Tuesday, October 13, 2026
Home Blog Page 127

‘મન હોય તો માળવે જવાય’ જામનગરના ૭૨ વર્ષીય વૃદ્ધા નડિયાદમાં ગોલ્ડમેડલ જીત્યા

0

જામનગરના ૭૨ વર્ષીય વૃદ્ધા નડિયાદમાં ગોલ્ડમેડલ જીત્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ સપ્ટેમ્બર, ૨૪ જામનગરના ૭૨ વર્ષીય વૃદ્ધાએ રમત ગમત ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તાજેતરમાં જ ૭,૮ સપ્ટેમ્બર ના રોજ નડિયાદ ખાતે યોજાયેલ માસ્ટર એટલાન્ટિક સ્પર્ધામાં ૩૫ થી ૯૦ વર્ષની વય મર્યાદામાં ગુજરાત રાજ્યમાંથી ઉમટી પડેલા અલગ અલગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જામનગરના સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રવિન્દ્રભાઈ જેન્તીભાઈ દુધાગરા ના માતા લાભુબેન જયંતીભાઈ દુધાગરાએ ૭૨ વર્ષની વયે ૫,૦૦૦ મીટર દોડ, ૧૫૦૦ મીટર દોડ અને ૮૦૦ મીટર દોડમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે ત્યારે જામનગરનું નામ રોશન કર્યું છે સાથે સાથે દુધાગરા પરિવારનું પણ નામ રોશન કરતા લાભુબેન આજની યુવા પેઢી માટે પણ કસરત, યોગ કરી તંદુરસ્ત રહેવા સિદ્ધિ હાસલ કરી પ્રેરણા આપી રહ્યા છે.

જામનગરમાં સુભાસ બ્રિઝ પાસે બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત : 3 યુવાનો ઘાયલ

0

જામનગરમાં સુભાસ બ્રિઝ પાસે બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત : ત્રણ યુવાનો ઘાયલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૨ સપ્ટેમ્બર ૨૪ જામનગરના સુભાસ બ્રિઝ નજીક ગઈ રાતે બાઈક અને ઓટોરિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.જે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રે ત્રણ યુવાનો બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે સુભાષ બ્રિઝ નજીક એક ઓટોરિક્ષા સાથે તેમની બાઈક અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય યુવાનો ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ત્રણેય યુવાનોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હા અકસ્માતને લઈને લોકોનો ટોળું એકત્ર થયું હતું. સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે, અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં એસપી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

0

જામનગરમાં ગણપતિ વિસર્જન અને ઈદ-એ-મિલાદના તહેવાર ને અનુલક્ષીને પોલીસ વિભાગની શાંતિ સમિતિની બેઠક યોજાઈ

  • જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં જામનગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ સપ્ટેમ્બર ૨૪, જામનગરમાં આગામી દિવસોમાં ભગવાન ગણેશજી ની મૂર્તિ વિસર્જનના તહેવાર અને ઇદે મિલાદ ના તહેવારો બન્ને એકસાથે આવી રહ્યા છે.ત્યારે આજે જામનગરના દરબારગઢ સર્કલમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની અધ્યક્ષતા મા શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ હતી.જેમાં હિન્દુ સમાજ તરફથી મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ), સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપના અગ્રણી જીગરભાઈ રાવલ, ઉપરાંત પ્રજવલભાઈ વગેરે તેમજ મુસ્લિમ સમાજ નાં અગ્રણી જુમાભાઈ ખફી, સહારા બેન મકવાણા ઉપરાંત બંને સમાજ નાં અન્ય આગેવાનો ,સ્થાનિકો બહોળી સંખ્યામાં મા ઉપસ્થીત રહ્યા હતા.જિલ્લા પોલીસ વડા એ તમામ ને શાંતિ પૂર્વક પોતાના તહેવારો ઉજવવા અપીલ કરી હતી.જેનો તમામ અગ્રણીઓ તરફથી હકારત્મક પ્રતિભાવ મળ્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પોલીસવડા તેમજ સીટી ડિ.વાય.એસ.પી. સહિતના પોલીસ અધિકારીઓનું હિંદુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. આવેળાએ સીટી એ. ડિવિઝનનો અન્ય પોલીસ કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો.

કાલાવડના મકરાણી સણોસરા ગામે આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસણી કરાઈ

0

કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામે આંગણવાડી ના બાળકોની આરોગ્ય તપાસણી કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૧ સપ્ટેમ્બર, ૨૪ હાલમાં સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામની સરકારી હોમિયોપેથીક દવાખાનાના મેડિકલ ઓફિસર એ અંગણવાડીની મુલાકાત લીધી હતી. તેમજ આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને બાળકો સહિત આંગણવાડીના સ્ટાફ મિત્રોને પોષણયુક્ત આહારના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાલાવડ કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચાર સામે લોકજાગૃતિ અભિયાન શરૂ કર્યું

0

કાલાવડ કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચાર સામે લોકજાગૃતિ અભિયાન શરૂ કર્યું

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલા રથ સાથે શહેરના મુખ્ય માર્ગો પર પત્રિકા વિતરણ કરવામાં આવ્યું

દેશ દેવી ન્યૂઝ કાલાવડ તા ૧૧ સપ્ટેમ્બર ૨૪, કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને સરકારી તંત્રની બેદરકારી સામે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલા રથ સાથે શહેરના મુખ્ય માર્ગો પર પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, કાલાવડના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડીયા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જે. ટી.પટેલ, જિલ્લા મહામંત્રી દેવદાનભાઈ, કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ સોજીત્રા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ દીપકભાઈ વસોયા,નગરપાલિકાના પૂર્વ સદસ્ય મહેશભાઈ વાદી સહિતના કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને સરકારી તંત્ર ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોને જાગૃત કરવા અને ભાજપ સરકારના કારનામાઓનો ખુલાસો કરવા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં શહેર પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં શહેર પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ: શહેરમાં સુરક્ષા વધારવાનો પ્રયાસ

  • સીટી ડીવાયએસપીની રાહબરી હેઠળ એલ.સી.બી.,એસ.ઓ.જી. અને શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન નો વિશાળ પોલીસ કાફલો જોડાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર, તા. ૧૧ સપ્ટેમ્બર ૨૪ જામનગર શહેરમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓને નાથવા અને નાગરિકોની સુરક્ષા વધારવાના ઉદ્દેશ્ય સાથે ગઈકાલે સાંજે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પરિસરમાં પોલીસે આકસ્મિક કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ અભિયાનમાં એલસીબી, એસઓજી સહિત શહેરના તમામ પોલીસ ડિવિઝનની ટુકડીઓ જોડાઈ હતી.

આ અભિયાન દરમિયાન પોલીસે શહેરમા સરકારી જી.જી. હોસ્પિટલ સહીત વિવિધ વિસ્તારોમા અને જાહેર સ્થળો પર તપાસ કરી હતી. ખાસ કરીને, જી.જી. હોસ્પિટલમાં આવારા તત્વોની અવારનવાર હાજરીને ધ્યાનમાં રાખીને ત્યાં અલગ અલગ વિભાગોની વધુ કડક તપાસ કરવામાં આવી હતી.

પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં અસલામતીની લાગણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને લોકોમાં સુરક્ષાની ભાવના વધી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ આ કાર્યવાહીથી રાહત મળી છે.

ડિવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “શહેરમાં અસામાજિક તત્વોની ગતિવિધિઓને રોકવા માટે આ પ્રકારના ચેકીંગ અભિયાન સમયાંતરે ચાલુ રહેશે. અમે શહેરને અસામાજિક તત્વોથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” તેમણે નાગરિકોને પણ આવા કિસ્સાઓમાં પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી.

જામનગર તાલુકાના નારણપર ગામ ના પ્રૌઢનો ગળાફાંસો ખાઈ લઈ આપઘાત

0

જામનગર તાલુકાના નારણપર ગામ ના પ્રૌઢનો ગળાફાંસો ખાઈ લઈ આપઘાત

  • મૃતક ની પત્ની અને બાળકો એ ઘેર પરત આવવા ની ના પાડતાં આપઘાત નું પગલું ભર્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ સપ્ટેમ્બર ૨૪, જામનગર તાલુકા નાં નારણપર ગામમાં રહતા એક વાળંદ પ્રૌઢે ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ પ્રૌઢના પત્ની તથા બાળકો બે મહિના પહેલાં રહેવા માટે જામનગર ચાલ્યા ગયા પછી પરત નારણપર આવવા રાજી થતાં નહી હોવા થી પ્રૌઢે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવા નું જાણવા મળ્યું છે.

જામનગર-સમાણા રોડ પર આવેલા નારણપર ગામમાં રહેતા બાબુભાઈ નામના વાળંદ પ્રૌઢે ગઈરાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ બે મહિના પહેલાં બાબુભાઈના પત્ની તથા તેમના બાળકો બાબુભાઈને નારણપર ગામમાં એકલા મૂકી રહેવા માટે જામનગર ચાલ્યા ગયા હતા. તે પછી પત્ની, બાળકોને પરત આવી જવા બાબુભાઈ સમજાવટ કરતા હતા અને ગઈકાલે પણ તેઓ સમજાવટ માટે જામનગર આવ્યા હતા.

તેઓની સમજાવટ પછી પણ તેમના પત્ની અને બાળકો નારણપર પરત આવવા માટે રાજી ન થતાં ગઈકાલે બાબુભાઈ પરત આવ્યા હતા અને તેઓએ ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુત્રોચાર : જામનગરના હાપા યાર્ડમાં ચાઇના લસણના વિરુદ્ધ આંદોલન

0

જામનગરના હાપા યાર્ડમાં ચાઇના લસણના વિરુદ્ધ આંદોલન: ખેડૂતો અને વેપારીઓએ કર્યા સુત્રોચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ સપ્ટેમ્બર ૨૪ જામનગરના હાપા યાર્ડમાં ચાઇનાથી આયાત થતા લસણના કારણે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓની આજીવિકા પર પડેલી અસરને પગલે વિશાળ આંદોલન સર્જાયું છે. સ્થાનિક બજારમાં ચાઇના લસણના પ્રવેશથી ભાવમાં ભારે ઘટાડો થતાં ખેડૂતોને પોતાના ઉત્પાદન માટે યોગ્ય ભાવ ન મળતાં આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમસ્યા સામે હાપા યાર્ડમાં એકઠા થયેલા વેપારીઓએ ચાઇના લસણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે સૂત્રોચ્ચાર કરીને ચાઇના લસણને ભારતમાં પ્રવેશવાથી રોકવાની માંગ કરી છે. વેપારીઓનું માનવું છે કે ચાઇનાથી આવતું લસણ ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવે છે અને તેનાથી સ્થાનિક ઉત્પાદકોને ભારે નુકસાન થાય છે.

આ આંદોલન માત્ર હાપા યાર્ડ સુધી મર્યાદિત ન રહી પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ખેડૂતો અને વેપારીઓ એક થઈને સરકારને ચાઇના લસણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ.

આ આંદોલનથી સરકારનું ધ્યાન આ સમસ્યા તરફ ખેંચાયું છે. સરકારે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સરકારી અધિકારીઓએ હાપા યાર્ડની મુલાકાત લઈને વેપારીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરી છે.

જામનગરના ’’એડવોકેટ હારૂન પલેજા’’ હત્યા કેસમા સીનીયર એડવોકેટની નિમણુંક

0

જામનગર ના ’’એડવોકેટ હારૂન પલેજા’’ હત્યા કેસમા સ્પેશ્યલ પબ્લીક પ્રોસ્યુકયુટર તરીકે સીનીયર એડવોકેટ અનીલભાઇ દેસાઇ ની નિમણુંક

  • ગુજરાત રાજય સરકારના કાયદા વિભાગનો મહત્વનો નિર્ણય

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ સપ્ટેમ્બર ૨૪, જામનગરના બેડી વિસ્તારમાં તા.૧૩.૦૩.૨૦૨૪ ના સાંજના સમયે એડવોકેટ હારૂન પલેજા નુ આરોપીઓ(૧) રજાક ઉર્ફે સોપારી (ર) બશીરભાઇ સાયચા (૩) સિંકદરભાઇ ઉર્ફે સિકલો સાયચા (૪) દિલાવર કકલ (૫) સુલેમાન કકલ (૬) રમજાનભાઇ સાયચા (૭) ઇમરાન સાયચા (૮) એજાઝ સાયચા (૯) ગુલામ સાયચા (૧૦) મહેબુબ સાયચા (૧૧) ઉમર ચમડીયા (૧૨) શબીર ચમડીયા (૧૩) અસગર સાયચા વિગેરે દ્રારા કાવતરૂ રચી તિક્ષણ હથિયાર વડે હત્યા કરવામા આવી હતી.

સરકારના કાયદા વિભાગમાં આ કેસમા સિનીયર એડવોકેટ, કાયદાના તલસ્પર્શી, અભ્યાસુ, સરકાર પક્ષે કેસ ચલાવનાર અભ્યાસુ એડવોકેટને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂંક કરવા માટે વકિલ મંડળ તથા આમ પ્રજા તરફથી રજુઆત થઇ હતી.

જેના અનુસંધાને તાજેતરમાં રાજયના કાયદા વિભાગે રાજકોટના પુર્વ જીલ્લા સરકારી વકિલ અને પબ્લીક પ્રોસીકયુટર, રાજકોટ બાર એસોશીએશનના પુર્વ પ્રમુખ, રાજકોટના નામાંકિત સીનીયર એડવોકેટ અનીલભાઇ દેસાઇ ની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂક કરેલ છે.

જાણીતા સીનીયર એડવોકેટ અનીલભાઇ દેસાઇ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ના સંખ્યાબંધ ચકચારી કેસોમા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમની ફરજ બજાવેલી છે અને ચકચારી કેસોમા કુખ્યાત ગુન્હાગારોને સજાઓ કરાવેલી છે. અનીલભાઇ દેસાઇ હાલમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સૌરાષ્ટ્ર-કચ્છ ના મહત્વના જીલ્લાના જામનગર,મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી,કચ્છ-ભુજ સહિતાના જીલ્લાઓમા સરકાર તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સંખ્યાબંધ કેસોમા નિમણૂંક થયેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે,ગુજરાત રાજય સરકાર દ્રારા અગાઉ સંખ્યાબંધ ચકચારી કેસો મા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે અનીલભાઇ દેસાઇ ની નિમણૂંક કરવામા આવેલી છે તેઓ કાયદાની આંટીધુંટી આગવી કુનેહ સુલટાવતા સદરહુ ખૂન કેસમા સૌરાષ્ટ્ર ના જાણીતા ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનીલભાઇ દેસાઇની નિમણૂંક થઇ છે.

ધ્રોળમાં બોલેરો ચાલકને નકલી પોલીસ બની બે શખ્સોએ પૈસા પડાવ્યા

0

ધ્રોળ ના એક બોલેરો ચાલકને તેના જ ગામના બે શખ્સોએ નકલી પોલીસ બનીને પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ

  • પોતાના વાહનમાં ચોરાઉ ભંગારની ફેરી કરતો હોવાની નકલી પોલીસ બનીને ફોનમાં વાત કરી પતાવટ કરવા ૧૦,૦૦૦ની માંગણી કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ સપ્ટેમ્બર ૨૪ જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા એક બોલેરો ચાલક યુવાનને પોતાના વાહનમાં ચોરાઉ ભંગારની ફેરી કરે છે, તેમ જણાવી જોડીયા પોલીસની ખોટી ઓળખ આપીને રૂપિયા ૧૦,૦૦૦ ની માંગણી કર્યા પછી ૧,૦૦૦ રૂપિયા પડાવી લીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસ બંને આરોપીઓને શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ભુપતભાઈ રણછોડભાઈ મકવાણા નામના ૩૨ વર્ષના યુવાને પોતાની સાથે ચોરાઉ ભંગારની હેરાફેરી નો આરોપ મૂકીને પતાવટ કરવા માટે નકલી પોલીસની ઓળખ આપી રૂપિયા ૧૦,૦૦૦ ની માંગણી કર્યા પછી ૧,૦૦૦ રૂપિયા પડાવી લેવા અંગે ધ્રોળ તાલુકાના વાગુદડ ગામના જયદીપ લાંબરીયા તેમજ ધ્રોલમાં રહેતા માંડાભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન પોતાના ઘેર હતો દરમિયાન થોડા દિવસ પહેલા માંડાભાઈ ભરવાડ નો ફોન આવ્યો હતો, અને જણાવ્યું હતું કે જોડિયાના રાજદિપસિંહ જમાદાર કે જે તારા વાહનની પાછળ પોતાની કારમાં આવતા હતા, અને તેણે ભંગારની ગેરકાયદે હેરાફેરી થતી હોવાનું જોયું હતું, જેથી આ મામલે પતાવટ કરી નાખવી હોય તો દસ હજાર રૂપિયા અને દારૂની બે બાટલી આપવી પડશે તેમ કહ્યું હતું.

પરંતુ પોતાની પાસે કોઈ સગવડ ન હોવાથી પૈસા આપ્યા ન હતા. દરમિયાન જયદીપ લાંબરીયા નામના શખ્સે પોતાના મોબાઈલ ફોનમાંથી ફરિયાદી ભૂપતભાઈ ને ફોન કર્યો હતો, અને પોતાની જોડિયાના જમાદાર રાજદીપસિંહ તરીકેની ઓળખ આપી હતી, અને કાલે પોલીસ સ્ટેશનમાં આવી જજો. જેનાથી ડરીને ફરિયાદી યુવાને તૂરતજ માંડાભાઈ ભરવાડ ને ફોન કર્યો હતો, અને પતાવટ કરવાની વાત કરતાં સૌપ્રથમ હાલ દારૂની બે બોટલના પંદરસો રૂપિયા આપવાની વાત કરી હતી, પરંતુ ફરીયાદી યુવાન પાસે માત્ર ૧,૦૦૦ રૂપિયા હતા, જે આપી દીધા હતા. ત્યારબાદ તેણે પોતાના મોબાઈલ ફોનમાં બંને વ્યક્તિના કોલ રેકોર્ડ કરીને રાખી દીધા હતા, જ્યારે ટ્રુ-કોલર મારફતે તપાસ કરાવટ પોલીસની ઓળખ આપનાર જયદીપ લાંબરીયા અને વાગુદડ ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. અને પોતાની સાથે બનાવટ કરીને પૈસા પડાવવાનો કારસો થઈ રહ્યો હોવાનું ધ્યાનમાં આવતાં સમગ્ર મામલાને ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જ્યા ધ્રોળ પોલીસે બંને આરોપીઓ સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને હાલ બંને ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.