Tuesday, October 13, 2026
Home Blog Page 128

જામનગરના ઠેબામાં ગેરકાયદે બારણ ભઠ્ઠી પર GPCB ની કાર્યવાહી

0

ઠેબામાં ગેરકાયદે બારણ ભઠ્ઠી પર જી.પી.સી.બી.ની કાર્યવાહી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭, સપ્ટેમ્બર ૨૪ જામનગર તાલુકાના ઠેબા ગામમાં ગેરકાયદે ચાલતી બારણ ભઠ્ઠી પર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આકસ્મિક ચકાસણી દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે.

સોનમ સિમેન્ટની બાજુમાં આવેલી સરકારી ખરાબાની જમીનમાં ટોયટા બાબુભાઈ વેજાભાઈ નામના વ્યક્તિ દ્વારા બારણ ભઠ્ઠી ચલાવવામાં આવી રહી હતી. જી.પી.સી.બી.ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં, બારણ ભઠ્ઠીમાંથી નીકળતા બારણને પુનઃ બારણ બનાવવાની પ્રવૃત્તિ ચાલુ હોવાનું જોવા મળ્યું હતું. આથી, જી.પી.સી.બી.એ તાત્કાલિક અસરથી આ પ્રવૃત્તિ બંધ કરવાની સૂચના આપી હતી.

સ્થળ પરથી આશરે પાંચ મેટ્રિક ટન જેટલો બારણનો જથ્થો મળી આવ્યો હતો. જી.પી.સી.બી.એ આ બારણને રજીસ્ટર્ડ રિસાયકલર મારફતે જ નિકાલ કરવાની સૂચના આપી છે. આ અંગે ઠેબા ગામના તલાટી કમ મંત્રીને પણ જાણ કરવામાં આવી છે.

આ ઘટનાએ ગામમાં પ્રદૂષણની સમસ્યાને વધુ ઉગ્ર બનાવી છે. સ્થાનિક લોકોએ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરવા માટે તંત્રને રજૂઆત કરી છે. જી.પી.સી.બી. દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીએ ગામના લોકોમાં રાહતની લાગણી ફેલાવી છે.

જામનગરમાં યુવાને સુસાઇડ નોટમાં પરિવારની માફી માંગી ગળાફાંસો ખાધો

0

જામનગરમાં શંકર ટેકરી વાલ્મિકી વાસમાં રહેતા એક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત

  • દારૂ પીવાની ટેવ ના કારણે પરિવાર છોડીને ચાલ્યો જતાં આપઘાત કર્યાનું સુસાઇડ નોટ ના માધ્યમથી જાણવા મળ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ સપ્ટેમ્બર ૨૪, જામનગરમાં શંકર ટેકરી વાલ્મિકી વાસ માં રહેતા એક યુવાને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ને મૃતકના હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતે દારૂ પીવાની ટેવ વાળો હોવાથી પરિવાર છોડીને ચાલ્યો જતાં આ પગલું ભરી લીધેલું અને પરિવારની માફી માંગી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વાલ્મિકી વાસમાં રહેતા કારાભાઈ બાબુભાઈ વાઘેલા નામના ૪૦ વર્ષ ના યુવાને આજે બપોરે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે પોલીસને જાણ થતાં સીટી સી. ડિવિઝન ના એએસઆઈ ફિરોજભાઈ દલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને મૃતકના હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે પરિવારજનોની માફી માંગી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોતે દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી તેનો પરિવાર છોડીને ચાલ્યો ગયો હતો, અને એકલવાયું જીવન જીવતો હતો. જે જીવનનો અંત લાવી દેવા માટે આ પગલું ભર્યું હોવાનું પોલીસે તારણ કાઢ્યું છે.

જામનગર બેડ નદીમાંથી યુવાનનો મૃતદેહ સાંપડ્યો

0

જામનગર નજીક બેડ ની નદીમાં બાઈક સાથે તણાયેલા યુવાનનો આજે સવારે મૃતદેહ સાંપડ્યો : ફાયરે ભારે જેહેમતે બહાર કાઢ્યો

  • મૃતદેહની ઓળખ થઈ જામનગરના તિરૂપતિ સોસાયટી માં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

 દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ સપ્ટેમ્બર ૨૪, જામનગર નજીક બેડ ની નદીમાં ગઈકાલે એક યુવાન બપોરના સમયે પોતાના બાઈક સાથે તણાયો હતો, જે અંગેની જાણકારી મળતાં પોલીસે ફાયરની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગઈકાલે બાઈક મળી આવ્યું હતું, ત્યારબાદ આજે સવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ થઈ છે, અને તે તિરુપતિ સોસાયટીમાં રહેતો હોવાનું અને બાઈક સ્લીપ થઇ જતા નદીમાં ખાબક્યો હતો

જામનગર નજીક બેડની નદીના પાણીના પ્રવાહમાં એક યુવાન બાઇકની સાથે તણાયો હતો. ગઈકાલે બપોરે બાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હોવાનું ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું.જેથી સિક્કાના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવા અને કરણસિંહ જાડેજાએ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાનો સંપર્ક સાધ્યો હતો, અને ફાયર બ્રિગેડ ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન નદીમાંથી બાઈક મળી આવ્યું હતું. જેને બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યું હતું, પરંતુ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી હતી,

દરમિયાન આજે સવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, અને તેની ઓળખ થઈ છે. જેનું નામ મિલન હેમંતભાઈ રાવત (ઉંમર વર્ષ ૨૨) અને તે જામનગરમાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના મોટા ભાઈએ મૃતદેહ ને ઓળખી બતાવ્યો હતો.

જામનગર : મારા ઘરમાં આગ કેમ લગાડી તેમ કહી યુવાને તલવાર લઈ દંગલ મચાવ્યું

0

જામનગરમાં મચ્છર નગરમાં એક મકાનમાં રોકડ અને ઘરવખરી સળગાવી નાખનારના ઘરમાં તલવાર વડે નુકસાની પહોંચાડ્યાની વળતી ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ સપ્ટેમ્બર ર૪ જામનગર ના મચ્છર નગરમાં રહેતા એક યુવાનના ઘરમાં પૈસાની દેતી દેતીના મામલે આગ ચાંપી દઈ રોકડ અને ઘરવખરી સળગાવી નાખવા ના બનાવ બાદ બદલો વળવા માટે આરોપીના મકાનમાં ઘૂસી જઈ તલવાર વડે તોડફોડ કરી નાખવા અંગેની વળતી ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના મચ્છર નગરમાં રહેતા કિશનભાઇ પાનસુરીયા ના રહેણાંક મકાનમાં બે દિવસ પહેલાં પૈસાની લેતી દેતી ના મામલે હિતરાજસિંહ વાળા તેમજ તેના મિત્ર યશપાલસિંહ વાળાએ મકાનમાં આગ ચાપી દઇ નુકસાન પહોંચાડવા અંગે તેમજ રૂપિયા એક લાખ ૪૫ હજારની રકમ પણ બળી ગઈ હતી, તે અંગેની પોલીસ ફટિયાદ થઈ હતી.
દરમિયાન પૈસાની લેતી દેતિનો જેની સામે મામલો છે, તે કિશન પાનસરીયા કે જે ગઈકાલે ઉસકેરાટમાં આવી જઇ પોતાના મકાનની આગની ઘટનાનો બદલો વાળવાના ભાગરૂપે હિતરાજસિંહ વાળા ના ઘેર પહોંચ્યો હતો, અને તલવાર સાથે દંગલ મચાવ્યા પછી તેમના દરવાજામાં તલવાર ના ઘા માર્યા હતા. તેમ જ એક દિવાલ ઘડિયાળને તોડી નાખી ૨૦,૦૦૦ જેટલું નુકસાન પહોંચાડ્યું હતું, જે મામલે હિતરાજ સિંહ ના પિતા વિક્રમસિંહ નારુભા વાળાએ પોતાના ઘરમાં તોડફોડ અને નુકસાની પહોંચાડવા અંગે કિશન ગપાનસુરીયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે જે મામલે સીટી બે ડિવિઝનના પોલીસ સ્ટાફ વધુ તપાસ કરી રહ્યો છે

જામનગરમાં ગણપતિ દાદાના સ્થાપન માટેની મૂર્તિઓ ખરીદવા ગણેશ ભક્તોએ કતાર લગાવી

0

જામનગરમાં ગણપતિ દાદા ના સ્થાપન માટેની મૂર્તિઓ ખરીદવા ગણેશ ભક્તોએ કતાર લગાવી

  • મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પણ પીઓપીની મૂર્તિનું વેચાણ નહીં કરવા સંબંધે વિક્રેતાઓને સૂચના અપાઇ

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૬ સપ્ટેમર ૨૪, જામનગર શહેરમાં પણ આવતીકાલથી ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને અનેક ગણેશ ભક્તો દ્વારા પોતાના રહેઠાણઝ શેરી, ચોક, ગલી, એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ ના પાર્કિંગ વગેરેમાં નાની મોટી ગણપતિજી ની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે, ત્યારે આજે શહેરના લાલપુર રોડ તેમજ સમર્પણ હોસ્પિટલ રોડ પર ની મૂર્તિ ના વિક્રેતાઓને ત્યાં મૂર્તિની ખરીદી કરવા માટે ગણેશભક્તો કતાર બંધ જોવા મળ્યા હતા.

વહીવટી તંત્ર દ્વારા પણ જામનગર શહેરના વિક્રેતાઓને માત્ર માટીમાંથી બનાવેલી જ મૂર્તિઓનું વેચાણ કરવા માટેનો આગ્રહ રખાયો છે, અને તે અંગેની જરૂરી સુચનાઓ આપવામાં આવી રહી છે.

દરમિયાન આજે જામનગરના લાલપુર રોડ પર ૩૦ થી વધુ ગણપતિની મૂર્તિના વિક્રતાઓ દ્વારા મંડપ -સામીયાણા ઊભા કરીને વેચાણ કેન્દ્ર શરૂ કરાય છે, ત્યારે એસ્ટેટ શાખાના અધિકારી સુનિલ ભાનુશાલીની રાહબરી હેઠળ નો સ્ટાફ આજે તમામ મૂર્તિઓના વિક્રેતાઓને માત્ર માટીમાંથી જ બનાવેલી ગણપતિની મૂર્તિનું વેચાણ કરવા માટેનો આગ્રહ રાખ્યો હતો, અને સરકારની ગાઇડલાઇનને અનુસરીને પીઓપીની મૂર્તિ નહીં વેચવા સંબંધે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

રણજીતસાગર રોડ ઉપરાંત સમર્પણ હોસ્પિટલ રોડ ઉપર પણ ગણપતિ ની મૂર્તિ નું વેચાણ થઈ રહ્યું હોવાથી તે તમામ સ્થળે પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

જામનગર : સડકછાપ રોમીયોના પ્રેમમાં આંધળી યુવતિઓ માટે લાલબતી સમાન કિસ્સો

0

યુવતીના ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપનાર યુવકને જામનગર 181 અભયમની ટીમે કાયદાનું ભાન કરાવ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૫ સપ્ટેમ્બર ૨૪, 181 અભયમ મહિલા હેલ્પ લાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જેની મદદથી જામનગરની વધુ એક પીડિતાને મદદ મળી છે.

જમનગરની એક યુવતી દ્વારા 181માં ફોન કરી જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા તેણી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલ હતી. બાદમાં પીડિતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવકે સબંધ રાખવાનું કહેતાં તેણીએ ના કહેતા યુવકે ધમકી આપતા કહ્યું હતુ કે તારા પરિવારને તથા સોશિયલ મીડિયા પર ફોટા વિડિયો વાયરલ કરીશ. અને બ્લેકમેઇલ કરી ડી. કે. વી. સર્કલ પાસે મળવા બોલાવી હતી.

પરંતુ યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માગી હોવાથી જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહોંચી યુવતીને આશ્વાસન આપી કુશળ કાઉન્સેલિંગ કરેલ ત્યારે તેણીએ જણાવેલ કે તેમને હવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી છતાં યુવક જબરદસ્તી સંબંધ રાખવા દબાણ કરે છે. અને પીડિતા દ્વારાના પાડતા ફોટા વિડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલીને અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપે છે.

યુવતી જ્યારે યુવકને મળવા ગયેલ ત્યારે 181 અભયમ ટીમ દ્વારા યોગ્ય નિર્ણય લઇ રેસ્ક્યુ વાન દૂર ઊભી રાખી ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાઈ ગયેલ અને યુવક સ્થળ પર પહોંચતા જ તેને પકડી પડ્યો હતો. અને કડક શબ્દોમાં કાયદાકીય સમજણ આપી તેના ફોન માંથી ફોટો વિડિયો ડીલીટ કરાવેલ અને ભવિષ્યમાં ક્યારેય યુવતીને હેરાન ન કરવા સૂચન કરેલ. બાદમાં યુવકે પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં યુવતીને હેરાન નહીં તેવી ખાતરી આપેલ અને નંબર ડિલીટ કરી પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી. પીડિતા આગળ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છતા ન હોવાથી સમસ્યાનું સ્થળ પરજ નિરાકરણ આવ્યું હતું.અભયમની ટીમ દ્વારા કરવામાં આવેલ ત્વરિત અસરકારક કામગીરીને બિરદાવી યુવતીએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

જામનગરના મચ્છરનગરમાં મહિલાના ઘરમાં ઘૂસી બે શખસોએ આગ ચાંપી દીધી

0

જામનગરમાં મચ્છરનગર હાઉસિંગ બોર્ડ ના બ્લોકમાં એક મહિલાના ઘરમાં ઘૂસી આવેલા બે શખ્સોનું કારસ્તાન

  • ઘરમાં રાખેલી ૧,૪૫૦૦૦ ની રોકડ રકમ અને ઘરવખરી ના સામાનને પેટ્રોલ રેડી દીવાસળી ચાંપી સળગાવી દીધાની પોલીસ ફરિયાદ

  • ફરિયાદી મહિલાના પુત્ર સાથે અગાઉની પૈસાની લેતી ના મનદુઃખના મામલે બંનેએ ઘરમાં આવી હંગામા મચાવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ સપ્ટેમ્બર ૨૪, જામનગરમાં માછર નગર ના એક બ્લોકમાં રહેતી મહિલાના ઘરમાં ગઈકાલે બે શખ્સો ઘુંસી આવ્યા હતા, અને મહિલાના પુત્રની સાથેની પૈસાની જૂની લેતી નું મનદુઃખ રાખીને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો,જેમાં પલંગના ઓશિકા નીચે રાખેલી ૧,૪૫૦૦૦ ની રોકડ રકમ પણ બળીને ખાખ થઈ છે. જે મામલે બંને સખતો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મચ્છરનગર હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર ૨૩, રૂમ નંબર ૨૭૦ માં રહેતી જોસનાબેન રમેશભાઈ પાનસુરીયા નામની ૫૦ વર્ષની પટેલ જ્ઞાતિની મહિલાએ પોતાના ઘરમાં ઘૂસી જઇ પેટ્રોલ છાંટી ઘરવખરી સળગાવી નાખવા અંગે તેમ તેની સાથે એક લાખ પિસ્તાલિસ હજારની રોકડ રકમ સળગાવી નાખવા અંગે ગાંધીનગર વિસ્તારમાં રહેતા હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા અને યશપાલસિંહ વાળા નામના બે સકસો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી જોસનાબેન ના પુત્ર કિશન કે જેને આરોપી સાથે પૈસાની લેતી દેતી ના મામલે મનદુ:ખ ચાલતું હતું.જે મનદુઃખ ના કારણે ગઈકાલે બંને શખ્સો પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યા હતા, અને તારા પુત્ર પાસે પૈસા લેવાના છે તેમ કહી મહિલા સાથે ઝઘડો કર્યો, હતો.

ત્યારબાદ મહિલા દ્વારા ઘરમાં પડેલા પલંગના ઓશિકા નીચે એક લાખ ૪૫ હજારની રોકડ રકમ હતી, ઉપરાંત ઘરમાં પડેલી ઘરવખરી જે તમામ ઉપર બંને આરોપીઓએ પ્રવાહી છાંટી દીધું હતું, અને દિવાસળી ચાંપી દઈ ભાગી છૂટ્યા હતા.જેથી ઘરમાં આગ લાગી ગઈ હતી અને તમામ રોકડ રકમ અને ઘરવખરી બળીને ખાખ થયા હતા. પોતે ડરના માર્યા ઘર છોડીને બહાર નીકળી ગયા પછી જોસનાબેને જામનગર ના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.

આ બનાવબસદ પીએસઆઇ ઝેડ એમ મલેક ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મહિલાની ફરિયાદના આધારે બંને આરોપીય સિધ્ધરાજસિંહ તેમજ યશપાલસિંહ વાળા સામે બી એન એસ કલમ ૩૨૬ (જી)” ૩૫૧-૩ અને ૫૪ મુજબ ગુનો નોંધ્યો છે.

આગના બનાવવાની જાણ થતા ફાયર બ્રિગેડ ની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી હતી.

જામનગર પેટ્રોલપંપ સંચાલકના મકાનમાં 11 લાખની ચોરી : તસ્કર CCTVમાં કેંદ

0

જામનગરમાં આરાધના સોસાયટીમાં રહેતા પેટ્રોલ પંપ ના સંચાલકના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો

  • મકાન માલિક પરિવાર સાથે ગોવા ફરવા ગયા, દરમ્યાન તસ્કરોએ મકાનમાંથી ૧૧ લાખની રોકડ રકમ ઉઠાવી ગયા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ સપ્ટેમ્બર ૨૪, જામનગર માં આરાધના સોસાયટીમાં રહેતા એક પેટ્રોલ પંપના સંચાલક, કે જેઓ પરિવાર સાથે ગોવા ફરવા માટે ગયા હતા, દરમિયાન તેમના મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી ૧૧ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં આરાધના સોસાયટીમાં રહેતા અને શિવમ પેટ્રોલ પંપ ધરાવતા રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલીયા (ઉંમર વર્ષ ૬૪) કે,જેઓ જામનગરના આરાધના સોસાયટીમાં રહે છે, અને પેટ્રોલ પંપ નો વ્યવસાય કરે છે.

જેઓ ગત ઓગસ્ટ ની ૨૬મી તારીખે પોતાના મકાનને તાળા મારીને પરિવાર સહિત ગોવા ફરવા માટે ગયા હતા.ત્યાંથી ૩૧ ની તારીખે પરત આવતા પોતાનું ઘર ખોલ્યા પછી કેટલીક સ્પ્રે ની બોટલ સહિતની અન્ય ચીજ વસ્તુઓ વેરણ છેરણ જોવા મળી હતી, તેથી પોતાના કબાટ ચેક કરતાં તેમાં રાખેલી જુદા જુદા દરની ૧૧ લાખની

ચલણી નોટો ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી સમગ્ર મામલો સિટી ડી ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને પીએસઆઇ કે એન જાડેજા ની રૂબરૂમાં અજાણ્યા તસકરો સામે ફરિયાદ લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર જીલ્લામાં બે પરણિતાને સાસરીયાનો સીતમ : મામલો પોલીસ મથકે

0

જામજોધપુર ટાઉન અને નંદાણા ગામની બે પરણીતાને સીતમ : બન્ને એ સસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ સપ્ટેમ્બર ૨૪ જામજોધપુર ટાઉન તેમજ નંદાણા ગામમાં રહેતી બે પરણેતાએ પોતાના સાસરિયાઓ સામે મારકુટ અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેના સાસરીયાઓ સામે ગુનો નોંધ્યો છે. જામજોધપુર ટાઉનમાં રહેતી માધુરીબેન રવિભાઈ કવૈયા નામની ૨૩ વર્ષની લુહાર જ્ઞાતિ ની યુવતીએ પોતાના સાસરિયાઓ સામે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે માધુરીબેનના સાસરિયાઓ પતિ રવિભાઈ વિજયભાઈ કવૈયા, તેમજ સસરા વિજયભાઈ લીલાધરભાઇ કવૈયા, સાસુ પ્રજ્ઞાબેન તેમજ નણંદ શિલ્પાબેન પ્રકાશભાઈ હરસોરા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતી પૂનમબેન હરેશભાઈ કંડોરીયા નામની પરણીતા એ પણ પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સાસરાપક્ષના સભ્યો પતિ હરેશભાઈ ફરવાભાઈ કંડોરીયા સસરા વરવાભાઈ દાનાભાઈ કંડોરીયા તેમજ કારુભાઈ દાનાભાઈ, ભાવેશ વરવાભાઈ, બુદ્ધિબેન અરજણભાઈ, ભાનુબેન હરદાસભાઈ કંડોરીયા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં કોંગી કોર્પોરેટર સહિત બે સામે માર મારવાની ફરિયાદ

0

જામનગરમાં એક રેકડી ચાલક ને માર મારવા અંગે કોંગી કોર્પોરેટર સહિત બે સામે ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

  • મકાઈની રેકડી ના સંચાલકને માર મારતાં ફીનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી પોલીસ નિવેદનમાં સમગ્ર મામલો સામે આવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ સપ્ટેમ્બર ૨૪, જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા અને મકાઈની રેકડી ચલાવતા એક યુવાનને કોંગી કોર્પોરેટર અને તેના સાગરીતે માર માર્યો હોવાથી તેઓના ત્રાસના કારણે ફિનાઈલ પી લીધું હતું. આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, અને પોલીસે હુમલો કરનાર કોંગી કોર્પોરેટર સહિત બે સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા અને મકાઈની રેકડી ચલાવતા શાહનવાજ શકીલભાઈ ચૌહાણ નામના ૨૨ વર્ષના યુવાને ગત ૧૬મી તારીખે ફિનાઈલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તે ભાનમાં આવી ગયા બાદ પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું.

જે નિવેદનમાં તેને જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસ ના કોર્પોરેટર અસલમભાઈ ખીલજી અને મહમ્મદ ઉર્ફે મામલો અખ્તરભાઈ પંજાએ માર માર્યો હોવાથી તેઓના ડરના કારણે ફીનાઇલ પીધું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાયા પછી પોતાના માતા પિતા સાથે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો, અને કોર્પોરેટર અસલમ ખીલજી સહિત બંને સામે પોતાને ૧૬મી તારીખે માર મારી પટણી વાડમાં શુંકામ આવ્યો છે, અને ફરીથી આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાહેર કર્યું હતું.

જે અંગે પીએસઆઇ ડી.જી. રામાનુજે અસલમ ખીલજી અને મોહમ્મદ અખ્તરભાઈ પંજા સામે બીએનએસ કલમ ૧૧૫ (૨), ૩૫૨, ૩૫૧, (૩) અને ૫૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને આ બનાવ સંદર્ભમાં અલગ અલગ વ્યક્તિના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.