Tuesday, October 13, 2026
Home Blog Page 133

જામનગર ધ્રોલમાં ઇજનેર પરનાં હુમલા પ્રકરણમાં ધેરા પ્રત્યાઘાતો પડયા : કલેક્ટર ને આવેદન પાઠવાયું

0

ધ્રોલ પંથક માં ઇજનેર ઉપરનાં હુમલાનું પ્રકરણ 

  • ગુજરાતના મદદનીશ ઈજનેર મંડળ દ્વારા જામનગર જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૮ ઓગસ્ટ ૨૪, ધ્રોલ પંથકમાં મદદનીશ ઈજનેર ઉપર થયેલા હુમલા ના પ્રકરણમાં આજે જામનગર માં મદદનીશ ઈજનેર મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કડક પગલાં લેવાની માંગણી અને રજૂઆત કરવામાં આવી હતી.

ધ્રોલ તાલુકા ના ઇટાળા ગામમાં એક સાઈટ ઉપર ફરજ માં હાજર રહેલા આર એન્ડ બી વિભાગ ના મદદનીશ ઈજનેર નીલરાજસિંહ બારડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર રીતે ગવાયેલા અધિકારી ને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા .અને આ બાબતે પોલીસ માં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

દરમિયાન આજે મદદનીશ ઈજનેર મંડળ દ્વારા જામનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને એવી માગણી અને રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત રાજ્ય સતત પ્રગતિ કરી રહ્યું છે. જેમાં સરકારી તંત્રનો વિશેષ ફાળો રહ્યો છે. પરંતુ અસામાજિક તત્વો દ્વારા અવાર નવાર અધિકારી અને કર્મચારીઓ ઉપર હુમલા કરવામાં આવે છે. જેનાથી કામ અને પ્રગતિ ઉપર અસર પડે છે તેમજ સરકારી કર્મચારી અને અધિકારીના માનસ ઉપર મ પણ વિપરીત અસર જોવા મળે છે. આથી આવા બનાવમાં આરોપી ઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જેથી કાયદો વ્યવસ્થા કાબુમાં રહે અને આવા બનાવો બનતા અટકી શકે.

જામ્યુકોના ડબ્બામાં મરેલા પશુઓના આડેધડ થતા નિકાલ બાબતે કોર્પોરેટરની જનતા રેડ

0

જામનગર મ્યુ. કોર્પો. દ્વારા ડબ્બામાં મરેલા પશુઓના આડેધડ થતા નિકાલ બાબતે કોંગી કોર્પોરેટરની જનતા રેડ

  • પ્રાણી કલ્યાણ બોર્ડના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરીને સ્થિતિ સુધારવા સૂચના આપ્યા છતાં સ્થિતિ જેમની તેમ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ ઓગસ્ટ ૨૪, જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં મૂંગા ગૌવંશ ની દેખભાળ બરોબર થતી ન હોવાની સ્થિતિની જાણ થતાં રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત અને મદદનીશ નિયામકોએ જાત તપાસ કરીને રાજ્ય સરકારને રીપોર્ટ કર્યો છે. તેમ છતાં સ્થિતિ સુધરી ન હોય તેમ રોજના ૧૦-૧૨ પશુઓ હજુ પણ મૃત્યુ પામે છે.

તેના મૃતદેહોના આડેધડ નિકાલ સાથે ગૌવંશના હાડકાનો કાળો કારોબાર એનિમલ ડેડબોડી ડિસ્પોઝલ સાઈટ ઉપર ચાલતો હોવાનો આક્ષેપ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ કરીને સ્થળની સ્થિતિની વીડીયો ગ્રાફી કરી ને વાયરલ કર્યો છે, જ્યારે આ મુદ્દો સંસદ સુધી પહોંચાડવા માટે પણ કાર્યવાહી કરાઈ છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર ના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ રણજીતસાગર ડેમ નજીક આવેલા કોર્પોરેશનના ઢોરના ડબ્બા ખાતે જઈને પશુઓ ને કેટલી ખરાબ અને ગંદકીભરી દયનિય હાલતમાં રાખવામાં આવે છે. તેની વીડીયો ગ્રાફી સાથેની રજુઆત તંત્રને તો કરી હતી સાથે સાથે તેઓએ સોશીયલ મીડીયાના માધ્યમથી સ્થિતીના વીડીયો વાયરલ કર્યા હતા.

જે બાદ રાજ્યના કૃષિ અને પશુપાલન કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પર્ટલની સૂચનાથી પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત સચિવ આર.એ.વાળા અને મદદનીશ નિયામક ડી.પી. પટેલ જામનગર આવ્યા હતા અને સ્થિતિનો રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો હતો.તેમજ મહાનગર પાલિકાને સ્થિતિ સુધારવાની મરેલા પશુઓ માટે એક સ્મશાન ભઠ્ઠી બનાવવાની સુચના આપી હતી. ત્યાર બાદ ગઈકાલે ઢોરના ડબા પર જનતા દરોડો કરનાર મહિલા કોર્પોરેટરે મહાનગરપાલિકાની એનિમલ ડેડબોડી ડિસ્પોઝલ સાઈટ પર જઈને સ્થિતિનો વિડિયો વાયરલ કર્યો છે.

સાથે સાથે તેઓએ જણાવ્યું છે કે, પશુ મૃતદેહ નિકાલની ગાઈડલાઈનનો ભંગ ગણાય તે રીતે પશુને દફનાવતી વેળાએ મીઠું નાંખ્યા વગર પશુઓને એકબીજા પર નાંખી દેવામાં આવે છે, અને ખાડો પૂરી દેવામાં આવે છે.આ ઉપરાંત થોડા દિવસ પછી જે તે ખાડામાંથી પશુઓને બહાર કાઢી તેના હાડકા લઈ લેવામાં આવતા હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે.

આ અંગે જનતા દરોડો કરનાર મહિલા નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ જણાવ્યું હતું કે, દેશની સંસદમાં કોંગ્રેસના મહિલા સાંસદે ગૌ વંશનો મુદો ઉઠાવ્યો છે તેથી તેઓને પણ આ મામલે જાણ કરાઈ છે.

જામનગરમાં સંતાનોના ઝઘડામાં માતાનો ઝેરી દવા-પી આપધાત

0

જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી સતવારા જ્ઞાતિ ની પરણીતાનો ઝેરી દવા પી લઇ આપઘાત

  • પોતાના ત્રણ સંતાનો ઝઘડી રહ્યા હોવાથી ગુસ્સામાં આવી જઈ પોતે ઝેર પી લઈ મોતને મીઠું કર્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ ઓગસ્ટ ૨૪ જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી એક સતવરા જ્ઞાતિની પરણીતાએ પોતાના સંતાનો ઝઘડી રહ્યા હોવાથી ગુસ્સામાં આવી જઈ ઝેર પીલઈ આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડનાકા બહાર મામાના મંદિર સામે રહેતી જશવંતીબેન ઉર્ફે જયશ્રીબેન વિનોદભાઈ કટેશીયા નામની ૩૨ વર્ષની પરણીતાએ પોતાના ઘેર ગુસ્સામાં આવી જઈ જંતુનાશક દવા પી લીધી હતી. જેથી તેણીને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી એ. ડિવિઝનના પી.એસ.આઇ.એમ.કે. બ્લોચે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર પરણીતાના ત્રણ સંતાનો કે જેઓ અંદરોઅંદર ઝઘડો કરતા હતા, તેથી માતાને મનમાં લાગી આવતાં ગુસ્સામાં આવીને આત્મહત્યા કરી લીધી છે.

જામનગરમાં કોલેજ જવા નીકળેલી યુવતી ગુમ થઈ જતાં પરિવારજનો ચિંતાતુર

0

જામનગર માં કોલેજ જવા નીકળેલી યુવતી ગુમ થઈ જતાં પરિવારજનો ચિંતાતુર : પોલીસ ને જાણ કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૮ ઓગસ્ટ ૨૪, જામનગરમાંથી એક યુવતી કોલેજ જવાનું કહીને ઘેરથી નીકળ્યા પછી એકાએક લાપતા બની ગઈ છે, અને પરિવારજનો ચિંતામાં મુકાયા છે. જે મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.

જામનગર મા લાલવાડી વિસ્તાર મા જૂના આવાસ મા રહેતી શિવાની ધનજીભાઈ જેપાર નામની ૧૮ વર્ષ ની યુવતી ગત તા. ૩૦ જુલાઈ નાં ઘરે થી કોલેજ જવા નીકળી હતી.જે ઘરે પરત ફરી ન હતી .આથી તેણી નાં પરિવાર દ્વારા પોલીસ મા જાણ કરવામાં આવી છે.જો કોઈ ને આ યુવતી અંગે જાણકારી મળે તો પોલીસ મા જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

જામનગર ST ડેપોમાં મહિલાને હોમગાર્ડ જવાન સરાજાહેર ઢસડતો હોવાનો Video થયો વાયરલ

0

જામનગર એસટી ડેપોમાં મહિલાને હોમગાર્ડ જવાન ઢસાડતા હોવાનું વિડીયો થયો વાયરલ

  • વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર

  • હોમગાર્ડ જવાનને કમાન્ડરે નોટિસ પાઠવી ખુલાસો મંગાયો હોવાનું જાણવા મળેલ છે

દેશ દેવી ન્યુઝ જામનગર ૭ ઓગસ્ટ ૨૪ જામનગર શહેરના એસટી ડેપોમાં એક મહિલાને હોમગાર્ડ જવાને ઢસડતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ખળભળાટ મચી ગયો છે , નારી શક્તિની ગરીમાને ઠેસ પહોંચાડતી ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.

જામનગરમાં ચર્ચા જગાવનારી ઘટનાની વિગત એવી છે કે ગત સપ્તાહે જામનગર એસટી ડેપોમાં ભિક્ષુક જેવી લાગતી મહિલા મુસાફરોને પરેશાન કરતી હોય જેથી ત્યાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાની શરમ નેવે મૂકી હોય તેમ મહિલાને દૂર જવાનું કહેવાની જગ્યાએ મહિલાનો હાથ પકડી લોબીમાં ઢસડતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ખડભળાટ મચી ગયો હતો તેવામાં લોબીમાં હાજર કંડક્ટરે ઢસેડવાની ના પાડતા હોમગાર્ડ જવાને મહિલાને મૂકી હતી ઉશ્કેરાયેલા હોમગાર્ડના મહિલા સાથેના ગેરવર્તનો વિડિયો હાજર મુસાફરે ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા હાલ આ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે સૂત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ હોમગાર્ડ જવાનને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યા નું પણ જાણવા મળેલ છેદેશ દેવી ન્યુઝ આ વિડીયો અંગે કોઈ પુષ્ઠી કરતું નથી

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બે બાઈક ધડાકાભેર અથડાતા એકનું મોત: ૧ ધાયલ

0

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ નજીક બે બાઈક સામસામેં ટકરાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનો ભોગ લેવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ ઓગસ્ટ ૨૪, જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે રાત્રે બેડ ગામ નજીક બે બાઈક ટકરાઈ ગયા હતા, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક બાઈક ના ચાલક જામનગરના યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતો સુરેશ પુનાભાઈ મકવાણા નામનો ૩૩ વર્ષનો યુવાન પોતાના મિત્ર અર્જુન વિનોદભાઈ સોમાણીને પોતાના બાઈકમાં બેસાડીને જામનગર ખંભાળિયા ધોળી માર્ગ પર બેડ ગામ પાસે પહોંચ્યો હતો, અને ત્યાં અર્જુન સોમાણીને ઉતારીને પોતે જામનગર બાઈકમાં પરત ફરી રહ્યો હતો.દરમિયાન ચોકલેટ ના કારખાના પાસે સામેથી આવી ધસી આવેલા ભરાણા ગામના સાજીદ મામદભાઈ ભટ્ટી નામના બાઈક ના ચાલકે ઠોકર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બાઈક ચાલક સુરેશ મકવાણા ને ગંભીર ઇજા થઈ હતી, અને તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું,

આ બનાવ અંગે પોલીસને જાણ થતાં સિક્કા પોલીસ મથકના પીએસઆઇ આર.એચ. બાર તેઓના સ્ટાફ સાથે બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે અકસ્માત સર્જનાર ભરાણા ગામના બાઈક ચાલક સાજીદ મહમદ ભટ્ટી સામે ગુનો નોધ્યો છે.

જામનગર નજીક પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા : દારૂનો જંગી જથ્થો ઝડપાયો

0

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં દારૂ ભરેલી કારનો એલસીબીએ પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

  • ૨૬ કિલોમીટરની દોડ પછી એક બુટલેગર ૩૫૭ નંગ દારૂની બોટલ અને કાર સાથે ઝડપાયો: તેમજ ૧ બુટલેગર ફરાર થયો

  • રાજસ્થાન ના ૧ સપ્લાયર તેમજ દારૂ મંગાવનાર જામનગરના બે રીસીવરના નામ ખુલતાં ફરારી જાહેર કરાય

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ ઓગસ્ટ ૨૪ જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં ગઈકાલે એક દારૂ ભરેલી કારનો એલસીબી ની ટુકડીએ પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ૨૬ કિલોમીટર જેટલો પીછો કર્યા પછી એલસીબી ની ટુકડીએ ૩૫૭ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી લીધો છે, જ્યારે એક બુટલેગર છલાંગ લગાવી ભાગી છુટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે. ઉપરાંત રાજસ્થાનના એક સપ્લાયર તથા જામનગરના બે રીસીવર સહિત અન્ય ત્રણને પણ ફરારી જાહેર કરાયા છે.આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જોડિયા તાલુકાના તારાણાં ગામ પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી છે, જે બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ વોચ ગોઠવી હતી.જે વોચ દરમિયાન તારાણા ગામના ટોલનાકા પાસે એક કાર યૂ ટર્ન લઈને ભાગવા લાગી હતી. જેથી એલસીબી ની ટુકડીએ તે કારનો પીછો કર્યો હતો, અને ૨૬ કિલોમીટર સુધી કારનો પીછો કર્યા પછી ધ્રોલ નજીક માણેકપર ગામના પાટીયા પાસે કાર રોડ થી નીચે ઉતરી જતાં એલસીબી ની ટુકડી ત્રાટકી હતી.

જે દરમિયાન એક દારૂનો ધંધાર્થી કારમાંથી છલાંગ લગાવીને ભાગી છૂટ્યો હતો, જયારે કારનો ચાલક ઝડપાઈ ગયો હતો. જેને અટકાવીને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ પાબુરામ પ્રતાપસિંહ બિશ્નોય અને મૂળ રાજસ્થાનના બાડમેર નો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાસી લેતાં અંદરથી નાની મોટી ૩૫૭ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે ઇંગલિશ દારૂ, મોબાઈલ ફોન, અને કાર સહિત કુલ રૂપિયા ૬,૪૯,૬૦૦ ની માલમતા કબજે કરી છે. આ ઉપરાંત કારચાલકની સાથે મૂળ રાજસ્થાનનો વતની દિનેશ બિશ્નોય છલાંગ લગાવીને ભાગી છુટ્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો હતો, જયારે દારૂનો જથ્થો રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઉમેદસિંહ નામના એક દારૂના ધંધાર્થી એ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.આ ઉપરાંત જામનગરમાં રહેતા બે શખ્સોએ દારૂ મંગાવ્યો હોવાથી તેઓને રીસીવર તરીકે ફરારી જાહેર કરી તેઓ બંનેની પણ શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં ગાયને રોટલી દેવા ગયેલા મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલ ઝડપ

0

જામનગરના શરુ સેક્શન રોડ પર સમડી ઝળકી..

  • ગાયને રોટલી દેવા ગયેલા મહિલાના ગળામાંથી રૂપિયા ૮૦,૦૦૦ ની કિંમતના સોનાના ચેઇન ની ચીલ ઝડપ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ઓગસ્ટ ૨૪, જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ગાયને રોટલી આપવા માટે ગયેલા એક બુઝુર્ગ મહિલાના ગળામાંથી કોઈ ગઠિયો રૂપિયા ૮૦ હજારની કિંમતના સોનાના ચેઇન ની ચીલ ઝડપ કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ગોડ ગિફ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા લતાબેન સુંદરલાલ નામના ૬૫ વર્ષના બુઝુર્ગ મહિલા ગઈકાલે બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં પોતાના એપાર્ટમેન્ટ નજીક ગાયને રોટલી આપવા માટે ગયા હતા. જે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે આવીને તેઓના ગળામાંથી રૂપિયા ૮૦,૦૦૦ ની કિંમતના સોનાના ચેઇન ને ચીલ ઝડપ કરી ભાગી છૂટ્યો હતો.

આ બનાવ સમયે લતાબેન કાગારોળ કરી મૂકી હતી, પરંતુ ઉપરોક્ત શખ્સ હવામાં ઓગળી ગયો હતો. જેથી આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં સિટી બી. ડિવિઝનના પી.એસ.આઇ.જી.ડે. રાજ અને તેમની ટીમ આરોપીને શોધી રહી છે.

જામનગરમાં ચાલુ બાઈકમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ

0

જામનગરમાં શરુ શેકશન રોડ પરથી પસાર થઈ રહેલા એક યુવકને ચાલુ બાઈકમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ઓગસ્ટ ૨૪, જામનગરમાં શરુ સેક્શન રોડ ઉપર થી બાઈક પર જઈ રહેલા એક યુવકને ચાલુ બાઈકમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેને બેશુદ્ધ અવસ્થામાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ ફરજ પરના તબીબે તેનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

જામનગરમાં ગઈકાલે શરૂ સેક્શન રોડ પરથી બાઇકમાં જઈ રહેલા અનીલ કિશોરભાઈ પાણખાણીયા નામના યુવકને ચાલુ બાઈકે હાર્ટએટેક આવતાં ત્યાજ ઢળી પડ્યો હતો. દરમિયાન બાજુમાંથી પસાર થતા આશિફ નામના યુવાને મદદે દોડી જઇ ૧૦૮ ની ટિમ ને જાણ કરી હતી. જે ટુકડી આવી પહોંચ્યા પછી યુવકને બેશુદ્ધ હાલત માં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, અને તેનું હાર્ટ ફેઇલ થઈ જવાથી મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી છે.

જામનગરમાં અબોલ પશુઓના જીવ લેનાર કારચાલક સામે પોલીસ ફરિયાદ

0

જામનગરમાં રણજીત સાગર રોડ પર બે અબોલ પશુઓના જીવ લેનાર કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ઓગસ્ટ ૨૪, જામનગરમાં સાધના કોલોની રોડ પર શનિવારે મોડી રાત્રે એક કારના ચાલકે બેદરકારી પૂર્વક કાર ચલાવી માર્ગ પર બેઠેલા બે અબોલ પશુઓને હડફેટમાં લઈ લેતાં બંનેના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા, જે પશુઓના મૃત્યુ નીપજાવનાર કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ અકસ્માતના બનાવ ની વિગત એવી છે કે જામનગર ના રણજીત સાગર રોડ પર શનિવારે મોડી રાત્રે પસાર થઈ રહેલા જી.જે.- ૧ કે.એ.૭૭૫૬ નંબરના વેગનાર કારના ચાલકે પોતાની કાર બેદરકારી પૂર્વક ચલાવી હતી, અને માર્ગ પર બેઠેલી બે ગાયને ઠોકરે ચડાવતાં બંને ગાયના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા.ત્યારબાદ કાર આગળ જઈને ડિવાઇડર સાથે ટકરાઈ ગઈ હતી. પરંતુ સદભાગ્યે કારચાલકને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ અકસ્માત બાદ તે પોતાની કાર છોડીને ભાગી છુટ્યો હતો.

અબોલ પશુઓના જીવ લેનાર કારચાલક સામે મોડી રાત્રે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી, અને કેટલાક લોકોનું ટોળું એકત્ર થયું હતું,અને ઉશકેરાટમાં આવી જઈ, વેગેનાર કંપનીની કારને આગ ચાંપી દેતાં ફાયરની ટીમ પહોંચે તે પહેલાં કાર બળીને ખાખ થઈ છે, ને માત્ર હાડપિંજરના સ્વરૂપમાં જ રહી હતી. પોલીસને આ ઘટનાને જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસે અબોલ પશુઓના માલિક પંકજભાઈ કરસનભાઈ મકવાણા ની ફરિયાદના આધારે બે પશુઓના મૃત્યુ નીપજાવવા અંગે વેગેનાર કાર ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને વાહનના રજીસ્ટ્રેશન ના નંબર ના આધારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.