Tuesday, October 13, 2026
Home Blog Page 130

જામનગર ધ્રોળ નજીક ગોજારા અકસ્માતમાં ભરવાડ પિતા પુત્રના મૃત્યુથી અરેરાટી

0

ધ્રોળ નજીક સણોસરા ગામ પાસે એસ.ટી. બસ અને કાર વચ્ચેના ગોઝારા અકસ્માતમાં ભરવાડ પિતા પુત્ર ના મૃત્યુ થી ભારે અરેરાટી

  • પડધરી ના વતની ભરવાડ બુઝુર્ગના અંતરિયાળ મૃત્યુ બાદ ઇજાગ્રસ્ત બનેલા પુત્રએ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો; અન્ય એક ને ઇજા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ઓગસ્ટ ૨૪ ,જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક સણોસરા ગામના પાટીયા પાસે સાતમ ના તહેવારના મોડી સાંજે એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં બેઠેલા પડધરી ના એક ભરવાડ બુઝુર્ગનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેના ઇજાગ્રસ્ત બનેલા પુત્ર એ રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે, જેથી આ અકસ્માતના પિતા પુત્ર બંનેએ જીવ ખોયા છે. આ ઉપરાંત અન્ય એક યુવાન ઘાયલ થયો છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સણોસરા ગામના પાટિયા પાસેથી સાતમ ના તહેવારના મોડી સાંજે પસાર થઈ રહેલી જીજે -૧૮ ઝેડ -૯૨૭૪ નંબરની એસટી બસ સાથે પાછળથી જીજે -૩ એલ ૩૭૩૮ નંબરની કાર ધડાકાભેર અથડાઈ પડી હતી, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો, અને કારની અંદર બેઠેલા પડધરી તાલુકા ના અડબાલકા ગામના વતની સોંડાભાઈ બીજલભાઇ લાંબરીયા ભરવાડ (૬૦) ને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ ઉપરાંત કારની અંદર બેઠેલા તેમના પુત્ર જગદીશભાઈ સોંડાભાઈ ભરવાડ તેમજ ગોવિંદભાઈ ભરવાડ નામના અન્ય બે વ્યક્તિઓને ઈજા થવાથી સારવાર માટે રાજકોટ ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન પુત્ર જગદીશભાઈ ભરવાડે પણ દમ તોડ્યો હતો, જેથી આ અકસ્માતમાં પિતા-પુત્ર બંનેના મૃત્યુ નીપજ્યા હોવાથી ભરવાડ પરિવારમાં ભારે કરુણાંતિકા છવાઈ છે.

જન્માષ્ટમીના તહેવારના દિવસે બુઝુર્ગ સોંડાભાઈ ના મૃતદેહ ની પરિવારજનો દ્વારા ભારે હૈયે અંતિમ વિધિ કરાઈ હતી, અને મોડેથી પરિવારજનો ઘેર પરત ફર્યા હતા, દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પુત્ર જગદીશે પણ મોડી રાત્રે દમ તોડી દીધો હતો, અને તેના મૃતદેહ અને નોમ ના તહેવારના દિવસે ગેર લાવવામાં આવ્યો હતો અને તેની અંતિમ વિધિ કરાવી હતી આ વિલાય સમગ્ર ભરવાડ પરિવારમાં ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું હતું.

આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોળના પી.એસ.આઇ. પી.જી. પનારા પોતાના સ્ટાફ સાથે બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને એક પછી એક બન્ને મૃતદેહોનો કબજો સંભાળી સમગ્ર અકસ્માત મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

જામનગરના સાંસદ પુનમબેન માડમનું વરસતા વરસાદે નગર ભ્રમણ

0

જામનગર જિલ્લાના સાંસદ- ધારાસભ્ય- મેયર સહિતના મહાનુભાવોનું વરસતા વરસાદે નગર ભ્રમણ

  • નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા અને ફૂડ પેકેટ વિતરણ કાર્યમાં જોડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ઓગસ્ટ ૨૪ જામનગર શહેરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, અને લોકો ના ઘરમાં પાણી ઘુસ્યા છે. આવી પરિસ્થિતિમાં પૂરમાં ઘસાયેલા લોકોની મદદ માટે જામનગર શહેર જિલ્લાના રાજકીય આગેવાનો પાણી ન પ્રવાહ ની વચ્ચે ઉતર્યા છે.

જામનગર જિલ્લાના સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ભાજપના દંડક કેતનભાઇ નાખવા, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, તથા અન્ય આગેવાનો વગેરે સૌપ્રથમ જામનગર મહાનગરપાલિકા ના ફ્લડ કંટ્રોલરૂમમાં ઉપસ્થિત થયા હતા, અને સમગ્ર જામનગર શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, અને રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી હતી.ત્યારબાદ તેઓ વરસતા વરસાદે નીચાણ વાળા વિસ્તારોમાં પહોંચ્યા હતા, અને પૂરમાં ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા.

જામનગર મહાનગર પાલિકાના ફાયરના જવાનો તથા એસડીઆરએફની ટીમની મદદથી પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરાવી હતી, અને પૂરમાં ફસાયેલા લોકોને જુદા જુદા આશ્રયસ્થાનોમાં સુરક્ષિત ખસેડયા પછી તેઓને ફૂડ પેકેટ વગેરે વિતરણ કરવાની પણ તાત્કાલિક અસરથી વ્યવસ્થા ગોઠવી હતી.

પાણીથી જલમગ્ન અનેક વિસ્તારોમાં વરસતા વરસાદે તમામ રાજકીય અગ્રણીઓ લોકોને મદદ માટે પહોંચ્યા હતા, અને સહાનુભૂતિ દર્શાવી છે.

હાલારના 9 બંદરો પર 3 નંબર ના ભય સૂચક સિગ્નલો લગાવાયા

0

જામનગર અને દેવભૂમિ-દ્વારકા ના તમામ ૯ બંદરો પર ૩ નંબર ના ભય સૂચક સિગ્નલો લગાવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૭ ઓગસ્ટ ૨૪, હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નવ પોર્ટ યુઝર્સ અને સરકારી એજન્સીઓને જણાવવામાં આવે છે કે ભારતીય હવામાન વિભાગ તરફથી તા. ૨૭.૦૮.૨૦૨૪ ના રોજ સવારે ૦૫:૩૦ કલાકે મળેલી પોર્ટ ચેતવણી મુજબ જામનગર ગ્રુપ ઓફ પોર્ટસના બંદરો પરથી લોકલ કોશનરી સિગ્નલ (એલ.સી.-૩) આગામી સૂચના ન મળે ત્યાં સુધી ફરકાવવામાં આવ્યું છે.

તેજ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર પણ ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા છે, તેમ બંદર અધિકારીશ્રી, ગુજરાત મેરી ટાઇમ બોર્ડ, જામનગર ગ્રુપ ઓફ પોર્ટસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

લાલપુરમાં રૂ ૧૯ લાખ ની કિંમત ના દારૂના જથ્થા નો નાશ કરાયો

0

લાલપુરમાં રૂ ૧૯ લાખ ની કિંમત ના દારૂના જથ્થા નો નાશ કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ ઓગસ્ટ ૨૪,જામનગર જિલ્લા નાં લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી સમિતિ ના અધ્યક્ષ સ્થાને એસ.જે. અસ્વાર ( સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ લાલપુર )તથા સભ્ય આર.બી.દેવધા (નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય) તથા વી.એસ. પટેલ ( સર્કલ પો. ઈન્સ જામનગર- ગ્રામ્ય વિભાગ જામનગર) તથા શ કે. એલ. ચાવડા (મામલતદાર લાલપુર ) , એમ.સી.વાળા ( નશાબંધી અને આબકારી અધિકારી વિભાગ જામનગર) , વાય.જે. વાધેલા ( પો.ઈન્સ જામજોધપુર પોલીસ સ્ટેશન ) બી.બી.કોડીયાતર મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશન તથા એસ.પી.ગોહિલ ( લાલપુર પોલીસ સ્ટેશન ) ની હાજરી માં આજ રોજ લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢાંઢાર નદીના કાઠે ભારતીય બનાવટ નો જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુન્હા ઓમાં પકડાયેલ ઇંગલિશ દારૂ ની બોટલો તથા બિયર ના ટીન તેમજ ચપટા નંગ-૭૮૦૨ જેની કી.રૂ ૧૯.૮૦.૨૫૦ થવા જાય છે તેનો કોર્ટ ના હુકમ અન્વયે સમિતિ ના અધ્યક્ષ તેમજ સમિતિ સભ્યો ની હાજરી માં સદરહુ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો.અને દારૂ નાં જથ્થા ઉપર બુલ ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

જામનગરના વાઘેર વાડામાં બે જુથ વચ્ચે સશસ્ત્ર મારામારી : 4 ઘાયલ

0

જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં ગઈ રાત્રે જૂની અદાવતના મનદુઃખના કારણે બે જૂથ વચ્ચે બગડાટી: પોલીસ તંત્ર દોડતું થયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ ઓગસ્ટ ૨૪, જામનગર ના વાઘેરવાડામાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે જૂની અદાવતના મન દુઃખના કારણે બઘડાટી બોલી ગઈ હતી, અને મારામારીમાં એક જૂથના ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે, અને સિટી એ.ડિવિઝન નો પોલીસ કાફ્લો દોડતો થયો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે જુનિ અદાવત ના કારણે બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. એક જૂથ ના કેટલાક હુમલા ખોરો દ્વારા હથિયારો સાથે ધસી આવી ચાર યુવાનો પર હુમલો કરી ઘાયલ કરી દીધા હતા, જેથી વાઘેરવાડા વિસ્તારમાં ભારે તંગ વાતાવરણ બની ગયું હતું.

આ હુમલા ના બનાવવામાં ઇજાગ્રસ્ત બનેલા અખ્તર (અકુ) ઇકબાલભાઇ સચડા, જાવેદ આદમભાઇ ગજીયા, શબ્બીર હુસેનભાઇ ગંઢાર અને ઝુબેર મુનાવરભાઇ ભાયા નામના ચાર યુવાનોને નાની મોટી ઈજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ ની જાણ થતાં સિટી-એ ડિવિઝનની સર્વેલન્સ ટીમ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી, અને ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત વાઘેરવાડા વિસ્તારમાં પણ પોલીસ ટુકડીએ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, અને હુમલા ના બનાવ અંગે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગર ચેલા નજીક અકસ્માતમાં તબીબી છાત્રનું મોત અન્ય બે ધાયલ

0

જામનગર નજીક ચેલા-ચંગા રોડ પર ત્રિપલ સવારી બાઇક સ્લીપ થઈ જતાં ગોઝારો અકસ્માત: નગરના તબીબી વિદ્યાર્થીનુ મોત : અન્ય બે યુવકો ઘાયલ

  • રક્ષાબંધનની રજા હોવાથી તબીબી વિદ્યાર્થી પોતાના બાઇકમાં અન્ય બે કોલેજીયન યુવાનોને બેસાડીને ભોળેશ્વર દર્શન કરીને પરત આવતો હતો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ ઓગસ્ટ ૨૪, જામનગર નજીક ચેલા ચંગા રોડ પર સોમવારે સાંજે ત્રીપલ સવારી બાઈક સ્લીપ થઈ જતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલક નગરના આશાસ્પદ તબીબી વિદ્યાર્થીનું ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે.જયારે તેના બે કોલેજીયન મિત્રો પણ ઇજાગ્રસ્ત થતાં તાકિદે ૧૦૮ મારફતે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા અને તબીબી અભ્યાસ કરતો અમિત દામજીભાઈ પરમાર (ઉ.વર્ષ ૨૨) કેજે ગઈકાલે રક્ષાબંધનની રજા હોવાથી અને સોમવારનો દિવસ હોવાથી પોતાના અન્ય બે મિત્રો ગોકુલ નગરમાં જ રહેતા અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મનીષ પ્રેમજીભાઈ સોનગરા (ઉંમર વર્ષ ૨૦) તેમજ કલ્પેશભાઈ સોનગરા નામના અન્ય એક કોલેજીયન યુવાનને બાઈકમાં પાછળ બેસાડીને જામનગર થી લાલપુર નજીક આવેલા ભોળેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે ગયા હતા, અને ત્યાંથી ૩ સવારી બાઈકમાં જામનગર પરત આવી રહ્યા હતા.દરમિયાન ચેલા ગામની ગોલાઈ પાસે બાઈક ચાલક અમિત પોતાના જી.જે. ૧૦ એલ.ટી. – ૮૧૩૪ નંબરના બાઈક પરનો કાબુ ગુમાવી બેઠો હતો’ અને બાઇક સ્લીપ થઈને રોડના ડિવાઇડર સાથે ટકરાઈ ગયું હતું, અને ત્રણેય યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા, અને લોહી લુહાણ થયા હતા.

આ અકસ્માત ના બનાવ સમયે ત્યાંથી પસાર થનારા અન્ય લોકો એકત્ર થઈ ગયા હતા, અને ૧૦૮ ની ટીમને જાણ કરી હતી. જેથી ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ત્રણેયને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, ત્યાં બાઇક ચાલક અમિત પરમાર નું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું, જયારે અન્ય બે કોલેજીયન યુવાનો ઘાયલ થયા હોવાથી તેની સધન સારવાર ચાલી રહી છે.જાણવા મળતી હકીકત મુજબ મૃતક અમિત પરમાર નામનો યુવાન તબીબી છાત્ર હોવાનુ તેમજ તેના પિતા બ્રાસપાર્ટસના ધંધા સાથે સંકળાયેલા હોવાનુ અને તેના મોટા ભાઇ પણ તબીબ હોવાનુ જાણવા મળ્યુ છે. જ્યારે અન્ય બે મિત્રો પણ કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું જાહેર થયું છે.આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે. આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલને દોડી ગઈ છે, અને સમગ્ર અકસ્માતના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના ફ્રુટ ના વેપારીનો રહસ્યમય સંજોગોમાં નદીમાં ઝંપલાવી આપઘાત

0

જામનગરના ફ્રુટ ના વેપારી નો રહસ્યમય સંજોગોમાં બેડની નદીમાં ઝંપલાવી આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ઓગસ્ટ ૨૪, જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને ફ્રુટ નો વેપાર કરતા ૨૫ વર્ષના એક વેપારી યુવાને રહસ્યમય સંજોગોમાં બેડ ની નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર જાગી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે રહેતો અને દરબારગઢ વિસ્તારમાં ફ્રુટ ની દુકાન ચલાવતો મુસ્તુફા કાસમભાઈ મેમણ નામનો ૨૫ વર્ષનો ફ્રૂટ નો વેપારી, કે જે ગઈકાલે સવારે પોતાના ઘેરથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેણે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જેનો મૃતદેહ બેડની નદી માંથી મળી આવ્યો હતો.

આ બનાવ અંગે મૃતક ના ભાઈ અબ્દુલભાઈ કાસમભાઈ મેમણે પોલીસને જાણ કરતા સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન મૃતકે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, જાણી શકાયો નથી, પોલીસ દ્વારા તેના પરિવારજનોનું નિવેદનો નોંધવાનું શરૂ કરાયું છે.

જામનગરમાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી 4 મહિલા સહિત 41 ઝડપાયા

0

જામનગર શહેર–જિલ્લામાં જુગારના વધુ ૧૧ દરોડા પાંચ મહિલા સહિત ૪૧ ઝડપાયા : ૯૮ હજારની રોકડ રકમ કબ્જે કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ઓગસ્ટ ૨૪, જામનગર શહેર તેમજ જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં ખીલી ઉઠયો છે. ત્યારે પોલીસે શહેર તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએ જુદા જુદા અગિયાર સ્થળોએ દરોડાઓ પાડયા હતાં. જેમાં પાંચ મહિલાઓ સહિત ૪૧ જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી ૯૮ હજારની રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.

જામનગરમાં નવાગામ ઘેડમાં મધુરમ્ રેસિડેન્સી વિસ્તારમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ વિશાલ હસમુખભાઈ પીઠડિયા, રવિ કિશોરભાઈ પીઠડિયા, વિમલબેન શિવરાજસિંહ ખાચર, સરલાબેન નરેશભાઈ વાણિયા, ગોમતીબેન ગુરમુખદાસ લાલવાણી, મોતીબેન કાનાભાઈ ચાવડા અને જીવતીબેન રાજાભાઈ બાબરિયા સહિત સાતને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા ૧૪,ર૭૦ કબ્જે કર્યા છે. તેમજ જામનગરમાં કાલાવડના નાકા બહાર મોટા પીરના ચોકમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ ગની ઇસ્માઈલ પટાશ અને ઈમ્તીયાઝ મહમદ હમીરકા નામના બે શખ્સને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧૦,ર૦૦ કબ્જે કર્યા છે.

આ ઉપરાંત ધ્રોલ તાલુકાના લાલુકપરા ગામે નીરૂભાઈ માલકિયાના મકાનવાળી શેરીમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ વિજય મેરૂભાઈ માલકિયા, નવધરભાઈ મેરાભાઈ ભુંડિયા, સુરેશ હરજીભાઈ, પીન્ટુભાઈ જીવણભાઈ કોળી, અભય રમણીકભાઈ માલકિયા, સંજય ઓધવજી સરવૈયા અને રવિ જીવણભાઈ દંતેસરીયા નામના સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા ૪૪૬૦ કબ્જે કર્યા છે. જ્યારે નાની ખાવડીમાં ગૌશાળા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલ જીતેશ માણેકચંદ નગરિયા, સુનિલ છગનલાલ , કિશોર છગનલાલ ગુઢકા, જોગીદાન રાજુભાઈ હાજાણી, સુજલ વિનોદભાઈ ગોસરાણી, જીકાભાઈ સુભાષભાઈ ગોસરાણી અને વિનોદ ડાયાભાઈ સુરડિયા નામના સાત શખ્સોને રૂા. ૧૩,૮પ૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

તેમજ જામજોધપુર તાલુકાના શેઠવડાળા નજીકના ગોરખડી ગામે પાદરમાં રોન પોલીસનો જુગાર રમી રહેલ રાયદે રામજીભાઈ પરમાર, જીતેશ સવજીભાઈ સાંગેચા, ભીખાભાઈ રામજીભાઈ પરમાર અને રાયશી જીવાભાઈ પરમાર નામના ચાર શખ્સોને રૂા. ૪૯૮૦ સાથે ઝડપી લીધાં હતા. આ ઉપરાંત ધ્રાફા નજીકના આંબરડી ગામે તીનપતી નામનો જુગાર રમી રહેલ દેવસુર સોમાભાઈ ડાંગર, વીજય સોલંકી, જુગલ લખમણભાઈ હુણ, પ્રદીપ કરશનભાઈ રાજાણી, રવિરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા અને અશરફ ઈસાભાઈ હાલેપૌત્રા નામના ૬ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧૩,૬૩૦ કબ્જે કર્યા હતા.

જ્યારે ધ્રોલ નજીકના માણેકપર ચોકડી પાસે તળાવની બાજુમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ ભીખાભાઈ નાજાભાઈ ગમારા, ભરતભાઈ હરજીભાઈ ગમારા, ભૂપત ભુંડિયા, વીરમ કારાભાઈ ભુંડિયા, સતીષ માંડાભાઈ ચાવડિયા અને વાલા દેવાભાઈ ભુંડિયા નામના શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧૦,૪૦૦ કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત શેઠવડાળા ગામે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ રેનિશ જગદિશભાઈ વાઘેલા, વિનોદ લાલજીભાઈ ચાવડા, રમણિક નાથાભાઈ ચાવડા અને રમેશ પાલાભાઈ રાઠોડ નામના ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧૧૯૦ કબ્જે કર્યા હતા.

તેમજ મેઘપર નજીકના સિંગચ ગામે જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ ખીમાભાઈ સિદાભાઈ રૈયા, પ્રવીણ મેઘાભાઈ રૈયા, પુનાભાઈ ભુરાભાઈ રાઠોડ, રાજુ ધનજીભાઈ જોડ, ગોવિંદભાઈ સોમાભાઈ રાઠોડ અને સામતભાઈ કારાભાઈ લાખિયા નામના ૬ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂા. ૧૭,૩૪૦ની રકમ કબ્જે કરી હતી. જ્યારે જામનગરમાં જાગૃતિનગર મેઈન રોડના ખૂણે ગંજીપના વડે જુગાર રમી રહેલ ગોપાલ ડાયાભાઈ ભાટી, ગોપાલ મંગાભાઈ ચૌહાણ અને રમેશ કાનજીભાઈ ડાભી નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૩૦ર૦ કબ્જે કર્યા છે. આ ઉપરાંત જામનગર તાલુકાના ગોરધનપર ગામે પેટ્રોલ પંપની પાછળ ગંજીપના વડે જુગાર રમી રહેલ રાહુલ ધરમશીભાઈ પરમાર, રવિ મહેન્દ્રભાઈ પરમાર, ભાવેશ સુનિલભાઈ મકવાણા, શૈલેષ સોમાભાઈ પરમાર, પ્રફૂલ્લ દિનેશભાઈ રાઠોડ નામના પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા ર૯૪૦ની રોકડ કબ્જે કરી હતી. આ દરોડામાં અરૂણ રાજુભાઈ પરમાર નામનો શખ્સ નાશી ગયો હતો.

જામનગરના પ્રદર્શન મેળામાં ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી કરાઈ

0

જામનગરના પ્રદર્શન મેદાનના મેળાના રાઈડધારકોના ફાયર સેફ્ટી સાધનોની તંત્ર દ્વારા ચકાસણી કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ ઓગસ્ટ ૨૪, જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ૨૦ ઓગસ્ટ થી ૩ સપ્ટેમ્બર સુધીના ૧૫ દિવસ માટેના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મેળા ના રાઈડ સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ છે, કે કેમ? તેની ચકાસણી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટુકડી દ્વારા કરવામાં આવી હતી, અને સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળા માં મશીન મનોરંજન ની મોટી ૧૮ જેટલી મોટી રાઈડ, તેમજ અન્ય નાની બાળકોની ચિલ્ડ્રન રાઈડ ઉભી કરાઈ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ગઈકાલે રજાના દિવસે પણ મેળા મેદાનમાં રાઈડ ધારકો દ્વારા તૈયાર રખાયેલા ફાયર સેફટી ના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી.

ચીફ ફાયર ઓફિસર કે. કે.બિશ્નોય ની રાહબરી હેઠળ જુદા જુદા વિસ્તારના ફાયર સ્ટેશન ઓફિસર જયવીરસિંહ રાણા , ઉમેદ ગામેતી, સજુભા જાડેજા ,ઉપેન્દ્ર સુમડ સહિતના ફાયર ઓફિસરોની ટીમ દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને ફાયર ના બાટલા પાણી અને રેતીની ડોલ પાણીના બેરલ સહિતની સાધન સામગ્રીઓ ઉપલબ્ધ કરાવાઇ છે કે કેમ? તેનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું, તેમ જ સ્ટોલ ધારકોને પણ પ્લાસ્ટિક, કપડા સહિતની વસ્તુઓ નો ઉપયોગ નહીં કરવા, તેમજ રમકડા ના માલ સામાન ના પુઠા પ્લાસ્ટિક વગેરેનો જથ્થો પણ અન્ય સ્થળે ખસેડી લેવા તાકીદ કરી હતી. ખાણી પીણી ના સ્ટોલમાં પણ કપડાં ના સ્ટોલ નહીં પરંતુ પતરાના સ્ટોલ ઊભા કરવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

જામનગરના લીમડા લાઈનમાં જૂની ‘રાજ લક્ષ્મી’ બેકરીના પફમાં મરેલો વંદો નિકળતા દોડધામ : 10 હજારનો દંડ

0

જામનગરમાં જૂની રાજલક્ષ્મી બેકરી માંથી મંગાવેલા પફમાં મરેલો વંદો નીકળતાં ફૂડ વિભાગ દોડતું થયું

  • ફૂડ વિભાગ એ ચેકિંગ કરીને રૂ. ૧૦ હજાર નો દંડ ફટકાર્યો

  • બેકરીના ઉત્પાદન યુનિટની ચકાસણી કરી સ્વરછતા જાળવવા તાકીદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૮ ઓગસ્ટ ૨૪ જામનગર શહેરમાં આવેલા ટાઉન હોલ પાસેની એક કપડાની દુકાનના માલિકે નગરની રાજલક્ષ્મી બેકરીમાંથી પફ મંગાવ્યા હતા. જ્યારે દુકાનદાર રાઠોડ ભગીરથસિંહે આ પફ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમને ચોંકાવનારી ઘટના બની હતી, અને પફમાં એક મરેલો વંદો મળ્યો હતો.આ ઘટના બાદ દુકાનદારે તુરત જ ફૂડ વિભાગને જાણ કરી હતી, જેથી ફૂડ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે. લોકોમાં બેકરીઓ પ્રત્યે અવિશ્વાસ વધ્યો છે. ફૂડ સેફ્ટી અંગે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી બની ગયું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.