈકાલે મૂકી ગયા હતા.

જ્યાં ઉપરોક્ત યુવતિ ગઇકાલે સાંજ ના સાડા આઠ વાગ્યે સંસ્થામા જમીને બાથરૂમ જવાનુ કહીને ગઇ હતી. જે પરત નહી આવતાં વિક્સગૃહ ના સંચાલિકા કલ્પનાબેન તથા સંસ્થામા રસોઇ કામ કરતા ભાનુબેન તથા અન્ય કર્મચારીઓ બાથરૂમમા તથા સંસ્થામા શોધખોળ કરતાં તેણી બાથરૂમને અડીને આવેલી દિવાલ ટપીને જતી રહી હોવાનુ અનુમાન લગાવ્યા બાદ કલ્પનાબેને પંચકોશી બી. ડિવીઝન તથા તેણી ના પિતા ને આ બનાવ ની ફોન કરી જાણ કરેલ હતી,

ત્યારબાદ આ મામલે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઈ છે. જેણે દુધિયા કલરનો ડિઝાઇન વાળો પંજાબી ડ્રેસ પહરેલો છે. ઉપરોક્ત યુવતીને જામનગરના સીટી બી. ડિવિઝન નો પોલીસ સ્ટાફ શોધી રહ્યો છે. જે અંગેની કોઈને જાણકારી મળે તો જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એ.એસ.આઈ. વી.ડી. રાવલીયા (૮૨૦૦૭ ૧૮૩૨૬) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.