Tuesday, October 13, 2026
Home Blog Page 132

જામનગરના રણજીત સાગર ડેમમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્ય

0

જામનગરના નજીક રણજીત સાગર ડેમમાં નહાવા પડેલા ત્રણ પરપ્રાંતિય યુવાનો પૈકીના એક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્ય

  • ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો: પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ઓગસ્ટ ૨૪, જામનગર ના સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને મૂળ બિહાર રાજ્યના વતની એવા ત્રણ પર પ્રાંતિય શ્રમિક યુવાન ગઈકાલે બપોરે રણજીતસાગર ડેમમાં નાહવા માટે ગયા હતા, દરમિયાન અકસ્માતે એક યુવાનનું ડૂબી જતાં મૃત્યુ નીપજયું છે. ફાયર બ્રિગેડે મૃતદેહ ને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ જામનગરમાં સાધના કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય શ્રમિક યુવાનો, કે જેઓ આજે બપોરે જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસે સમાણા તરફ જવાના બ્રિજ નીચે નાહવા માટે પડ્યા હતા. જે દરમિયાન આશરે સાડાચારેક વાગ્યાના અરસામાં પ્રવીણ કુમાર નામનો એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો, અને તેની સાથેના અન્ય બે યુવાનોએ બુમાંબૂમ કરી હતી.

પરંતુ તેઓને તરતાં આવડતું ન હોવાથી બચાવી શક્યા ન હતા, અને તુરતજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર શાખાની ટુકડી આશરે ૧૫ મિનિટના સમય ગાળામાં બનાવના સ્થળે પહોંચી હતી, અને પાણીમાં શોધ ખોળ કર્યા પછી પ્રવીણ કુમાર નામના યુવાનના મૃતદેહ ને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો.પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે મૃતકના પરિવારજનોને તેના વતનમાં જાણ કરવામાં આવી છે.

જામનગરના કાલાવડમાં વિજ કર્મીને દુકાનમાં પુરીને માર માર્યાના CCTV ફુટેજ વાયરલ

0

કાલાવડ ના બે વીજ કર્મચારીઓ પર હુમલો કર્યાની ઘટના નો વિડીયો થયો વાયરલ: પોલીસે ફૂટેજ કબજે લીધા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ ઓગસ્ટ ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં એક દુકાનદાર દ્વારા વીજબિલના નાણા ભરપાઈ કર્યા ન હોવાથી તેની વસૂલાત કરવા માટે કાલાવડ પીજીવીસીએલના બે કર્મચારીઓ રિકવરી માટે ગયા હતા.

દરમિયાન વેપારી બંધુઓ અને તેના સાગરીત સહિત ત્રણ શખ્સોએ બંને વીજ કર્મીઓને દુકાનમાં પૂરી દઈ માર માર્યો હતો, અને માથામાં સોડા બોટલથી ઈજા પહોંચાડી હતી.

જે સમગ્ર ઘટના દુકાન નજીક આવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, અને તેનો વિડીયો ગઈકાલે દિવસ ભર વાઇરલ થયો હતો. કાલાવડ પોલીસે તે વીડિયો ના ફૂટેજ કબ્જે કરી લઇ પુરાવા રૂપે એકત્ર કર્યા છે.

જામનગરમાં ૬ વર્ષના બાળક પાસે ભિક્ષાવૃતિ કરાવનાર માતા સામે ફોજદારી

0

જામનગરમાં બાલા હનુમાન મંદિર પાસે પોતાના છ વર્ષના બાળકને ભિક્ષાવૃત્તિ કરાવનાર માતાની પોલીસ દ્વારા અટકાયત

  • માતા સામે જસ્ટિક જુવેનાઇલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો: બાળક ને બાળસુધાર ગૃહમાં મોકલી આપ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ઓગસ્ટ ૨૪, જામનગરમાં તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિર પાસે છ વર્ષના માસુમ બાળકને ભિક્ષાવૃત્તિ કરાવનાર માતાની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે જુવેનાઈલ જસ્ટીશ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ બાળકને બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલી આપ્યું છે.

જામનગર ના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ની પોલીસ ટિમ દ્વારા તળાવની પાળે બાલા હનુમાનજી મંદિર પાસે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન મેહુલ સિનેમા પાસે ઝુપડપટ્ટીમાં રહેતી લીલાબેન નવધણભાઈ સોલંકી નામની મહિલા દ્વારા પોતાના છ વર્ષના મોસુમ બાળકને બાલા હનુમાનજી મંદિર ના દ્વારે ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી મહિલા પોલીસ કર્મચારી કિરણબેન મેરાણી દ્વારા બાળકનો કબજો મેળવી લઈ બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યો છે, જયારે તેની માતા લીલાબેન નવઘણભાઈ સોલંકી ની સામે ગુનો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાઇ છે.

જામનગરમાં શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયોમાં ‘હર હર મહાદેવ’ નો નાદ ગૂંજયો

0

‘છોટીકાશી’માં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પણ ભગવાન શિવજીની મહિમા અપરંપાર

  • શહેર ના અનેક શિવાલયોમાં ભાવિકો ભગવાન શિવજી ના દર્શનાર્થે ઉમટ્યા: ‘હર હર મહાદેવ’ નો નાદ ગૂંજયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ ઓગસ્ટ ૨૪, ‘છોટી કાશી’ ના ઉપનામથી પ્રચલિત અને નાના મોટા અનેક શિવાલય ની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના બીજા સોમવારે પણ ભગવાન શિવજીની ભક્તિ નો મહિમા અપરંપાર જોવા મળ્યો હતો, અને પ્રત્યેક શિવાલયોમાં શિવ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા, જેઓ ના મુખેથી ‘હર હર મહાદેવ’નો નાદ ગૂંજયો હતો.

જામનગર શહેરમાં આજે શ્રાવણ માસ ના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેક ની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી.

જામનગર શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, જેના ચારેય દ્વારેથી દર્શન કરી શકાય તેવા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તો એ દર્શન માટે કતાર લગાવી હતી, અને રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમ જ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્ર ને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો.

જામનગરના પ્રત્યેક શિવાલયમાં પ્રતિદિન સાંજે નિત નવા દર્શન ની ઝાંખી જોવા મળી રહી છે, સાથ સાથ નગરના મોટાભાગના શિવાલયો ને ઝળહળતી રોશની થી સજજ બનાવી દેવાયા છે, જેનો અનન્ય નજારો નિહાળીને શિવભક્તો ભાવવિભોર થયા છે.

કેટલાક શિવ મંદિરોમાં તો રાત્રિના સમયે દર્શનાર્થે આવે છે, તે દરમિયાન ભાવિકો પોતાના મોબાઈલ ફોનમાં શિવ મંદિરની રોશની સાથેની સેલ્ફી પણ પડાવી રહેલા જોવા મળી રહ્યા છે.જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્ર દ્વારા શહેરના તમામ શિવાલયના દ્વારા કાળજી પૂર્વકની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ઉપરાંત જામનગર ના પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોને પણ અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે.

શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેરની મધ્યમાં આવેલા શિવ મંદિરની બહાર ટ્રાફિક પોલીસના જવાનોને પણ મૂકવામાં આવ્યા છે.

કાલાવડમાં વિજ કર્મીને દુકાનમાં પૂરી માર માર્યોં : ૩ સામે FIR

0

કાલાવડમાં વીજબિલની વસૂલાત કરવા ગયેલા બે વીજ કર્મચારીઓ ઉપર હિચકારો હુમલો કરી દેવાતાં ભારે ચકચાર

  • કાલાવડ ના ૩ દુકાનદારોએ બન્ને વીજ કર્મચારીને દુકાનમાં પૂરી દઈ સોડા બોટલ નો ઘા કરી માથું ફોડયું : પોલીસ દ્વારા આરોપીની અટકાયત

  • ઓરોપી : – (૧) નવાઝ બાબી (૨) હુશેન બાબી (૩) જુનેદ રાવ રહે બઘા-કાલાવડ જી.જામનગર.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ઓગસ્ટ ૨૪  જામનગર જિલ્લાના કાલાવડમાં એક દુકાનદાર ને ત્યાં વીજબિલની બાકી રોકાતી રકમની વસુલાત માટે ગયેલા બે વીજ કર્મચારીઓ ઉપર વેપારી બંધુઓ સહિતના ત્રણ શખ્સોએ દુકાનમાં પૂરી દઈ આડેધડ માર મારી માથામાં સોડા બોટલ નો ઘા કરી માથું ફોડી નાખવા અંગે, અને ફરજ માં રૂકાવટ કરવા અંગેની ફરિયાદ કાલાવડ પોલીસ મથકમાં નોંધાવાઇ છે. પોલીસ ટુકડીએ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા પછી આરોપીઓને અટકાયતમાં લીધા છે, અને દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરાના વિડીયો ફૂટેજ પણ મેળવ્યા છે.

હુમલા ના આ બનાવની વિગત એવી છે કે મૂળ સુત્રાપાડા ના વતની અને હાલ કાલાવડ પીજીવીસીએલમાં વિદ્યુત સહાયક તરીકે સરકારી નોકરી કરતા બચુભાઈ ગોવિંદભાઈ સોલંકી તથા તેની સાથે પીજીવીસીએલના જ એપ્રેન્ટીસ એવા રાહુલગીરી ભરતગીરી ગોસ્વામી, કે જેઓ બન્ને બાકી રોકાતા નાણાંની ઉઘરાણી કરવા માટે કાલાવડ ટાઉનમાં જ ધોરાજી રોડ ઉપર આવેલી સ્વીટ પાન નામની દુકાન, કે જેના સંચાલકો નવાજ બાબી, હુસેન બાબી અને જુનેદ રાવ વગેરે દ્વારા વિજ બિલ ના નાણાં ભર્યા ન હતા.

જેઓનું જૂનું ૧૩,૦૦૦ થી વધુનું ચૂકણવું બાકી હતું, ત્યારબાદ નવું વીજબિલ પણ આવી ગયું હતું, જેથી બાકી રકમની વસુલાત માટે બંને કર્મચારીઓ ઉપરોક્ત દુકાને ગયા હતા. દરમિયાન બંને ભાઈઓ અને તેની સાથેના અન્ય સાગરિતે ભેગા મળીને બંને વીજ કર્મચારીઓને દુકાનની અંદર બોલાવી દુકાન બંધ કરી પુરી દીધા હતા, અને તેઓને અટકાયતમાં રાખ્યા પછી હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત દુકાનમાં રહેલી કાચની બોટલ લઈને રાહુલ ગીરી ના માથા પર હુમલો કરી દેતાં તે લોહી લુહાણ બન્યો હતો, અને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ સમગ્ર મામલાને કાલાવડ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે, અને વિદ્યુત સહાયક બચુભાઈ ગોવિંદભાઈ સોલંકીએ પોતાના ઉપર તથા સાથી કર્મચારી પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવા અંગે તેમજ ફરીથી બિલ ના પૈસા લેવા આવશે, તો જાનથી મારી નાખશે, તેવી ધમકી આપવા અંગે નવાજ બાબી, હુસેન બાબી અને જુનેદ રાવ સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની જાણ થતાં PSI જે.એસ.ગોવાણી પોતાની ટીમના મયુરસિંહ જાડેજા વગેરેની સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને આરોપીઓને અટકાયતમાં લીધા છે, જ્યારે દુકાનની અંદર લગાવેલા સીસીટીવી કેમેરામાં હુમલાની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હોવાથી તેના ફૂટેજ પણ મેળવી લીધા છે.

જામનગરનાં ૪૮૫ માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે ખાંભીપૂજન કરાયું

0

જામરાવળ સ્થાપિત ‘નવાનગર’ પાસે છોટીકાશી, બ્રાસ સિટી, સૌરાષ્ટ્રનું પેરીસ, ક્રિકેટનું કાશી અને ઓઈલ સિટીનું બિરૂદ

  • જામનગરનાં ૪૮૫ માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રાજપૂત સમાજ તેમજ જામ્યુકો દ્વારા પરંપરાગત રીતે ખાંભી પૂજનનો કાર્યક્રમ યોજાયો

  • રાજપૂત સમાજના અગ્રણી અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા કરણી સેનાના દોલુભા જાડેજાની ખાસ ઉપસ્થિત રહી હતી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ઓગસ્ટ ૨૪ શ્રાવણ સુદ સાતમનો દિન જામનગર માટે ઐતિહાસિક છે.ઇ.સ. ૧૫૪૦ (સવંત ૧૫૯૬)માં શ્રાવણ સુદ સાતમનાં દિને નવાનગરની સ્થાપના કરી હતી જે આજે આપણાં જામનગર તરીકે દુનિયાનાં નક્શા પર ઝળહળે છે. આજરોજ શ્રાવણ સુદ સાતમનાં દિને જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરનાં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે શહેરની સ્થાપના સમયની ખાંભીનાં પૂજન તથા વિવિધ વિભૂતિઓની પ્રતિમાને ફૂલહારનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૧૧/૮ ને રવિવારે સવારે ૯ કલાકે દરબાર ગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોરમાં આવેલ શહેરની સ્થાપના સમયની ખાંભીનું રાજવી પરીવારનાં સભ્યો તેમજ ક્ષત્રિય સમાજ અને વિવિધ અગ્રણીઓ દ્વારા પણ ખાંભી પૂજન કરાયું  તેમજ તમામ સત્તાધીશો, શહેરનાં પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસૂર્યાનાં હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ,ધારાસભ્યો દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, કમિશ્નર ડી.એન.મોદી, શાસક પક્ષ નેતા આશિષભાઇ જોષી, દંડક કેતનભાઇ નાખવા, વિપક્ષી નેતા ધવલભાઇ નંદા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મનિષભાઇ કનખરા સહિતનાં આગેવાનો જોડાયા હતા તેમજ શહેરમાં વિવિધ સ્થળોએ આવેલ વિવિધ પૂર્વ રાજવીઓ તથા વિભૂતિઓની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યું હતું

જામ્યુકોમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. ૧૭.૩૮ કરોડ વિવિધ ખર્ચ ની દરખાસ્તો મંજૂર

0

જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. ૧૭.૩૮ કરોડ વિવિધ ખર્ચ ની દરખાસ્તો મંજૂર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯ ઓગસ્ટ ૨૪ જામનગર મહાનગર-પાલિકા ની આજે મળેલી સ્ટે.કમિટી ની બેઠક માં કુલ રૂ. ૧૭ કરોડ ૩૮ લાખના ખર્ચ અને રૂ. ૧૦ લાખ ની આવક ની દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી. જેમા પીએમ ઈ-બસ સેવા અંતર્ગત ઈ-બસ ડેપો, ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન, વહીવટી બિલ્ડિંગ વગેરે ની દરખાસ્ત માટે રૂ. ૧૩ કરોડ, ૭૦ લાખ નાં ખર્ચ નો સમાવેશ થાય છે.

જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરે ચેરમેન નિલેષ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી એન મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની સહિત ના ઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાલક્ષ્મી બંગલો થી પ્રણામી ટાઉનશીપ – ૫ થી કિચનએજ હોટલ થઈ, નાઘેડી બાયપાસ જંકશન સુધી સ્ટ્રોમ વોટર બોકસ કેનાલ તથા મહાલક્ષ્મી બંગલો થી પ્રણામી ટાઉનશીપ-૫ સુધી સીસી રોડ બનાવવાની દરખાસ્ત રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો. એરફોર્સ-૨ થી ઋષિ બંગલો થઈ સત્યમ કોલોની અન્ડર બ્રિજ થઈ ૧૪૦૪ આવાસ યોજનાથી, શિવમપાર્ક થઈને દિગ્જામ રેલવે ક્રોસિંગ સુધી સ્ટ્રોમ વોટર બોક્સ કેનાલ બનાવવાની દરખાસ્ત અંગે પણ રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

પીએમ ઈ-બસ સેવા અંતર્ગત ઈ બસ ડેપો, ઈ બસ ચાર્જિંગ સ્ટેશન, ઈલેક્ટ્રીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટી બિલ્ડિંગ (ફેસ-૧)ના કામની દરખાસ્ત અન્વયે રૂ. ૧૩ કરોડ ૭૦ લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો. અન્નપૂર્ણા સર્કલ, કાલાવડ રોડ ના જંક્શન પર ટોય સર્કલ બનાવવા માટે રૂ. ૧૬.૧૪ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં ૧૬ અને ૧૨ માં કીર્તિ પાન થી વાયા હર્ષદમીલ ની ચાલી થી લઈ બાકી રહેતા ડી.પી. રોડ માં મેટલ રોડ બનાવવા માટે વધારા નો રૂ. ૭.૨૮ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

ચોમાસા દરમ્યાન ભાડાથી હાઈડ્રોલિક એસ્કેવેટર તથા ટ્રેક્ટર વિથ ટ્રોલી માટે રૂ. ૨૦ લાખ, દરેડ થી લાખોટા તળાવ સુધી આવતી ફીડીંગ કેનાલ માં જીઆઈડીસી ઉદ્યોગનગર ના પાણી ભળે નહીં તેના નિકાલ માટે પાઈપ ડ્રેનેજના કામ માટે રૂ. ૨૪.૬૭ લાખ , તેમજ વોર્ડ નં. ૮ અને ૧૪ માં એમઈએસ એરિયા થી ૪૯ દિ.પ્લોટ મેઈન રોડ થી ઓપન કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાઈપલાઈનના કામ માટે રૂ. ૨૪.૯૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં. ૧, ૬ અને ૭ માં ટ્રાફિક વર્કના કામ માટે રૂ. ૫ લાખ. કેબલ લાઈન ના લેઈંગ કામ માટે કરવામાં આવેલ ટ્રેન્ચ માં સીસી ચિરોડા માટે રૂ. ૧૦ લાખ નો વધારા નો ખર્ચ મંજૂર કરાયો હતો. જ્યારે વોડ નં.૫ ,૯, ૧૩, ૧૪ માં ગટર વર્કના કામ માટે વધારા નો રૂ. ૧૫ લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો.

વોર્ડ નં. ૧૬ માં ખાનગી સોસાયટીઓમાં તથા હાઉસિંગ બોર્ડ ની વસાહતો અને અન્ય રહેણાક વિસ્તારો માં લોક ભાગીદારી થી માળખાકીય સુવિધાઓ ના વિકાસ માટે રૂ. ૧૭.૭૧ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.મ્યુનિ. હાઈસ્કૂલના સંચાલન અંગેની નિભાવ ગ્રાન્ટ માટે રૂ. ૪ લાખ ૫૦ હજાર ચૂકવવા નિર્ણય લેવાયો હતો. મહાનગપાલિકાની જુુદી-જુદી શાખાના જુદા-જુદા પ્રકારના ભંગાર માલસામાન વેંચાણ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અન્વયે મહાનગરપાલિકાને રૂ. ૧૦ લાખ ની આવક થશે. સોલિડ વેસ્ટ શાખાના કાર્યપાલક ઈજનેર માટે મોટર ભાડે રાખવા વાર્ષિક રૂ. ૪.૨૦ લાખ, અર્બન પ્લાનરની જગ્યા પર કોન્ટ્રાક્ટ બેઝ થી ૧૧ માસ માટે નવી નિમણૂક આપવા નિર્ણય કરાયો હતો.

ડીવાયએસપી બંગલાથી મિગ કોલોની સુધીના ૧૮ મી. પહોળાઈના ડી.પી રોડની અમલવારીનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યા બાદ આ રસ્તો ખુલ્લો કરવા જરૂરી કામગીરી હાથ ધરવા નિર્ણય લેવાયો હતો. જ્યારે જ્ઞાનશક્તિ સર્કલથી સીતારામ સોસાયટી સુધી ૭૫ મી. ના બાયપાસ રોડને જોડતા ૨૪ મી. પહોળા ડી.પી. રોડની અમલવારી માટે આ રસ્તો ખુલ્લો કરવા માટે ધોરણસર કાર્યવાહી કરવા માટે નિર્ણય લેવાયો હતો.

જ્ઞાનશક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધીનો ૩૦ મી. પહોળા ડી.પી. રોડ માટે લાઈનદોરી મંજૂર કરવામાં આવી હતી. અને વાંધા -સૂચનો મંગાવી જરૂરી કાર્યવાહી મંજૂર કરવામાં આવી હતી. પંચેશ્વર ટાવરથી આણદાબાવા ચકલા થઈ ચાંદી બજાર સુધી ભૂગર્ભ ગટર ની પાઈપલાઈન માટે રૂ. ૪૦.૯૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે રાષ્ટ્રધ્વજ અને તેને ફરકાવવાની સ્ટિકના માટે રૂ. ૫૫.૫૦ લાખ. અમદાવાદ સ્થિત પાંજરાપોળમાં ઢોર ટ્રાન્સફર કરવા માટે રૂ. ૧૦૭ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી ચાર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજિત શ્રાવણી મેળામાં પોલ, કેબલ તેમજ ગાળા કરવા માટે રૂ. ૭.૫૪ લાખ તથા મેળામાં લાઈટિંગ અને ડેકોરેશન માટે ૭.૯૧ લાખનું ખર્ચ મંજૂર કરાયુ છે. જ્યારે નિવૃત્ત ડે. સેક્રેટરી અશોકભાઈ પરમાર ને સરકાર ની મંજૂરી મળ્યા પછી ડે. સેક્રેટરી તરીકે કોન્ટ્રાક્ટ બેઝ થી નિમણૂક આપવા નો નિર્ણય લેવાયો હતો. જ્યારે જામનગર મહાનગર-પાલિકામાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવાની કમિશનરની દરખાસ્તને મંજૂર કરવામા આવી હતી.

જામનગર શાંતિનગરના યુવાન સાથે ‘૫રેશ હરેશ’ ની છેતરપીંડી : 2.50 લાખનો ધુંબો માર્યો

0

જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે બે ભાઈઓએ રૂપિયા અઢી લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ

  • આરોપી બંધુઓ પાસેથી મકાન વેચાતું લીધા બાદ તે મકાનના દસ્તાવેજ ત્રાહિતના નામે કરી નાખી છેતરપિંડી આચરી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ ઓગસ્ટ ૨૪ જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક ખેડૂત યુવાન સાથે રૂપિયા અઢી લાખની છેતરપિંડી થઈ છે. જામનગરના વુલનમિલ વિસ્તારમાં બે બંધુઓ પાસેથી એક મકાન રૂપિયા અઢી લાખ માં ખરીદ કર્યો હોવાનો દસ્તાવેજ કર્યો હતો. જેના દસ્તાવેજો બારોબાર અન્ય વ્યક્તિના નામે કરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી બંને ભાઈઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાંતિનગર શેરી નંબર -૬ માં રહેતા હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા પોતાની સાથે મકાન ખરીદી ના બહાને રૂપિયા અઢી લાખ મેળવી લઈ મકાનનો કબજો નહીં સોંપી. ત્રાહિત ના નામે વેચાણ કરાર કરી નાખવા અંગે ઢીચડા રોડ પર રહેતા પરેશ દેવશીભાઈ ગોહિલ તથા હરેશ દેવશીભાઈ ગોહિલ નામના બે ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપી ભાઈઓ પાસેથી જામનગરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ કરાર કરીને મકાન ખરીધ્યું હતું, અને ૮૦ હજાર રૂપિયા રોકડા તથા એક લાખ ૭૦ હજાર ની રકમ ચેકના માધ્યમથી આપેલી હતી.

જે અઢી લાખ રૂપિયા મેળવી લીધા બાદ આરોપી ભાઈઓની દાનત બગડી હતી, અને પોતાના મકાનનો કબજો હરપાલસિંહ ઝાલા ને આપ્યો ન હતો, અને તેના બારોબાર અન્ય વ્યક્તિના નામે દસ્તાવેજ કરી નાખ્યા નું ધ્યાનમાં આવ્યું હતું, તેથી મામલાને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પીએસઆઇ ડી.જી. રાજ અને તેમના સ્ટાફે બંને ભાઈઓ સામે છેતરપિંડી અંગે ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર સિક્કામાં સરપંચના ઘરમા ડાયરેક્ટ લગરીયું પકડાયું ઉપરથી વિજકર્મીને ડાટી મારી ધમકાવ્યા

0

સિક્કા દિગ્વિજય ગ્રામ પંચાયત ના સરપંચ તથા પૂર્વ સરપંચ ના ઘેર ‘એક તો ચોરી ઉપરસે સીના જોરી’ જેવો બનાવ બનતાં ખળભળાટ

  • સરપંચના ઘરમાં પાવર ડીમ-ફૂલ થતાં વીજ કચેરીમાં કમ્પ્લેન કર્યા બાદ રીપેરીંગ માટે ગયેલી વીજ ટુકડી ને ધાકધમકી આપી ફરજમાં રૂકાવટ કરાઈ

  • વિજ ટુકડી ના ચેકિંગ દરમિયાન સરપંચના ઘરમાંથી ડાયરેક્ટ લંગરિયું જોડાણ મળી આવતાં તેઓ સામે ૨.૧૮ લાખ ની વિજ ચોરીની ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ ઓગસ્ટ ૨૪, જામનગર તાલુકાના સિક્કા- દિગ્વિજય ગ્રામ ના સરપંચ અને ઉપસરપંચ ના ઘેર પાવર ડીમ ફૂલ થતો હોવાની વિજ કચેરીમાં ફરિયાદ બાદ ચેકિંગમાં ગયેલી ટુકડીને સરપંચ અને ઉપસરપંચે ધાકધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યા ની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવાઈ છે. એટલું જ માત્ર નહીં ચેકિંગમાં ગયેલી ટુકડીને સરપંચ નાં ઘરમાંથી પાવર ચોરી થતી હોવાનું માલુમ પડતાં તેઓ સામે રૂપિયા ૨ લાખ ૧૮ હજારની વિજ ચોરી નું બિલ અપાયું છે, અને જામનગરના વીજ પોલીસ મથકમાં તેઓ સામે ફરિયાદ નોંધાવાઇ છે.જેથી આ પ્રકરણમાં ‘એકતો ચોરી અને ઉપરથી સીના જોરી જેવો ઘાટ ઘડાયાનો બનાવ બનતાં સિક્કામાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ જામનગર જીલ્લા નાં દિગ્વિજય ગ્રામ સિકકા નાં સરપંચ રેખાબેન અને પૂર્વ સરપંચ જગદીશ ચોહાણ એ વિજ કચેરીના હેલ્પ લાઇન નંબર ૮૧૪૧૧ ૨૬૧૬૫ ઉપર ફોન કર્યો હતો, કે મારા ઘરે પાવર ડીમ ફૂલ થાય છે, વહેલી તકે રિપેર કરી જાવ દરમિયાન વિજ ઓફિસ નાં કર્મચારી એ ફોન માં કહેલું કે થોડી વાર માં માણસો મોકલું છું. એટલાંમાં તો પૂર્વ સરપંચ જગદીશ ચૌહાણ એ જેમ ફાવે તેમ ભૂંડી ગાળો બોલી ને ઓપરેટર તસ્લીમ ખાન ને ધમકાવ્યા હતા.

જેથી તસ્લીમ ખાન એ વિજ કર્મચારી કનુભાઈ રામભાઇ ડામોર ને જાણ કરતાં તાત્કાલિક કનુભાઇ ડામોર એ પોતાની ટીમ સાથે દિગ્વિજય ગ્રામ કારાભુંગામાં રહેતા સરપંચ અને પૂર્વ સરપંચ જગદીશભાઈ ચૌહાણ ના ઘરે પહોંચી ગયા હતા.જ્યાં ચેક કરતાં તેમાં એ.બી. વાયર લીકેજ હોય જેને રીપેર કરવા માટે કનુભાઈ ડામોર એ જગદીશભાઈ ને કહયું હતું કે તમારે મીટર ક્યાં છે, અમારે લાઈટ ડીમ ફૂલ થતી હોય તે ચેક કરવું છે.

આટલુ પૂછતા જગદીશભાઈ તેમજ તેમના પત્ની રેખાબેન જે દિગ્વિજય ગ્રામ પંચાયત ના હાલ વર્તમાન સરપંચ હોય તે બન્ને પતિ પત્ની ઉશ્કેરાઈ ગયા હતા.જેઓએ સ્થળ ઉપર આવેલા પીજીવીસીએલ ના કર્મચારીઓને બેફામ ભૂંડી ગાળો બોલી એટ્રોસિટીની ધમકી આપી, અને ત્યાંથી ભગાડી દીધા હતા.

ત્યારબાદ પોતે જાતે થાંભલા માંથી ડાયરેક કનેક્શન લીધલું હોય તેને કાઢીને ફેંકી દીધું હતું. જેની જાણ ફરિયાદી કનુભાઈ ડામોર એ જામનગરના વિજ પોલીસ સ્ટેશન ખાતે કરીને જગદીશભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમને રૂપિયા ૨ લાખ ૧૮ હજાર જેવી મોટી રકમ ની વીજ ચોરી કરી હોય તેનું બિલ બનાવી ને આપ્યું હતું.

ઉપરાંત વીજ કર્મચારી કનુભાઈ ડામોર દ્વારા સિકકા પોલિસ સ્ટેશને પહોંચી જઈ પોતાની તેમજ પોતાની સાથેના અન્ય સ્ટાફ ને ધાક ધમકી આપી ગાળો ભાંડી ફરજ માં રૂકાવટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને સિક્કા પોલીસે સરપંચ અને પૂર્વ સરપંચ સામે ગુનો નોધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. સિક્કા ગામમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

જામનગર : હાપામાં પિતા-પુત્ર વ્યાજખોરો ની ચુંગાલમાં ફસાયા : 3 સામે ફરીયાદ

0

જામનગર નજીક હાપા રેલવે કોલોનીમાં રહેતા રેલવેના કર્મચારી અને તેનો પુત્ર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા

  • પુત્ર એ વાહનના ધંધામાં ખોટ જતાં ત્રણ વ્યાજખોરો પાસેથી ૧૦ થી ૨૦ ટકા વ્યાજે રકમ લીધી હતી

  • પિતા-પુત્ર રકમ ચૂકવી નહીં શકતાં ત્રણેય વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ ઓગસ્ટ ૨૪, જામનગર નજીક હાપા રેલવે કોલોની માં રહેતા રેલવેના એક કર્મચારી નો પુત્ર વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો હતો, અને ૧૦ થી ૨૦ ટકા ના વ્યાજ દરે રકમ લીધા પછી વ્યાજખોરો રેલવેના કર્મચારી અને તેના પુત્રને હેરાન કરતા હોવાથી મામલો પોલીસમાં લઈ જવાયો છે. જ્યાં ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા રેલવે કોલોની માં રહેતા અને રેલવેમાં નોકરી કરતા અશોકગર સોનગર મેઘનાથી એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને તેમજ પોતાના પુત્ર ને ત્રાસ આપી રાક્ષસી વ્યાજ માંગી હેરાન પરેશાન કરવા અંગે જામનગરમાં મેહુલ પાર્કમાં રહેતા યશપાલસિંહ મનહરસિંહ ઝાલા, હાપા મેઇન બજારમાં રહેતા ચંદુભાઈ ખીમજીભાઈ મકવાણા અને ધુવાવ હાઉસિંગ બોર્ડ કોલોની માં રહેતા ઈકબાલ યુસુફભાઈ ખીરા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રેલવે કર્મચારીના પુત્ર એ કાર ચલાવવા માટે નાણાં લીધા હતા, પરંતુ તેને ધંધામાં ખોટ જતાં ઉપરોક્ત ત્રણેય આરોપીઓ પાસે કટકે કટકે અલગ અલગ સમયે ૧૦ ટકા થી ૨૦ ટકા જેટલા ઊંચા વ્યાજના દરે રકમ મેળવી હતી.

જે તમામ રકમ અને વ્યાજના પૈસા વગેરે કઢાવવા માટે ત્રણેય વ્યાજખોરો પિતા પુત્રને ધાકધમકી આપી હેરાન પરેશાન કરતા હોવાથી આખરે મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મની લોન્ડરિંગ એક્ટ સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.