Tuesday, October 13, 2026
Home Blog Page 131

જામનગરમાં પટણી વાડ વિસ્તારમાં પત્ની સાથે ફરવા ગયેલા યુવાન પર 4 શખ્સોનો હુમલો

0

જામનગરમાં પટણી વાડ વિસ્તારમાં પત્ની સાથે ફરવા ગયેલા યુવાન પર મોબાઈલ ફોનમાં ફોટા પાડવાની તકરારમાં ચાર શખ્સોએ હુમલો કર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ઓગસ્ટ ૨૪, જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાની પત્ની સાથે બાઈકમાં ફરવા ગયો હતો, જે દરમિયાન મોબાઇલ ફોનમાં ફોટા પાડી લેવાના મામલે ચાર શખ્સોએ તેના ઉપર હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટણીવાડ પૂરબીયાની ખડકી વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો સમીર ઈકબાલભાઈ ખુરેશી નામનો ૩૪ વર્ષનો યુવાન ગઈકાલે પોતાની પત્ની સાથે બાઈક પર ફરવા માટે ગયો હતો, દરમિયાન પટણી વાડ ચોકમાં જેને કોઈ સંબંધીનો ફોન આવતાં પોતાના મોબાઈલ ફોનમાં વિડીયોકોલ થી વાત કરી રહ્યો હતો.

જે દરમિયાન ત્યાં ઊભા રહેલા ઈરફાન નામના શખ્સને એવું લાગ્યું કે તે પોતાના ફોટા પાડી રહ્યો છે. જેથી તકરાર કરી હતી. ત્યારબાદ ઈરફાન અને તેના અન્ય ત્રણ સાગરીતો ખાલીદ કોઠારી, કોનું અને સોનુ નામના અન્ય બે શખ્સો દોડી આવ્યા હતાઝ અને ચારેય શખ્સો એ મૂઢ માર મારી ઇજાગ્રસ્ત બનાવ્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગરના કુખ્યાત ‘રજાક સોપારી’ ગેંગ સામે વધુ એક ગુનો નોંધાયો

0

જામનગરના કુખ્યાત રજાક સોપારી ગેંગ દ્વારા લોન પર લીધેલા ટ્રકો ના હપ્તા નહીં ભરી ખાનગી ફાઈનાન્સ કંપનીને ૧૩ કરોડના ધુમ્બો માર્યો

  • પોલીસે પૂર્વ યોજિત કાવતરું ઘડવા અંગે રજાક સોપારી અને તેની ટીમ સામે ગુનો નોંધ્યા પછી પાંચની અટકાયત: ૨૬ ટ્રક કબ્જે કર્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ઓગસ્ટ ૨૪, જામનગર ના કુખ્યાત અપરાધી રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો દ્વારા જામનગરની ખાનગી ફાઈનાન્સ કંપની મારફતે લોન પર ટ્રકો મેળવ્યા પછી તેના હપ્તા નહીં ભરી ફાઈનાન્સ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું, અને પોલીસે રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો સામે ગુનો નોંધ્યા પછી પાંચ શખ્સોની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા દસ કરોડના ૨૬ ટ્રક કબ્જે કર્યા છે. ખાનગી કંપનીને કુલ ૧૩ કરોડનું નુકસાન પહોંચાડ્યા નું સામે આવ્યું છે.

જામનગરના કુખ્યાત સૂત્રધાર રજાક સોપારી તેમજ તેના અન્ય બે સાગરીતો અનવર નોતીયાર અને રામભાઈ નંદાણીયા કે જે ત્રણેય દ્વારા નૂર કંપની ચલાવીને ખાનગી ફાઈનાન્સ કંપનીના ટ્રકો વગેરે મેળવી કંપનીને નુકશાન કરવાનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે આવા ૩૬ જેટલા ટ્રકોની ખરીદી કરીને તેના હપ્તા નહીં ભરી ફાઇનાન્સ કંપનીને આશરે ૧૩ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. તેમ જ ટ્રકો ને સીઝ કરવાની કાર્યવાહી કરતા સમયે રજાક સોપારી અને તેની ગેંગ દ્વારા ઉપરોક્ત ટ્રકો રજાક સોપારીના છે તેમ કહી ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓને ધમકાવવામાં આવતા હતા, અને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું.

જે મામલે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પૂર્વ યોજિત કાવતરું ઘડવા સહિતની જુદી જુદી કલમો હેઠળ રજાક સોપારી ગેંગ અને તેના સાગરીતો સામે અપરાધ નોંધ્યો હતો.જે ગુનામાં આજે પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી ૨૬ ટ્રક કબજે કરી લીધા છે. ઉપરાંત અન્ય સાગ્રીતોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગર રાજગોર ફળીમાં વકીલના સ્કુટરમાં તોડફોડ

0

જામનગરમાં રાજગોર ફળી વિસ્તારમાં એક એડવોકેટના સ્કૂટરમાં કોઈ શખ્સો તોડફોડ કરી ગયા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ઓગસ્ટ ૨૪, જામનગર રાજગોરફળી વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલા એક એડવોકેટના એકટીવા સ્કૂટરમાં કોઈ શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે તોડફોડ કરનાર શખ્સને પોલીસ શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વ્રજવિહાર રાજમોતી ટાઉનશિપમાં રહેતા અને વકીલાત નો વ્યવસાય કરતા નિપુલભાઈ હેમશંકરભાઈ બારોટ કે જેમણે પોતાનું એકટીવા સ્કૂટર ૧૫ મી ઓગસ્ટના સાંજના સમયે રાજગોર ફળી વિસ્તારમાં પાર્ક કર્યું હતું, જ્યાં કોઈ અજ્ઞાત શખ્સોએ આવીને ધોકા પાઇપ જેવા હથિયારો વડે વાહનમાં તોડફોડ કરી નાખી, નુકસાની પહોંચાડી હતી. જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે, અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપીને શોધવા માટે પોલીસે સીસીટીવી કેમેરાની મદદ લીધી છે.

જામનગર નાઘેડીમાં ચારણ યુવાનની ક્રુર હત્યા : પત્ની – પ્રેમી શંકાના દાયરામાં !

0

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં ચારણ યુવાન પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે ચકચાર

  • વહેલી સવારે અજાણ્યા શખ્સો એ બોથડ કે ધારદાર હથિયારનો ઘા મારી હત્યા કર્યા પછી પુરાવાનો નાશ કરવા મૃતદેહ ને સળગાવી નાખ્યો

  • પ્રાથમિક તપાસમાં પત્નીના અનૈતિક સંબંધ કારણભૂત? પત્નીએ પ્રેમીઓ સાથે મળીને હત્યા નિપજાવ્યાની આશંકા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ ઓગસ્ટ ૨૪ જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા એક ચારણ યુવાન પર વહેલી સવારે ધારદાર અથવા બોથડ પદાર્થનો ઘા મારી હત્યા નિપજાવ્યા પછી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવી નાખ્યા ની ઘટના સામે આવતાં ભારે હલચલ મચી ગઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક ની પત્નીને તેના જ કોઈ કુટુંબી સાથે અનૈતિક સંબંધ હોવાનું અને તેમાં આડખીલી રૂપ પતિનો કાંટો કાઢી નાખવા પ્રેમી સાથે મળી હત્યાનો કારસો રચ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે હજુ આ મામલામાં ચોક્કસ કડી મળી નથી, અને પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં લહેર તળાવ થી થોડે દૂર રહેતા અને માલધારી નો વ્યવસાય કરતા કિશોર ઉર્ફે કિહલો ધાનસુર સુમાત નામના ૩૬ વર્ષના ચારણ યુવાનનો હત્યા કરાયેલો અને ત્યારબાદ સળગાવી દેવાયેલો મૃતદેહ તેના ઝુપડાની સામે એક ખાટલા પરથી મળી આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો, તેમજ એલસીબીની ટુકડી સહિતની પોલીસ ટિમ દોડતી થઈ હતી, અને સૌ પ્રથમ આ મામલામાં પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચારણ યુવાન કિશોર ના માથામાં બોથડ અથવા તીખણ હથીયારના ઘા મારી દઈ, વહેલી સવારે હત્યા નિપજાવ્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેના ઝુપડાની સામે ખાટલા પર મૃતદેહને રાખીને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો.

જે મૃતદેહ ૯૦ ટકા બળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પંચકોસી બી. ડિવિઝન પોલીસ તથા એલસીબી અને જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી ની ટીમ વગેરે દોડતી થઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને મૃતદેહ ને જીજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખ્યો છે, જ્યારે મૃતક ના ભાઈ પાનસુર સોમાતની ફરિયાદ ના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધી તપાસ શરૂ કરી છે.

એક દિશામાં એવી જાણકારી પણ મળી રહી છે, કે મૃતક યુવાનની પત્ની કે જેને તેનાજ કુટુંબી સાથે અનૈતિક સંબંધ રહ્યા છે, અને તેમાં પતિ નો કાંટો કાઢી નાખવા માટે પત્ની અને તેના પ્રેમી એ આ હત્યા કર્યા ની આશંકા શેવાઇ રહી છે. જોકે હજુ સુધી આ મામલામાં કોઈ કડી મળી નથી, પરંતુ પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે, અને નજીકના ભવિષ્યમાં જ આ હત્યા ના રહસ્ય પરથી પડદો ઉચકાય તેમ મનાઈ રહયું છે.

જામનગરમાં પોલીસે કબજે કરેલા વાહનો છોડાવો : નહીતર જાહેર હરરાજી

0

જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ દ્વારા કબજે કરેલા સ્કૂટર- રીક્ષા- કાર સહિતના ૨૪ વાહન ધારકોને પોલીસ તંત્રની આખરી નોટિસ

  • એક સપ્તાહમાં વાહન માલિકો વાહનો નહીં છોડાવે તો જાહેર હરરાજી કરી ઉપજેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ ઓગસ્ટ ૨૪, જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્ર દ્વારા કબજે કરેલા કાર-ઓટોરિક્ષા- બાઈક- સ્કૂટર સહિતના ૨૪ જેટલા વાહનો કે-જે વાહન માલિકો પોતાના વાહનો છોડાવવા માટે આવ્યા નથી, અને તમામ વાહનો પોલીસ સ્ટેશનમાં જમા પડેલા છે.
આથી પંચકોશી એ. ડિવિઝન ના પોલીસ અધિકારી દ્વારા જાહેરમાં આખરી સાત દિવસની નોટિસ આપવામાં આવી છે,

અને તમામ વાહન માલિકોને પોતાના વાહનો જરૂરી દસ્તાવેજો રજૂ કરીને છોડાવી લેવા માટેનો ની આખરી નોટિસ પાઠવી છે. ત્યારબાદ તમામ વાહનો, કે જેની જાહેરમાં હરાજી કરીને તેનાથી ઉપજેલી રકમ સરકારી કચેરીમાં જમા કરાવી દેવાનો નિર્ણય દેવાશે તેવી પણ પંચકોશી એ. ડિવિઝન ના પી.એસ.આઇ. એ. કે. પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

જામનગરના ચાંદી બજારમાં લાખોનું ફૂલેકું ફેરવી વેપારી પલાયન

0

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોની કામની દુકાન ધરાવતા એક સોની વેપારી ૧૨ નાગરિકોનું ૩૭.૮૪ લાખનું સોનુ લઈને છુમંતર થઈ જતાં ભારે દોડધામ

  • જામનગરના બાર નાગરિકોએ જુનું સોનુ આપી નવું બનાવવા તેમજ હપ્તેથી સોનું ખરીદી કરવા માટે પૈસા આપ્યા બાદ વેપારી લાપત્તા બની જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ

જામનગર તા ૧૬, જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોના ચાંદીનો શોરૂમ ધરાવતા એક સોની વેપારી કે જે જામનગરના ૧૨ જેટલા લોકોનું સોનુ તથા રોકડ રકમ વગેરે મળી ૩૭.૮૪ લાખ નું ફૂલેકું ફેરવીને રફુચક્કર થઈ જતાં મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને સોની વેપારી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઇ છે. જે સોની વેપારીને પોલીસ શોધી રહી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર દીપ એપાર્ટમેન્ટમાં ત્રીજામાળે રહેતા અને જામનગરમાં ચાંદી બજારમાં ન્યુ ક્રિષ્ના જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા મનીષભાઈ ચંદુલાલ નાંઢા કે જેણે ગત તારીખ ૮.૧૨.૨૦૨૩ થી ૩૦.૬.૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન જામનગરના જુદા જુદા ૧૨ વ્યક્તિ પાસેથી સોનુ બનાવવા માટે કેટલાક નાણાં મેળવ્યા હતા, જ્યારે કેટલાક નાગરિકો પાસેથી જૂનું સોનુ લઈને નવું સોનુ બનાવી આપવા માટે મેળવી લીધા બાદ પોતે દુકાનને તાળું મારીને છુ મંતર થઈ ગયા હતા.

આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી સુનિતાબેન અશોકભાઈ ઘેડિયા નામની એક મહિલાએ સોની વેપારી મનીષ ચંદુલાલ નાંઢા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સોની વેપારીએ ઉપરોક્ત સમયગાળા દરમિયાન જામનગરની સુનિતાબેન નામની મહિલા ઉપરાંત કંકુબેન નામની અન્ય એક મહિલા, તથા લાખુબેન, ઉર્મિલાબેન, નયનાબા શક્તિસિંહ ગોહિલ, જયેશભાઈ સામતભાઈ, વિનોદભાઈ ઉકાભાઇ, હિરેનભાઈ ગોવિંદભાઈ, જીતેશ ભાઈ, હંસાબેન મકવાણા, બીનાબેન હરગોવિંદભાઈ સોલંકી, તેમજ વિજયસિંહ ચંદુભા જાડેજા સહિત કુલ ૧૨ વ્યક્તિની ૩૭.૮૪.૬૫૦ ની કિંમત સોના ચાંદીના દાગીના અથવા રોકડ રકમ વગેરે પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ભાગી છૂટ્યા હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે. જેના અનુસંધાને પીએસઆઇ એમ એન રાઠોડ એ આઈ પી સી કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે, અને સોની વેપારીની શોધખોળ હાથ ધરી છે. આ ફરિયાદને લઈને જામનગરના સોની બજારમાં ભારે હલચલ મચી ગઈ છે.

જામનગરના ASI ને પ્રશંસનીય સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત

0

જામનગરના એએસઆઈને પ્રશંસનીય સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧પ ઓગસ્ટ ૨૪, રાજ્યના ૨૧ પોલીસ અધિકારી, કર્મચારીઓને તેઓની ઉત્કૃષ્ટ સેવા બદલ આજે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રપતિ મેડલ અર્પણ કરવામાં આવ્યા છે. જેમાં જામનગરના સિટી એ. ડિવિઝનના એ.એસ.આઈ.ને પણ પ્રશંસનીય સેવા બદલ મેડલ એનાયત કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના ૫ોલીસ તંત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી બજાવનાર ૨૧ પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ અધિકારી-કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ અર્પણ કરવામાં આવ્યા છે. જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. બશીરભાઈ ઈસ્માઈલભાઈ મુદ્રાક ને પણ મેડલ એનાયત કરવામાં આવ્યો છે.

અગાઉ જામનગર એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ સિટી એ., સિટી બી. પોલીસ સ્ટેશન ઉપરાંત જામજોધપુર, કલ્યાણપુર, પેરોલ ફર્લો સ્કવોડ અને પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બશીરભાઈ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા, સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડાએ અભિનંંદન આપ્યા છે.

જામનગર જિલ્લા જેલ માં આજીવન કેદની સજા ભોગવતા કેદીને મુક્ત કરાયો

0

જામનગરની જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા એક કેદીને સારી વર્તુણુક બદલ જેલ મુક્ત કરાયા

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૧૫ ઓગસ્ટ ૨૪, ગુજરાત રાજ્ય ની જેલ ના પોલીસ મહનિર્દેશક ડો.કે.એલ.એન.રાવ દ્વારા આજીવન કેદની સજા પામેલા અને ૧૪ વર્ષ પુર્ણ કરેલ હોઈ અને જેલમાં સારી વર્તણુક ધરાવતા કેદીઓને વહેલી તકે માફી મળે, તે માટેના હકારાત્મક પ્રયત્નો થકી ૧૫ ઓગસ્ટ ના રોજ ગૃહ વિભાગ, ગુજરાત સરકારશ્રીના આદેશોનુસાર જામનગર જીલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદી મનોજ નાનજીભાઈ રાઠોડ ને બી.એન.એસ.એસ.૨૦૨૩ ની કલમ ૪૭૩ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરાયો હતો.આ કેદીને શરતોને આધિન જેલ મુકત કરેલાં છે. તેમજ તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડીંગ કરવામાં આવેલા છે, તથા તેઓને ફુલહાર કરી મોં મીંઠુ કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોતાની પોસ્ટ ની પાસબુક આપી સમાજમાં પુન:સ્થાપનની શુભેચ્છાઓ પાઠવી જેલ મુક્ત કરવામાં આવ્યા છે.

સત્યમ કોલોનીમાં મિલક્તના ઝઘડામાં કાકા પર જુનુન સવાર થયું : ભત્રીજો લોહીથી લથપથ

0

જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં મિલકતના ઝઘડામાં હેવાન બનેલા કાકા નો ભત્રીજા ઉપર ખૂની હુમલો

  • નિંદ્રાધીન અવસ્થામાં રહેલા ભત્રીજા પર કાકાએ છરી ના આડેધડ ઘા ઝીંકી દેતાં ભત્રીજા ને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે ખસેડાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ઓગસ્ટ ૨૪, જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા એક વેપારી યુવાન પર મિલકત ના ઝઘડામાં હેવાન બનેલા તેના કાકાએ નિદ્રાધીન અવસ્થા હુમલો કરી દઈ હત્યાનો પ્રયાસ કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. ઇજાગ્રસ્ત યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

આ હુમલા ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા રાજ દિલીપભાઈ ચંદાણી નામના ૩૧ વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર છરી વડે આડેધડ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે પોતાના જ સગા કાકા વિજય ટેકચંદભાઈ ચંદાણી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રાજ ના પિતા દિલીપભાઈ અને તેના કાકા વિજયભાઈ કે જે બંને ભાઈઓ વચ્ચે મિલકત સંબંધે છેલ્લા બે વર્ષથી ઝઘડાઓ ચાલી રહ્યા છે. તેનું મન દુઃખ રાખીને ગઈકાલે ફરિયાદી વેપારી યુવાન રાજ પોતાના ઘેર નીંદ્રાધીન અવસ્થામાં હતો, જે સમયે તેના કાકા છરી સાથે ઘરમાં ધસી આવ્યા હતા, અને છરીના ત્રણથી ચાર ઘા ઝીંકી દેતાં યસ લોહી લુહાણ બન્યો હતો, અને સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ ના આધારે તેના જ સગા કાકા વિજય ટેકચંદભાઈ ચંદાણી સામે હત્યા પ્રયાસ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં ભંગાર નો વેપારી પૈસાની ઉઘરાણી કરવા જતાં માર પડ્યો

0

જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં ભંગાર નો વાડો ચલાવતા વેપારી ને પૈસાની ઉઘરાણી કરવા જતાં માર પડ્યો

  • લાલવાડીમાં રહેતા ત્રણ પિતા પુત્રોએ વેપારીને લમધારી નાખ્યા: ફરી પૈસા માંગશે તો પતાવી દેવાની ધમકી આપી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ઓગસ્ટ ૨૪, જામનગરમાં દીગવીજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને રાજપાર્ક વિસ્તારમાં ભંગારનો વાડો ચલાવતા અલ્પેશભાઈ રમણીકભાઈ ચાંદ્રા નામના ૩૯ વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર આડેધડ હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવી દેવા અંગે લાલવાડી વિસ્તારમાં રહેતા નૂરમામદભાઈ ઝાડમ તથા તેના બે પુત્ર હુસેન નૂરમહમદભાઈ અને શાહનવાઝ નૂરમહમદભાઈ સામે ફરીયાદ નોંધાવી છે, જ્યારે તેને ઈજા થઇ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ભંગારના વેપારી અલ્પેશભાઈ આરોપી નૂરમામદ ઝાડમ પાસે પોતાના વેપારના ધંધા ના પૈસા માંગતા હતા, તે પૈસાની ગઈકાલે આરોપી પાસે ઉઘરાણી કરતાં ઉશ્કેરાઈ જઇ વેપારીને આરોપી પિતા-પુત્રોએ લમધારી નાખ્યા હતા, અને ફરીથી પૈસાની માંગણી કરશે, તો પતાવી નાખશે તેવી ધમકી આપી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. પી.એસ.આઈ. આર.પી. અસારી ત્રણેય આરોપીઓને શોધી રહ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.